________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
ગુણ જ ગુણ છે.
પોતાને જાણે છે અને પોતે જ જણાય છે. તેમાં શુદ્ધોપયોગ આવી જાય છે. પછી આગળ વધતાં શ્રેણી માંડ છે. આગળ વધતાં શક્લધ્યાન આવે છે અને પછી ઝળહળ કેવળ પ્રગટી જાય છે.
પરને જાણું છું તેમાં કર્તાકર્મ દોષ ઉત્પન્ન થાય છે. કારણ કે જ્ઞાયક કર્મ ન થયું. અને પર જણાય છે તેમાં જ્ઞય જ્ઞાયક સંકર દોષ ઉત્પન્ન થાય છે. કારણ કે જ્ઞાયક જ્ઞય ન થયો. હવે પર જાણતો નથી તેમાં પરની સાથે જે ધ્યેયરૂપનો સંબંધ હતો તે તૂટી જાય છે અને પર જણાતું નથી તેમાં પરની સાથે શેયપણાનો સંબંધ તૂટી જાય છે. આમ થતાં અંદર ધ્યેયપૂર્વક ય થાય છે. લ્યો! આ સ્ટીકરમાંથી નીકળ્યું. “ધ્યયપૂર્વક જ્ઞય” એક સમયમાં થાય છે. જ્ઞાયક જ ધ્યેય છે, જ્ઞાયક જ જ્ઞય છે, ઈ... અભેદ છે હોં !! અપરિણામીને લક્ષપૂર્વક જાણે છે ત્યારે પરિણામી લક્ષ વિના જણાય જાય છે. પર તો જણાતું જ નથી. આમ “ જાણનારો જ જણાય છે. જાણનારમાં જાણનાર સિવાય અંદર બીજું કાંઈ નથી તેથી બીજું કાંઈ જણાતું નથી. જો પરિણામને જાણવાનો સ્વભાવ હોય તો... પરિણામને જાણતાં જાણતાં કેવળજ્ઞાન થઈ જવું જોઈએ. અરે ! સમ્યફદર્શને થતું નથી તો કેવળજ્ઞાન તો કયાંથી થાય?!
જ્ઞાનશક્તિમયી છે માટે જાણનાર છે કરનાર નથી. જ્ઞયશક્તિમયી છે માટે સ્વજ્ઞય જણાય છે પરજ્ઞય જણાતું નથી. તું આ બે શક્તિનો વિચાર કર. જ્ઞાતા, જ્ઞાન, શેય ભેદ નથી અભેદ પરિણમન છે. આમ જાણવાનો અને જણાવાનો અને સ્વભાવ આત્માના જ છે. સ્વભાવનો કોઈ દિ' અભાવ થાય નહીં.
(૬) તત્કાલ આત્મદર્શનની “ના” શબ્દમાં વિધિ બતાવનાર પૂ. ભાઈશ્રીઃ
સમ્યકદર્શન થવામાં બાધક શું છે? અનુભવ કેમ થતો નથી? તો કહે છેઃ જ્ઞાન પર્યાયનો વ્યવહાર જે સ્વપરને જાણે છે તે સમ્યક્દર્શન થવામાં બાધક છે. જ્ઞાનનો સ્વભાવ પર પ્રકાશક તો નથી પરંતુ સ્વપર પ્રકાશક પણ નથી. સ્વપર પ્રકાશકતા તો જ્ઞાનનું સામર્થ્ય છે. જ્યારે જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ સ્વપ્રકાશક જ છે.
જ્ઞાનનો લક્ષરૂપ સ્વભાવ જ્યારે અંતરંગમાં ભાસિત થાય છે, ત્યારે સમ્યકએકાંતપૂર્વક સમ્યકઅનેકાંત પ્રગટ થાય છે. જ્ઞાન જ્ઞાયકને જ જાણે છે તે સમ્યકએકાંત છે. અને જ્ઞાન શાયકને જાણે છે અને પન નથી જાણતુ તે સમ્યક્રઅનકાન્ત છે
પરમ ઉપકારી પૂજ્ય સશુરુદેવશ્રીનાં શ્રી સમયસારની ૬ઠ્ઠી ગાથાનાં ૧૯મી વખતનાં પ્રવચનમાં જે જ્ઞાયકભાવ પુસ્તક છે; તેમાં પેજ નં. ૧૦/૧૧માં પ્રશ્ન છે કેઃ જાણનાર છે માટે પારને જાણે છે ને?
ઉત્તર: “ના” . બીજો પ્રશ્ન છે પરંતુ તે જાણનાર છે ને! માટે તે જાણનાર છે તેથી તેમાં બીજો પણ જણાય છે ને!? સમાધાનઃ “ “ના.”કેમકે જણાય છે તે પોતે જ છે.”
પૂ. ગુરુદેવશ્રીએ તેમ ન કહ્યું કેઃ જ્ઞાન વ્યવહારથી પરને જાણે છે ને.. પર જણાય છે? ના” આ “ના” માં તો ભગવાન આત્મા ઉપાદેય થયો છે. આ “ના” કોઈ સાધારણ નથી. અસ્તિથી લઈએ તો “જાણનાર જણાય છે તેવો વિશ્વાસ આવ્યા વિના પરને જાણવાનો નિષેધ આવતો નથી. અને નાસ્તિથી લઈએ તો પરને જાણવાનો નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ થતો નથી. અને ઉપયોગ અંતર્મુખ થયા વિના જાણનાર જાણવામાં આવતો નથી. બન્ને સ્વભાવો અવિનાભાવપણે અવિરોધ પૂર્વક સાથે રહે છે. જ્યારે જ્ઞાની ધર્માત્મા, વિધિ-નિષેધથી વાત કહે છે ત્યાં તો લાયક શિષ્ય એટલી પ્રગાઢતાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com