________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભારપૂર્વક; પરને જાણતો નથી “જાણનાર જણાય છે”; તે વિશેષમાં જણાઈ જાય છે. આમ પરને જાણવાનો નિષેધ કરવો તે વીર્યવાનનું કામ છે. પરને જાણું છું તે અજ્ઞાન છે. પરને જાણતો નથી તો જ્ઞાન છે.
આત્માનું લક્ષણ તો જ્ઞાન છે. પરંતુ હવે જ્ઞાન લક્ષણનું લક્ષણ શું છે? પરને ન જાણવું અને જાણનારને જાણવું તે જ લક્ષણ છે. ધર્મ કરવો હોય ! સુખી થવું હોય! તો પરને જાણવાનું બંધ કર. હું પરને જાણું છું તેવી માન્યતા જ “જાણનાર જણાય છે” તેવા વિચારનો જન્મ જ થવા દેતી નથી.
બધાને જાણનારો જણાય છે તેવી જ અનાદિ અનંત વ્યવસ્થા છે. પરંતુ કોઈ ધન્ય પળે ! અપૂર્વ વિશ્વાસ આવી જાય છે કે: “મને જાણનાર જ જાણવામાં આવે છે.” આવો વિશ્વાસ કોને આવે?
જે જીવનો સંસારનો કિનારો નિકટ આવી ગયો છે. તેને જ પરને જાણવાનો નિષેધ આવે છે, ત્યારે જાણનાર જણાઈ જાય છે. અત્યારે જાણનારને જાણવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. સર્વ સમાગમ સહજમાં પ્રાપ્ત થઈ ગયો છે.
જ્યારે શ્રીગુરુની દેશના છૂટે છે કે હે! ભવ્ય! તું પરને જાણતો જ નથી, ત્યાં તો ભવ્ય ખુશી ખુશી થાય છે. અત્યંત હર્ષોલ્લાસપૂર્વક આનંદિત થાય છે. તેની કોઈ અદ્ભુત પાત્રતા જાગી જાય છે, જે પૂર્વે કદી જાગી ન હતી. જે જીવની કાળલબ્ધિ પાકી ગઈ છે, જેનો મોક્ષ જવાનો કાળ અતિ નિકટ આવી ગયો છે, જેનાં અનંત દુઃખોનો અંત આવી ગયો છે, તેવા જીવને તો આ વચનો અમૃત લાગે છે.
હે ! પ્રભુ! આપના આ દિવ્ય વચન પરમ ઉપકારી પરમ હિતકારી છે. અગર આપે પરને જાણવાનો નિષેધ ન કરાવ્યો હોત તો ઉપયોગ અંત્તર્મુખ કેવી રીતે થાત ! પરને જાણતો નથી તે નિષેધ રૂપ નિષેધ નથી પરંતુ વિધિ રૂપ નિષેધ છે. પરને જાણવાના નિષેધમાં જ્ઞાયક સિવાય બધું જ પર છે.
જિજ્ઞાસા જાણનાર છે માટે પરને જાણે છે?
સમાધાન: “ના.' ન નિશ્ચયથી પરને જાણે છે, ન વ્યવહારથી પરને જાણે છે. અનંત બળપૂર્વક; પૂરી શક્તિથી સર્વાગ પ્રદેશથી જ્યાં પરને જાણવાનો નિષેધ કર્યો ત્યાં તક્ષણ ચિદાનંદ જાણનાર આત્મા આનંદપૂર્વક જાણવામાં આવી જાય છે. તું અંજન ચોરની જેમ નિઃશંક થઈ જા! તને અકૃત્રિમ નિજ ચૈતન્ય પ્રભુના દર્શન થશે !! તક્ષણ પ્રભુના દર્શન થશે જ.
આ એક “ના” માં તો જ્ઞાનાનંદ અનુભૂતિની છોળો ઊછળે છે. સ્વરૂપાનંદની ઊર્મિઓ નાચે છે. આ “ના” છે તે તો મોક્ષમાર્ગ છે. “ના” કહીને તો આનંદ પ્રગટ કરવાની, આત્માનો અનુભવ પ્રગટ કરવાની અપૂર્વ વિધિ બતાવી છે. ત્યારે ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરવો હોય તો એક કામ કર. બીજું કોઈ કામ ન કર. તું ચોવીસે કલાક પર જાણવાનો નિષેધ કર! પરને જાણતો જ નથી તો તારા જ્ઞાનમાં તત્કાલ જાણનાર જાણવામાં આવી જશે. જ્યાં પરને જાણવાનું બંધ કર્યું ત્યાં સહજ સમ્યકદર્શન થઈ જશે. “ના” માં તો કેટલી ખુમારી ભરી છે. આ “ના” માં તો કેટલી સ્વરૂપની મસ્તી ભરી છે. આ “ના” છે તે આનંદકારી છે. નિશ્ચય હોય તે આનંદકારી જ હોય છે? આ “નામાં તો કેટલું કેટલું ભર્યું છે. ઉત્તમથી ઉત્તમ વાત બહાર આવી ગઈ છે. આ “ના” છે તે વિવાદ કરનાર નથી. સમાધાનકારી છે. તું પરને જાણવાનું બંધ કરીશ તો સર્વ સમાધાન થઈ જશે. કારણ કે તેનાં ફળમાં જ્ઞાન પ્રગટી જશે. અને જ્ઞાન સ્વભાવ તો સર્વ સમાધાનકારી જ હોય ને?! આ “ના” કોઈ સાધારણ નથી. આ “ના માં તો કેટલો મર્મ ભર્યો છે. આનંદનું રહસ્ય છુપાયેલું છે. આ “ના” માં તો દુ:ખ દૂર થવાનો ઉપાય રહેલો છે. જેમને જેમને “જાણનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com