________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) કરે છે; તેમાં અસ્તિનાસ્તિ પ્રવાદની રચના પણ કરે છે.
આ અસ્તિનાસ્તિ સ્યાદ્વાદ વસ્તુના પૂર્ણ સ્વરૂપને પૂર્ણપણે પ્રસિદ્ધ કરે છે. * “ચાલો हि समस्तवस्तुतत्त्व साधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य। स तु सर्वमनेकान्तात्मकमित्यनुशास्ति, सर्वस्यापि वस्तुनोऽनेकान्त स्वभावत्वात्।"
“સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓમાં સ્વરૂપને સાધનારું, અરહંત સર્વજ્ઞનું એક અખ્ખલિત શાસન છે. નિબંધ શાસન છે. તે ( સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે. કારણ કે સમસ્ત વસ્તુઓ અનેકાંત સ્વભાવવાળી છે.
(૧) “સ્વરૂપે સત્તા પરરૂપે અસત્તા તેવા બે ધર્મો વડે એક પદાર્થનો નિર્ણય થાય છે.”
જે વસ્તુ તત્ છે તે જ અતત્ છે. જે એક છે તે જ વસ્તુ અનેક છે. આ પ્રકારે વસ્તુમાં વસ્તુત્વની ઉત્પાદક પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આમ પરસ્પર બે વિરોધી ધર્મ એક વસ્તુને સિદ્ધ કરે છે. જો એક ધર્મ બીજા ધર્મનો નિષેધ કરે તો વસ્તુ જ અનંત ધમોત્મક સિદ્ધ ન થાય. અસ્તિનાસ્તિ ધર્મ એ બન્ને પરસ્પર વિરુદ્ધ હોવા છતા વસ્તુમાં બને યુગપદ એક સાથે અવિરુદ્ધ રહેલા છે. માટે વસ્તુ પોતે જ અનેકાન્ત સ્વભાવવાળી છે.
તર્ક શિરોમણી શ્રી સમંતભદ્ર આચાર્યે કહ્યું છે કેઃ “અનેહાન્તોનેBIન્ત: પ્રHIT ૫ સાધન:” અનેકાંતની સિદ્ધિ માત્ર પ્રમાણથી થાય છે તેમ નથી, પરંતુ અનેકાંતની સિદ્ધિ પણ બે પ્રકારે થાય છે. (૧) પ્રમાણ અને (ર) નયથી થાય છે. જૈનદર્શનમાં કુલ ત્રણ પ્રકારનાં અનેકાંત જોવા મળે છે.
* પ્રમાણરૂપ અસ્તિ નાસ્તિ અનેકાંત. * નયરૂપ અસ્તિ નાસ્તિ અનેકાંત. * ( અધ્યાત્મ) પ્રમાણરૂપ અતિ નાસ્તિ અનેકાંત તે ફળરૂપ છે.
પ્રમાણરૂપ અનેકાન્ત દ્રવ્ય પર્યાયરૂપ સત્તામાં લાવે છે, અને નયરૂપ અનેકાન્ત પ્રયોજનની સિદ્ધિ કરાવે છે. ખરેખર પ્રયોજનભૂત સાચું અસ્તિનાસ્તિ અનેકાંત દ્રવ્ય અને પર્યાય વચ્ચે હોય છે.
(૨) દષ્ટાંતમાં પ્રમાણરૂપ અસ્તિનાસ્તિ અનેકાંતનું સ્વરૂપ:
એક વ્યક્તિને મોસંબી જઈએ છીએ. તે ફળવાળાની દુકાને ગયો. ત્યાં વિધ વિધ પ્રકારનાં છ ફુટ છે. અનાનસ છે, કેરી છે, સીતાફળ છે, દાડમ છે, ચીકુ છે અને મોસંબી છે. પેલા માણસે ટવાળાને કહ્યું! મને મોસંબી જોઈએ છે. તેથી મને મોસંબી આપો. આમ મોસંબીમાં બીજા પાંચ ફુટની નાસ્તિ થઈ ગઈ. પરંતુ એક મોસંબી લેતાં બીજી મોસંબીની પણ નાસ્તિ થઈ ગઈ.
(૩) સિદ્ધાંતમાં પ્રમાણરૂપ અસ્તિ- નાસ્તિ અનેકાંતઃ
તેમ આ જગતમાં અનંતા દ્રવ્યો છે. તેમાં એક એક દ્રવ્યની પોતાપણે અસ્તિ છે, તેમજ બીજા અનંતા દ્રવ્યોપણે નાસ્તિ છે. આમ થતાં પોતાનું જીવ દ્રવ્ય જુદું પડી ગયું. આમ દ્રવ્યોમાં અનંત સમભંગી
૧. શ્રી સમયસાર પરિશિષ્ટ ૨. શ્રી સિદ્ધાંત પ્રવેશિકા ૩. સ્વયંભૂસ્તોત્ર શ્લોક નં. ૧૦૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com