Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004543/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શામજીવનના આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી लाग - 3 Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीयुत संपतराज com महे જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક પે જન્મેલા મૂળચંદભાઈ જઈની જેમ ઉધડતી જવાનીના ઉબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ર૮ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના પે દીક્ષા જીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ધ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન' વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી' નામના પુસ્તકથી ૨૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યકિતત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ટ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત રાજસ્થાન / મહારાષ્ટ્ર, તામિલનાડુ / આ%7 મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી - ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. Jan Education International For Private Personal use only www.jainelibrary.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ‘ધર્માંબન્ધુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય પર અપાયેલા પ્રવચનોનું આ સંકલન છે. શ્રેષ્ઠ અને સાત્ત્વિક જીવન જીવવા ઇચ્છનાર સ્ત્રી-પુરુષો માટે આ પ્રવચનો મનનીય છે. ભાષા શિષ્ટ છે અને વિચારો ચિંતનપૂર્ણ છે. લા સરળ છે, (પ્રવચન : ૪૮ થી ૭૧) प्रकाशन कल्याण विश्व ट्रस्ट સાળા શ્રાવકજીવન ભાગ ૩ • પ્રવચનકા૨ : આચાર્યદેવશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ : સંપાદક : ભદ્રબાહવિજય અનુવાદક : ડૉ. પ્રહલાદ પટેલ, M.A., Ph.D., વડનગર પ્રકાશક: શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા - ૩૮૪ ૦૦૨. મૂલ્ય: પચાસ રૂપિયા. પ્રથમ આવૃત્તિ. પ્રતઃ ૩ હજાર. વિ. સં. ૨૦૪૯ અષાડ. લેસર ટાઇપસેટિંગ મેક ગ્રાફિક, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. મુદ્રક : મહેશ મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. Shrawak-Jivan : Part 3, By : Acharya Vijay Bhadragupatsuriji Page #5 -------------------------------------------------------------------------- ________________ * પ્રાસંગિક : જન્મ, જીવન અને મૃત્યુ - સંસારની નિશ્ચિત સ્થિતિ છે. જન્મ અને મૃત્યુનો અંત લાવવા માટે જે જીવન જીવવામાં આવે છે, તે સાધુજીવન છે, શ્રાવકજીવન ઉત્તમ કોટિનું શ્રાવકજીવન જીવનાર મનુષ્ય સાધુજીવન જીવવા માટે સુયોગ્ય કહેવાય છે. ઉત્તમ કોટિનું શ્રાવકજીવન જીવવા માટે મનુષ્યને સમુચિત માર્ગદર્શન જોઈએ. એવું માર્ગદર્શન નિન્દુ ગ્રંથમાં મહાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિજીએ આપેલું છે. આ ગ્રંથ પ્રાચીન છે, છતાં અવાચીન સમયમાં એટલો જ ઉપયોગી છે. એટલા માટે એ ગ્રંથ ઉપર મેંપ્રવચનો આપેલાં છે. પ્રવચનો હિન્દી ભાષામાં આપેલાં હતાં, એટલે એનો ભાવવાહી અનુવાદ કરાવીને પ્રકાશિત કરવામાં આવે છે. આ ત્રીજા ભાગમાં શ્રાવકની દિનચર્યા બતાવવામાં આવી છે. તેની અંતર્ગત "યોગાભ્યાસનો વિષય વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તદુપરાંત શ્રી નવકાર મંત્ર, શ્રી ઉવસગહર સ્તોત્ર....વગેરે ઉપર વિસ્તારથી અનુચિંતન આપેલું છે. આ દ્રષ્ટિએ આ ત્રીજો ભાગવિશિષ્ટ અભ્યાસનો ગ્રંથ બની ગયો છે. તમે એકાદ વાર વાંચી જશો, તેટલાથી નહીં ચાલે! કમ સે કમ ત્રણ વખત તો તમારે અધ્યયનવાંચન કરવું જ પડશે. તો જ આ બધી વાતો તમને સારી રીતે સમજાશે. શ્રાવકજીવનમાં ઉપયોગી આ બધી વાતોને તમે વાંચો, વિચારો અને એમાં તમે જીવનમાં જીવી શકો, એવી વાતને તમારી નોટમાં લખી લો. શક્ય એટલું આચરણ જીવનમાં કરવું જ જોઈએ. ગુજરાતીની સાથે સાથે હિન્દીમાં પણ ભાગો છપાઈ રહ્યા છે. એટલે હિન્દીભાષી ભાઈબહેનો માટે પણ ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ થશે. સહુ કોઈજિનવચનોનો સ્વાધ્યાય કરી ચિત્તને નિર્મળ કરો, એ જ મંગલ કામના. પંચગીની ફાગણ સુદ ઃ ૧૩, વિ. સં. ૨૦૪૯ • ભદ્રગુપ્તસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुः सूत्राणि * लोकापवादभीरूता ॥७२॥ * गुरूलाघवापेक्षणम् ॥७३॥ * बहुगुणे प्रवृत्तिः ॥७४॥ * चैत्यादिपुरस्सरं भोजनम् ॥५॥ * तदन्वेव प्रत्याख्यान-क्रिया ॥७६।। * शरीरस्थितौ प्रयत्नः ॥७॥ * तदुत्तरकार्यचिन्ता ॥८॥ कुशलभावनायां प्रबन्धः ॥७९॥ शिष्टचरित-श्रवणम् ॥८॥ * सांध्यविधिपालनम् ॥८॥ * यथोचितं तत्प्रतिपत्तिः ॥८॥ * पूजापुरस्सरं चैत्यादिवन्दनम् ॥८३॥ * साधुविश्रामण-क्रिया ॥८॥ * योगाभ्यास इति ॥८५॥ * नमस्कारादिचिन्तनम् ॥८६॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : ૪૮ પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતોનો વિશેષ ધર્મ બતાવ્યા પછી ગ્રંથકારે શ્રાવકોચિત વિશેષ કર્તવ્યોનું નિરૂપણ કર્યું છે. લોકાપવાદ ભીરુતા”ની વાત જણાવતાં એમણે કહ્યું “શ્રાવક જનાપવાદને મૃત્યુ સમજે છે !” વવનીયમેવ મર ભવતિ | કુલીન માણસ જનાપવાદને મૃત્યુ માને છે. જો કે કુલીન માણસ સાવધાન રહે છે. એક પણ એવી કુત્સિત પ્રવૃત્તિ નથી કરતો, કોઈ પણ શિષ્ટજનમાન્ય વ્યવહારથી વિરુદ્ધનું વર્તન કરતો નથી. છતાં પણ કોઈ અશુભ કર્મના ઉદયથી અથવા અનુપયોગથી જનાપવાદ થાય છે, લોકનિંદા થાય છે, તો તે કુલીન શ્રાવક-શ્રાવિકાને ઊંડું દુઃખ થાય છે. આના કરતાં મરી જવું સારું....' એવો વિચાર એના મનમાં આવે છે. પરંતુ કમસિદ્ધાંતને સમજનારાં સુજ્ઞ શ્રાવક-શ્રાવિકા “આત્મહત્યા જેવું ખોટું પગલું ભરતાં નથી. ગ્રંથકાર આચાર્યદિવની એ પ્રેરણા છે કે દુનિયામાં તમારી નિંદા થાય એવી એક પણ પ્રવૃત્તિ ન કરો. દુનિયામાં સાવધાનીપૂર્વક રહો. ઓછાવત્તા લાભનું આયોજન કરો : લોકાપવાદ ભીરુતા પછી ગ્રંથકાર એક નવી મહત્ત્વપૂર્ણ વાત જણાવે છે : પુરુરીયાપેક્ષણમ્ II૭રા આ નાનકડા સૂત્રમાં તેમણે જીવનસાફલ્યની અદ્દભુત કળા બતાવી દીધી છે, પરંતુ આ વાત બુદ્ધિમાન લોકો માટે બતાવી છે. જેઓ મૂઢ છે, મૂર્ખ છે, જેઓ ઉચિત વિચાર નથી કરી શકતાં, એમને માટે આ વાત નથી. ટીકાકાર આચાર્યશ્રીએ આ સૂત્ર ઉપર ટીકા લખી છે. એમણે સ્પષ્ટતા કરી છે. દરેક મનુષ્યના જીવનમાં ત્રણ પ્રકારનાં પ્રયોજનો હોય છે? (૧) ધર્મ-વિષયક પ્રયોજન. (૨) અર્થ-વિષયક પ્રયોજન. (૩) કામ-વિષયક પ્રયોજન. એકી સાથે ત્રણે પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે પ્રથમ કામ કર્યું કરવું? ધર્મનું? અર્થનું? કે કામનું? વિચારવું પડશે. હોશિયારીથી વિચારવું પડશે ! Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન જેમાં - જે કાર્યમાં વધારે લાભ થતો લાગે તે કાર્ય પહેલાં કરવું પડશે. જે કાર્યમાં ઓછો લાભ થવા સંભવ હોય તે કાર્ય પાછળથી કરવાનું રહે. વત્તાઓછા લાભનો વિચાર એક દ્રષ્ટિએ કરવાનો નથી હોતો, અનેક દ્રષ્ટિથી વિચારવાનું હોય છે. - આપણા માટે, બીજાંને માટે – કાળ-સમયની દ્રષ્ટિથી. - ક્ષેત્રની વૃષ્ટિથી. – મનોભાવોની દ્રષ્ટિથી. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં બુદ્ધિશાળી શ્રાવક-શ્રાવિકા આટલો વિચાર કરશે અને તત્કાલ વિચાર કરશે. એવું નહીં કે વિચાર કરતાં કરતાં કાર્યનો સમય જ નીકળી જાય. શીધ્ર નિર્ણય કરનારી બુદ્ધિ જોઈએ ? - મુંબઈમાં રહેતા એક ભાઈને અમદાવાદ જવું હતું અને પૂના પણ જવું હતું. પહેલાં પૂના જાઉં કે અમદાવાદ ? વિચારવા લાગ્યા. વિચારતાં વિચારતાં પૂના જનારી ગાડી ચાલી ગઈ અને અમદાવાદ જનારી ગાડી ય ઊપડી ગઈ. જેઓ શીધ્ર નિર્ણય નથી કરી શકતા એવા લોકો જ દુનિયામાં વધારે છે. -- એક ભાઈને પોતાની પત્ની સાથે એટલા માટે ઝઘડો થાય છે કે તે ભાઈ ભોજનની બાબતમાં શીધ્ર નિર્ણય નથી કરી શકતા. રોટલી ખાવી છે કે પૂરી ખાવી છે? કાકડીનું શાક ખાવું છે કે ભીંડાનું? અડધો કલાક વિચાર કરવામાં નીકળી જાય છે... પત્નીની પસંદગી નહીં ! ઝઘડો થઈ જાય છે. – એક ભાઈ વારંવાર પત્નીની બાબતમાં ફરિયાદ કરે છે: “બહાર જતી વખતે કઈ સાડી પહેરે?” વિચારવામાં એક કલાક નીકળી જાય છે. કદી ય તે સમયસર તૈયાર થતી નથી. – એક નોકરને તેની શેઠાણી એક સાથે ત્રણ કામ બતાવીને મોકલે છે. નોકર ફૂટપાથ ઉપર ઊભો ઊભો વિચારે છે. પહેલાં શાકભાજી લેવા જાઉં કે પહેલાં શેઠજીને સમાચાર આપવા જાઉં? કે પછી પહેલાં ડૉક્ટરને ત્યાં દવા લેવા જાઉં? અડધો કલાક એને વિચારવામાં ચાલ્યો જાય છે. ત્વરિત નિર્ણય કરી શકતો નથી. શેઠાણી સદાય એના ઉપર ગુસ્સે થયેલી રહે છે. એક સાધુ-મુનિરાજને એક ગામથી બીજા ગામ વિહાર કરવાનો હોય છે. તો તેઓ તત્કાલ નિર્ણય નથી કરી શકતા. નિર્ણય કરવામાં બે-ત્રણ દિવસો નીકળી જાય છે. સવારે વિહાર કરવો કે સાંજના કરવો... નિર્ણય કરતાં કરતાં સૂર્ય આથમી Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ જાય છે. તત્કાલ નિર્ણય કરવાની બુદ્ધિ જોઈએ. માની લો કે તમારામાં એવી બુદ્ધિ નથી, તો જેની પાસે એવી બુદ્ધિ હોય એવા બીજા લોકોને પૂછો. એમની વાતો માનો. ધર્મ-અર્થ-કામના પ્રયોજનમાં પ્રાથમિકતા : જેવી રીતે તત્કાલ નિર્ણય કરવાની બુદ્ધિ જોઈએ એવી જ રીતે કર્યું કાર્ય પહેલાં કરવું એનો યોગ્ય નિર્ણય કરવાની બુદ્ધિ પણ જોઈએ. કયાં કાર્યમાં વધારે લાભ છે અને કયાં કાર્યમાં ઓછો લાભ છે, તેનો નિર્ણય કરવો જોઈએ અને જે પ્રવૃત્તિમાં વધારે લાભ હોય એ પ્રવૃત્તિ પહેલાં કરવી જોઈએ. એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું : દુને પ્રવૃત્તિઃ I૭૪ા – કોઈ વાર ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. – કોઈ વાર વેપારની પ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. – કોઈ વાર કામપ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. - વધારે લાભનો વિચાર કોઈક વાર પોતે લેવાનો હોય છે, તો કોઈક વાર સ્વજનો અને મિત્રો સાથે મળીને લેવાનો હોય છે. વધારે લાભનો વિચાર કોઈ કોઈ વાર સમયને લક્ષ્યમાં લઈને કરવાનો હોય છે, તો કોઈ વાર વ્યવહારપક્ષને લક્ષ્યમાં લઈને કરવો પડતો હોય છે. કેટલાંક ઉદાહરણો પરથી આ વાત સ્પષ્ટતાથી સમજાવું છું. ધર્મને ક્યાં પ્રાથમિકતા આપશો? તમારા માતાપિતાએ તેમને કહ્યું “જો તને અનુકૂળતા હોય તો આપણે કેટલાંક તીથની યાત્રા કરી આવીએ. તારી પત્નીએ પણ આ વાતને અનુમોદન આપ્યું છે.” તમારે વિચારવું જોઈએ કે આ સમયે તીર્થયાત્રા કરવા જવું ઉચિત છે કે નહીં? અત્યારે બજારમાં મંદી છે, ખાસ વેપાર નથી. કોઈ વિશેષ વ્યાવહારિક કાર્ય પણ નથી અને શરીર પણ સ્વસ્થ છે; તો તીર્થયાત્રા કરી લેવી જોઈએ. બે બાળકોની નિશાળ ચાલુ છે, પણ તેમને ભાઈને ઘેર મૂકીશ. દશ દિવસમાં પાછા આવી જઈશું. તમે તીર્થયાત્રાને પ્રાથમિકતા આપશો. પરંતુ જે સમયે માતાપિતાએ યા પત્નીએ તીર્થયાત્રાનો પ્રસ્તાવ મૂક્યો એ સમયે Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન તમારા વેપારની સીઝન ચાલતી હોય, દુકાન યા ઑફિસનું કાર્ય ખૂબ વધી ગયું હોય, બીજી બાજુ બાળકોની પરીક્ષાના દિવસો હોય, નજીકના સ્વજનને ત્યાં લગ્નપ્રસંગ હોય - આ સમયે તમારે પ્રાથમિકતા અર્થપુરુષાર્થને આપવી જોઈએ. ભાઈને ત્યાં લગ્નપ્રસંગ છે, તમને નિમંત્રણ મળ્યું છે. ભાઈ-ભાભીની ઇચ્છા છે કે લગ્નપ્રસંગ તમે સંભાળો. એ સમયે વેપાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. તમને જમવાની ય નવરાશ નથી મળતી, બીજી બાજુ તમારા ગામમાં સાધુ-મુનિરાજ પધાર્યા છે. ખૂબ સારું પ્રવચન આપે છે. આ સમયે તમે કયાં કાર્યને પ્રાથમિકતા આપશો? ભાઈને ત્યાંના પ્રસંગને મહત્તા આપવી પડશે. એ પ્રસંગને સંભાળીને તમે ભલે મુનિરાજનાં પ્રવચનો સાંભળો અને દુકાન પણ સંભાળો. પરંતુ તમારા ગામમાં કોઈ સાધુપુરુષ-મુનિરાજની તબિયત બગડી ગઈ અને તેમની સેવા કરનાર બીજું કોઈ નથી. એ સમયે તમારે બધાં કાર્યો છોડી દઈને સાધુસેવાને પ્રાથમિકતા આપવી જોઈએ. – તમારા ઘરમાં પુત્રજન્મના અવસરે ભોજન સમારંભ ચાલી રહ્યો છે. આનંદપ્રમોદનું વાતાવરણ છે. એ સમયે તમારો કોઈ પરિચિત સામાન્ય સ્થિતિનો સગૃહસ્થ તમારી પાસે આવીને કહે કે “શેઠજી, મારી પત્ની ગંભીર છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી છે. તમે અમને મદદ કરશો ? તમારા પરિચયથી હોસ્પિટલમાં જલદીથી જગા મળી જશે. કૃપા કરીને અમને સહાય કરો.” આ સમયે તમે શું કરશો? ભોજન સમારંભને મહત્ત્વ આપશો કે એ ગૃહસ્થની વાતને મહત્ત્વ આપશો? સભામાંથી એ ગૃહસ્થને પહેલાં મદદ કરીશું અને પછી ભોજન સમારંભ. મહારાજશ્રી સાચી વાત છે તમારી. ભોજન સમારંભમાં ઉપસ્થિત સજ્જનોને નમ્રતાથી નિવેદન કરીને તમે એ સગૃહસ્થની સાથે જશો અને હોસ્પિટલમાં પ્રવેશ વગેરેનું કાર્ય કરશો. – નગરમાં કોઈ ઉત્સવ ચાલી રહ્યો છે. લોકો સુંદર વસ્ત્રો ધારણ કરીને બાગમાં ફરવા જઈ રહ્યાં છે. ત્યાં ગીત. નૃત્ય વગેરે કાર્યક્રમ ચાલે છે. ત્યાં લોકો ખાય-પીએ છે; આનંદ કરે છે. તમે સવારે ૧૦ વાગે ઓફિસમાં જવા તૈયાર થયા છો. બાળકો કહે છે: “પિતાજી, આપ સાંજના ૬ વાગે ઘરે આવી જજો. મોડું ન કરતા, આપણે ફરવા જઈશું. મમ્મી પણ સાથે આવશે - આપણે બધાં જઈશું. ઉત્સવ મનાવીશું, સાંજના ૬ વાગે આવી જજો.” આ સમયે તમે બાળકોને શું અને કેવો ઉત્તર આપશો? ઓફિસમાં ગમે તેટલું કામ હોય, પણ એ સમયે બાળકોને પ્રેમથી કહેવું જોઈએ કે હું સાંજના ૬ વાગે Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૫ જરૂર આવી જઈશ અને આપણે બધાં બહાર જઈશું.' તમારો ઉત્તર સાંભળીને બાળકો નાચવા માંડશે, તમારી સાથે તેમની આત્મીયતા વધી જશે. કોઈ કોઈ વાર બાળકોની નિર્દોષ વાતો માનવી જોઈએ. એનાથી તમારા પ્રત્યે બાળકોનો પ્રેમ ટકી રહેશે. અને તો જ તમે બાળકોને સારા સંસ્કારો આપી શકશો. સભામાંથી : અમે તો બાળકોનો તિરસ્કાર કરીએ છીએ. એમની સાથે જતા નથી. મહારાજશ્રી ઃ જો તમે બાળકોને ધૂત્કારતા રહેશો તો તમારી સાથે આત્મીયતા નહીં રહે. પાડોશી આવીને તમારાં બાળકો પ્રત્યે આત્મીયતા બતાવીને પોતાની સાથે લઈ જશે. બાળકોની માતા પણ તેની સાથે જશે. તેમનો પરસ્પર સ્નેહ વધશે. આગળ વધતાં એ લોકો ક્યાં સુધી પહોંચી જશે તેનો ખ્યાલ છે ? તમે લોકો પ્રાયઃ ભવિષ્યનો વિચાર નથી કરતા. પરિવારની બાબતમાં ગંભીરતાથી વિચારતા જ નથી. જ્યારે પરિણામ ખરાબ આવે છે ત્યારે રડો છો અથવા તો નિરાશ થઈ જાઓ છો. પરિવાર અને કામપુરુષાર્થ : એક વાત માનીને ચાલો કે પરિવારના લોકોને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખ વધારે પસંદ હોય છે. ભલેને ઘ૨ના માણસો બે-ત્રણ ધર્મક્રયાઓ કરતાં હોય. એનો અર્થ એવો ન કરો કે તેમને પાંચ ઇન્દ્રિયોનું સુખ પસંદ નથી. તેઓ ઇન્દ્રિય વિજેતા બની ગયા છે, એવું ન સમજો. જો તમે વિવેકી હો અને પરિવાર પ્રત્યે તમારો સ્નેહ હોય તો તમારે વિચારવું પડશે કે જો તેમના સુખભોગમાં હું સાથી નહીં બનું, તો એ લોકો મર્યાદાહીન સુખભોગ કરવા માંડશે, અને જો હું સાથ આપીશ, તો તેઓ મર્યાદામાં સુખભોગ ભોગવશે. હું સાથ આપીશ તો એક દિવસે અનાવશ્યક સુખભોગનો ત્યાગ પણ કરાવી શકીશ.’ એક પરિવારનું અધઃપતન ઃ હું એ પરિવારને જાણું છું. ઘરનો મુખ્ય પુરુષ મોટો વેપારી હતો. ઉંમર હશે ૩૫-૩૦ વર્ષની. એની પત્ની ૩૦-૩૨ વર્ષની હશે. તેમને ત્રણ સંતાન હતાં : બે છોકરીઓ અને એક છોકરો. પુરુષ સરળ સ્વભાવનો હતો. ગ્રેજ્યુએટ હતો. મોટો વેપાર હતો. તે પરમાત્માના મંદિરે જતો, દર્શન-પૂજન કરતો હતો; પરંતુ તેની તીવ્ર ભાવના પોતાના વેપાર અંગે જ રહેતી. તે પોતાના ઘર પ્રત્યે ધ્યાન આપતો ન હતો. એની પાસેના ફ્લેટમાં જે પરિવાર રહેતો હતો એની સાથે આ પરિવારનો સંબંધ Page #12 -------------------------------------------------------------------------- ________________ બંધાયો હતો. પરસ્પર સ્નેહ બંધાઈ ગયો હતો. પેલા પરિવારના મુખ્ય પુરુષને આપણે ‘સુબોધ’નાં નામે ઓળખીશું. આ પરિવારના મુખ્ય પુરુષને આપણે ‘રામેશ્વર’ નામે ઓળખીશું અને તેની પત્નીને સીતા કહીશું. આ સીતાનું આકર્ષણ સુબોધ તરફ વધતું ગયું. સુબોધનો ધંધો માત્ર ચાર જ કલાકનો રહેતો. તેની પાસે ઘણો સમય બચતો. તે સીતાના બ્લોકમાં આવતો-જતો. સીતાનાં બાળકોને પણ પોતાની ગાડીમાં ફેરવવા લઈ જતો. કોઈ કોઈ વાર બાળકોની પસંદગીની વસ્તુઓ પણ લાવી આપતો. સીતા પણ ‘સુબોધભાઈ, સુબોધભાઈ' કરતી તેના બ્લોકમાં જતી. સુબોધની પત્ની સરળ હતી અને એટલી રૂપવતી પણ ન હતી, જ્યારે સીતા તો સ્વરૂપવતી અને યુવાન પણ હતી. શ્રાવકજીવન સીતા રામેશ્વરને પણ કહેતી : ‘તમે તો ઘરનું કશું ય ધ્યાન નથી રાખતા. તમારા કરતાં તો પાસેના સુબોધભાઈ સારા. બિચારા મારાં બધાં કામ તે જ કરે છે.’ રામેશ્વર માત્ર હસી નાખતો હતો. તેના મનમાં ધંધા સિવાય બીજું કશું ન હતું. પરિણામની તમે કલ્પના કરી શકો છો. સુબોધની સાથે સીતાનો શારીરિક સંબંધ થઈ ગયો. ત્રણે બાળકો નિશાળે જતાં, રામેશ્વર ઓફિસે જતો રહેતો. ઘરમાં માત્ર સીતા રહેતી. ઘરનું કામ કરીને નોકરાણી પણ ચાલી જતી ત્યારે સુબોધ સીતાના બ્લોકમાં ચાલ્યો જતો. તેમની પાપલીલા શરૂ થઈ જતી. સુબોધ અતિ ચાલાક હતો. સીતાને ફોસલાવીને તેણે અંદાજે લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. કોઈ વા૨ ૫ હજાર, કોઈ વાર ૧૦ હજાર, એમ કરતાં કરતાં લાખ રૂપિયા લીધા. સીતા સુબોધને જ પોતાનો પતિ માનવા લાગી હતી. પરંતુ એક દિવસે સુબોધે ભૂલ કરી. સીતાની મોટી પુત્રીની છેડતી કરી. આમેય એ છોકરીને સુબોધ સારો લાગતો ન હતો. એની માનો સુબોધ સાથેનો વધુ પડતો વ્યવહાર પણ સારો લાગતો ન હતો. જ્યારે સુબોધે છોકરીને પોતાના બાહુપાશમાં લેવાનો પ્રયત્ન કર્યો તો છોકરીએ સુબોધના ગાલ ઉપર તમાચો મારી દીધો અને કહ્યું : “દુષ્ટ, આઘો રહે, મને અડીશ નહીં, નહીંતર....... છોકરીનું આટલું બોલવું અને રામેશ્વરનો ઘરમાં પ્રવેશ કરવો. છોકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુબોધ ઝડપથી પોતાના બ્લોકમાં ચાલ્યો ગયો. રામેશ્વરે પૂછ્યું : : ‘બેટી, તારી મા કક્યાં ગઈ છે ?’ ‘જહન્નમમાં,' કહેતી છોકરી પગ પછાડીને સોફા ઉપર ધબ્બ કરતી બેસી ગઈ. ‘શું થયું ?' ‘તમે જોયું નહીં તમારી આંખોથી ? કોણ હતું મારી સાથે ઘરમાં ?” ‘સુબોધભાઈ........’ Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ એ દુષ્ટ આપણાં ઘરને ઉજાડી દીધું છે, મારી મા એને વશ થઈ ગઈ છે. તમે તો ઘરનો કદી વિચાર કરતા નથી. માની સાથે વાત પણ કરતા નથી. એ દુષ્ટ માની સાથે બબ્બે-ચાર ચાર કલાક વાતો કરતો બેસી રહે છે. બન્ને જણાં હસે છે અને બન્ને જણાં શું શું કરે છે?....'તમે તો પૈસાની પાછળ પાગલ બની ગયા છો, પપ્પા.... આજે એ દુષ્ટ મને એકલી જોઈને આવ્યો હતો. મને પકડવા આગળ વધ્યો ને મેં તેના ગાલ ઉપર તમાચો લગાવી દીધો... અને તમે આવી ગયા.' રામેશ્વર ઊંડા વિચારમાં ડૂબી ગયો. છોકરી પાસે જઈને બોલ્યો: ‘મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે દીકરી....... હવે હું ભૂલ સુધારું છું. જે કંઈ બગડ્યું છે, તે માટે કારણે બગડ્યું છે, ન તારી માની ભૂલ છે, ન તો એ સુબોધનો દોષ છે. હવે હું બગડેલી વાતને સુધારીશ.” - પહેલું કામ એણે ઘર બદલવાનું કર્યું. – બીજું કામ તેણે પોતાની પત્નીને સમજાવવાનું કર્યું. – ત્રીજું કામ તેણે સુબોધને ચેતવણી આપવાનું કર્યું. – ચોથું કામ પરિવાર સાથે બેસવાનું, ફરવાનું અને ઘરનાં કાર્યો કરવાનું કર્યું. - પાંચમું કામ ઘરના માણસો પર નજર રાખવાનું કર્યું. - ઓફિસે જવાનો સમય નિશ્ચિત કરી દીધો. સાંજે ૬ વાગે ઘેર આવવા લાગ્યો. અર્થપુરુષાર્થને ઓછું મહત્ત્વ આપીને કામપુરુષાર્થને વધારે મહત્ત્વ આપ્યું. તે પછી પરિવારનું પતનમાંથી પુનરુત્થાન થયું. ધર્મપુરુષાર્થને જીવનમાં ઉચિત સ્થાન આપો : હવે હું તમને એક બીજી સત્ય ઘટના કહું છું. હમણાંની જ આ ઘટના છે. ૪પવર્ષમાં જ બની છે. ગુજરાતના એક મોટાં શહેરમાં એ મહાનુભાવ રહે છે. આપણે એમને ‘ગૌરવ' નામથી ઓળખીશું. ગૌરવની પાસે બે કરોડ રૂપિયા હશે. સુંદર પત્ની છે અને સારાં બાળકો છે. તે પરિવાર સાથે સારો વ્યવહાર કરે છે. પત્ની અને બાળકો એનાથી સંતુષ્ટ છે. ગૌરવ પણ પરિવારથી અને પોતાના ધંધાથી સંતુષ્ટ છે, પરંતુ એક દિવસ એના મનમાં ઉદાસીનતા છવાઈ ગઈ. તે ઓફિસે ન ગયો અને ઘરે બેસી રહ્યો. તેણે પત્નીને કહ્યું: “આજે મને ઠીક નથી.' પત્ની એને ગાડીમાં બેસાડી ફરવા લઈ ગઈ. ફરવાના સમયે તેની ઉદાસીનતા ઓછી થઈ, પરંતુ ઘેર આવતાં ફરી વાર બેચેની વધી ગઈ. બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસ. બેચેની વધતી જ ગઈ. ન કરવા જેવા વિચારો આવવા લાગ્યા. આત્મહત્યા કરીને મરી જવાના વિચારો આવવા લાગ્યા. ડૉફને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે "આ શારીરિક રોગ નથી, માનસિક રોગ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન એનું નામ છે ડિપ્રેશન.” આ રોગની આજ સુધી કોઈ દવા શોધાઈ નથી. છતાં પણ રોગ કાબૂમાં રહે એવી દવા આપી શકાય.” બીજા ડૉકટરે કહ્યું: "આ દવા આપવાથી સાઈડ ઈફેકટ’ ખરાબ પડશે.” ગૌરવે દવા ન લીધી. તેની બેચેની ખૂબ વધી પડી. ભાઈબહેન, માતા, પિતા, પત્ની, ભાગીદાર - બધા લોકો ગભરાઈ ગયા. ચિંતાતુર થઈ ગયા. કોઈ ઉપાય સૂઝતો નથી. ગૌરવ મારા એક પરિચિત ભાઈનો દોસ્ત હતો. તેણે ગૌરવને કહ્યું : “ચાલ, હું તને એક મહારાજ સાહેબ પાસે લઈ જાઉં છું. તને સારું થઈ જશે.” પહેલાં તો ગૌરવે ઇન્કાર કરી દીધો, પણ પાછળથી તે માની ગયો. મારી પાસે આવ્યો. મેં એના મોઢેથી બધી વાતો સાંભળી - શાંતિથી બે કલાક સુધી સાંભળતો રહ્યો અને સંવેદના જગાડતો રહ્યો. પછી મેં કહ્યું તેને સારું થઈ જશે. તેના મુખ ઉપર આશાની રોશની ફેલાઈ ગઈ. નિરાશાનો અંધકાર દૂર થઈ ગયો. મેં પાછળથી તેને જીવનમાં ધર્મપુરુષાર્થનું મહત્ત્વ સમજાવ્યું. – પરમાત્માની પૂજા કેવી રીતે કરવી, એ સમયે કયા કયા વિચારો કરવા વગેરે બતાવ્યું. ભાવપૂજા કરવાનું માર્ગદર્શન આપ્યું. – “સામાયિક' અને મંત્રજાપ બતાવ્યો. -- કઈ ચોપડીઓ વાંચવી, તેનું લિસ્ટ આપ્યું. – માતાપિતા અને પત્નીનું દિલ ન દુભવવાની હિતશિક્ષા આપી. - બાળકો સાથે હસી-મજાક કરતાં તેમની સાથે સારી વાતો કરવાનું કહ્યું. – કોઈ પણ વાતની ચિંતા ન કરતાં કર્મવાદ' પર વિશ્વાસ રાખવાનું કહ્યું. - દીન, અનાથ, અપંગ, અંધજનોને ભોજન આપવાનો ઉપદેશ આપ્યો. તેણે બધી વાતો માની લીધી. તેની ઉદાસીનતા ત્રીજા જ દિવસે ચાલી ગઈ. તેનું ડિપ્રેશન’ દૂર થઈ ગયું. આજે એ ઉપર બતાવ્યા મુજબ જીવનમાં ધર્મપુરુષાર્થ કરતો પોતાનું ગૃહસ્થ જીવન આનંદથી જીવી રહ્યો છે. ભલે ને તમારી પાસે લાખો-કરોડો રૂપિયા હોય, ભલે ને સારો પરિવાર હોય; પરંતુ જો જીવનમાં ધર્મને સ્થાન નહીં આપો તો મનનું સમાધાન નહીં થાય, અને મનનું સમાધાન અતિ આવશ્યક છે. સંસારમાં સમસ્યાઓનો તો અંત જ નથી. નવી નવી સમસ્યાઓ ઊભી થતી રહે છે. જો સમસ્યાઓ દૂર નથી થતી તો મનુષ્ય અશાન્ત, બેચેન અને વ્યગ્ર બની જાય છે. ન કરવા જેવાં કામ કરી બેસે છે. દુઃખી થઈ જાય છે. પરિવારને પણ દુઃખી કરી દે છે. જો તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હશે, જ્ઞાની અને Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ચારિત્રવાન સાધુપુરુષોનો પરિચય હશે, તો તમારા મનની સમસ્યાઓનું, પ્રશ્નોનું સમાધાન મળતું રહેશે. ‘શ્રીપાળચરિત્ર'માં તમે મયણાસુંદરીનું તેમજ શ્રીપાલનું ચરિત્ર વાંચ્યું છે ને? સાંભળ્યું પણ હશે? એ ચરિત્રમાંથી તમે શું સાર ગ્રહણ કયો ? – મયણાસુંદરીનું લગ્ન એના પિતાએ એક કુષ્ઠરોગી યુવક સાથે કરાવી દીધું હતું. રાજકુમારી મયણાસુંદરીએ વગર રીસ-રોષે, સમતાભાવથી કુષ્ઠરોગીનો પતિના રૂપમાં સ્વીકાર કરી લીધો. આ એક સમસ્યા હતી મયણાસુંદરીની. પરંતુ તેની પાસે : - તત્ત્વજ્ઞાન હતું. – પરમાત્મશ્રદ્ધા હતી. – સદ્ગુરુનો પરિચય હતો. - તત્ત્વજ્ઞાનથી એણે મનનું સમાધાન કર્યું હતું. - પરમાત્મશ્રદ્ધાથી તેણે પોતાના પતિને આશ્વાસન આપ્યું હતું અને - સગુરુદેવ મુનિચંદ્રસૂરિજી પાસેથી સિદ્ધચક્ર મહામંત્રની આરાધના ઉપાસનાનો માર્ગ મેળવીને પતિનો કુષ્ઠરોગ મટાડી દીધો હતો. પતિ શ્રીપાલના દ્ધયમાં સિદ્ધચક્ર મહાયંત્રની પ્રતિષ્ઠા કરી દીધી હતી. પાછળથી વિદેશયાત્રા દરમિયાન શ્રીપાલના જીવનમાં અનેક વિકટ પ્રશ્નો ઊભા થયા હતા. પ્રાણાન્ત કષ્ટ પડ્યાં હતાં, પરંતુ શ્રીપાલ એમાં ફસાયા ન હતા, કારણ કે તેમની પાસે સિદ્ધચક્રની આરાધના હતી. દ્રઢ વિશ્વાસ હતો. એટલે કે સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી એ મહાયંત્રના અધિષ્ઠાયક દેવ વિમલેશ્વર' એની સામે પ્રકટ થતા હતા અને તેમનાં વિઘ્નો દૂર થઈ જતાં હતાં. તે જે ઈચ્છતા હતા તે થઈ જતું હતું. સિદ્ધચક્રની ઉપાસનાનો શ્રેષ્ઠ ધર્મ હતો. તેમની પાસે કરોડો રૂપિયા હતા. અનેક રાણીઓ હતી. પરંતુ તેમણે “ધર્મ” ત્યજી દીધો ન હતો. ધર્મને મૃત્યુપર્યત પોતાના દ્ભયમાં રાખ્યો હતો. અર્થપુરુષાર્થની ઉપેક્ષા ન કરો : તમારે એક વાત ભૂલવાની નથી કે તમે એક ગૃહસ્થ છો. ગૃહસ્થજીવનમાં પૈસાનું એટલું જ મહત્ત્વ છે, જેટલું જીવનમાં હવા અને પાણીનું મહત્ત્વ છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ સમુચિત અર્થપુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો છે. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી અર્થોપાર્જન કરવું જોઈએ. કેટલાંક વર્ષો પહેલાં મને એક મૂર્ખ મળ્યો હતો. એણે કોઈ મુનિરાજના પ્રવચનમાં સાંભળ્યું હતુંઃ “બધા અનર્થોનું મૂળ અર્થ છે. તે મૂર્ખ ધંધો છોડી દીધો. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવકજીવન નોકરી છોડી દીધી. ઘેર ગયો. તેની પત્નીએ પૂછ્યું: “આજે નોકરી પર જવાનું નથી કે શું ? જવાનો સમય તો થઈ ગયો. તેણે કહ્યું “કાલે મેં પ્રવચનમાં સાંભળ્યું કે “અનર્થોનું મૂળ અર્થ છે, એટલા માટે મેં પૈસા ન કમાવાનો નિર્ણય કર્યો છે.” પત્નીએ કહ્યું: “તો પછી ઘર કેવી રીતે ચાલશે? પૈસા વગર ખાશો શું? કપડાં ક્યાંથી લાવશો ? ઘરનું ભાડું કેવી રીતે આપશો ? કંઈ સમજો છો કે નહીં ? સાધુઓનાં પ્રવચન સાંભળીને શું પાગલ થઈ ગયા છો? પૈસા વગર ગૃહસ્થજીવન પશુ સમાન કહ્યું છે. જાઓ નોકરી પર, અને આજથી કદી પ્રવચન સાંભળવાનું નથી. અને જો જશો તો હું મારે પિયર ચાલી જઈશ.” પછી તે નોકરી કરવા લાગ્યો. જ્યારે મને મળ્યો ત્યારે આખી વિગત સંભળાવી. મેં કહ્યું : “અર્થની અતિ પૃહા અનર્થોનું મૂળ છે. આજીવિકા કમાવી એ તો ગૃહસ્થનું કર્તવ્ય છે.' બધી વાત વિસ્તારપૂર્વક સમજાવી, ત્યાર પછી તેનાં મનનું સમાધાન થયું. જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, બગડેલી હોય, તો તમે અર્થપુરુષાર્થને પ્રાધાન્ય આપો. પ્રાથમિકતા આપો. ધર્મપુરુષાર્થ અને કામપુરુષાર્થને ગૌણ કરો. અર્થહીન સ્થિતિ મનુષ્યને ભ્રમિત કરી દે છે. કહેવાયું છે કે વુમુક્ષતો કિંરોતિ ને પાપમ્ ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? આમેય દરિદ્રતા માણસ પાસે કયું પાપ નથી કરાવતી? મનુષ્યની સૌથી ખરાબ અવસ્થા છે દરિદ્રતા - અથભિાવ. ગરીબી મનુષ્યની પાસે ઃ – ચોરી કરાવે છે. – હિંસા કરાવે છે. – અસત્ય બોલાવે છે. – ક્રોધ કરાવે છે. – માયા-કપટ કરાવે છે. – આત્મહત્યા પણ કરાવે છે. એટલા માટે મનુષ્ય સુયોગ્ય અર્થોપાર્જન કરવું જોઈએ. છતાં પણ પાપકર્મના - અંતરાય કર્મનો પ્રબલ ઉદય હોય તો અર્થપ્રાપ્તિ નથી પણ થતી. તો ધર્મને ચરણે જીવન સમર્પિત કરી દો. આત્મકલ્યાણનો માર્ગ સ્વીકારી લો. अप्पेण बहुमेसेज्जा : બુદ્ધિશાળી પુરુષનું આ લક્ષણ છે કે તે અલ્પ પ્રયત્નથી વધારે પ્રાપ્તિનો ઉપાય કરે છે. અલબત્ત, અર્થપ્રાપ્તિમાં મુખ્ય કારણ લાભાન્તરાય કમ” નો ક્ષયોપશમ હોય Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૧ છે, પરંતુ પુરુષાર્થ પણ ઓછા મહત્ત્વનું કારણ નથી. તે બુદ્ધિપૂર્વક એવો ઉપાય કરે છે કે પ્રયત્ન ઓછો કરવો પડે અને પ્રાપ્તિ વધારે થાય. હા, એ પ્રયત્નમાં અન્યાય, અનીતિ અને બેઈમાની ન હોવાં જોઈએ. કયાં કાર્યમાં વધારે લાભ છે અને કયાં કાર્યમાં ઓછો લાભ છે - એ વિષયમાં પલિોચન કરવું જોઈએ. આમ તો લાભ અને નુકસાનના વિષયમાં પણ નિપુણ. બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. “આ સમયે હું ધર્મ, અર્થ અને કામ - આ ત્રણ પુરુષાર્થમાંથી કયો પુરુષાર્થ કરું, તો મને લાભ થાય અને કયો પુરુષાર્થ કરું તો મને નુકસાન થઈ શકે ?” એ વિચારવું પડે. જે સમયે, જે ક્ષેત્રમાં, જે પુરુષાર્થ કરવાથી વધારે લાભ થાય તે જ પુરુષાર્થ કરવો જોઈએ. સભામાંથી ત્રણે પુરુષાર્થમાં ધર્મપુરુષાર્થ જ શ્રેષ્ઠ છે ને? મહારાજશ્રી શ્રેષ્ઠ છે, એમાં પણ સાધુધર્મનો પુરુષાર્થ સર્વશ્રેષ્ઠ છે, તે જ કરી લેવો જોઈએ. અને સાધુધર્મનો સ્વીકાર કરી લેશો તો અર્થપુરુષાર્થ આપોઆપ છૂટી જશે. કામપુરુષાર્થ મર્યાદિત થઈ જશે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના મર્યાદિત વિષયોનો ભોગપભોગ કરવાનો રહેશે. પરંતુ ગૃહસ્થાવાસમાં રહેવું હોય તો ત્રણે પુરુષાર્થમાં સંતુલન ટકાવી રાખવું પડશે. ગૃહસ્થજીવનમાં અર્થ અને કામ વગર ચાલી શકવાનું છે? ગૃહસ્થ શ્રાવક અમારી - સાધુઓની જેમ ભિક્ષા માગીને ગુજારો ન કરી શકે. તેણે પોતાની આજીવિકાનો પુરુષાર્થ કરવો જ પડે છે, અને જો કામપુરુષાર્થની ઈચ્છા જ ન હોય, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં સુખોની ઇચ્છા જ ન હોય, તો પછી ગૃહસ્થાવાસમાં રહેવું જ શા માટે ? સાધુ બની જવું જોઈએ. અહીં ગ્રંથકાર આચાર્યદિન વિવેક બતાવે છે. ત્રણ પુરુષાર્થોમાંથી કોઈ એક પણ પુરુષાર્થને ક્ષતિ ન થાય, સમતાભાવથી જીવનયાત્રા ચાલતી રહે, એ વિષયમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. તમારા અર્થ, કામના પુરુષાર્થની અનુમોદના નથી કરતા. ચિત્તની શાન્તિ, સમતા અને સમાધિ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે ત્રણેય પુરુષાર્થને સંતુલિત બનાવી દેશો. તે તે કાળમાં અને તે તે અવસ્થામાં જે પુરુષાર્થ વધારે લાભદાયી લાગતો હોય, તે પુરુષાર્થ કર્યા કરવો. અર્થપુરુષાર્થના સમયે બાકીના બે પુરુષાર્થ ન કરો અને કામપુરુષાર્થના સમયે બાકીના બે પુરુષાર્થ ન કરો. તમે શ્રાવક-શ્રાવિકાઓ છો, તમારું ચિત્ત તો વિરક્ત-વિરાગી હોવું જોઈએ. વિરક્ત ચિત્તથી કરેલા અર્થ, કામના પુરુષાર્થ અલ્પ કર્મબંધ કરાવે છે. ચિત્તને વિરક્ત રાખવું. આજે બસ, આટલું જ. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪૯ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહે છે : चैत्यादिपूजापुरःसरं भोजनम् ॥७५॥ મધ્યાહ્ન કાળમાં ભોજન કરતાં પહેલાં ત્રણ કાર્યો કરવાનાં હોય છે ઃ (૧) જિનપ્રતિમાની પૂજા.. (૨) સાધુ-સાધ્વીને સુપાત્રદાન અને (૩) સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ. જિનપ્રતિમાની પૂજા : પહેલી વાત તો એ છે કે વર્તમાન સમયમાં તમે લોકો પરમાત્મપૂજા પ્રાયઃ સવારના સમયે જ કરો છો. મધ્યાહ્ન કાળે, ભોજન પહેલાં પરમાત્મપૂજા નથી કરતા. સંયોગવશાત્ પરિસ્થિતિવશ મધ્યાહ્ન કાળમાં કરતા હશો. પરંતુ દૈનિક કાર્યક્રમમાં પૂજા કરનારા લોકો પ્રભાતમાં જ કરે છે. અહીં ગ્રંથકાર મહર્ષિએ ભોજનની પહેલાં પરમાત્મપૂજા વગેરે ત્રણ પવિત્ર કાર્ય ક૨વાનો નિર્દેશ કર્યો છે. ત્રણે વાતો ભોજન સાથે જોડી દીધી છે. ચૈત્યાદ્રિપૂનાપુરસમાં મોનનમ્ । માત્ર ભોજનનો નિર્દેશ કરી શકતા હતા, એવો નિર્દેશ નથી કર્યો; પરંતુ કહ્યું : પુષ્પ, ધૂપ, દીપ આદિથી જિનપ્રતિમાની પૂજા કરવી. સાધુ-સાધ્વીની પૂજા તેમને ઉચિત ભિક્ષા-પાણી આપીને કરવી. સાધર્મિક ભાઈ-બહેનોને ઉચિત ભોજન આદિ આપવા. પ્રભુ-પૂજા કરવી અને પછી તમારે ભોજન કરવું. આ રીતે જો તમે લોકો ભોજન કરશો, તો ભોજન કરતી વખતે પણ તમારા વિચારો ભોજનના નહીં હોય. વિચારો હશે ૫રમાત્માના, સાધુઓના અથવા સાધર્મિકોના. પવિત્ર વિચારો સાથે કરેલું ભોજન તન-મનને નીરોગી બનાવે છે અને ‘આહા૨સંજ્ઞા'થી બચાવે છે. ભોજન કરતી વખતે જેઓ ભોજનના વિચારો નથી કરતા, દેવ-ગુરુના વિચારો કરે છે, તેઓ ભોજન કરતા હોવા છતાં પણ ઉપવાસી કહેવાય છે. તેઓ અશુભ કર્મ નથી બાંધતા, શુભ કર્મનું બંધન કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભાગ ૩ શું આ ત્રણે વાતો તમારા લોકોના જીવનમાં સંભવિત છે? તમારા લોકોની તો દિનચર્યા જ બદલાઈ ગઈ છે. વ્યવસાયનો સમય બદલાઈ ગયો છે. વર્તમાનકાળની સમસ્યાઓ : આ ત્રણે વાતો ત્યારે જ સંભવિત થઈ શકે, જ્યારે જિનમંદિર પાસે જ હોય અથવા તમારા ઘરમાં જ મંદિર હોય. જો તમારી આસપાસ જ ઉપાશ્રય હોય અને ત્યાં સાધુ-મુનિરાજોનું આવાગમન રહેતું હોય. જો તમારી આજુબાજુ એવા સાધર્મિક વસતા હોય કે જે આવીને તમારાં ઘરનું ભોજન ગ્રહણ કરનારા હોય. મહત્ત્વની વાત તો એ છે કે ભોજનના સમયે તમે નિવૃત્ત હો, એટલો સમય તમારી પાસે હોય કે તમે આ ત્રણેય કામો કરી શકો. આ ત્રણ કામ કરવાની ભાવના પણ હોવી જોઈએ ને? તમારી ભાવના હોવી જોઈએ. સાથે તમારી શ્રીમતીજીની પણ ભાવના હોવી જોઈએ. દરરોજ સાધુને ભિક્ષા આપવી અને સાધર્મિકને ભોજન કરાવવું એ સુપાત્રદાનની ઉત્કૃષ્ટ ભાવના વગર સંભવ નથી. - જે મહાનુભાવો મંદિરથી દૂર રહે છે, પાસે મંદિર નથી હોતું, તેમને માટે ભોજનની પહેલાં જિનપૂજા કરવી મુશ્કેલ હોય છે. પ્રાયઃ જિનપૂજા નથી કરી શકતા. - જ્યાં નજીકમાં ઉપાશ્રય નથી હોતો ત્યાં સાધુ-સાધ્વીનું આવવું-જવું રહેતું નથી. એવાં સ્થળે રહેવાથી સુપાત્રદાનનો લાભ નથી મળતો. કોઈ કોઈ વાર સાધુ ભિક્ષા લેવા આવી ચડે, એ જુદી વાત છે. – જ્યાં સુખી-સંપન્ન જૈન પરિવાર વસે છે, ત્યાં જો તમે રહેતા હો, તો રોજ તમને સાધર્મિક ભક્તિનો લાભ ન મળી શકે. દરરોજ તમારે ત્યાં ભોજન કરવા કોણ આવશે? - જેમની દુકાન યા ઓફિસ ઘરથી ખૂબ દૂર હોય છે તે લોકો તો સવારે જ નવ-દશ વાગે ચાલ્યા જાય છે ઘેરથી. બપોરે ભોજન કરવા ઘેર પણ નથી આવતા! એમનું ટીફીન’ દુકાન યા ઓફિસે પહોંચી જાય છે, અથવા એ લોકો જાતે જ ટીફીન લઈને જ ઘેરથી નીકળી જાય છે. એવા લોકો ભોજન પહેલાં જિનપૂજા વગેરે ત્રણ ધર્મકયો કેવી રીતે કરી શકશે? - મુંબઈ જેવા મોટાં શહેરમાં આ પ્રકારે ધર્મકાર્ય કરવું ખૂબ અઘરું છે. હા, જે લોકો નિવૃત્ત હોય છે, જેમને ઘરમાં જ રહેવાનું છે, પાસે જ જિનમંદિર હોય, પાસે જ ઉપાશ્રય હોય અને ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીનું આવવું-જવું રહેતું હોય, આસપાસ દુખી સાધર્મિક રહેતા હોય ત્યારે આ કર્તવ્યોનું પાલન થઈ શકે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવકજીવન સભામાંથી : નિવૃત્ત પુરુષોની ભાવના એવા પ્રકારનું ભોજન કરવાની હોવી જોઈએ ને ? મોટા ભાગના નિવૃત્ત પુરુષો આવાં ધર્મકાર્યોમાં રસ નથી લેતા. મહારાજશ્રી ઃ ભાવના તો મુખ્ય તત્ત્વ છે. સાનુકૂળ સંજોગ મળતાં જો તમને ભાવના ન થાય, તો મનુષ્ય સાનુકૂળ સંજોગોનો લાભ ન લઈ શકે. ધર્મકાર્ય ક૨વાની શક્તિ હોવા છતાં જો ભાવના ન થાય, તો માણસ ધર્મકાર્ય નથી કરી શકતો. આવા લોકોને પ્રત્યક્ષ જોઈએ છીએ. પ્રાચીન ઋષિ-મુનિઓએ કહ્યું છે કે ‘ભોજન કરતી વેળાએ તમારું મન શાંત હોવું જોઈએ.’ રહે છે તમારું મન શાંત ? ના. વ્યગ્રતા, ઉગ્રતા અને ક્લેશ-સંતાપ સ્વાભાવિક બની ગયા છે ને ? તમને કદાચ આ પસંદ પણ નહીં હોય, પરંતુ આ વ્યગ્રતા વગેરેથી બચવાનો તમારો સંકલ્પ પણ નથી ને ? જો સંકલ્પ હોત તો ઉપાય શોધતા હોત. ‘ભોજન કરતી વખતે મારે શાન્તિ જોઈએ. મન શાન્ત જોઈએ. વાણી પણ શાન્ત જોઈએ અને બીજાં સાથે વ્યવહાર પણ મધુર જોઈએ.’ આવો સંકલ્પ હોવો જરૂરી છે. જો તમે લોકો એવો સંકલ્પ કરીને ભોજન પૂર્વે જિનપૂજા ક૨વાની શરૂ કરો, સાધુપુરુષોને ભિક્ષા આપવાની શરૂ કરો અને ઓછામાં ઓછા એક સાધર્મિકને પણ આદરસહિત ભોજન કરાવવાનું શરૂ કરી દો તો તમારો સંકલ્પ પૂર્ણ થશે. ભોજન કરતી વખતે તમને શાન્તિનો અનુભવ થશે. ત્રણ કર્તવ્યોનું પાલન આનંદથી કરો : પરંતુ જિનપૂજા કરતી વખતે તમારું ચિત્ત આનંદિત, શરીર રોમાંચિત અને વાણી સ્નેહસિંચિત હોવી જોઈએ. ‘ભોજનનો સમય થઈ ગયો છે. જલદી જલદી પૂજા કરી લઉં, ભોજન કરીને મારે જલદી બહાર જવું છે.' આ રીતે પૂજા કરવાથી શાન્તિ મળી શકતી નથી. પરમાત્મા પ્રત્યે આન્તપ્રીતિ જોઈએ. પ્રીતિથી પૂજા થવી જોઈએ. પૂજા સમયે ‘ભોજન’ યાદ ન કરવું જોઈએ. પૂજા કરતી વખતે મારે સાધુમુનિરાજોને ભિક્ષા માટે બોલાવવા જવાનું છે,' એની પણ સ્મૃતિ ન થવી જોઈએ. “મારે એક સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ આપવાનું છે.' એ વાત પણ વિચારવાની નથી. સિવાય પરમાત્મા, બીજો કોઈ વિચાર કરવાનો નથી. સભામાંથી ; અમને તો મંદિરમાં પણ અશુભ વિચારો આવે છે ! મહારાજશ્રી અશુભ વિચારો રોકવાના ઉપાયો કર્યા? પરમાત્મા સિવાય બીજા શુભ વિચારો પણ કરવાના નથી, તો પછી અશુભ વિચારો કેવી રીતે કરો છો ? કહો છો ‘આવી જાય છે,’ તો રોકવાના ઉપાયો ક૨વા જોઈએ. ઘરમાં કૂતરું આવી જાય છે તો રોકો છો ને ? એ રીતે અશુભ વિચારોને પણ રોકવાના ઉપાય કરો. Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૫ શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્મપ્રીતિ ! પરમાત્મા પ્રત્યે સ્નેહ બાંધી દેવો જોઈએ. સ્નેહ બંધાઈ જશે ત્યારે પૂજામાં, ભક્તિમાં આનંદ આવશે. એ આનંદ તમારી માનસિક વ્યગ્રતા, ઉગ્રતા વગેરે વિકૃતિઓને દૂર કરી દેશે. આમેય મુનિરાજને ભિક્ષા આપતી વખતે તમારું ચિત્ત ઉલ્લાસપૂર્ણ હોવું જોઈએ. ચિત્ત ત્યારે જ ઉલ્લસિત હશે કે જ્યારે તમારા હૃદયમાં મુનિરાજ પ્રત્યે સ્નેહ હશે, પ્રીતિ હશે. ‘સાધુતા’ તમને પ્રિય હશે, ‘સાધુતા' તમારો આદર્શ હશે, સાધુ માટે પ્રેમ હશે, તો સાધુને ભિક્ષા આપવામાં આનંદ અનુભવશો જ. સાધુ પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ ગુણોના માધ્યમથી, બીજું કોઈ માધ્યમ ન હોવું જોઈએ. સાધુનું દર્શન પણ ગુણોના માધ્યમથી કરતા રહો. સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર..... આ ગુણોના માધ્યમથી સાધુઓનાં દર્શન કરતા રહો. માની લો કે આ ગુણો કોઈ સાધુમાં નથી અથવા અલ્પ પ્રમાણમાં છે, તો પણ તેમાં તમે ગુણોનું આરોપણ કરીને દર્શન કરતા રહો. પથ્થરની મૂર્તિમાં આપણે ગુણોનું આરોપણ કરીને તેને પરમાત્મા માનીએ છીએ, ગુરુ માની શકીએ છીએ, તો જીવંત વ્યક્તિમાં, જીવંત મનુષ્યમાં ગુણોનું આરોપણ કરીને તેનાં પ્રેમથી દર્શન ન કરી શકીએ ? અને ગુણોને આંખોથી તો જોઈ શકાતા નથી ! ગુણ જોવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ, ગુણદ્રષ્ટિ જોઈએ. દોષદૃષ્ટિવાળા માણસો તો ગુણવાન પુરુષોમાં પણ દોષદર્શન કરે છે, દોષારોપણ કરે છે. ગુણોનું આરોપણ કરો : હું તમને એ પૂછવા ઇચ્છું છું કે જો તમે મનુષ્યમાં દોષનું આરોપણ કરીને તેનો તિરસ્કાર કરી શકતા હો, તો પછી માણસમાં ગુણનું આરોપણ કરીને તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કેમ નથી કરી શકતા ? જરૂર કરી શકો. પરંતુ તમારા ચિત્તમાં આ વાત જ નથી આવતી. સાધુઓમાં ૨૭ ગુણોનું આરોપણ કરીને તેમનું દર્શન કરો, તેમને ભિક્ષા આપો. જિનમૂર્તિમાં તીર્થંકરના ૧૨ ગુણોનું આરોપણ કરો છો એ રીતે સાધુપુરુષોમાં ૨૭ ગુણોનું આરોપણ કરો. જો તમને ૨૭ ગુણોનાં નામ ખ્યાલમાં ન હોય તો કોઈ વાંધો નથી, ૧૭ ગુણોનું આરોપણ કરો. - સાધુપુરુષ પાંચ આસ્રવોથી વિરત છે. સાધુપુરુષ પાંચ ઇન્દ્રિયોના વિજેતા છે. સાધુપુરુષ ચાર કષાયનો નિગ્રહ કરનારા છે. સાધુપુરુષ મન-વચન-કાયાના ત્રણ દંડથી વિરત છે. સમજ્યા ને ? Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રાવકજીવન સભામાંથી : “આસ્રવ’ એ શું છે? મહારાજશ્રી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચ આસ્રવ છે. કર્મબંધનાં આ પ્રમુખ કારણો છે. એટલા માટે આ પાંચેયને આસવ' કહે છે. સાધુ-મુનિરાજ આસ્રવોથી મુક્ત હોય છે. અલ્પ આસ્રવ હોય તો પણ એ આસ્રવમુક્ત કહેવાય છે. આ રીતે તેઓ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ ઇન્દ્રિયોના વિષયો છે. કયા વિષયને ગ્રહણ કરવો અને કયા વિષયને ગ્રહણ ન કરવો, એ વિવેક એમનામાં હોય છે. ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર કષાયો છે. સાધુપુરુષો કષાયોને વશ થતા નથી. કષાયો ઉત્પન્ન થઈ જાય તો પણ તેઓ શીઘ શાન્ત થઈ શકે છે. તેઓ અશુભ વિચાર, અશુભ વાણી અને અશુભ શરીરપ્રવૃત્તિ નથી કરતા, એટલા માટે તેઓને ત્રણ દંડથી વિરત માનવામાં આવ્યા છે. તમે સાધુઓમાં આ ૧૭ ગુણોનું આરોપણ કરો અને તેમને ભાવથી - સભાવથી ભિક્ષા આપો. સભામાંથી કે અમે તો સાધુઓમાં પણ દોષ જોઈએ છીએ. મહારાજશ્રી એથી નુકસાન તમને થઈ રહ્યું છે, સાધુલોકોને નહીં. માત્ર સાધુઓના જ નહીં, ગૃહસ્થોના ય દોષ જોવાના નથી. દોષદર્શનથી પાપકર્મોનું બંધન થાય છે. દોષદર્શનથી મનમાં દ્વેષ પેદા થાય છે. સાધુઓના દોષ જોનારાઓનાં મનમાં સાધુઓ પ્રત્યે દ્વેષ રહે છે. સદ્દભાવ, પ્રેમભક્તિ નથી રહેતાં. સાધુ-મુનિરાજ કદાચ તેમને ઘેર જશે, તો તે લોકો ભિક્ષા આપશે નહીં અને આપશે તો પણ દુભાવથી આપશે. દોષદર્શનમાં બુદ્ધિમત્તા નથી ? કેટલાક લોકો પોતાને બુદ્ધિશાળી સમજે છે, તેઓ સાધુપુરુષોના દોષ જોતા રહે છે. દોષાનુવાદ કરતા રહે છે અને છાપાઓમાં પણ દોષાલેખન કરતા રહે છે. તેમને કોણ સમજાવે? એવું કરવાથી તેઓ કેવાં કેવા પાપકર્મો બાંધે છે અને પોતાના મનને દૂષિત કરે છે ! બીજા લોકોને આ બુદ્ધિમાન લોકો સાધુપુરુષો પ્રત્યે દુભવનાવાળા બનાવવાનો પ્રયત્ન કરે છે. આવા સાધુનિંદક, સાધુસમાલોચક લોકો તીવ્ર પાપકર્મ બાંધીને આ જન્મમાં ઘોર દુઃખ પામે છે. ગુજરાતના એક મોટાં શહેરમાં આવો જ એક સાધુષી શ્રીમંત રહેતો હતો. તે મિલમાલિક હતો, પૈસાનું ખૂબ અભિમાન હતું. પૈસાનું અભિમાન જ ઘણું કરીને સાધુનિંદા કરાવે છે. ગરીબ માણસો પ્રાયઃ સાધુનિંદા નહીં કરે. હા, જો ગરીબ Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૭ માણસ શ્રીમંતનો ચમચો હશે અને શ્રીમંત સાદ્વેષી હશે, તો એ ગરીબ હામાં હા કરનારો હશે અને તે પણ સાધુનિંદા કરનારો હશે. આ શ્રીમંત ઘરમાં અને બહાર - સાધુનિંદા કરતો જ રહેતો. તેના મનમાં સાધુઓ પ્રત્યે દ્વેષ થઈ ગયો હતો. પરંતુ જ્યારે મેં એને એની ઉત્તરાવસ્થામાં જોયો ત્યારે તેને જીભનો લકવો પડી ગયો હતો. શું ખબર ? પણ એને એની આ મોટી ભૂલનો ખ્યાલ આવી ગયો હશે, એની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. બે હાથ જોડીને તે ક્ષમાપના કરી રહ્યો હતો. કોઈ કોઈ વાર આવાં ઉગ્ર પાપનાં ફળ આ જન્મમાં પણ મળે છે ! એટલા માટે જ તીવ્ર ભાવથી પાપ ન કરવાનો તીર્થંકરોએ ઉપદેશ આપ્યો છે. સભામાંથી : અમે પ્રત્યક્ષ દોષ જોયાં હોય તોય નહીં બોલવાનું ? મહારાજશ્રી : હા, છતાં પણ ન બોલવું. કોઈ વાર આંખો પણ દગો દેતી હોય છે. માત્ર બાહ્ય આચરણ જોઈને ‘આ સારું છે, આ ખરાબ છે,' નિર્ણય ન કરવો જોઈએ. માણસની ભલાઈ/બુરાઈ માત્ર તેના બાહ્ય આચરણ ઉપરથી માપી શકાતી નથી અને બીજાંનું સારાપણું-નરસાપણું નક્કી કરનારા આપણે કોણ ? દુનિયાના કાજી બનતા પહેલાં આપણે આપણું સ્વયંનું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં છીએ ? where we are ? આપણે કેવા છીએ ? જેઓ જાતે જ દોષોથી ભરેલા છે તેમને બીજાંના દોષો વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સાધુનિંદકો સ્વયં કેવા હોય છે ? : આજકાલ વાણીસ્વાતંત્ર્યના યુગમાં જે માણસને જે બોલવું હોય તે બોલવા દેવાય છે. તેને માત્ર પ્લેટફોર્મ મળવું જોઈએ. બોલવાની કળા હોવી જોઈએ. બસ, પછી દોષાનુવાદ શરૂ થઈ જાય છે. સાધુનિંદા ક૨ના૨ને કોણ રોકે છે ? મેં એક મોટાં શહેરમાં સાંભળ્યું હતું કે એક શ્રીમંતે જાહેરસભામાં સાધુઓની કટુ આલોચના, નિંદા કરી છે. એ શ્રીમંતનો એક મિત્ર મારો પરિચિત હતો. તે એક દિવસે મળવા આવ્યો. વંદન કરીને વિનયપૂર્વક બેઠો. મેં તેને તેના મિત્ર વિશે પૂછ્યું : ‘એનું જીવન કેવું છે ? તે જૈન છે ને ?” તેણે મને કહ્યું ઃ ‘મહારાજ, એ મારો મિત્ર છે, પરંતુ હું એને જૈન માનતો નથી. શ્રાવક નથી માનતો. એ રાત્રિભોજન કરે છે, અભક્ષ્ય ખાય છે. રાત્રે સૂતા પહેલાં થોડુંક પીએ છે. પત્ની છે અને તેની પ્રેયસી પણ છે. વધારે શું કહું ? ધનવાન છે એટલે લોકો એને માન આપે છે.’ 00 તમે લોકો સમજી ગયા ને ? જે જાતે જ દુરાચારી, અનાચારી, વ્યભિચારી હોય છે તેઓ જ પ્લેટફોર્મ ઉપર ચડીને સાધુપુરુષોની કટુ આલોચના કરે છે. કેવા બેશરમ લોકો હોય છે ? તેઓ પોતાની જાતને શું સમજતા હશે ? એટલા માટે હું તમને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવકજીવન લોકોને કહું છું કે તમે લોકો કદી પણ સાધુનિંદા ન કરો. જ્યાં સાધુનિંદા થતી હોય ત્યાં બેસો પણ નહીં. સાધુની નિંદામાં અનુમતિ પણ ન આપો. નિંદા કરવી હોય તો પોતાની જ કરો. દોષ કહેવા હોય તો પોતાના જ કહો. બીજાંની નિંદા કરનારાઓને તમે સારા ન કહો. નિંદાખોર લોકોને તમે સદ્ગૃહસ્થ ન સમજો. જે ગૃહસ્થ હશે, શ્રાવક હશે, તે કદી પરિનંદા નહીં કરે, સાધુનિંદા તો નહીં કરે, ગૃહસ્થનિંદા પણ નહીં કરે, પાપીનાં પાપ પણ નહીં જણાવે. સાધર્મિક-પ્રેમથી સાધર્મિક ભક્તિ ઃ જે ઉબુદ્ધ શ્રાવક હોય છે, તે સમજે છે કે સર્વે છદ્મસ્થ જીવો અનંત દોષોથી ભરેલા છે. જ્યાં સુધી આત્મા સર્વજ્ઞ-વીતરાગ નથી બનતો ત્યાં સુધી તેમાં અનંત કર્મ અને અનંત દોષો હોય જ છે. છતાં પણ તીર્થંકરોએ દોષદર્શન ન કરવાનો ઉપદેશ આપ્યો છે. બીજાંના દોષ નહીં પણ ગુણ જોવાનો ઉપદેશ આપ્યો છે. દોષો તો પોતાના જ જોવાનું કહ્યું છે. જો સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવી હોય, તો તેમના પણ દોષ ન જોવા. દોષ જોવાથી તેમના પ્રત્યે પ્રેમ-વાત્સલ્યનો ભાવ નહીં જાગે. અને જો સાધર્મિક પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય નહીં હોય તો તેમની ભક્તિ કેવી રીતે કરશો ? પ્રેમ-સ્નેહભાવ વિના ભક્તિ ન થઈ શકે. તમારા હ્રદયમાં સાધર્મિકો પ્રત્યે સ્નેહભાવ છે ખરો ? શું મૈત્રીભાવ છે ? સાધર્મિકોનું હિત ક્રરવાની ભાવના છે ? જરા અંદર જુઓ. તમારી જાતને તપાસો. ભોજન પહેલાં સાધુઓને ભિક્ષા આપવાની છે, સાધર્મિકોને ભોજન આપવાનું છે - ત્યારે આ બધી વાતો વિચારવી પડશે. ન મારો તો તમને લોકોને અનુરોધ છે કે તમે ભલે સાધુઓને ભિક્ષા ન આપી શકો, ભોજન ન આપી શકો, પરંતુ તેમની નિંદા તો કદીય ન કરો. તેમના દોષ ન જુઓ અને દોષાનુવાદ ન કરો. ધર્મ અને સ્વાધ્યાયના માર્ગમાં જીવદ્વેષ-જીવનિંદા જીવતિરસ્કાર જેવાં પાપોને સ્થાન જ નથી. હિતવૃષ્ટિથી કોઈ પરિચિત વ્યક્તિને તેના દોષ બતાવીને એને સુધારવો હોય તો એ વ્યક્તિને એકાન્તમાં પ્રેમભાવથી દોષ બતાવો. દોષ દૂર કરવાનો ઉપદેશ આપો. માની લો કે તેણે તમારો ઉપદેશ ન સાંભળ્યો અને વારંવાર દોષનું સેવન કરતો રહ્યો તો તમે તમારા મનમાં ઉપેક્ષાભાવ ધારણ કરો, પણ તેની નિંદા ન કરો. સભામાંથી ; અમારી હિતશિક્ષા ન સાંભળનારની નિંદા તો અમે કરીએ જ છીએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯ મહારાજશ્રી ઃ એટલા માટે તો હું તમને લોકોને સમજાવી રહ્યો છું. અમારી સામે પણ નિંદા કરો છો ને ? ‘છોકરાને ખૂબ સમજાવ્યો, પરંતુ એ દુષ્ટ મિત્રોનો સંગ છોડતો નથી, નાઇટ ક્લબોમાં જવાનું બંધ નથી કરતો' વગેરે વાતો કરો છો ને? કોની નિંદા નથી કરતા ? માતાની ? પિતાની ? ભાઈની ? બહેનની ? મિત્રની ? સાધુઓની ? સૌની નિંદા કરો છો ને ? માત્ર પોતાની નિંદા નથી કરતા. કારણ કે તમે પોતે તો સર્વગુણસંપન્ન છો ! ધર્મસ્થાનોમાં જીવદ્વેષ-જીવનિંદા : એટલા માટે ઘરમાં તો નિંદા કરો છો, પણ ધર્મસ્થાનોમાં ય નિંદા કરો છો. ધર્મસ્થાન કે જ્યાં પાપકર્મ તોડવાના હોય છે ત્યાં જઈને તમે પાપકર્મ બાંધો છો ને ? પછી પાપકર્મ તોડવા ક્યાં જશો ? સભામાંથી : કેટલાક સાધુ-મુનિરાજ પણ.... મહારાજશ્રી : નિંદા કરે છે ને ? દોષાનુવાદ કરે છે ને ? ક૨વા દો. તમે એમની પાસે જઈને ન બેસો. ગૃહસ્થ હોય યા સાધુ હોય, જે કોઈ નિંદા કે દોષાનુવાદ કરે છે તેઓ મોટું પાપ કરે છે. સંઘમાં-સમાજમાં પણ આવા લોકો જ દોષોનો પ્રચારપ્રસાર કરે છે. પોતે પાપાચરણ કરે છે અને બીજાંને પાપ કરાવે છે. આ રીતે જ સમાજમાં ખરાબી ફેલાય છે. ધર્મસ્થાનોમાં સાધુ-મુનિ જો નિંદા કરીને જીવદ્વેષ વધારે છે, તો તે અજ્ઞાની છે. ભલે તેમણે ધર્મશાસ્ત્ર વાંચ્યાં હોય, તેઓ આત્મજ્ઞાની નથી હોતા. આત્મજ્ઞાનની ચિંતા કરનારા નથી હોતા અને જેઓ આત્મહિત નથી જાણતા તેઓ જિનશાસનનું હિત શું કરવાના હતા ? તેઓ તો જિનશાસનનું અહિત જ કરે છે. તેઓને સુધારી ન શકાય, તેઓ પોતાની જાતને સુધરેલી માને છે. દોષિત માણસ કરતાં પણ વધારે પાપી તો દોષાનુવાદ કરનારો હોય છે. જે માણસ કોઈ પાપ કરે છે, દોષ સેવન કરે છે, તે પોતાની જાતનું જ અહિત કરે છે. પરંતુ જે માણસ દોષાનુવાદ કરે છે, પરનિંદા કરે છે, તે બીજાંનું પણ અહિત કરે છે. એટલા માટે કહું છું કે દોષાનુવાદ ન કરો, ગુણાનુવાદ કરતા રહો. સંસાર જ દોષોથી ભરેલો છે ઃ ભોજન પૂર્વે તમારે સુપાત્રે દાન આપવાનું હોય, સાધર્મિક ભક્તિ કરવી હોય, ત્યારે આ વાત વિચારવી અનિવાર્ય છે, જેને સુપાત્રદાન દેવું છે તેના તો ગુણ જ જોવાના છે. જેની ભક્તિ કરવાની છે તેના પણ ગુણ જ જોવાના છે. હા, એ લોકોમાં દોષ હશે, ખૂબ દોષ હશે તો પણ આપણે દોષદર્શન કરવાનું નથી. આપણે તો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રાવકજીવન ગુણદર્શન જ કરવાનું છે. દોષદર્શન કરવામાં બુદ્ધિમત્તા નથી. કારણ કે સંસાર દોષોથી જ ભરેલો છે. બુદ્ધિમત્તા ગુણદર્શનમાં જ રહેલી છે. હજારો વર્ષોથી ઋષિ-મુનિઓ કહી રહ્યા છે: – દોષ પોતાના જુઓ. - ગુણ બીજાંના જુઓ. -- પોતાનો નાનો દોષ પણ મોટો જુઓ. જીવન જીવવાની આ કળા છે. જો તમે આ રીતે જીવતા હો તો તમે સાચા અર્થમાં કલાકાર છો ! સભામાંથી અમે લોકો તો આનાથી તદ્દન ઊલટું જ કરીએ છીએ. મહારાજશ્રી ઃ અનાદિકાળથી ઊંધા જ ચાલતા આવ્યા છો ને? - દોષ બીજાંના જુઓ છો. - ગુણ પોતાના જ ગાઓ છો. – બીજાના નાના દોષ પણ મોટા કરીને જુઓ છો. - પોતાનો નાનો ગુણ મોટો કરીને તેનું ગાન કરતા રહો છો. , હવે છોડી દો. આ બધી વાતો તમારા મનને અશુદ્ધ અને ચંચળ બનાવે છે. કોઈ કોઈ વાર ઉત્તમ જીવોની પણ નિંદા થાય છે. સાધુ-મુનિવરોમાં તેમજ શ્રાવકશ્રાવિકાઓમાં પણ કોણ જાણે કોણ તીર્થંકરનો આત્મા હશે ? કોણ ગણધરનો આત્મા હશે? કોણ સર્વજ્ઞનો આત્મા હશે? અરે! જે સાધુ નથી. જે શ્રાવક નથી, સમ્યગૃષ્ટિ નથી એવા લોકોમાં પણ ઉત્તમ આત્માઓ હોય છે. એટલા માટે જ્ઞાનીઓએ કોઈની પણ નિંદા ન કરવાની પ્રેરણા આપી છે. જીવમાત્રમાં ગુણદર્શન કરવાનું છે અને તેમની પણ યોગ્ય સેવાભક્તિ કરવાની છે. સત્કાર્ય કરીને ભોજન કરવાનું છે. રોજ ભોજન કરો છો એટલા માટે ઉચિત સેવાભક્તિનું સત્કાર્ય પણ દરરોજ કરવાનું છે. કેટલીક વિશેષ વાતો: ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રીએ આ વિષયની ચર્ચા કરતાં બીજી વાતો પણ કરી છે. એક શ્લોકનું ઉદ્ધરણ આપ્યું છેઃ जिणपूओचियदाणं परियग-संभालणा उचियकिच्चं । ठाणुववेसो य तहा पच्चकरवाणस्स संभरणं ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ (૧) જિનપૂજા (૨) ઉચિત દાન (૩) પરિજન-સ્મરણ (૪) ઉચિત કૃત્ય (૫) સ્થાનોપવેશન (૬) પ્રત્યાખ્યાનની સ્મૃતિ ભોજનની પહેલાં આ છ વાતોનો ખ્યાલ કરવાનો છે. જિનેશ્વર ભગવાનની પૂજા, દ્રવ્યપૂજા, ભાવપૂજા ભાવોલ્લાસ સાથે કરવાની છે. સાધુઓને સુપાત્રદાન કરીને પૂજ્ય માનીને તેમને પાણી અને ભોજનની ભિક્ષા આપવાની છે. એ રીતે સાધમિકોને પણ સુપાત્ર માનીને તેમને ભાવપૂર્વક ભોજન કરાવવાનું છે. પોતાની પાસે બેસાડીને પ્રેમથી ભોજન કરાવવાનું છે, અને જેઓ દીન-હીન ગરીબ હોય તેને કરુણાથી અનુકંપાદાન આપવાનું છે. આ સર્વ ઉચિત દાન કહેવાય છે. જે તે વ્યક્તિની યોગ્યતા અનુસાર દાન આપવું એ ઉચિત દાન કહેવાય છે. ત્રીજી વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી છે. ભોજન કરતી વખતે પરિજનોનું સ્મરણ કરવાનું છે. ઘરનાં અન્ય સભ્યોને એટલે કે માતાપિતા, ભાઈબહેન, પુત્ર-પુત્રી વગેરેને યાદ કરવાનાં છે - તેમણે ભોજન કર્યું કે નહીં તે પૂછવાનું છે. સભામાંથી અમે તો ભોજન વખતે કોઈને યાદ નથી કરતા. મહારાજશ્રી? અત્યારે હું તમારા લોકોની વાત નથી કરતો. જ્ઞાની પુરુષોએ તમારે માટે જે વાતો કહી છે તે વાતો સમજાવી રહ્યો છું. આ વાતો સાંભળીને તમે કદાચ ભાગ્યે જ આ વાતોનું પાલન કરશો એ પણ હું જાણું છું. શું તમારા ઉપર હું વિશ્વાસ રાખી શકું કે તમે લોકો આ વાતોનું પાલન કરશો? નહીં જ ને? હવે તમે નહીં બોલો. ભોજન વખતે સ્વજનોને પરિજનોને યાદ કરવાથી તે સૌનો તમારા પ્રત્યે પ્રેમ વધી જશે. જો ઘરમાં નોકર રહેતા હોય તો ભોજન સમયે તેમને પણ યાદ કરો. ઘરમાં પરસ્પર પ્રેમ વધારવાનો આ પણ એક સારો ઉપાય છે. મનુષ્યનાં મનનો આ એક સ્વભાવ છે કે કોઈ આપણને ભોજનના સમયે યાદ કરે, પ્રેમથી યાદ કરે તો આપણું મન પ્રસન્ન થાય છે. જો કે બીજા સમયે પણ સ્વજન-પરિજનો સાથે તમારો વ્યવહાર સારો હોવો જોઈએ. તમારી સાથે બેસીને ભોજન કરવામાં તેમને આનંદ-ખુશી હોવી જોઈએ. બીજાંને ભોજન કરાવવાની પણ એક કળા છે. એકલા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવકજીવન ભોજન કરવું અને બીજાંની સાથે બેસીને ભોજન કરવું એમાં મોટું અંતર છે. અમે સાધુઓ જેટલા પણ સાથે રહીએ છીએ તે બધા પ્રાયઃ સાથે જ ભોજન કરીએ છીએ. બધા સાધુઓને યાદ કરીએ છીએ. કોઈ સાધુ ગોચરી ક૨વા ન આવ્યો હોય તો અમે યાદ કરીએ છીએ. પૂછીએ છીએ : પેલા મુનિ કેમ ગોચરી કરવા નથી આવ્યા ?’ કોઈ વા૨ એમની પાસે જઈને પૂછીએ છીએ. એ મુનિ ખુશ થાય છે અને અમારું કર્તવ્યપાલન થાય છે. ચોથી વાત કહી છે ઉચિત કૃત્યની. ઉચિત કૃત્ય એટલે જે સાધર્મિક ભોજન માટે આમંત્રિત હોય તેને જો સ્નાન વગેરે કરવાનું હોય તો તેને ઉચિત સુવિધા આપવી, એની સાથે સારો વ્યવહાર કરવો. જો ભોજન પહેલાં બજારથી કોઈ વસ્તુ લાવવાની હોય તો લઈ આવવી. ઘરમાં નોકર ન હોય અને પત્ની ભોજન બનાવવામાં વ્યસ્ત હોય તો પાટલા મૂકવા, થાળી મૂકવી, પાણી..... વગેરે ઉચિત કૃત્ય કરવાં જોઈએ. પાંચમી વાત છે ભોજન ક૨વા ઉચિત સ્થાન ઉપર બેસવું. ભોજન માટેની જગા પોતપોતાના ઘરના હિસાબે હોય છે. આજકાલ તો ‘ડાઇનિંગ હૉલ’ હોય છે, પરંતુ તે મોટાં ઘરોમાં જ. એક-બે રૂમોનાં ઘરોમાં અલગ ડાઇનિંગ હૉલ નથી હોતા. ત્યાં ભોજનની જગા બાથરૂમ-સંડાસની પાસે ન હોવી જોઈએ; એટલો જ ખ્યાલ રાખવાનો છે. જગા સ્વચ્છ હોવી જોઈએ અને ભોજનનાં વાસણો પણ સ્વચ્છ હોવાં જોઈએ. છઠ્ઠી વાત છે પ્રત્યાખ્યાનની સ્મૃતિ કરવાની. શ્રાવક-શ્રાવિકાને કોઈક તો પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણ હોય જ છે. વિવિધ પ્રકારનાં પચ્ચક્ખાણ હોય છે. જેમ કે ઃ - - - નવકારશી, પોરસી, સાઢ પોરસી, બેસણા, એકાસણા, આયંબિલ. ભોજનની પહેલાં યાદ કરો કે આજે મારે કયું પચ્ચક્ખાણ છે ? જેથી પચ્ચક્ખાણનો મૂળમાં ભંગ ન થઈ જાય. કેટલી સાવધાનીઓ બતાવી છે ભોજન ક્રિયાના વિષયમાં ? Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ભોજન જીવનની એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. એના વગર ન તો તમારે ચાલવાનું છે, ન તો અમારે ચાલવાનું છે. ભોજન તો દરેકે કરવાનું છે. જે મનુષ્ય વિધિપૂર્વક ભોજન કરે છે, તે ભોજન કરતી વખતે ચિત્તશાન્તિ પામે છે. ભોજન કરવા છતાં તે ઉપવાસી છે. ભોજન કરતી વખતે આસક્તિ નથી રહેતી ને ? જો તમને લોકોને આ વાત પસંદ આવે તો સમયનું “એડજેસ્ટમેન્ટ’ કરવું. ભોજન પહેલાં જિનપૂજા, સાધુભિક્ષા અને સાધર્મિક ભક્તિના કર્તવ્યનું પાલન કરવું. આજે બસ, આટલું જ. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૫૦ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું વિશદ વર્ણન કર્યું છે. શ્રાવકની દિનચર્યા બતાવતાં તેમણે કહ્યું છે કે ઃ तदन्वेव प्रत्याख्यानक्रिया ॥७६॥ ભોજન કર્યા પછી શ્રાવકે પ્રત્યાખ્યાન' કરવું જોઈએ. એટલે કે તેણે ચાર પ્રકારના આહારમાંથી કેટલાક આહારોનો ત્યાગ કરવો જોઈએ. (જો કે પ્રવચન : ૩૦માં 'સમ્યક્દ્ પ્રત્યાઘ્યાનક્રિયાઃ ।' સૂત્ર ઉ૫૨નાં વિવેચનમાં પચ્ચક્ખાણ અંગે વિસ્તૃત માહિતી આપેલી જ છે; છતાં આજે આ સૂત્રનાં વિવેચનમાં ફરીથી એ વાતો યાદ કરાવું છું.) ‘પ્રત્યાખ્યાન’ એટલે પચ્ચક્ખાણ. આપણા સમાજમાં ‘પચ્ચકખાણ’ શબ્દ વધુ પ્રચલિત છે. પ્રત્યાખ્યાન' શબ્દ એટલો પ્રચલિત નથી. ભોજન પછી જે પચ્ચક્ખાણ ક૨વાનું કહેવામાં આવ્યું છે તે શ્રાવકે સ્વયં પચ્ચક્ખાણ કરવાનું છે. આમ તો સામાન્ય નિયમ એવો છે કે શ્રાવકે વિનયપૂર્વક ગુરુદેવની પાસે જઈને પચ્ચક્ખાણ કરવું. આ નિયમમાં ‘ચતુર્ભૂગી’ બને છે. પચ્ચક્ખાણ લેવાનું હોય છે, પચ્ચક્ખાણ આપવાનું હોય છે. લેનાર અને આપનાર બંને શાની હોવા જોઈએ. એટલે કે બંનેને પચ્ચક્ખાણનાં સ્વરૂપ અને પ્રકારોનું જ્ઞાન હોવું જોઈએ. આ શ્રેષ્ઠ માર્ગ છે. — પચ્ચક્ખાણ લેનારો અજ્ઞાની હોય, એટલે કે પચ્ચક્ખાણનું સ્વરૂપ ન જાણતો હોય, પ્રકાર અને ‘આગાર’નું પણ જ્ઞાન ન હોય; પરંતુ પચ્ચક્ખાણ દેનાર ગુરુ જ્ઞાની હોય તો આ મધ્યમ માર્ગ છે. પચ્ચક્ખાણ લેનાર જ્ઞાની હોય, પરંતુ દેનાર અજ્ઞાની હોય તો આ નિકૃષ્ટ -- માર્ગ છે. પચ્ચક્ખાણ લેનાર અજ્ઞાની હોય અને દેનાર પણ અજ્ઞાની હોય, તો આ નિષિદ્ધ માર્ગ છે. સંપૂર્ણ અશુદ્ધ છે. કેટલાંક પ્રચલિત પચ્ચક્ખાણ ઃ આજે પ્રથમ તો હું તમને કેટલાંક પ્રચલિત પચ્ચક્ખાણો અંગે વાત કરીશ. જેથી તમે પણ પચ્ચક્ખાણ સંબંધમાં જ્ઞાની બની શકો. પચ્ચક્ખાણ એક વિશિષ્ટ ધર્મ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભાગ ૩ છે. એ ધર્મનું જ્ઞાન તમને હોવું જોઈએ. પહેલું પચ્ચકખાણ નવકારશી : દરરોજ કેટલાય નાના-મોટા શ્રાવક-શ્રાવિકાઓ આ પચ્ચક્ખાણ લેવા અમારી પાસે આવે છે. આ પચ્ચકખાણનો સંબંધ બે બાબતો સાથે છે ઃ સૂર્યોદય પછી બે ઘડી - ૪૮ મિનિટ વ્યતીત થઈ હોવી જોઈએ. આ પ્રથમ વાત છે. બીજી વાત છે શ્રી નવકાર મંત્રના સ્મરણની! સૂર્યોદય પછી ૪૮ મિનિટ પસાર થઈ ગયા પછી શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરીને મોઢામાં પાણી નાખવું, ભોજન કરવું. આ નવકારશીનું પચ્ચકખાણ છે. આ પચ્ચખાણનું ખાસ “સૂત્ર’ હોય છે. પચ્ચકખાણ દેનાર આ સૂત્ર બોલે છે. લેનારો નતમસ્તક હોય છે. બે હાથ જોડીને ઊભા ઊભા આ સૂત્ર સાંભળે છે. જ્યારે સૂત્રમાં પંખેરું બોલે ત્યારે લેનાર બૈરવામિં બોલે છે. સભામાંથી ? અમે તો નથી બોલતા ! મહારાજશ્રીઃ હવે બોલજો ! બોલવું જોઈએ અને ગુરુ જ્યારે વસિર્ફ બોલે ત્યારે તમારે વોસિરામિં બોલવું જોઈએ. જ્યાં સુધી સૂર્યોદય પછી ૪૮ મિનિટ ન વીતે ત્યાં સુધી તમારે મુખમાં આહાર (અશન), પાણી, ખાદિમ અને સ્વાદિમ - આ વસ્તુઓ ન નાખવી જોઈએ. હા, પચ્ચકખાણની અત્યંત વિસ્મૃતિ થઈ જતાં અને અતિ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જતાં એકાએક મુખમાં કંઈ પણ નાખી દીધું, તો પચ્ચકખાણનો ભંગ નથી થતો. સભામાંથી ? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - આ ચાર વાતો અમને સમજાવો. મહારાજશ્રીઃ જરૂર સમજાવીશ. સમજવું જરૂરી પણ છે. પચ્ચખાણનું સ્વરૂપ સમજવા માટે ચાર શબ્દો સમજવા જ પડે છે! સાધુપુરુષોનાં પ્રવચનમાં આ ચાર શબ્દો સાંભળતા જ હશો. હવે સારી રીતે સમજી લો. ૧. અશનઃ ચોખા, ઘઉં-જુવાર, બાજરી વગેરે ધાન્ય “અશન' કહેવાય છે. સર્વ પકવાનો પણ અશન કહેવાય છે. સર્વ પ્રકારનાં દ્વિદળ” - મગ, ચણા વગેરે પણ. અશન કહેવાય છે. ૨. પાન પાન એટલે પીવાની વસ્તુ. કૂવાનું પાણી, સરોવરનું પાણી, સર્વ પ્રકારના ફળોનો રસ, ચોખા વગેરેનું ધોયેલું પાણી-ઓસામણ, કાકડીની અંદરનું પાણી, નદી-ઝરણાંનું પાણી - આ સર્વ પાન” કહેવાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવકજીવન ૩. ખાદિમ : ખાદિમ એટલે ખાવા યોગ્ય પદાર્થ. પરંતુ જે ખાવાથી પૂર્ણ તૃપ્તિ નથી થતી, કંઈક સંતોષ થાય છે, તેને ખાદિમ’ કહેવાય છે. જેમ કે ચણા(શેકેલા), શેકેલા ઘઉં, સાકર, બદામ, દ્રાક્ષ, કાકડી, કેરી, કેળાં વગેરે ફળો, નારિયેળ વગેરે ખાદિમ છે. ૪. સ્વાદિમ : જે પદાર્થો સ્વાદ માટે ખાવામાં આવે છે, કોઈ વાર ઔષધના રૂપમાં પણ ખાવામાં આવે છે. જેમ કે સર્વ પ્રકારના મુખવાસ, સોપારી, જીરુ, હરડે, પીપર, સૂંઠ, ગોળ, મરી-કાળાં મરી, અજમો, આમળાં વગેરેનો સમાવેશ સ્વાદિમમાં થાય છે. અશનાદિનો વ્યુત્પત્તિ-અર્થ : અશનાદિ ચારેનું વિભાગીકરણ તમને સંક્ષેપમાં બતાવ્યું છે. આ વિષયમાં કોઈ નવી જિજ્ઞાસા મનમાં પેદા થાય તો મારી પાસે આવીને પૂછવું. અથવા બીજા કોઈ જાણકા૨ને પૂછીને સમાધાન મેળવવું. આ ચારે વાતોનાં જે નામ છે, એ નામોના આધાર પર ‘શબ્દ’ ને તોડીને શાસ્ત્રોમાં જે અર્થ બતાવવામાં આવ્યા છે, એ અર્થ પણ સમજવા જેવા છે ! आशु क्षुधां शमयति इति अशनम् । જે તરત જ ક્ષુધાને શાન્ત કરે છે તે ‘અશન’ કહેવાય છે. प्राणानां उपकारे वर्तते इति पानम् । જે ઇન્દ્રિયાદિ પ્રાણો ઉપર ઉપકાર કરે છે તે પાન' કહેવાય છે. खाद्यते इति खादिमम् । જે ખાઈ શકાય છે તે ‘ખાદિમ’ કહેવાય છે. स्वादयति रसादि गुणान् (गुडादि द्रव्यम्) इति स्वादिमम् । જેમાં રસાદિનો સ્વાદ કરવામાં આવે છે એ ‘સ્વાદિમ’ કહેવાય છે. આની બીજી વ્યુત્પત્તિ પણ સારી છે. सादयति- विनाशयति स्वकीय गुणान् माधुर्यादीन् स्वाद्यमानयति स्वादिमम् ॥ માધુર્યાદિનો સ્વાદ કરવાથી જે આત્મગુણોનો નાશ કરે છે તે ‘સ્વાદિમ.’ કેટલી સુંદર વ્યુત્પત્તિ કરવામાં આવી છે ? સંસ્કૃત ભાષાની આ વિશેષતા છે ! જ્ઞાની પુરુષો શબ્દોમાંથી અર્થ કાઢે છે ! મારા ખ્યાલ મુજબ અશનાદિ ચારે આહાર અંગે તમને પૂરતું જ્ઞાન મળી ગયું હશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ બીજું પચ્ચક્ખાણ પોરસી હવે બીજું પચ્ચક્ખાણ તમે લોકો સમજી લો. બીજું પચ્ચક્ખાણ છે પોરસી. વર્તમાન સમયમાં લોકો એને પોરસી' કે 'પોરિશી' કહે છે. સૂર્યોદય પછી એક પ્રહર ત્રણ કલાકનો સમય ગયા પછી મુખમાં અશન આદિ નાખવામાં આવે છે. પહેલાં જ્યારે ઘડિયાળ ન હતાં એ જમાનામાં જ્યારે પુરુષ પ્રમાણ છાયા (સૂર્યના પ્રકાશમાં) પૃથ્વી ઉપર પડતી હતી ત્યારે આ પચ્ચક્ખાણ પૂર્ણ થતું હતું. - ૨૭ - એ જમાનામાં જ્યારે ઘનઘોર વાદળોથી સૂર્ય ઢંકાઈ જતો હતો, આકાશ ધૂળથી છવાઈ જતું, મનુષ્ય અને સૂર્ય વચ્ચે પહાડ હોય, સૂર્ય દેખાતો ન હોય એવા સમયે કોઈ વાર પોરસીનો સમય પૂર્ણ ન થયો હોવા છતાં ‘સમય થઈ ગયો છે’ એવું સમજીને પચ્ચક્ખાણ પૂર્ણ કરી લેતા હતા. આવી સ્થિતિમાં પચ્ચક્ખાણનો ભંગ થતો ન હતો. આજના યુગમાં તો લગભગ પ્રત્યેક સ્ત્રીપુરુષ પોતાના હાથ ઉપર ઘડિયાળ બાંધે છે ! દરેક ઘરમાં, ઉપાશ્રયમાં, મંદિરમાં સર્વ સ્થળે પ્રાયઃ ઘડિયાળ રાખવામાં આવે છે. ઘડિયાળને આધારે જ પચ્ચક્ખાણનો સમય જોવામાં આવે છે, સૂર્યને આધારે નહીં. જો કે ઘડિયાળ સૂર્ય પર આધારિત છે અને આજે દુનિયા ઘડિયાળ પર જ ચાલે છે ! જ્યારે લોકો પાસે ઘડિયાળ ન હતાં ત્યારે લોકો દિશાઓને આધારે પચ્ચક્ખાણને પૂર્ણ કરી લેતા હતા. જ્યારે પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માની લેતા હતા ત્યારે તેમની ભૂલ થઈ જતી હતી. પોરસીનો સમય પૂર્ણ ન થયો હોવા છતાં પણ તેઓ પૂર્ણ થયો સમજી લેતા હતા અને મુખમાં અશનાદિ નાખી દેતા હતા. આવી સ્થિતિમાં તેમનું પચ્ચક્ખાણ ભાંગતું ન હતું. પોરસીનો સમય ન થયો હોય એ સમયે કોઈ શ્રદ્ધેય વ્યક્તિએ બોલી નાખ્યું કે પોરસીનો સમય થઈ ગયો છે' અને સાંભળનારો મુખમાં પાણી નાખી દે, તો એનો પચ્ચક્ખાણ-ભંગ થતો નથી. કારણ કે એનો ભાવ પચ્ચક્ખાણ-ભંગનો નથી હોતો. એ રીતે કોઈ વ્યક્તિએ પોરસી-પચ્ચક્ખાણ કરી લીધું છે. પછી તેનાં શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થાય, એનાં મનમાં આર્તધ્યાન યા રૌદ્રધ્યાન પેદા થાય, તો એ ધ્યાનથી (દુર્ધ્યાનથી) બચવા જો એને ઔષધ-અનુપાનાદિ પોરસીનો સમય આવ્યા પહેલાં દઈ દેવામાં આવે - અથવા તે જાતે લઈ લે, તો પણ પચ્ચક્ખાણનો ભંગ નથી થતો. આ પ્રકારે જો કદાચ પૂર્વ દિશાને પશ્ચિમ દિશા સમજી લે છે (ઘડિયાળ નથી) - Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રાવકજીવન અને પોરસીનો સમય આવ્યા પહેલાં મુખમાં અશનાદિ નાખી દે છે, તો તેનો પચ્ચક્ખાણ-ભંગ થતો નથી. કારણ કે એનો ભાવ પચ્ચક્ખાણનો ભંગ કરવાનો નથી. એક વિશિષ્ટ અપવાદ બતાવું છું. કોઈ વૈદ્ય યા ડૉટર છે. એણે પોરસીનું પચ્ચક્ખાણ લીધું હોય, પરંતુ કોઈ વિશેષ દરદીની સમતા-સમાધિ માટે જવું આવશ્યક છે. વગર ભોજને તે જઈ શકે તેમ ન હોય, તો તે પોરસીના સમય પહેલાં જ ભોજન કરી લે, તો એના પચ્ચક્ખાણનો ભંગ માનવામાં આવતો નથી. બીજા જીવોને સમાધિ-સમતા આપવી એ મહાન ધર્મ છે. હેતુ-પ્રયોજન શુદ્ધ હોવાથી સમયની પહેલાં પચ્ચક્ખાણ પારવું દોષયુક્ત નથી. અહીં આશયશુદ્ધિનું પ્રાધાન્ય માનવામાં આવ્યું છે. પરંતુ એક વાત છે : એ વૈદ્ય યા ડૉક્ટર ભોજન કરતો હોય અને તેને ખબર પડે કે ‘એ દરદી મરી ગયો છે,’ તો એ સમયે જ એણે ભોજન છોડી દેવું જોઈએ. પરંતુ જો એ ભોજન ચાલુ રાખે તો પચ્ચક્ખાણનો ભંગ થઈ જાય. આખી વાત વ્યક્તિના વિવેક પર નિર્ભર છે. ત્રીજું પચ્ચક્ખાણ સાર્ધપોરસી : કેટલાંક સ્ત્રીપુરુષો ‘સાર્ધપોરસી’નું પચ્ચક્ખાણ કરે છે. ચાલુ ભાષામાં એને ‘સાઢપોરસી' પણ કહે છે. કેટલાક પ્રદેશોમાં 'દેઢપોરસી' પણ કહે છે. આ પચ્ચક્ખાણ સૂર્યોદય પછી દોઢ પ્રહર (૪-૩૦ કલાક) વીત્યા પછી આવે છે. જેમ કે સૂર્યોદય સાત વાગે થાય, તો સાઢપોરસીનું પચ્ચક્ખાણ ૧૧-૩૦ મિનિટ થયા પછી આવે છે. સૂર્યોદય ક્યારે થાય છે તે ખ્યાલ હોવો જોઈએ. ભિન્નભિન્ન પ્રદેશોમાં સૂર્યોદયનો સમય ભિન્નભિન્ન હોય છે. જો કે આજકાલ પ્રાદેશિક છાપાઓમાં સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય છપાય છે. ચોથું પચ્ચક્ખાણ પુરિમાર્થ્ય' : આ પચ્ચક્ખાણને ‘પુરિમટ્ટુ’ પણ કહે છે. દિવસના બે પ્રહર, એટલે કે દિવસનો પૂર્વાર્ધ પૂર્ણ થતાં આ પચ્ચક્ખાણ પારવાનું હોય છે. પરંતુ આ પચ્ચક્ખાણ ક૨ના૨ મહાનુભવને જો કોઈ મહત્ત્વપૂર્ણ કામ આવી જાય અને એ કામ બીજું કોઈ ન કરી શકે તેમ હોય તેમજ તે વ્યક્તિ ભોજન કર્યા વગર કાર્ય કરવામાં શક્તિમાન ન હોય, તો તે પચ્ચક્ખાણના સમય પહેલાં પણ ભોજન કરી શકે છે. પચ્ચક્ખાણ કરવાથી જે કનિર્જરા થાય છે એનાથી વધારે કનિર્જરા કરાવનારું કાર્ય હોવું જોઈએ. જ્ઞાની પુરુષો જ આ નિર્ણય કરી શકે છે. શાસ્ત્રોમાં એવાં કેટલાંક મહત્ત્વનાં કાર્યોની સૂચિ મળે છે ઃ રસ્તામાં અથવા કોઈ ગામમાં કોઈ સાધુ બીમાર પડી ગયા હોય, તેમની Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભાગ ૩ સેવા કરનાર ત્યાં કોઈ ન હોય, તત્કાલ એમની સેવા કરવા જવાનું અનિવાર્ય હોય અને જે સેવાકુશળ હોય તે સાધુ ભૂખ્યો જઈ શકે તેમ ન હોય, તો તે પચ્ચકખાણની પહેલાં પણ ભોજન કરી શકે છે. – કોઈ અનાયમનુષ્ય જિનમંદિર તોડતો હોય અથવા મોટી આશાતના કરતો હોય ત્યારે તેને રોકવા માટે સમર્થ વ્યક્તિ, ભોજન વગર જઈ શકે તેમ ન હોય અને તે ભોજન કરીને જાય, તો તેનું પચ્ચકખાણ તૂટતું નથી. - સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ઉપર કોઈ મોટી આફત આવી હોય તેને દૂર કરવાની ક્ષમતાવાળો સાધુ યા શ્રાવક ભોજન કર્યા સિવાય જઈ શકે તેમ ન હોય, તો તે પચ્ચખાણ (પુરિમઢાદિ) પહેલાં પણ ભોજન કરી શકે છે. પ્રયોજનનો નિર્ણય શાસ્ત્રષ્ટિથી કરવો જોઈએ. વિશેષ કર્મનિર્જરા કરાવનારું પ્રયોજન હોવું જોઈએ. આ નિર્ણય આચાયાદિ ગીતાર્થ પુરુષ જ કરી શકે. કોઈ સાધુ યા શ્રાવક જાતે નિર્ણય ન કરી શકે. જો તે શાસ્ત્રજ્ઞ મા પાપભીરુ હોય તો નિર્ણય કરી શકે છે. પાંચમું પચ્ચકખાણ એકાસણઃ એકાસણા-બેસણાના પણ પ્રચલિત પચ્ચકખાણ હોય છે. પાંચમ, આઠમ આદિ પર્વતિથિના દિવસોમાં એક જગાએ બેસીને ભોજન કરવાનું હોય છે. દિવસમાં એક વાર ભોજન કરવાનું હોય છે. ભોજન શરૂ કર્યા બાદ, જ્યાં સુધી મુખશુદ્ધિ ન થઈ . હોય ત્યાં સુધી નિપ્રયોજન ઊભા થવાનું નથી. ઊભા થયા પછી ફરીથી ભોજન ન કરી શકાય. આ બાબતમાં બે અપવાદો છે. બે કારણોથી તમે ભોજન કરતાં કરતાં ઊભા થઈ શકો છો અને ફરી બેસીને ભોજન કરી શકો છો. પ્રથમ કારણ - તમે એકાસણું કરવા બેઠા છો અને તમારી પાસે એવો કોઈ મનુષ્ય આવીને ઊભો હોય કે બેઠો હોય કે જેની નજર સારી ન હોય - નજર લાગી જતી હોય ! તો તમે થાળી સાથે ઊભા થઈને બીજી જગાએ જઈને બેસી શકો છો અને અધૂરું ભોજન પૂર્ણ કરી શકો છો ! સભામાંથી નજર લાગવાની વાત આપણે માનીએ છીએ ? મહારાજશ્રી ઃ જરૂર, માનવી જ પડે છે ! તૃષ્ટિમાં – મનુષ્યની દ્રષ્ટિમાં કેટલાય ગુણદોષ હોય છે. જેમ કે દ્રષ્ટિમાં અમૃત હોય છે, ઝેર પણ હોઈ શકે છે ! દ્રષ્ટિથી પુનર્જીવન પ્રાપ્ત થાય છે, તો મોત પણ થઈ જાય છે. તમને ખબર પડી જાય કે આ માણસની દ્રષ્ટિ સારી નથી, ઝેરી છે, તો તમારે એની સામે ખાવું નહીં, પીવું નહીં. જ્ઞાની પુરુષોએ એવા લોકોથી બચવા “એકાસણા' Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રાવકજીવન જેવા વ્રતમાં પણ ઊભા થઈને બીજી જગાએ જઈને ભોજન પૂરું કરવાનું કહ્યું છે ! તો આ વાતમાં શંકા કરવાની જરૂર નથી. બીજું, તમે એકાસણું કરવા બેઠા છો, ભોજન શરૂ કરી દીધું છે અને તમારા ઘરમાં તમે બેઠા છો ત્યાં સાધુ-મુનિરાજ આવી જાય, તો મુખ પાણીથી સાફ કરીને ઊભા થઈ શકો છો. તમારું વ્રત તૂટશે નહીં. મુખ સાફ કરીને મન્થM વંદમ બોલવું જોઈએ. આ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે. વિનયધર્મનું પાલન વિવેક સાથે સર્વત્ર કરવાનું છે. અમારે સાધુઓને તો ગૃહસ્થોની સામે ભોજન કરવાનો નિષેધ જ છે. અમે ગોચરી-ભોજન કરતા હોઈએ અને ત્યાં કોઈ ગૃહસ્થ આવી ગયો હોય, તે જતો ન હોય અને અમે એને જવાનું કહી ન શકતા હોઈએ, તો અમે લોકો પાત્ર લઈને બીજી જગાએ જઈને ભોજન કરીશું. ભલેને અમારે એકાસણું હોય કે આયંબિલ હોય ! અમારું વ્રત-પચ્ચકખાણ તૂટતું નથી. વ્રતભંગ થતો નથી. બોલો, આ સમજદારી છે તમારા લોકોની ? નથી, એટલા માટે કેટલીક ખોટી ધારણાઓ સમાજમાં રૂઢ થઈ ગઈ છે. આયંબિલ' નું તપ : આયંબિલનું મૂળ શાસ્ત્રીય નામ છે “આચાર્મ્સ.' આચાર્મ્સનું આયંબિલ થઈ ગયું અને કેટલાક પ્રદેશોમાં આંબેલ” પણ કહેવાય છે છેલ્લાં ૨૦ વર્ષમાં આ તપનો પ્રચાર-પ્રસાર ખૂબ થયો છે. ભારતમાં ગામેગામ, નગરનગર જેનપ્રજા આયંબિલ કરે છે. ચૈત્ર સુદમાં અને આસો સુદમાં આયંબિલ હજારો નહીં, લાખોની સંખ્યામાં થાય છે. આ તપમાં ઘી, દૂધ, તેલ, દહી, મિષ્ટાન્ન વગેરે ન ખવાય. મેવા અને ફળ પણ ત્યાજ્ય છે. માત્ર ઉકાળેલું પાણી, ધાન્ય, દ્વિદલનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલામાંથી મીઠું, કાળા મરી, સૂંઠ, હિંગ વગેરે લઈ શકાય. આમ તો આયંબિલ ત્રણ પ્રકારના હોય છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ઉત્કૃષ્ટ આયંબિલ માત્ર રાંધેલા ભાતનું જ હોય છે. તેમાં કોઈ મસાલા હોતા નથી. મધ્યમ આયંબિલમાં સર્વ વસ્તુઓ એક વાસણમાં એકત્ર કરીને ખાવાની હોય છે. જઘન્ય આયંબિલમાં મસાલા લઈ શકાય છે. આયંબિલ-તપ મંગલરૂપ માનવામાં આવ્યું છે. વિખનાશ કરનારું માનવામાં આવ્યું છે. સાધુ-સાધ્વી માટે આ તપમાં બે અપવાદો બતાવવામાં આવ્યા છે. એ સમયે જૈનસંઘોમાં ‘આયંબિલખાતું ન હતું. ગૃહસ્થ લોકો પોતાનાં ઘરમાં જ આયંબિલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૩૧ કરતા હતા. સાધુ-સાધ્વી ગૃહસ્થોનાં ઘરમાંથી જ ભિક્ષા લાવતાં હતાં, એ દૃષ્ટિએ આ બે અપવાદો બતાવ્યા છે. પહેલો અપવાદ : સાધુ-સાધ્વી ભિક્ષા લેવા (આયંબિલની) તમારે ઘેર આવ્યાં; તમે ઘી યા તેલથી લિપ્ત વાટકીમાં ભાત, દાળ, વગેરે લઈને ભિક્ષા આપી. ભાત વગેરેમાં ઘી યા તેલનો કંઈક અંશ આવ્યો, છતાં અમે આયંબિલમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘરમાં ગોળ અથવા સાકર ઉપર કોરી (લુખ્ખી) રોટલી પડી છે. તમે રોટલી ઉપાડીને સાધુ-સાધ્વીને આપી દીધી. રોટલી ઉપર ગોળ યા સાકરના કેટલાક અંશો પડેલા છે, છતાં પણ અમે આયંબિલમાં વાપરી શકીએ છીએ. આ અપવાદ આગારનું નામ છે “લેવાલેવેણ.’ બીજો અપવાદ ઃ તમારા લોકોનાં ઘરમાં કોઈ કોઈ વાર અકલ્પ્ય - અભોક્તવ્ય પદાર્થો પણ હોય છે ! કલ્પનીય-ભોક્તવ્ય વસ્તુની સાથે એ પદાર્થો પડ્યા છે. તમે એમાંથી કલ્પનીય વસ્તુ ઉપાડીને સાધુ-સાધ્વીને આપો છો. તો સાધુ લઈ શકે છે. કલ્પની સાથે અકલ્પ્ય વસ્તુ વધારે પ્રમાણમાં લિપ્ત ન હોવી જોઈએ. પરંતુ આ વાત તો જ્યારે આયંબિલખાતા ન હતા ત્યારની છે ! આજકાલ મોટા ભાગના સાધુ-સાધ્વીઓ આયંબિલખાતામાંથી જ આયંબિલની ભિક્ષા લે છે, ત્યાં તો આયંબિલની શુદ્ધ ભિક્ષા મળી જાય છે. ઉપવાસનું પચ્ચક્ખાણ : જે રીતે એકાસણું-આયંબિલનું પચ્ચક્ખાણ હોય છે, તેવી રીતે પર્વના દિવસોમાં ઉપવાસનું પણ પચ્ચક્ખાણ શ્રાવક-શ્રાવિકાઓ તેમજ સાધુ-સાધ્વીઓ કરે છે. છેલ્લા ૨૫ વર્ષોમાં ક્રમશઃ ઉપવાસની તપશ્ચર્યા વધતી રહી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, આઠ, ત્રીસ, એકત્રીસ, ચાલીસ, પચાસ, અડસઠ વગેરે ઉપવાસો લગાતાર કરે છે. એક સાથે ૧૨૦ ઉપવાસ કરનારા મહાતપસ્વી કળિયુગમાં પણ છે ! ઉપવાસને શાસ્ત્રીય ભાષામાં ‘અભક્તાર્થ' કહે છે. ‘ભક્ત' એટલે ભોજન. અભક્તાર્થ એટલે ભોજન ન કરવું. તમે લોકો જાણો જ છો કે ઉપવાસમાં પાણી (ઉકાળેલું પાણી) પી શકીએ. એને ‘તિવિહાર ઉપવાસ કહે છે. ઉપવાસમાં પાણી પણ ન પીવાય તો તેને ‘ચોવિહાર ઉપવાસ' કહે છે. ઉપવાસમાં પાંચ વાતોથી ઉપવાસ-ભંગ થતો નથી. એ પાંચ વાતો હું તમને જણાવું છું : Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રાવકજીવન - પ્રથમ વાત છે અનાભોગની. ઉપવાસમાં પચ્ચકખાણની એકદમ વિસ્મૃતિ થઈ ગઈ અને તમે મુખમાં કંઈક નાખી દીધું. - બીજી વાત છે સહસાકારની. અતિ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો અને મોઢામાં કંઈક નાખી દીધું. – ત્રીજી વાત છે મહત્તર કાર્યની. ઉપવાસનું પચ્ચકખાણ કરી દીધું હોય અને પછી સંઘ-ધર્મશાસનનું મહત્તર કાર્ય આવી પડ્યું. તમારા સિવાય બીજું કોઈ એ કાર્ય કરી શકે તેમ ન હોય, તો ગુરુદેવની (જ્ઞાની, ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા) આજ્ઞાથી ભોજન કરી શકો છો. - ચોથી વાત છે સમાધિની. ચિત્તની સમાધિનું મહત્ત્વ તીર્થકરોએ ખૂબ બતાવ્યું છે. ચિત્તની સમાધિ જ ધર્મધ્યાન છે. સદ્ગતિનો હેતુ ધર્મધ્યાન છે. એટલા માટે સમાધિ ટકાવવી એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તમે ઉપવાસ કર્યો, પછી ખૂબ ભૂખ લાગી. ભૂખની વેદના અસહ્ય બનતી જતી હોય; મન વિચલિત, ચંચળ અને ભોજન કરવા લાલાયિત થઈ જતું હોય; એ સમયે ગુરુદેવની આજ્ઞાથી ભોજન કરી શકો છો. – પાંચમી વાત છે અમારી સાધુ-સાધ્વીઓની, તે છે પારિષ્ઠાપનિકા! સાધુસમુદાય હોય. ભિક્ષા લઈ આવ્યા. ભિક્ષા વધુ આવી ગઈ. એક-બે સાધુઓને તિવિહાર ઉપવાસ છે. બચેલી ભિક્ષા ગુરુદેવ એમને આપે છે અને તેઓ આરોગી જાય છે, છતાં તેમનો ઉપવાસ અખંડ રહે છે ! આ છે ઉપવાસના પચ્ચકખાણનું સ્વરૂપ. સમજી ગયા ને? પચ્ચકખાણના વિષયમાં ૬ વિશિષ્ટ વાતો : આજે મેં તમને લીકોને વિશિષ્ટ પ્રચલિત પચ્ચકખાણના વિષયમાં અને તે પણ સંક્ષેપમાં જણાવ્યું. વિશેષ કરીને આ વાતો અધ્યયન કરવા યોગ્ય છે. તમારે આ વાતો “પચ્ચખાણ ભાષ્ય' “પ્રવચન સારોદ્ધાર' આદિ ગ્રંથોના અધ્યયનથી જાણવી જોઈએ. પરંતુ પ્રસ્તુત “ધર્મબિંદુ' ગ્રંથના રચયિતા આચાર્યદેવે પચ્ચક્ખાણ’ કરવાની વાત કહી દીધી છે, એટલા માટે આજે આટલા વિસ્તારથી કહ્યું છે. હવે પચ્ચક્ખાણ પારતી વખતે જે ૬ વાતો સૂત્રમાં બોલવામાં આવે છે એ ૬ વાતો જણાવીને પ્રવચન પૂર્ણ કરીશ. - પ્રથમ વાત છે પચ્ચકખાણને સ્પર્શ કરવાની. પચ્ચકખાણ સ્પષ્ટ =સિય હોવું જોઈએ. આ વિષયમાં પ્રવચન સારોદ્ધાર' ગ્રંથમાં કહેવામાં આવ્યું છેઃ Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૩૩ साधुः श्रावको वा प्रत्याख्यान-सूत्रार्थं सम्यगवबुध्यमानो वा स्वयं प्रतिपन्नविवक्षित-प्रत्याख्यानः प्रशस्तचारित्रपवित्रगात्रस्य गुरोः समीपे सूत्रोक्त-विधिना कृतिकर्मादि-विनयं विधाय, रागद्वेषादि-विकथादिरहितः सर्वत्रोपयुक्तः प्रांजलिपुटो लघुतर शब्देन गुरुवचनमुच्चरन् (अनुवदन्) यदा प्रत्याख्यानं प्रतिपद्यते तदा स्पृष्टं भवति ।। આનો અર્થ સાંભળી લોઃ સાધુ હોય યા શ્રાવક, તેને પચ્ચકખાણ સૂત્રનો સમ્યગૂ બોધ હોવો જોઈએ. અથવા જે પચ્ચકખાણ એને કરવાનું છે, એની ધારણા એણે મનમાં કરી લીધી હોવી જોઈએ. ચારિત્રવંત ગુરુદેવની પાસે જઈને સૂત્રોક્ત વિધિથી વંદનાદિ કરવાં જોઈએ. રાગદ્વેષ અને વિકથાથી મુક્ત બનીને, અપ્રમત્ત થઈને. મસ્તક ઉપર અંજલિ રચીને ગુરુદેવ પાસેથી પચ્ચક્ખાણસૂત્ર સાંભળવું જોઈએ, અને ખૂબ ધીમા સ્વરે એ સૂત્ર બોલવું જોઈએ. આ રીતે પચ્ચકખાણ લેવું એને પૃષ્ટ કહેવામાં આવે છે. સિયું કહેવાય છે. -- બીજી વાત છે પચ્ચકખાણનું પાલન કરવાની. પચ્ચકખાણનું જાગ્રત ઉપયોગથી પાલન કરવાનું હોય છે. રક્ષા કરવાની હોય છે. – ત્રીજી વાત છે પચ્ચકખાણને શોભાવવાની. વિશેષ કરીને અમારે સાધુસાધ્વીઓ માટે. અમારા સાધુજીવનના નિયમાનુસાર જ્યારે ભિક્ષા અમારા ઉપાશ્રયમાં આવી જાય ત્યારે ભિક્ષા લાવનાર સાધુ તમામ પાત્રો ગુરુદેવની સામે મૂકી દે છે. આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાળ સાધુને ભિક્ષા આપ્યા પછી જે ભિક્ષા બાકી રહે છે એ ભિક્ષા સાધુઓને આપે છે. એને સાધુ રાગદ્વેષ વગર ગ્રહણ કરે છે. ગુરુની અધીનતાથી સાધુનું પચ્ચક્ખાણ શોભાયમાન થાય છે. ગૃહસ્થજીવનમાં પણ જો વિવેકથી ભોજન કરવામાં આવે, તો પચ્ચક્ખાણની શોભા વધે છે. – ચોથી વાત છે પચ્ચક્ખાણને તરાવવાની. પચ્ચકખાણનો સમય પૂરો થયા છતાં જે માણસ કેટલોક સમય જવા દે છે, તે પચ્ચકખાણને તરાવે છે. જેમ કે નવકારશીનું પચ્ચકખાણ સવારે આઠ વાગે આવે છે, પરંતુ જે ચાર-પાંચ મિનિટ પછી જ પચ્ચકખાણ પારે છે, તે પચ્ચખાણને તરાવે છે. આમ તો નવકારશીનું પચ્ચકખાણ સ્વયં રાત્રિના ચોવિહાર'ના પચ્ચકખાણને તરાવવાના રૂપમાં જ હોય છે, પરંતુ તમને સમજાવવા માટે ઉદાહરણના રૂપમાં કહ્યું છે. - પાંચમી વાત છે પચ્ચકખાણના કીર્તનની. એટલે કે ભોજનની શરૂઆતમાં બોલવું જોઈએ કે ‘મેં જેપચ્ચખાણ કર્યું હતું તે પૂર્ણ થયું છે, હવે હું ભોજન કરીશ.” - છઠ્ઠી વાત છે પચ્ચકખાણની આરાધના, ઉપર કહેલા પાંચ પ્રકારથી મેં Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન પચ્ચક્ખાણ પૂર્ણ કર્યાં. અપ્રમાદ ભાવથી જિનાજ્ઞાનું પાલન કર્યું. આ પ્રકારે પચ્ચક્ખાણની આરાધના કરવાથી મહાન કર્મક્ષય થાય છે. એટલા માટે હું સદાય પચ્ચક્ખાણની આરાધનામાં પ્રયત્ન કરીશ.’ ૩૪ પચ્ચક્ખાણ - અપ્રમાદ વૃદ્ધિ : તીર્થંકર ભગવંતે "પચ્ચક્ખાણ" ને અપ્રમાદની વૃદ્ધિનું - અપ્રમત્તભાવની વૃદ્ધિનું અસાધારણ કારણ કહ્યું છે. પચ્ચક્ખાણ સમ્યગ્ આચાર સ્વરૂપ છે. એટલા માટે પ્રમાદનો દોષ નષ્ટ થાય છે અને અપ્રમાદગુણની વૃદ્ધિ થાય છે. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે આ. — — પ્રમાદ જીવને સંસારમાં ભટકાવે છે. અપ્રમાદ જીવને સંસારમાંથી તારે છે. પ્રમાદ ફ઼િલષ્ટ કર્મોનું બંધન કરાવે છે. અપ્રમાદ અનંત કર્મોનો ક્ષય કરાવે છે. ‘સાકેત’ પચ્ચક્ખાણ ઃ હવે ખાસ ગૃહસ્થો માટે આઠ પ્રકારનાં જે પચ્ચક્ખાણ બતાવવામાં આવ્યાં છે, જેને ‘સાકેત’ પચ્ચક્ખાણ કહે છે. એનો માત્ર નામનિર્દેશ કરીને પ્રવચન પૂર્ણ કરીશ. ૧. અંગુષ્ઠ સહિત ૨. ગ્રંથિ સહિત ૫. મુષ્ટિ સહિત ૬. ઉચ્છ્વાસ સહિત ૭. સ્તિબુક સહિત ૮. જ્યોતિ સહિત ૩. ગૃહ સહિત ૪. સ્વેદ સહિત આ અંગે આગળ ઉપર વાત કરીશ. આજે બસ, આટલું જ. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૫૧. પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મ બતાવે છે. શ્રાવકધર્મની દિનચયનું વર્ણન કરતાં તેમણે ભોજન પછી “પચ્ચકખાણ કરવાનું કહ્યું છે, એટલા માટે કાલે તમને પચ્ચકખાણ વિશે કેટલીક વાતો સમજાવી હતી. તેના પછી તેમણે લખ્યું રથિત પ્રયત્નઃ T૭૭ી શરીરસ્વાથ્યનો આદરપૂર્વક ખ્યાલ રાખવો જોઈએ. શરીરના સ્વાથ્યની ઉપેક્ષા કરવી ન જોઈએ. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાથી શરીર ઉપર નિર્ભર છે. “ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યદવ કહે છે : धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः । ततो यत्नेन तद्रक्ष्यं, यथोक्तैरनुवर्तनैः ॥ - તમારે ધર્મ આચરવો છે? શરીરસ્વાચ્ય ટકાવી રાખો. - તમારે ધનપ્રાપ્તિ કરવી છે ? શરીરસ્વાથ્યનો ખ્યાલ રાખો. – તમારે વૈષયિક સુખ ભોગવવાનાં છે? શરીરસ્વાથ્ય જરૂરી છે. - તમારે મોક્ષ મેળવવો છે? શરીરસ્વાચ્ય પ્રથમ જોઈએ. શારીરિક સ્વાથ્ય માટે : ગ્રંથકારે તો એટલું જ કહ્યું : 'શરીસ્થિત પ્રયત્ન | ટીકાકાર આચાર્યું આનું તાત્પર્ય બતાવતાં કહ્યું : ઔચિત્યપુર્વક સ્નાન કરો. માલિશ કરો. એટલે કે તેલથી શરીરનું મર્દન કરો. ઉચિત વસ્ત્રો ધારણ કરો. યોગ્ય પરિશ્રમ કરો. યત્નનો અર્થ કર્યો છે આદર ! એટલે કે સ્નાનાદિ આદરપૂર્વક કરવાં, તિરસ્કારપૂર્વક નથી કરવાનાં. શરીર જ શ્રેષ્ઠ સાધન છે. સાધનના સ્વરૂપમાં તમારે શરીરનું સ્વાથ્ય ટકાવી રાખવાનું છે. તમે ગૃહસ્થ છો. તમારે ચારે પુરુષાર્થની સમતુલા જાળવી રાખવાની છે. તમે તમારું લક્ષ્ય નિર્ધારિત કરો. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનના રૂપમાં શરીરને સ્વસ્થ, તંદુરસ્ત, બળવાન બનાવવાનો પ્રયત્ન કરો. સ્વાથ્ય માટે વ્યાયામ : શરીરના સ્વાથ્ય માટે એવા અનેક વ્યાયામ છે કે જે કરવાથી તમે સારી જિંદગી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રાવકજીવન જીવી શકો. વિશેષતયા ઢળતી અવસ્થામાં થનારા તમામ વિકારોને વ્યાયામ ઓછા કરે છે. એટલે કે થવા દેતો નથી. આજકાલ લાખો માણસો એવો અનુભવ કરે છે કે ડૉક્ટર પાસે ખર્ચ કરવું અથવા ડૉક્ટરોના હાથમાં પોતાના સ્વાસ્થ્યને સોંપવું એના કરતાં સારું એ છે કે પોતાની જાત પર નિર્ભર રહેવું. પરંતુ તમને જ્ઞાન હોવું જોઈએ કે શરીરની તંદુરસ્તી શું છે અને એ કેવી રીતે મેળવી શકાય ? એ જરૂરી નથી કે તમે વ્યાયામશાળામાં કલાકો સુધી કસરત કરો, માઈલો સુધી જોગિંગ કરો યા વ્યાયામશાળામાં કલાકો સુધી સાઇકલનાં પેન્ડલ મારો. તમે માત્ર ૨૦ થી ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરો. સદીઓથી આ વાત માન્ય છે કે વ્યાયામથી શરીરને ફાયદો થાય છે. ઈ. સ. પૂ. ૬૦૦ વર્ષ પહેલાં એક ભારતીય વૈદ્ય વ્યાયામથી મધુમેહનો ઇલાજ કરતો હતો. આ દિવસોમાં કેટલીય બીમારીઓનો ઇલાજ વ્યાયામથી શક્ય છે. એના ઉપર કાબૂ મેળવી શકાય છે. જેમ કે હ્દયરોગ, ઉચ્ચ રક્તચાપ (B.P.), ગાંઠિયારોગ કે જેમાં હાડકાંમાં કેલ્શિયમની ઊણપ થઈ જાય અને હાડકાં સહજ રીતે તૂટી જાય (ઓસ્ટિયોપોરોસિસ), અવસાદ, રક્તસંચારની હેરાનગતિ, સ્તન કેન્સર અને સર્વસાધારણ બીમારી ભારે-મોટું શરી૨ ! એક તાજેતરની શોધનું વિવરણ સાંભળો. વ્યાયામથી અનેક લાભ : વ્યાયામ હૃદયને મજબૂત પંપ બનાવી શકે છે. જેથી વધારે શ્રમ કરવાથી પણ તેની ધડકનો સામાન્ય ગતિની રહે છે. કારણ કે પ્રત્યેક સંકોચનમાં હૃદય વધારે લોહી ધકેલી શકે છે. – વ્યાયામથી ‘ટ્રાઇગ્લિસરાઇડ' નામનું ઓછા ઘનત્વવાળું ‘કોલેસ્ટેરોલ’ કાં તો ઓછું થઈ જાય છે અથવા તો તેનો આંક બિલકુલ ઓછો થઈ જાય છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ધમનીઓને ક્ષતિ પહોંચાડનાર કોલેસ્ટેરોલને દૂર કરનાર એચ. ડી. એલ. કોલેસ્ટેરોલની માત્રા વધારે છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલય, કેમ્બ્રિજ માસાચુસેટ્સના ડૉ. રાલ્ફ એસ. પાફ્રન બાર્જન જુનિયરે ૧૭,૦૦૦ છાત્રોનું અધ્યયન કરીને શોધ્યું કે પ્રત્યેક સપ્તાહમાં ૨૦૦૦ કેલરી ખર્ચ ક૨વાથી હ્દયરોગથી મરવાનો ભય એક તૃતીયાંશ ઓછો થઈ જાય છે અને આયુષ્ય પણ વધી જાય છે. ---- વ્યાયામથી શરીરની ‘ઇન્સ્યૂલિન’ સંવેદના વધી જાય છે. આ હાર્મોન લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોય તો ઘટાડે છે. વધારે વજન ધરાવતાં, Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૩૭ ઉંમરલાયક લોકોમાંથી ૭પ%ની ચરબી વ્યાયામથી ઘટે છે. – ફરવું, દોડવું વગેરે વ્યાયામોથી હાડકાંનું કેલ્શિયમ વધે છે. એનાથી “ઓસ્ટિયો- પોરોસિસ' નામનો રોગ થતો નથી. એનાથી જીવનસંધ્યાએ પણ હાડકાંની દુર્બળતા યા તો તેમના તૂટવાનો ભય રહેતો નથી. વિસ્કોસિન વિશ્વવિદ્યાલયની પ્રયોગશાળાની નિર્દેશિકા ઇવરેટ એલ સ્મિથે જોયું કે ૬૯ થી ૯૫ વર્ષની સ્ત્રીઓ ત્રણ વર્ષ સુધી સપ્તાહમાં ત્રણ દિવસ ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરે છે, તો તેમનાં હાડકાંમાં લવણની માત્રા ૨/૩ ટકા વધે છે, જ્યારે વ્યાયામ ન કરનાર સ્ત્રીઓમાં ૩|૩ ટકા ઘટી છે. - વ્યાયામ કરનારી સ્ત્રીઓને સ્તન કેન્સર અને પ્રજનન અંગોનું કેન્સર થવાનો ભય ખૂબ અલ્પ હોય છે. આ તથ્ય કોલેજની ૫૦૦૦ ખેલાડી મહિલાઓની તપાસ કરવાથી ખબર પડી. આ અધ્યયનની નિર્દેશિકા બહાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ” પ્રજનન જીવવિજ્ઞાની “રોજ ફેશ' અને જૈવ સાંખ્યિકીવિદ્દ ગ્રેસ વાયશાકનો વિશ્વાસ છે કે ખેલાડી મહિલાઓમાં એસ્ટ્રીજનાની માત્રા ઓછી હોવાથી તેમને કેન્સર નથી થતું. - વ્યાયામથી ઉંમર સાથે સખત થતી જતી મુલાયમ માંસપેશીઓમાં ચરબીની વધેલી માત્રા ઘટે છે અને શારીરિક કામ કરવાની ક્ષમતા વધે છે. - ટેક્સાસ વિશ્વવિદ્યાલયની એક શોધ-ટીમ અનુસાર ૬૦ વર્ષના વૃદ્ધો કે જેઓ જોગિંગ કરે છે યા ટેનિસ ૨૦ વર્ષ સુધી રમે છે, તેઓ ૨૦ વર્ષના નિષ્ક્રિય લોકોથી વધારે તંદુરસ્ત રહે છે. - વજન-નિયંત્રણ વિશેષજ્ઞોનો ખ્યાલ છે કે વ્યાયામથી વધારાનું વજન જરૂર ઘટે છે. એનાથી શરીરની ચયાપચયક્રિયાનો દર વધે છે. શરીરના કમજોર અવયવો મજબૂત થાય છે. - અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ યા ચાર વાર ૧૫ થી ૩૦ મિનિટ સુધી અટક્યા વગર વ્યાયામ કરો. હવે હું કેટલીક સાવચેતીઓ - વ્યાયામ સંબંધમાં જણાવું છું. વ્યાયામમાં કેટલીક સાવચેતીઓ : – ૩પ વર્ષની ઉપરની ઉંમરના લોકો, જેને જૂની બીમારી હોય યા જેમના પરિવારમાં દયરોગ વારસાગત રોગ હોય તેઓ વ્યાયામ કરતા પહેલાં પોતાની શારીરિક તપાસ કરાવી લે અને ચિકિત્સકની સલાહ લીધા પછી જ વ્યાયામ કરે. – લેલેન્ડ - ફૂલોરિડાના હૃદયરોગ નિષ્ણાત ડો. હેનરી ડી. મેકિંટોશ ચેતવણી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાવકજીવન આપે છે કે ‘થાક લાગે એવું કોઈ કામ ન કરો, જેથી દર્દ થાય યા પૂરો શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા કમજોરી અનુભવાતી હોય.’ વ્યાયામ કરવાની ક્ષમતાને ધીમે ધીમે કેટલાય મહિનાઓમાં વધારવી જોઈએ. વચમાં ૭-૮ દિવસ વ્યાયામ છોડી દેવાથી ગરબડ ઊભી થઈ જાય છે. વ્યાયામ કરતી વખતે શરીરની લચકની સુરક્ષા પર ધ્યાન આપવું જરૂરી છે. અચાનક લચક આવી જતાં સખત સ્નાયુઓના તૂટવાનો ભય રહે છે. એટલા માટે વ્યાયામ પછી પાંચ મિનિટ શિથિલતાપૂર્વક સૂઈ જવું. ‘શવાસન' કરવું. નિયમિત વ્યાયામ (યોગાસન પણ) કરનારા લોકોમાં આત્મવિશ્વાસ વધે છે અને સર્જનાત્મક શક્તિ પણ વધે છે. સ્વાસ્થ્ય માટે ભોજન-નિયંત્રણ : મુંબઈના એક પ્રસિદ્ધ વૈદ્ય કહે છે કે દવાઓથી શારીરિક લાભ - સ્વાસ્થ્યલાભ નથી થતો - સ્વાસ્થ્યલાભ માટે યોગ્ય ખોરાક ખાવું-પીવું જરૂરી છે. માણસને ખ્યાલ હોવો જોઈએ કે તેની શારીરિક પ્રકૃતિને કયો આહાર અનુકૂળ છે અને કયો આહાર પ્રતિકૂળ છે. જે આહાર પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો જોઈએ અને જે અનુકૂળ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.’ છે -- - આ વાતમાં એક સાવધાની જણાવું છું. અનુકૂળ આહાર હોય પરંતુ અભક્ષ્ય હોય, તો તેનો ત્યાગ કરવો જોઈએ. અભક્ષ્ય પદાર્થ સ્વાસ્થ્યની દૃષ્ટિએ અનુકૂળ હોય તો પણ ન ખાવા જોઈએ, ન પીવા જોઈએ. અભક્ષ્ય અને અપેય પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આજે જ દૃઢ સંકલ્પ સાથે ત્યાગ કરી દો. સ્વસ્થ અને સુખી બની જશો. આજકાલ અજ્ઞાની માણસ ન ખાવાની વસ્તુઓ ખાય છે, ન પીવાની પીએ છે. વગર ભૂખે ખાય છે. ભૂખથી વધારે ખાય છે. રાત્રિમાં પણ ખાય છે. અનુભવી દેશી-વિદેશી ડૉક્ટરોએ એક સર્વેક્ષણથી શોધી કાઢ્યું છે કે ‘આજે મનુષ્ય ખાવાપીવામાં ભયંકર ભૂલ કરી છે.’ જીભની લોલુપતાને કા૨ણે આજકાલ લોકો વાસી પાઉં, ઈંડાંના રસથી મિશ્રિત આમલેટ, કેક, ટીનપેક ફુડ, રાસાયણિક ફ્લેવરયુક્ત આઇસક્રીમ, કોડ્રિંક્સ વગેરે અખાદ્ય-અપેય પદાર્થો ખાઈ-પી રહ્યો છે. આરોગ્ય, તેજ, બળ, શક્તિ, ઓજસ અને આયુષ્યને શીઘ્ર ક્ષીણ કરતો જાય છે. તમે લોકો ખાતા-પીતા રહો છો અને પેટના ખરાબ હાલ કરતા જાઓ છો. સ્વાસ્થ્ય અને આરોગ્યને નષ્ટ કરીને પેટ બગાડતા જાઓ છો. યાદ રાખો, છેવટે જિંદગીથી હાથ ધોઈ બેસશો. એટલા માટે સાવધાન થઈ જાઓ. કોઈ પણ વસ્તુ Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૩૯ પેટમાં નાખતા પહેલાં અભક્ષ્ય, અપેય, અશુદ્ધ, સ્વાસ્થ્યઘાતક પદાર્થોને દૂરથી સલામ કરી દો. આપણા જૈનધર્મમાં ખાવાપીવાની બાબતમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી છે. આ દૃષ્ટિથી તપશ્ચર્યાનું, બાહ્ય તપનું વિશેષ મહત્ત્વ છે. મહિનામાં ઓછામાં ઓછા એક યા બે ઉપવાસ કરતા રહો. ભૂખ કરતાં કંઈક ઓછું ખાતા રહો. • ઘી-દૂધ, દહી, તેલનો ઉપયોગ ખૂબ ઓછો કરો. તળેલા પદાર્થો અને મિષ્ટાન્ન ખૂબ ઓછા ખાઓ. બને તો સંપૂર્ણ ત્યાગ જ કરો. ખૂબ ઓછા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય માટે દવા પાસે ન જાઓ : જ્યારે સ્વાસ્થ્ય બગડે છે ત્યારે તમે ડૉક્ટર પાસે - ચિકિત્સક પાસે જાઓ છો. ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. ત્રણ-ચાર દવાઓનાં નામ...... પેટન્ટ, ઇન્જેક્શન, વિટામિનની ગોળીઓ વગેરે લખી નાખે છે. એક વિદુષી વિદેશી મહિલા ડૉક્ટરે ડૉક્ટરોની કોન્ફરન્સમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું : ‘આપણે પ્રિસ્ક્રિપ્શન લખવાની કળા ભૂલતા જઈએ છીએ. આપણે જાણ્યેઅજાણ્યે વિદેશી દવાઓની કંપનીઓના એજન્ટ બની ગયા છીએ.' કેટલી માર્મિક વાત ક૨ી છે એ મહિલા ડૉક્ટરે ? બીજા એક પ્રસિદ્ધ ડૉક્ટરે કહ્યું હતું ઃ ‘આજકાલની સર્વ પેટન્ટોને એકઠી કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે, તો માનવસૃષ્ટિ ઉપર મહાન ઉપકાર થશે.’ વર્તમાનકાળની તબીબી-ચિકિત્સા પદ્ધતિ વધુ ખર્ચાળ તો છે જ, સાથે સાથે ભયંકર પણ છે. એ દવાઓમાં વધારે પ્રમાણમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. એ દવાઓથી ફાયદો ઓછો પણ નુકસાન વધારે થાય છે. જે રીતે એલોપથી ભયજનક છે, નુકસાન કરનારી છે, એ રીતે આયુર્વેદિક દવાઓ પણ હવે એટલો ફાયદો નથી કરતી-જેટલો ક૨વો જોઈએ. પ્રાચીન કાળના જાણકાર વૈદ્ય હવે લુપ્ત થઈ ગયા છે. દેશી દવાઓની અનેક ફાર્મસીઓ વધી રહી છે, ઔષધાલયો વધતાં જાય છે, રસશાળાઓ વધતી જાય છે. મશીનો દ્વારા ઝડપથી દવાઓ બનાવવામાં આવે છે અને દવાઓમાં ભેળસેળ થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવકજીવન કસ્તુરીમાં મિશ્રણ, અંબર બનાવટી-નકલી, કેસર પણ નકલી, ભસ્મો વિધિવત્ બનાવવામાં આવતી નથી. સાચું શિલાજિત મળવું મુશ્કેલ છે. જાયફળ, જાવંત્રી, લવિંગ, ઇલાયચી વગેરે બજારમાં મોંઘાં મળે છે. દવાઓમાં ભારે ઠગવિદ્યા પ્રવેશી ગઈ છે. જો કે આયુર્વેદમાં હજારો સાદા-સરળ પ્રયોગો છે. ચરક, ભાવપ્રકાશ, શારંગધર ઇત્યાદિ ગ્રંથોમાં અનેક સરળ ઔષધી બતાવવામાં આવી છે. જેમ કે — અજીર્ણ હોય તો સૂંઠ અને ગોળ ખાવાં જોઈએ. તાવ આવ્યો હોય તો ઉપવાસ કરવો જોઈએ. મંદાગ્નિ હોય તો પીપરનો ઉપયોગ કરવો. - અપચો હોય તો અજમો લેવો જોઈએ, વગેરે. આમ તો આપણા દેશમાં ૪૦-૫૦ વર્ષથી ‘નિસર્ગોપચાર’ પણ થાય છે. આ ચિકિત્સા પદ્ધતિમાં પાણી અને માટીના પ્રયોગથી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. પરંતુ આ પદ્ધતિમાં ‘ઉપવાસ’નું વધારે મહત્ત્વ છે. ખાવાપીવામાં કડક નિયંત્રણ હોય છે. કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં. આમ તો આ ચિકિત્સા સારી છે, પરંતુ આત્મસંયમ, ઇન્દ્રિયસંયમ ખૂબ અપેક્ષિત હોય છે. આજકાલ આનાં પણ કેન્દ્રો ખૂલતાં જાય છે. પ્રાકૃતિક ઉપચાર અને સ્વાસ્થ્ય ઃ એક સત્ય ઘટના ઃ હમણાં મેં સાનફ્રાંસિસ્કોમાં રહેતા પત્રકાર અને લેખક જયાં પોટર શેલનોવ' ની લખેલી એક સત્ય ઘટના વાંચી. તમને એ ઘટના સંભળાવું છું. શેલનોવ તદ્દન નિર્જન રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા. આગળ ધુમ્મસમાં વિષમ-ઊંચીનીચી પહાડી નજરે પડતી હતી. શેલનોવ એક એવા માર્ગ પર વળ્યા કે જે તેજ ઢાળવાળા પહાડની તરાઈમાંથી ઘૂમતો નીકળી જતો હતો. આગળ એક સંકીર્ણ, કાચા માર્ગ પર એકદમ તેમની ગતિ ધીમી પડી ગઈ, અને આ રીતે તેઓ એક પર્વતીય વિશ્રામ સ્થાને પહોંચી ગયા. આ જોઈને શેલનોવને આશ્ચર્ય થયું કે અહીં રહીને એક હૃદયના દરદીએ કેવી રીતે પોતાના રોગનો ઉપચાર કર્યો અને ફરી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. જે વ્યક્તિ સાથે શેલનોવની મુલાકાત થઈ તે દુર્બળ છતાં સુંદર હતો. તેની ચામડીનો રંગ તડકામાં કંઈક ઘેરો થઈ ગયો હતો. તે હતો ૭૪ વર્ષનો બ્રૂનો પિરેદા.’ તે એક સામાન્ય બે માળની કેબીનમાં રહેતો હતો. આમ તો પિરેદા કોઈ જાગીરદાર જેવો લાગતો હતો. તેણે જાતે જ ત્યાં બાગ બનાવ્યો હતો અને એક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભાગ ૩ ફળની વાડી પણ કરી હતી. તેણે શેલનોવને કહ્યું: “જ્યારે હું અહીંયાં ૧૯૭૪માં રહેવા આવ્યો હતો ત્યારે આ ભૂમિ ખાલી પડી હતી. અહીં આવવાનો કોઈ માર્ગ પણ ન હતો. પ્રારંભમાં હું એક વૃક્ષમાં શરણસ્થળ બનાવીને સૂતો હતો. ગમે તેમ હોય પરંતુ આ પર્વતીય ક્ષેત્રે મારે માટે એક હોસ્પિટલનું કામ કર્યું છે. અહીંની નીરવતા મારે માટે શ્રેષ્ઠ ઔષધ સાબિત થઈ છે.' બપોરના ભોજનમાં તેના બાગની શાકભાજી અને મધ મેળવેલો સલાડ બંને જણાએ ખાધો. પિરદા પોતે શરાબ પીતો ન હતો. તે મદ્યપાનથી દૂર રહેતો અને જાણીજોઈને ખૂબ બોલતો અને પગપાળા ફરતો. પિરદામાં જીવનભર પ્રકૃતિનું અધ્યયન કરતા રહેવાનો ઉત્સાહ હતો. બચપણથી જ તે કીડી-મંકોડાઓ વિશે વયસ્કો માટે લખેલાં પુસ્તકો વાંચતો હતો. પિરેદા. ઊંચી ઊંચી પહાડીઓ ઉપર બકરાની જેમ ચડી જતો હતો. કિશોર વયમાં હતો ત્યારે ટેલિસ્કોપ લઈને આકાશના તારાઓનું અધ્યયન કરવા માટે ઘણી રાતો ઘરમાંથી બહાર રહેતો હતો. બીજા વિશ્વયુદ્ધમાં તે આફ્રિકામાં પકડાયો અને અમેરિકામાં તેને બે વર્ષ સુધી નજરકેદ કરી દેવામાં આવ્યો. યુદ્ધ પૂર્ણ થયા પછી તે ‘નૂઓરો' પાછો ફર્યો. તેણે ૧૯૪૭માં લગ્ન કર્યું. તેને પાંચ પુત્રો છે. તેણે નૂઓરોના પર્યટન કાર્યાલયમાં નોકરી લીધી. ત્યાં તે ૧૯૭૪ સુધી કાર્ય કરતો રહ્યો. પોતાના ફાજલ સમયમાં તે સારડી-નિયાની ગુફાઓમાં ઘૂમતો રહ્યો અને આમ તે ગુફા-વિજ્ઞાનનો નિષ્ણાત બની ગયો. તેણે એક સ્વૈચ્છિક સંગઠન ઊભું કર્યું. જે એની ભૂમિ ઉપરની કઠોર, સાહસિક યાત્રાઓ માટે સંસારભરમાં પ્રસિદ્ધ છે. તે ૧૯૫૬માં આ સંગઠનનો અધ્યક્ષ બન્યો. એ સંગઠન-મંડળે જળસ્ત્રોતોની એવી સામગ્રીની શોધ કરી કે ભૂસ્તરશાસ્ત્ર, પુરાજીવવિજ્ઞાન, પુરાતત્ત્વ વિજ્ઞાન તથા અન્ય ક્ષેત્રો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૧૯૭૪માં એક દિવસે બપોર પછી જ્યારે ૬૦ વર્ષનો પિરેદા સંગ્રહાલયમાં પ્રદર્શન માટે ગુફાઓના અવશેષ તૈયાર કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના ખભા અને છાતીમાં જોરથી દર્દ શરૂ થયું. તેને તે સમય તેના મૃત્યુનો આભાસ થયો. તેનો ચહેરો શ્યામ પડી ગયો. આ જોઈને તેનો સહાયક ગભરાઈ ગયો અને તેને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયો. પિરેદાને ચાર દિવસ સુધી ઇન્સેન્ટિવ કેર યુનિટ'માં રાખવામાં આવ્યો. આ હુમલાથી તેના દયને પુષ્કળ નુકસાન થયું હતું. ડૉકટરે એને ચેતવણી આપી કે તેણે તેની ગતિવિધિઓ સીમિત કરી દેવી અને પોતાની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૨. શ્રાવકજીવન ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ યા દબાણ ન પડવા દેવું. એને ત્યાં ઈન્સેન્ટિવ કેરમાં થોડાક દિવસો રોકાવાની સલાહ આપવામાં આવી, પરંતુ પિરેદાએ હોસ્પિટલ છોડવાનો નિર્ણય કર્યો. કેટલીક દવાઓ તેણે લઈ લીધી. પિરેરાએ શેલનોવને જણાવ્યું કે હું જાણતો હતો કે મારા ચિંતિત પરિવાર અને સંવેદના પ્રકટ કરનારા મિત્રોની જમાવટ વચ્ચે વધારે સમય જીવતો નહીં રહી શકું. દબાણ અને તાણ વચ્ચે જીવવા માટે ડૉક્ટરે મને આદેશ આપ્યો હતો કે બની શકે તો મારે એકલા રહેવું.” પિરેદાએ તેની પર્યટન-કાર્યાલયની નોકરીમાંથી છૂટા થયા પહેલાં કેટલાક માસ પૂર્વે ૧૯૭૩માં નૂઓરોના જંગલમાં જમીન ખરીદી હતી. આ જમીન નૂઓરોથી ૧૦માઈલ દૂર માઉન્ટ ઓટો બેનેના નજીક મોટ્રીકોસના જંગલમાં હતી. આ સંકટના સમયમાં એને આ જમીન યાદ આવી ગઈ. પોતાની પત્ની અને સૌથી નાના બે પુત્રોને ત્યજીને અલગ રહેવું તથા ગુફાવિજ્ઞાનની પોતાની દુનિયા છોડી દેવી પિરોદા માટે ખૂબ દુઃખદાયક હતું. તેણે શેલનોવને કહ્યું પરંતુ મારું જીવન દાવ ઉપર લાગેલું હતું. તેણે પરિવારને જણાવ્યું: “મારા પેન્શન ઉપર તમે લોકો આરામથી રહી શકશો.' સ્વાચ્ય ખાતર પિરેદાએ પરિવારથી અલગ એ જંગલમાં પોતાની ભૂમિ ઉપર રહેવાની શરૂઆત કરી. તેની તબિયત ઠીકઠીક ખરાબ હતી. એ અતિશય કમજોર હતો અને દરરોજ દવાની નવ નવ ગોળીઓ ખાતો હતો. તે ઉદાસ રહેતો હતો. “સિગારેટ અને ટેલિફોન વગર મારું જીવન કેવી રીતે ચાલશે ?' આ વિચાર એને સતાવતો હતો. મોટા ભાગનો સમય તો તેના દિલની ધડકનો પર ધ્યાન રાખવામાં જ જતો હતો. તેણે શેલનોવને કહ્યું: “એક અજબ સનસનાટી થતી હતી અને એવું લાગતું હતું કે મારા શરીરમાં એક કાંટો ઊંડો ઊતરતો જાય છે. કેટલીય રાતો મારા હૃદયની ગતિ એવી ધીમી અને અનિયમિત થઈ જતી હતી અને હું વિચારમાં પડી જતો કે સવાર સુધી જીવી શકીશ કે નહીં.' પિરેદા ઉદાસીનતા અને ગભરામણ અનુભવતો હતો. ઔષધોથી તેની પાચનક્રિયા બગડી ગઈ હતી. તેની બુદ્ધિ પણ મંદ પડી ગઈ હતી. મોટે ભાગે તે નિદ્રામાં રહેતો હતો. પરંતુ આ અવસ્થામાં પિરેદાને શારીરિક કામ કરવામાં ખૂબ રાહત રહેતી હતી. તેણે ઊંચાં ઊંચાં વૃક્ષોમાં પોતાનું શરણ બનાવી લીધું હતું, રાતમાં આવનારાં વરુઓ, જંગલી સૂવરો, બિલાડીઓથી રહેઠાણ સુરક્ષિત બનાવી દીધું હતું. તેને એ સ્થાન ખૂબ પસંદ પડ્યું હતું. Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૪૩ પોતાની શારીરિક કમજોરી હોવા છતાં પોતાના સ્થાનને સાફ કરવાનું શ્રમપૂર્ણ કાર્ય તેણે જાતે કર્યું હતું. તેણે શેલનોવને કહ્યું: “જમીનને સાફ કરવાની જરૂર હતી અને મારે હરવાફરવાની જરૂર હતી. મેં અનુભવ કર્યો કે જો મારે શરીરને સ્વસ્થ અને સુદ્રઢ કરવું હોય, તો મારે હલકો-સાધારણ વ્યાયામ કરવો પડશે. જો હું શાન્તિથી રહી શકે તો તેથી મારા હૃદયને અધિક મજબૂત બનાવવામાં સહાય મળશે.” શારીરિક દૃષ્ટિથી સૌપ્રથમ તો પિરેદાએ આત્મવિશ્લેષણ કર્યું અને સ્વયં પોતાનો ચિકિત્સક બની બેઠો. તેણે જોયું કે લીલી શાકભાજી, હલકું પનીર, બોર અને બીજાં ફળોથી બનેલો હલકો ખોરાક લેવાથી તેનું હૃદય સારી રીતે કામ કરી શકતું હતું. તેણે અનુભવ કર્યો કે શરાબ છોડી દેવાથી તેનું દય સારી રીતે કામ કરી શકતું હતું. ચક્કર આવતાં તે સૂઈ જતો અને આરામ કરવાથી તે બેહોશ બનતાં અટકી જતો હતો. પિરેદાએ શેલનોવને કહ્યું : “આ બધા પછી મેં એક મોટું રહસ્ય શોધી કહ્યુંઃ સારા થવા માટે રોગ વિશે વિચારવું નહીં, એ વધુ હિતકર છે. ધીરેધીરે એ પણ શીખી લીધું કે હું કયારે અને શું કરવા ઇચ્છું છું. હું જે કંઈ કરી શકું છું યા તો નથી કરી શકતો એ અંગે પણ વિચારવાનું મેં શીખી લીધું. એક દિવસે મેં અનુભવ્યું કે મારા દયની ગતિ ફરીથી સામાન્ય બની ગઈ છે.' પિરદા પોતાની જાતને એટલી સારી સ્વસ્થ અનુભવવા લાગ્યો કે તેણે તરત જ દવા લેવાનું બિલકુલ છોડી દીધું. એ પર્વતોની વચ્ચે પિરદા પોતાનાં મૂલ્યોમાં પોતાની આસ્થા ફરીથી સ્થાપિત કરવામાં સમર્થ બની ગયો. પોતાની ભૂમિને ફરીથી ખેતીયોગ્ય બનાવવી, ક્યારીઓ અને રસ્તા બનાવવા તથા છોડ ઉગાડવામાં કામ એને ખૂબ ઉત્સાહવર્ધક લાગતાં હતાં. તે શરીર અને મગજના સ્વાચ્ય નિમણનો આને એક ઉપાય માનતો હતો. તેણે શેલનોવને કહ્યું: ‘મારા મિત્ર, એક છોડ વાવીને તેને ખીલવાની આશા અને પ્રતીક્ષા કરવી એ આપણા અસ્તિત્વને બચાવવાની આશા તથા બીમારને સારા થવાની લાલસા બરાબર છે.' ત્યાં તે પહેલી ગ્રીષ્મ ઋતુ દરમિયાન રાતમાં બુલબુલનું ગીત સાંભળતો હતો અને પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં વૃક્ષોની વચ્ચે એક પ્રકારનું નૃત્ય કરતાં આકાશમાં ઊડતાં ઘુવડો જોયા કરતો હતો. પિરેદાએ ૧૯૭૬માં પોતાના પરિવાર અને પ્રિયજનોને મળવાની સ્વીકૃતિ આપી દીધી. આ રીતે તેના શારીરિક અસ્વાથ્યનાં લક્ષણો દૂર થતાં ગયાં એ રીતે જ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રાવકજીવન હૃદયરોગના હુમલાનો ભય પણ મનમાંથી નીકળવા લાગ્યો. હવે તેણે શાન્તિની સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. ધીરે ધીરે પિ૨ેદાએ પર્વતીય બગીચામાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવાની શરૂઆત કરી દીધી હતી. આ સિવાય એની પાસે દ્રાક્ષનું ખેતર અને ફળની વાડી પણ હતાં. : તેણે શેલનોવને કહ્યું : ‘જ્યારે મેં મારા બાગનું પ્રથમ ફળ ચાખ્યું તો હું આનંદથી ઊછળી પડ્યો હતો. મેં મારી જાતને કહ્યું કે મેં પોતાને બચાવી લીધો છે. વાસ્તવમાં મને આટલો સમય જીવવાની આશા ન હતી.' તેણે કહ્યું : ‘નિરાશાથી આગળ વધીને સ્વાસ્થ્ય માટે બીજી કોઈ ભયંકર વસ્તુ નથી.' પિરેદાએ જંગલી છોડવાઓની શોધ શરૂ કરી દીધી. જેને સામાન્ય રીતે ઘાસપાન કહેવામાં આવે છે. માનવોના ભિન્નભિન્ન રોગોમાં ઉપચાર તરીકે આ છોડવાઓની ઉપયોગિતા વિશે શાસ્ત્રીઓને પૂરી જાણકારી હોય છે. પિરેદા મોડી રાત સુધી સંદર્ભગ્રંથો વાંચતો અને એવા છોડને એકઠા કરવા માટે જંગલમાં રખડતો. એને એના પ્રયાસમાં ડઝન છોડ મળ્યા; એમાં એક સામાન્ય પહાડી જડી હતી; જે હૃદયની અનિયમિત ધડકનને સામાન્ય કરવામાં વપરાતી હતી. પિરેદાએ છોડવાઓ દ્વારા ઉપચાર માટે પોતાની કેબિનમાં એક નાનકડી પ્રયોગશાળા બનાવી. તેનું અનુમાન હતું કે છોડવાઓ દ્વારા સૌથી ય વધારે માનવીય રોગોનો ઉપચાર કરી શકાય છે. આજ સુધીમાં તે લગભગ એક હજાર લોકોને પોતાની ઔષધીઓની ભેટ આપી ચૂક્યો છે. જેથી અનેક લોકોને લાભ થયો છે. નૂઓરો સાનફ્રાંસિસ્કો હોસ્પિટલના હૃદયરોગ વિભાગના મુખ્ય ચિકિત્સક “માર્કો પિતાલિસ’નું કહેવું છે કે પ્રકૃતિની ગોદમાં પાછા ફરી જવાનો પિરેદાનો નિર્ણય ચોક્કસ જ ખૂબ પ્રભાવશાળી સિદ્ધ થયો છે.' મારીસા કુઆલ્બુ’નો મત છે કે “પિરેદાના શાકાહારી ભોજને અને તેના શાન્તબહા૨ના જીવને એના રોગનિવારણમાં આશ્ચર્યજનક ભૂમિકા અદા કરી છે.’ આજે પિરેદાને સા૨-ડી-નિયાની જડીબુટ્ટીઓનો અને ઔષધીય છોડવાઓનો વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેણે સ્થાનિક સ્કૂલોમાં આ વિષયનું જ્ઞાન આપ્યું અને એક પાઠ્યક્રમ દ્વારા પર્યટન-ગાઇડોને પણ આ છોડવાઓની જાણકારી આપી. પોતાનો જ્ઞાનભંડાર તે પોતાના સૌથી મોટા પુત્ર માઇકલને અને તેની પત્ની લૂસિયાનાને સોંપી રહ્યો છે. તેણે પર્વતીય ક્ષેત્રમાં એક પારિવારિક ફાર્મ સ્થાપ્યું છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૪૫ પિરેદાએ શેલનોવને કહ્યું : ‘હું અહીં મારી પાછળ એક આદર્શ જ નહીં, પરંતુ માનવસ્વાસ્થ્ય માટે એક ઉપયોગી જ્ઞાન પણ મૂકતો જઈશ.' આ દિવસોમાં તેને મળવા ઘણા માણસો આવે છે. પિરેદા જણાવે છે ઃ ‘હું હજી પણ આ સ્થાનને એક આશ્રમ માનું છું. એવો આશ્રમ કે જેમાં હંમેશાં મિત્રોનું સ્વાગત કરવામાં મને હર્ષ થાય છે.' આ ઘટનાને લખનાર શેલનોવ અંતમાં કહે છે કે જ્યારે હું અહીંથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે પિરેદાએ કહ્યું : ‘જ્યારે હું શારીરિક દૃષ્ટિએ અશક્ત માણસ તરીકે પહેલી વાર અહીં આવ્યો ત્યારે મને મારા મોતની ઘડી નજીક જણાતી હતી; પરંતુ તરત જ મારાં મનમાં વિશ્વાસ પ્રકટ્યો કે હું જીવિત રહીશ. આજે હું ચૌદ વર્ષનો છું અને મૃત્યુ મારાથી આજે પણ ઘણું દૂર છે.’ : ફરી ગંભીરતાપૂર્વક પોતાની વાત આગળ વધારતાં પિરેદા બોલ્યાઃ “એક શાન્ત અને શ્રમપૂર્ણ જીવન રોગના ઉપચાર માટે એક શક્તિશાળી ઔષધિ છે.’ શેલનોવ કહે છે : પિ૨ેદાની પોતાના મૃત્યુ પરના વિજયની આ વાત મારા વિચારમાં એ હતી કે આ વિજય એને ધીરે ધીરે અને સ્વતઃ મળ્યો હતો. પરંતુ પિરેદા આ વાતને સારી રીતે આમ વ્યક્ત કરશે ‘એ વિજય મને પ્રાકૃતિક રૂપમાં મળ્યો છે.’ ઉપસંહાર : ગ્રંથકારે શરી૨૨ક્ષા કરવાની વાત કહી છે એટલા માટે આ ઘટના મેં તમને સંભળાવી. ‘શરીરરક્ષા'ના કેટલાક ઉપાય ટીકાકારે બતાવ્યા છે. ‘સ્નાનાદિ’ કહીને ‘આદિ’ શબ્દથી બીજા ઉપાયો પણ કરવાના બતાવ્યા છે. બીજા ઉપાયો તો તમને પહેલેથી જ બતાવી દીધા છે. ધર્મપુરુષાર્થ કરનારાઓએ શરી૨૨ક્ષા તો કરવી જ પડશે. જ મોટા ભાગના લોકો શરીરની ચિંતા કરતા નથી. ઉપવાસ આદિ તપ કરે છે; પરંતુ ઉપવાસનું પારણું કરતાં નથી આવડતું. પારણામાં ખૂબ ખાય-પીએ છે, તેથી સ્વાસ્થ્ય બગડે છે. પેટ બગડતાં બગડતાં એવું થઈ જાય છે કે તેમાં પાણી પણ ટકતું નથી. તમારે ગૃહસ્થોએ તપશ્ચર્યા પણ એટલી જ કરવી જોઈએ કે તમારું સ્વાસ્થ્ય બગડે નહીં. સ્વાસ્થ્ય સારું હશે તો તમે સ્વાધ્યાય-ધ્યાનમાં પોતાના મનને સ્થિર કરી શકશો. સ્વાસ્થ્ય સારું નહીં હોય તો મન સ્વાધ્યાય-ધ્યાનમાં સ્થિર નહીં રહે. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન આપણા ધર્મમાં મુક્તિની પ્રાપ્તિ માટે શરીરનું શ્રેષ્ઠ સંઘયણ મહત્ત્વપૂર્ણ બતાવ્યું છે. શ્રેષ્ઠ સંઘયણ શરીર સાથે સંબંધ ધરાવે છે. એ સંઘયણ આજે આપણા શરીરનું નથી. એટલા માટે આપણી મુક્તિ થતી નથી. મુક્તિ ન થવાનાં અનેક કારણોમાંનું આ એક કારણ છે. એટલા માટે શરીરની ઉપેક્ષા ન કરો. શરીર સશક્ત હોવું આવશ્યક છે. તેનાથી જ ધર્મપુરુષાર્થમાં પ્રગતિ થશે. વિશિષ્ટ કષ્ટસાધ્ય ધર્મઆરાધના કરી શકશો. આજે બસ, આટલું જ. ૪૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૫૨ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ગ્રંથ ‘ધર્મબિંદુ'ના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યાની વાત બતાવે છે. ગ્રંથકારની દૃષ્ટિ વિશાળ છે. જીવનની એક એક વાતને તેમણે સ્પર્શ કર્યો છે. એક એક વાત ઉપર તેમણે વિશદ માર્ગદર્શન આપ્યું છે. તેમણે આત્મા અને મનને જેવું મહત્ત્વ આપ્યું છે તેવું શરીરને પણ મહત્ત્વ આપ્યું છે. શરીર સર્વ પુરુષાર્થોનું એક અસામાન્ય સાધન છે. એની રક્ષા કરવી એને કર્તવ્ય બનાવ્યું છે. એની કેવી રીતે રક્ષા કરી શકાય, એ વાત કાલે વિસ્તૃત રીતે બતાવી દીધી છે. આજે એક નવી વાત બતાવવી છે. આચાર્યદેવ કહે છે ઃ તપુત્તાાર્ય-ચિન્તા ।।૭૮) તેઓ ચિંતા કરવાનું કહે છે. તમે ગૃહસ્થો સામાજિક પ્રાણી છો. સમાજનાં કાર્યોની ચિંતા કરવી પડે છે ગૃહસ્થને. ગૃહસ્થ પરિવાર સાથે રહે છે, તે પારિવારિક પ્રાણી છે. તેને પારિવારિક કાર્યની ચિંતા કરવી પડે છે. જો તમે નગરમાં, રાજ્યમાં, દેશમાં અધિકારી પદે હો; તો તમે જવાબદાર માણસ છો. તમારે અનેક કાર્યોની ચિંતા કરવી પડે છે. સંસારમાં તમે નિશ્ચિંત નહીં રહી શકો. આ દુનિયામાં અસંખ્ય વ્યવહાર હોય છે. જે માણસ સારી રીતે વ્યવહાર નભાવે છે તે ઘરમાં, સમાજમાં - સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. જે આળસુ બનીને વ્યવહારોની ઉપેક્ષા કરી બેસે છે, તેને સર્વત્ર અપયશ મળે છે. સાચો નિર્ણય કેવી રીતે લો છો ? : વ્યવહા૨માં તરત જ નિર્ણય લેવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. ગૃહસ્થોએ દરરોજ સેંકડો નિર્ણય લેવા પડે છે. ઓહાયો વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક રિચર્ડ પેટી'ના મતાનુસાર એ નિર્ણયો નાના પણ હોઈ શકે છે. જેમ કે ભોજનમાં કયું શાક બનાવવું ? ભીંડા યા કાકડી ? એ રીતે ગંભીર નિર્ણય પણ કરવા પડે છે. છોકરાનાં લગ્ન કોની પુત્રી સાથે કરવાં? એક છોકરી શ્રીમંત ઘરની છે, બીજી મધ્યમ ઘ૨ની’ વગેરે નિર્ણય લેવામાં તમને પરેશાની થતી હશે. પરંતુ એક વાત નક્કી છે કે કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સફળ નિર્ણય ન લઈ શકે. વાત એટલી જ છે કે આપણે આપણી ખામીઓને સુધારી શકીએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રાવકજીવન સાચો નિર્ણય કરવાના છ ઉપાય ઃ પારિવારિક, સામાજિક અને રાજકીય વ્યવહારોમાં સાચો નિર્ણય મહત્ત્વ ધરાવે છે. એટલા માટે આજે હું તમને છ ઉપાય બતાવી દઉં છું, જે નીચે પ્રમાણે છે : (૧) પ્રશ્નોની રૂપરેખા બનાવો ઃ એક દ્રષ્ટાંતથી સમજાવું છું. કોઈ ફોટાના વિષયમાં પ્રશ્ન ઊભો થયો કે “આ ફોટો કેવો છે ?” નિર્ણય કરતી વખતે તમારે વિચારવું જોઈએ કે ફોટો કયા ખૂણેથી લેવામાં આવ્યો છે? કોણે લીધો છે ? અને ક્યાં લીધો છે? વિભિન્ન દ્રષ્ટિકોણથી વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે. બીજો ઉપાય પહેલા ઉપાયનો પૂરક છે. (૨) પૂરી જાણકારી પ્રાપ્ત કરો: પ્રશ્નોની રૂપરેખા અનુસાર તમારે પૂરી જાણકારી પ્રાપ્ત કરીને જ નિર્ણય કરવો જોઈએ. મામુલી દૈનિક નિર્ણયોમાં બે વાર વિચારવાની જરૂર પડતી નથી. જેમ કે સવારે નાસ્તામાં તીખી સેવ રાખવી કે તીખી બુંદી રાખવી, કોઈ દ્વિદળ રાખવું કે લીલી શાકભાજી રાખવી પડશે. પરંતુ નવું મકાન પસંદ કરવાનું છે, તો પૂરેપૂરો વિચાર કરવો પડશે. પાસેના પાડોશી જોવા પડશે. વિભિન્ન સેવાઓ અને સ્કૂલ વગેરે સુવિધાઓ જોવી પડશે. આ વિસ્તારમાં સ્થાવર સંપત્તિનું મૂલ્ય વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? મકાનની સુરક્ષાની વ્યવસ્થા શું છે ? વગેરે અંતિમ નિર્ણય લેતા પહેલાં આ જાણકારી પૂરેપૂરી મેળવવા પ્રયત્ન કરવો. જે કોઈ ગૂંચવણો આવે તે ઉકેલીને પછી જ આગળ વધો. અન્યથા નિર્ણયમાં ભૂલ થશે. આપણે પ્રાયઃ સહજ રીતે મળેલી સૂચનાઓને આધારે જ નિષ્કર્ષ ઉપર પહોંચવાની ઉતાવળ કરીએ છીએ. અથવા માત્ર તથ્યોને જ નજરઅંદાજ કરીએ છીએ. ત્રીજો ઉપાય છે ? (૩) વિકલ્પની તપાસ કરોઃ કોઈ પણ સમસ્યાના મોટા ભાગે કેટલાય સંભવિત માર્ગ હોય છે. જેમાંથી કેટલાક તો તત્કાલ સૂઝતા પણ નથી. એ સમયે તમે તમારી કલ્પનાને સ્વતંત્ર રીતે છોડી મૂકો. દ્રષ્ટાંત રૂપે બતાવું. તમારી પાસે ૨૫,000 રૂપિયા હતા. મકાનની મરામતમાં ૨૦,000 રૂ. ખર્ચ થઈ ગયા. ડૉક્ટરની દવાના બિલમાં ૩૦૦૦ રૂા. ખર્ચાઈ ગયા. હવે તમારી પાસે માત્ર ૨૦૦૦ રૂા. જ બચ્યા છે. તમારી પૂર્વયોજના કોઈ દૂરના પર્વતીય પ્રદેશમાં જવાની હતી. હવે આ ર000 રૂ. માં તમે ત્યાં ન જઈ શકો, તો નિરાશ ન થવું. “તેં મકાનની મરામતમાં વધારે ખર્ચ કરી નાખ્યું' એવો આરોપ ન લગાડવો. પંરતુ બીજો વિકલ્પ શોધી કાઢવો. આપણે પાસેના હીલ-સ્ટેશને જઈ આવીએ અથવા આપણા ગામની પાસે જ પિકનિક ઉપર જઈએ........... વગેરે. આ થઈ વિકલ્પની તપાસ. ચોથો ઉપાય Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ 13 (૪) અંતરાત્માનો અવાજ સાંભળવો ટેક્સાસ વિશ્વવિદ્યાલયમાં જનપ્રશાસન (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) વિભાગનાં પ્રોફેસર વેસ્ટન એચ. એગાર કહે છે : ‘સહજજ્ઞાન અંતરાત્માનો અવાજ એવી અનુભૂતિ છે, જેની ઉપર આપણે નિશ્ચિત જ્ઞાન થયા સિવાય પણ વિશ્વાસ કરીએ છીએ. છતાં પણ એગાર કેવળ સહજજ્ઞાનના આધારે કરેલા નિર્ણય પ્રત્યે સચેત કરે છે. ‘સહજજ્ઞાન અને કલ્પના બંને ભિન્ન છે. કલ્પનાને સહજજ્ઞાન માની લેવાની ભૂલ ન કરવી.' પાંચમો ઉપાય છે ઃ (૫) નાનાં નાનાં ડગલાં ભરવાં જો કોઈ નિર્ણય લાગૂ પાડવો હોય, તો કેટલાક તબક્કાઓમાં લાગૂ કરવો. એવું કરવાથી જો તમને વચ્ચેથી જ સૂચના મળે કે જેથી તમને તમારા નિર્ણય પર સંદેહ થાય, તો તમે ઓછામાં ઓછી હાનિથી તમારો નિર્ણય બદલી શકો. ૪૯ એક દંપતીએ દેશના એક ભાગમાંથી પોતાનું ઘર, પોતાની દુકાન વેચીને બીજા નાનાં શહેરમાં નવો કારોબાર શરૂ કર્યો. જો કે તેમણે સોદો પૂર્ણ કર્યો હતો, પરંતુ નિર્ણયમાં પરિવર્તન કર્યું. એમાં એમને વિચાર કરવાનો સમય મળી ગયો કે આ ફેરફાર સાથે જ તેમની પસંદગીનો છે કે નહીં? ફ્લેટ યા ફાર્મહાઉસ - આ બેમાંથી કયું પસંદ કરવું છે તે વિચારવાનો સમય પણ મળી ગયો. નિર્ણય બદલી દેવો એનો અર્થ એ નથી કે તમારામાં દૃઢતાનો અભાવ છે. એનો અર્થ એ છે કે તમારામાં સારી સમજ છે. તમારા નિર્ણયોને ભવિષ્યમાં થનાર લાભ અને ગેરલાભના ધોરણે વિચારો. છઠ્ઠો ઉપાય છે : (૬) સમય-સીમા નિર્ધારિત કરવાનો નિર્ણય લેવા માટે તમે જો સમયમર્યાદા નક્કી નહીં કરો, તો સંભવ છે કે તમે નિર્ણય ટાળતા જશો. જો કે કોઈ કોઈ વા૨ વચગાળાના નિર્ણયોથી પણ કામ ચલાવવું પડતું હોય છે. વ્યવહાર ચાલવો જોઈએ. કોઈ વાર બીજાંના નિર્ણયને પણ માન્ય કરવો પડે છે, આપણી ઇચ્છા ન હોય તો પણ ! ન નિર્ણયોમાં વિવાદ પડવાથી પરિવારમાં યા સમાજમાં કોઈ વાર તમારો પોતાનો નિર્ણય બીજા માન્ય નથી કરતા. બીજાની સાથે વિચારવિનિમય કરીને નિર્ણય કરવો પડે છે, એ સમયે તમારે તમારું દૃષ્ટિબિંદુ બીજાંને સમજાવવું પડે છે. આવા સમયે એક ભયસ્થાન આવે છે. તમારું જ સ્વજન-પરિજન તમારી સામે તર્ક-વિવાદમાં ઊતરી જાય. કોઈ વાર પતિપત્ની, કોઈ વાર પિતાપુત્ર - સમાન વિચારતાં નથી હોતાં. વિચારોની ભિન્નતા તો રહેવાની જ. એથી કોઈક વાર કલહ પણ ઉત્પન્ન થાય છે. નાની નાની વાતો ૫૨ કલહ ઊભો થઈ જાય છે. Jain education International Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન મારા એક પરિચિત ભાઈએ મને જણાવ્યું કે ‘કાલે રાત્રે રૂમની બારી ખોલવાની વાતને લીધે જ અમે પતિ-પત્ની ખૂબ લડ્યાં. એ બારી ખોલતી અને હું બંધ કરી દેતો; પરંતુ તે ફરી ખોલી દેતી. મને દમ છે, હું ઠંડી સહન કરી શકતો નથી. મેં પત્નીને પૂછ્યું કે તે બારી શા માટે ખુલ્લી રાખવા માગે છે. તેણે કહ્યું કે તેને તાજી હવાનો શોખ છે. એને ગુંગળામણ બિલકુલ સહન થતી ન હતી. ૫૦ આવાં અનેક યુગલો આ દુનિયામાં છે કે જેઓ પોતાને આવી સ્થિતિમાં માને છે - જ્યાં સમજૂતીની, સમાધાનની કોઈ શક્યતા દેખાતી જ ન હોય. તેઓ માત્ર પોતાની વાતને જ તર્કસંગત માને છે અને પોતાના સાથીની વાતને અસંગત માનીને પોતાની વાતને વળગી રહે છે. પછી ચર્ચા ચાલે છે - બંને જીતવાની કોશિશ કરે છે. કોણ જીતે છે, એ મહત્ત્વનું નથી, પરંતુ મુખ્ય વાત એ છે કે આ તર્કવિતર્કમાં પડીને વાસ્તવિક પ્રશ્ન કદીય હલ થતો નથી. કારણ કે વાદવિવાદમાં એકબીજા પર કટાક્ષ કરતાં અને પોતાના સ્વાર્થને વળગી રહેતાં તમે દુષ્ચક્રમાં ફસાઈ જાઓ છો. વ્યવહારમાં સમાધાન શોધો : માની લો કે તમારો સાથી--સ્નેહી ભૂલ કરી બેસે છે, સ્વાર્થી અને જિદ્દી છે. તો તમે ચાર વાતો વિચારો : (૧) તમે બંને શું ઇચ્છો છો ? (૨) મતભેદ ક્યાં અને કેમ પેદા થયો છે ? (૩) શક્ય એવા સમાધાનો ઉપર ખુલ્લા દિલે વિચાર કરો. (૪) એ સમાધાન સ્વીકારો કે જેમાં બંનેને વધારેમાં વધારે સંતોષ થાય. મારે તમને પ્રથમ વાત એ કહેવી છે કે તમારા સંવાદની રીત વ્યંગ્યભરી અને ભડકાવનારી ન હોવી જોઈએ. આવી વ્યંગ્યભરી શૈલીમાં તમારાં વાસ્તવિક મંતવ્યો ખોવાઈ જશે. એક ઉદાહરણ ઉપરથી આ વાત સમજાવું છું. પત્નીએ પતિને કહ્યું : “શું આજે રાત્રે બહેનને ત્યાં જઈશું ?” પતિએ કહ્યું : ‘ઠીક છે....... પત્નીએ કહ્યું : “શું તમે સાચેસાચ જવા માગો છો ?’ પતિએ કહ્યું : (ખીજાઈને) મેં કહ્યું ને.... બરાબર છે.’ પત્નીએ કહ્યું : “જો તમે સાચે જ જવા માગતા ન હો તો ઘરે જ ઠીક છે.’ Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પતિએ રોષમાં કહ્યું : “મને શા માટે પરેશાન કરે છે ?” પત્ની ગુસ્સામાં બોલી : ‘હું તો માત્ર તમારે માટે કહેતી હતી અને તમે તો ઝઘડવા તૈયાર થયા છો.’ ૫૧ પત્ની પતિ પાસેથી તર્ક ઇચ્છતી ન હતી, પરંતુ પોતાની અનુભૂતિઓને તે પરોક્ષ તેમજ અસ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતી હતી. પત્ની સીધો પ્રશ્ન ક૨ીને આ સંઘર્ષને ટાળી શકતી હતી; જેમ કે ‘આજે રાત્રે શું કાર્યક્રમ છે ?' જો પતિ કહે કે મેં વિચાર્યું નથી.' તો પત્ની કંઈક માર્ગ કાઢત અને કહેત : ‘શું ઘરમાં રહેવાનો ઇરાદો છે કે બહાર જવું પસંદ કરશો ?' જો પતિ બહાર જવા ઇચ્છતો હોત તો તે પૂછત કે ‘કોઈનાં ઘેર જઈશું કે આપણે બંને એકલાં ફરવા જઈશું ?’ આ રીતે પત્ની પોતાની સદ્ભાવના વ્યક્ત કરી શકતી હતી, અને તેથી પરસ્પર ઝઘડો ન થાત. વાસ્તવમાં સ્નેહીથી, સ્વજનથી, મિત્રથી તર્કવિતર્ક ન કરવા જોઈએ. ઝઘડાનાં મૂળ શોધો : પરસ્પર વ્યવહાર નભાવવા માટે, વ્યવહારશુદ્વિ ટકાવી રાખવા માટે પરસ્પર સંવાદ-ચર્ચા દ્વારા સંબંધોને શાન્તિમય રાખવા જોઈએ; એ રીતે પરિવારમાં, બાળકોના પાલનપોષણમાં, ધન કમાવાના વિષયમાં, કામની વહેંચણીના વિષયમાં, અવકાશ મેળવવાની બાબતમાં, જાતીયતા અંગે ઝઘડા થાય છે. સમજૂતી મુશ્કેલ હોઈ શકે, પરંતુ અશક્ય નથી. આનો સૌથી સારો ઉપાય એ છે કે ઝઘડાનાં મૂળને શોધી કાઢીને તેને દૂર કરવું. પરસ્પર વિવાદ કરવાને બદલે આ પદ્ધતિ ઠીક રહેશે. અનેક દંપતી ગુસ્સાને ભડકાવવાને બદલે નિયમિત રૂપે પરસ્પર સંવાદ દ્વારા પોતાના દાંપત્યજીવનને સુખમય બનાવે છે. કેટલાંક દંપતી સપ્તાહમાં એક વાર બહાર નીકળીને ક્યાંક શાંતિથી બેસીને પોતાના પ્રશ્નો પર વિચાર કરે છે. આ વિષયમાં કેટલાક ઉપાયો સાંભળી લો : (૧) જે કોઈ વાત કરો તે સંક્ષેપમાં કરો ; એક-બે વાક્યોમાં જ તમારી વાત કહી દો. એમાં તર્ક ન જોઈએ અને ખટકતી વાત પણ ના જોઈએ. (૨) જે કોઈ વાત કરો તે સ્પષ્ટ શબ્દોમાં કરો : ફરિયાદ ન કરો. સ્પષ્ટ કહો. ‘હું ઇચ્છું છું કે તું ધીરેથી બોલ; હું આરામ કરું ત્યારે મૌન રહે.’ (૩) અપમાન ન કરો, આરોપ ન ચઢાવો અને દોષારોપણથી દૂર રહો ઃ માન્યું કે સમસ્યા છે. જોઈએ કે આપણે કેવી રીતે હલ કરી શકીએ છીએ ? (૪) ખટકે તેવાં વિશેષણોનો પ્રયોગ ન કરો : ‘આળસુ’, ‘સ્વાર્થી’, ‘જૂઠ્ઠો’, ‘ચોર’ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રાવકજીવન જેવા શબ્દપ્રયોગો કરવાનો અર્થ એ છે કે સચ્ચાઈ જાણ્યા સિવાય તમે વાત વધારી રહ્યા છો. આવા શબ્દો બીજાને ભડકાવી શકે છે, ક્રોધિત કરી શકે છે અને સુધરતી વાતને બગાડી શકે છે. (૫) છેવટની વાત ન કહો ઃ કારણ કે એવી વાત કરવાથી તેના ઉત્તર પણ કડક જ મળે છે. યાદ રાખો કે એવાં દંપતી ઓછાં જ હોય છે કે જે કદી સારી વાત કરતાં ન હોય કે સદાય ખોટી વાત કરતાં હોય ! (૬) રચનાત્મક પદ્ધતિએ વાત કરવી ઃ ‘તમે કામમાં મદદ નથી કરતા' એવી ફરિયાદ કરવાને બદલે કહો કે જો તમે થોડો ઘણો હાથ લંબાવો - મદદ કરો તો કેટલું સારું ?” આવા શબ્દપ્રયોગો કરીને જુઓ. (૭) મંતવ્યોનાં વિશ્લેષણથી બચો તમારું મંતવ્ય ખોટું હોવાની પૂરી સંભાવના છે. એટલા માટે મંતવ્યોનું વિશ્લેષણ કરવું જ નહીં. (૮) નકારાત્મક વાતોની ઉપેક્ષા કરો : દુઃખ યા ગુસ્સામાં તમારો સાથી સમસ્યાને વધારી-ચડાવીને જુએ છે. અથવા એનો દોષ બીજા પર ઢોળવા માગે છે. એ સમયે તેના ક્રોધના કારણ ઉપર ધ્યાન આપવું. દોષારોપણ સંબંધી વાતોની ઉપેક્ષા કરવી. : (૯) આપણા સાથીની ફરિયાદને સમજવાનો પ્રયાસ કરવો ; ફરિયાદનો સાર શું છે તેનું વિશ્લેષણ કરો. જેમ કે તમે કહ્યું : ‘હું સમજું છું કે તું મને કહી રહી છે કે તું હવે મારી બા સાથે વધારે સમય રહેવા માગતી નથી ?' તો તમને પત્નીનો સ્પષ્ટ ઉત્તર મળી જશે. કોઈ વાર તમારો સાથી અસ્પષ્ટ અને સામાન્ય વાત કહેતો હોય, તો તેને સ્પષ્ટ અને અસલી વાત કહેવાનું કહો. (૧૦) સમજૂતીના આધાર શોધો ઃ જો તમને તમારા સાથીની ફરિયાદ સાચી લાગતી હોય, તો તેનો સ્વીકાર કરો : ‘હું માનું છું કે મારું મોડું ઘેર આવવું તને સારું લાગતું નથી. હવે હું સમયસર ઘેર આવવા પ્રયત્ન કરીશ.’ : (૧૧) તમારાં મંતવ્યોને સ્પષ્ટ કરો જો તમારા સાથીએ તમારી વાતને ખોટી રીતે સમજી લીધી હોય તો તમારી વાત કોઈ બહાનું બતાવ્યા સિવાય બેધડક કહો. (૧૨) ખેદ વ્યક્ત કરવામાં તમે ખચકાશો નહીં - તમારી કોઈ પણ વાતથી યા કામથી તમારા સાથીને દુઃખ થાય છે, તો તમે ખેદ વ્યક્ત કરવામાં સંકોચ ન અનુભવો. કારણ કે આ અભિવ્યક્તિ પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભાગ ૩ સમાધાન તરફ પ્રગતિ કરો : જેમ જેમ સમસ્યા-સમાધાન પ્રત્યે તમારો વિચારવિમર્શ વધતો જશે તેમ સમાધાનની દિશામાં વધારે પ્રગતિ થશે. એક સાવધાની રાખવી, તમારે તમારા સાથીની ભૂલો ઉપર વધારે જોર ન દેવું. તમારા મનપસંદ લક્ષ્યની સિદ્ધિ માટે વધારે જોર દેવું. સૌપ્રથમ વાત તો એ છે કે તમારી બોલવાની પદ્ધતિ બદલી નાખો. હવે તમે મારી સાથે વાત કરતા નથી.' એવું કહેવાને બદલે આમ કહેવું વધારે સારું રહેશે કે આપણે આપણા માટે કેટલોક અલગ સમય કાઢીએ અથવા તમે ઇચ્છો તો આપણે માટે કેટલોક અલગ સમય કાઢીએ. અથવા તમે ઈચ્છો તો આપણે સાંજે કોઈ સારી જગાએ ફરવા જઈએ.” – બીજી વાત એ છે કે બીજાંને નીચા દેખાડવામાં અથવા તેમની ટીકા કરવાથી દૂર રહેવું. – સમસ્યાનો નિકાલ શોધવામાં કેટલીક સારી વાતોની ચર્ચાનો સમય પણ રાખો. – એક પરિચિત પુરુષે કહ્યું: ‘જ્યારે હું ઓફિસેથી કોઈ કામથી પરેશાન થઈને ઘેર જાઉં છું ત્યારે મારી પત્ની જરૂર કરતાં પણ વધારે સહાનુભૂતિપૂર્ણ બને છે . અને એ બતાવવાની કદી કોશિશ સરખી કરતી નથી કે મારે શું કરવું જોઈએ? આ એક સફળ દંપતીની વાત છે. સફળ દંપતી બનવા માટે એકબીજાની વિશિષ્ટતાઓનો યા વિશેષ આદતોનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. પારિવારિક વ્યવહારોમાં, કર્તવ્યપાલનમાં આ વાતો ખૂબ મહત્ત્વની છે. સંતાનોની પણ ચિંતા કરો : જો તમે બાળકોનાં માતાપિતા હો તો તમારે તમારાં બાળકોની પણ ચિંતા કરવી જોઈએ. ખાસ કરીને જેઓ કિશોર-કિશોરીઓ છે, સ્કૂલ-કોલેજમાં જાય છે, તેમનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. એક પિતાના હાથમાં પોતાની ૧૧ વર્ષની પુત્રીને હાથે લખાયેલો પત્ર આવી ગયો. એ પત્રને એ છોકરી પોતાની પ્રિય પત્રિકામાં મોકલવાની હતી. પત્રિકાના સ્વાથ્ય' કૉલમને સંબોધીને આ પત્ર લખાયો હતો કે હું અગિયાર વર્ષની છોકરી છું. છેલ્લા બે મહિનાથી મારા પુરુષમિત્ર સાથે મારો શારીરિક સંબંધ છે. શું હું ગર્ભવતી થઈ શકું ?” આજના મોટા ભાગના યુવાનો અને કિશોરો યૌન સંબંધનો અનુભવ કરે છે. સમય પહેલાં શારીરિક સંબંધોથી માત્ર ગર્ભધારણ કરવાની જ સમસ્યા નથી, Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રાવકજીવન એનાથી અતિરિક્ત યૌન રોગોમાં લપેટાઈ જવાનો ભય પણ હોય છે. એનું પરિણામ સ્ત્રીઓમાં તો વંધ્યત્વ સુધીનું આવી શકે છે. ચિકિત્સકોએ, મનોવિજ્ઞાનીઓએ અને શિક્ષણશાસ્ત્રીઓએ સેક્સજાતીયતામાં પ્રવૃત્ત કિશોરોની કેટલીક વિશેષતાઓનું સંકલન કર્યું છે. અધિકાંશ કિશોર સેક્સથી અજાણ હોય છે. ૧૩ વર્ષની છોકરીએ કહ્યું ઃ પાડોશના ૧૬ વર્ષના છોકરા સાથેના સંસર્ગથી હું ગર્ભવતી બની છું. મને ખબર ન હતી કે એક વાર પણ આવું કરવાથી, આટલી નાની ઉંમરે પણ હું ગર્ભવતી બની જઈશ. સાનફ્રાંસિસ્કોમાં કેન્સર ચિકિત્સા કેન્દ્રમાં કિશોર વિભાગના પ્રમુખ ‘ચાર્લ્સ દિબેલ્સમેને' કહ્યું છે ઃ કિશોર અને કિશોરીઓ પોતાની શારીરિક સંરચનાથી અજાણ હોય છે અને તેઓ પોતાના અભિભાવકો સાથે વાત કરતાં ડરે છે. કેટલીક અનુભવી વ્યક્તિઓ કહે છે ઃ આ કિશોર છોકરા-છોકરીઓ સેક્સ સંબંધમાં તેમના કરતાં પણ વધારે જાણે છે. જેટલી તેમને તેમની યુવાનવયમાં પણ ખબર ન હતી. સેક્સી-વાસનાવાળા કિશોર સેક્સીમિત્રો સાથે એકલા ફરે છે. તેઓ માત્ર કિશોરોની પાર્ટીમાં જાય છે, જ્યાં કોઈ પણ મોટો માણસ હોતો નથી. સાથે સાથે શરાબ અને નશીલી દવાઓ પ્રત્યે તેમની લાલચ તેમને ખેંચ્યા કરે છે. સેક્સ પ્રત્યે આકર્ષાયેલી છોકરીઓ પોતાના કરતાં મોટી ઉંમરના છોકરાઓ સાથે ફરવાની અને સમય ગાળવાની ઇચ્છા કરે છે. છોકરીઓ કદી સમાન વયના છોકરાઓ સાથે સંપર્ક રાખવાનું પસંદ કરતી નથી ! સેક્સ તરફ પ્રવૃત્ત છોકરીઓ એવું અનુભવે છે કે લોકો એમને પસંદ કરતા નથી. અધિકાંશ છોકરીઓ પુરુષમિત્ર હોવો એ એમના આત્મસન્માન માટે આવશ્યક માને છે. અને ઘણી છોકરીઓ વિચારે છે કે યૌનસંબંધો દ્વારા જ મૈત્રીનું મૂલ્ય ચૂકવી શકાય છે. એક મોનિકા નામની છોકરી છે. તે કહે છે ઃ સ્કૂલમાં બધાં બાળકો એવી વાત કરતાં હતાં કે જાણે તેઓ સેક્સસંબંધમાં (સ્ત્રીપુરુષના સંભોગના વિષયમાં) બધું જાણે છે ! મને એવું લાગતું હતું કે માત્ર હું જ એવી છોકરી છું કે જે અસ્પષ્ટ છું. પાછળથી મને ખબર પડી કે જે બાળકો હંમેશાં સેક્સ અંગે વાતો કરતાં હતાં તેઓ સેક્સથી અજાણ હતાં ! Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પપ - છોકરાઓ પણ પોતાની સમાન ઉંમરના સાથીદારો વચ્ચે ધાક જમાવવા સેક્સનો પ્રયોગ કરી શકે છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં સંભોગનો પ્રથમ અનુભવ કરનાર પંકજ નામે છોકરો કહે છે : “મારી શાળાના છોકરાઓની એવી ધારણા હતી કે જો તમે છોકરીઓ સાથે સંબંધ (સંભોગ) કર્યો ન હોય, તો તમે કમજોર છો, નિપ્રભાવી અને નીરસ છો. પરંતુ સેક્સથી મને ન તો વધારે પ્રસિદ્ધિ મળી, ન તો મેં મારી જાતને અધિક સારી સમજી. મને લાગ્યું કે આ ચકકરમાં ફસાયા વગર જો મેં વાદ-ચર્ચાસભામાં મારું સ્થાન પ્રાપ્ત કર્યું હોત અથવા રમતગમતમાં આગળ પ્રગતિ કરી હોત, તો કદાચ મને વધુ પ્રસન્નતા થાત. કિશોર-કિશોરીઓને યૌનસંબંધથી રોકો : તમે તમારા છોકરા-છોકરીઓને તેઓ યૌવનમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી અપરિપક્વ સંભોગસંબંધ બાંધતા અટકાવો. અન્યથા તમારા પુત્ર-પુત્રીઓના શીલનો તો ભંગ થશે જ, એ સાથે તેમના શરીરનો પણ નાશ થશે - અનેક ગુપ્ત તેમજ પ્રગટ રોગોથી ઘેરાઈ જશે. જો તમારા હૈયે બાળકોનું હિત વસ્યું હોય તો આ વાત છે. સભામાંથીઃ અમે કહીએ છીએ, પરંતુ છોકરા-છોકરીઓ માનતાં નથી. મહારાજશ્રી તમે બાળકો સાથે ખુલાસાથી વાત નથી કરતા. એમની સાથે આ વિષય પર વાત કરતાં સંકોચ ન પામો. સંભવ છે કે તમને આ ચર્ચા અરુચિકર લાગે, પરંતુ સામાન્ય વાતચીત દરમિયાન અથવા બાળકોને પૂછેલા પ્રશ્નોના સમયે અથવા એવાં દ્રશ્યો જોવામાં આવતાં તમે બાળકો સામે આ પ્રસ્તુત કરો. બાળકોને પ્રેમથી સમજાવવાં પડશે કે લગ્ન પહેલાં સંભોગ કરવાથી કેટલું શારીરિક, માનસિક, પારિવારિક અને સામાજિક નુકસાન થાય છે. જેમ કે, - તમારા શરીરમાં અનેક રોગ પેદા થશે. – તમારું મન અભ્યાસમાં ચોંટશે નહીં. – ઘરમાં તમે આવારા' કહેવાશો. તમારા પ્રત્યે આદરની ભાવના નહીં રહે. - સમાજમાં તમે ‘બદ ચાલના ગણાશો. તમારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. ખરાબ ચાલની છોકરીઓનાં માતાપિતા કેટલાં ચિંતાગ્રસ્ત હોય છે, કેટલા હાઈપરટેન્શનમાં હોય છે તે જાણો છો? એવાં માતાપિતાને તમારે પૂછવું. – કેટલાક પિતાઓ પોતાના છોકરા-છોકરીઓને સંભોગવિષયક પુસ્તકો આપે છે, પરંતુ આ ખોટું છે. સેક્સ સંબંધી ન તો પુસ્તક આપવાનું, ન તો અપેક્ષા રાખવાની છે કે આ પુસ્તક સેક્સ સંબંધી તેમની તમામ જિજ્ઞાસાઓ શાંત કરશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રાવકજીવન મારી માન્યતા પ્રમાણે તો આવાં પુસ્તકો સેક્સી ભાવનાઓને ઉત્તેજિત કરે છે. બાળકોના પ્રશ્નો સાંભળો : તમારે ઘ૨ની ચિંતા કરવાની છે, પત્નીની ચિંતા કરવાની છે, એ રીતે બાળકોની પણ ચિંતા કરવાની છે. તેમને ઉન્માર્ગે જતાં રોકવા માટે અને સન્માર્ગે પ્રેરવા માટે એક ઉપાય જાણી લો - તમે બાળકોના પ્રશ્નો ટાળો નહીં. જો બાળકોને આ વાતનો વિશ્વાસ હોય કે તમે ટીકા ન કરતાં તેમની વાત સાંભળશો. એમને ખાતરી કરાવો કે તેમની પ્રત્યેક વાત તમે શાંતિથી સાંભળશો !' તો બાળકો તમારી નજીક આવશે. તમને પ્રેમ કરશે. એ પ્રેમના માધ્યમથી તમે એમને ખોટું કાર્ય કરતાં રોકી શકશો. કેરીટોસ કૉલેજ હોસ્પિટલના યુવા સેવાઓના વરિષ્ઠ પરામર્શ દાતા ડૉ. ચાર્લ્સ ટી. ક્લેગે કહ્યું છે : ‘ક્રોધ અને ગુસ્સા પર કાબૂ રાખીને તમારાં બાળકોના પ્રશ્નોને સમજવાની કોશિશ કરો. ગુસ્સાને કારણે વાતચીત બંધ ન હોવી જોઈએ.’ ડૉ. ડ્યૂક ઢંકને કહ્યું છે કે બાળકોના આત્મસન્માનને વધારવામાં તમે મદદ કરો. બાળકો વિશેષ રુચિમાં અને કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરે તે માટે તેને પ્રેરણા આપો. બાળકોને સમજાવો કે તે પોતાની નજરમાં જ ઊંચાં ઊઠે. તેઓ આત્મતૃપ્તિ પ્રાપ્ત કરે. વાસ્તવમાં સેક્સથી પ્રાપ્ત થતી ક્ષણિક તૃપ્તિથી તે અધિક પ્રમાણમાં પ્રભાવશાળી હોય છે. તમારાં બાળકોને ધાર્મિક દૈનિક ક્રિયાઓની સાથે સાથે સંગીત, રમત, નૃત્ય આદિ કલાઓ પ્રત્યે આકર્ષિત કરો. ગોર્ડન કહે છે : ‘બીજાં માટે સારાં કાર્યો કરીને કોઈ પણ સંવેદનશીલ કિશોર પોતાના આત્મસન્માનને વધારી શકે છે.' આ ચિંતક આગળ જણાવે છે કે માતાપિતા વચ્ચે પરસ્પર પ્રેમ અને દેખભાળની ભાવના બાળકો માટે પ્રેરણાદાયી બની શકે છે.’ પુત્રીના પિતાને પ્રેરણા : જો તમે પુત્રીના પિતા છો તો તમારી પુત્રીની ભાવનાઓનું ધ્યાન રાખો. પુત્રીની કિશોર-અવસ્થામાં જો તેનો પિતા તેને સ્નેહ નથી આપતો તો તે દુઃખી અને અપમાનિત થતી અનુભવ ક૨શે. એટલા માટે પ્રેમ પામવા માટે તેની સમાન ઉંમરના છોકરાઓ પ્રત્યે આકર્ષવાની પૂરી સંભાવના રહે છે. : ૧૩ વર્ષની એક છોકરીનો પત્ર મળ્યો હતો. તે પત્રમાં લખ્યું હતું ઃ ‘જ્યારથી મારા પિતાએ મને ગળે લગાડીને પ્રેમ આપવાનું બંધ કર્યું ત્યારથી મારા મનમાં થયું કે જે પુસ્તક મારા પિતાએ મારા જન્મદિને ભેટ આપ્યું હતું તેને ફાડી Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૫૭ નાખું ! અથવા હું આત્મહત્યા જ કરી નાખું અથવા બીજા કોઈની પાસેથી પ્રેમ પામવાની શરૂઆત કરી દઉં ! પછીથી મેં એક છોકરા સાથે સંભોગ કરવો શરૂ કરી દીધો. આ મારી હાર હતી. મેં હારીને જ એ પુરુષને મિત્ર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આપનું પ્રવચન સાંભળીને મેં સેક્સીસંબંધ તોડી નાખ્યો છે. પરંતુ જે ગંભીર ભૂલ થઈ ગઈ છે તેનું મને શું પ્રાયશ્ચિત મળશે ? હું શુદ્ધ બની શકીશ ? મને માર્ગદર્શન આપવાની કૃપા કરો.' તમે ન તો તમારી છોકરીઓને તાળામાં બંધ કરી શકો, ન તો છોકરાઓને ૧૮ વર્ષના થઈ જતાં સુધી ઘરમાં છુપાવી શકો. વાસ્તવમાં કિશોરો ઉપર અતિશય પ્રતિબંધ મૂકવો તેમને વધુ અધિક વિદ્રોહી બનાવી દે છે. કેટલાંક માતાપિતા પોતાનાં બાળકો ઉપર પ્રતિબંધ મૂકીને તેમની યૌનભાવનાઓને દબાવવાની ચેષ્ટા કરે છે. પરંતુ અધિકાંશ એવી ઘટનાઓ (સેક્સી ઘટનાઓ) માતાપિતા ઘરમાં નથી હોતાં ત્યારે બને છે ! આવા પ્રસંગો રોકવા માટે માતાપિતા પોતાનાં બાળકોને સાફ સાફ કહી દે કે જ્યાં સુધી ઘરમાં કોઈ મોટી વ્યક્તિ હાજર ન હોય ત્યાં સુધી વિજાતીય મિત્રને ઘેર ન બોલાવવો. માતાપિતાએ એ વાત પર પણ જોર આપવું પડશે કે બાળકોની પાર્ટીઓમાં મોટી વ્યક્તિઓ પણ હોય અને શરાબ વગેરેનો ઉપયોગ ન થાય. કિશોરોને સમૂહમાં જ ફરવાની રજા આપો. બાળકો આવા પ્રતિબંધોથી ફરિયાદ કરશે. પરંતુ મોટા ભાગનાં બાળકોનો એવો વિચાર હોય છે કે આ કઠણ પરિસ્થિતિઓમાંથી બચી જવા માટે આવા પ્રતિબંધો સહાયક હોય છે. તમે તમારાં બાળકોને પાસે બેસાડીને કહો ઃ ‘તમારી સામે ઉજ્વળ ભવિષ્ય છે. એવું ભવિષ્ય અપરિપક્વ યૌનસંબંધોથી સરળતાથી નષ્ટ થઈ શકે છે.’ તમારાં બાળકોની વાત ધ્યાનથી સાંભળો. તેમની સારી મહત્ત્વાકાંક્ષાઓને પ્રોત્સાહિત કરો. તેમની સાથે બેસીને તેમના ભવિષ્યની નવી સંભાવનાઓની શોધ કરો. કિશોરોને જાતે જ સમજવા દો કે યુવાવસ્થા તરફ ધીરે ધીરે આગળ વધવાનું છે, સારી દોસ્તી વધારવાની છે. એકબીજાના હાથ પકડવાના છે. ૫૨માર્થપરોપકાર ક૨વાનો છે. વ્યસનોથી બચવાનું છે. પરમાત્મા તરફ ધીમે ધીમે આગળ વધવાનું છે ! કિશોર-કિશોરીઓની આ રીતે ચિંતા કરવી. ક૨શો ને ? સંતાનોના યોગક્ષેમની ચિંતા તમને હોવી જ જોઈએ. આજે બસ, આટલું જ. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૫૩ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત 'ધર્મબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહેવામાં આવ્યું છે ઃ તપુત્તરાર્ય-ચિન્તા ।।૭૮મા ભોજન પછી શરી૨૨ક્ષા માટે સ્નાન-અભ્યગાદિ કરવાનું કહ્યું છે. તેના પછી આ વાત કહી છે ઃ જીવનમાં આવશ્યક બીજાં કાર્યોની ચિંતા કરવાની. જીવનમાં આવશ્યક બીજાં કાર્યોની સૂચિ લાંબી છે. મહત્ત્વપૂર્ણ વાત છે આપણી જવાબદારીના ગૌરવપૂર્ણ નિર્વાહની. ગ્રંથકારે એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. મનુષ્ય અન્ય પ્રાણીઓની જેમ માત્ર પેટ ભરવાથી પ્રજનન સુધીની ચિંતાઓ સુધી સીમિત નથી. તેની સાથે અનેક જવાબદારીઓ સંકળાયેલી છે. આ જવાબદારી બહુમુખી-વિવિધ પ્રકારની છે. એટલા માટે મનુષ્યની સમજદારી પણ વિશાળ હોવી જોઈએ. જેથી માણસ પોતે લાભાન્વિત થાય અને બીજાંના અભ્યુદયમાં સહયોગ આપતો રહે. પશુ અને મનુષ્યમાં અંતર ઃ : પશુપક્ષીઓની જવાબદારી પોતાના સુધી જ સીમિત થઈ જાય છે. વધારેમાં વધારે તે પોતાના પરિવાર સુધી વિસ્તરે છે ઃ પેટથી પ્રજનન સુધી. તે પોતાની પરિધિમાં રહે છે. પ્રકૃતિના અનુશાસનમાં જીવે છે. તેઓમાં ચિંતન કરવાની કોઈ મૌલિક ક્ષમતા હોતી નથી. તેઓ તેમના સ્વભાવથી કામ કરે છે અને નિર્વાહ ચલાવે છે. તેઓ આહારની શોધમાં અને તેને ખાવામાં જ વધારે સમય ગાળે છે. બાકીનો સમય નિદ્રા અને મૈથુનક્રિયામાં ચાલ્યો જાય છે. એક બીજા પર આક્રમણ પણ કરે છે. આના સિવાય બીજી કોઈ વધારાની જવાબદારી તેમને ઉપાડવી પડતી નથી. ન તો એમને વિચાર કરવાનાં તંત્રનો વિકાસ કરવો પડે છે. પરંતુ મનુષ્યની સ્થિતિ આના કરતાં ભિન્ન છે. તેની શરી૨૨ચના જ એવા પ્રકારની છે કે જેને કારણે તેને આહાર, વસ્ત્ર, ભવન, આચ્છાદન, પરિવાર વગેરે જરૂરિયાતો પૂરી કરવી પડે છે. તેનો નિર્વાહ સામાજિક-લોકવ્યવહારને સહારે થાય છે. પ્રગતિનો આધાર પણ એ માધ્યમ ૫૨ હોય છે. પ્રથાઓ, પરિપાટીઓ, રીતિ-નીતિઓ કાનૂનવ્યવસ્થા વગેરેની પરંપરા પણ આ Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પ૯ કારણે શરૂ થઈ છે. મનુષ્યને માથે અનેક જવાબદારીઓ છે. તે જવાબદારીઓને નભાવવા તેનામાં મૌલિક સૂઝ-બૂઝ હોવી જોઈએ. મનુષ્યની મૌલિક સૂઝ-સમજ : મૌલિક સૂઝ-સમજમાં પ્રથમ વાત છે ઈન્દ્રિય-સંયમની. તેને જીભ ઉપર સંયમ રાખવો પડશે. સ્વાદની લોલુપતા ન જોઈએ. ભૂખથી વધારે પ્રમાણમાં પ્રિય ભોજન પણ ન લેવું જોઈએ. ભોજન સમારંભોમાં પેટની સીમાનો ખ્યાલ રાખવો જોઈએ. એવો ખ્યાલ રાખો છો? શરીરની આવશ્યકતાને સમજવી જોઈએ. નથી સમજતા ને? અભક્ષ્ય પણ ખાઈ લો છો ને ? નશો પણ કરો છો ને? પરિણામ શું આવે છે? બીમારી અને અકાળ મૃત્યુ ! એટલા માટે તમારી પ્રથમ જવાબદારી છે જીભ ઉપર સંયમ રાખવાની. - જનનેન્દ્રિય ઉપર પણ સંયમ રાખવાનો છે. ઉત્તેજનાઓ ઉપર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે. – જાતીય ઉત્તેજના અનેક અનર્થો પેદા કરે છે. પતિ-પત્નીએ પણ મયદા રાખવાની છે. બાળકોની હાજરીમાં પ્રેમચેષ્ટાઓ ન કરવી જોઈએ. – વસ્ત્રોની સીમામદાનું પાલન થવું જોઈએ. આજકાલ કેટલાંક વર્ષોથી વસ્ત્રોની ન તો સીમા રહી છે, ન તો મર્યાદા રહી છે. જે શ્રીમંતોની પાસે અપાર સંપત્તિ છે તેમની વાત જવા દો. તેમનાં તો કબાટો ભય હોય છે સુંદર અને મૂલ્યવાન વસ્ત્રોથી; પરંતુ જેઓ મધ્યમ વર્ગના ગૃહસ્થો છે, તેઓ પણ વસ્ત્રોની મર્યાદા ભૂલી ગયા છે. તેમની પાસે પણ અનેક ડ્રેસ હોય છે ! પૂર્વે વસ્ત્રોનું પ્રયોજન શરીરરક્ષા હતું. હવે પ્રયોજન બદલાઈ ગયું છે, શરીર-સૌંદર્ય બની ગયું છે પ્રયોજન. આ વિષયમાં મનુષ્ય બુદ્ધિહીન અને વિવેકહીન દેખાય છે. મૌલિક સૂઝ-બૂઝ રહી નથી આ વિષયમાં. – મનુષ્યની અનેક જવાબદારીઓમાં મુખ્ય જવાબદારી છે પોતાના પરિવારનું પાલનપોષણ અને ઘેર આવેલા લોકોનું આતિથ્ય. એટલા માટે એને પૈસા કમાવા પડે છે, ધનપ્રાપ્તિ કરવી પડે છે. ગૃહસ્થ જીવનમાં અર્થપુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છે. આ યુગમાં માણસની પાસે પૈસા વધ્યા છે. મોંઘવારી વધી છે, કબૂલ છે, પરંતુ પૈસા પણ વધ્યા છે ! અન્યાય અને અનીતિથી ધન કમાઈને શ્રીમંતો પણ ઘણા બંન્યા છે. આવા મોટા ભાગના શ્રીમંતો પોતાના ધનને દુર્વ્યસનોમાં ખર્ચી નાખે છે. મોટી મોટી હોટલોમાં જાય છે. શરાબ પીએ છે, જુગાર રમે છે, વ્યભિચારસેવન કરે છે, આડા-અવળા રૂપિયા ખર્ચે છે. પૈસાનો સદુપયોગ તો તેઓ જાણતા જ નથી. ન તો તેઓ પારિવારિક જવાબદારીઓ જાણે છે, ન સામાજિક Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રાવકજીવન જવાબદારીઓનું એમને ભાન હોય છે. પરિણામે તેઓ વિવિધ પ્રકારના દુઃખોમાં ફસાઈ જાય છે. શારીરિક, માનસિક, સામાજિક, રાજકીય દુઃખોની બેડીઓમાં તેઓ બંધાઈ જાય છે. બાળકોના શિક્ષણની ચિંતા કરોઃ અનેક જવાબદારીઓની ચિંતાઓમાં બાળકોના શિક્ષણની ચિંતાની જવાબદારી મુખ્ય છે. તમારા ઘરમાં છોકરા-છોકરીઓ છે, તેમને ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ. તેમને બે પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ ? (૧) વ્યાવહારિક અને (૨) ધાર્મિક વ્યાવહારિક શિક્ષણ આજકાલ દરેક ગામની શાળામાં મળે છે. પ્રાયઃ દરેક ગામમાં સરકારે પ્રાથમિક શાળાઓ બનાવી છે. મોટા ગામોમાં હાઈસ્કૂલ ખૂલી છે. મોટાં શહેરોમાં કોલેજો પણ ખૂલી છે. તમે તમારાં બાળકોને એ શાળામહાશાળાઓમાં મોકલો છો. ત્યાં તેમને વ્યાવહારિક શિક્ષણ મળે છે. પરંતુ આજકાલ શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે. સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે સ્કૂલવાળા ડોનેશન” (ધન) માગે છે. જે બાળકોનાં માતાપિતા ડોનેશન' - દાન નથી આપી શકતાં એમનાં બાળકો સ્કૂલમાં પ્રવેશ પામી શકતાં નથી. કેટલાક લોકો વ્યસનોમાં પૈસા ખર્ચે છે, પરંતુ બાળકોના શિક્ષણ માટે પૈસા નથી આપતા. શિક્ષણ પામ્યા વગરનાં બાળકો સડકો ઉપર આવારા બની રખડે છે. અથવા મજૂરી કરે છે, ગુનાખોરી આચરીને અપરાધી બને છે યા દુષ્ટોના હાથમાં વેચાઈ જાય છે. યાદ રાખો, તમે શ્રાવક-શ્રાવિકાઓ છો. અહીં પ્રવચન સાંભળવા ન આવનારા હારો શ્રાવક-શ્રાવિકાઓ આ નગરમાં છે. તેઓ પોતાની જાતને જૈન” માને છે. પરંતુ જૈન તરીકેની જવાબદારીનું તેમને ભાન છે ખરું? તેઓ પોતાનાં કર્તવ્યોને જાણે છે ? પોતાની જવાબદારીઓ સમજે છે ? એટલા માટે મોટા ભાગની જૈન પ્રજા પોતાનાં બાળકોને કોન્વેન્ટ સ્કૂલોમાં મોકલી રહી છે. મોટે ભાગે એ શાળાઓમાં ખ્રિસ્તી ધર્મના જ સંસ્કાર અને પ્રભાવ પડતા હોય છે. ઈસાઈ-ખ્રિસ્તી ધર્મમાં માંસાહારને ત્યાજ્ય માન્યો નથી, જ્યારે જૈનધર્મ શુદ્ધ નિરામિષ આહારી છે. અહિંસા એનો આદર્શ છે. આ રીતે જૈનધર્મથી વિપરીત એની ઘણી વાતો ખ્રિસ્તી ધર્મમાં છે. કોન્વેન્ટ સ્કૂલોમાં મોટે ભાગે ખ્રિસ્તી ધર્મના ફાધર' (સાધુ) અને નન્સ (સાધ્વી) જ ભણાવે છે. તેઓ ખ્રિસ્તી ધર્મનાં જ ગુણગાન Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧ ગાય છે. તમારાં બાળકો એનાથી વધારે પ્રભાવિત થાય છે. ડાં, માછલી વગેરે ખાવા માંડે છે. અંગ્રેજી ભાષાનું જેને જ્ઞાન હોય છે, તેઓ અંગ્રેજીમાં બોલે પણ છે. પરંતુ કોન્વેટિયા ઈગ્લિશ કેવું અશુદ્ધ હોય છે, તે તમે જાણો છો ખરા? બાળકો સ્કૂલમાંથી આવે ત્યાર પછી તેમની સાથે ભણવાની બાબતમાં અડધો કલાક પણ તમે વાત કરો છો? તમને ચિંતા હોવી જોઈએ કે બાળકોને સારું શિક્ષણ મળે. એટલા માટે બાળકો શું ભણે છે? કેવું ભણે છે? સાથે સાથે તેમની તમામ પ્રવૃત્તિઓની જાણકારી તમને હોવી જોઈએ. એમાં પણ ખાસ કરીને બાળકોના મિત્રોના સંબંધમાં ! તમારાં બાળકોના મિત્રો કોણ કોણ છે? કેવા મિત્રો છે? એની જાણકારી હોવી જોઈએ. કોન્વેન્ટ સ્કૂલોનો મોહ છોડી દેવો જોઈએ. સભામાંથીઃ આપણી જૈનસ્કૂલો, હાઈસ્કૂલો આ શહેરમાં નથી. મહારાજશ્રી જૈનસ્કૂલો ન હોય તો તમે શરૂ કરી શકો છો. એ તમારું કામ છે. તમારા બાળકોને સારું શિક્ષણ, સારા સંસ્કાર આપવા હોય, તો તમારી સ્કૂલ પણ હોવી જોઈએ. ખૂબ ઉચ્ચકક્ષાનું શિક્ષણ સ્કૂલમાં આપી શકો છો, પરંતુ આ વિચાર તમને આવ્યો જ નથી. બીજાં કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચો છો; માત્ર શિક્ષણના ક્ષેત્રમાં ખર્ચ કરતા નથી. દુર્ભાગ્ય છે આ સમાજનું. જ્યાં સુધી જૈનસમાજની સ્કૂલો ન બને ત્યાં સુધી હિન્દુધર્મની સ્કૂલોમાં અથવા સરકારી સ્કૂલોમાં બાળકોને મોકલો, પરંતુ કોન્વેન્ટ સ્કૂલોમાં નહીં. બીજું છે ધાર્મિક શિક્ષણ.' જૈનસંઘમાં ધાર્મિક શિક્ષણ આપે તેવી પાઠશાળાઓ હોવી જોઈએ. તેમાં સારા જ્ઞાની અને ચારિત્રશીલ શિક્ષકો રાખવા જોઈએ. બાળકોને એવી શાળામાં એકબે કલાક મોકલવાં જોઈએ. સભામાંથી બાળકો સ્કૂલમાં જાય છે, ભોજન કરે છે અને ટ્યુશનમાં જાય છે. ત્યાંથી આવીને ટી.વી. જોવા બેસી જાય છે. પાઠશાળામાં ક્યારે જાય મહારાજશ્રી ટ્યુશન શા માટે રાખો છો? તમે ટ્યુશન લઈને ભણ્યા હતા? ના ને? તો પછી બાળકોને શા માટે ટ્રશન અપાવો છો ? ઘેર ભણાવો. ધાર્મિક પાઠશાળામાં તો બાળકોને જરૂર મોકલતા રહો. જેનસંઘમાં પાઠશાળા હોવી જ જોઈએ. શિક્ષક યા શિક્ષિકાને સારો પગાર મળવો જોઈએ. જેથી તેમના પરિવારનું પાલન કરવામાં તકલીફ ન પડે. પાઠશાળામાં બાળકોને માત્ર સૂત્રો જ નથી શીખવાતાં, ત્યાં બાળકોને ધાર્મિક વાતાવરણ મળે છે, સારી વાર્તાઓ સાંભળવા મળે છે અને જૈન સંસ્કારો મળે છે. માનો કે ગામમાં પાઠશાળા નથી, તો ધાર્મિક શિક્ષણ આપવાનું કર્તવ્ય માતાએ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રાવકજીવન બજાવવાનું છે. જો માતાને ધાર્મિક જ્ઞાન ન હોય અને પિતાને હોય તો પિતા સમય કાઢીને બાળકોને ધાર્મિક જ્ઞાન આપી શકે છે. ગમે તેમ કરો પરંતુ બાળકોને ધાર્મિક જ્ઞાન મળવું જોઈએ. આ ચિંતા તમારે કરવી જ જોઈએ. તમારી ફરજ છે. એ ફરજ નભાવવી પડશે. મનુષ્યના શરીરમાં જેટલું મહત્ત્વ મસ્તકનું છે એનાથી વધારે મહત્ત્વ મનુષ્યના જીવનમાં શિક્ષણનું છે. બંને પ્રકારનું શિક્ષણ સંતાનોને સારી રીતે મળવું જોઈએ. હવે બીજી ફરજ બતાવું છું. પરિવારને સાત્ત્વિક ભોજન મળવું જોઈએ ? જો તમારે પરિવાર હોય અને તમે પરિવારના મુખ્ય માણસ છો, તો તમારી ફરજ છે કે પરિવારને સાત્ત્વિક ભોજન મળવું જોઈએ. - ભોજન અભક્ષ્ય ન હોવું જોઈએ. – રાત્રિભોજન ન હોવું જોઈએ. - ઘરમાં વૃદ્ધ માતાપિતા છે તો તેમને માટે ઉચિત ભોજન બનવું જોઈએ. - ઘરમાં નાનાં બાળકો હોય તો તેમને પ્રિય, સાત્ત્વિક ભોજન મળવું જોઈએ. - ઘેર પધારેલા અતિથિઓને ભોજન મળવું જોઈએ. તમારે પણ ભોજન અંગે ધ્યાન આપવું જોઈએ. ઘરની સ્ત્રી ભોજન માટે જે સામગ્રી તમારી પાસે મંગાવે, તે તમારે લાવીને-મંગાવીને આપવી જોઈએ. એક ધાર્મિક પરિવારમાં એટલા માટે ઝઘડો થયા કરતો હતો કે પતિ પત્નીને ભોજનસામગ્રી મંગાવી-લાવી આપતા ન હતા. હું આજે ભૂલી ગયો.... કાલે લાવી આપીશ.” “આજે બજાર ગયો હતો, પરંતુ વસ્તુ જેવી જોઈએ તેવી ન મળી. એકબે દિવસમાં નવી સામગ્રી આવવાની છે, એ લાવી આપીશ.” “આજે ગજવામાં પૈસા જ ન હતા.' આમ રોજ-રોજના બહાનાથી પત્ની હેરાન થઈ જતી હતી, તે આક્રોશ કરતી હતી. પતિ પણ પત્ની સામે આક્રોશ કરતો હતો. આમ ઝઘડો થતો હતો. કોઈ વાર ઘરમાં ઘી ન હોય, કોઈ વાર તેલ ન હોય, તો કોઈ વાર લોટ ન હોય! પુરુષ પોતાની જવાબદારી જ સમજતો ન હતો. ભોજન તો ઘરનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. સમાજમાં ઇજ્જત પણ ભોજનના આધારે જ બંધાય છે. તમારા ઘરમાં આવેલા અતિથિને, મહેમાનને તમે કેવું ભોજન આપો છો, એના ઉપર તમારાં ઘરની નિંદા યા પ્રશંસા થાય છે. મહત્ત્વપૂર્ણ વાત આજના યુગમાં અભક્ષ્ય ભોજનની છે. મોટા ભાગનાં ઘરોમાં - જૈનપરિવારોમાં કંદમૂળનો પ્રવેશ થઈ ગયો છે. જે થવો ન જોઈએ. દ્વિદળની સાથે Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ၄3 દહીં-છાસ ખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગરમ કર્યા સિવાય દહીં-છાસની સાથે દ્વિદળ-કઠોળ નહીં ખાવાં જોઈએ. એ રીતે વાસી રોટલી, વાસી શાકભાજી વગેરે વાસી ભોજન થવા લાગ્યાં છે, જે ન થવાં જોઈએ. બજારમાં, હોટલમાં જઈને ભોજન કરવાની તો ફેશન થઈ ગઈ છે. ત્યાં ટેસ્ટી ભોજન મળે છે ને ? પરંતુ સ્વાથ્ય માટે એ ભોજન હાનિકારક હોય છે, એ વાત તમે ભૂલી ગયા છો. અનિવાર્ય સંજોગોને છોડીને તમારે હોટલનું ભોજન છોડી દેવું જોઈએ. આ વાત માનશો? પરિવારના સ્વાથ્યની ચિંતા કરો : જે રીતે ભોજનની ચિંતા કરવાની છે તે જ રીતે પરિવારના સ્વાથ્યની પણ ચિંતા કરવાની છે. ઘરમાં માતાપિતા, પુત્ર, પત્ની... કોઈ બીમાર પડી ગયું હોય તો : ૧. તેમની પાસે શાન્તિથી બેસીને સહાનુભૂતિ બતાવીને તેમની સુખશાતા પૂછો. હવે તને કેમ છે? ચિંતા ન કરવી, જલદી સારું થઈ જશે...' વગેરે આશ્વાસન આપવું જોઈએ. ૨. ડૉક્ટરને ઘેર બોલાવવો જરૂર હોય તો આળસ કે મોડું કર્યા સિવાય ડૉક્ટર બોલાવી લેવો જોઈએ. ડૉકટરના કહ્યા પ્રમાણે દવા આપવી જોઈએ. ૩. દરદીને સમયસર દવા અપાય છે કે નહીં તેની તમારે જાણકારી મેળવવી જોઈએ. ૪. જ્યારે ઘરમાં સ્વજન બીમાર હોય ત્યારે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. દુકાને યા ઓફિસે જવાની ઉતાવળ ન કરવી જોઈએ. બીજાં કામોને ગૌણ કરવાં જોઈએ. મારી પાસે આવેલી વાત છે એક પરિવારની. ઘરમાં પત્ની બીમાર હતી અને પતિએ ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું ! પાર્ટી જે ખંડમાં ચાલતી હતી તેની બાજુના રૂમમાં જ પત્ની સૂતી હતી. પાર્ટીમાં જોરજોરથી હસવું, મજાક કરવી અને ભોજન વગેરે ચાલી રહ્યું હતું. પત્ની પાસે કોઈ પણ ન હતું. તેનું મન ખિન્ન થઈ ગયું. આ ઘટના પછી પતિપત્નીના સંબંધમાં મોટી ખાઈ પડી ગઈ. જીવન અશાંત થઈ ગયું. સભામાંથી આવું તો શ્રીમંતઘરોમાં થતું જ રહે છે. મહારાજશ્રી એટલા માટે તો કહું છું કે એવું થવું ન જોઈએ. પત્ની બીમાર હોય યા માતા બીમાર હોય યા બહેન હોય, પુત્ર-પુત્રી હોય, તેમના મનને ઉદ્વિગ્નઅશાન્ત કરનારી વાત ન થવી જોઈએ. એવા પ્રસંગો જ ઊભા ન કરવા જોઈએ. Page #70 -------------------------------------------------------------------------- ________________ sr શ્રાવકજીવન બીમારની બાહ્ય સેવાની સાથે સાથે તેનાં મનની સમતા-સમાધિ ટકી રહે તેવા ઉપાયો કરવા જોઈએ. સભામાંથી અમે શું સમતા-સમાધિ આપી શકીએ? અમે દુકાને જઈએ છીએ અને શ્રીમતીજી મંડળમાં જાય છે ! નોકર બહાર બેસીને ગપ્પાં મારે છે ! મહારાજશ્રીઃ તમે જાતે બીમાર પડો છો ને? ત્યારે તમારી મનઃસ્થિતિ કેવી રહે છે? જો તમે બીજાંની સેવા કરશો તો બીજાં તમારી સેવા કરશે. તમે બીજાંને સમતા-સમાધિ આપશો, તો તમને કોઈ સમતા-સમાધિ આપનાર મળશે! છોકરા-છોકરીઓના લગ્ન : છોકરા-છોકરીઓના લગ્નસંબંધમાં પણ તમારી ફરજ છે. જે પુરુષ એ ફરજ નથી સમજતો તેને પત્ની વગેરેનો ઠપકો સાંભળવો પડે છે. પછી ઝઘડા થાય છે. ‘તમે છોકરા માટે કશું વિચારતા નથી. છોકરો હવે મોટો થઈ ગયો છે. ‘તમે છોકરી માટે કંઈ વિચારતા નથી, છોકરી ઉંમરલાયક થઈ ગઈ છે. પછી છોકરી કોઈક ખોટું પગલું ભરી બેસશે, એ વખતે મારી ઉપર આરોપ ન મૂકતા. મોટી છોકરીને ઘરમાં રાખવી સહેલી વાત નથી. એની રક્ષા કરવી સરળ નથી...' વગેરે સાંભળવું પડે છે ને? સભામાંથી આટલું જ નહીં, ઘણાં કઠોર વાક્યો સાંભળવાં પડે છે. મહારાજશ્રી ઃ જો તમે પોતપોતાની જવાબદારી અંગે સભાન રહેશો તો આવાં કઠોર વાક્યો સાંભળવાં નહીં પડે અને તમને સંતાનોનો પ્રેમ પણ મળશે. અમારા પિતાજી અમારી કેટલી ચિંતા કરે છે ? અમારા માટે કેટલો પ્રયત્ન કરે છે ?' જો કે આ વાત પૂર્ણતયા ભાગ્યાધીન હોય છે. પોતપોતાના કર્મ અનુસાર પતિ મળે છે, પત્ની મળે છે. પરંતુ સંતાનોની અને પરિવારની અપેક્ષા રહે છે કે તમે પ્રયત્ન કરો, પૂષાર્થ કરો. લગ્ન કરતી વખતે ઘણી વાતો જોવી પડે છે. માત્ર રૂપ અને રૂપિયા જોઈને લગ્ન ન કરવાં જોઈએ. શિક્ષણ, સ્વભાવ, ગુણ પણ જોવા જોઈએ. કેટલાંક વર્ષોથી આંતરજાતીય લગ્નો પણ થવા લાગ્યાં છે. હિન્દુ છોકરાઓ મુસલમાન બનીને મુસલમાન છોકરી સાથે પણ લગ્ન કરી લે છે ! હિન્દુ છોકરીઓ મુસલમાન બની જઈને મુસલમાન છોકરાઓ સાથે લગ્ન કરે છે! મોટે ભાગે આવા લગ્નો લાંબો સમય ટકતાં નથી. મોટા ભાગના પતિપત્ની પાછળથી છૂટાં થઈ જાય છે. અથવા અંદર અંદર તેમને બનતું નથી, ઝઘડા થતા રહે છે અને જીવન ક્લેશમય-અશાંત બની જાય છે. આવા લગ્નો માતાપિતાની સંમતિ વગર જ મોટે Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ભાગે થતાં હોય છે. આમાં માતાપિતાની બેજવાબદારી કારણરૂપ હોય છે. સંતાનોને જન્મ આપ્યો તો તેમના પ્રત્યે જે કંઈ તમારી ફરજ છે તે નભાવવી જોઈએ. જેમ કોઈ કુશળ માળી માલિકના બગીચાને ફાલ્યોફૂલેલો રાખે છે તેમ પરિવારને સુવિકસિત અને સમુચિત બનાવવા માટે તત્પર રહેવું જોઈએ. વળી, તમારી બીજી પણ ઘણી ફરજો છે. દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે. આ બધાં પ્રત્યે કેટલાંક કર્તવ્યો હોય છે. આવક-જાવકનો વિચાર કરો : જો તમે તમારાં કર્તવ્યોનું-ફરજોનું પાલન ન કર્યું અને માત્ર સ્વાર્થ સાધવામાં જ જિંદગી પસાર કરી નાખી તો અંતે તમારું જ અંતઃકરણ કહેશે : માનવ ગૌરવની ફરજો જે રીતે નિભાવવાની હતી તેવી મેં નથી નભાવી. એ અંગે જેટલું ધ્યાન આપવું જોઈતું હતું એટલે મેં ન આપ્યું.” અફસોસ થશે. એવો અફસોસ ન થાય એટલા માટે તમારા કર્તવ્યો પ્રત્યે જાગૃત કરું છું. ગૃહસ્થજીવનમાં એક મહત્ત્વપૂર્ણ ચિંતા આવક-જાવકની કરવાની હોય છે. તમારે આવકનાં પ્રમાણમાં ખર્ચ કરવું જોઈએ. ખર્ચ કરતી વખતે તમારે તમારી પત્ની, પુત્ર, પુત્રીને તમારી આવકનો ખ્યાલ કરવો જોઈએ. જો તમે માસિક બે હજાર કમાતા હો તો તમારા ઘરનું ખર્ચ માસિક બે હજારથી વધારે ન થવું જોઈએ. તમારી આવક મહિને પાંચ હજાર છે તો ખર્ચ પણ પાંચ હજારથી વધારે ન થવું જોઈએ. કેટલાક પૈસા તમારે બચાવીને રાખવા પણ જોઈએ. બીમારી, લગ્ન અને અન્ય વિશેષ પ્રસંગોમાં જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે કોઈની પાસેથી વ્યાજથી ન લેવા પડે. કોઈની પાસેથી ઉછીના ન લેવા પડે એ વિચારવું જોઈએ. જો તમારી પાસે રૂપિયાની બચત હશે તો તમે તમારા મિત્રોને કોઈ વાર સહાય પણ કરી શકો. જેટલું કમાઓ તેટલું ખર્ચી ન નાખો. કેટલાક પૈસા તો બચાવવાનો ખ્યાલ રાખો જ. - જો આવક કરતાં જાવક વધારે રાખશો તો તમે બુદ્ધિમાન નહીં ગણાઓ. કારણ કે એવા માણસો દેવાદાર બને છે. દેવું કરવું એ એક અનર્થ છે, મોટી ભૂલ છે. ઓછું ખાવું, ઓછાં કપડાં રાખવાં, મોજમજા ન કરવી, પરંતુ દેવું તો કરવું જ નહીં જો તમે સાવધાનીપૂર્વક જીવશો તો દેવું કરવાનો પ્રસંગ આવશે જ નહીં સભામાંથી કોઈક વાર બચત ઓછી હોય છે અને મોટું ખર્ચ આવી પડે છે ત્યારે દેવું કર્યા સિવાય બીજો ઉપાય જ રહેતો નથી. જેમ કે દયરોગ-કીડની વગેરેની બીમારીમાં પુષ્કળ ખર્ચ થઈ જાય છે. Jain ducation International Page #72 -------------------------------------------------------------------------- ________________ ၄၄ શ્રાવકજીવન મહારાજશ્રી આવી અનિવાર્ય સ્થિતિમાં સારા, દયાળુ માણસ પાસેથી પૈસા લેવા; પરંતુ પાછળથી તેને તરત જ પરત આપવાની ચિંતા રાખવી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સેવાના ભાવથી મદદ કરે છે, તેમનો સંપર્ક કરો. તેમની પાસેથી તમે સહાય લઈ શકો છો. આવક પ્રમાણે ખર્ચની વાત પરિવારના તમામ સભ્યોને સમજાવવાની છે. દરેકની જાગૃતિ રહેવી જોઈએ. ઇજ્જતની ચિંતા કરો : સમાજમાં રહેવું હોય તો ઇજ્જત હોવી જ જોઈએ. તમે શ્રાવક છો. તમારી આબરૂ સામાજિક સ્તર ઉપર સુરક્ષિત હોવી જ જોઈએ, એટલા માટે આ ચિંતા જરૂરી છે. આબરૂ સદ્ગુણીની હોય છે. સગુણી બે પ્રભાવ બતાવે છે: સન્માન અપાવે છે અને ધનપ્રાપ્તિમાં સહાય કરે છે. સદ્ગણી માણસ પોતાનો તો અભ્યદય કરે જ છે, સાથે સાથે અનેકાનેક મનુષ્યોને પણ ઊંચા લાવે છે અને આગળ વધારવાની ફરજ પણ પૂર્ણ કરે છે. પરંતુ આ બધી વાતો કઠોર પરિશ્રમથી જ શક્ય બને છે. સગુણોના ફળ સ્વરૂપે જ સમૃદ્ધિ, સફળતાઓ અને વિભુતિઓ હસ્તગત થાય છે. આળસુ અને વિક્ષિપ્ત મનુષ્ય - મૂચ્છિત મનુષ્ય તો સુધબુધ ગુમાવીને બેસુધ પયા જ રહે છે. પોતાની ફરજો અદા કરી જ શકતા નથી. તેમને નથી હોતી પોતાની આબરૂની ચિંતા કે નથી હોતી ધન કમાવાની ચિંતા. ધન કમાયા સિવાય તેમનું પૂરું કેવી રીતે થશે? એ લોકો પરાવલંબી બની જાય છે. સ્વજનોસંબંધીઓ જે કોઈ સહાય કરે છે, એટલાથી જ એમનું કામ ચાલે છે. આવા લોકોની સમાજમાં આબરૂ હોતી નથી. ઘરના માણસો પણ એમની ઈજ્જત નથી કરતાં. ઇજ્જત ટકાવી રાખવા કેટલાક ઉપાયો બતાવું છું * ઇજ્જતવાળા લોકો સાથે સંબંધ બાંધવો. * મદ્યપાન, જુગાર, પરસ્ત્રીગમન જેવા વ્યસનોથી દૂર રહો. * સ્મગલિંગ-દાણચોરી જેવા ધંધા ન કરો. * બની શકે ત્યાં સુધી ગુસ્સો ન કરો. * બીજાને સારી સલાહ આપો. * બને ત્યાં સુધી વચન-પાલનમાં તત્પર રહો. * ભૂલ થતાં ક્ષમા માગી લો. * વૃષ્ટિદોષથી બચો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ * માયા-કપટનો કદી આશ્રય ન લો. બસ, તમારી આબરૂ બંધાશે અને સુરક્ષિત રહેશે. તમારી ધર્મ-આરાધના પણ ઉજ્જ્વળ બનશે. તમને જીવન જીવવામાં આનંદ આવશે. ૬૭ બીજી વાત છે પત્નીના સદાચારની અને છોકરા-છોકરીઓના સારિત્રની. પત્ની સદાચારી હોવી જોઈએ. બાળકો પણ સદાચારી હોવાં જોઈએ. કોઈ કોઈ વાર તેમના દુરાચારોથી બેઇજ્જતી થાય છે. એટલા માટે તમારે પરિવારની આ દૃષ્ટિએ ચિંતા કરવી પડશે. આબરૂ ટકાવી રાખવા તમારો સંકલ્પ હોવો જોઈએ અને તમને જે ઉપાયો બતાવ્યા એનું પાલન કરવું પડશે. દંભ ચાલશે નહીં. દંભ વધારે સમય ટકતો નથી. સદ્ગુણી બનો અને આબરૂ મેળવો. નિરાશ થવાનું નથી : આ દિવસોમાં વિલાસિતા અને અહંમન્યતાની પૂર્તિ એ જ મનુષ્યની મહત્ત્વાકાંક્ષા બની ગઈ છે. અને આ હેય પ્રયોજનમાં મોટા ભાગના લોકોને ડૂબેલા જોઈએ છીએ ત્યારે નિરાશા ઘેરી લે છે. આજે ૫૨માર્થના, સાહસના અને ચરિત્રના સ્વામી એવા નેતૃત્વની ખામી દેખાય છે અને એથી નિરાશા વધી જાય છે. સભામાંથી : સાચી વાત છે, અમે લોકો તો નિરાશ થઈ જ ગયા છીએ. મહારાજશ્રી : મહાનુભાવ, અંધકાર ગમે તેટલો સઘન હોય, વ્યાપક હોય, એવી ભયપૂર્ણ સ્થિતિ દૂર કરવામાં એક સળગતો દીવો સફળ થાય છે ને ? સળગતો દીવો બીજા બુઝાયેલા દીપકોને પણ ફરી વાર પ્રજ્વલિત ક૨વામાં પણ સાફલ્ય મેળવે છે ને ! ભલે ને દુરાચારી, અપરાધી, નશાબાજો અને દુર્વ્યસની લોકો પોતાની કક્ષાના અનેક બીજા સાથીદારો-સહયોગીઓ એકઠા કરતા હોય, કરવા દો. તમે નિરાશ ન થતા, સળગતા દીપ બનજો. જ્ઞાનનો દીપ તમારી પાસે હશે તો એ દુરાચારીઓ તમારી પાસે નહીં આવે. તેઓ તો તમારાથી દૂર રહેશે. એટલું જ નહીં, જો તેમને સાચો માર્ગદર્શક મળી જશે તો તેઓ સુધરી પણ જશે. તેઓ સદાચારી, સદ્ગુણી અને કર્તવ્યપાલક બની જશે. ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવનાઓને કલ્પનામાં ભરી લો. પરમાર્થ અને પરોપકારની ભાવનાને મનમાં દૃઢ કરવી પડશે. ૫રમાર્થી, પરોપકારી અને સચ્ચરિત્રી મહાનુભાવોએ એકત્ર થવું પડશે અને દૂષણો સામે ઝઝૂમવું પડશે. કુટિલ અને અનાચારી કર્તૃત્વનો નાશ કરવો પડશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉપસંહાર : ગ્રંથકાર આચાર્યદેવે તડુત્તરાય ચિન્તા' એટલું જ સૂત્ર આપ્યું છે. પરંતુ ‘ઉત્તર કાર્યો' કેટલાં બધાં છે ? ખૂબ લાંબી યાદી છે ઉત્તર કાર્યોની ! મેં તો થોડાંક જ કાર્યો બતાવ્યાં છે. સામાજિક વ્યવહારો પણ કેટલા બધા છે ? સંબંધો ટકાવી રાખવાનાં કેટલાં કાર્યો હોય છે ? આ સર્વે કાર્યોની ગૃહસ્થ-શ્રાવકે ચિંતા કરવાની છે, ખ્યાલ રાખવાનો છે. હા, ચિંતાનો અર્થ તમે ટેન્શન' ન કરતા. ચિંતાનો અર્થ છે ધ્યાન આપવું. શ્રાવકજીવન જો તમારા પરિવારના લોકો શ્રેષ્ઠ શ્રાવકજીવન જીવનાના ધ્યેયવાળા હશે, તો આ કાર્ય સરળ થઈ જશે. જો તેમનું ધ્યેય ‘શ્રાવકજીવન’ નહીં હોય, તો તમે ગમે તેટલી ચિંતા કરશો, તો પણ પરિવારનો ‘રીસ્પોન્સ' - અનુકૂળ પ્રતિભાવ નહીં મળે તો તમારી ચિંતા ચિંતા જ રહેશે, કાર્યના રૂપમાં પરિણમશે નહીં. છતાં પણ કહું છું કે ચિંતા રાખવી - ધ્યાન આપવું. આજે બસ, આટલું જ. Page #75 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : પ૪) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું વિશદ વર્ણન કર્યું છે. શ્રાવકજીવન જીવવા માટેનું સર્વતોમુખી માર્ગદર્શન આપ્યું છે. જેટલું મહત્ત્વ તેમણે ક્રિયાત્મક ધર્મનું બતાવ્યું છે, એથીય વિશેષ ભાવાત્મક ધર્મનું બતાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે શ્રાવક માટે વ્યવહારની ફરજો નભાવવાની વાત કરી, તેના પછી તરત જ તેઓ ભાવાત્મક ધર્મની વાત કરે છે ? कुशलभावनायां प्रबन्धः ।।७९।। હદયમાં ભાવનાત્મક ધર્મ હશે, તો જ બાહ્ય વ્યવહારોમાં વિભિન્ન ફરજોને નભાવવામાં તમે મૂંઝાઈ નહીં જાઓ, દ્વન્દ્રોમાં ફસાઈ નહીં જાઓ. દ્રયમાં રાગષની આગ સળગશે નહીં. ટીકાકાર આચાર્યદેવે આ સૂત્રની ટીકામાં કુશળ ભાવનાનું પ્રારૂપ આ રીતે નિરૂપ્યું છેઃ सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित्पापमाचरेत् ॥ આ શ્લોકનો પ્રથમ તો અર્થ સાંભળી લોઃ સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો નીરોગી રહો. સર્વ જીવો કલ્યાણ પામો અને કોઈ જીવ પાપ ન કરે.” હવે તમે જ વિચારો, જે શ્રાવકમાં આ ભાવના હશે તે શ્રાવક શું પોતાના સમગ્ર વ્યવહારમાં, કર્તવ્યપાલનમાં કોઈ પણ જીવને દુઃખી કરશે? સર્વ જીવો સુખી થાઓ : શ્રાવકનો સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આ જ અભિગમ હોવો જોઈએ. – કોઈ જીવ દુઃખી ન રહો. - સર્વ જીવો સુખી થાઓ. ભાવના આ જ રાખવાની છે. વ્યવહારમાં પણ આ જ વાત લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રથમ પ્રયત્ન ‘મારાથી, મારા નિમિત્તે કોઈ જીવ દુઃખી થવો ન જોઈએ.” દુનિયાની રીતિ-નીતિ અલગ છે. દુનિયા કહે છેઃ પોતાનું દુઃખ દૂર કરવાનું વિચારો, બીજાંનું જે થવાનું હોય તે થાઓ. બીજાંનાં દુઃખનો વિચાર કરવાની જરૂર નથી. આપણું જ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો.’ આવા વિચારો ધરાવનાર લોકો સાથે તમારે જીવવાનું છે અને એમના વિચારોને માન્ય કરવાના નથી ! Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન તમારા વિચાર તો કોઈ જીવ દુઃખી ન થાઓ, સર્વે જીવો સુખી હો, આવા જ જોઈએ. એવી જ ભાવના રાખવાની છે. આનાથી પણ આગળ આ વિચારો ઉન્નત. કોટિના થવા જોઈએ. બીજાને દુઃખી કરીને મારે સુખ ન જોઈએ. હું તો તમામ જીવોને સુખી જોવા ઇચ્છું છું.' માત્ર ભાવનામાં સંતોષ ન માનતાં તમારે એ દિશામાં પ્રયાસ પણ કરવાનો છે. બીજા જીવોનાં દુઃખો બની શકે તેટલાં દૂર કરવાનાં છે અને બને તેટલાં સુખ એમને આપવાનાં છે. આ કાર્ય તો ત્યારે જ બની શકે કે જ્યારે તમારા અંતઃકરણમાં આ પવિત્ર ભાવનાનું ઝરણું વહેતું રહેશે ! સામાન્ય રીતે દુનિયામાં એવું જોવા મળે છે કે કોઈ આપણને દુઃખી કરવા અને આપણાં સુખ ઝૂંટવી લેવા પ્રયત્ન કરે છે, તો આપણે એનો ઘોર તિરસ્કાર કરીએ છીએ અને એને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ. અમે એક નાના ગામમાં ગયા હતા. ત્યાં માત્ર ૧૫-૨૦ જૈન પરિવારો હતા. બે પરિવારમાં પરસ્પર મતભેદ-મનભેદ હતો. એકબીજાની ખરાબી કરતા હતા. અમારી પાસે એ બંને પરિવારો આવતા હતા. એક દિવસે એમાંથી એક ભાઈ મારી પાસે બેઠા હતા અને બીજો આવ્યો. બીજે વધારે ઉગ્ર હતો. પહેલો ઊઠીને ચાલ્યો ગયો. બીજે મારી પાસે બેઠો. મને કહેવા લાગ્યો: “મહારાજ સાહેબ, અત્યારે જે ઊઠીને ગયો તે દેખાવે તો ભગત લાગે છે, પરંતુ છે મહાધૂર્ત ! મારું ચાલે તો એને મારીને નર્કમાં મોકલી દઉં! આમે ય નર્કમાં જવાનો છે. આપ એનાં કરતૂતો જાણતા નથી.” મેં કહ્યું “કદાચ એને નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હશે, તો તે અવશ્ય નરકમાં જશે, પરંતુ તમારા કહેવાથી નહીં જાય. તમે એને મારી નાખવાની ભાવના બતાવી, એથી સંભવ છે કે તમે નરકગતિનું આયુષ્ય બાંધી લીધું હોય, તીવ્ર દ્વેષ ન કરવો જોઈએ. કોઈ જીવને મારવાનો વિચાર ન કરવો જોઈએ.' તેણે મને કહ્યું: ‘મહારાજ સાહેબ, શું કહું? તેણે મને પરેશાન કરવામાં કશું બાકી નથી રાખ્યું, એટલે હું જ્યારે એને જોઉં છું તો મારું લોહી ઊકળી ઊઠે છે.” મેં કહ્યુંઃ “શાન્ત થાઓ, તમારું એણે કશું બગાડ્યું નથી. બગાડનાર તો જીવના પોતાનાં કર્મો હોય છે. એ તો નિમિત્ત માત્ર છે. એના પ્રત્યે દ્વેષ ન કરો. દ્વેષ કરવો હોય તો તમારા કર્મો પ્રત્યે કરો. કર્મોનો ક્ષય કરવાનું વિચારો. કોઈ પણ જીવને દુઃખી કરવાનું ન વિચારો, સુખી કરવાનું વિચારો. જો વિચારવું જ હોય તો !” ખૂબ સમજાવીને એને શાંત કર્યો. અમારી પાસે આવ્યો તો શાંત થયો. જો અમારો અથવા બીજા કોઈ જ્ઞાની સાધુ-સંતનો પરિચય ન થયો હોત તો તેનું શું Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૭૧. થાત ? તેના મનમાં શુભ ભાવના - શુદ્ધ ભાવના ભરવાનો અમે પ્રયત્ન કર્યો. - એક વિશેષ વાત કરું છું. આ શુભ ભાવના દિવસમાં અમુક સમય માટે જ રાખવાની નથી. રાતદિવસ - સતત આ ભાવના તમારા હૃદયમાં રાખવાની છે. કોઈ પણ કાર્ય કરતી વખતે, કોઈ પણ મનુષ્યના પરિચય સમયે, કોઈ પણ પશુપક્ષીના સંપર્ક સમયે આ ભાવના હૃદયમાં રહેવી જોઈએ. તમે જાણો છો કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવત્વ છે. એટલા માટે તેનો ઉપયોગ કરતી વખતે હૃદયમાં આ ભાવના રહેવી જોઈએ. “મારે અનિવાર્ય રીતે પૃથ્વી, પાણી વગેરેનો ઉપયોગ કરવો પડે છે, શું કરું ? એ પૃથ્વીકાયાદિ જીવોની હત્યા થઈ જાય છે, તેમને કષ્ટ પડે છે માટે ઓછામાં ઓછો ઉપયોગ કરું.' પૃથ્વીકાયાદિ જીવો પ્રત્યે તમારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થશે. એ જીવોની સાથે તમે જે વ્યવહા૨ ક૨શો તેમાં કઠોરતા, ક્રૂરતા પ્રવેશશે નહીં. સર્વે જીવો નીરોગી રહો : આ બીજી ભાવના છે. ખૂબ ચમત્કારિક છે આ ભાવના ! જો રોગી મનુષ્ય વારંવાર આ ભાવના ભાવે તો તે પોતે નીરોગી બની જાય છે. મનોવૈજ્ઞાનિકોનું આ સ્વયંસિદ્ધ મંતવ્ય છે, નિર્ણય છે. તમે સાચા હૃદયથી સર્વ જીવોની નીરોગિતાની ભાવના કર્યા કરો. કોઈક વાર તમે હોસ્પિટલમાં જાઓ છો ને ? ત્યાં અનેક રોગોથી ગ્રસ્ત ઘણા માણસો જુઓ છો ને ? એ રોગગ્રસ્ત જીવોને જોઈને શું વિચારો છો ? વિચારો તો આવતા હશે ને ? : સભામાંથી કર્મોનો વિચાર આવે છે. આ જીવોએ પૂર્વજન્મમાં પાપકર્મો કર્યાં હશે. બિચારા એ પાપકર્મોનું ફળ ભોગવી રહ્યા છે: મહારાજશ્રી : આ વિચાર તો રોગોના નિદાનનો આવ્યો. તમારે વિચારવાનું છે ઃ ‘આ જીવ શીઘ્ર નીરોગી - નિરામય થઈ જાઓ. પરમાત્માની દિવ્ય કૃપા એમના ઉપર ઊતરો. શીઘ્ર-જલદી રોગમુક્ત થઈ જાઓ. આ દુનિયામાં કોઈ પણ જીવ રોગી ન રહો.' શું આવી ભાવના ન કરી શકો ? સભામાંથી : હવે એવી ભાવના ભાવીશું. ખૂબ સારી ભાવના છે. મહારાજશ્રી : સાથેસાથે એ પણ વિચારવાનું કે ‘અશાતાવેદનીય કર્મનો આ કટુ વિપાક છે, પરંતુ અશાતાવેદનીય કર્મ બંધાય શું કરવાથી ? મારે મારા જીવનમાં સાવધાન રહેવાનું છે. એવી એક પણ દુષ્ટ પ્રવૃત્તિ કરવાની નથી કે જેથી અશાતાવેદનીય કર્મ બંધાઈ જાય. હવે સાવધાન રહેવાનું છે.' એવું વિચારવાથી જીવનનો રાહ બદલાઈ જશે. અનેક હિંસાજન્ય પ્રવૃત્તિઓ છૂટી જશે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હિંસાથી વેદનીય કર્મ : અશાતાવેદનીય કર્મનો મુખ્ય હેતુ છે જીવહિંસા. જીવહિંસા ન કરવી. જીવહિંસા ક૨વાની તીવ્ર ઇચ્છા પ્રકટ થવાથી પણ અશાતાવેદનીય કર્મ બંધાય છે. જીવહિંસાના અનેક પ્રકારો છે ઃ – જીવોને મારી નાખવા, જીવનાં અંગ-ઉપાંગ છેદી નાખવાં, જીવોને સતાવવા, જીવો ઉપર પ્રહાર કરવા, જીવોની ઘૃણા કરવી, તિરસ્કાર કરવો. એટલા માટે તીર્થંક૨ ૫રમાત્માઓએ જીવોની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનો ઉપદેશ આપ્યો છે. કોઈ પણ જીવને શત્રુ માનવો જ નહીં. જીવ નાનો હોય યા મોટો, એકેન્દ્રિય હોય યા પંચેન્દ્રિય ! સર્વ જીવોને મિત્ર માનીને એમની સાથે સઠ્યવહાર કરવાનો છે. જીવને માનશો તો કોઈ ને કોઈ વા૨ દુર્વ્યવહાર થશે. - જીવને મિત્ર માનશો તો એમની સાથે સદ્વ્યવહાર થશે. શત્રુ — - તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કે સર્વે જીવોને મિત્ર માનો. મિત્ર માનીને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશો તો ‘શાતાવેદનીય કર્મ’ બંધાશે. જ્યારે શાતાવેદનીય કર્મ ઉદયમાં આવશે ત્યારે બે વાતો પ્રાપ્ત થશે : સારું આરોગ્ય અને ઉત્તમ સૌભાગ્ય. શ્રાવકજીવન આરોગ્ય અને સૌભાગ્યની સાથે મધુર સ્વર અને લોકપ્રિયતા પણ પ્રાપ્ત થાય છે. આ બધું શુભ અને સારું પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય એક જ છે - જીવોની સાથે મૈત્રી ! કરુણાપૂર્ણ વ્યવહાર, મૈત્રીપૂર્ણ વ્યવહાર ! રોગ, દુર્ભાગ્ય, અપયશ, તિરસ્કાર વગેરે હિંસાથી, શત્રુતાથી, જીદ્વેષથી પ્રાપ્ત થાય છે. તમારે વિચારીને નિર્ણય કરવાનો છે કે તમારે શું મેળવવું છે ? અમારા કહેવાથી યા આગ્રહ કરવાથી તમે માનવાના છો ? જો તમે અમારું કહેવું માનતા હોત તો તમે કેટલી ઊંચાઈ ઉ૫૨ હોત ? તમારો ઉદ્ધાર થઈ જાત ! ઠીક છે, અહીં ધર્મોપદેશ સાંભળવા આવ્યા કરો છો ! મન લગાડીને સાંભળતા રહેશો તો એક દિવસે ઉદ્ધાર થવાની સંભાવના તો છે ! ગમે તે કરો, પરંતુ હિંસાનો ત્યાગ કરો. હિંસાજન્ય પદાર્થોનો ત્યાગ કરો. જે Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૭૩ વસ્તુનું નિર્માણ જીવહિંસાથી થતું હોય, તે વસ્તુઓનો ઉપયોગ ન કરો. એવી વસ્તુ ઘરમાં લાવો જ નહીં, માનશો આ વાત ? પછી હોઠો ઉપર લિપસ્ટિક' પણ નહીં લગાડી શકો. લિપસ્ટિક' જીવહિંસાજન્ય પદાર્થ છે. એવા બીજા પણ અનેક પદાર્થો બજારમાં વેચાય છે. ‘સર્વે સન્તુ નિરામયાઃ' આ સૂત્ર મહાપ્રભાવશાળી છે. જ્યારે પણ તમે કોઈ રોગીને જુઓ, તમારા મનમાં આ સૂત્ર શરૂ થઈ જવું જોઈએ. ‘સર્વ જીવો નીરોગી થાઓ.' હા, કોઈ દુશ્મનને પણ બાકાત રાખવાનો નથી. જે માણસ તમારી સાથે સારો વ્યવહાર ન કરતો હોય, તમારી સાથે વેરભાવના રાખતો હોય, એને માટે પણ આ ભાવના રાખવી જોઈએ. સર્વે સન્તુ નિરામયાઃ । એનાથી તમારું ચિત્ત, ભલેને શરીર રોગી હોય; તે શાન્ત, સ્વસ્થ રહેશે અને સમાધિયુક્ત રહેશે. દરેકનું કલ્યાણ થાઓ : સર્વે સન્તુ નિરામયાઃ ।'ની પછી 'સર્વે ભદ્રાળિ પશ્યન્તુની ભાવના બતાવવામાં આવી છે. સંસારના તમામ જીવોનું કલ્યાણ થાઓ, આ ભાવના ચિત્તમાં રાખવાની છે. એટલે કે કોઈ પણ જીવનું અશુભ, અમંગળ તો વિચારવાનું જ નથી. યાદ રાખો કે તમે શ્રાવક છો, સમ્યગ્દષ્ટિ જીવ છો. સમ્યગ્દષ્ટિ જીવની આ સહજ સ્થિતિ હોય છે. એનું ચિત્ત એટલું નિર્મળ હોય છે કે એ ચિત્તમાં બીજા જીવો માટે અશુભ વિચાર ઉત્પન્ન થઈ જ શકતા નથી. હા, પ્રારંભિક અવસ્થામાં અશુભ વિચારો સાથે સંઘર્ષ કરવો પડે છે. મનમાં પ્રવેશવા માટે અશુભ વિચારો, વેર-વિરોધ સાથે દ્વાર ખખડાવી શકે છે: પરંતુ આત્મા પોતાની શક્તિથી એ વિચારોને પ્રવેશવા દેતો નથી. કોઈ વાર અશુભ વિચારોનો વેગ તીવ્ર હોય છે, તેઓ અંદર પ્રવેશી ય જાય છે, પરંતુ જાગ્રત આત્મા એ વિચારોને ચિત્તમાં રહેવા દેતો નથી, બહાર ધકેલી દે છે. આ આંતરસંઘર્ષ ચાલતો રહે છે. ‘સર્વ જીવોનું કલ્યાણ થાઓ' આ ભાવના મનઃશુદ્ધિ માટે ઉપયોગી ભાવના છે. મોક્ષમાર્ગમાં મનઃશુદ્ધિ અતિ આવશ્યક મનઃશુદ્ધિ ટકાવી રાખવી અતિ આવશ્યક છે તમારે માટે ! કારણ કે તમે શ્રાવકો છો. મોક્ષમાર્ગના મુસાફરો છો. મોક્ષમાર્ગમાં મનઃશુદ્ધિનું મહત્ત્વ ઓછું નથી. ધર્મક્રયાઓ કરતાં પણ વધારે મહત્ત્વ છે. મનઃશુદ્ધિ ભાવનાઓથી પ્રાપ્ત થાય છે, ક્રિયાઓથી નહીં. ભાવનાઓની ઉપેક્ષા કરીને માત્ર ક્રિયા કરનારા, ધર્મની વિવિધ ક્રિયા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવકજીવન કરનારાઓને હું જાણું છું. તેમના વિચારો કેટલા અશુદ્ધ હોય છે, એ પણ હું જાણું છું. એનાથી તેઓ અશાંત અને સંતપ્ત રહે છે. તીર્થંકર ભગવંતોએ ૧૬ ભાવનાઓનું ચિંતન કરવાનો ઉપદેશ કેમ આપ્યો ? આ જ કારણ છે. ભાવનાઓ વગર વિદ્વાનોને, શાસ્ત્રજ્ઞોને પણ શમરસની પ્રાપ્તિ થતી નથી, તો પછી ક્રિયાજડ લોકોને શાન્તિનો અનુભવ કેવી રીતે થાય ? શુભ ? ભાવનાઓ વગર મનની શાન્તિ શક્ય નથી. ઘણા મોટા વિદ્વાનો પણ અશાંત બની જાય છે. પ્રબળ વેરભાવના તેમના હૃદયમાં આગની જેમ ભભૂકી ઊઠે છે. આ જ 'ધર્મબંદુ'ના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વયં એવી વેરભાવનામાં ગૂંચવાઈ ગયા હતા. બૌદ્ધધર્મના કટ્ટરપંથી આચાર્યે એમના ભક્ત રાજા દ્વારા હરિભદ્રસૂરિજીના એક શિષ્યને મારી નખાવ્યો હતો અને બીજા શિષ્યને ખૂબ પરેશાન કર્યો હતો. પાછળથી એનું પણ મૃત્યુ થઈ ગયું હતું. બૌદ્ધ સાધુઓને કડક શિક્ષા કરવાનો સંકલ્પ પોતાના બે શિષ્યોના - જેઓ આચાર્યશ્રીના ભાણેજ પણ થતા હતા - મૃત્યુથી આચાર્યશ્રી અતિ વ્યાકુળ થઈ ગયા હતા. તેઓ જ્ઞાની હતા, જ્ઞાનના આલોકમાં તેઓ જાણતા હતા કે મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આયુષ્યકર્મ સમાપ્ત થતાં મૃત્યુ થાય જ છે. મૃત્યુ શરીરનું હોય છે, આત્માનું નહીં. આ બધું તત્ત્વજ્ઞાન એમની પાસે હતું; છતાં પણ તેઓ અશાંત થઈ ગયા. એ બૌદ્ધ વિદ્વાનોને ક્ષત્રિય રાજાની સાથે કહેવડાવ્યું કે ‘મારી સાથે વિવાદ કરો, જે હારે તેને ચૂલા ઉપર રાખેલા તેલના કડાયામાં પડવું પડશે અને મરવું પડશે.' ક્ષત્રિય રાજા હરિભદ્રસૂરિજીથી પ્રભાવિત હતો અને એ રાજાએ આચાર્યદેવના એક શિષ્યને - પરમહંસને આશ્રય આપ્યો હતો. બૌદ્ધાચાર્ય સાથે વાદ-વિવાદ આયોજિત કર્યો હતો. રાજાએ પોતાની સામે બૌદ્ધાચાર્યને હારતા જોયા હતા. પરમહંસની અદ્ભુત વિદ્વત્તાથી રાજા પ્રભાવિત થયો હતો. પાછળથી ગુરુદેવ સાથેના મિલન પહેલાં રસ્તામાં જ પરમહંસનું મોત થયું હતું. આચાર્યદેવના હૃદયને કારમો ઘા લાગ્યો હતો. તેઓ બૌદ્ધ સાધુઓ પ્રત્યે અતિશય ઊકળી ઊઠ્યા હતા. આ વાત તેમના ગુરુદેવના કાને પહોંચી. તેમણે હરિભદ્રસૂરિજીને બે શ્લોક મોકલાવ્યા. ક્રોધના, વેરના તીવ્ર વિપાક બતાવનારી ‘સમરાદિત્ય મહાકથા' તરફ તેમનું ધ્યાન દોર્યું. હરિભદ્રસૂરિજીએ બંને શ્લોકો વાંચ્યા. સમરાદિત્યની વાર્તા સ્મરણમાં આવી. તેઓ ઊંડાં ચિંતનમાં ડૂબી ગયા. વેરની ભાવના મનમાંથી નીકળી ગઈ. તેઓ સ્વસ્થ બન્યા, રાજાને બોલાવીને કહ્યું : “મારે કશું કરવું નથી, હું જાઉં Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ છું.' તેઓ ગુરુદેવની પાસે ગયા અને અશુભ સંકલ્પનું પ્રાયશ્ચિત્ત કર્યું. કોઈ પાપ ન કરો ઃ ભાવના વગર વિદ્વાન પણ ભૂલા પડી જાય છે. ભાવના વગર મોટા તપસ્વી પણ ભૂલા પડી જાય છે. ગ્રંથકારે ‘સમરાદિત્ય મહાકથા' લખી માત્ર બે શ્લોકો ૫૨ ! ખૂબ વિશાળ નવ જન્મોની મહાકથા લખી. એ મહાકથામાં પ્રથમ ભવમાં જ અગ્નિશર્માની તપશ્ચર્યા બતાવી છે. એણે માસખમણના પારણે માસખમણ કર્યાં. લાખો માસખમણ કર્યાં. એ સંન્યાસી બની ગયો હતો. આશ્રમમાં રહેતો હતો. છતાં પણ રાજા ગુણસેન પ્રત્યે એના હૃદયમાં તીવ્ર વેરભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. કા૨ણ કે તેની પાસે ભાવનાઓનું - શુભ ભાવનાઓનું અમૃત ન હતું. ‘અરિહંત’ વાંચનારાઓએ એ વાર્તા વાંચી હશે. તપસ્વી-સંન્યાસી સંસારમાં ભટકી જાય છે. ૭૫ અગ્નિશમાં તાપસ બનીને તપ કરતો હતો. પરંતુ એ ભાવના એના હૃદયમાં ન હતી કે ‘કોઈ જીવ પાપ ન કરે.' તેણે જનમોજનમ રાજા ગુણસેનને મારવાનો ક્રૂર સંકલ્પ કર્યો હતો. ખૂબ મોટું પાપ કર્યું હતું. સંન્યાસી બનીને આ પાપસંકલ્પ કર્યો હતો. મનનાં પાપ ભયાનક હોય છે. ત્યાં રોકનારું કોઈ હોતું નથી. જીવ જાતે જ ઉમ્બુદ્ધ થાય, તો જ પાપોથી બચી શકે છે. અહીં ગ્રંથકારે આ ભાવના બતાવી છે કે મા ઋશ્વિત્ પાપમાચરેત્ । કોઈ પાપ ન કરો. કારણ કે તેઓ પાપના કટુ વિપાકોને જાણતા હતા. સંસારમાં જેટલાં પણ દુઃખો છે, તે સર્વે પાપોનાં ફળ સ્વરૂપે છે. 'પાપાત્ દુઃલમ્' દુઃખ પાપોથી જ આવે છે. પાપનું ફળ દુઃખ છે. જીવ પાપ ન કરે તો જ સુખી બની શકે છે. આ ભવ્ય ભાવનામાં માનનાર મનુષ્ય પાપોથી દૂર રહેવું જોઈએ. પાપ અનેક પ્રકારના હોય છે ઃ હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર-વ્યભિચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, રાગ, કલહ, મિથ્યાત્વ આદિ અનેક પાપ હોય છે. પાપોની ઓળખાણ થવી અતિ આવશ્યક છે. પાપોની ઓળખાણ હશે તો જ તમે પાપોથી બચી શકશો. કેટલાંક વર્ષો પૂર્વે ગુજરાતની એક યુનિવર્સિટીમાં મારું પ્રવચન હતું. પ્રવચનમાં મેં પાપ અને પુણ્યની વાત કરી હતી. પ્રવચન પછી ત્યાં નજીકના જ રામકૃષ્ણ મિશનના મકાનમાં રોકાયા હતા. કોલેજના કેટલાક છોકરા-છોકરીઓ મળવાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું : ‘અમને પાપ અને પુણ્યનું જ્ઞાન જ ન હતું. આજે સર્વ પ્રથમ જ પાપનાં નામ સાંભળ્યાં. હવે અમે સાવધાન રહીશું. અનિવાર્ય રૂપે જે પાપ કરવાં પડે તે જ પાપ કરીશું. બીજાં પાપોનો ત્યાગ કરીશું.’ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રાવકજીવન આપણી વાત ભાવના વિશે ચાલી રહી છે. ‘કોઈ પણ જીવ પાપ ન કરે.' કારણ કે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં પાપનાં ફળ જોઈ શકાય છે. ઘોર ભયાનક દુઃખો દેખાય છે. જાગ્રત જીવ નથી ઇચ્છતો કે કોઈ દુઃખી થાય. એ જાણે છે કે પાપોથી જ દુઃખ આવે છે. એથી એવી ભાવના ભાવે છે. કરુણા, ભાવકરુણા જ એવી ભાવના ભાવવા મનુષ્યને પ્રેરિત કરે છે. કા૨ણ કે તે કોઈ પણ જીવનું દુઃખ જોઈને સ્વયં દુઃખી થઈ જાય છે. એના હ્રદયમાં ક્ષુબ્ધતા છવાઈ જાય છે. શું કરે એ ? જો એનું ચાલે તો એ કોઈ જીવને પાપ ન કરવા દે. પરંતુ એવી શક્તિ કોઈ પણ જીવમાં હોતી નથી. ઉત્કૃષ્ટ પુણ્યબળવાળા તીર્થંકર પરમાત્મા પણ સર્વ જીવોને પાપ કરતાં રોકી શકતા નથી, તો પછી આપણા જેવા ક્ષુદ્ર જીવોમાં આવી શક્તિ ક્યાંથી આવી શકે ? જે સમયે ભગવાન મહાવીર રાજગૃહીમાં બિરાજતા હતા ત્યારે રાજગૃહીમાં ‘કાલસૌરિક’ નામનો કસાઈ રોજના ૫૦૦ પાડા મારતો હતો. એ નગરનો રાજા હતો શ્રેણિક. ભગવાને શ્રેણિકના મનનું સમાધાન કરવાના હેતુથી કહ્યું : ‘શ્રેણિક, કાલે તું કાલસૌરિક કસાઈને હિંસા કરતો રોકી દે.' ભગવાન જાણતા હતા કે આ કાર્ય મુશ્કેલ નહીં, અસંભવ છે અને શ્રેણિકને નરકમાં જવું નિશ્ચિત છે. શ્રેણિકે નરકગતિનું આયુષ્ય બાંધી લીધું હતું. શ્રેણિકને કહી પણ દીધું હતું. શ્રેણિકે ભગવંતને કહ્યું : ‘ભગવંત, હું આપનો સેવક છું. મારે નરકમાં જવું પડશે ?’ શ્રેણિકના મનનું સમાધાન કરવા ભગવાને એણે કહ્યું હતું : ‘તું કાલસૌકરિક કસાઈની હિંસા રોકી દે, તો તારે નરકમાં નહીં જવું પડે.’ શ્રેણિકે એ કસાઈને નગરના કૂવામાં ઊતારી દીધો, દોરડે બાંધીને ! કૂવામાં એ કેવી રીતે હિંસા કરી શકે ? પરંતુ ભગવાને બતાવ્યું કે કલ્પનાથી કૂવાની ભીંત ઉપ૨ પાડાનાં ચિત્રો બનાવીને મારતો હતો. ૫૦૦ વા૨ પાડાનાં ચિત્રો બનાવીને હાથથી મારતો ગયો, ત્યારે જ શ્રેણિકના મનનું સમાધાન થયું. જેને પાપ કરવાં જ છે તે શરીરથી પાપ નથી કરી શકતો, તો મનથી કરે છે ! મનની કલ્પનાઓથી તે અનેક પાપો કરે છે. છતાં પણ આપણે તો ભાવના એવી રાખીએ કે ‘કોઈ જીવ પાપ ન કરે.’ આ ભાવનાથી બીજાંને તો લાભ થતાં થશે, પરંતુ તમને સ્વયંને તો લાભ થશે જ ! તમારામાં પાપોથી બચવાની શક્તિ પ્રકટ થશે. સંભવ છે કે તમે પાપોથી બચી જાઓ. જો પાપોથી બચવાની ભાવના હોય, તો આ ભાવના સેવતા રહો. ભાવનાથી ભવનાશ ભાવના મનનો વિષય છે. ભાવના જેટલી તીવ્ર, પ્રબળ હશે, તેટલો જ એનો પ્રભાવ પણ પ્રબળ પડશે. ઘોર પાપી જીવ પણ ભાવનાઓને સહારે, પૂર્ણ જ્ઞાની Page #83 -------------------------------------------------------------------------- ________________ • ભાગ ૩ ૭૭ અને વીતરાગ બન્યાનાં ઉદાહરણો શાસ્ત્રોમાં વાંચ્યાં છે. ખૂબ સારો ઉપાય છે ભાવનાનો. આ પ્રકારે ભાવનાઓ છે ઃ - - - = સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો નીરોગી રહો. આ રીતે બીજી ચાર ભાવનાઓ છે : સર્વ જીવો મારા મિત્રો છે. - સર્વ જીવોનું કલ્યાણ થાઓ. કોઈ પણ જીવ પાપ ન કરે. મારું ચાલે તો સર્વ જીવોનું દુઃખ દૂર કરું. ગુણવાનો પ્રત્યે મારા હૃદયમાં પ્રેમ છે. પાપી જીવો પ્રત્યે હું મધ્યસ્થ રહીશ. તેમની પ્રશંસા નહીં કરું, એ રીતે તેમનું ખરાબ પણ નહીં કરું. આ ભાવનાઓ સિવાય બીજી અલગ બાર ભાવનાઓ પણ છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશ્િચ ભાવના, સંસાર ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, કર્મનિર્જરા ભાવના, લોકસ્વરૂપ ભાવના, બોધિદુર્લભ ભાવના અને ધર્મસ્વાખ્યાત ભાવના. પ્રવચનો દરમિયાન મેં કેટલીય વાર આ ભાવનાઓ સમજાવી છે. તમારે સમય કાઢીને આ ભાવનાઓ ૫૨ ચિંતન-મનન કરવું પડશે. વારંવાર અભ્યાસ એ જ ભાવના છે. આ વિચારોનો અભ્યાસ છે. એક વાર વિચાર કરવાથી ‘ભાવના’ નથી બનતી. પુનઃપુનઃ વિચાર ક૨વાથી ‘ભાવના' બને છે. અનિત્યતા, અશરણતા વગેરે સુવિચારના મુદ્દા છે - ‘ટોપિક્સ’ છે. ખૂબ સારા ‘ટોપિક્સ’ છે. રાત્રિની નીરવ શાંતિમાં, એકાન્તમાં ઓરડામાં બેસીને આ ભાવનાઓનો અભ્યાસ કરો. ચિન્તનમાં ડૂબતા રહો. સભામાંથી : અમારું ચિન્તન ‘કંચન’ અને ‘કામિની'ની આસપાસ ચાલે છે. મહારાજશ્રી ઃ તમારે આ અશુભ ચિંતનથી મુક્તિ મેળવવી છે ? પ્રથમ તો આ વાત કરો. અશુભ ચિંતનથી જ્યારે તમે બેચેની અનુભવશો ત્યારે શુભ અને शुद्ध ચિંતનની શરૂઆત થશે. તમારો પોતાનો નિર્ણય હોવો જરૂરી છે. હું તો માત્ર નિર્દેશ - દિશાસૂચન કરું છું. વધારેમાં વધારે તો પ્રેરણા આપી શકું, છેવટે કાર્ય તો તમારે જ કરવાનું છે. ભાવના ભાવવાનું આ કાર્ય સરળ છે. એમાં કોઈ ઉપવાસ - આયંબિલ કરવાના નથી. મનને શુદ્ધ કરવાનો ઉપાય - ભાવના : મારો તમારી સામે એક પ્રશ્ન છે ઃ શું તમે તમારા મનને શુદ્ધ કરવા માગો છો ? Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૭૮ ‘મારે મારું મન શુદ્ધ કરવું જ છે. મારા મનમાં અશુભ વિચાર, ગંદા વિચાર પ્રવેશે જ નહીં, એવો ઉપાય મારે કરવો છે.’ એવો તમારો નિર્ણય છે ખરો ? સભામાંથી ; કોઈક વાર વિચાર આવે છે, નિર્ણય કરી શક્યા નથી. મહારાજશ્રી ઃ નિર્ણય જ નહીં, દૃઢ નિર્ણય કરવો પડશે. વિવિધ ભાવનાઓનું ચિંતન શરૂ કરવું પડશે. પ્રતિદિન - પ્રતિક્ષણ, આ ચિંતન તમારા મનમાં ચાલતું રહે એવો અભ્યાસ કરવો પડશે. સભામાંથી : અમારા જીવનમાં પાપાચરણ હોય, તો પછી ભાવનાઓથી લાભ થશે ? મહારાજશ્રી : ભાઈ મારા, પ્રવૃત્તિનું મૂળ છે વૃત્તિ. વૃત્તિ બદલાશે ત્યાં પ્રવૃત્તિ આપોઆપ બદલાઈ જશે. વૃત્તિ નહીં બદલાય, ભાવના નહીં બદલાય, તો પ્રવૃત્તિ નહીં બદલાય. ભાવનાના માર્ગ ઉપર ચાલતા રહો. થાક્યા વગર ચાલ્યા કરો. તમારી અશુભ વૃત્તિઓ બંધ થશે, શુભ વૃત્તિઓનો પ્રારંભ થશે. ભાવનાના માર્ગ ઉપર ચાલીને અનુભવ કરો. આ અનુભવ કરવાની વાત છે. માત્ર બોલવાસાંભળવાની વાત નથી. દુઃખી માનવોને અને જાનવરોને તમે જુઓ છો ને ? તેમને જોઈને ચિંતન કરો ઃ ‘આ જીવ સુખી થાઓ, તેમનાં દુઃખ દૂર થાઓ.’ રોગી જીવોને જુઓ છો ને ? જ્યારે જ્યારે જુઓ, ત્યારે ચિંતન કરો કે ‘આ જીવ શીઘ્ર નીરોગી બનો, નિરામય બનો.' આત્મવિમુખ થયેલા જીવોને જોઈને વિચારો કે ‘આ જીવોનું કલ્યાણ થાઓ. તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાઓ.' પાપોને છોડવાનો ઉપદેશ આપ્યા પછી પણ જે લોકો પાપત્યાગ નથી કરતા એવા જીવો પ્રત્યે ચિંતન કરો કે “આ જીવો પાપ ન કરે, પાપનો ત્યાગ કરે, જેથી તેમને પાપોનું ફળ-દુઃખ ભોગવવું ન પડે.’ ઉપસંહાર : :: ગૃહસ્થજીવન અનેક વિષમતાઓથી ભરેલું છે. અનેક આંતરબાહ્ય દ્વન્દ્વોથી ભરેલું છે. આવા ગૃહસ્થજીવનમાં પણ શાન્તિ, સમતા અને સમાધિ પામવા માટે આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભાવનાઓનો. ભાવનાઓથી આત્માને લાગેલાં પ્રગાઢ કર્મોનો નાશ થઈ જાય છે. જેમ જેમ આત્મા કર્મમુક્ત થતો જાય છે, તેમ તેમ મોક્ષની નિકટતા આવતી જાય છે. ભાવનાઓથી મન પ્રસન્નતા પામે છે. સદૈવ પ્રસન્નતા અને પ્રફુલ્લતા ટકાવી રાખવા માટે ભાવનાઓનો સાક્ષાત્કાર કરવો જ પડશે. આજે બસ, આટલું જ. Page #85 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : પપ) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ઉધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવન વિશે સારું માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે શ્રાવકની ખૂબ સુંદર દિનચય બતાવી છે. સાથે સાથે ભાવાત્મક ધર્મ અંગે પણ લખ્યું છે. ભાવાત્મક ધર્મનો સંબંધ હૃયની સાથે હોય છે. દયને સુધારવા માટે એમણે શુભ ચિંતનસ્વરૂપ ભાવનાઓનો નિર્દેશ કર્યો છે. શુભ ભાવનાઓનો પ્રકર્ષ પામવા માટે પ્રેરણા આપી છે. પરંતુ દયગત શુભ ભાવનાઓ કેટલાંક નિમિત્તો પર નિર્ભર રહે છે. એવાં અનેક નિમિત્ત હોય છે, એમાંથી એક નિમિત્તનો ગ્રંથકારે અહીં ઉલ્લેખ કર્યો છે : शिष्टचरित्रश्रवणम् ।।८।। શિષ્ટ પુરુષોનાં ચરિત્ર સાંભળતા રહો. જે શાસ્ત્રપ્રસિદ્ધ અને ઇતિહાસપ્રસિદ્ધ સપુરુષ અને મહાસતીઓ છે, તેમનાં પ્રેરણાદાયી જીવનચરિત્રો સાંભળવાં જોઈએ. પૂજ્ય પુરુષોના મુખેથી સાંભળવાં જોઈએ. એવા પુરુષોનો સમાગમ ન હોય, તો એવાં ચરિત્રો વાંચવાં જોઈએ. શ્રવણનો આનંદ અદ્ભુત હોય છે? અહીં ગ્રંથકારે પુરુષોનાં જીવનચરિત્રો સાંભળવાનું કહ્યું છે. સંભળાવનાર જો સંભળાવવાની કળામાં પારંગત હોય, તો સાંભળવામાં ખૂબ મજા આવે છે. ત્રણત્રણ કલાક સાંભળતા રહો, છતાં પણ ભૂખ-તરસ સતાવતી નથી. મેં બાળપણમાં આવી કથાઓ સાંભળી હતી. મને સાંભળવામાં ખૂબ મજા પડતી હતી. રાતના સમયે બાર વાગ્યા સુધી સાંભળતો રહેતો હતો. એવી સારી કથાઓ સંભળાવનાર એવી રસપૂર્ણ શૈલીથી સંભળાવતા હતા કે થોડીક પણ આળસ આવતી ન હતી. એવું લાગતું હતું કે બસ, સાંભળ્યા જ કરીએ. રાતભર સંભળાવ્યા કરે અને આપણે સાંભળતા રહીએ. એનો ગહન પ્રભાવ પણ મન ઉપર પડતો હતો. એ મહાપુરુષો જેવાં સત્કાર્યો કરવાની કલ્પનાઓ મન કરતું રહેતું હતું. પરંતુ જ્યારે મોટા થયા, નાનું ગામ છૂટી ગયું અને મોટાં શહેરમાં આવી ગયા. નવું વાતાવરણ મળ્યું, ખરાબ નિમિત્તો મળવા લાગ્યાં, સત્વરુષોનો સંગ ન રહ્યો. સપુરુષોની કથાઓનું શ્રવણ છૂટી ગયું, જીવનમાં કેટલાક દોષો પ્રવેશી ગયા. જો કે આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ન ટકી, પુનઃ સત્પરુષોનો પરિચય થયો, પુનઃ ધર્મશ્રવણ મળ્યું અને જીવન ધર્મમય બની ગયું. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રાવકજીવન સચ્ચરિત્રોનો પ્રભાવ : સાધુજીવનમાં પુરુષોનાં ચરિત્રો સાંભળવાનો અવસર ઓછો મળ્યો, પરંતુ સંભળાવવાનો અવસર વધારે મળ્યો! રામાયણ વગેરેના કથાપ્રસંગોના માધ્યમથી મેં હજારો ચરિત્રો સંભળાવ્યાં છે. જ્યાં ગ્રામીણ શ્રોતાવર્ગ હોય છે ત્યાં પ્રવચન કથામય બની જાય છે. ત્યાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ઘણી ઓછી થાય છે. ચરિત્ર-કથનના માધ્યમથી જ લોકો તત્ત્વામૃતનું પાન કરે છે. મેં મોટાં શહેરોમાં પણ કથામય પ્રવચનો આપ્યાં છે. બબ્બે કલાક સુધી બબ્બે હજાર શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળતાં રહેતા હતા! ચરિત્રના ગંગાપ્રવાહમાં તણાતાં હતાં. મન ઉપર ગહન પ્રભાવ લઈને પોતાને ઘેર જતા હતા. પાછળથી બપોરે આવીને તેઓ કહેતાં: “આજે મહાસતી અંજનાસુંદરીનું ચરિત્ર સાંભળીને આંખ ખૂલી ગઈ. સામાન્ય દુષ્પવૃત્તિનું કેવું કરુણ પરિણામ આવે છે ? અંજનાસુંદરીની કેવી અદ્ભુત સહનશીલતા ! આજે તો પ્રવચન સાંભળતાં સાંભળતાં આંખો ટપકવા લાગી હતી....' વગેરે. એક નગરમાં ભગવાન મહાવીરની બાર વર્ષની કષ્ટમય સાધના સાંભળીને એક અજેન ગૃહસ્થ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત બની ગયા. પ્રવચન પૂર્ણ થયા પછી તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા : “મહારાજ સાહેબ! આજ દિન સુધી હું જાણતો હતો કે સર્વ ભગવંતોમાં ઈસુએ જ ક્રોસ ઉપર ચડવાનું કષ્ટ ભોગવ્યું છે, બાકીના ભગવાનોએ કષ્ટ સહન કય નથી; પરંતુ આજે ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામીએ બાર વર્ષથી ય વધારે સમય મરણાંત કો સહન કર્યા હતાં. આજે મારા શ્રદ્ધેય અને પૂજનીય બની ગયા ભગવાન મહાવીર સ્વામી! દુનિયા જાણતી જ નથી મહાવીર ભગવાનની કષ્ટમય દીર્ઘકાલીન સાધનાને !' પુરુષોનાં ચરિત્ર શ્રવણ કરવાના આવા લાભો અનેક જીવોને થાય છે. એક નગરમાં અમારું ચાતુમસ હતું. કૃષ્ણાષ્ટમીનો દિવસ હતો. બ્રાહ્મણ સમાજ તરફથી પ્રવચન હતું. એ પ્રવચનમાં મેં શ્રીકૃષ્ણનું જ ચરિત્ર સંભળાવ્યું. ભગવાન નેમિનાથ સાથે શ્રીકષ્ણનો સંબંધ બતાવ્યો - ગહન પ્રેમ બતાવ્યો. અને કહ્યું : શ્રીકષ્ણ તો ભવિષ્યમાં અમારા તીર્થંકર થવાના છે' ત્યારે બધા બ્રાહ્મણો એકબીજાનાં મુખ જોવા લાગ્યા ! પ્રવચન પૂર્ણ થયા પછી ચાર વિદ્વાન બ્રાહ્મણો મારી પાસે આવ્યા અને બોલ્યા ? અમે તો સાંભળ્યું હતું કે જૈનધર્મવાળા “કૃષ્ણ તો નરકમાં ગયા.' એવું માને છે, જ્યારે તમે તો કહ્યું કે “શ્રીકૃષ્ણ તીર્થંકર થવાના છે.' કહ્યુંઃ બંને વાતો Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૮૧ સાચી છે. શ્રીકૃષ્ણ નરકમાં ગયા છે અને ત્યાંથી નીકળીને પછી તીર્થંકર થવાના છે. એમ તો “ભગવાન મહાવીર સ્વામી પણ નરકમાં ગયા હતા, એવું અમારા શાસ્ત્રમાં આવે છે ! અને અમે કહીએ છીએ. પાપપુણ્યનાં કર્મનું ફળ તીર્થકરના આત્માએ પણ ભોગવવું પડે છે. ભલે પછી મહાવીર હોય યા કૃષ્ણ હોય.” એ વિદ્વાનોને આનંદ થયો. ચરિત્રશ્રવણના લાભ : સપુરુષોનાં ચરિત્રોનું શ્રવણ માત્ર મનોરંજન માટે યા તો માત્ર સમય પસાર કરવા માટે નથી. ટીકાકાર આચાર્યદિને એક વિશિષ્ટ પ્રયોજન બતાવ્યું છે ? न कदाचिद् लब्धगुणहानिः संपद्यते । ઉદાહરણરૂપ તમને બતાવું છું - તમે ક્ષમાગુણ પ્રાપ્ત કર્યો છે. જો તમે નિરંતર ક્ષમાવંત સ્ત્રીપુરુષનાં ઉત્તમ ચરિત્રો સાંભળતા રહેશો, તો તમારો ક્ષમાગુણ દ્રઢ થશે, નષ્ટ નહીં થાય. જો તમે ક્ષમાશીલ સ્ત્રીપુરુષોનાં ચરિત્રો નહીં સાંભળતા હો, તો સંભવ છે કે તમારો ક્ષમાગુણ ચાલ્યો જશે. ગુણ અને દોષ એવાં તત્ત્વો છે કે જે જીવમાં આવે છે અને જાય પણ છે. એટલા માટે તીર્થકર ભગવંતો કહે છે કે “આવેલા ગુણોને જવા ન દો, ગયેલા દોષોને ફરીથી આવવા ન દો.' જે દોષ તમારા જીવનમાંથી ગયો છે તે દોષ ફરીથી જીવનમાં પ્રવેશી ન જાય, એટલા માટે સાવધાન રહો. ઘરમાંથી સાપ નીકળી ગયો યા કાઢી મૂકવામાં આવ્યો, તે ફરીથી ઘરમાં પ્રવેશી ન જાય, એટલા માટે સાવધાન રહો ને? એક શ્રીમંત વ્યક્તિ જુગાર રમતો હતો. કુલબમાં જઈને રાતભર જુગાર ખેલતો હતો. એની પત્ની ખૂબ પરેશાન થતી હતી. તેણે અમને વાત કરી. અમે એને સમજાવીને જુગાર રમવાનું વ્યસન છોડાવી દીધું. જ્યાં સુધી અમે એ નગરમાં રહ્યા ત્યાં સુધી તે પ્રતિદિન પ્રવચન સાંભળતો રહ્યો. એના મનમાં જુગાર રમવાની ઇચ્છા પણ ન જાગી. પરંતુ ચાતુમતિ પૂર્ણ થયું, અમે એ ગામમાંથી વિહાર કર્યો. કેટલાક માસ વ્યતીત થઈ ગયા. સમાચાર મળ્યા કે “એ વ્યક્તિએ ફરીથી જુગાર રમવાની શરૂઆત કરી દીધી છે.” મેં મારા મનથી સમાધાન કર્યું કે જ્યાં સુધી તે પ્રવચન સાંભળતો રહ્યો, ધમોપદેશ સાંભળતો રહ્યો, ત્યાં સુધી તેનામાં જુગારનો દોષ ફરીથી ન આવ્યો, પરંતુ જેવો ધમપદેશ સાંભળવો બંધ થયો, કે એ દોષ જીવનમાં પ્રવેશ પામી ગયો. એટલા માટે પ્રતિદિન ધમપદેશ સાંભળવો જોઈએ. સભામાંથી ધર્મોપદેશ સંભળાવનારા ગુરુદેવનો સંયોગ ન મળતો હોય તો ? Jain Sucation International Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન મહારાજશ્રી : શ્રાવકોએ એવાં સ્થળે, એવા ગામમાં રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર હોય, સાધુપુરુષોનું જ્યાં આવાગમન રહેતું હોય. પરંતુ તમે તો ત્યાં જ રહેવાનું પસંદ કરો છો કે જ્યાં સારો વેપાર ચાલતો હોય, જ્યાં વધારેમાં વધારે રૂપિયા કમાઈ શકાતા હોય! મુખ્ય પ્રયોજન અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ બની ગયું છે! ધર્મપુરુષાર્થ ગૌણ કરી દેવામાં આવ્યો છે, અને એથી જ જીવન દોષભરપૂર બની ગયું છે. ગુણ એક-બે જ રહી ગયા છે. ગુણપ્રાપ્તિનું લક્ષ્ય પણ રહ્યું નથી તેમજ દોષાયનું ધ્યેય પણ રહ્યું નથી. ગુણપ્રાપ્તિનું લક્ષ્ય બનાવો : સપુરુષોનાં ચરિત્રો સાંભળવાથી ક્ષમા, નમ્રતા, નિર્લોભતા આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. પરંતુ તમારું લક્ષ્ય ગુણપ્રાપ્તિનું હોવું જોઈએ. લક્ષ્ય હશે તો ગુણપ્રાપ્તિ અવશ્ય થશે. ગુણોથી જ જીવન શાન્તિમય અને ઉલ્લાસમય બની શકે છે. એક મારો પરિચિત શ્રીમંત પરિવાર છે. રહેવા માટે મોટું ઘર છે. ત્રણ-ચાર લાખ રૂપિયાનું ફર્નિચર હશે. સર્વ પ્રકારની આધુનિક સુવિધાઓ છે, પત્ની છે, બે પુત્રો છે અને એક પુત્રી છે. આવક સારી છે, પરંતુ એ પરિવાર ગૃહકલેશમાં દુઃખી હતો. એકબીજા પ્રત્યે ફરિયાદો હતી. એકબીજાની સાથે કોઈ પ્રેમથી વાત કરતું ન હતું. પરસ્પરનો વ્યવહાર સારો ન હતો. એક દિવસ પરિવાર વંદન કરવા મારી પાસે આવ્યો. પરિવારની મુખ્ય શ્રાવિકાએ જ વાતનો પ્રારંભ કર્યો. પાછળથી પુરુષે પણ જે કહેવાનું હતું તે કહ્યું. છોકરાએ પણ પોતાની વાત કહી. મેં સૌને સાંભળ્યાં અને પછી મેં કહ્યું : તમે લોકો મારી એક વાત માનશો? બધાએ કહ્યું: “માનીશું.' મેં કહ્યું: ‘તો તમે બધાં દરરોજ પ્રવચન સાંભળવા આવતા રહો. તમારી પાસે ગાડી છે. આવવાની સુવિધા છે. એક કલાક પ્રવચન સાંભળ્યા કરો.” તેમણે કબૂલ કર્યું. એ સમયે પ્રવચનો ગુણોની પ્રાપ્તિ અંગેનાં જ ચાલતાં હતાં. પ્રવચનોમાં મેં પારિવારિક જીવનમાં ચાર ગુણોનું કેટલું મહત્ત્વ છે તે બતાવ્યું. * પ્રથમ ગુણ બતાવ્યો ઉદારતાનો. * બીજો ગુણ બતાવ્યો ગંભીરતાનો. * ત્રીજો ગુણ બતાવ્યો સહનશીલતાનો અને * ચોથો ગુણ બતાવ્યો પરસ્પર પ્રેમનો. એ પરિવારમાં પિતા હતા, તેમને ખાતરી થઈ કે “મારામાં ઉદારતા નથી. મારે ઉદાર બનવું જોઈએ.” તેઓ ઉદાર બન્યા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૮૩ જે માતા હતાં તેમણે વિચાર્યું કે ‘મારામાં ગંભીરતા નથી, હું ઘરની વાતો બહાર કહી દઉં છું. મારે ગંભીર બનવું જોઈએ. પરિવારના સભ્યોની નિંદા મારે બીજાંની આગળ ન કરવી જોઈએ.' તે સ્ત્રી ગંભીર બની. જે પુત્રવધૂ હતી તેણે વિચાર્યું : 'હું નાની નાની તકલીફોની ફરિયાદ કરતી રહું છું તે બરાબર નથી. મારે થોડુંક સહન કરવું જોઈએ. હું બીજાંનો અપ્રિય વ્યવહાર સહન કરીશ.' તે સહનશીલ બની. બે ભાઈ અને એક બહેન પરસ્પર લડતાં-ઝઘડતાં હતાં, તેમને પોતાની ભૂલ સમજાઈ અને પ્રેમ વધ્યો. આ રીતે આ પરિવારે નવજીવન મેળવ્યું. તેમના જીવનનો અભિગમ જ બદલાઈ ગયો. ધર્મકથા દરરોજ સાંભળો : ગુણપ્રાપ્તિ માટે અને પ્રાપ્ત ગુણોની રક્ષા માટે સુંદર અને શ્રેષ્ઠ ઉપાય છે - પ્રતિદિન ધર્મકથા સાંભળતા રહો. * એકાગ્રતાથી સાંભળો. * નિયમિત સાંભળો. * ભક્તિભાવથી સાંભળો. સભામાંથી : દ૨૨ોજ ધર્મકથા સંભળાવનાર સાધુપુરુષ મળવા જોઈએ ને ? મહારાજશ્રી : જ્યારે સાધુપુરુષ તમારા ગામમાં - નગરમાં આવે ત્યારે તેમની પાસેથી ધર્મકથા સાંભળો અને જ્યારે સાધુપુરુષ ન હોય ત્યારે બધાં મળીને ઘરમાં ‘સામયિક’ કરો અને સામયિકમાં એક વ્યક્તિ ધર્મકથાનું પુસ્તક વાંચે અને બીજાં સાંભળે. એક સમય નિશ્ચિત કરી લો સામયિકનો. ૪૮ મિનિટનું સામયિક હોય છે. ધર્મકથા વાંચવામાં-સાંભળવામાં સમય જલદી પસાર થઈ જશે ! ધર્મકથાઓની સારી સારી ચોપડીઓ મળે છે. જ્ઞાનભંડારોમાં અને લાઇબ્રેરીઓમાં પણ ચોપડીઓ મળે છે. ચોપડીઓની પસંદગી કોઈ મુનિરાજની સલાહ લઈને કરવી. પુસ્તક વાંચનારે એવી રીતે પુસ્તક વાંચવું કે જેથી સાંભળનારાં કંટાળી ન જાય, અને બેઠાં બેઠાં ઊંઘવા ન માંડે. વાંચવાની પણ એક કલા હોય છે. ઘરઘરમાં સામુદાયિક સામયિક શરૂ કરો. પછી મહોલ્લામાં, શેરીના જિજ્ઞાસુ ભાઈબહેનોને પ્રેરણા આપો. તેમને પણ સામાયિકમાં સામેલ કરો. કોઈ વા૨ દિવસે સમય ન મળે તો રાત્રે સામયિક કર્યા વગર બધા મળી શકો છો અને પુસ્તક વાંચન કરી શકો છો. આ પણ એક પ્રકારનું ‘શ્રુત સામયિક' જ કહેવાય. આ પ્રકારના વાંચનમાં ચરિત્રગ્રંથો વધારે ઉપયોગી રહે છે. ચરિત્રગ્રંથ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન સાંભળવામાં સામાન્ય લોકોની રસવૃત્તિ વધે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં મને ‘ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર ઉત્તમ ગ્રંથ લાગ્યો છે. આમ તો બીજા પણ ચરિત્રગ્રંથો છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં કેટલાય ચરિત્રગ્રંથોના અનુવાદો થયા છે. તમે લોકો એ ગ્રંથોનો ઉપયોગ કરો. લક્ષ્ય ન ભૂલો. તમારે ગુણપ્રાપ્તિ કરવી છે. દોષક્ષય કરવો છે. જીવનને દોષમુક્ત કરવું છે. ગુણથી ભર્યુંભર્યું કરવું છે, કારણ કે તમારી શાંતિ અને પ્રસન્નતાનો આધાર આ તમામ ગુણો છે. દોષોને કારણે જ અશાંતિ, ફ્લેષ તેમજ સંતાપ થાય છે. દોષોમાં મુખ્ય છે - ક્રોધ, અભિમાન, માયા અને લોભ. આ ચારે દોષોને જીવનમાંથી તગેડી મૂકશો, તો બીજા અનેક દોષો ચાલ્યા જશે. “મારે દોષમુક્ત બનવું છે. આ તમારો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. ભગવાન મહાવીરનો એક શ્રાવક – સદાલપુત્ર : પોલાસપુર નામના એક નગરમાં સદ્દાલપુત્ર નામનો એક શ્રીમંત કુંભાર રહેતો હતો. તેની પાસે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. દશ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ હતું અગ્નિમિત્રા. સદ્દાલપુત્ર ગોશાલકના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતો હતો. તે શ્રવણધર્મમાં અભિરુચિ ધરાવતો હતો. અર્થગ્રહણ કરવામાં ખૂબ વિચક્ષણ હતો. ગોશાલક ભગવાન મહાવીરનો શિષ્ય હતો, પરંતુ પાછળથી ભગવાનથી વિરુદ્ધ થઈ ગયો હતો અને પોતાના નિયતિવાદનો પ્રચાર કરતો હતો. અષ્ટાંગ નિમિત્તનો પારગામી હોવાથી લોકોને ભવિષ્યકથન કહીને પ્રભાવિત કરતો હતો. એના લાખો અનુયાયી બની ગયા હતા. ગોશાલકે સદ્દાલપુત્રને સમજાવી દીધું હતું કે “હે મહાનુભાવ, મારો નિયતિવાદ જ અર્થરૂપ છે, પરમાર્થરૂપ છે; બાકીના બધા સિદ્ધાંતો અનર્થરૂપ છે.” તેણે ગોશાલકના સિદ્ધાંતને માની લીધો હતો. એક દિવસે મધ્યાહ્ન સમયે સદ્દાલપુત્ર પોતાના અશોકવનમાં બેઠા હતા, ત્યાં શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલો એક દેવ પ્રકટ થયો. આકાશમાં જ સ્થિર થઈને દેવે સદાલપુત્રને કહ્યું: “હે સદાલપુત્ર, આ નગરમાં સહસ્રઆમ્રવનમાં એક મહામાહણ પધારશે. તેઓ પૂર્ણ જ્ઞાની અને અનંતદર્શની છે. અતીત-વર્તમાન અને અનાગતના. જ્ઞાતા છે, તેઓ અરિહંત છે, જિન છે, સર્વજ્ઞ-સર્વદર્શી છે. ત્રણે લોકોને પૂજનીય છે. તેઓ દેવ-મનુષ્ય, અસુર આદિ સર્વેના માટે અર્ચનીય અને વંદનીય છે. તેઓ સત્કાર કરવા યોગ્ય છે, સન્માન-યોગ્ય છે. ઉપાસવા યોગ્ય છે. એટલા માટે તારે એમની પાસે જવું, વંદન કરવાં તેમજ ઉપાસના કરવી. એમને વસતિ આપવી. સંસ્તારક આપવું. જે કંઈ તારી પાસે લાકડાના પીઠ, ફલક વગેરે હોય તે સ્વીકારવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૫. ભાગ ૩ માટે કહેવું.” દેવે આ વાત ત્રણ-ચાર વાર કહી અને તે અતૃશ્ય થઈ ગયો. સદ્દાલપુત્રે દેવની વાત સાંભળીને વિચાર કર્યો: “આ પ્રકારના ધર્માચાર્ય તો માત્ર ગોશાલક જ છે, એ જ દેવોક્ત ગુણોથી યુક્ત છે. તે જ શીધ્ર ત્યાં જનાર હશે. હું તેમને વંદના કરીશ, પપાસના કરીશ અને વસતિ આદિ વિષય માટે નિમંત્રિત કરીશ.” દિવસ પૂર્ણ થઈ ગયો. રાત્રિ પૂર્ણ થઈ, પ્રભાત થયું, નગરમાં રાજા જિતશત્રુ તરફથી ઘોષણા થઈ કે સહસ્ત્રાપ્રવનમાં ભગવાન મહાવીર પધાર્યા છે; સર્વ નગરજનો ભગવાનનાં દર્શન કરે, ભક્તિ કરે અને ધર્મકથાનું શ્રવણ કરે.” . સદ્દલપુત્ર વિચાર કર્યો. હું ભગવાન મહાવીર પાસે જઈને તેમને વંદના કરું, ઉપાસના કરું, તેમની સેવા કરું.’ તે સ્નાનાદિ કરીને, શ્રેષ્ઠ, શુદ્ધ અને સુંદર વસ્ત્રો ધારણ કરીને માણસોની સાથે સહસ્સામ્રવનમાં પહોંચ્યો. સદ્દધર્મની પ્રાપ્તિમાં સરળતા જોઈએ ? મેં તમને પહેલાં જ બતાવી દીધું કે સદ્દલપુત્ર ગોશાલકના અનુયાયી હતા, છતાં પણ તેઓ ભગવાન મહાવીરની પાસે ગયા. તેમને વંદન કર્યા અને ઉપદેશ સાંભળ્યો. કારણ કે તેઓ સરળ હતા. બદ્ધાગ્રહી ન હતા. એટલા માટે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળતાં જ તેમના હૃદય સુધી પહોંચી ગયો. ભગવાને પણ એમની સાથે વાત કરી. ભગવાન તો જાણતા જ હતા કે સદ્દાલપુત્ર ગોશાલકના નિયતિવાદમાં શ્રદ્ધા રાખે છે. છતાં પણ ભગવાને વાત્સલ્યપૂર્ણ હૃદયથી કહ્યું : સદ્દાલપુત્ર, કાલ બપોરે તારી પાસે એક દેવ આવ્યો હતો ?' સદાલપુત્રે કહ્યું: “હા ભગવંત!” ભગવાને દેવ દ્વારા કહેલી તમામ વાતો કહી સંભળાવી અને કહ્યું: “તેં દેવના કથન અનુસાર ગોશાલકના આવવાની કલ્પના કરી હતી ને? પરંતુ એ દેવે સંખલિપુત્ર ગોશાલકના વિષયમાં કહ્યું ન હતું.” સદ્દાલપુત્રે વિચાર કર્યોઃ “આ કેવળજ્ઞાની, કેવળદર્શી છે. આ સત્ય કર્મની સંપદાથી યુક્ત છે. આ ભગવાન મહાવીર મારે માટે વંદનીય છે, નમસ્કરણીય છે. હું એમને પીઠ-આસન ફલક વગેરે માટે આમંત્રિત કરું.” સદ્દાલપુત્રઊભો થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યોઃ “હે ભગવાન! પોલાસનગરની બહાર મારી કુંભારની પ૦૦ દુકાનો છે. આપ ત્યાંથી જે કંઈ જરૂરી હોય તે લઈને નિવાસ કરો.” Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૮૬ ભગવાને એની વાતનો સ્વીકાર કર્યો અને ત્યાં નિવાસ કર્યો. એક દિવસની વાત છે. સદ્દાલપુત્ર માટીનાં પાત્રોને અંદરથી કાઢીને તડકે સૂકવવા મૂકતો હતો. એ સમયે ભગવાને પૂછ્યું: “હે સદાલપુત્ર, આ માટીનાં પાત્રો કેવી રીતે બન્યાં?” “ભગવંત, પહેલાં આ માટી હતી. તેને પાણીમાં પલાડવામાં આવી. પછી તેમાં રાખ અને છાણ મેળવવામાં આવ્યાં. પછી તેને ચાકડા ઉપર ચડાવી અને આકાર આપવામાં આવ્યો. પછી આ વાસણ બન્યું. મહાનુભાવ, આ પાત્ર પુરુષાર્થથી બન્યું કે પુરુષાર્થ વગર?” ભગવનું, વગર પુરુષાર્થે બન્યું, કારણ કે જે કંઈ છે તે નિયત છે.' ભગવાને કહ્યું: ‘મહાનુભાવ, જો કોઈ વ્યક્તિ, તારાં આ માટીનાં વાસણો ચોરી લે, અહીંતહીં ફેંકી દે અથવા ફોડી નાખે યા તારી પત્ની અગ્નિમિત્રાને ઉપાડીને લઈ જાય અને બળાત્કાર કરે, તેની સાથે વ્યભિચાર કરે, તો તું એ વ્યક્તિને દંડ દઈશ ?' જરૂર, હું એ દુષ્ટ પુરુષ ઉપર આક્રોશ કરીશ, તેને બાંધીશ અને તેને મારીશ, કૂટીશ અને છેવટે મારી નાખીશ.” ભગવાને કહ્યું: ‘સદાલપુત્ર, સર્વ નિયત છે તો પછી એ પુરુષને સજા શા માટે આપવી જોઈએ? જે નિયત હતું તે તેણે કર્યું. તેણે પુરુષાર્થ તો કર્યો નથી તારા મત મુજબ ! પરંતુ તું સજા કરે છે, કારણ કે તેણે ખોટો પરષાર્થ કર્યો છે ચોરી અને બળાત્કારનો. યા તો તારી નિયતિ ખોટી છે અથવા સજા કરવી ખોટી છે. બળાત્કાર કરનારો તને કહેશે : “મેં જે કર્યું એ નિયત હતું, એટલા માટે મેં કર્યું.’ શું તું એની વાત સાચી માનીશ? ભગવાન મહાવીરની વાત સદ્દાલપુત્રના મનમાં ઊતરી ગઈ. તેણે ભગવાનને વંદન, નમસ્કાર કર્યો અને કહ્યું : “ભગવનું, હું આપની પાસે શ્રમણોપાસક ધર્મ સ્વીકારવા ઈચ્છા રાખું છું.” ભગવાને સમકિત સાથે તેને બાર વ્રતો સમજાવ્યાં. સદાલપુત્રે એ વ્રતોનો સ્વીકાર કર્યો અને ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને તે પોતાને ઘેર પહોંચ્યો. પોતાની પત્ની અગ્નિમિત્રાને કહેવા લાગ્યોઃ દેવી, અહીં સહસ્સામ્રવનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાય છે. તું એમની પાસે જા અને બાર વ્રત સ્વીકાર કર.” અગ્નિમિત્રાએ કોઈ તર્કવિતર્ક વગર પતિની વાત માની લીધી. વિશાળ સ્વજન પરિવાર સાથે, ઉત્તમ શિબિકામાં બેસીને તે ભગવાન મહાવીર પાસે જાય છે અને વંદન-નમસ્કાર કરીને ઊભી રહે છે. ભગવાને વિશાળ પર્ષદાની સામે ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને અગ્નિમિત્રા સંતુષ્ટ થઈ તેણે ભગવાનને કહ્યું: “હે ભગવંત, હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. હું Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૮૭ પ્રવ્રજિત થવામાં સમર્થ નથી. પરંતુ હું બાર વ્રતો અંગીકાર કરવા ઇચ્છા રાખું છું.' તેણે શ્રાવકજીવનનાં બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને તે પાછી ચાલી ગઈ. થોડાક દિવસો પછી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. તેઓ પોલાસપુરથી ચાલ્યા ગયા. સદાલપુત્રે જ્યાં સુધી ભગવાન મહાવીર પોલાસપુરમાં રહ્યા ત્યાં સુધી તેમનો ધર્મોપદેશ પ્રતિદિન સાંભળ્યો. અગ્નિમિત્રા પણ સાંભળતી હતી. ભગવાનના ત્યાંથી ચાલ્યા ગયા પછી પણ તે જીવ, અજીવ આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરતો ૨હ્યો. મંખલિપુત્ર ગોશાલકે આ વાત સાંભળી કે “પોલાસપુરમાં સદાલપુત્રે એનો મત ત્યજી દીધો છે, તે ભગવાન મહાવીરનો શ્રમણોપાસક બની ગયો છે.” ગોશાલક ચિંતામાં પડી ગયો. તે તરત જ પોલાસપુર પહોંચ્યો અને પોતાની આજીવક મતની ધર્મસભામાં ઊતયોં. કેટલાક શિષ્યોની સાથે તે સદાલપુત્રને ઘેર પહોંચ્યો. એને ત્યાં આદરસત્કાર ન મળ્યાં. તે ઊભો રહ્યો. તેણે સદાલપુત્રને પૂછ્યું : હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ આવ્યા હતા ?' સદાલપુત્રે પૂછ્યું: “દેવાનુપ્રિય, ‘મહામાહણ' કોણ છે ?” ‘શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.' ગોશાલકે કહ્યું. હે દેવાનુપ્રિય, આપ એવું શા માટે કહો છો ?' સદ્દાલપુત્રે પૂછ્યું. હે સદાલપુત્ર, સાચે જ ભગવાન મહાવીર મહામાહણ છે. તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેઓ સ્તુતિ કરવા યોગ્ય છે તેમજ દેવ-દાનવ અને માનવોથી પૂજિત છે. એટલા માટે હે દેવાનુપ્રિય, શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.' સદ્દાલપુત્ર ગોશાલકની સામે આશ્ચર્યપૂર્વક જોતો રહ્યો. ગોશાલકે ફરીથી પૂછ્યું “હે દેવાનુપ્રિય, અહીં મહાગોપ” આવ્યા હતા ?” સદ્દાલપુત્રે પૂછ્યું: “મહાગોપ કોણ છે ?” ગોશાલકે કહ્યું : “શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે.” સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, કયાં કારણે તેઓ ‘મહાગોપ' કહેવાય છે?” ગોશાલકે જવાબ આપ્યો “આ સંસાર ભયાનક જંગલ છે. અહીં જીવ નષ્ટવિનષ્ટ થઈ જાય છે. પશુઓના ભક્ષ્ય બને છે. તેમનું છેદન કરવામાં આવે છે. ભેદન કરવામાં આવે છે, ત્યાં ભગવાન ધર્મદંડથી એ જીવોનું સંરક્ષણ કરે છે, બચાવે છે અને નિવણના વાડામાં પહોંચાડે છે, એ કારણે સદાલપુત્ર, શ્રમણ ભગવાન મહાગોપ કહેવાય છે.' ગોશાલકની વાત સાંભળીને સદાલપુત્રનું ચિત્ત પ્રસન્ન થયું. પછી ગોશાલકે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રાવકજીવન પૂછ્યું: “હે દેવાનુપ્રિય, અહીં “મહાસાર્થવાહ' આવ્યા હતા?” સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, મહાસાર્થવાહ કોણ છે? ગોશાલક બોલ્યોઃ “સદ્દાલપુત્ર, મહાસાર્થવાહ ભગવાન મહાવીર છે.” સદ્દાલપુત્રે કહ્યું: “આપ એવું શા માટે કહો છો ?' ગોશાલકે પ્રત્યુત્તર આપ્યોઃ “હે દેવાનુપ્રિય, સંસારરૂપી અટવીમાં બચાવીને જીવોને માર્ગમાં રક્ષા કરતાં નિવણિરૂપી મહાનગરમાં પહોંચાડે છે એટલા માટે સદ્દાલપુત્ર, શ્રમણ ભગવાન મહાવીર “મહાસાર્થવાહ’ કહેવાય છે.” સદાલપુત્ર ભગવાનની પ્રશંસા સાંભળીને પ્રસન્નચિત્ત બન્યો. ગોશાલકે પૂછ્યું : હે દેવાનુપ્રિય, અહીં મહાધર્મકથી આવ્યા હતા ?” સદાલપુત્રે પૂછ્યું: “હે દેવાનુપ્રિય, મહાધર્મકથી કોણ છે? ગોશાલકે કહ્યું : “શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.” . સદ્દાલપુત્રે પૂછ્યું : “આપ શ્રમણ ભગવાન મહાવીરને મહાધર્મકથી શા માટે કહો છો ?' ગોશાલકે પ્રત્યુત્તર આપ્યો: 'હે દેવાનુપ્રિય, આ વિરાટ સંસારમાં સન્માર્ગથી દૂર અને ઉન્માર્ગે ભટકાઈ જતા જીવોને - મિથ્યાત્વથી પરાભૂત જીવોને, કર્મના અંધકારમાં ડૂબી ગયેલા જીવોને ધમપદેશ આપીને ચાર ગતિરૂપી સંસારની અટવીમાંથી પોતાના હાથે પાર ઉતારે છે, એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.' ગોશાલકના મુખે ભગવાનની પ્રશંસા સાંભળીને સદ્દાલપુત્ર પ્રસન્ન થઈ ગયો. ગોશાલકે ફરીથી પૂછ્યું: “હે દેવાનુપ્રિય, અહીં મહાનિયમિક આવ્યા હતા?” સદાલપુત્રે પૂછ્યું: “મહાનિયમિક કોણ છે? ગોશાલકે કહ્યું: “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મહાનિયમિક છે.” સદ્દાલપુત્રે પૂછ્યું : હે દેવાનુપ્રિય, આપ કયાં કારણે આ કહી રહ્યા છો ?” ગોશાલકે કહ્યું: “હે સદાલપુત્ર, સંસાર મહાસાગર છે. સંસાર મહાસાગરમાં જીવોની ડૂબતી નૌકાને તેઓ બચાવીને નિવણિરૂપી તટ ઉપર પહોંચાડે છે. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર મહાનિયમિક છે.” સદ્દાલપુત્રે કહ્યું: “હે દેવાનુપ્રિય, આપ નિપુણ છો, વિજ્ઞાન પ્રાપ્ત છો, આપની પાસે લબ્ધિ છે, તો શું આપ અમારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવા માટે સમર્થ છો ?” Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ગોશાલકે કહ્યું ઃ ‘હું એને માટે યોગ્ય નથી.' સદ્દાલપુત્રે પૂછ્યું : ‘આપ એવું શા માટે કહો છો ?’ ગોશાલકે કહ્યું : ‘ભગવાન મહાવીર મને અર્થોમાં, હેતુઓમાં અને ઉત્તરોમાં નિરુત્તર કરી દેશે.’ ૮૯ સદ્દાલપુત્રે કહ્યું : ‘હે દેવાનુપ્રિય, આપ અમારા ધર્માચાર્ય ભગવાન મહાવીરની સ્તુતિ કરો છો, એટલા માટે હું આપને મારી વસતિ, પીઠ, ફલક વગેરે આપું છું. આવો, મારી દુકાનમાંથી જે કંઈ જોઈએ તે લઈ લો.’ આ પછી ગોશાલક સદ્દાલપુત્રને પોતાના પક્ષમાં કરવા માટે આખ્યાનથી, પ્રજ્ઞાપનાથી, સંજ્ઞાપનાથી અને વિજ્ઞાપનાથી ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો. સદ્દાલપુત્રને નિગ્રંથ પ્રવચનમાંથી ચલાયમાન કરવામાં, લુબ્ધ કરવામાં અને વિપણિત કરવામાં સફળ ન થયો ત્યારે પોલાસપુર ત્યજીને અન્ય સ્થળે ચાલ્યો ગયો. સદ્દાલપુત્ર ૧૪ વર્ષ સુધી વિવિધ પ્રકારના શીલ વગેરે ધર્મીંગોનું પાલન કરતો રહ્યો. આત્માને ધર્મથી ભાવિત કરતો રહ્યો. પંદરમું વર્ષ ચાલતું હતું. સદ્દાલપુત્ર મહાવીર ભગવાનની અતિ નજીક ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી રહ્યો હતો. મધ્યરાત્રિના સમયે એક દેવે એના ઉપર સર્વ પ્રકારના ઉપસર્ગો કર્યા. સદ્દાલપુત્રના પ્રત્યેક પુત્રના માંસના નવ નવ ટુકડા કર્યાં, માયાજાળ રચી અને સૌથી નાના પુત્રને મારી નાખવાનું દૃશ્ય રચ્યું. પરંતુ સદ્દાલપુત્ર ધર્મધ્યાનમાં નિશ્ચલ રહ્યો. મૃત્યુ બાદ સદ્દાલપુત્ર દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે અને ત્યાંથી મુક્તિ પામશે. ઉપસંહાર ઃ પ્રતિદિન સત્પુરુષોની કથા સાંભળવાથી દોષોનો નાશ થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે, પ્રાપ્ત થયેલા ગુણો ચાલ્યા જતા નથી... વગેરે લાભ થાય છે. આ વિષયમાં ‘ધર્મીબંદુ’ના પ્રથમ અધ્યાયનાં પ્રવચનોમાં વિસ્તારથી બતાવ્યું છે, એટલા માટે અહીં હું વિસ્તાર કરવા માગતો નથી. તમે લોકો દ૨૨ોજ સત્પુરુષોની કથાઓ સત્પુરુષોના મુખેથી સાંભળતા રહો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૫૬ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મનું વર્ણન કરે છે. શ્રાવકધર્મમાં મનુષ્યની સ્થિરતા થાય એટલા માટે તેમણે પ્રતિદિન સત્પુરુષોનાં ચરિત્રા સાંભળવાનું કર્તવ્ય બતાવ્યું. થોડાંક વર્ષો પૂર્વે જ્યારે આપણા દેશમાં વિડિયો આવ્યો. ન હતો ત્યારે સાંજે બાળકોને એકઠાં કરીને ઘરનાં વૃદ્ધ દાદા-દાદી સારી વાર્તાઓ સંભળાવતાં હતાં. બાળકો ઉપર એની ગંભીર અસર પડતી હતી. એ રીતે સમાજમાં પોતપોતાના ધર્મ અનુસાર રાત્રિના સમયે કથાઓનું આયોજન થતું હતું. અનેક સ્ત્રીપુરુષો કથા સાંભળવા જતાં હતાં. સાન્ધ્યવિધિનું પાલન ઃ ગ્રંથકાર આચાર્યદેવે આગળ લખતાં કહ્યું છે सान्ध्यविधिपालना ॥ ८१ ॥ | यथोचितं तत्पतिपत्तिः ॥८२॥ पूजापुरस्सरं चैत्यादिवन्दनम् ॥८३॥ સૂર્યાસ્ત પછી અને રાત્રિના પ્રારંભને સંધ્યાસમય કહેવામાં આવે છે. સંધ્યાસમયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. જૈનધર્મમાં સંધ્યાસમયનું મહત્ત્વ છે. એમ તો વૈદિક ધર્મમાં પણ સંધ્યાસમયનું મહત્ત્વ છે. સંધ્યાના સમયે કંઈક વિશેષ ધર્મક્રિયાઓ કરવાનું વિધાન બંને ધર્મોમાં બતાવવામાં આવ્યું છે. આપણે ‘કાળ’ - ‘સમય’ નું પણ મહત્ત્વ માનીએ છીએ; અને માન્યતા નિરાધાર પણ નથી. આધાર છે અનુભવ. એ અનુભવો આધ્યાત્મિક હોય છે. એ અનુભવો હોય છે દૈવી. એટલા માટે શ્રદ્ધાથી સાન્ધ્યવિધિ કરતા રહેવાનો ગ્રંથકારે નિર્દેશ કર્યો છે. આજકાલ મોટાં શહેરોમાં સંધ્યાસમય વેપારનો સમય થઈ ગયો છે. કારણ કે દેશકાળ જ બદલાઈ ગયો છે. સૂર્યાસ્ત થતા પહેલાં ભોજન કરી લેવાની વાત રહી નથી. થોડાક જ જૈનપરિવાર રાત્રિભોજનનો ત્યાગ કરનારાં રહ્યાં છે. સાંજના ચાર વાગ્યા પછી બજારમાં ભીડ વધારે હોય છે. રાત્રિના ૮-૯ વાગ્યા સુધી બજાર ખુલ્લું રહે છે. પછી ઘેર જઈને ભોજન કરે છે. હવે કહો, સંધ્યાકાલીન ધર્મ-આરાધના કેવી રીતે કરી શકો ? Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૯૧ સભામાંથી : સંધ્યાસમયે અમે લોકો વેપાર છોડીને, દુકાન છોડીને ઘેર જઈ નથી શકતા. ન તો શેઠ લોકો જઈ શકે છે, ન તો નોકર લોકો જઈ શકે છે. મહારાજશ્રી : પરંતુ જે દિવસે દુકાન બંધ રહે છે તે દિવસે સંધ્યાકાલીન ધર્મકૃત્ય કરી શકો છો ને ? સભામાંથી : ના, એ દિવસે ટી.વી.ની સામે બેસી જઈએ છીએ. રવિવારના દિવસે ટી.વી. ઉપર પિક્ચર સાંજે જ આવે છે ! મહારાજશ્રી : તો પછી સંધ્યાકાલીન ધર્મ-આરાધના નથી કરતા ને ? અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં જ સંધ્યાનો પવિત્ર અને પ્રભાવક સમય ગુમાવી દો છો ? ધર્મપુરુષાર્થ કરવાની તમન્ના વગર તમે સંધ્યાકાલીન ધર્મ-આરાધના ન કરી શકો. ઠીક છે, મારે તો બતાવવી જ છે સંધ્યાકાલીન ધર્મ-આરાધના. તમે પુરુષો નહીં કરો, સ્ત્રીઓ, શ્રાવિકાઓ તો ક૨શે ને ? સભામાંથી શ્રાવિકાઓ સાંજના ખરીદી કરવા જાય છે. સ્નેહી-સ્વજનોને ત્યાં જાય છે. કોઈ રસોઈ બનાવે છે, તો કોઈ ટી.વી. જુએ છે. મહારાજશ્રી ઃ બધી સ્ત્રીઓ ખરીદી કરવા નહીં જતી હોય અને બધી જ સ્ત્રીઓ ટી.વી. જોતી નહીં હોય. જે મહિલાના હૃદયમાં સંધ્યાકાલીન ધર્મ-આરાધના કરવાનો ભાવ જાગશે તે અવશ્ય કરશે. એટલા માટે આજે મારે ત્રણ સંધ્યાકાલીન ધર્મ-આરાધના બતાવવી છે. જે ગ્રંથકાર તેમજ ટીકાકાર આચાર્યશ્રીએ બતાવી છે. એ સિવાય મારે પણ એક-બે ધર્મ-આરાધના બતાવવી છે કે જે આ આરાધનાઓ સાથે સંબંધ રાખે છે. : સંધ્યાકાલીન જિનપૂજા : ચૈત્યવંદના : પૂજા ત્રણ સંધ્યામાં ક૨વાનું વિધાન છે : પ્રાભાતિક સંધ્યામાં પૂજા કરવી. મધ્યાહ્નકાલીન સંધ્યામાં પૂજા કરવી. સાયંકાલીન સંધ્યામાં પૂજા કરવી. પ્રભાતમાં તેમજ સાંજના પરમાત્માની ત્રણ પૂજા કરવાની નથી : જલપૂજા, ચંદનપૂજા અને પુષ્પપૂજા. મધ્યાહ્નના સમયે બધી - આઠે પ્રકારની પૂજા કરવાની હોય છે; જ્યારે ભાવપૂજા, ચૈત્યવંદના ત્રણે સમયે કરવાની છે. અહીં ગ્રંથકારે યથોચિત' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ ટીકાકાર આચાર્યદેવે ‘યથાસમયે’ કર્યો છે. ખૂબ સારો અર્થ છે. ખૂબ સારો અર્થ કર્યો છે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાવકજીવન ગુરુદેવે. જે પૂજા કરવાની છે તે તમારે પોતપોતાના સામર્થ્યને અનુરૂપ જ કરવાની છે. શક્તિ અનુસાર પૂજનસામગ્રી : તમારી આર્થિક સ્થિતિ અનુસાર તમારે મંદિરમાં ધૂપદીપ લઈ જવાનાં છે. અક્ષત, નૈવેદ્ય અને ફળ લઈ જવાનાં છે. સંધ્યાના સમયે આ પાંચ પ્રકારની જ પૂજા તમે કરી શકો છો. કોઈનું અનુકરણ કરવાનું નથી. તમે તમારી શક્તિઅનુસાર જ સામગ્રી લઈને જાઓ. એક મહાનુભાવને મેં પૂજા કરતાં જોયા. તેઓ ઘેરથી ધૂપ અને દીપ લાવ્યા ન હતા. ચોખા તૂટેલા હતા. ફળો સડેલાં હતાં અને નૈવેદ્ય પણ ખાવા યોગ્ય ન હતો. મેં એમને પૂછ્યું : ‘આવી તુચ્છ સામગ્રી કેમ લાવ્યા છો ?’ તેણે કહ્યું ઃ ‘મહારાજ સાહેબ, મારી પાડોશી ખૂબ શ્રીમંત છે. એ પણ આવી જ સામગ્રી લાવે છે.’ મેં કહ્યું : ‘તમે એનું અનુકરણ ન કરો. તમારી શક્તિ સારાં મીઠાં ફળ લાવવાની છે, અખંડ ચોખા લાવવાની છે, તો તમે એ બધું સારું જ લાવો. જેવું અર્પણ કરશો એવું પામશો. ખેડૂત ખેતરમાં સારું બીજ વાવે છે, તો સારી ફસલ પામે છે.’ તેને મારી વાત ગમી ગઈ. બીજા દિવસથી તે સારી પૂજાસામગ્રી લાવવા લાગ્યો. સામગ્રી સારી હશે તો ભાવ પણ સારા ઉત્પન્ન થશે. પરમાત્માને જેટલાં ઉત્તમ દ્રવ્યો અર્પણ કરશો તેટલાં ઉત્તમ દ્રવ્યોની પ્રાપ્તિ થશે. સભામાંથી : અમે લોકો એ સમજીને તુચ્છ સામગ્રી લઈ જઈએ છીએ કે ‘આ બધું તો પૂજારી લઈ જાય છે, ભગવાન તો ખાતા નથી.' મહારાજશ્રી ; ખૂબ સારી વાત કરી તમે. હું તમને પૂછું છું કે તમે પૂજા પરમાત્માની કરો છો કે પૂજારીની ? સમર્પણ કોને કરો છો ? પરમાત્માને યા પૂજારીને ? આ એક પ્રાચીન પરંપરા છે કે જે કંઈ ફળ-નૈવેદ્ય વગેરે પરમાત્માને સમર્પિત કરવામાં આવે તે પૂજારી લઈ જાય છે; તમારું લક્ષ્ય પૂજારી નહીં, પરમાત્મા રહેવા જોઈએ. દ્રવ્યપૂજા કર્યા પછી તમે ચૈત્યવંદન કરો. ચૈત્યવંદનનાં જે સૂત્રો છે, તે સૂત્રોના અર્થ તમને આવડતા હોવા જોઈએ. જો તમે સૂત્રોના અર્થ નહીં જાણતા હો તો સૂત્ર બોલતી વખતે તમારા હ્દયમાં શુભ ભાવ પેદા થશે નહીં, અને હૃદયમાં શુભ ભાવ પેદા કરવા માટે ચૈત્યવંદન ક૨વાનું છે. એક-એક સૂત્રના અર્થ જાણી લો. અથવા પ્રાકૃત-અર્ધમાગધી ભાષાનું અધ્યયન કરી લો. એ ભાષામાં ચૈત્યવંદનનાં સૂત્રો રચાયાં છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ભાગ ૩ ચૈત્યવંદનામાં બીજી વાત છે સ્તવનાની. ભાવપૂર્ણ સ્તવન, માતૃભાષામાં બોલવાથી ભાવવૃદ્ધિ થાય છે. સારાં સ્તવનોની પસંદગી કરો. જે સ્તવનમાં સારા શબ્દો હોય, સારા ભાવ હોય અને રચના કલાત્મક હોય, એ સારું સ્તવન કહેવાય છે. રચના ઉત્તમ સFરષની હોય તો વધારે સારું. સ્તવન ગાતાં ગાતાં તમારું તન રોમાંચિત થઈ જવું જોઈએ. તમારું મન આનંદથી ગદ્ગદ્ બની જવું જોઈએ. - ચૈત્યવંદન કરતી વખતે તમે પરમાત્માની મૂર્તિની સામે જ જુઓ, બાકીની ત્રણ દિશાઓમાં જોવાનું નથી. - ચૈત્યવંદનનાં સૂત્રો શુદ્ધ અને સ્પષ્ટ બોલો. - મનને શબ્દ અને અર્થમાં જોડો. – ચૈત્યવંદન કરતી વખતે અપ્રમત્ત ભાવમાં બેસો. - જે સૂત્રના સમયે જે મુદ્રા કરવાની હોય, તે મુદ્રા કરી. આટલી વાતો લક્ષ્યમાં લઈને જો તમે ચૈત્યવંદના કરશો, તો તમારું ચૈત્યવંદન શ્રેષ્ઠ બનશે. ચૈત્યવંદન ક્યાં કરશો ? જો તમારા ઘરમાં જિનચૈત્ય હોય તો સર્વપ્રથમ ગૃહચૈત્યમાં ચૈત્યવંદન કરો. ગૃહચૈત્ય ન હોય તો સંઘમંદિરમાં જઈને ચૈત્યવંદન કરો. બંને જગાએ ચેત્ય હોય, તો બંને જગાએ જઈને ચૈત્યવંદન કરો. સુખી-સંપન શ્રાવકોને ગૃહચૈત્ય રાખવું જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. ગૃહચૈત્ય હોય, નાની-શી સુંદર મૂર્તિ હોય, તો તમે વિધિપૂર્વક પૂજા કરી શકો છો. ચૈત્યવંદન કરી શકો છો અને પછી “ધ્યાન'માં પણ બેસી શકો છો. કોઈ વાર માનસિક ચિંતા આવી પડે, કોઈ વાર નાનોમોટો ઉપદ્રવ થઈ જાય, એ સમયે તમે ગૃહચૈત્યમાં જઈને પરમાત્માની સામે બેસીને શાન્તિ પ્રાપ્ત કરી શકો છો. માર્ગદર્શન મેળવી શકો છો. એક અનુભવી શ્રાવકે મને બતાવ્યું હતું કે “મારા જીવનમાં જ્યારે જ્યારે પારિવારિક સંકટો આવ્યાં, વ્યવહારની ગૂંચો ઊભી થઈ, ત્યારે મારા ગૃહમંદિરમાં શાન્તિનાથ ભગવાનની સામે જઈને બેસી જાઉં છું. મને સહજરૂપે માર્ગદર્શન મળી જાય છે અને સંકટમાંથી બહાર નીકળી જાઉં છું. મારી મુશ્કેલી દૂર થઈ જાય છે.” ગૃહચૈત્ય હોવાથી બાળકો ઉપર સારા સંસ્કારો પડે છે. બાળપણથી તેઓ મંદિરમાં જાય છે. પરમાત્માનાં દર્શન-પૂજન કરવાની આદત પડી જાય છે. ધર્મક્રિયાઓની આદત પડવી એ ખૂબ સારી વાત છે. જ્યારે તમે પૂજા કરો, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રાવકજીવન ચૈત્યવંદન કરો ત્યારે તમારી સાથે બાળકને પણ એ કરાવતા રહો, જો ઘ૨માં બાળકો હોય તો. સંઘમંદિરમાં પણ બાળકોને સાથે લઈ જઓ, જો તેઓ તમારી વાત માનતા હોય તો. આજકાલ તો આ પ્રશ્ન પણ ઊભો થયો છે કે ‘બાળકો અમારું માનતાં નથી.’ હું પૂછું છું કે તે તમારું કહેવું કેમ માનતાં નથી ? કારણ શોધવું જોઈએ. સંધ્યાના સમયે સાધુવંદના ક૨વી ઃ જો તમારા ગામમાં-નગરમાં સાધુ-મુનિરાજ બિરાજતા હોય, તો તમે એમની પાસે જઈને વિધિપૂર્વક વંદના કરો. જો સાધુપુરુષ ન હોય તો ભાવવંદના કરો. પરંતુ સાધુપુરુષોની સ્મૃતિ અવશ્ય કરો. વંદના કરતી વખતે તમારા મનમાં એ વિચાર આવવો જોઈએ કે મારે જીવનમાં કોઈક વાર સાધુતાનો સ્વીકાર કરવાનો છે, પાલન કરવાનું છે. મૃત્યુ પૂર્વે સાધુ બનવાનું જ છે. તમારો આદર્શ સાધુતા જ છે ને ? આ મનુષ્યજીવન માત્ર અર્થ-કામના પુરુષાર્થમાં જ પૂર્ણ કરી દેશો, તો મોટી ભૂલ ગણાશે. સાધુતાનો આદર્શ હશે અને કદાચ અચાનક આયુષ્ય પૂર્ણ થઈ ગયું, તો કોઈ ચિંતા નહીં. સાધુતાની ભાવના સાથે મૃત્યુ થયું, તો મૃત્યુ પછી એવું જીવન પ્રાપ્ત થશે કે નાની ઉંમરે જ વૈરાગ્ય પ્રાપ્ત થશે અને સાધુતા પામશો. આમ તો સવાર-બપોર અને સાંજ આ ત્રણ સમય ત્રિકાળવંદના કરવાનું શાસ્ત્રીય વિધાન છે. ત્રણ સમય કરો તો ઉત્તમ છે, નહીં તો સવાર-સાંજ તો વંદના ક૨વી જ જોઈએ. સવારે નવા દિવસનો પ્રારંભ થાય છે ને ? દિવસના પ્રારંભે ધર્મલાભ’નો આશીર્વાદ મેળવવો જોઈએ. સાંજે દિવસની પૂર્ણાહુતિ થાય છે અને રાત્રિનો પ્રારંભ થાય છે, એ સમયે પણ ‘ધર્મલાભ’નો આશીર્વાદ પામવો જોઈએ. આ આશીર્વાદ મંગળરૂપ છે. એમાં પણ સાધુપુરુષ પ્રસન્નચિત્તથી ધર્મલાભ’નો આશીર્વાદ આપે તો તમારો ઉદ્ધાર થઈ જાય. સભામાંથી : કેટલીક વાર એવો અનુભવ થાય છે કે અમે વંદન કરીએ છીએ, પરંતુ સાધુપુરુષ ધર્મલાભ' બોલતા નથી. મહારાજશ્રી : વંદન કરવા કયા સમયે જાઓ છો ? કયા સમયે વંદન કરો છો? કેટલાક લોકોને સમયનો વિવેક નથી હોતો. અમારા પણ અનુભવો છે ને ? એક ગામમાં એક ભાઈ ગોચરીના સમયે જ વંદન કરવા આવતા હતા. ગોચરી માટે બેસતા હોઈએ અને એમનો ઉપાશ્રયમાં પ્રવેશ થાય.... મહારાજ સાહેબ, મને વંદન કરવા દો.' ખોટો સમય હતો ! Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ એક બીજા ગામમાં એક ભાઈ જ્યારે અમે જંગલ જવા માટે ઉપાશ્રયમાંથી નીકળતા હોઈએ, ત્યારે આવતા અને કહેતા ઃ મહારાજ સાહેબ, ઊભા રહો ! મારે વંદન કરવાં છે.' આ પણ ખોટો-અનુચિત સમય હતો. - એક મહિલા જ્યારે સાધુ ગોચરી લેવા જતા હોય ત્યારે ઉપાશ્રયને દ્વારે સાધુને ઊભા રાખીને વંદના કરતી. કેટલો ખોટો-અયોગ્ય સમય ? પાછળથી એને સમજાવ્યું, બંધ કરાવ્યું ત્યાં વંદન કરવાનું. ૯૫ એક ભાઈ જ્યારે મારે આરામ કરવાનો સમય હોય ત્યારે જ વંદન ક૨વા આવતા. મેં એમને કહ્યું : ‘આ સમયે વંદન કરવા ન આવો.' તો તેમણે આવવાનું જ બંધ કરી દીધું ! એક ભાઈ જ્યારે હું સાધુઓને શાસ્ત્રાધ્યયન કરાવતો હોઉં, એ સમયે જ વંદન ક૨વા આવતા, ત્યારે હું એમની સામે જોતો ન હતો. હું મારા અધ્યાપનમાં વ્યસ્ત હતો. આવા સમયોમાં અમે લોકો ધર્મલાભ’ ના આશીર્વાદ કેવી રીતે આપી શકીએ ? આશીર્વાદ પામવાનો પણ સમય હોય છે. ઉચિત સમયે વંદન કરવાથી આશીર્વાદ મળે છે. વંદનમાં વિવેક હોવો એ અતિ આવશ્યક છે. એક શ્રીમંત શ્રાવકને આદત હતી. તે હંમેશાં આચાર્યને જ વંદન કરતો હતો. આચાર્યની સાથે રહેનાર સાધુઓને વંદન કરતો ન હતો. એક દિવસ મેં એને કહ્યું ઃ ‘તમે મંદિરમાં પણ મૂળનાયક ભગવાનની જ પૂજા કરતા હશો ? આસપાસના ભગવાનોની પૂજા નહીં કરતા હો ?’ : તેણે મને પૂછ્યું : “મહારાજ સાહેબ, આપને એ કેવી રીતે ખબર પડી ગઈ ?’ મેં કહ્યું : ‘ઉપાશ્રયમાં તમારો વ્યવહાર જોઈને !' મારી વાત એના સમજવામાં ન આવી. મેં એનું સ્પષ્ટીકરણ કર્યું : “અહીં તમે માત્ર આચાર્યદેવને જ વંદન કરો છો, આ જોઈને મેં અનુમાન કર્યું.’ બીજે દિવસે તે શ્રીમંત માણસે સર્વ સાધુઓને વંદન કરવાનું શરૂ કર્યું. હા, કોઈ વાર ખૂબ જરૂરી કાર્ય હોય, સમય ઘણો ઓછો હોય, ત્યારે તમે માત્ર મોટા મહારાજ સાહેબને વંદન કરીને ચાલ્યા જાઓ તો ચાલી શકે. કેટલાક લોકો વગર ભક્તિએ, આદર વગર વંદન કરે છે. અવિધિથી પ્રમાદથી વંદન કરે છે. શક્તિ હોવા છતાં પણ ખમાસમણ આપતા નથી. ઘણાં વર્ષોથી આ અવિધિસર વંદન કરવાની એમની આદત હોય છે. આવા લોકો મોટે ભાગે ઉપાશ્રયના ભક્ત હોય છે, જેઓ વધારે સમય ઉપાશ્રયમાં જ રહે છે, ઉપાશ્રયમાં જ સૂએ છે; તેમના હૃદયમાં પ્રાયઃ સાધુઓ પ્રત્યે ભક્તિભાવ હોતો નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રાવકજીવન સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે : 'અતિપરિચયાત્ અવજ્ઞા ।' સાધુઓનો અતિ પરિચય, ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે દોષવૃષ્ટિવાળા બનાવી દે છે. દોષવૃષ્ટિવાળો મનુષ્ય સાધુઓમાં ગુણ જોઈ શકતો નથી. દોષ જ જોશે અને અવર્ણવાદ જ કરતો રહેશે. એક વાત ધ્યાનથી સાંભળી લો. સાધુઓને વંદન કરવાનો ભાવ ન જાગે તો વંદન ન કરવા, પરંતુ કદીય સાધુઓની નિંદા ન કરવી - અવર્ણવાદ ન ક૨વો. સાધુની નિંદા કરવાથી નિકાચિત ‘નીચ ગોત્ર કર્મ' બંધાય છે. અનેક જન્મો સુધી નીચ ગોત્રમાં જન્મ લેવા પડશે. ભલે તમે નિંદા કરો, પરંતુ સાધુનું કશું ય બગડવાનું નથી. એ તો બીજે ગામ ચાલ્યા જશે. દેશ ખૂબ વિશાળ છે. માતાપિતાને વંદન કરો : સંધ્યાકાલીન ધર્મઆરાધનામાં પહેલી આરાધના છે જિનચૈત્યમાં પૂજા અને ચૈત્યવંદના. બીજી વાત છે સાધુવંદના અને ત્રીજી વાત છે માતાપિતાને વંદન. જો તમારે માતાપિતા હોય, તમારી સાથે રહેતાં હોય, તો સંધ્યાસમયે તેમની ચરણવંદના કરો. ત્રિસંધ્યું નમનક્રિયા' દિવસમાં ત્રણ સંધ્યા હોય છે. ત્રણે સમયે માતાપિતાને નમન કરવાનાં છે. કદી ય નહીં કરતા હો, તમે માતાપિતા છો, તો તમારાં બાળકો તમને ત્રિકાલ નમન કરે છે ? નહીં જ ને ? ઘરમાં આ પરંપરા ચાલી આવતી હોત તો ક૨ત ! તમે પરંપરા ચાલુ નથી રાખીને ? પરંતુ એક વાત કહીશ, તમારે ખોટું ન લગાડવું. તમારા લોકોનું એવું પવિત્ર અને પરોપકારી જીવન છે ખરું કે જેથી તમારાં બાળકોમાં તમારા પ્રત્યે સ્નેહભાવ રહે ? સહજરૂપે તેમનું મસ્તક તમારા ખોળામાં ઢળી પડે ? પૂજ્ય અને વંદનીય બનવા માટે કેટલોક ત્યાગ કરવો પડે છે. કંઈક સંયમ રાખવો પડે છે. જીવનપદ્ધતિમાં ખૂબ પરિવર્તન કરવું પડશે. ‘સેલ્ફ’ (મે, ૧૯૮૯ ન્યૂ યૉર્કથી પ્રકાશિત) પુસ્તકના લેખક ડેનિસ ગ્રાન્ડી’એ લખ્યું છે ઃ “મારા પિતા પણ પીનારા હતા, ચુસ્ત શાલીન હસમુખ વ્યક્તિ હતા. તેમણે મદિરાપાન કરીને પોતાની જિંદગી બરબાદ કરી નાખી. તેમનો નશો કરવો અને મારી માનું વિફરવાનું, મારા બાળપણમાં મને જોવા મળ્યા, એ મારા જીવનનું એક અત્યંત દુઃખદ પાસું રહ્યું છે. પોતાનાં માતાપિતાને લીધે સંતાપ અને વિતૃષ્ણાની ભાવના. હું એ વાતનો ઇન્કાર નથી કરતો કે પીનાર માબાપ હોવું એ ક્રાન્તિકારીપણું છે. એમનું શરાબી હોવું એ એમના આત્માભિમાનને નષ્ટ કરીને એમના જીવનમાં સદાને માટે નિરાશાની ભાવના ભરી દે છે.’ લેખકે આ પુસ્તકમાં બીજે સ્થળે લખ્યું છે : ‘હું એ અનુભવ કરવા લાગ્યો છું કે એક બાળકનો વિશ્વાસ અને આદર કેટલાં કોમળ અને પ્રિય હોય છે. અને હું Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૯૭ પણ જાણું છું કે મારા પ્રત્યે મારાં બાળકોની આ ભાવના નષ્ટ થઈ ગઈ, તો એ સ્થિતિ મારે માટે કેટલી દારુણ હશે ?' માતાપિતા પૂજ્ય કેવી રીતે બને ? : તમે અમેરિકન લેખક ડેનિસ ગ્રાન્ડીની વાત સાંભળીને ? જો માતાપિતાએ પૂજ્ય બનવું હોય, વંદનીય તેમજ સન્માનનીય બનવું હોય, તો તેમણે સર્વપ્રથમ વ્યસનોથી મુક્ત રહેવું પડશે, જે નીચે મુજબ છે : ૧. શરાબનો ત્યાગ ફરવો પડશે. ૨. જુગાર રમવો બંધ કરવો પડશે. ૩. પિતાએ પરસ્ત્રીનો તેમજ માતાએ પરપુરુષનો ત્યાગ ક૨વો પડશે. ૪. ક્લબોમાં જવું અને ત્યાં નાચવાનું બંધ કરવું પડશે. ૫. માતાપિતાએ પરસ્પર લડવું-ઝઘડવું બંધ કરવું પડશે. ૬. વાણી સૌમ્ય, મધુર અને સંયમી બનાવવી પડશે. ૭. બાળકો સાથે સારો વ્યવહાર કરવો પડશે. ૮. બાળકોની ભૂલો વારંવાર કહેવી નહીં. ૯. બાળકોની આવશ્યકતાઓ પહેલાં પૂર્ણ કરવી. જો તમારે બાળકોનો આદર, પ્રેમ, સ્નેહ પામવા છે તો ઉપર્યુક્ત નવ વાતોનું પાલન કરવું પડશે. ‘સર્વ વાતોમાં ચડિયાતી વાત બાળકોનો પ્રેમ છે.' આ વાત તમારા મનમાં દૃઢ હોવી જોઈએ. તમારે તમારું વ્યક્તિત્વ મહાન બનાવવું પડશે. અથવા બુરાઈઓનો વધારેમાં વધારે ત્યાગ કરવો પડશે. અને ત્યારે જ તમે બાળકોની દૃષ્ટિમાં પૂજ્ય બની શકશો. બાળકો સાથે સદ્યવહાર કરો : તમે બાળકોને જન્મ દેવા માત્રથી પૂજ્ય તેમજ વંદનીય નહીં બની શકો. તમારે એમની સાથે સારો વ્યવહાર કરવો પડશે. પ્રથમ વાત તો એ છે કે વાતવાતમાં, નાનીનાની ભૂલોમાં બાળકોને મારો નહીં. તેમને ગાળો ન બોલો. વાતવાતમાં એમની ઉપર ક્રોધ ન કરો. એક માતા પોતાની એક અવિવાહિત ૧૭ વર્ષની છોકરીને દરરોજ વારંવાર કડવા શબ્દો સંભળાવતી હતી. ક્રોધ કરતી હતી. કોઈ કોઈ વાર મારતી પણ હતી. બે વર્ષ સુધી છોકરીએ સહન કરી લીધું; તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. છોકરી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. તેથી વધારે સમય ને ઘરની બહાર રહેવા લાગી. 19 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રાવકજીવન પાડોશીના છોકરાની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતનો માતા, ભાઈ કોઈને ખ્યાલ ન આવ્યો. એક દિવસે બંને જણાંએ લગ્ન કરી લીધાં. છોકરીએ કહ્યું ઃ માનો ખૂબ ત્રાસ હતો; તે છૂટી ગઈ. એ છોકરા સાથે મને આકર્ષણ હતું, પરંતુ મેં લગ્ન કર્યું માના ત્રાસમાંથી છૂટવા માટે. પાછળથી માને ખૂબ દુ:ખ થયું, પરંતુ એ હવે શું કરી શકે ? તે પોતાનો સ્વભાવ બદલવા તૈયાર ન હતી. છોકરી ચાલી ગઈ, છોકરાએ લગ્ન કરી નાખ્યું. પુત્રવધૂ ઘરમાં આવી. થોડાક દિવસો ગયા. સાસુએ પુત્રવધૂ સાથે ઝઘડા શરૂ કર્યા. સાથેસાથે પુત્રની સાથે પણ ઝઘડવા લાગી. પરિણામ શું આવ્યું હશે તમે કલ્પના કરી શકો છો. પુત્ર અને પુત્રવધૂ તેનાથી જુદાં થઈ ગયાં. ઘરમાં એકલી વૃદ્ધા રહી ગઈ. છોકરો અને છોકરી હોવા છતાં પણ તે અનાથ બની ગઈ. આવી મા શું બાળકો માટે પૂજનીય-વંદનીય બની શકે ? આવી માતા કહે કે ‘મારાં બાળકો મારું કહ્યું માનતાં નથી.’ તો એનો શો ઉપાય થઈ શકે ? જ્યાં સુધી માતાપિતા સ્વયં પોતાનું ચરિત્ર સારું ન બનાવે ત્યાં સુધી તે પૂજ્ય ન બની શકે. તે જ્યાં સુધી તેઓ પોતાનો વ્યવહાર સારો ન કરે ત્યાં સુધી તે વંદનીય ન બની શકે. માતાપિતા પ્રત્યે : ન જે રીતે માતાપિતાએ પોતાના જીવનમાં ફરજો નભાવવાની છે, એ જ રીતે બાળકોએ પણ પોતાનાં કર્તવ્યોનું પાલન કરવાનું જ છે. બાળકો જો ઇચ્છે કે માતાપિતામાં એક પણ દોષ ન હોવો જોઈએ, તો તે ખોટી માન્યતા છે. સંસારમાં કોઈ પણ મનુષ્ય - સિવાય સર્વજ્ઞ - વીતરાગ પૂર્ણરૂપે દોષરહિત નથી હોતો. માતાપિતાનો દોષ જોઈને એમના પ્રત્યે દ્વેષ ન કરવો. ક્ષમા કરો અને એમના પ્રત્યે સદ્ભાવ રાખો. એમના તમારી ઉ૫૨ જે કંઈ ઉપકાર થયા છે, એ ઉ૫કા૨ જ સ્મૃતિમાં લાવો. હું તમને પૂછું છું કે જ્યારે તમે માતાપિતા બનશો ત્યારે સર્વગુણસંપન્ન બનશો ? તમારાં બાળકો અપેક્ષા રાખશે કે અમારાં માતાપિતા આવાં આવાં હોવાં જોઈએ.’ શું તમે એમની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરી શકશો ? તમારાં બાળકો તમને પ્રેમ નહીં કરે, આદર નહીં આપે, તો તમને દુઃખ નહીં લાગે ? એક છોકરો મારી પાસે આવ્યો. કેટલાંક વ્યસનોમાં ફસાયો હતો. મેં એને કહ્યું ઃ ‘તારામાં આટલા બધા દોષ ક્યાંથી આવ્યા ?’ તેણે તરત જ પ્રત્યુત્તર આપ્યોઃ ‘મારા પિતા પાસેથી.' તેણે તમામ દોષ પિતા ઉપર ઠોકી બેસાડ્યા. મેં કહ્યું : ‘હું જાણું છું તારા પિતાને, તેમના વ્યસનોનો મને ખ્યાલ છે. એ રીતે તેમના ગુણો પણ હું Page #105 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ જાણું છું. તેં એમના ગુણોનું અનુસરણ કેમ ન કર્યું ? તેમનામાં પરોપકારનો ખૂબ મોટો ગુણ છે ને ? તું પરોપકારી ન બન્યો ? નહિ ને ? તેમનામાં ઉદારતાનો ગુણ છે ને ? શું તું ઉદાર બન્યો ? તેમનામાં પરિમિત બોલવાનો ગુણ છે ને ? તું પરિમિતભાષી બન્યો ? તેં જુગાર ખેલવાની શરૂઆત કરી, કારણ કે તારા પિતા જુગાર રમતા હતા. તેં શરાબ પીવાની શરૂઆત કરી, કારણ કે તારા પિતા શરાબ પીએ છે. તેં દોષ અને વ્યસનોનું અનુકરણ કર્યું. શું તારા પિતાએ કહ્યું હતું કે તું શરાબ પીજે, તું જુગા૨ ૨મજે ? 2) છોકરાએ કહ્યું ઃ ‘આમ તો તેઓ કોઈ કોઈ વાર તેમના વ્યસનોનાં દુષ્પરિણામો મને બતાવતા હતા. કોઈ કોઈ વાર તો એમની આંખો ભરાઈ જતી. તેઓ જુગાર અને શરાબને સારાં માનતા નથી.’ મેં કહ્યું : ‘આ વાત સામાન્ય નથી. પોતાના દોષોનો પશ્ચાત્તાપ કરવો એ સામાન્ય વાત નથી. દોષોને ખરાબ માનવા એ ખૂબ મોટી વાત છે. વ્યસનોનાં ખરાબ પરિણામ સાંભળીને તારે એમનાથી દૂર રહેવાનું હતું, પરંતુ તું દૂર ન રહ્યો, વ્યસનોમાં ફસાઈ ગયો. તારા પિતાને આ વાતનું ઊંડું દુઃખ છે. મારી સામે એમણે દુઃખ પ્રકટ કર્યું છે.’ ગુણ જોવાથી પ્રેમ થશે : કામ સરળ નથી. પ્રત્યક્ષ દોષ જોવા છતાં પણ મનમાં દુર્ભાવ ન આવવો એ મુશ્કેલ કામ છે; પરંતુ ઉપકારીના દોષોને મહત્ત્વ ન આપવું, એની ચર્ચા ન કરવી, નિંદા ન કરવી. એમના વિષયમાં ગંભીર બનવું. સભામાંથી : જ્યાં અમારો સ્વાર્થ હોય છે ત્યાં અમે દોષોની ઉપેક્ષા કરીએ જ છીએ. જ્યાં સ્વાર્થ નથી હોતો ત્યાં દોષોને મહત્ત્વ આપીએ છીએ. મહારાજશ્રી : જ્યાં સુધી બાળકો માતાપિતાના આશ્રયે હોય છે ત્યાં સુધી માતાપિતાના દોષની ચર્ચા નથી કરતાં; પરંતુ તેમના હૃદયમાં દોષોને સંઘરી રાખે છે. જ્યારે સ્વયં કમાવા લાગે છે ત્યારે દોષકથનની શરૂઆત કરી દે છે ! મારા એક પરિચિત છોકરાને મેં પૂછ્યું : “શું માતાપિતાના ચરણોમાં દરરોજ પ્રણામ કરે છે ?’ તેણે કહ્યું : ‘S.S.C. માં આવ્યો ત્યાં સુધી કરતો હતો, પરંતુ પાછળથી છૂટી ગયું છે.’ મેં પૂછ્યું : ‘કેમ ?” Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦). શ્રાવકજીવન તેણે કહ્યું : પ્રણામ કરવામાં સંકોચ થાય છે.' મેં કહ્યું? પૈસા માગવામાં સંકોચ નથી થતો?” તે મૌન રહ્યો. જે માતાપિતા સારાં વસ્ત્રો આપે છે, ભણાવવામાં હજારો રૂપિયા ખર્ચે છે, બીમાર પડતાં સેવા કરે છે, સમયસર ભોજન કરાવે છે અને શક્ય તેટલી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે, એમને પ્રણામ કરવામાં એ છોકરાને સંકોચ થતો હતો ! ' કહ્યું : 'ઠીક છે, કામ કરવામાં, નમન કરવામાં, ચરણસ્પર્શ કરવામાં તને સંકોચ થાય છે, પરંતુ માતાપિતાની સાથે ઝઘડો તો નથી કરતો ને? તેમનું અપમાન તો નથી કરતો ને ? તેમનાં દિલને દુઃખ તો નથી પહોંચાડતો ને ?' ઉત્તર ન આપ્યો. પરંતુ તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે મારા ખોળામાં માથું મૂકીને રોવા માંડ્યું. હું તેના મસ્તકે હાથ ફેરવતો રહ્યો. થોડા સમય પછી, તે સ્વસ્થ થયો અને બોલ્યોઃ “આજથી આપના કહેવા પ્રમાણે મારું જીવન બનાવીશ. મેં મારી બાને ખૂબ કષ્ટ આપ્યું છે. હવે એનાથી ય વધારે પ્રેમ કરીશ. આપને વચન આપું છું.” - કુતિરી જાતાપિતો માતાપિતાના ઉપકારનો બદલો ચૂકવી શકાતો નથી. એટલા માટે સવાર-બપોર અને સાંજે તેમને નમન કરવું જ જોઈએ. તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. તેમના દ્ભયને દુઃખ ન પહોંચાડવું જોઈએ. આજે બસ, આટલું જ. Page #107 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : પ૭) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કરે છે. તેમણે સંધ્યાકાલીન ત્રણ પ્રકારની ધર્મઆરાધના બતાવી. પૂજાની સાથે ચૈત્યવંદન, સાધુવંદના અને માતાપિતાને વંદના - આટલી ધર્મઆરાધના બતાવ્યા બાદ તેમણે કહ્યું છે : साधुविश्रामणा-क्रिया ॥४४॥ જ્યારે સાધુ-મુનિરાજને તમે વંદન કરવા જાઓ, ત્યાં સાધુપુરુષોને દિનપર્યત સ્વાધ્યાય-ધ્યાન વગેરે નિવર્ણિસાધક યોગોની આરાધના કરવાથી શ્રમિત જુઓ તો તેમની વિશ્રામણા કરવી જોઈએ. આ વિષયમાં મારે કેટલીક વિશિષ્ટ વાતો આજે કરવી છે. એ પહેલાં એક મહત્ત્વની વાત જિનચૈત્ય અંગે કરવાની છે. એ વાત છે – આરતી ઉતારવાની અને મંગલદીપ કરવાની. જિનચૈત્યમાં સામુદાયિક આરતી કરો : ભલે ગૃહચૈત્ય હોય કે સંઘત્ય હોય, સંધ્યાસમયે તમે દર્શન કરવા જાઓ છો ? સંધ્યાકાલીન પૂજા કરવાની ક્રિયા આજકાલ થતી નથી. કદાચ તમે લોકો ભૂલી ગયા છો. પરંતુ કેટલાક લોકો દર્શન કરવા જાય છે. તમે દર્શન - ચૈત્યવંદન કરીને પરમાત્માની આરતી ઉતારો. આરતીમાં આસપાસ રહેનારા લોકોએ સામુદાયિક રૂપમાં આરતી ઉતારવી જોઈએ. લયબદ્ધ ઘંટારવ થતો હોય અને બધા લોકો એક રાગમાં આરતી ગાતા હોય, તો એક અદ્ભુત વાતાવરણ ઊભું થાય એવા કેટલાંક ગામોમાં અમે ગયા છીએ અને કોઈક મંદિરની સામે જ રાત્રિનિવાસ કરવાની જગા મળી છે. ત્યાં અમે બે-ત્રણ ગામમાં સામુદાયિક આરતીનું દ્રશ્ય જોયું છે. હું તો મારાં બીજાં કાય છોડીને આરતી સાંભળતો હતો. ત્યાં મંદિરમાં બાળકો હતાં, મહિલાઓ હતી અને મોટા પુરુષો પણ હતા. ૨૦/૨૫ માણસો હશે. એ લોકો સંસ્કૃતના ચાર-પાંચ શ્લોકો બોલ્યા. આરતી ગાઈ, ઉતારી. પરંતુ શાસ્ત્રીય રાગમાં લયબદ્ધ અને તાલબદ્ધ! તમે લોકો તમારા ચૈત્યમાં કેવી રીતે આરતી ઉતારો છો? મંદિરનો પૂજારી હોય છે અને એક-બે પુરુષ અથવા ૧-૨ સ્ત્રીઓ હોય છે. જલદી જલદી આરતી ઉતારી દે છે, મંગલદીપ પણ કરી દે છે. આસપાસ ૧૦૧૫ ઘર જૈનનાં હોવા છતાં પુરુષો દુકાને હોય છે અને સ્ત્રીઓ ગૃહકાર્યમાં વ્યસ્ત Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૦૨ હોય છે. તેઓ આરતીમાં નથી આવતાં. આનું કારણ મને તો અજ્ઞાન જ દેખાય છે. આરતી ઉતારવાની ક્રિયાનું મહત્ત્વ અને પ્રભાવ નથી સમજતાં. સંધ્યાકાલીન આરતી ઉતારતી વખતે મનની અરતિઅશાંતિ દૂર થઈ જાય છે, આ વાત તમે જાણો છો ? હા, આરતી ઉતારનારની અરતિ-ફ્લેશ-સંતાપ દૂર થઈ જાય છે. દેવની આરતીમાં દીવો અને ધૂપ અવશ્ય હોવાં જોઈએ. કપૂરની સુવાસ હોવી જોઈએ. અશાંતિ દૂર કરવાં અન્ય સ્થળોએ ભટકવાની જરૂર નથી. શાંતિ અને પ્રસન્નતા બજારમાં મળતાં નથી, મંદિરમાં મળે છે. તમે સંધ્યાસમયે મંદિરમાં જાઓ. ત્યાં શાન્તિથી બેસીને પરમાત્માનું ધ્યાન કરો. નૈવેદ્ય સમર્પિત કરો, અક્ષતથી સ્વસ્તિક રચો. જે આવડતું હોય તો નંદ્યાવર્ત - સ્વસ્તિકની રચના કરો. આરતી કરો. મંગલદીપ કરો. જો તમે સંધ્યાસમયે થોડોક સમય કાઢીને આ રીતે મંદિરમાં જઈને ભક્તિયોગની આરાધના કરશો, તો તમે ઘણુંબધું મેળવી શકશો. સૌથી શ્રેષ્ઠ છે પરમાત્માની કૃપા! તમે પરમાત્માની કૃપાને પાત્ર બનશો! શું ખબર, કયારે તમારી ઉપર પરમાત્માની કૃપા અવતરિત થાય ? તમે ધન્ય બની જશે. જીવનમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ પામી જશો. વાત તમારા દ્ધયમાં ઊતરવી જોઈએ. સાધુપુરુષોની વિશ્રામણા કરો: આજે મારે જે સૂત્ર પર વિવેચન - પ્રવચન કરવાનું છે, તે છે સાધુ વિશ્રામણાનું સૂત્ર. સૂત્રની ટીકામાં આચાર્યદિવે લખ્યું છે કે જ્ઞાની, ધ્યાની અને તપસ્વી સાધુની સાથે જો બીજા વિશ્રામક-સેવા કરનારા સાધુ ન હોય તો તમારે ઉચિત સમયે જઈને તેમની સેવા કરવી જોઈએ. સેવા માત્ર પગ દબાવવાથી નથી થતી. જો સાધુ લાંબું ચાલીને આવ્યા હોય, તો પગ પણ દબાવવા, પરંતુ દરરોજ નહીં. આમ તો સેવા કરવાનું કર્તવ્ય સાધુનું જ હોય છે. સેવા કરવી એ એક કલા છે. શરીરનો શ્રમ દૂર થાય, શરીરમાં સ્ફતિ આવે એ રીતે સેવા કરવી જોઈએ. જો સેવા કરનાર સાધુ હોય તો તમારે સેવા કરવાની નથી. તમારે તો માત્ર ચરણસ્પર્શ જ કરવાનો હોય છે. શરીર અને સંઘયણઃ ૬ પ્રકારના સંઘયણ (સંઘાતનો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. એમાં છ સંઘયણ છે – “સેવાત' સંઘયણ. પ્રાકૃત ભાષામાં એને ‘છેવટ્ટા” સંઘયણ કહે છે. આપણા શરીરનું આ “સેવાતી સંઘયણ છે. આ કાળમાં બધા મનુષ્યોનું આ જ સંઘયણ હોય છે. સંઘયણનો સંબંધ શરીરનાં હાડકાં સાથેનાં જોડાણથી હોય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૦૩ હાડકાંનાં સંધિસ્થાનની મજબૂતી યા કમજોરપણાનો આધાર “સંઘયણ’ પર હોય છે. સેવાર્ત' સંઘયણ, ખૂબ કમજોર હોય છે. આ સંઘયણવાળાંનાં હાડકાં પરસ્પર માત્ર જોડાયેલાં જ હોય છે. થોડોક ધક્કો વાગતાં તે તૂટી શકે છે. સાર્થક નામ છે આપણા સંઘયણનું ! “સેવા સેવા + માર્ત સેવાર્ત ! શરીરની સેવા કરવાથી એની આતતા દૂર થઈ જાય છે. સ્નાન માલિશ-મર્દન કરતા રહો ત્યારે જ તે કામ આપશે. પ્રકૃતિ અનુસાર ભોજન-પાણી આપતાં રહેશો તો જ કામ કરશે, અન્યથા અટકી જશે. પગ દુઃખશે, હાથ દુઃખશે, શરીરમાં દર્દ થશે, પીઠમાં દર્દ થશે, દાંતોમાં દર્દ થશે. જેમ જેમ હાડકાં કમજોર બનતાં જશે તેમ તેમ શરીર ઢીલું પડશે ! તેની સેવા કરવી જ પડશે. પછી જાતે સેવા કરો કે બીજાંની પાસે કરાવો. સંસારી હો યા સાધુ હો, શરીરના ગુણધર્મો તો તે જ રહેશે. સાધુઓને પણ ‘સેવાર્ય સંઘયણ જ હોય છે. સાધુનું સંઘયણ પણ સેવાર્તઃ આને કારણે સાધુને પણ શરીરની સેવા કરવી પડે છે. કેટલીક શારીરિક તકલીફોમાં સાધુ જાતે જ પોતાના શરીરની સેવા કરી લે છે. પરંતુ કેટલાંક દર્દોમાં બીજાંની સેવા આવશ્યક બની જાય છે. - અતિ ત્રાસદાયક શિરદર્દ થઈ જતાં, – પૃષ્ઠ ભાગ(પીઠ)માં દર્દ થઈ જતાં, – ખૂબ તાવ આવી જતાં, - કેન્સર વગેરે જીવલેણ બીમારી થઈ જતાં, - પગમાં અતિ દર્દ થઈ જતાં, - આંખોમાં વધારે વેદના થઈ જતાં, સાધુઓ અને સાધ્વીઓને બીજાની સેવા લેવી પડે છે. સભામાંથી સાધુઓ તો રોગ સહન કરનારા હોય છે ને? મહારાજશ્રી બધા નહીં, ઘણા ઓછા સાધુઓ સમતાભાવથી રોગ સહન કરે છે. જેમનામાં દૃઢ સહનશીલતા હોય છે, તેઓ કોઈની સેવા લેતા નથી. દવા પણ નથી લેતા. પરંતુ વધારે પ્રમાણમાં સમતાભાવથી રોગ સહન કરી શકતાં નથી, અને જો સહન કરે છે તો તેમનાથી ધ્યાન-જ્ઞાન થઈ શકતાં નથી, સંયમ-જીવનની કેટલીક દૈનિક ક્રિયાઓ થઈ શકતી નથી, એટલા માટે તેમને બીજાંની સેવા લેવી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રાવકજીવન પડે છે. – કેટલી સેવા લેવી? – કોની સેવા લેવી? – કયા સમયે સેવા લેવી ? વગેરે બાબતો વ્યક્તિગત અને વિવેક ઉપર આધારિત છે. આમ તો સેવા કરનારે પણ વિવેકથી સેવા કરવાની હોય છે. જેનામાં વિવેક નથી હોતો તેઓ સેવા તો કરે જ છે, પરંતુ કુસેવા કરે છે ! – દુઃખે છે પેટ અને દબાવે છે પગ ! - દુઃખે છે પગ અને દબાવે છે માથું ! – દુઃખે છે માથું અને દવા લાવે છે પેટની ! વિશ્રામણા વિવેકથી કરવાની છે - ઉચિત રીતે વિશ્રામણા કરવી જોઈએ. જેથી સાધુને વિશ્રામ મળે. થાકેલું શરીર કઈક આરામ અનુભવે. વિશ્રામણામાં વિવેક આવશ્યક ગુજરાતના એક નગરમાં અમારું ચાતુર્માસ હતું. રાજસ્થાનથી ૪-૫ મહાનુભાવો વંદન કરવા આવ્યા હતા. રાત્રિનો સમય હતો. મારી પીઠમાં થોડુંક દર્દ હતું. એ રાજસ્થાની ભાઈઓમાંથી એક ભાઈએ મારી પીઠ દબાવવાની શરૂઆત કરી દીધી. અડધા કલાક સુધી તે પીઠ દબાવતા રહ્યા. મને નિદ્રા આવી ગઈ. સવારે જ્યારે હું ઊઠ્યો તો મારી પીઠમાં બળતરા શરૂ થઈ ગઈ હતી. મારા સાધુઓને મેં કહ્યું મારી પીઠમાં બળતરા થઈ રહી છે. જરાક જુઓ તો.' સાધુઓએ જોયું તો એકદમ બોલી ઊઠ્યા: “અરે ! પાછળ તો ચામડી જ ઊખડી ગઈ છે, ઠેર ઠેર ચામડી છોલાઈ ગઈ છે. આ કેવી રીતે બન્યું?” મેં કહ્યું : “કાલ રાત્રે એ મહાનુભાવે મારી વિશ્રામણા કરી હતી. ઠીક છે, અંધારામાં તેમને ખ્યાલ નહીં આવ્યો હોય, તેમના હાથ પણ બરછટ હતા. ચામડી ઊખડી ગઈ. ખેર, એ મહાનુભાવને કહેશો નહીં. નહીંતર તેમને દુઃખ થશે. એણે તો ભક્તિભાવથી વિશ્રામણા કરી હતી. ભાવ નિર્મળ હતા.' આવી જ ઘટના મારા પરિચિત મુનિરાજે બતાવી હતી. તેમણે કહ્યું: “એક દિવસે અમે ૨૫ કિલોમીટર ચાલ્યા. ખૂબ થાકી ગયા હતા. અમે ત્રણે સાધુઓ થાકી ગયા હતા. કોણ કોની સેવા કરે? એટલામાં ગામનો એક ભક્ત શ્રાવક આવ્યો. અસ્થા વંમ ! બોલ્યો અને મારા પગ ઉપર તૂટી પડ્યો. જોરજોરથી દબાવવા લાગ્યો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૦૫ મેં તેને બે-ત્રણ વાર કહ્યું કે ધીરે ધીરે દબાવ, પરંતુ સાંભળે કોણ ? થોડીક વાર પછી ‘કટાક્’ કરતો અવાજ આવ્યો. મારો એક પગ તૂટી ગયો હતો. મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ. મેં મારા પગ એ જડ ભક્ત પાસેથી છોડાવી દીધા, ડૉક્ટર બોલાવીને પાટો બંધાવી દીધો. ત્યારથી મેં કોઈ પણ ગૃહસ્થ પાસે - અપરિચિત ગૃહસ્થ પાસે પગ દબાવવા બંધ કરી દીધા છે.’ આને કહે છે અવિવેક. વિશ્રામણા કરનારો વિવેકી હોવો જોઈએ. હવે એક અતિ દુઃખદ ઘટના કહું છું. એક ગામમાં એક એકલા મુનિરાજ ગયા. સંજોગવસાત્ એકલા જ થઈ ગયા હતા. સારા સંયમી તપસ્વી હતા. વર્ષમાં નવ માસ આયંબિલ કરતા હતા. અચાનક તેમને તાવ આવી ગયો. તેઓ સૂઈ ગયા. તે દિવસે તેમણે ઉપવાસ કર્યો. ભિક્ષા લેવા તેઓ જઈ શકતા ન હતા અને એકલા હતા, તેથી શ્રાવક લોકો વંદન કરવા આવ્યા ન હતા. ‘એકલા સાધુને વંદન નહીં કરવાં જોઈએ' એવો તે લોકોનો દૃઢ નિર્ણય હતો. એક પ્રકારની જડતા હતી તેમનામાં, સભામાંથી : તો શું એકલા સાધુને વંદન કરવાં જોઈએ ? મહારાજશ્રી : વંદના ભલે ન કરો, સેવા તો કરી શકો છો ને ! સાધુ નહીં, શ્રાવક નહીં, મનુષ્ય નહીં, પરંતુ પશુ-પક્ષી પણ બીમાર હોય તો તેમની સેવા કરવાનો ઉપદેશ તીર્થંકરોએ આપ્યો છે ! સાધુ એકલો હોય, પરંતુ બીમાર હોય તો બીજા સાધુ પણ તેમની સેવા કરે ! બીજાં કામ છોડીને બીમાર સાધુની સેવા કરવાની છે. કોઈ પણ ગચ્છ હોય, કોઈ પણ સમુદાય હોય. એ ગામમાં અમે ગયા. એ મુનિરાજ ઉપાશ્રયના નીચેના ભાગમાં સૂતા હતા. અમે ઉપર ઊતર્યા હતા. મને ખબર પડી કે નીચે એક મુનિરાજ રોકાયેલા છે. હું એમની પાસે ગયો. મને જોઈને એમણે બે હાથ જોડીને પ્રણામ કર્યા. મને બેસવા આસન આપ્યું. તેમની આંખો લાલ હતી. શરીર શિથિલ હતું. મેં એમના હાથ મારા હાથમાં લીધા, ખૂબ તાવ હતો. મેં કહ્યું : ‘તમને તો ખૂબ તાવ છે. કેટલા દિવસથી છે ? દવા લીધી કે નહીં ?' તેમણે માથું હલાવીને ના કહી. મેં તરત જ વંદન કરવા આવેલા એક શ્રાવકને ડૉક્ટર બોલાવી લાવવાનું કહ્યું. ડૉક્ટર આવ્યા, દવા આપી અને કહ્યું : ‘ત્રણ દિવસ સંપૂર્ણ આરામ કરવો પડશે.’ ડૉક્ટર ચાલ્યા ગયા; મેં એમને આયંબિલનું પારણું કરાવ્યું અને દવા આપી. મેં મારા સાધુઓને એ બીમાર સાધુની સેવા કરવાનું કહ્યું અને દેખભાળ રાખવાની સૂચના આપી. એ દિવસે તો મેં જાણીજોઈને તેમની સાથે વાતચીત કરી ન હતી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રાવકજીવન બીજે દિવસે તાવ ઊતરી ગયો હતો. અશક્તિ વધારે હતી. અમે એ ગામમાં ત્રણ દિવસ રોકાઈ ગયા હતા. બીજે દિવસે મેં એ સાધુ સાથે વાત કરી. એમની ઉંમર ૬૦ વર્ષથી ઓછી નહીં હોય, મહાન આત્માર્થી હતા. પરંતુ કોઈ કોઈ વાર સંજોગો અને પરિસ્થિતિ માણસને વિવશ બનાવી દે છે. મેં એ ગામમાં શ્રાવકશ્રાવિકાઓને પ્રવચન દરમિયાન ઉચિત માર્ગદર્શન આપ્યું. સાધુ બીમાર પડી જતાં એક હોય કે અનેક હોય, એમની સેવા કરવાનું શાસ્ત્રોએ કહ્યું છે. વધારે અપવાદ બીમાર માટે : આ પ્રસ્તુત વિષયમાં અમારા આગમગ્રંથોમાં શું કહ્યું છે ? શાસ્ત્રાર્થ શું છે? એ પણ બતાવી દઉં છું. કેટલાક આગમગ્રંથો છે ઉત્સર્ગ માર્ગના, તો કેટલાક છે અપવાદ માર્ગના. ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ' વગેરે આગમો ઉત્સર્ગ માર્ગનાં છે. નિશીથસૂત્ર', બૃહત્કલ્પસૂત્ર', “વ્યવહારસૂત્ર' વગેરે આગમો અપવાદ માર્ગનાં છે. મોક્ષમાર્ગમાં જેટલું મહત્ત્વ મૂળ નિયમોનું છે, એટલું જ મહત્ત્વ અપવાદના નિયમોનું ઉત્સર્ગ માર્ગ પર ચાલનારો જે પ્રકારે આરાધક છે, એ જ રીતે અપવાદ માગી ઉપર ચાલનારો પણ આરાધક છે. અપવાદ માર્ગનું આલંબન ગુરુદેવની આજ્ઞાથી લેવાનું છે. જ્ઞાનીપુરુષ અપવાદ માર્ગનું આલંબન લેતી વખતે, શિષ્યોને અપવાદ બતાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખે છેઃ – દેશઃ કયા દેશ-પ્રદેશમાં સાધુ-સાધ્વી રહેલાં છે, – કાલ ? કેવો સમય છે - ભયનો છે કે નિર્ભયતાનો? – વ્યક્તિ મોટી ઉંમરની છે, મધ્યમ ઉંમરની છે કે નાની ઉંમરની છે ? – અવસ્થા નીરોગી અવસ્થા છે કે રોગી અવસ્થા છે? – ઉપયોગઃમનના ભાવ, શાસ્ત્રસાપેક્ષ છે કે નિરપેક્ષ છે? એટલે કે અપવાદ માર્ગ ગ્રહણ કરવા માટે પુષ્ટ આલંબન જોઈએ અને મનમાં વિચારશુદ્ધિ રહેવી જોઈએ. આ મહત્ત્વપૂર્ણ વાત છે. બીમાર પડેલા સાધુ-સાધ્વી માટે સાધુજીવનના નિયમોમાં ઘણા અપવાદો બતાવ્યા છે. એમાંથી એક અપવાદ બતાવું છું. એક સાધુને આચાર્યશ્રીએ પોતાનાં વિશિષ્ટ કાર્ય માટે બહારગામ મોકલ્યો. સાધુ જાય છે. રસ્તામાં એક ગામ આવે છે. ગામની બહાર બે-ચાર પુરુષો માર્ગની પાસે જ ઊભા છે. તેમણે સાધુને જોયો. તેઓ સાધુની પાસે આવે છે અને કહે છે “મહારાજ, આ ગામમાં આપના જ ધર્મના એક સાધુ રોકાયેલા છે. તેઓ બીમાર પડી ગયા છે. એમની સેવા કરનાર બીજા કોઈ સાધુ છે નહીં. અમે લોકો જૈન Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૦૭ સાધુના આચારવિચાર જાણતા નથી. એટલા માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ એ બીમાર સાધુની સેવા કરવા માટે ગામમાં પધારો.' એ સમયે સાધુ વિચાર કરે છે ઃ ‘હું ગુરુદેવનું કામ કરવા જઈ રહ્યો છું, પરંતુ એ કાર્યથી આ કાર્ય વધારે મહત્ત્વનું છે. આ કાર્ય જિનાજ્ઞાનું છે. પહેલાં મારે એ બીમાર સાધુની સેવા કરવી જોઈએ. એમના મનને સમાધિ પ્રદાન કરવી જોઈએ. જ્યાં સુધી આ બીમાર સાધુ ઇચ્છશે ત્યાં સુધી હું તેમની પાસે રહીશ. જ્યારે તે પ્રેમથી રજા આપશે ત્યારપછી હું આગળ વિહાર કરીશ.' એ સાધુ ગામમાં આવે છે અને એ બીમાર સાધુને પોતાનો પરિચય આપીને એમની સેવામાં જોડાઈ જાય છે. આમજનતાના મનનું સમાધાન આવશ્યક જે ગૃહસ્થોએ સાધુને વિનંતી કરી હતી તેઓ ખૂબ પ્રસન્ન થાય છે અને વિચારે છે ઃ “આ સાધુ કેટલા સારા છે. અણજાણ સાધુએ પણ વાત માની લીધી અને સેવા ક૨વા આવી ગયા. ખૂબ સારા છે આ સાધુપુરુષ.' બસ, આ થવું જરૂરી છે. લોકો ધર્મની અને ધર્મગુરુની પ્રશંસા કરનારા થવા જોઈએ. સાધુ પેલા બીમાર સાધુને જુએ છે, એને લાગે છે કે ‘આ સાધુ સાધુજીવનના પાલનમાં ઢીલો છે, એકલો છે, તો પણ ખૂબ પ્રેમથી તેમની સેવા કરે છે. સૌથી પહેલાં તો ગંદાં વસ્ત્રો દૂર કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરાવે છે અને સારો સંસ્તારક પાથરીને સુવાડે છે. બીમારના ગંદા હાથપગ પાણીથી ધોઈ નાખે છે. – ઉપાશ્રયને સ્વચ્છ કરી નાખે છે. બીમાર સાધુને કહે છે ઃ હવે આપ ચિંતા ન કરો, જ્યાં સુધી તમે સાજા નહીં થાઓ ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. જ્યારે આપ આજ્ઞા આપશો ત્યારે હું અહીંથી જઈશ.’ બીમાર સાધુના મનમાં સંતોષ વ્યાપી જાય છે. બીમાર સાધુ માટે દવાની અને અનુપાનની વ્યવસ્થા કરે છે. આવશ્યકતા જણાતાં વૈદ્ય યા ડૉક્ટરને બોલાવી લાવે છે. આ બધી વાતો ગૃહસ્થ લોકો જુએ છે અને તેમના હૃદયમાં આદરભાવ જાગૃત થાય છે. — સાધુ બીમાર સાધુને ન તો એનો પરિચય પૂછે છે, ન તો ઉપદેશ આપે છે. એ તો બસ, સેવા કરતો જાય છે અને સાધુજીવનના ક્રિયાકલાપ સ્વયં કરતો - Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાવકજીવન રહે છે, તેમજ પ્રેમથી પેલા બીમાર સાધુને પણ કરાવતો રહે છે. જો બીમાર સાધુની ઈચ્છા ન હોય ક્રિયા કરવાની, તો તેને આગ્રહ નથી કરતો, આક્રોશ નથી કરતો. તે પોતે પોતાની ક્રિયા કરી લે છે. જ્યારે પેલા બીમાર સાધુને સારું થઈ જાય છે ત્યારે તેમને કહે છેઃ હવે આપ સ્વસ્થ છો, આપનું કામ આપ કરી શકો છો. જો આજ્ઞા હોય તો હું અહીંથી જાઉં, મારે મારા ગુરુનાં કામે જવાનું છે. જો તે સાધુ કહે કે “આપે મારી ખૂબ સેવા કરી, હું આપનો ઉપકાર કદી ભૂલી નહીં શકું. આપે આપના ગુરુદેવનું કાર્ય છોડીને પણ મને સંભાળ્યો.' તો એ સમયે આ સાધું તેમને સંયમધર્મમાં સ્થિર કરનારો અલ્પ ઉપદેશ આપે છે. એ સાધુ ઉપદેશ ગ્રહણ પણ કરે છે અને કોઈ સાધુ સમુદાયમાં પ્રવેશ પણ કરી લે છે. બીમારીમાં અકથ્ય વસ્તુ પણ કચ્ય બની જાય છે. સ્વસ્થ શરીર થતાં કથ્યનો પણ સાધુ ત્યાગ કરી દે છે. જોઈએ ઉત્સર્ગ અપવાદનું જ્ઞાન. શ્રાવકો પણ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા બને ? તમે લોકો અમારો આધાર છો. ઢોવર વહુ માથRઃ સર્વેષાં બાવારિણમ્ | સર્વ સાધુઓનો આધાર તમે લોકો છો. અવસર આવતાં સાધુઓની વિશ્રામણા, સેવા વગેરે તમારે કરવાં પડે છે. જો તમને અમારા સાધુજીવનના નિયમોનું જ્ઞાન હશે તો તમે સારી સેવા કરી શકશો. એટલા માટે જ્ઞાની-સંયમી કોઈ મુનિરાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી. ઉત્સર્ગ અપવાદનું જ્ઞાન પ્રાપ્ત કરો. – કચ્ય પદાર્થ સદેવ કથ્ય નથી બનતો. - અકથ્ય પદાર્થ સદૈવ અકથ્ય નથી બનતા. મેં તમને પ્રથમ જ કહી દીધું હતું કે દેશ, કાળ, પુરુષ, અવસ્થા તથા ઉપયોગશુદ્ધિના આધાર પર કલમ-અકથ્યનો નિર્ણય કરવામાં આવે છે. જે શ્રાવકશ્રાવિકાઓ આ વાત નથી જાણતાં તેઓ કોઈ નિયમને જડતાથી પકડી લે છે. પરિણામ સ્વરૂપે સાધુ-સાધ્વીને પરેશાન થવું પડે છે. સાધુ-સાધ્વીઓએ પણ ગૃહસ્થ સ્ત્રીપુરુષોની સામે કલ્યાકયનું એકાન્તતઃ પ્રતિપાદન ન કરવું. આ વસ્તુ સાધુને કલ્પતી જ નથી. સાધુ-સાધ્વીએ એનો ઉપયોગ ન જ કરવો જોઈએ.' એવું ન બોલવું જોઈએ. પરંતુ કહેવું જોઈએ કે અમે લોકો આ વસ્તુનો ઉપયોગ નથી કરતા, અમારા આચાર્યની આ પરંપરા નથી.” ગૃહસ્થ કહે કે “પેલો સાધુમહારાજ યા સાધ્વીજી તો આ વસ્તુને ગ્રહણ કરે છે.” Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૦૯ તો તમે કહો કે તેઓ કરતાં હશે. તેમની-તેમના આચાર્યની એવી પરંપરા હશે.” જે શ્રાવક-શ્રાવિકા અમારા સાધુ-સાધ્વીના નિયમ તથા અપવાદોના જ્ઞાતા હોય છે, તેઓ અમારી સંયમ-આરાધનામાં સહાયક બની શકે છે. અન્યથા તેઓ અસંયમમાં પણ સહાયક બની જાય છે! સાધુ-સાધ્વીને કયા સમયે, કેવી સ્થિતિમાં, કેટલા પ્રમાણમાં આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઇત્યાદિ આપવાં, એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. સાધુપુરુષોનું કર્તવ્ય : સાધુ-સાધ્વીને પણ સારું શાસ્ત્રીય જ્ઞાન હોવું જોઈએ. તેમણે શાસ્ત્રોનું અધ્યયન સારી રીતે કરવું જોઈએ. ઓછામાં ઓછું સદાચારોનું જ્ઞાન તો હોવું જ જોઈએ. ઉત્સર્ગ અપવાદોનું જ્ઞાન હોવું જોઈએ. અનુભવી શાસ્ત્રજ્ઞ એવા સંયમી મહાપુરુષોની સેવા કરતાં જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. ત્યારે જ સંયમધર્મની પરિણતિ સ્થિર થાય છે. જો સાથી મુનિ વિશ્રામણા કરવા યોગ્ય હોય તો ગૃહસ્થની સેવા ન લેવી જોઈએ. જો વિશ્રામણા કરી શકે તેવો સાથી મુનિ ન હોય તો ગૃહસ્થ પાસે વિશ્રામણા કરાવવી જોઈએ. વિશ્રામણા કરનાર સાધુ ગૃહસ્થ કુશળ તો હોવો જ જોઈએ, સાથે ઇન્દ્રિયવિજેતા પણ હોવો જોઈએ. સાધુનું શરીર સુકોમળ હોય, આકર્ષક હોય અને વિશ્રામણા કરનાર ઈન્દ્રિયવિજેતા ન હોય તો કોઈ વાર સજાતીય આકર્ષણ પેદા થઈ શકે છે. આગળ વધીને સજાતીય સંયોગમાં પરિણત થઈ શકે છે. વિકૃતિનો જીવનમાં પ્રવેશ થઈ જાય છે. એટલા માટે સાવધાનીપૂર્વક જીવન જીવવાનું છે. વગર પ્રયોજને તો બીજાના શરીરને સ્પર્શ પણ કરવાનો નથી. પ્રયોજન હોય તો સુયોગ્ય વ્યક્તિ પાસે જ વિશ્રામણા કરાવવી જોઈએ. જો કે વાત છે શ્રાવકની દિનચર્યાની; પરંતુ સાધુવિશ્રામણા નો વિષય હોવાથી આ બધી વાતો જણાવું છું - એ સમજવી ખૂબ જરૂરી છે. આ સમયમાં, આ કાળમાં વધારે સતર્ક અને સાવધાન રહેવું આવશ્યક છે. એક કડવો અનુભવ અંદાજે ૨૫ વર્ષ પૂર્વેની આ વાત છે. એક ગામમાં સંધ્યાના સમયે પહોંચ્યા. એ ગામમાં જૈન પરિવાર ન હતો. ઉપાશ્રય ન હતો. એ જ રીતે જૈન મંદિર પણ ન હતું. એ ગામના ઠાકુરની હવેલીના એક ભાગમાં અમારે રાત્રિવાસ કરવાનો હતો. ઠાકુરે અમારું સ્વાગત કર્યું. સારા ઓરડામાં ઉતારો આપ્યો. એ દિવસે લાંબો વિહાર કરવાને લીધે હું થાકી ગયો હતો. પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરીને Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રાવકજીવન સંથારો પાથરીને હું સૂતો હતો ને ઠાકુર આવ્યા અને બોલ્યા ઃ મહારાજ સાહેબ, આપ થાકેલા છો, થોડી વાર હું આપની સેવા કરું.' અને તે મારી પાસે બેસી ગયા. જો કે એ ઓરડામાં અમે પાંચ સાધુઓ હતા પરંતુ થોડુંક અંધારું હતું. ઠાકુર મારા પગ દબાવવા લાગ્યા. કુશળતાથી દબાવવા લાગ્યા. પરંતુ થોડી વારમાં મને લાગ્યું કે ઠાકુરના હાથ પગ કરતાં ઉપર જઈ રહ્યા છે. હું સતર્ક થઈ ગયો. હું બેઠો થઈ ગયો અને ઠાકુરને કહ્યું ઃ ‘હવે રહેવા દો. હવે મને ઊંઘ આવી રહી છે. તમે ખૂબ સેવા કરી. હવે અમે બધા સાધુઓ વિશ્રામ કરીશું.' જો કે ઠાકુરે ખૂબ આગ્રહ કર્યો સેવા કરવાનો, પરંતુ મેં એમને ઊભા કર્યા જ. સવારે તો અમે આગળ વિહાર કરવાના જ હતા. ગૃહસ્થો પાસે વિશ્રામણા કરાવવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. નહીંતર સેક્સી વૃત્તિ - જાતીય વાસના ભડકી ઊઠે છે. સંયમને ક્ષતિ પહોંચી શકે છે. અતિ આવશ્યકતા પડતાં પરિચિત અને સચ્ચરિત્ર વ્યક્તિ પાસે જ વિશ્રામણા કરાવવી જોઈએ. શ્રાવકોનું એ કર્તવ્ય છે કે શ્રમિત સાધુપુરુષોની વિશ્રામણા કરે. મોટો લાભ થાય છે વિશ્રામણા કરવાથી. મોક્ષમાર્ગની આરાધના કરનારાઓની સેવા-વિશ્રામણા કરવાથી ‘ચારિત્રમોહનીય' કર્મ તૂટે છે. વિશ્રામણા કરવાના અનેક લાભ ઃ ‘ચારિત્રમોહનીય’ કર્મનો ક્ષયોપશમ થતાં તમારા મનમાં સમ્યગ્દર્શન અને ચારિત્રનું આકર્ષણ ઉત્પન્ન થાય છે. સીર્ય ઉલ્લસિત થાય છે અને તમે પણ મોક્ષમાર્ગના યાત્રી બની શકો છો. આ તો થયો આધ્યાત્મિક લાભ. બીજા ભૌતિક અને દૈવી લાભ પણ પ્રાપ્ત થાય છે. એક વૃદ્ધ અનુભવી શ્રાવકે મને કહ્યું હતું ઃ અમારે ત્યાં એક એકલા સાધુ આવ્યા હતા. વૃદ્ધ હતા પરંતુ તેજસ્વી હતા. મારા ઘરમાં જ એમને ઉતાર્યા હતા. અમારા ગામમાં એક જ શ્રાવકનું ઘર હતું અને આજે પણ એક જ ઘર છે. એ સાધુ-મુનિરાજને અમે ભિક્ષા-પાણી આપ્યાં, તેમના પ્રત્યે સદ્ભાવ અને સ્નેહ બતાવ્યાં. તેઓ દિવસભર માળા ફેરવતા રહ્યા. અમે પણ કોઈ વિક્ષેપ ન કર્યો. સાંજે પ્રતિક્રમણ પછી હું તેમની વિશ્રામણામાં ગયો. રાતના દશ વાગ્યા સુધી તેમની સેવા કરતો રહ્યો. તેમણે કહ્યું : “મહાનુભાવ, તમારા ઘરમાં બે ઉત્તમ રત્નો છે. તેનું જતન કરજો.’ મેં કહ્યું : ‘ગુરુદેવ, કયાં રત્નો છે ?’ Page #117 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૧૧ તેમણે કહ્યું : ‘એક તો જે સામે ઊભી છે તે ઘોડી અને બીજી તમારી પુત્રવધૂ. બંનેને દુઃખી ન કરતા, તેમને સારી રીતે સંભાળજો. આ ગામ છોડતા નહીં. તમે ખૂબ ધનદોલત પ્રાપ્ત ક૨શો. હવે તમે જઈ શકો છો, હું વિશ્રામ કરીશ.’ હું મેં મુનિરાજની આજ્ઞાનું પાલન કર્યું. ખૂબ જ સુખી છું આજ. ભૌતિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિથી પણ આ ગામ સાધુ-સાધ્વીના વિહારનું ગામ છે. સાધુસાધ્વી મારે ઘેર રોકાય છે. એમની કૃપાથી મારા ઘરમાં શ્રી-સંપત્તિનો વાસ છે. પરિવારમાં શાન્તિ છે, ધર્મભાવના છે અને ઘરમાં કોઈ મોટું પાપ આવ્યું નથી. ચાર છોકરાઓ છે. ચારેય નિર્વ્યસની છે. વિનયી, વિવેકી અને બુદ્ધિશાળી છે. હું તો દ૨૨ોજ એક હજાર નવકાર મંત્ર ગણું છું. બાકીના પરિવારના લોકો રોજના ૧૦૮ નવકાર મંત્ર ગણે છે.' આ હતું સાધુ-વિશ્રામણાનું ફળ ! આજે પણ આવા ભાવુક સેવાભાવી સદગૃહસ્થ ઠેર ઠેર જોવા મળે છે. તેઓ સુખી છે, સંતોષી છે અને નિર્વ્યસની છે. સાધુઓના પરિચયથી એટલું તો થવું જ જોઈએ ને ? તમે લોકો પણ વિવેકથી સાધુ-વિશ્રામણા કરતા રહો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #118 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : પ૮) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે. એમાં શ્રાવકની દિનચર્યા અંગે વિશદ માર્ગદર્શન આપ્યું છે. સંધ્યાકાલીન ત્રણ પ્રકારની આરાધના બતાવી છે અને સાથે સાથે સાધુપુરુષોની સેવાભક્તિ-વિશ્રામણા કરવાની વાત કરી છે. તે પછી કહ્યું : તથા યોગાભ્યાસઃ પાટવા યોગાભ્યાસ કરવાનો છે ? વિશ્રામણા કરીને ઘેર આવ્યા પછી એણે યોગાભ્યાસ કરવાનો છે. હા, તમારે ગૃહસ્થ લોકો માટે યોગાભ્યાસની વાત કરી રહ્યા છે આચાર્યશ્રી ! પણ આ યોગાભ્યાસ એટલે યોગાસનો કે શરીરની કસરતરૂપ નથી ! આ યોગાભ્યાસ ક્રિયાત્મક નથી, પણ અનુશીલનરૂપ છે. આજે મારે તમને પ્રસ્તુત યોગના વિષયમાં જ સમજાવવું છે. સૌપ્રથમ હું તમને યોગ' શબ્દની પરિભાષાથી પરિચિત કરાવી દઉં! સંસ્કૃત ભાષામાં પુન ધાતુ બે અર્થમાં - બે સંદર્ભમાં વપરાય છે. એકનો અર્થ છે જોડવું, સંયોજિત કરવું અને બીજાનો અર્થ છે સમાધિ, મનની સ્થિરતા ! યોગ શબ્દ આ યુગ ધાતુ પરથી બન્યો છે. સામાન્ય રીતે યોગનો અર્થ સંબંધ કરવો તથા મનની સ્થિરતા થાય છે. યોગ બધા જ ધમ અને દર્શનોમાં સ્વીકત છેઃ યોગવિદ્યા જ એક એવી વિદ્યા છે કે જે પ્રાયઃ બધા જ ધર્મ અને દર્શનોમાં સ્વીકૃત છે – માન્ય છે. આ એક એવા પ્રકારની આધ્યાત્મિક સાધના છે કે જેને કોઈ પણ માણસ જાત-પાત, વર્ણનાત કે સંપ્રદાયના ભેદભાવ વગર સ્વીકારી શકે છે. ભારતીય ધમના અધ્યયનથી,અવલોકનથી બહુ સ્પષ્ટપણે જાણવા મળે છે કે યોગપ્રણાલી આપણે ત્યાં હજારો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ જીવનના ચરમ લક્ષ્ય તરીકે મુક્તિને સ્વીકારે છે. એ મુક્તિ માટે અનિવાર્ય સાધન છે આ યોગ ! જેમ ચિકિત્સાશાસ્ત્રમાં રોગ, રોગનું કારણ, આરોગ્ય, આરોગ્યનું કારણ... આમ ચતુર્વ્યૂહમાં રોગનો ઉપચાર કરવામાં આવે છે – એવી જ રીતે યોગશાસ્ત્રમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૧૩ (યોગદર્શન ઉપરના મહર્ષિ વ્યાસના ભાષ્યમાં) પણ ચતુર્વ્યૂહ' નો ઉલ્લેખ સાંપડે ૧. સંસાર, ૨. સંસારનું કારણ, ૩. મોક્ષ, અને ૪. મોક્ષનું કારણ. ચિકિત્સાશાસ્ત્રની જેમ જ યોગ પણ આધ્યાત્મિક સાધના માટે ચાર વાતોનો સ્વીકાર કરે છે ? ૧. આધ્યાત્મિક દુઃખ ૨. એનું કારણ (અજ્ઞાન) ૩. અજ્ઞાનને દૂર કરવા માટે સમ્યકજ્ઞાન ૪. પૂર્ણતાની પ્રાપ્તિનમુક્તિ. આ પ્રમાણે લગભગે તમામ આધ્યાત્મિક માન્યતાઓ પ્રસ્તુત ચાર સિદ્ધાંતોને માન્ય રાખે છે. ઠીક છે. પછી જુદી જુદી પરંપરા અને અલગ અલગ સંસ્કારોનાં કારણે નામોમાં ભિન્નતા જોવા મળે. યોગસાધનાની અન્તર્ગત અનેક પ્રકારના આચાર, ધ્યાન અને તપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાનું મૂળભૂત લક્ષ્ય તો આત્માનો પૂર્ણ વિકાસ જ છે અને આત્મવિકાસની યાત્રામાં મનોવિકારોને મૂળ સાથે ઉખેડવા અનિવાર્ય મનાયા યોગના અલગ અલગ આદશઃ જ્યારે આપણે “યોગ'ના વિષયની છણાવટ કરી રહ્યા છીએ તો સાથે સાથે ભારતીય ધર્મદર્શનોમાં યોગનો સ્વીકાર કયા ધ્યેય સાથે કરવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ ! – ગીતામાં કર્મ કરવાની કુશળતાને જ યોગ કહેવામાં આવ્યો છે. - યોગદર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને યોગ માનવામાં આવે છે. - બૌદ્ધદર્શનમાં યોગને બોધિસત્ત્વની પ્રાપ્તિ માટે હેતુ તરીકે સ્વીકારવામાં આવે છે. – જૈનદર્શન આત્માની શુદ્ધિ કરનારી ક્રિયાઓને યોગનાં રૂપે ઓળખે છે. આમ યોગને તમામ પરંપરાઓ કોઈને કોઈ રૂપમાં આત્માના ઉત્તરોત્તર ક્રમિક Jain education International Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૧૪ વિકાસ સાધવાના સાધન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અંતિમ લક્ષ્ય = મુક્તિ : ભારતીય દર્શનોમાં અંતિમ ઉદ્દેશ્ય છે મુક્તિની પ્રાપ્તિ ! નામરૂપ જુજવાની જેમ નામોમાં ભેદ અવશ્ય મળશે. પણ ભાવની ભૂમિકા બધાની ભેદવિહીન છે. આ જ ગ્રંથકારે એક બીજી જગ્યાએ લખ્યું છે : ન હિ નામમાત્રામેન માવા fમત્તે | નામો જુદા પડવાથી ભાવોમાં કોઈ ફેરફાર થતો નથી. યોગદર્શન જેને કૈવલ્ય કહે છે, બૌદ્ધદર્શન જેને નિર્વાણની સંજ્ઞા આપે છે, જૈનદર્શન અને જ મોક્ષ કહે છે. અર્થની વૃષ્ટિએ જોવા જઈએ તો આ બધા શબ્દો સમાનાર્થી જ છે. ભિન્ન ભિન્ન ધર્મો અને દર્શનોના માર્ગ જુદા જુદા હોવા છતાં પણ ફલિતાર્થ દરેકનો સરખો જ છે. એક વસ્તુ સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓની એકાગ્રતા સાધ્યા વગર ન તો મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે કે ન આત્મલીનતા સાધી શકાય છે. એટલા માટે ચંચળ, અસ્થિર મનોવૃત્તિઓને રોકવી, એના પર અનુશાસન કરવું. આ ઉદ્દેશ્યને તમામ ધર્મો, તમામ દર્શનો સ્વીકારે છે. જેનદર્શનમાં યોગ : જૈનધર્મ-દર્શનમાં મન-વચન-કાયાની ક્રિયાઓનો નિરોધ એ સંવર છે અને એ જ યોગ છે. – આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છેઃ યોગ મોક્ષને મેળવી આપનાર છે અર્થાત્ મોક્ષ સાથે આત્માને જોડનાર છે. યોગવિંશિકા'માં કહેવામાં આવ્યું છેઃ मोक्खेण जोयणाओ जोगो । – આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું છે : મોક્ષના ઉપાયરૂપ યોગ છે જ્ઞાનશ્રદ્ધા અને ચારિત્રસ્વરૂપ. અભિધાન ચિંતામણિમાં એમણે આ જ પરિભાષા આપી છે : મોક્ષે યો યોગો જ્ઞાનશ્રદ્ધાનેરામવીર ! – ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે ? આત્માને મોક્ષ સાથે જોડનાર હોવાથી યોગ કહેવાય છે. થોડાક્ષ ત્રિશિાં એમણે જણાવ્યું છે મોક્ષેપ योजनादेवं हत्यत्र निरुच्यते ।' આ પ્રમાણે જૈનદર્શનમાં યોગનો અર્થ ચિત્તવૃત્તિનિરોધ અને મોક્ષપ્રાપક ધર્મપ્રવૃત્તિ છે. “યોગ' શબ્દથી એ જ ક્રિયા અથવા પ્રવૃત્તિ-વ્યાપાર સમજવી જોઈએ કે જે મોક્ષ માટે અનુકૂળ હોય. Page #121 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ યોગનું માહાત્મ્ય ઃ યોગનું માહાત્મ્ય બતાવતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગબિંદુ’ નામના ગ્રંથમાં ફરમાવે છે : योगः कल्पतरुः श्रेष्ठो योगश्चिन्तामणिः परः योगः प्रधानं धर्माणां योगः सिद्धेः स्वयंग्रहः तथा च जन्मबीजाग्निर्जरसोऽपि जरा परा दुःखानां राजयक्ष्मायं मृत्योर्मृत्युरुदाहृतः ।।૨૮।। कुष्ठीभवन्ति तीक्ष्णानि मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृते चित्ते तपरिछद्रकराण्यपि अक्षरद्वयमप्येतच्छूयमाणं વિધાનતઃ । 113011 IRII गीतं पापक्षयायोच्चैर्योगसिद्धैर्महात्मभिः હવે આ શ્લોકોનો અર્થ બતાઉ છું. ધ્યાનથી સાંભળજો. (૧) આ યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, એટલે કે બીજા કલ્પવૃક્ષોથી ચઢિયાતું છે. યોગ ચિંતામણિ છે. એ પણ બીજા ચિંતામણિ રત્નો કરતા વધારે પ્રભાવશાળી છે. યોગ તમામ ધર્મોના અંગોમાં શ્રેષ્ઠ અંગ છે. યોગ સિદ્ધિનો, મુક્તિનો સ્વયંગ્રહ છે. આ શ્લોકમાં ફરીફરી યોગ શબ્દનું ઉપાદાન કરાવ્યું છે તે આ યોગની અતિ આદરણીયતાનો સૂચક છે. ૧૧૫ 118011 (૨) યોગ, જન્મરૂપી બીજને બાળી નાખવા માટે અગ્નિ છે. પુનર્જન્મ માટે કારણભૂત જે કર્મ હોય છે એ કર્મની શક્તિને આ યોગ બાળી-ઝાળીને ખાખ કરી દે છે. વળી આ યોગ જરા માટે શ્રેષ્ઠ જરા છે. જરા એટલે ઘડપણ-વૃદ્ધાવસ્થા. યોગ સ્વયં જ ઘડપણ માટે ઘડપણ બની જાય છે. અર્થાત્ યોગથી યુવાવસ્થા-યૌવન કાયમ રહે છે. શારીરિક અને માનસિક તમામ દુઃખો માટે યોગ રાજયોગ જેવો હોય છે. તમામ દુઃખોને મટાડનારો છે આ યોગ અને મૃત્યુ માટે પણ મૃત્યુ જેવો છે આ યોગ ! મૃત્યુને નાબૂદ કરવા માટે મૃત્યુરૂપ છે આ યોગ ! (૩) માસક્ષમણ વગેરે તપ કરનારા તપસ્વીઓને પણ જે તપોભ્રષ્ટ કરી દે છે, એવા કામદેવના વિકારોરૂપી તીક્ષ્ણ શસ્ત્ર (શબ્દ, રૂપ-રસ-ગંધ-સ્પર્શ) પણ, જેમણે પોતાના ચિત્તના ઉપર યોગનું કવચ ધારણ કરેલ છે. એમણે અસર કરી શકતું નથી. એમનાં સમક્ષ એ બધાં કામશસ્ત્રો પણ બુઠ્ઠાં બની જાય છે. (૪) યોગસિદ્ધ મહાત્માઓએ કહ્યું છેઃ ‘યોગ’ એવા બે શબ્દ સાંભળવા માત્રથી, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવકજીવન ઉપયુક્ત અર્થજ્ઞાન ન હોવા છતાં પણ, શ્રદ્ધા-સંવેગ વગેરે ભાવોલ્લાસ સાથે સાંભળવાથી મિથ્યાત્વ મોહનીય' વગેરે પાપકર્મો નિમૂળ બની જાય છે. આ વાત યોગનિષ્પન્ન જિનેશ્વર ભગવંતોએ અને પરમજ્ઞાની ગણધર ભગવંતોએ કહેલી છે. ગ્રંથકારે યોગનો કેવો યથાર્થ મહિમા બતાવ્યો છે! “ધર્મબિંદુ અને “યોગબિંદુ ગ્રંથના કત શ્રી હરિભદ્રસૂરિજી જ છે. એમણે યોગને અનુલક્ષીને યોગદ્રષ્ટિ સમુચ્ચય', યોગવિંશિકા', યોગશતક', ષોડશક પ્રકરણ વગેરે ગ્રંથોનું સર્જન પણ કર્યું છે. સાલંબનયોગઃ નિરાલંબનયોગ : ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રી પ્રસ્તુત યોગાભ્યાસઃ સૂત્રની ટીકામાં સાલંબન અને નિરાલંબન આમ બે પ્રકારના યોગોનો નિર્દેશ કરેલા છે. એના અનુસંધાનમાં ષોડશકની નિમ્ન ગાથાને ઉદ્ધરિત પણ કરી છે : सालम्बनो निरालम्बश्चः योगः परो द्विधा ज्ञेयः । जिनरूप-ध्यानं खल्वाद्यः तत् तत्त्वगस्तु अपरः ॥१३३।। જે આલંબનયુક્ત હોય છે તે સાલંબન કહેવાય છે. આ યોગમાં સાધક બાહ્ય સાધનોને ધ્યેય માનીને ધ્યાનની ક્રિયા કરે છે. મનને એકાગ્ર-સ્થિર અને નિશ્ચલ બનાવવા માટે આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અહીં બાહ્ય સાધન બાહ્ય ધ્યેયરૂપે જિનેશ્વર પરમાત્માની વિવિધ અવસ્થાઓનું ધ્યાન કરવામાં આવે છે. અલબત્ત, આ ધ્યાનનો સમાવેશ રૂપસ્થ ધ્યાન” તરીકે કરાવાયો છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે : મતો પમાયે ધ્યાને પશુપુતે ॥ પણ આજે તો હું તમને ચારે જાતના આલંબનો અંગે થોડીક મહત્ત્વની વાતો બતાવવા માગું છું. જે વાતો સાલંબનયોગને સમજવા અને પ્રયોગરૂપે અજમાવવા માટે આવશ્યક છે. આલંબનના ચાર પ્રકાર આ પ્રમાણે છે : ૧. પિંડસ્થ, ૨. પદસ્થ, ૩. રૂપસ્થ. ૪. રૂપાતીત. પહેલા આપણે પિંડસ્થ આલંબનને સમજવાનો પ્રયત્ન કરીએ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ભાગ ૩ પિંડસ્થ આલંબનનું ધ્યાનઃ પિંડ એટલે શરીર. શરીરના જુદા ભાગો - અવયવો ઉપર મનને કેન્દ્રિત કરવાનું છે. યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રી હેમચંદ્રસૂરિજીએ, શરીરમાં પાંચ ધારણાઓ દર્શાવી છે : पार्थिवी स्यादथाग्नेयी मारुति वारुणी तथा तत्त्वभूः पंचमी चेति पिंडस्थे पंच धारणा ॥७/९।। ૧. પાર્થિવી ધારણા ૨. આગ્નેયી ધારણા ૩. મારુતિ ધારણા ૪. વારુણી ધારણા ૫. તત્ત્વવતી ધારણા. આ પાંચ ધારણાઓમાં મનને સ્થિર કરતા કરતા આત્મા ઉપર સ્થિર બનવાનું છે. એક એક ધારણા કઈ રીતે કરી શકાય, એ સંદર્ભમાં થોડુંક તમને સમજાવી દઉં ! પહેલી પાર્થિવી ધારણા તમે ચિંતનની ભીતરી દુનિયામાં પહોંચી જાઓ નિઃશબ્દ, કલ્લોલરહિત, તરંગોના ઉછાળાથી રહિત શ્વેત ક્ષીરસમુદ્ર છે. એમાં એક લાખ યોજનાનું એક કમળ છે. એની એક હજાર પાંખડીઓ છે. એ કમળના મધ્યમાં અનેક કેસરો ખીલેલા છે. એ કેસરોની મધ્યમાં એક લાખ યોજન ઊંચી તેજસ્વી અને ઉર્જસ્વી કણિકા છે. એ કર્ણિકા ઉપર એક સિંહાસન ઉપર આત્મા (તમારો પોતાનો આત્મા) આસનસ્થ છે. એ આત્મા કર્મક્ષય કરવા માટે ચિંતન કરે છે. હું તમામ રાગદ્વેષ વગેરે કર્મોનો ક્ષય કરવા માટે સક્ષમ છું !” બીજી છે આગ્નેયી ધારણા આ ધારણામાં તમારે તમારા નાભિમંડળની આજુબાજુ સોળ પાંખડીઓવાળા કમળનું ધ્યાન કરવાનું છે. કમળની કર્ણિકા ઉપર “અહમહામંત્રની સ્થાપના કરીને એ સોળ પાંખડીઓમાં સોળ સ્વરોની સ્થાપના કરવાની છે. આ પ્રમાણે સ્થાપના કરીને, કલ્પના કરો કે “અહં મહામંત્રથી ધૂમ્રસેરો ઉપર ઊઠી રહી છે. ઊજને ફેલાવતી જ્વાળાઓ ઉપર ઊઠી રહી છે. આના પછી હૃદયમાં આઠ પાંખડીવાળા નિમ્નમુખી કમળની કલ્પના કરો. આઠ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રાવકજીવન પાંખડીમાં ક્રમશઃ આઠ કર્મોની કલ્પના કરો. નાભિકમળમાંથી પ્રબળ અગ્નિ ઉપર ઊઠે છે, એવું ચિંતન કરો. આ અગ્નિ જાણે આઠે કર્મોને અને શરીરને પણ બાળી નાખે છે. શરીર અને કર્મ બળી રહ્યા છે, એની કલ્પનાના આલોકમાં વિહરીને છેવટે એ અગ્નિ શાંત થઈ રહ્યો છે, ધીરે ધીરે બુઝાઈ રહ્યો છે એવું ચિંતન કરો. ત્રીજી છે મારુતિ ધારણા તમારે આ ધારણા વખતે ચિંતન કરવાનું છે કે સમસ્ત લોકમાં પ્રચંડ વાયુ વહી રહ્યો છે. દેહ અને કર્મોવાળા કમળો બાઝી ગયા પછી બચેલી રાખને આ તોફાની વાયરો ઉડાવીને દૂર દૂર લઈ જાય છે. ચોથી છે વારુણી ધારણા રૂ આ ધારણામાં તમારે કલ્પના કરવાની છે ઃ વાદળોના કાફલા ભીતરના આકાશમાં ચઢી આવ્યા છે અને એ વાદળો અમૃતને વરસાવી રહ્યા છે. પેલો પ્રચંડ વાયુ આત્મા પર વળેલી દેહ અને કર્મોની રાખને ઉડાવી ગયો છે અને હવે આ અમૃતવર્ષાના સ્પર્શથી આત્મા ધોવાઈ જાય છે. સ્નાનશુદ્ધ બની જાય છે. અમૃતવર્ષનું અનુચિંતન એ જ વારુણી ધારણા છે. પાંચમી છે તત્ત્વવતી ધારણા ઃ આ ધારણામાં તમારે એવું ચિંતન કરવાનું છે કે સાત ધાતુઓથી રહિત ચંદ્ર જેવા ઉજ્વલ અને સર્વજ્ઞની જેમ શુદ્ધ તમે સ્વયં એક શુદ્ધ આત્મા છો. ‘હું નિરાકાર છું. હું નિરંજન છું. હું સિદ્ધ છું. હું બુદ્ધ છું, હું શુદ્ધ છું. હું અનામી અને અરૂપી છું.’ આવું ચિંતન કર્યા જ કરવાનું છે. પિંડસ્થ ધ્યાનનો પ્રભાવ ઃ આ રીતે પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ છે. આ ધ્યાનનો અભ્યાસ કરવાથી ધ્યાન કરનારા ધ્યાતાને દુષ્ટ મંત્ર, માયા કે શક્તિપ્રયોગ, જાદુ, સ્તંભન વગેરે સતાવી શકતા નથી. દુષ્ટ અને હિંસક પ્રાણીઓ પણ એનું કંઈ જ બગાડી શકતા નથી. પહેલી ધારણાથી મન સ્થિર બને છે. બીજી ધારણાથી મનને વશ કરવામાં આવે છે. ત્રીજી ધારણાથી શરીર અને કર્મને અલગ અલગ જોઈ-જાણી શકાય છે. ચોથી ધારણાથી કર્મોના નાશ થવાની પ્રક્રિયાને જોઈ શકાય છે. પાંચમી ધારણાથી શરીર અને કર્મોથી રહિત શુદ્ધ આત્માનું ચિંતન કરી શકાય છે. - Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભાગ ૩ આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં યોગી પુરુષો ક્રમશઃ મનને સ્થિર કરતા જાય છે અને ધીરે ધીરે શુક્લધ્યાનમાં પ્રવેશવાની સ્થિતિમાં પહોંચી જાય છે. બીજું આલંબન એટલે ધ્યાન કે પદસ્થ ધ્યાન. પદસ્થ ધ્યાન : પોતાની રુચિ અને અભ્યાસ મુજબ પવિત્ર મંત્રાક્ષર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે, એ છે પદસ્થ ધ્યાન. પદસ્થ ધ્યાનનો અર્થ જ થાય છે કે પદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ધ્યાનનું મુખ્ય આલંબન છે શબ્દ. શબ્દની ઉત્પત્તિ સ્વર અને વ્યંજનથી થતી હોય છે. એટલા માટે આ ધ્યાનને વમતુનું ધ્યાન પણ કહેવાય છે. શ્રી શુભચન્દ્રાચાર્યજીએ પોતાના નાનં ગ્રંથમાં વર્ણવ્યું છે : ___ ध्यायेद् अनादि सिद्धांत प्रसिद्धां वर्णमातृकाम् । निःशेष शब्दविन्यास जन्मभूमि जगन्नताम् ।। શરીરમાં ત્રણ કમળોની કલ્પના કરો ઃ (૧) નાભિકમળ, (૨) હૃદયકમળ અને (૩) મુખકમળ. (૧) નાભિમાં સોળ પાંદડીઓવાળા કમળની સ્થાપના કરજો. સોળ પાંદડીઓ ઉપર વગેરે ૧૬ સ્વરોની સ્થાપના કરીને એ સ્વરોનું ધ્યાન કરવાનું છે. - (૨) હૃદયમાં ૨૪ પાંદડીઓવાળું કમળ કલ્પવાનું છે. કર્ણિકામાં ૧ અને ૨૪ પાંદડીઓમાં બાકીના ૨૪ વ્યંજન (ખ, ગ, ઘ) વગેરે મૂકવાના છે. પછી એ ૨૫ વ્યંજનોનું ધ્યાન કરવાનું છે. (૩) મુખમાં અષ્ટદળકમળની સ્થાપના કરી. આઠ પાંદડામાં ક્રમશઃ ય ર ' ૪ વ શ ષ સ હું આ આઠ વણની સ્થાપના કરો અને એનું ધ્યાન ધરો. એ પાંદડાંઓ જાણે ફરી રહ્યા હોય, પ્રદક્ષિણા ફરતા હોય એ રીતે ધ્યાન કરવાનું છે. પરં વUrfષ્ટ ધ્યાયે સંવરનું પ્રક્ષUT I આવી રીતે ધ્યાન કરવાથી મન સ્થિર બને છે. તમે લોકો આ ધ્યાન કરશો ને? કરજો....ખૂબ આનંદ અને પ્રસન્નતા પેદા થશે ભીતરમાં ! આ ધ્યાનનો પ્રભાવ તમને ખબર છે? નિરંતર આ ધ્યાન કરવાવાળો યોગી સંપૂર્ણ શ્રુતનો જ્ઞાતા બની જાય છે. એના તમામ ભ્રમોનું નિરસન થાય છે. શ્રુતજ્ઞાની બનીને એ મોક્ષમાર્ગનો અધિકારી બને છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મંત્રાધિરાજ ‘અહ’નું ધ્યાન ઃ મંત્ર અને વર્ણોના ધ્યાનમાં સમરૂપ પદોના સ્વામી તરીકે અહુ ને માનવામાં આવે છે. એ રેફથી યુક્ત, કલા અને બિન્દુથી સંયુક્ત, અનાહત સહિત મંત્રરાજ છે. આનું ધ્યાન કરવાની પદ્ધતિ પણ જાણી લઈએ. સાધકે એક સુવર્ણમય કમળની કલ્પના કરવાની છે. એની વચ્ચોવચ રહેલી કર્ણિકા ઉ૫૨ ૨હેલા નિષ્કલંક-નિર્મળ અને આભાવાન્ ચંદ્રિક૨ણ જેવા આકાશગામી અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાપ્ત અહં' મંત્રનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ, મુખકમળમાં પ્રવિષ્ટ થતા, પ્રવલયોમાં ભ્રમણશીલ, નેત્ર-પલકો ઉપર સ્ફુરાયમાન થનાર, ભાલમંડલમાં સ્થિર થનાર, તાલુરન્ધથી બહાર નીકળનાર, અમૃતની વર્ષા કરનાર, ઉજળા ચંદ્રમા જેવા, જ્યોતિર્મંડલમાં પરિભ્રમણ ક૨ના૨, આકાશમાં સંચરણ કરનાર અને મોક્ષ સાથે મેળાપ યોજનાર આ મંત્રરાજનું કુંભકપૂર્વક (શ્વાસનો નિરોધ કરવા માટે) ચિંતન-ધ્યાન કરવાનું છે. શ્રાવકજીવન આ ધ્યાન પદ્ધતિનું વિવરણ ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશ - અધ્યાયમાં ઉપલબ્ધ છે. આ રીતે, આ મંત્રરાજની સ્થાપના કરીને, મનને ધીરે ધીરે સૂક્ષ્મતા તરફ દોરીને ‘અહ’ મંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આનાથી અંતરંગમાં એક એવી જ્યોતિ પ્રગટે છે કે જે અક્ષય અને ઇન્દ્રિય - અગોચર હોય છે. આ જ્યોતિનું નામ આત્મજ્યોતિ છે. આનાથી સાધકને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. પ્રણવનું ધ્યાન ઃ પ્રણવના ધ્યાનમાં ‘નું ધ્યાન કરવામાં આવે છે. આ ધ્યાનનો ધ્યાતા યોગી સૌપ્રથમ પોતાના હૃદયકમળમાં રહેલી કર્ણિકામાં ‘ૐ’ ની સ્થાપના કરે છે. પશ્ચાત્ શબ્દબ્રહ્મના કારણભૂત, સ્વર અને વ્યંજનથી યુક્ત, પંચપરમેષ્ઠિના વાચક, સૂધિમાં સ્થિત ચંદ્રકળાથી ઝરનારા અમૃતના રસથી રસતરબોળ મહામંત્ર પ્રણવ ૐ નું ધ્યાન શ્વાસને ભીતરમાં કુંભકની પ્રક્રિયા દ્વારા સ્થિર કરીને ક૨વામાં આવે છે. યોગશાસ્ત્રમાં આ ધ્યાન પદ્ધતિ જે શ્લોકોમાં ગૂંથવામાં આવી છે, એ શ્લોકો નીચે પ્રમાણે છે ઃ तथा हृत्पद्ममध्यस्थं स्वरव्यंजन-संवीतं मूर्धसंस्थित- शीतांशु જામૃતરસ-દ્ભુતમ્। कुम्भकेन महामंत्रं प्रणवं परिचिन्तयेत् ॥ शब्दब्रह्मैक - कारणम् । वाचकं परमेष्ठिनः ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૨૧ હવે કયાં કાર્યની સાધનામાં ૐ ને કયા વર્ણમાં જોવો જોઈએ (ધ્યાન સમયે જોવાની વાત છે) એ વાત સમજીએ. સ્તંભનકાર્યમાં પીતવર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ. - વશીકરણમાં લાલ વર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ. - ક્ષોભ પેદા કરવાનાં કાર્યમાં પરવાળાના રંગમાં ૐ નું ધ્યાન ધરવાનું હોય છે. - — – દ્વેષમાં કૃષ્ણ-કાળા વર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ. - કર્મનાશ કરવામાં ચંદ્ર સમાન ઉજ્વલ વર્ણમાં ૐ નું ધ્યાન કરવાનું હોય છે. ૐ ને અનુલક્ષીને આત્મવિકાસ માટે ગતિશીલ રહેવાનું છે. આ ધ્યાનમાં અનેક પ્રકારની શક્તિઓ અને આત્મબળ સંગ્રહિત થાય છે. સાથે સાથે કર્મોનો ક્ષય પણ થાય છે. પંચપરમેષ્ઠિનું ધ્યાન : હવે એક વિશિષ્ટ પ્રકારના ધ્યાનની પ્રક્રિયા અંગે જાણી લઈએ, એ ધ્યાન છે પંચપરમેષ્ઠિ ભગવંતોનું ! નમસ્કાર મહામંત્રનું ધ્યાન ! ધ્યાનની વાતો છે માટે ધ્યાનથી સાંભળજો. બેધ્યાન બનશો તો નહીં ચાલે. આ વિષય કદાચ તમારા માટે નવો પણ હોય ! સૌપ્રથમ તમારે હ્દયમાં આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવાની છે. એ કમળની કણિકાના મધ્યમાં ‘નમો અરિહંતાણં' પદનું ધ્યાન ક૨વાનું છે. ત્યારબાદ ચારે દિશાઓમાં ચાર પાંદડાઓ ઉપર ક્રમશઃ ‘નોસિદ્ધાણં,' ‘નમો આયરિયાણં', ‘નમો ઉવજ્ઝાયાણં’ અને ‘નમો લોએ સવ્વ સાહૂણં’ નું ધ્યાન કરવામાં આવે છે. ચાર વિદિશાઓમાં અનુક્રમે ‘એસો પંચ નમુક્કારો,' ‘સવ્વ પાવપ્પણાસણો, ‘મંગલાણં ચ સવ્વેસિ’ પઢમં હવઈ મંગલ'નું ધ્યાન કરવાનું હોય છે. જ્યારે ‘નવપદ’નું ધ્યાન કરવાનું હોય ત્યારે ચાર વિદિશામાં ‘સમ્યગ્દર્શનાય નમઃ’, ‘સમ્યજ્ઞાનાય નમઃ’, ‘સભ્યશ્ચારિત્રાય નમઃ’, ‘સમ્યગ્ તપસે નમઃ’ આ પ્રમાણે સ્મરણ-ધ્યાન કરવું જોઈએ. અન્ય મંત્રપદોનું ધ્યાન આ સિવાય પણ બીજા કેટલાક એવા મંત્રો છે, જેનું નિત્ય જાપ-ધ્યાન કરવાથી મનોવ્યથાઓ વિરામ પામે છે. કષ્ટો અને સંકટો ટળે છે. કર્માશ્રવોનો સંવર થાય છે. થોડાક મંત્રો હું અહીં તમને બતાવું છું. આ મંત્રો ‘યોગશાસ્ત્ર’ અને ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથમાં ઉપલબ્ધ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રાવકજીવન પહેલી છે ષોડશાક્ષર વિઘા.” સોળ અક્ષરો આ વિદ્યામાં રહેલા છે? - अर्हत्सिद्धाचार्योपाध्याय सर्व साधुभ्यो नमः - છ અક્ષરોનો પણ એક મંત્ર છે 'રિહંત સિદ્ધ - ચાર અક્ષરોનો મંત્ર છે 'રિહંત – બે અક્ષરોનો એક મંત્ર છે : 'સિદ્ધ - એક પંચાક્ષરી વિદ્યા છે : 'સિગાડતાં આ મંત્રવિદ્યાઓનો જાપ કરવાથી સાધક સંસારનાં બંધનો - કર્મોનાં બંધનોને તોડે છે. ગ્રંથિઓને જલાવે છે. એકાગ્ર ચિત્ત અને સ્થિર બુદ્ધિથી આ મંત્રપદોને ધ્યાનમાં ગૂંથીને સાધક મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકે છે. આ રીતે સાધકે - લલાટ ઉપર 'સ્વી વિદ્યાનો – નાસિકાના અગ્રભાગ ઉપર ૐ નો, ક્યારેક અનાહતનો, કયારેક શૂન્યનો અભ્યાસ જારી રાખવો જોઈએ. આ રીતે ધ્યાન કરવાથી આત્મગુણોની સંપ્રાપ્તિ અને સાથે સાથે નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પદસ્થ ધ્યાનમાં ચિત્તને સ્થિર કરવા માટે બીજાક્ષરોનું, મંત્રાક્ષરોનું આલંબન લેવું જોઈએ. રૂપ ધ્યાન ગ્રંથકારને પ્રસ્તુત વિષયમાં આ ધ્યાન અભીષ્ટ છે. યોગાભ્યાસમાં “સાલંબન ધ્યાન’ની વાત કરતા ટીકાકાર આચાર્યશ્રીએ રૂપસ્થ ધ્યાનનો નિર્દેશ કર્યો છે. આ રૂપસ્થ ધ્યાનની પરિભાષા યોગશાસ્ત્રમાં આ રીતે દર્શાવાઈ છે ? _ 'अर्हतो रूपमालम्ब्य ध्यानं स्पस्थमुच्यते । અરિહંત-તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું ધ્યાન કરવું પડશે. પ્રતિમાની કલ્પના કરવી પડશે. રાગદ્વેષ વગેરે વિકારોથી રહિત શાંત-કાંત વગેરે ગુણોથી સમૃદ્ધ, યોગમુદ્રામાં સ્થિત એવી સૌન્દર્યના સરોવર જેવી પ્રતિમાનું ધ્યાન નિર્મળ ચિત્ત અને પ્રસન્નમનથી કરવાનું હોય છે. એક વાત સ્મૃતિની દીવાલ પર કોતરી રાખજો ઃ - વીતરાગનું ધ્યાન કરવાથી વીતરાગ બની જવાય છે. – ધ્યાન કરનાર સાધક વીતરાગતાને પ્રાપ્ત કરે છે. – રાગીનું ધ્યાન કરશો તો તમે રાગી બનશો. જેનું ધ્યાન કરશો એવા બનશો. તમારે શું થયું છે? કેવા બનવું છે? એનો નિર્ણય સ્પષ્ટરૂપે કરી લેજો. Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૨૩ રૂપસ્થ ધ્યાનમાં, સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરી શકાય છે, આઠ પ્રાતિહાર્યને ધ્યાનના આલોકમાં નિરખી શકો છો. તીર્થંકરના ચાર મૂળ અતિશયોનું ચિંતન પણ કરી શકો છો. રૂપાતીત ધ્યાન હવે તમને ચોથા રૂપાતીત ધ્યાન વિષે સમજાવું છું. આ ધ્યાનમાં આત્માથી આત્માનું ધ્યાન કરવાનું હોય છે. અરૂપી, નિરંજન-નિરાકાર, જ્ઞાનશરીરી, આનંદમય આત્માનું સ્મરણ-ધ્યાન કરવાનું છે. આ અવસ્થાને સમરસીભાવ' પણ કહેવાય છે. વાસ્તવમાં આ સિદ્ધ ભગવંતનું ધ્યાન છે. આ રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનાં માધ્યમથી અનુક્રમે શરીર, અક્ષર, તીર્થંકર અને સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરવામાં આવે છે. યોગપ્રવૃત્તિ કરનારાનાં લક્ષણ : જો તમે યોગાભ્યાસ કરો છો, તો તમારામાં અમુક વિશેષતાઓ દેખાવી જ જોઈએ. તમારું વ્યક્તિત્વ વિશિષ્ટ બનવું જોઈએ. આ સંદર્ભમાં ‘જ્ઞાનાર્ણવ' વગેરે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે : अलौल्यमारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो मूत्रपुरीषमल्पम् कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् 11 યોગપ્રવૃત્તિ કરનારા સાધકોના આ તો પ્રાથમિક લક્ષણો બતાવાયાં છે. આના ઉપરથી વિશિષ્ટ લક્ષણોની કલ્પના તમે જાતે જ કરી લેજો ! બહુ સંક્ષેપમાં તમને આ લક્ષણો કહું છું : (૧) લોલુપતાનો ત્યાગ : ઐન્દ્રિક વિષયોમાં લોલુપતા-લુબ્ધતા નહીં રહેવી જોઈએ. તીવ્ર આસક્તિ પણ ન હોવી જોઈએ. (૨) આરોગ્ય ઃ શરીર નિરોગી રહે છે. યોગપ્રભાવથી સામાન્ય રીતે રોગ પેદા થતા નથી. નિકાચિત કર્મોના ઉદયથી આવે તો યોગીકક્ષાનો માણસ ધીરતાપૂર્વક એ રોગોની પીડાને સહે છે. જરાય બેબાકળા કે આકળા થયા વગર ! (૩) અનિષ્ઠુરતા ઃ બીજા જીવો પ્રત્યે દયાહીન - નિષ્ઠુર વ્યવહાર નથી હોતો. એના હૈયામાં કરુણાનું ઝરણું વહ્યા જ કરે છે. (૪) શુભ ગંધ ઃ એના શરીરમાંથી અદૃશ્ય ખુલ્લૂ - સુગંધ આવતી હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રાવકજીવન (૫) મૂત્ર પુરીષ અલ્પ ઃ કલાકો સુધી એક જ સ્થાને, એક જ આસને ધ્યાનસ્થ બનવા છતાંય એને લઘુશંકા કે વડી શંકાની સમસ્યા સતાવતી નથી. પેશાબ અને સંડાસનું પ્રમાણ પણ અલ્પ હોય છે. છતાંય સ્વાસ્થ્ય તદ્દન નિરોગી હોય. (૬) શરીરની કાંતિ : યોગીનો ચહેરો-મુખાકૃતિ તેજસ્વી, ઉર્જસ્વી, કાંતિયુક્ત હોય છે. એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને પ્રતિભાસંપન્ન હોય છે. (૭) પ્રસાદ : એના ચહેરા ઉપર ખેદ, ગ્લાનિ, ઉદાસી નથી આવતી. સદૈવ પ્રસન્નતા અને સ્મિતસભર મોહકતા છવાયેલી હોય છે. (૮) સ્વર સૌમ્યતાઃ યોગીની વાણી એકદમ સૌમ્ય હોય છે. વાણીમાં આક્રોશ, અભિમાન, અકડાઈ કે બરછટપણું નથી હોતું ! આ આઠ વિશેષતાઓ ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથમાં ર્ણિત છે, જે મેં તમને બતાવી છે. ‘યોગબિંદુ’ ગ્રંથમાં પણ આ વિશેષતાઓ બતાવવામાં આવી છે. બીજી કેટલીક વિશેષતાઓ પણ ત્યાં વર્ણવાયેલી છે. मैत्र्यादियुक्तं विषयेषु चेतः प्रभाववद् धैर्यसमन्वितं च 1 द्वन्द्वैरधृष्यत्वमभीष्ट लाभो जनप्रियत्वं च तथा परं स्यात् ॥ दोषव्यपायः परमा च तृप्तिरौचित्य योगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतूंभरा धी निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ આ બધાં લક્ષણો નિષ્પન્નયોગી માટેના છે. હવે આપણે ટૂંકમાં આ વાતોને સમજી લઈએ ઃ (૧) મૈત્ર્યાદિયુક્ત ચિત્ત : બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ, ગુણવાનો પ્રત્યે પ્રમોદઆદર, દુઃખી જીવો પ્રત્યે કરુણા અને પાપોમાં રચ્યાપચ્યા રહેતા જીવો માટે મધ્યસ્થ ભાવ - યોગીના ચિત્તમાં આ ભાવો સદૈવ રમતા હોય છે. (૨) પ્રભાવશાળી : યોગીનો બીજા જીવો ઉપર વિશેષ પ્રભાવ પડતો હોય છે. (૩) ધૈર્યવાન : યોગીજનો ધીરતાના સાગર હોય છે. દુઃખમાં, દીન કે સંકટમાં હાંફળાફાંફળા બની જતા નથી. (૪) દ્વન્દ્વોમાં સ્થિર ઃ બધા જીવોના જીવનમાં અનેક પ્રકારના દ્વન્દ્વો આવ્યા જ કરે છે. યોગીપુરુષો એવી પરિસ્થિતિમાં ડરી જતા નથી કે ડગમગી જતા નથી. વ્યાકુળતા કે વિકલતાનો શિકાર બન્યા વગર સ્થિર રહે છે. (૫) અભીષ્ટ લાભ : યોગીપુરુષ જે પણ ઇચ્છે એને એ સહજતાથી મેળવી શકે છે. એમને ઇષ્ટલાભ સહજ હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ભાગ ૩ (૬) શ્રેષ્ઠ જનપ્રિયતા યોગીપુરુષો જનપ્રિય હોય છે. એમની લોકપ્રિયતા સસ્તી કે તકલાદી નથી હોતી. શ્રેષ્ઠ હોય છે. (૭) દોષક્ષય : યોગીપુરુષના દોષો નષ્ટ થઈ જાય છે. (૮) પરમતૃપ્તિ યોગીજનો તૃપ્ત હોય છે. કોઈ પણ પદાર્થની કે વ્યક્તિ માટે એમને અતૃપ્તિ-અજંપો હોતો નથી. કારણ કે તેઓ પોતાના આત્મામાં જ તૃપ્ત હોય છે. (૯) ઔચિત્યપાલનઃ યોગી પોતાના માટેનાં ઉચિત કર્તવ્યોના પાલનમાં તત્પર રહે છે. (૧૦) શ્રેષ્ઠ સમતા યોગીની સમતા સામાન્ય કક્ષાની નહીં પણ ઉચ્ચકોટિની હોય છે. તેઓ વાતેવાતે વિફરી જતા નથી કે અસ્વસ્થ બનતા નથી. ગમે એવી પરેશાનીમાં પણ એમની સમતા યથાવત્ રહે છે. (૧૧) વૈરભાવનો નાશ યોગીના મનમાં તો કોઈનાય પ્રત્યે વૈરભાવના રહેતી જ નથી. પણ એની આસપાસમાં વસતા - રહેતા જીવો પ્રાણીઓ પણ હિંસાભાવનો ત્યાગ કરે છે. (૧૨) ઋતંભરા પ્રજ્ઞા : યોગીપુરુષની બુદ્ધિ માગનિસારિણી હોય છે. વિશદ અને સમજણભરી હોય છે. આ બાર લક્ષણ સિદ્ધયોગી માટે બતાવાયા છે. કલ્પના કરો કે હવે આવાં . લક્ષણોથી યુક્ત યોગીનું વ્યક્તિત્વ કેટલું મહાન અને માનવંતું હશે ! . - યોગબિંદુ' ગ્રંથમાં યોગીના કેટલાંક વિશેષ લક્ષણો બતાવવામાં આવ્યા છે ? (૧) સ્થિરતા યોગી સ્થિર સ્વભાવવાળા હોય છે. જે વાતનો સ્વીકાર કરે છે એને પ્રાણાતે પણ જાળવી રાખે છે. સમય વર્તે સાવધાનની સોદાબાજી તેઓ કરતા નથી ! (૨) ધીરતા ગમે એટલા સંકટો આવે કે સમસ્યાઓ સર્જાય, એમની પ્રકૃતિ અવિચલ રહે છે. (૩) પ્રાતિજ તત્ત્વભાસન સહજ પ્રતિભાના કારણે એમને તત્ત્વનો અવબોધ મળી જતો હોય છે. (૪) આગ્રહરહિત કયારેક કોઈ પણ જાતનો દુરાગ્રહ કે હઠધર્મિતા યોગીમાં હોતી નથી. (૫) ક્ષમાશીલતાઃ કોઈ ગમે તેવો અપરાધ કરે, પણ જ્યારે એ અપરાધી ક્ષમા માગી લે તો યોગી તત્કાલ કોઈ પણ જાતનો દુભવ રાખ્યા વગર સહજ રીતે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ક્ષમા આપી દે છે. (૬) સદાચારપાલન ઃ તેઓ સદાચારોનું પાલન પૂરી દૃઢતાથી કરે છે. : શ્રાવકજીવન (૭) આર્દયતા : એમની વાતો લોકોમાં માન્ય બને છે. એમનું વચન સ્વીકાર્ય બને છે. (૮) ગુરુતા : વાસ્તવમાં તેઓ ગુરુપદ માટે યોગ્ય હોય છે. (૯) શમ સુખ ઃ એમનું શમ સુખ - પ્રશમનું સુખ ઉચ્ચકક્ષાનું અનુત્તર હોય : છે. આ બધાં લક્ષણો એટલા માટે સમજાવ્યા છે કે તમને પણ આવા યોગી બનવાની તમન્ના જાગે ! કેવા ઉમદા અને સુંદર લક્ષણો બતાવ્યાં છે આપણા જ્ઞાની ભગવંતોએ ! હવે મારે તમને ‘યોગ’ના વિષયમાં યોગદૃષ્ટિ સમુચ્ચય’ ગ્રંથમાં વર્ણિત આઠ દૃષ્ટિઓ અને ‘યોગબિંદુ’માં બતાવાયેલા પાંચ જાતના યોગ સમજાવવા છે. પણ આજે નહીં. આજે બસ, આટલું જ. Page #133 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૫૯) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકધર્મનું વિશદ વર્ણન - સવિસ્તર નિરૂપણ કરેલું છું. એક હજાર વરસ કરતા પણ પહેલા લખાયેલો આ ગ્રંથ આજે પણ એટલો જ ઉપાદેય છે, ઉપયોગી છે. જે કોઈને શ્રેષ્ઠ શ્રાવકજીવન જીવવાની તમન્ના હોય, એ લોકો માટે આ ગ્રંથ પર્યાપ્ત માર્ગદર્શન પૂરું પાડે છે. શ્રાવકની દિનચર્યા બતાવતા તેઓએ રાત્રિના સમયે યોગાભ્યાસ કરવાની વાત કરી છે. યોગ બે જાતના બતાવ્યા છે ? સાલંબન અને નિરાલંબન. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનાં રૂપનું ધ્યાન ધરવું એ સાલંબન યોગ છે; અને તીર્થકર જ્યારે દેહમુક્ત બની જાય, સિદ્ધ બની જાય, ત્યારે સિદ્ધ સ્વરૂપે.... શુદ્ધ સ્વરૂપે એમનું જે ધ્યાન કરવામાં આવે. શુદ્ધ પરમાત્મગુણોમાં ડૂબીને જે ધ્યાન કરવામાં આવે, તેને નિરાલંબન પ્લાન કહે છે. ચિત્તના આઠ દોષ દૂર કરો: સાલંબન ધ્યાન કરો કે નિરાલંબન ધ્યાન કરો, તમારું ચિત્ત યોગીપુરુષનું ચિત્ત બની જવું જોઈએ. આઠ દોષોથી રહિત હોવું જોઈએ તમારું મન. ચિત્તને ચંચળ બનાવીને ચકડોળે ચડાવતા એ આઠ દોષોને આજે આપણે સમજવાના છે. જો તમારા મનના એકાદ ખૂણે-ખાંચરે પણ આ દોષો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરજો. યોગમાર્ગમાં વિશુદ્ધ ચિત્તની મુખ્યતા હોય છે. અશુદ્ધ ચિત્તથી ધ્યાન કરવાથી અનર્થ સરજાવાની શક્યતા રહે છે. પહેલો દોષ છે - ખેદ : જેમ વધારે ચાલવાથી શરીર થાકી જાય છે એમ અશુભ વિચારોમાં વધારે વિચરણ કરવાથી ચિત્ત થાકી જાય છે ! આવા થાકેલા મનથી ધ્યાન નહીં કરવું જોઈએ. ચિત્ત જો શ્રાન્ત હોય, કલાન્ત હોય તો એમાં સ્થિરતા ટકતી નથી અને સ્થિરતા-વૃઢતાના અભાવમાં પ્રણિધાન સારી રીતે થઈ ના શકે. યોગમાર્ગમાં પ્રણિધાનનું મહત્ત્વ ખેતીમાં પાણીના મહત્ત્વની જેમ અનિવાર્ય છે. માટે જ્યારે ચિત્ત પ્રફુલ્લિત હોય, ઉત્સાહથી ભર્યું ભર્યું હોય ત્યારે જિનરૂપનું ધ્યાન કરજો. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૨૮ બીજો દોષ છે - ઉદ્વિગ્નતા : ઉદ્વેગઃ ઉદ્વિગ્ન મનથી જો ધ્યાન કરશો તો તમને ચિત્તનું સુખ સાંપડી નહીં શકે! જ્યારે ચિત્તતંત્ર ખળભળી ઉઠેલું હોય ત્યારે ધ્યાન કરવાનું ટાળવું જોઈએ. યોગક્રિયા કરવાવાળો સાધક જો ઉદ્વિગ્ન મનથી ધ્યાનમાં ઊતરે છે, તો એ જન્માંતરમાં યોગીકુળ પ્રાપ્ત નથી કરી શકતો. માટે જ્યારે ચિત્તમાં ઉદ્વેગ ના હોય ત્યારે જ ધ્યાન કરવું જોઈએ. ત્રીજો દોષ છે - ક્ષેપ ક્ષેપ એટલે ચિત્તની વિક્ષિપ્તતા! ધ્યાન કરતી વખતે વચ્ચે વચ્ચે મન બીજા વિચારોમાં સરી પડે એને વિક્ષિપ્તતા કહેવાય છે. વિક્ષિપ્ત મનથી ધ્યાન કરશો તો ધ્યાનનું જે ફળ તમને પ્રાપ્ત થવું જોઈએ એ ફળ મળશે નહીં! જેમ દૂધને દહીં બનાવવા માટે સ્થિર રાખવું પડે છે, વારે વારે હલાવ્યા કરવાથી દૂધ દહીંમાં બદલાતું નથી. એવી રીતે ધ્યાનમાં મનને બીજા વિચારોમાં જતું રોકવું જોઈએ. જે રૂ૫સ્વરૂપનું ધ્યાન કરતા હોય મનમાં એ જ રૂપ-સ્વરૂ૫ રમવું જોઈએ. ચોથો દોષ છે - ઉત્થાન : અહીં ઉત્થાનનો એક જુદો જ અર્થ બતાવાયો છે. મનમાં પ્રશાંતવાહિતાનું ના હોવું! ધ્યાન કરતી વેળા ચિત્તમાં પ્રશમનું ઝરણું વહેતું હોવું જોઈએ ! ચિત્ત જો ભારે ભારે અને અતડું અતડું રહેતું હોય, તો ધ્યાન કરવા માટે યોગ્ય નથી રહેતું! પાંચમો દોષ છે - ભ્રાંતિઃ જે જેવું નથી એમાં એવી કલ્પના કરવી એ ભ્રાંતિ છે - ભ્રમણા છે. એક ભાઈ પોતાની પત્ની પ્રત્યે એવી ભ્રમણા ધરાવતા હતા કે “આનો સંબંધ અન્ય પુરુષ સાથે છે.' એમનું મન ધ્યાનમાં લાગતું જ નહોતું! બીજા એક ભાઈ પોતાના નજદીકના મિત્ર પ્રત્યે એવી ભ્રાંતિ સેવતા હતા કે આ માણસ અંદરથી મારો દુશ્મન છે. એમનું મન પણ ધ્યાનમાં ડૂબી શકતું નહોતું! બ્રાન્તચિત્ત ધ્યાન માટે નિતાંત અનુપયુક્ત છે. માટે ચિત્તને નિશ્ચંત બનાવવું બહુ જરૂરી છે. છઠ્ઠો દોષ છે - અન્યમુદ્ ઃ બીજા બીજા ભૌતિક પ્રિય પદાર્થોની પ્રાપ્તિમાં રાજી રાજી થઈ જવું ! એક મહાનુભાવ એક ધ્યાનની શિબિરમાં ભાગ લેવા માટે ગયા. ત્યાંથી આવ્યા પછી એ મને મળ્યા. એમની વાતોમાંથી એક વાતનો હર્ષ ભારોભાર છલકાતો હતો કે Page #135 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૨૯ ત્યાં રહેવાની-જમવાની સગવડતા ખૂબ જ ઉમદા હતી ! ત્યાંનું વહીવટીતંત્ર પણ સક્ષમ હતું. એમણે અડધો કલાક સુધી ત્યાંની સગવડતાની રેકર્ડ જ વગાડ્યા કરી! આ કહેવાય અન્યમુદ્ ! સાતમો દોષ છે– રુગુ મનના રોગ હોવાએ પણ દોષ છે. ક્યારેક કોઈ માનસિક પીડા હોય, ક્યારેક શારીરિક પીડા મનની પડા બની ગઈ હોય! સ્નેહભંગ, સ્વજનભંગ થવાના કારણે પણ મન રોગી બની રહ્યું હોય ! તોયે ધ્યાન નથી કરી શકાતું. આઠમો દોષ છે - આસંગ : આસંગ એટલે આસક્તિ ! આસક્તિ બે જાતની હોય છે: “વ્યક્તિ આસક્તિ' અને વસ્તુ આસક્તિ.” તમારું મન કોઈ સ્નેહી કે પ્રેમી સ્વજનમાં આસક્ત છે, તો તમે ધ્યાન કરવા માટે યોગ્ય નથી. તન, ધન, મકાન, વસ્ત્ર વગેરે વસ્તુઓમાં જો મન આસક્ત છે, તો પણ તમે ધ્યાન કરવા માટે અયોગ્ય ઠરી શકો છો. અનાસક્ત, આસક્તિવિહીન ચિત્ત જ ધ્યાન કરવા માટે ઉપયુક્ત છે. યોગ માટે મનઃસમાધિ આવશ્યક છે : યોગસિદ્ધિ માટે મનની સમાધિ અનિવાર્ય હોય છે. યોગાભ્યાસ માટે સૌપ્રથમ તો મનને સંયમી બનાવવું અનિવાર્ય હોય છે. કારણ કે મનના લીધે જ ઈન્દ્રિયો ચંચળ બને છે. ચંચળ બનેલી ઇન્દ્રિયો આત્મજ્ઞાનમાં અવરોધક બને છે અને મોક્ષમાર્ગમાં ભટકાવ પેદા કરે છે. મનની અસ્થિરતાના કારણે જ રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવોની વૃદ્ધિ થાય છે અને કર્મો તો બંધાય છે જ. એટલા માટે ચંચળ મનને સ્થિર કરવું એ યોગની પહેલી શરત છે. મનની સમાધિ, યોગનો મુખ્ય હેતુ છે અને તપશ્ચર્યાનું નિદાન છે. મનને સ્થિર કરવા માટે બાહ્ય-આત્યંતર તપ પણ આવશ્યક છે. તપશ્ચયને મોક્ષસુખનું મૂળ કારણ કહેવામાં આવ્યું છે. આ વાત “અધ્યાત્મ કલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહેવામાં આવી 'योगस्य हेतुर्मनः सः समाधिः, परं निदानं तपश्यश्च योगः । तपश्य मूलं शिवशर्म मनः, समाधिं भज तत्कथंचित् ॥ મન સમાધિયોગનું પ્રમુખ કારણ છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ મનશુદ્ધિના વિષયમાં ઘણીબધી વિશદ સમજણ આપી છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મનના ચાર પ્રકાર : ‘યોગશાસ્ત્ર’માં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂજીિએ મનના ચાર પ્રકારો બતાવ્યા છે ઃ ૧. વિક્ષિપ્ત મન, ૨. યાતાયાત મન, ૩. શ્લિષ્ટ મન, ૪. સુલીન મન. વિક્ષિપ્ત મન એકદમ ચંચળ અને અસ્થિર જેવું હોય છે. - યાતાયાતમાં મનના સ્વભાવની ચંચળતા થોડી ઓછી થઈ જાય છે. યોગસાધના કરનારાઓએ સહુ પહેલા આ બે પ્રકારના મન ઉપર નિયંત્રણ કરવું બહુ જરૂરી હોય છે. પ્રારંભમાં સાધકની સ્થિતિ મર્કલીલાની જેમ થઈ જાય છે. એ ક્ષણે ક્ષણે એક વિષયથી બીજા વિષયમાં રખડ્યા કરે છે. એનાં પરિણામે એ અનેક કર્મપ્રકૃતિઓ બાંધે છે. ચિત્તની વિકલતા ધતી જાય છે. અલબત્ત, વિક્ષિપ્ત મનની અપેક્ષયા યાતાયાત મનમાં ઇન્દ્રિયો ઈંક શાંત રહે છે. પણ એ શાંતિ અલ્પ સમય માટે જ હોય છે. એટલે ભીતરી, લબા સમયની શાંતિ મેળવવા માટે આ બંને મનને શાંત કરવાનો પ્રયાસ યોગાત્માસ ફરનારા યોગીઓ માટે અનિવાર્ય છે, અતિ આવશ્યક છે. શ્લિષ્ટ મનની ભૂમિકા, યાતાયાત મન પછી પ્રારંભાય છે. મનોનિરોધના અભ્યાસથી ચિત્તવૃત્તિઓ શાંત-પ્રશાંત બની જાય છે. સાધકને ભીતરમાં પ્રસન્નતાનો, આંતરિક શાંતિનો અનુભવ થાય છે. શ્રાવકજીવન - સુલીન મનમાં આનંદની અનુભૂતિ હોય છે. ચિત્ત એકાગ્ર થઈને આત્મલીન બની જાય છે. ‘સુલીન મતિઃ નિશ્વલ પરમાનન્દમ્' આ મનના અભ્યાસથી સાધકને પરમાનંદની અનુભૂતિ થાય છે. જો પરમાનંદની અનુભૂતિનો અજવાસ મેળવવો હોય, તો મનને સુલીન બનાવવું જ પડશે. યોગમાર્ગમાં યોગસંગ્રહ' કરો ઃ યોગમાર્ગમાં સાધકે જાતજાતના આચાર-વિચારોનું પાલન સમ્યક્ રીતે કરવું જોઈએ. શ્રાવકોએ અન્નુવ્રત-ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું પાલન કરવું જોઈએ. સાધુઓએ સમિતિ-ગુપ્તિની સાથે મહાવ્રતમય ચારિત્રાચારનું પાલન કરવું જોઈએ. શ્રાવક અને શ્રમણો માટે જુદી જુદી આચારમર્યાદાઓ નિશ્ચિત છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રાવક-શ્રાવિકાઓ પણ શ્રમણની જેમ સંપૂર્ણપણે અપરિગ્રહી બનીને વૈરાગ્ય ધારણ કરીને યોગસાધનામાં સંલીન થઈ શકે છે. શ્રમણ અને શ્રાવકો માટે ‘ચારિત્રવિકાસ’ માટે ‘સમવાયાંગ સૂત્ર’માં ‘યોગસંગ્રહ’નું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગસાધકો માટે એ અતિ ઉપયોગી હોવાથી અહીં તમને એ યોગસંગ્રહની ૩૨ વાતો બતાવું છું ! ભાગ ૩ (૧) પહેલો યોગ છે આલોચના ઃ ગુરુ પાસે જઈને વિધિપૂર્વક પોતાના દોષો પ્રગટ કરીને પ્રાયશ્વિત સ્વીકારવું. (૨) બીજો યોગ છે નિરપલાપ ; બીજાની સમક્ષ પોતાના શિષ્યો કે આશ્રિતોના દોષો ઉઘાડા નહીં પાડવા. (૩) ત્રીજો યોગ છે વ્રતસ્થિરતા ઃ આપત્તિકાળમાં અંગીકાર કરેલા નિયમોનો પરિત્યાગ નહીં કરવો. - (૪) ચોથો યોગ છે અનિશ્ચિતોપધાન ઃ આનો અર્થ છે બીજાની સહાયતા વગર તપશ્ચર્યા કરવી. (૫) પાંચમો યોગ છે શિક્ષા : ધર્મગ્રંથોનું વાંચન-અધ્યયન કરતા રહેવું. (૬) છઠ્ઠો યોગ છે નિષ્પતિકર્મતા ઃ શરીરને શણગારવું નહીં. (૭) સાતમો યોગ છે અજ્ઞાનતા ઃ તપના વિષયમાં ગુપ્તતા રાખવી. સાધક જે તપ કરે, એને પ્રગટ ન કરે, પણ ગુપ્ત રાખે. 0 (૮) આઠમો યોગ છે અલોભ : કોઈ પણ વસ્તુનો લોભ નહીં રાખવો. (૯) નવમો યોગ છે તિતિક્ષા પરિષહોને, કષ્ટોને સમતાભાવે સહન કરવા. (૧૦) દસમો યોગ છે ૠજુતા : મનમાં સરળતા રાખવી. : (૧૧) અગિયારમો યોગ છે શુચિ ઃ સત્યનું પાલન કરવું અને સંયમવૃદ્ધિ કરવી. (૧૨) બારમો યોગ છે સમ્યગ્દર્શન ઃ તત્ત્વશ્રદ્ધા રાખવી. (૧૩) તેરમો યોગ છે સમાધિ ઃ મનને સ્થિર અને પ્રસન્ન રાખવું. (૧૪) ચૌદમો યોગ છે આચાર સાધકે પોતાના આચારોમાં દૃઢ રહેવું જોઈએ. શ્રાવકે શ્રાવકાચારોમાં અને સાધુએ સાધ્વાચારમાં. (૧૫) પંદરમો યોગ છે વિનય ઃ સાધક વિનયી હોવો જોઈએ. (૧૬) સોળમો યોગ છે ધૃતિ ઃ કૃતિ એટલે ધૈર્ય-ધી૨જ. દુઃખોના ડુંગર વચ્ચે પણ અવિચળ પ્રકૃતિભાવ જાળવવો જોઈએ. સ્વસ્થતા બરકરાર રહેવી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાવકજીવન જોઈએ. (૧૭) સત્તરમો યોગ છે સંવેગઃ સાધકના હૈયે મોક્ષનો દૃઢ અનુરાગ હોવો જોઈએ. (૧૮) અઢારમો યોગ છે પ્રશિધિ સાધકનું હૈયું માયા-કપટથી મુક્ત હોવું જોઈએ. (૧૯) ઓગણીસમો યોગ છે સુવિધિ : સાધક સદનુષ્ઠાન કરનારો હોવો જોઈએ. (૨૦) વીસમો યોગ છે સંવરઃકર્મોના પ્રવાહને રોકવા માટે સાધક પ્રયત્નશીલ હોવો જોઈએ. (૨૧) એકવીસમો યોગ છે આત્મદોષ સંહારઃ પોતાના દોષોનો નાશ કરવા માટે સાધકે તત્પર રહેવાનું છે. (૨૨) બાવીસમો યોગ છે સર્વકામવિરતિ તમામ ઇચ્છાઓ, કામનાઓથી વિરામ પામવાનું છે. ઈચ્છા, વાસના, અભિલાષા, એષણા - આ બધાથી મન મુક્ત હોવું જોઈએ. (૨૩) તેવીસમો યોગ છે પ્રત્યાખ્યાન (૧) મૂળગુણોના પ્રત્યાખ્યાન હોવા જોઈએ. સાધુએ મહાવ્રતો અને શ્રાવકે ૧૨ વ્રતોનો અંગીકાર કરેલો હોવો જોઈએ. (૨) ચોવીસમો યોગ છે પ્રત્યાખ્યાન (૨) આ યોગમાં ઉત્તર ગુણોના સંબંધમાં પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ કરવાના હોય છે. (૨૫) પચ્ચીસમો યોગ છે વ્યુત્સર્ગઃ વ્યુત્સર્ગ એટલે ત્યાગ. સાધકે પાપોનો ત્યાગ કરવાનો હોય છે. (૨) છત્રીસમો યોગ છે અપ્રમાદ સાધુ અને શ્રાવકે પ્રમાદથી મુક્ત રહેવાનું (૨૭) સત્યાવીસમો યોગ છે લવાલવ પ્રતિપળ સાધુએ સાધ્વાચારના પાલન માટે જાગ્રત રહેવાનું છે. (૨૮) અઠ્યાવીસમો યોગ છે ધ્યાન ધર્મધ્યાન કરતા કરતા શુક્લધ્યાન તરફ આગળ વધવાનું છે. (૨૯) ઓગણત્રીસમો યોગ છે મરણાંતિક ઉદય મૃત્યુવેળાએ ક્ષભિત થવાનું નથી કે દુઃખી થવાનું નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૩૩ (૩૦) ત્રીસમો યોગ છે સંગનો ત્યાગ ઃ બધાનો સંસર્ગ ત્યાગીને નિઃસંગ થવાનું છે. (૩૧) એકત્રીસમો યોગ છે પ્રાયશ્ચિત્ત ઃ થયેલા અને કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. (૩૨) બત્રીસમો યોગ છે મરણાંતિક આરાધના મૃત્યુસમયે જે તપ કરવામાં આવે છે એ તપ સાધકે કરવો જોઈએ. આ બત્રીસ યોગસંગ્રહને યોગની આધારભૂમિ માનવામાં આવી છે. તીર્થંક૨ અને ગણધ૨ ભગવંતોએ આને સુદૃઢ અને ફળીભૂત બનાવવાનો ઉપદેશ આપેલો છે. આ ૩૨ યોગોના સમુચિત પાલનથી શ્રાવક પણ પૂર્ણયોગીની કક્ષાએ પહોંચી શકે છે. યોગાભ્યાસમાં ગુરુની આવશ્યકતા ઃ પણ, પૂર્ણ યોગની ભૂમિકા ઉપર પહોંચવા માટે સુયોગ્ય સદ્ગુરુનો સત્સંગ કરવો અનિવાર્ય હોય છે. કારણ કે ગુરુ વગર વિષય કષાયોની ચંચળતા વધતી રહે છે. શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ભાવોનો હ્રાસ થાય છે. ‘યોગસાર’ ગ્રંથમાં પ્રસ્તુત વાતનો સંકેત મળે છે : “तावद् गुरुवचः शास्त्रं तावत् तावच्च कषाय-विषयैर्यावद् न मनस्तरली સાધક ગુરુચરણોની ઉપાસના દ્વારા શાસ્ત્રવચનોના મર્મને જાણે છે. તત્ત્વજ્ઞાનના રહસ્યને મેળવે છે. એનાથી એના આધ્યાત્મિક જ્ઞાનમાં સતત વૃદ્ધિ થાય છે અને આત્મવિકાસ ગતિશીલ રહે છે. સંયમની વૃદ્ધિ અને તત્ત્વજ્ઞાન વગેરે માટે ગુરુજનોનું સાન્નિધ્ય જરૂરી છે. સદ્ગુરુના સાન્નિધ્યથી અને એમના કરુણાભીના ઉપદેશથી જ યોગસાધનામાં સફળતા મળે છે. ગુરુસેવા કરવાથી લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિ થાય છે. ગુરુની ભક્તિ અને એમના સંનિધાનથી સાધકનું મન ધ્યાનમાં એકાગ્ર બને છે - એ અવસ્થામાં એને તીર્થંકર દર્શનનો સાક્ષાત્ લાભ સાંપડે છે અને સાધક પરંપરાએ મોક્ષદશાને પ્રાપ્ત કરે છે. भावनाः 1 भवेत् ॥ " એટલા માટે યોગાભ્યાસ સદ્ગુરુના માર્ગદર્શન તળે કરવો જોઈએ. પણ યોગસાધના માટે યોગ્યતા હોવી પણ જરૂરી છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૩૪ યોગસાધનાના અધિકારી જીવો ઃ યોગબિંદુ ગ્રંથ મુજબ બધા જીવો યોગસાધના કરવા માટે યોગ્યતા નથી ધરાવતા. જે જીવો “ચરમાવર્ત કાળમાં આવી પહોંચ્યા છે, એ જીવો જ યોગ્યતા સંપાદન કરી શકે છે. અંતિમ પુદ્ગલપરાવતીને ચરમાવર્ત કાળ કહે છે. ચરમાવત કાળમાં જ જીવને ધાર્મિક, યૌગિક અને આધ્યાત્મિક જાગૃતિ પ્રાપ્ત થાય છે. યોગદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. ચરમાવર્તી જીવો સ્વભાવથી મૃદુ, શુદ્ધ અને નિર્મળ હોય છે. એ જીવો સંસારમાં પરિમિત કાળ માટે રહેલા હોય છે. સંસારનાં બંધનોને તોડી નાખવાની ક્ષમતા એમનામાં રહેલી હોય છે. ચરમાવર્તી જીવો જ શુક્લપાક્ષિક બને છે, ભિન્ન ગ્રંથિ બને છે અને દેશવિરતિ - સર્વવિરતિના વાહક બની શકે છે. એમના મન ઉપર મિથ્યાત્વમોહનું તીવ્ર દબાણ નથી હોતું. એમના મનમાં તીવ્ર કષાયજન્ય મલિનતા પણ નથી હોતી. એ જીવો ખરેખર મુક્તિની નિકટ હોય છે. મુત્યપ પ્રાધાન્ય - ત્રિશિકામાં કહેવામાં આવ્યું છે : चरमावर्तिनो जन्तोः सिद्धरासन्नता ध्रुवम् । भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ । ચરમાવર્તી જીવ અવશ્ય મુક્તિના નિકટ હોય છે. એ જીવોએ ઘણા પુદ્ગલ પરાવત વટાવી લીધેલા હોય છે. એ જીવોનું બિન્દુ માત્ર એક આવર્ત જેટલું) શેષ હોય છે. જેમ કે સમુદ્રમાં એક બુંદ પાણી બચ્યું હોય એ રીતે ! આત્મવિકાસની ચાર અવસ્થાઓ : આત્મવિકાસ તરફ અગ્રેસર થતો ચરમાવર્તી જીવ જે જે સ્થિતિમાંથી પસાર થાય છે એ સ્થિતિઓ ચાર પ્રકારની હોય છે? ૧. અપુનબંધક. ૨. સમ્યગૃષ્ટિ. ૩. દેશવિરતિ. ૪. સર્વવિરતિ, અપુનબંધક જીવ મિથ્યાત્વપરિણામી રહેવા છતાં પણ વિનય, દાક્ષિણ્ય, દયા, વૈરાગ્ય... વગેરે સદ્ગુણોથી સમૃદ્ધ હોય છે. યોગબિંદુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : 'भवाभिनन्दिदोषाणां-प्रतिपक्षगुणैर्यतः । वर्धमान-गुणप्रायो ह्यपुनबंधको मतः ॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૩પ હવે હું તમને ભવાભિનંદી જીવોના દોષ અને અપુનર્બન્ધક જીવોના ગુણ (દોષથી વિપરીત) બતાવું છું ઃ (૧) ભવાભિનંદી જીવ ક્ષુદ્ર હોય છે. શુદ્ર એટલે કૃપણ-કંજુસ હોય છે. જ્યારે એનાથી વિપરીત અપુનબંધક જીવ ઉદાર હોય છે. ભવાભિનંદી જીવ લાભરતિવાળો એટલે માગવાના સ્વભાવવાળો પાચનશીલ હોય છે. જ્યારે અપુનબંધક જીવ યાચના કરતો નથી. ભવાભિનંદી જીવ દીન હોય છે. દીનતા કર્યા કરે, વિવશતા બતાવ્યા કરે. જ્યારે અપુનબંધક જીવ અદીન હોય, દીનતારહિત હોય. ભવાભિનંદી જીવ “મત્સરી' હોય છે. બીજાનાં સુખને જોઈને બળ્યા કરે છે. અપુનબંધક જીવ બીજાને સુખી જોઈને હર્ષિત બને છે, પ્રમુદિત થાય ભવાભિનંદી જીવ ભયથી ફફડ્યા કરે છે. જ્યારે અપુનર્બન્ધક જીવા નિર્ભય હોય છે. ભવાભિનંદી જીવ માયાવી-કપટી હોય; જ્યારે અપુનબંધક આત્મા સરળ, માયારહિત અને નિખાલસ હોય છે. ભવાભિનંદી જીવ અજ્ઞ-મૂખ હોય છે, જ્યારે અપુનર્બન્ધક આત્મા જ્ઞાની-બુદ્ધિમાન હોય છે. ભવાભિનંદી જીવ સંસારપ્રિય હોવાથી દરેક વાતમાં અતત્ત્વનો આગ્રહી બની જાય છે. આના કારણે એનો પુરુષાર્થ નિષ્ફળ બને છે. અપુનર્બન્ધક આત્મા સંસાર પ્રત્યે ઉદાસીન હોવાથી સફળ પુરુષાર્થનો કરનારો થાય છે. અપુનર્બન્ધક આત્માની વિશેષતાઓ ખ્યાલમાં આવી ને? આગળ વધીને આ જીવાત્મા “ગ્રંથિભેદ કરે છે. મોહની અનાદિકાલીન ગ્રંથિઓને કાપે છે, ત્યારે એને સમ્યગ્દર્શન, ગુણની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગ્દર્શનની ભૂમિકા ઉપર રહેલો આત્મા ખરેખર તો યોગીદશાની પ્રારંભિક અવસ્થામાં રહેલો હોય છે. એ સંસારમાં રહેવા છતાં પણ આંતરિક ભાવનાઓ દ્વારા સતત મુક્તિના ઉપાયો માટે ચિંતવ્યા કરે છે. આ જ કારણે સમ્યગદ્ગષ્ટિ જીવને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રાવકજીવન ભાવયોગી પણ કહેવાય છે. એનું ચિત્ત તો મોક્ષમાં, મોક્ષ માટે, મોક્ષ પ્રત્યે જ રમમાણ હોય છે. ભલે દેહ સંસારના કારાગારમાં કેદ હોય. યોગબિન્દુ ગ્રંથમાં કહ્યું છે ? भिन्नग्रंथेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्वं एवेह योगो योगोहि भावतः ॥२०३।। ભિન્નગ્રંથિ (જેની અનાદિ મોહગ્રંથિ ભેદાઈ ગઈ છે) એવા સમ્યવ્રુષ્ટિ જીવના મન-વચન-કાયાના તમામ યોગો ભાવથી યોગરૂપ હોય છે. માટે એ ભાવયોગી કહેવાય છે. ત્રીજી અવસ્થા છે દેશવિરતિ આત્માની. ભાવયોગી આત્મા ગૃહસ્થજીવનમાં રહેવા છતાં પણ લોભ-મમતા વગેરે બંધનોથી વિમુક્ત રહે છે અને આત્મધ્યાનમાં ડૂબેલો રહે છે. આ રીતે એ આચાર-વિચારોમાં વિકસિત થઈને જાતજાતના કાયક્લેશો, શારીરિક કષ્ટોને સહન કરતો, માગનુસારીપણાના ગુણોનું સમ્યફ રૂપે પાલન કરતો શ્રદ્ધાળુ બને છે - લોકપ્રિય બને છે અને પુરુષાર્થી બનીને શુભ પરિણામોની વૃદ્ધિ કરતો કરતો સર્વત્યાગની - સર્વવિરતિની અંતિમ ભૂમિકા ઉપર પહોંચી જાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય'ના ૩ યોગ : યોગની વાત આપણે કરી રહ્યા છીએ તો એના અનુસંધાનમાં બીજી કેટલીક માહિતી પણ હું તમને આપી દઉં. યોગદ્ગષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ યોગોનું પ્રતિપાદન કરેલું છે ૧. ઇચ્છાયોગ, ૨. શાસ્ત્રયોગ અને ૩. સામર્થ્યયોગ. - ઇચ્છાયોગનું વર્ણન કરતા ગ્રંથકાર લખે છેઃ कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोगःउच्यते ॥ જ્ઞાની પુરુષો શાસ્ત્રાનુસાર અનુષ્ઠાન કરવાની ઇચ્છા ધરાવે છે, પણ પ્રમાદથી, અસાવધાનીથી એમના ધમનુષ્ઠાન વિકલ-દોષયુક્ત હોય છે. આ ઈચ્છાયોગ છે. ઇચ્છા-સદિચ્છાને પણ એમણે યોગમાં પ્રવેશ આપ્યો છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૩૭ બીજો છેશાસ્ત્રયોગ : शास्त्रयोगस्तिह ज्ञेयो यथाशक्त्यऽप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ આ યોગમાં સાધક પ્રમાદનો ત્યાગ કરીને પોતાની શક્તિ મુજબ શ્રદ્ધાયુક્ત થઈને અનુષ્ઠાન કરે છે. આ સાધકનું શાસ્ત્રજ્ઞાન સારું હોય છે, એ દોષરહિત ધર્માનુષ્ઠાન કરે છે. ત્રીજો છે સામર્થ્યયોગ : शास्त्रसंदर्शितो प्रायस्तदतिक्रान्तगोचरः । शक्त्युदेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ શાસ્ત્ર(યોગશાસ્ત્રમાં બતાવેલા ઉત્તમ અનુષ્ઠાનોને સાધક યોગી પોતાની શક્તિ અને સામર્થ્યના ઉદ્રેકથી, મોક્ષપ્રાપ્તિ માટે આરાધે છે. આ સામર્થ્યયોગ છે. આ યોગ પ્રાતિજજ્ઞાનથી યુક્ત અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આ યોગના સાધક આત્માનો અનુભવ વચનાતીત હોય છે. જાણે કે ગૂંગે કેરી શર્કરા.” વોબિન્દુમાં પાંચ પ્રકારના યોગ : યોગબિન્દુ ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આધ્યાત્મિક વિકાસના પાંચ સોપાન બતાવ્યાં છે ? ૧. અધ્યાત્મયોગ ૨. ભાવનાયોગ ૩. ધ્યાનયોગ ૪. સમતાયોગ ૫. વૃત્તિસંક્ષયયોગ આ યોગસાધનાના પ્રભાવે ક્રમશઃ ચારિત્રનો વિકાસ થાય છે. આજે હું અહીં આ પાંચ યોગોનો સંક્ષિપ્ત પરિચય કરાવવા માગું છું. આ પરિચય પછી પ્રવચન પૂર્ણ થશે. પહેલો છે અધ્યાત્મયોગઃ औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिंतनम् । मैत्र्यादिसारमत्यन्त मध्यात्म तद्विदो विदुः ॥३५७॥ - જે યોગમાં ઉચિત પ્રવૃત્તિ હોય. – વ્રતયુક્તતા હોય (અણુવ્રત હોય અથવા મહાવ્રત હોય.) Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રાવકજીવન – જિનપ્રણીત તત્ત્વોનું ચિંતન હોય એટલે કે જીવ-અજવાદિ પદાર્થોનું પયલિોચન હોય. - મૈત્રી - પ્રમોદ - કરુણા અને માધ્યચ્ય ભાવનાઓ હોય, એ યોગ અધ્યાત્મયોગ’ કહેવાય છે. અધ્યાત્મયોગનું ફળ વર્ણવતા ગ્રંથકાર કહે છે? अतः पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभव-संसिद्धममृतं हाद एव तु ॥ આ અધ્યાત્મયોગથી - પાપક્ષય થાય છે. એટલે કે જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. – સત્ત્વ ઉલ્લસિત થાય છે. આત્મવીય ઉછાળા મારે છે. - શીલ એટલે ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે. - અપ્રતિઘાતિ - શાશ્વત - શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. – સ્વસંવેદન-સિદ્ધ અમૃતની પ્રાપ્તિ થાય છે.' - અતિદારુણ મોહવિષના વિકારો નષ્ટ થઈ જાય છે. બીજો છે ભાવનાયોગ : अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसंगतः ॥ .. मनःसमाधिसंयुक्तः पौनःपुन्येन भावना ।।३५९।। આ અધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો એ જ ભાવનાયોગ છે. – દરરોજ અભ્યાસ કરવાનો છે. – દરરોજ એ અભ્યાસમાં સમુત્કર્ષનો અનુભવ થવો જોઈએ અને મન સમાધિમાં રમતું રહેવું જોઈએ. અહીં મનની સમાધિ એટલે મનનો નિરોધ. આ ભાવનાયોગનું ફળ જે બતાવાયું છે તે निवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता । तथा सुचित्तवृद्धिश्च भावनायाः फलं मतम् ॥ આ ભાવનાયોગથી ? - કામ-ક્રોધ-લોભ વગેરે અશુભ તત્ત્વોથી નિવૃત્તિ થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૩૯ – જ્ઞાન-દર્શન-ચારિત્રવિષયક શુભ અભ્યાસની અનુકૂળતા મળે છે. - ચિત્તશુદ્ધિમાં વધારો થાય છે. આ છે ભાવનાયોગનું ફળ. ત્રીજો છે ધ્યાનયોગઃ ધ્યાનયોગનું વર્ણન કરતા ગ્રંથકારે લખ્યું છેઃ शुभैकालंबनं चित्तं ध्यानमाहुर्मनीषिणः । स्थिरः प्रदीपसदृशं सूक्ष्माभोगसमन्वितम् ॥ ધ્યાનયોગમાં – ધર્મધ્યાન - શુક્લધ્યાનનો સમાવેશ થાય છે. – ચિત્તમાં પ્રશસ્ત વિષયોનું ચિંતન ચાલ્યા કરે છે. એક વિષય ઉપર જ ચિત્ત સ્થિર રહે છે. – ચિત્ત સ્થિર દીપક જેવું બની જાય છે. દીપકની જ્યોત જેમ હવારહિત ખંડમાં હાલતા-ચાલતી નથી, પણ સ્થિર રહે છે એમ ધ્યાનયોગીનું ચિત્ત સૂક્ષ્મ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરે પદાર્થોનાં ચિંતનમાં સ્થિર બની જાય છે – લીન બની જાય છે. આ ધ્યાનનું ફળ વર્ણવતા ગ્રંથકાર કહે છે : वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च । अनुबन्ध-व्यवच्छेदः उदर्कोऽस्येति तद्विदः ॥३६२।। ધ્યાનયોગથી યોગીઃ – તમામ કાર્યોમાં સફળતાને વરે છે. – તિમિતભાવતા એટલે કે સાગરના જેવી મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે. – ભવાંતરનો પ્રારંભ કરનારા જે કર્મો પૂર્વે ઉપાર્જિત કરેલા હોય છે, એ કર્મોનો ઉચ્છેદ થઈ જાય છે. આનાથી યોગી સમતાયોગ તરફ ગતિ કરે છે. ચોથો છે સમતાયોગ : સમતાયોગનું વર્ણન આ પ્રમાણે છે : अविद्याकल्पितेश्च्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात् तद्व्युदासेन समता समतोच्यते ॥३६३।। Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રાવકજીવન બધી મિથ્યા વાસનાઓ અવિદ્યાની કલ્પનાઓમાંથી જન્મે છે. અનાદિકાલીન વાસનાઓ ઈષ્ટ-અનિષ્ટની, પ્રિય-અપ્રિયની કલ્પનાઓ કરાવે છે. શબ્દ-રૂપ-રસગંધ અને સ્પર્શના વિષયોમાં મન અને ઈન્દ્રિયો ઈષ્ટાનિષ્ટની કલ્પના કરે છે, પણ સમતાયોગી પોતાના વિવેકથી એ તમામ કલ્પનાઓના જાળાને દૂર કરી દે છે અને ઈષ્ટાનિષ્ટની કલ્પનાથી મુક્ત મન અપૂર્વ સમતાભાવનો અનુભવ કરે છે. સમતાયોગનું ફળ બતાવતા ગ્રંથકાર કહે છેઃ ऋद्धि-अप्रवर्तनं चैव सूक्ष्मकर्मक्षयस्तथा । अपेक्षातंतुविच्छेदः फलमस्याः प्रचक्षते ॥३६४॥ - સમતાયોગીને અનેક ઋદ્ધિઓ, લબ્ધિઓ, શક્તિઓ આવી મળે છે, પણ યોગી એનો ઉપયોગ કરતા નથી. – જે કેવળજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, યથાખ્યાતચારિત્રાવરણ વગેરે સૂક્ષ્મ કર્મો હોય છે, એ કર્મો નષ્ટ થઈ જાય છે. - કર્મબંધના હેતુરૂપ છે અપેક્ષાઓ, તે બધી અપેક્ષાઓ નષ્ટ થઈ જાય છે, શમી જાય છે. પાંચમો છે વૃત્તિ સંક્ષયયોગ : વૃત્તિસંક્ષયયોગની પરિભાષા કરતા ગ્રંથકાર કહે છે કે – अन्य संयोगवृत्तीनां यो निरोधस्तथा तथा ।। अपुनर्भावस्पेण स तु तत्संक्षयो मतः ॥३६५।। આ વૃત્તિસંક્ષયયોગ માં યોગી નિસ્તરંગ મહોદધિની જેમ થઈ જાય છે. વિકલ્પો અને વૃત્તિઓ સ્વાભાવિક-સહજરૂપે પ્રયત્ન કર્યા વગર જ શાંત બની જાય છે. જે વૃત્તિઓ અન્ય સંયોગથી ઉત્પન્ન થાય છે, એ ક્ષીણ થઈ જાય છે. વૃત્તિઓના બે પ્રકાર હોય છે? ૧. વિકલ્પરૂપ અને ૨. પરિસ્પંદરૂપ. તથાવિધ મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનાર વિકલ્પરૂપી વૃત્તિઓ હોય છે અને બીજી હોય છે. શરીરના માધ્યમથી પરિસ્પન્દરૂપ વૃત્તિઓ. આ તમામ વૃત્તિઓનો આ યોગથી નિરોધ થઈ જાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૪૧ આ વૃત્તિસંક્ષયયોગ, જ્યારે આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે થાય છે અને જીવ જ્યારે ૧૪મા ગુણસ્થાનકે પહોંચીને અયોગી બને છે ત્યારે હોય છે. ફરી વાર વૃત્તિઓ ન જાગે એ રીતે જ આ વૃત્તિસંક્ષયયોગ થાય છે. આ વૃત્તિસંક્ષયયોગનું ફળ બતાવતા ગ્રંથકાર મહર્ષિ કહે છે : अतोऽपि केवलज्ञानं शैलेषी - संपरिग्रहः । મોક્ષપ્રાપ્તિનાનાથા સવાનન્દ્-વિધાવિની દ્દદ્દા આ યોગનું ફળ એટલે : – કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. – શૈલેષી - સર્વસંવરની ઉપલબ્ધિ થાય છે. – મોક્ષપ્રાપ્તિ-નિર્વાણપ્રાપ્તિ થાય છે. મોક્ષમાં કોઈ પણ જાતની શારીરિક કે માનસિક વ્યથા-વેદના રહેતી નથી. ત્યાં હોય છે માત્ર સર્વકાલનો આનંદ ! આનંદ અને આનંદ !!! ઉપસંહાર ઃ આ પ્રમાણે યોગ દ્વારા સાધક આત્મશક્તિની ઓળખાણ કરે છે. યોગસાધનાથી યોગીને અનેક લબ્ધિઓની ઉપલબ્ધિ થાય છે, પણ આનો પ્રયોગ એ યોગીજનો લોભવૃત્તિને પંપાળવા માટે કરતા નથી. યોગી, યોગ દ્વારા બીજાના મનની વાતને જાણી શકે છે. યોગી સર્વજ્ઞ પણ બની શકે છે. અંતિમ અવસ્થા - સિદ્ઘાવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે ચાર અઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે મોક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાં આત્માનું પોતાનું સ્વતંત્ર અને શાશ્વત્ અસ્તિત્વ હોય છે. આત્મા જન્મ-મરણના ચકરાવાથી છૂટી જાય છે. આવી પૂર્ણાવસ્થા, યોગાભ્યાસ દ્વારા તમે સહુ પ્રાપ્ત કરો એવી મંગલકામના. આજે બસ, આટલું જ. Page #148 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૬૦) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં દૈનિક કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. દૈનિક કર્તવ્યોનું પ્રતિપાદન કરતા તેમણે એક વિશિષ્ટ કર્તવ્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે. એ કર્તવ્ય છે યોગાભ્યાસઃ ! રાત્રિના સમયે જે સાધુપુરુષોનો યોગ હોય તો એમના સાંનિધ્યમાં નહીંતર પછી છેવટે ઘરે પહોંચીને યોગનો અભ્યાસ કરવાની વાત તેઓ કરે છે. યોગ અને આસન : યોગિક ક્રિયાઓની નિષ્પન્નતા માટે અથવા ચિત્તની સ્થિરતા માટે આસનોનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે આસનમાં શરીર બીજી બધી ચેષ્ટાઓથી મુક્ત બનીને, કોઈ એક સ્થિતિમાં કેન્દ્રિત બની જાય છે. માટે આસન, મનને શક્તિશાળી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે! યોગનો આધાર, મન અને શરીર ઉપર વર્ચસ્વ જમાવવા માટે લેવાનો છે. પાતંજલ યોગદર્શન પ્રમાણે સુખપૂર્વક - કોઈપણ જાતની તકલીફ વગર વધારેમાં વધારે સમયપર્યત સ્થિર બનીને બેસવું એ જ ધ્યાન છે. જે આસન સ્થિર અને સુખદ હોય એ જ આસન કરવા જોઈએ. આવા આસનોમાં મુખ્યત્વે પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, પર્યકાસન વગેરે હોય છે. હઠયોગના વિવરણ મુજબ આસનોનું મુખ્ય કાર્ય શરીરને સ્વસ્થ બનાવવું, આળસને દૂર કરવી અને શરીરને પ્રમાણોપેત બનાવવું એ પણ છે. હઠયોગમાં આસનની સાથે સાથે જુદી જુદી મુદ્રાઓનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. બૌદ્ધ યોગસાધનામાં પણ આસનોનું મહત્ત્વ સ્વીકારાયું છે. એમાં પર્યકાસનને સહુથી શ્રેષ્ઠ આસન ગણાવવામાં આવ્યું છે. પર્યકાસનનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે ડાબી જંઘા ઉપર જમણો પગ રાખવો અને જમણી જંઘા ઉપર ડાબો પગ રાખવો. આવું જ વર્ણન પદ્માસનનું મળે છે. બૌદ્ધ યોગસાધનામાં બુદ્ધાસન, સિદ્ધાસન અને વજાસનનું વર્ણન પણ મળે છે. જેન યોગસાધનામાં ચિત્તની સ્થિરતા માટે અમુક જ આસન પ્રયોગમાં લાવવા જોઈએ, આવો કોઈ એકાંગી નિયમ નથી સ્વીકારાયો. બલ્ક ત્યાં તો કહ્યું છે જે Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૪૩ જે આસન કરવાથી મન સ્થિર બનતું હોય, એ આસનનો ઉપયોગ ધ્યાન કરવા માટે ઉપયુક્ત છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે : जायते येन येनेह विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यान-साधनम् ॥ આ પ્રમાણે જે જે આસનો વડે લાંબા સમય સુધી ધ્યાન બહુ સહજતાથી કરી શકાય. એ આસનોનું વિવરણ-નિર્દેશન યોગશાસ્ત્રમાં ક૨વામાં આવ્યું છે. પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગૌદોહિકાસન અને કાર્યોત્સર્ગ ધ્યાન. અન્યત્ર હંસાસન, અશ્વાસન, ગાસન, ગરુડાસન, સુખાસન વગેરે આસનોનાં નામો પણ વાંચવા મળે છે. યોગના ૮ અંગ આસનનું મહત્ત્વ જોતા મેં તમને સહુ પહેલા આસનની વાત કરી. બાકી અષ્ટાંગયોગમાં તો આસનને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. અષ્ટાંગયોગનાં નામો આ પ્રમાણે છે : (૧) યમ,(૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. પતંજલિ મહર્ષિએ પ યમની વાત કરી છે ઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બીજે વળી ૧૦ યમની વાત કરવામાં આવી છે : अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यं ચાર્જવમ્ । क्षमा धृति मिताहारः शौचं चेति यमा दशः ॥ (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, (૫) દયા, (૬) આર્જવ, (૭) ક્ષમા, (૮) ધૃતિ, (૯) મિતાહાર અને (૧૦) શૌચ. આ પ્રમાણે દસ યમ છે. આસન વિષે મેં તમને પહેલા જ કહી દીધું છે. પતંજલિએ આસનની પરિભાષા કરતા કહ્યું છે : 'સ્થિરસુહમાસનમ્ એ જ આસન સમુચિત છે, જેમાં સુખપૂર્વક બેસી શકાય. દીર્ઘ સમય સુધી આરામથી બેસી શકાય. સુખાસન દુઃખાસન ના બની જવું જોઈએ ! પ્રાણાયામ : યોગસાધનામાં પ્રાણાયામ નિતાન્ત આવશ્યક છે. પ્રાણાયામ માટે આસન સિદ્ધ થવું જરૂરી છે. કારણ કે મનના નિગ્રહ માટે પ્રાણ-શ્વાસનું નિયંત્રણ અને આધ્યાત્મિક વિકાસ માટે મનનો નિગ્રહ અચૂક આવશ્યક છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવકજીવન શ્વાસ-ઉચ્છુવાસની સ્વાભાવિક ગતિનો અભાવ પ્રાણાયામ” તરીકે ઓળખાય છે. આની ગતિના ઉચ્છેદની સાથે સાથે જ મનની-ચિત્તની ગતિનો ઉચ્છેદ થવો અનિવાર્ય છે. એ જ ખરેખર પ્રાણાયામ છે. “ગીતા'ના કથનાનુસાર પ્રાણોનું નિયંત્રણ એ જ પ્રાણાયામ છે. એટલે કે પ્રાણવાયુને અપાનમાં અથવા અપાનવાયુને પ્રાણવાયુમાં લઈ જવો અને આ બંનેની. ગતિને અવરોધવી એ જ પ્રાણાયામ છે. પતંજલિએ પણ આ જ વાત કહી છે. આસન સ્થિર થયા પછી શ્વાસઉઠ્ઠવાસની ગતિને રોકવી, એ જ પ્રાણાયામ છે. એમની વાત એમના જ શબ્દોમાં સાવધાનીપૂર્વક સાંભળોઃ तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥ શિવસંહિતા'માં પ્રાણાયામના પૂરક-કુંભક અને રેચક - આ ત્રણ પ્રકારોનું વર્ણન મળે છે. ત્યાં કહ્યું છે કે પ્રાણાયામથી પાપ અને દુઃખનો નાશ થાય છે. તેજ અને સૌન્દર્ય વધે છે. દિવ્યદૃષ્ટિ, શ્રવણશક્તિ, વાક્શક્તિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામથી અનેક બીજી સિદ્ધિઓ પણ આવી મળે છે. બૌદ્ધદર્શનમાં પ્રાણાયામને “આનાપાન સ્મૃતિ કર્મસ્થાન' કહેવામાં આવ્યું છે. આન’નો અર્થ શ્વાસ લેવો અને “અપાન” એટલે શ્વાસ મૂકવો. જૈન પરંપરામાં પ્રાણાયામના સંબંધમાં બે મત મળે છે. એક મત મુજબ પ્રાણનો નિરોધ કરવાથી શરીરમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે અને મન પણ વિચલિત બને છે. મન સ્વસ્થ અને સ્થિર નથી રહી શકતું. પૂરક-કુંભક અને રેચક (પ્રાણાયામના પ્રકાર) કરવામાં પ્રયાસ-પરિશ્રમ કરવો પડે છે. એનાથી મનમાં સંક્લેશ પેદા થવાની સંભાવના રહે છે : યોગશાસ્ત્રમાં કહ્યું છેઃ पूरणे कुम्भने चैव रेचने च परिश्रमः । चित्त-संक्लेश करणान्मुक्तेः प्रत्यूह कारणम् ॥ જ્ઞાનાર્ણવ' માં કહેવામાં આવ્યું છે કે બહારના વાયુને શરીરની ભીતરમાં લઈને અપાન સુધી ભરી લેવું એને પૂરક' કહે છે. નાભિથી પ્રયત્નપૂર્વક વાયુને બહાર કાઢવો, બહાર ફેંકવો એને રેચક' કહે છે. પૂરકથી ઉપલબ્ધ વાયુને નાભિસ્થલમાં રોકવો એ કુંભક છે. પ્રાણાયામનું આધ્યાત્મિક અર્થઘટન પણ કરવામાં આવ્યું છે. દ્વાર્નાિશિકામાં કહેવામાં આવ્યું છેઃ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૪૫ रेचकः स्याद् बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरकः । ___ कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्थयम् ॥ બહિવૃત્તિને, બાહ્યભાવને બહાર ફેંકવો એ રેચક છે, અન્તવૃત્તિને ગ્રહણ કરવી એ પૂરક છે અને એ અન્તવૃત્તિને ર્દયમાં સ્થિર કરવી એ કુંભક છે. જૈન યોગગ્રંથોમાં પ્રાણાયામ માટે ઘણી જાતના વિવેચન-વિશ્લેષણ મળે છે. જો તમને લોકોને જિજ્ઞાસા હોય તો કોઈ અનુભવી - જ્ઞાની સાધક પુરુષના ચરણોમાં બેસીને યોગશાસ્ત્ર', “જ્ઞાનાર્ણવ' અને પતંજલિનું યોગદર્શન - આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ કરજો. અલબત્ત, યોગસાધનામાં પ્રાણાયામ અપેક્ષિત હોય છે. કેમ કે એનાથી શરીર અને મનનું શુદ્ધિકરણ થાય છે. પ્રાણાયામ સિદ્ધ થયા પછી મૃત્યુસમય અને શુભાશુભનું જ્ઞાન થઈ શકે છે. પ્રત્યાહાર : પ્રાણાયામ પછી પ્રત્યાહારનું પણ ખૂબ મહત્ત્વ છે. પ્રત્યાહારના સિદ્ધ થવાથી ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે અને ચિત્તનિરોધથી ઈન્દ્રિયો નિરુદ્ધ થાય છે. પતંજલિએ પ્રત્યાહારની પરિભાષા બાંધતા કહ્યું છે કે ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોના સંબંધથી છૂટી જાય છે અને ચિત્તના સ્વરૂપમાં વિલીન થઈ જાય છે એ જ પ્રત્યાહાર છે. આનાથી ઇન્દ્રિયો સંપૂર્ણપણે વશમાં આવે છે. જૈન પરંપરા મુજબ બાહ્ય અને અત્યંતર વિષયોથી ઈન્દ્રિયોને દૂર કરવી એ પ્રત્યાહાર છે. શાંત યોગી, ઈન્દ્રિયો અને મનને વિષયોથી નિવૃત્ત કરીને, ઈચ્છાનુસાર જ્યાં જ્યાં ધારણા કરે છે, એને પ્રત્યાહાર કહે છે. સંપૂર્ણ રાગ-દ્વેષથી મનને અળગું કરીને પોતાના આત્મામાં કેન્દ્રિત કરી લેવું એ જ પ્રત્યાહાર છે. ધારણા : યોગસાધના માટે ધારણાની ભૂમિકા આવશ્યક છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ચિત્તને સ્થિર કરવું એ જ ધારણા છે. નાભિ, હૃય, નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભૃકુટી, તાલુ, નેત્ર, મુખ, કાન અને મસ્તક - આ બધાં ધારણાનાં સ્થાનો છે. આમાંથી કોઈ પણ એક સ્થાન ઉપર ચિત્તને સ્થિર કરવું, ધારણા માટે આવશ્યક છે. અર્થાત્ ચિત્તનું કોઈ એક સ્થાન ઉપર એકાગ્ર થવું એ જ ધારણા છે. ધ્યાન સમાધિ : યોગમાં ધ્યાનનું બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ચિત્ત ક્યારેય સ્થિર રહેતું નથી અને વધારે સમય સુધી કોઈ ધ્યેય કે પદાર્થ પર ધ્યાન રહી શકતું નથી. માટે જ યોગમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૪૬ સૌ પ્રથમ ચિત્તની વિકલતા દૂર કરીને એને સ્થિર કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો - હવે હું તમને જુદા જુદા ભારતીય દર્શન મુજબ ધ્યાનની અલગ અલગ પરિભાષાઓ બતાવું છું. સાથે સાથે સમાધિની વ્યાખ્યા પણ દર્શાવું છું. બ્રહ્મબિંદુ ઉપનિષશ્માં કહેવાયું છે કે હૃયમાં મનને ત્યાં સુધી નિરુદ્ધ કરી રાખો કે જ્યાં સુધી એનો નાશ ન થઈ જાય. સમાધિની આવી અવસ્થામાં જ્ઞાતા, જ્ઞાન અને શેયની ત્રિપુટી રહેતી નથી. બધું જ લીન બની જાય છે. સાંખ્યદર્શન મુજબ ધ્યાને નિર્વિષયં મન કહેવાયું છે. મનનું નિર્વિષય બનવું એ જ ધ્યાન છે. યોગદર્શન મુજબ આત્મચિંતન કરતા કરતા ઈશ્વરના જ એક પ્રત્યયમાં તલ્લીન બની જવું એ જ ધ્યાન છે. આ ધ્યાનમાં કેવળ આત્મતત્ત્વનો અનુભવ થવો એ જ “સમાધિ' છે. હઠયોગસંહિતા'માં બતાવવામાં આવ્યું છેઃ પ્રાણાયામ દ્વારા સમાધિની સિદ્ધિ અર્થાત્ વાયુના નિરોધ દ્વારા મનનો નિરોધ થાય છે. પતંજલિના અનુસાર સમાધિના બે ભેદ છેઃ “સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. - સંપ્રજ્ઞાત સમાધિમાં સમસ્ત ચિત્તવૃત્તિઓનો નિરોધ નથી હોતો, પણ આંશિક નિરોધ હોય છે, જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણપણે નિરોધ થઈ જાય છે. સંપ્રજ્ઞાત સમાધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે ૧. વિતકનુગત, ૨. વિચારાનુગત, ૩. આનંદાનુગત, ૪. અસ્મિતાનુગત. આ સમાધિને “સવિતર્ક સમાધિ' પણ કહેવામાં આવે છે. ચિત્તના સ્થિરીકરણ માટે આ સમાધિમાં ધૂળ વસ્તુઓનું આલંબન-સહારો લેવામાં આવે છે. આ ચારે પ્રકારોનો અભ્યાસ કરતા કરતા ચિત્તવૃત્તિઓના માત્ર સંસ્કાર બચે છે અને વૈરાગ્યના સતત અભ્યાસથી શેષ રહેલા સંસ્કાર પણ નષ્ટ થઈ જાય છે. આ ચારે સંપ્રજ્ઞાત સમાધિને પાર કરીને સાધક-યોગી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરે છે. ચિત્તમાં નિરંતર વિવેકખ્યાતિનો પ્રવાહ વહેતો રહેતો હોવાથી યોગી-સાધકના તમામ સંક્લેશો અને કર્મ નષ્ટ થઈ જાય છે. આ પરિપક્વ સ્થિતિને ધર્મમેઘ સમાધિ Page #153 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૪૭ કહેવામાં આવે છે. આનાથી પ્રજ્ઞા ઋતંભરા બને છે અને એના દ્વારા સાધક અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરીને કૈવલ્ય મેળવી લે છે. બૌદ્ધદર્શનમાં ધ્યાન ઃ વૈદિક પરંપરાની જેમ બૌદ્ધદર્શનમાં પણ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ધ્યાનનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ દર્શન કહે છે ઃ ધ્યાનનો ઉદ્દેશ્ય નિવણિમુક્તિની પ્રાપ્તિ એ જ છે. ‘હીનયાન પરંપરા' મુજબ નિર્વાણની પ્રાપ્તિ એ જ જીવનનું ચરમ અને પરમ લક્ષ્ય છે. અર્હત્પદની પ્રાપ્તિ પ્રધાન લક્ષ્ય છે. અર્હત્પદની પ્રાપ્તિ માટે ચાર પ્રકારના આયતન બતાવવામાં આવ્યા છે ઃ ૧. આકાશાનન્યાયતન, ૨. વિજ્ઞાનાનન્યાયતન, ૩. અકિંચનાયતન, ૪. દૈવસંજ્ઞાનાનાસંજ્ઞાયતન. સાધક જ્યારે આ ચારે આયતનોને પાર કરીને અંતિમ અવસ્થાની પેલે પાર પહોંચે છે ત્યારે એને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ‘મહાયાન પરંપરા’ મુજબ બુદ્ધત્વની પ્રાપ્તિ કરવી એ જ પરમ ઉદ્દેશ્ય છે અને જ્યાં સુધી પ્રજ્ઞા-પારમિતાનો ઉદય ન થાય ત્યાં સુધી બુદ્ધત્વની પ્રાપ્તિ થતી નથી. પ્રજ્ઞા પારમિતાના ઉદય માટે સમાધિ અતિ આવશ્યક છે. સમાધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. પ્રથમ પ્રકાર છે – વિતર્ક વિચાર-પ્રીતિસુખ એકાગ્રસહિત : આ સમાધિ, વિષયભોગ અને અકુશલ પ્રવૃત્તિઓથી જુદા રહીને વિતર્ક અને વિચારથી ઉત્પન્ન પ્રીતિ અને સુખની સંવાહક છે. આમાં ચિત્ત હંમેશાં ચંચળ રહ્યા કરે છે. બીજો પ્રકાર છે - પ્રીતિસુખ એકાગ્રસહિત : આ સમાધિમાં વિતર્ક અને વિચારો નહિ રહેવાથી ચિત્ત એકદમ શાંત રહે છે અને પ્રીતિ, સુખ અને એકાગ્ર - આ ત્રણ અંગો શેષ રહેવાનાં કારણે આ સમાધિ (ધ્યાન) આન્તરિક ચિત્તની એકાગ્રતાસહિત પ્રીતિસુખયુક્ત હોય છે. ત્રીજો પ્રકાર છે - સુખ એકાગ્રસહિત : આ ધ્યાનમાં યોગી સ્મૃતિ અને સંપ્રજન્યયુક્ત થઈને સુખની અનુભૂતિ કરે છે. ચોથો પ્રકાર છે - એકાગ્રતાસહિત : આ ધ્યાનમાં સુખ-દુઃખનો સવાલ જ ઊભો નથી થતો ! તમામ વૃત્તિઓ શાંત Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રાવકજીવન હોય છે. બૌદ્ધદર્શનનું કહેવું છે કે સૌમનસ્ય અને દૌમનસ્યના અસ્ત થવાની સાથે જ સુખ અને દુઃખ પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે યોગી સમદર્શી અવસ્થા સુધી પહોંચી જાય છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનમાં પણ પોતાની અકુશલ પ્રવૃત્તિઓ ત્યજીને એકાગ્રતાથી ચિત્તસ્વરૂપને જાણવા માટે સમાધિને સાધન તરીકે સ્વીકારવામાં આવી છે. જેનદર્શનમાં યોગ, ધ્યાન અને સમાધિ : જૈનદર્શનમાં સંયમ અથવા ચારિત્રની શુદ્ધિ અને વૃદ્ધિ માટે ધ્યાનને સર્વોત્તમ સાધન માનવામાં આવે છે. “ચિત્ત’ને કોઈ એક વિષય ઉપર કેન્દ્રિત કરવું એનું નામ છે ધ્યાન ! ધ્યાનને નિર્જરા અને સંવરનું કારણ પણ બતાવાયું છે. તત્ત્વાનુશાસન' નામના ગ્રંથમાં કહ્યું છેઃ ' તધ્યાનું નિર્જરા તું સંવરી ૩ Rામું પરંતુ ચિત્તને કોઈ એક વસ્તુ અથવા એકાદ બિન્દુ ઉપર કેન્દ્રિત કરવું સહેલું નથી. કારણ કે ચિકનો સ્વભાવ જ ચંચળતા છે – કોઈ પણ વિષયમાં અન્તર્મુહૂર્તથી વધારે સ્થિર રહી શકતું નથી. લીન બની શકતું નથી. જો સ્થિર થઈ જાય તો એ ચિંતન કહેવાશે કાં પછી આલંબનની ભિન્નતાનાં કારણે બીજું ધ્યાન કહેવાશે. યોગી જ્યારે ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે એને દ્વૈતનું જ્ઞાન રહેતું નથી. એ તમામ જાતના રાગદ્વેષ વગેરેથી ઉપર ઊઠીને ચિત્તસ્વરૂ૫ આત્માના જ ધ્યાનમાં ડૂબી જાય છે. આ પ્લાનને સમરસીભાવ' અથવા “સવીર્યધ્યાનપણ કહેવામાં આવે છે. - તત્ત્વાર્થસૂત્રમાં કહેવાયું છેઃ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् । ઉત્તમ સંઘયણવાળાનું એકાગ્ર ચિંતાનિરોધ એ ધ્યાન છે. વાસ્તવમાં તીર્થકરોએ ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાત્મતાને જ ધ્યાન કહેલું છે. જેના દ્વારા ધ્યાન કરવામાં આવે છે એ ધ્યાતા કહેવાય છે, જેનું ધ્યાન કરવામાં આવે છે એ ધ્યેય છે અને ધ્યાતાનું ધ્યેયમાં સ્થિર થવું એ ધ્યાન છે. આ કથન “તવાનુશાસનનું છે. ध्यायते येन तद् ध्यानं यो ध्यायति स एव वा । यत्र वा ध्यायते यदा ध्यातिर्वा ध्यानमिष्यते ॥ ધ્યાન કોણ કરી શકે છે? આ વાત અતિ મહત્ત્વની છે. ધ્યાન કોણ કરી શકે છે? ધ્યાતાની યોગ્યતા Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ કેવી હોવી જોઈએ ? એ સમજાવવા માટે કહેવાયું છે કે ધ્યાતા પરિગ્રહનો ત્યાગી હોવો જોઈએ. કષાયોનો નિગ્રહ કરનાર જોઈએ. વ્રતોને ધારણ કરનાર જોઈએ. મનોજય અને ઇન્દ્રિયવિજય કરવાવાળો જોઈએ. ધ્યાનની સિદ્ધિ માટે યોગીએ પોતાના ચિત્તનું દુષ્મન, વચન-વાણીનો અસંયમ અને કાયાની ચંચળતાનો ત્યાગ કરવાનો છે. ત્યારે જ એ તત્ત્વમાં તલ્લીનતા પ્રાપ્ત કરી શકાય છે. આ વાત યોગસાર' નામના ગ્રંથમાં સ્પષ્ટ કરવામાં આવી છે : निरुन्ध्यात् चित्तदुर्थ्यानं निरुन्ध्यादयतं वचः । निरुन्ध्यात् कायचापल्यं तत्त्वतल्लीनमानसः ॥ : અન્યત્ર ધ્યાનના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે ઃ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિગ્રન્થતા, સમચિત્તતા અને પરિષહજય. આ પાંચ ધ્યાનના હેતુ છે. તત્ત્વાનુશાસનમાં ચાર હેતુ પણ બતાવવામાં આવ્યા છે : ગુરુ-પદેશ, શ્રદ્ધા, સવા અભ્યાસઃ અને સ્થિરમનઃ । મનની, ચિત્તની નિર્મળતા, શુદ્ધિ એ જ યથાર્થ શુદ્ધિ છે. આના વગર ધ્યાન, વ્રત, જપ વગેરેનો કોઈ બહુ અર્થ નથી. મનની શુદ્ધિ વગર વ્રતોનું અનુષ્ઠાન એ માત્ર શરીરને કષ્ટ આપવાથી વધુ કાંઈ નથી. મનઃશુદ્ધિ માટે ઇન્દ્રિયજય અને કષાયજય કરવો અતિ આવશ્યક છે. ૧૪૯ ધ્યાનના ચાર પ્રકાર : આપણા જૈન આગમગ્રંથોમાં અને યોગસંબંધી અન્ય સાહિત્યમાં ધ્યાનના પ્રમુખ ચાર પ્રકારોનો ઉલ્લેખ મળે છે ઃ (૧) આર્તધ્યાન (૨) રીદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુક્લધ્યાન. આમાં પહેલા બે ધ્યાન આર્ટ અને રૌદ્ર અપ્રશસ્ત, અશુભ છે. જ્યારે ધર્મ અને શુક્લ પ્રશસ્ત અને શુભ ધ્યાન છે. અપ્રશસ્ત ધ્યાન દુઃખ આપનારા બને છે, જ્યારે પ્રશસ્ત ધ્યાન મોક્ષપ્રાપ્તિ માટે સહાયક નીવડે છે. પહેલા હું તમને આર્તધ્યાનના વિષયમાં થોડું સમજાવી દેવા માગું છું. આર્તધ્યાન ઃ દુઃખના કારણે અથવા તો દુઃખમાં થનારા ધ્યાનને આર્તધ્યાન કહેવામાં આવે છે. અથવા મનોજ્ઞ-મનપસંદ વસ્તુ કે વ્યક્તિના વિયોગ અને અમનોજ્ઞ (નાપસંદ) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવકજીવન વસ્તુ કે વ્યક્તિના મિલન વગેરેના કારણે થવાવાળું ધ્યાન આર્તધ્યાન કહેવાય છે. અથવા મોહના કારણે સાંસારિક વસ્તુઓમાં રાગભાવ રાખવો એ આર્તધ્યાન છે. રાગભાવના કારણે જે ઉન્મત્તતા-ઉન્માદ ઉછળે છે એનું મૂળ કારણ અજ્ઞાન હોય સ્થાનાંગ સૂત્રમાં આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે? (૧) અનિષ્ટ સંયોગથી થનાર આર્તધ્યાન, પહેલો ભેદ છે. અગ્નિ, સર્પ, સિંહ, જલ આદિ અને શરીર, સ્વજન, ધન વગેરે નિમિત્તે મનને જે સંક્લેશ થાય છે, એ અનિષ્ટ સંયોગ આર્તધ્યાન છે. (૨) ઈષ્ટ વિયોગથી થનાર આર્તધ્યાન બીજા પ્રકારમાં આવે છે. મનને ગમતી વસ્તુઓ, વ્યક્તિ અથર્ ઐશ્વર્ય, સ્ત્રી, મિત્રો, સ્વજનો, પરિવાર વગેરેથી જુદા પડતાં (વિયોગ થતાં) આ આર્તધ્યાન થાય છે. અથવા તો ઇન્દ્રિયોના વિષયોની ક્ષતિ. થવાના કારણે મોહની અસર હેઠળ જે પીડા થાય છે, એ ઈષ્ટ વિયોગ' નામક આર્તધ્યાન હોય છે. (૩) શૂળ, સિરદર્દ વગેરે રોગોની વેદનાના કારણે ઉત્પન્ન ચિંતાપૂર્ણ વિચારને “રોગચિન્તા આર્તધ્યાનનાં નામે ઓળખવામાં આવે છે. (૪) ચોથું આર્તધ્યાન છે "ભોગેચ્છા આર્તધ્યાન.” ભોગેચ્છાથી લૌકિક અને પારલૌકિક ભોગ્ય વસ્તુઓનું ચિંતન કર્યા કરવું, એનો સમાવેશ આ આર્તધ્યાનમાં થાય છે. આ ધ્યાનના કારણે જીવ હંમેશાં ભયભીત, શોકાકુલ, સંશયી-પ્રમાદી, કલહકારી, વિષયી, નિદ્રાળુ-ઉંઘણશી, શિથિલ-સુસ્ત, ખિન્ન અને બેહોશીથી ઘેરાયેલો રહે છે. એની બુદ્ધિ સ્થિર રહેતી નથી, વિવેકશૂન્ય બની જાય છે અને એ રાગદ્વેષનો શિકાર બનીને સંસારમાં ભટક્યા કરે છે. ધ્યાનશતકમાં કહેવામાં આવ્યું છેઃ रागो दोसो मोहो य जेण संसार हेयवो भणिया । अट्ठमि य ते तिण्णि वि तो तं संसार तरुबीयं ॥१३॥ રાગદ્વેષ અને મોહને સંસારના હેતુ-કારણ બતાવવામાં આવ્યા છે. આ ત્રણેનો સમાવેશ આર્તધ્યાનમાં થાય છે. એટલા માટે આ રાગાદિને સંસારવૃક્ષનાં બીજ કહેવામાં આવ્યા છે.' આર્તધ્યાનના કારણે જીવને તિર્યંચગતિ માં જવું પડે છે. આ ધ્યાનમાં જીવની લેશ્યાઓ કૃષ્ણ, નીલ અને કાપોત હોય છે. આ ધ્યાન અશુભ હોય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧પ૧ રૌદ્રધ્યાન : રૌદ્રધ્યાન પણ અશુભ-અપ્રશસ્ત ધ્યાન છે. આમાં કુટિલ ભાવોનું ચિંતન હોય છે. જીવ તમામ જાતના પાપાચાર કરવામાં ઉધત હોય છે. એ નિર્દય અને ક્રૂર કાયમાં ડૂબેલો રહે છે. એટલા માટે રુદ્રજીવના ભાવોને રૌદ્ર કહેવામાં આવે છે. જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહેવાયું છે : દ્રશ્ય વહુ માવો વા રૌદ્રષિત્યમથી તે ! આ ધ્યાનમાં હિંસા, જુઠ, ચોરી અને ધનરક્ષામાં મનનું લીન હોવું તથા ભેદન-છેદન વગેરે દુષ્પવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સાંભળો ખૂબ એકાગ્ર બનીને.. (૧) હિંસાનંદ રોદ્રધ્યાન: બીજાં પ્રાણીઓને મારવા કે મરાવવા, અન્ય જીવોને કાપવા, છેદવા અથવા વધ-બંધન દ્વારા પીડિત કરવા અને એમાં ખુશ થવું - રાજી થવું, આને હિંસાનંદ' નામક આર્તધ્યાન કહેવામાં આવે છે.આવા ધ્યાનમાં રાચનાર જીવ નિર્ગુણ, નિર્દય, કૃતઘ્ન, હોય છે. એ નરકગામી હોય છે. એ કુટિલ, માયાવી અને ઈર્ષાળું હોય છે. (૨) મૃષાનંદ રૌદ્રધ્યાનઃ અસત્ય, ખોટી કલ્પનાઓથી દોરવાઈને બીજાને દગો દેવાના અને ઠગવાના વિચારો કર્યા કરવા, એ મૃષાનંદ રૌદ્રધ્યાન છે. મૃષાનંદી મનુષ્ય મનોવાંછિત મેળવવા માટે સત્યને અસત્ય અથવા અસત્યને સત્યના શણગાર સજાવીને લોકોને ઠગ્યા કરે છે અને પોતાની જાતને વધુ પડતી હોશિયાર સમજે છે. (૩) ચૌયનંદ રૌદ્રધ્યાન ઃ ચોરીને લગતાં કાર્યો, ઉપદેશો અને ચોરીની પ્રવૃત્તિઓમાં હોશિયારી દર્શાવવી, એને ચૌયનંદ રોદ્રધ્યાન કહેવાય છે. આ ધ્યાનની અન્તર્ગત ચોરીનાં કાર્ય માટે નિરંતર વ્યાકુળ રહેવું, વ્યગ્ર-ચિંતિત રહેવું અથવા બીજાની સંપત્તિ લુંટીને ખુશ થવાનું અથવા બીજાની સંપત્તિ પર હાથ મારવાના ઉપાયો બતાવવા વગેરે વાતો પણ આ ધ્યાનમાં સમાય છે. (૪) સંરક્ષણાનંદ રૌદ્રધ્યાનઃ અતિકૂર ભાવો સાથે તીણ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ થઈને શત્રુઓનો નાશ કરવો, એમની સંપત્તિને પોતાના તાબામાં લેવી, એના ભોગસુખમાં ડૂબી જવું, આવી બધી ઈચ્છાઓને સંરક્ષણાનંદ રૌદ્રધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. વળી શત્રુથી ડરીને પોતાના ધન-સ્ત્રી-પુત્ર, રાજ્ય વગેરેના રક્ષણ માટે જાતજાતની અને ભાતભાતની ચિંતા કરવી, વિકલ્પો કર્યા કરવા - એનો સમાવેશ પણ આ જ ધ્યાનમાં કરવામાં આવે છે. આ રીતે રૌદ્રધ્યાન કરનાર સૌપ્રથમ અપધ્યાનમાં ડૂબેલો રહે છે અને બીજા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવકજીવન જીવોને કષ્ટ પહોંચાડવાના ઉપાયો વિચાર્યા કરે છે. આનાથી એ પોતે પણ પીડાય છે. ઐહિક-પારલૌકિક ભયોથી એ આતંકિત રહે છે. અનુકંપાથી રહિત બની જાય છે. લાજ-શ૨મ વગ૨નો થઈને ‘આવશ્યક સૂત્રમાં આ વાતો જાણવા મળે છે. હવે ધર્મધ્યાન અંગે પણ સંક્ષેપમાં થોડી વાતો કરી લઈએ. ધર્મધ્યાનઃ ધર્મધ્યાન શુભ ધ્યાન છે. કારણ કે આ ધ્યાનથી જીવાત્માના રાગદ્વેષ મંદ પડે છે. જીવ આત્મચિંતન તરફ પ્રવૃત્ત થાય છે.‘સ્થાનાંગ સૂત્ર' માં આ ધ્યાનને શ્રુત અને ચારિત્રધર્મથી યુક્ત કહેવામાં આવ્યું છે. ધર્મધ્યાન કરવા માટે અધિકારી એ લોકો હોય છે કે જેઓ ક્ષમા વગેરે દશ ધર્મોનું પાલન કરે છે, ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થયેલા હોય છે. જીવદયામાં જેઓ પ્રવૃત્ત હોય છે. એક ધર્મગ્રંથમાં કહેવાયું છે કે ‘શાસ્ત્રવચનોના અર્થોનું, વ્રતોનું, સમિતિ અને ગુપ્તિનું, ભાવનાઓનું ચિંતન કરવું એ ધર્મધ્યાન છે.’ યોગીએ ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ ક૨વાવાળી યથાવસ્થિત વસ્તુનું આલંબન લેતા લેતા એકાગ્રચિત્ત બનીને ધ્યાન કરવું જોઈએ. નિર્વિઘ્ન ધ્યાન, દેશકાળ અને પરિસ્થિતિ મુજબ સંપાદિત થાય છે. આ ધ્યાન માટે ધ્યાતામાં જ્ઞાનદર્શન અને ચારિત્ર તથા વૈરાગ્ય હોવા જરૂરી છે. આનાથી મન સહજરૂપે સ્થિર થઈ શકે છે. કર્મોના પ્રવાહને અવરોધી શકાય છે અને આત્મા વીતરાગતા તરફ ગતિશીલ બને છે. ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ चतस्रो भावना धन्याः पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्चिरं चित्ते विधेया धर्मसिद्धये ॥ ધર્મધ્યાનની સિદ્ધિ માટે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ. ધર્મધ્યાન ક્યાં અને કેવી રીતે કરશો ? : ધ્યાનવિષયક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાતાએ એવી જગ્યાએ ધ્યાન કરવાનું ટાળવું જોઈએ કે જ્યાં સ્ત્રી, પશુ અને ક્ષુદ્ર પ્રાણીઓ વગેરે રહેતા હોય. બની શકે તો એવા નિર્જન સ્થાનમાં કે વનપ્રદેશમાં જતા રહેવું જોઈએ, જ્યાં કોઈ પણ જાતની ખલેલ કે બાધાની સંભાવના ના હોય ! એ કોઈ પણ જગ્યાએ દિવસે આ ચાર રાત્રે ગમે ત્યારે ધ્યાન માટે બેસી જાય. ધ્યાન કરવા માટે આસનની પસંદગી સુખદાયક અને સ્વસ્થતાપ્રદ હોવી જરૂરી છે. બેસીને, ઊભા રહીને કે લાંબા થઈને Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૫૩ પણ ધ્યાન કરી શકાય છે. આ જ વાત ધ્યાનશતકમાં વાંચવા મળે છે ઃ जच्चिय देहावत्था जियाणं झाणोपरोहिणी होइ । झाइज्जा तदवत्थो ठिओ निसण्णो निवण्णो च ||३९|| દૃષ્ટિ સ્થિર રહેવી જોઈએ. શ્વાસોશ્વાસની ગતિ મંદ રહેવી જોઈએ. બાહ્ય વિષયોમાં અલગાવ-અનાસક્તિ હોવી જોઈએ. --- - ઊંઘ-ભય અને આળસનો અભાવ હોવો જોઈએ. બધા પ્રકારની ચિંતાઓના પાશથી સાધકે મુક્ત હોવું જરૂરી છે. આ રીતે ધર્મધ્યાનમાં લીન જીવ આત્મવિકાસમાં શીઘ્ર ગતિથી અગ્રેસર બન્ને છે. - - ધર્મધ્યાનના ચાર પ્રકાર : ધર્મધ્યાનના ચા૨ પ્રકાર બતાવાયા છે. આ અંગે યોગશાસ્ત્રમાં કહ્યું છે ઃ आज्ञापायविपाकानां संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन धर्मध्यानं चतुर्विधम् ॥ (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય - આ રીતે ધર્મધ્યાનના ૪ પ્રકા૨ છે. આ પ્રકારો ધ્યેયની ભિન્નતાને અવલંબીને બતાવ્યા છે. વિચયનો અર્થ છે ચિંતન. ચાર પ્રકારના ચિંતન જ ચાર પ્રકારના ધર્મધ્યાનનાં રૂપ છે. (૧) આજ્ઞાવિચય : આ ધ્યાનમાં તીર્થંકર ભગવંતોના ઉપદેશવચનોનું ચિંતન કરવામાં આવે છે. તીર્થંક૨ સર્વજ્ઞ હોય છે. માટે એમના ઉપદેશમાં કોઈ પણ જાતની ત્રુટિની સંભાવના નથી. એમનો ઉપદેશ તર્કથી બાધિત નથી હોતો કે અસત્ય વાણી તેઓ વદતા નથી. (૨) અપાયવિચય : રાગ-દ્વેષ વગેરે કષાય તથા પ્રમાદ દ્વારા ઉત્પન્ન થનાર કષ્ટ અને દુર્ગીત વગેરેનું મનન કરવું એ ‘અપાયવિચય ધર્મધ્યાન' છે. (૩) વિપાકવિચય : કર્મોના શુભ-અશુભ ફળને વિપાક કહેવામાં આવે છે. કર્મફળની પળોમાં પેદા થનારી પ્રક્રિયાઓ અંગે વિચારવું, મનન કરવું - એ છે વિપાકવિચય ધર્મધ્યાન. આ ધ્યાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિથી કરવામાં આવે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવકજીવન (૪) સંસ્થાનવિચય: આ ધર્મધ્યાન અંગે યોગશાસ્ત્રમાં કહેવાયું છેઃ अनाद्यनंतलोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृति चिन्तयेद्यत्र संस्थानविचयः स तु ॥ અનાદિ-અનંતકાળથી, અવ્યાહત રૂપથી જે અસ્તિત્વમાં છે, એ જગતનું ધ્યાન કરવું એને કહેવાય છે. સંસ્થાનવિય ધર્મધ્યાન. વસ્તુતઃ આ જગત ઉત્પાદૂ-વ્યય અને ધ્રોથી યુક્ત હોય છે. પર્યાયની દ્રષ્ટિએ પદાર્થો ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, પણ દ્રવ્યની વૃષ્ટિથી પદાર્થ નિત્ય જ રહે છે. આ ધ્યાનમાં ચૌદ રાજલોકની આકૃતિનું તેમજ ઊર્ધ્વલોક, મધ્યમલોક અને અધોલોકનું ચિંતન કરવામાં આવે છે. શુક્લધ્યાન : ચાર પ્રકારના ધ્યાનમાં ચોથું અને અંતિમ ધ્યાન છે શુક્લધ્યાન. આત્માની અત્યંત શુદ્ધ-વિશુદ્ધ અવસ્થાને શુક્લધ્યાન કહેવામાં આવે છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છેઃ શ્રુતના આધારે મનની આત્યંતિક સ્થિરતા અને યોગનો વિરોધ કરવો એ છે શુક્લધ્યાન. 'ઠાણાંગ સૂત્ર’ માં શુક્લધ્યાનના પ્રકાર, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાઓ અંગે વ્યવસ્થિત વિવરણ છે. કષાયો સંપૂર્ણપણે ઉપશાંત ત્યારે થાય છે જ્યારે શુક્લધ્યાન પ્રગટે છે. આ સ્થિતિમાં ચિત્ત, ધ્યાન, ધારણાના વિકલ્પોથી મુક્ત હોય છે. શુક્લધ્યાન'ના ચાર આલંબન હોય છે : ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ. આ અંગે ધ્યાનશતકમાં કહેવાયું છેઃ ગઢ-વંતિ-મદ્વ–ડMવ–પુત્તમ નિમાષ્ય રાખવો | आलंबणाइ जेहिं सुक्कज्झाणं समारुहइ ॥६९।। શુક્લધ્યાનમાં પ્રવેશ મેળવવા માટે આ ચાર આલંબન બતાવવામાં આવ્યા છે. ક્ષમાથી, મૃદુતાથી, સરળતાથી અને પરમાનંદના ધ્યાનથી આત્મા શુક્લધ્યાનની દુનિયામાં પ્રવેશ કરે છે. શુક્લધ્યાનના પણ ચાર પ્રકાર બતાવાયા છે. આવતી કાલે એ પ્રકારોને આપણે એક પછી એક જોઈશું અને સાથે સાથે યોગની આઠ દૃષ્ટિઓની વિવેચના પણ કરીશું. આજે બસ, આટલું જ. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથ ‘ધર્મબંદુ'ના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા અંગે સમજણ આપતા કેટલીક મહત્ત્વની વાતો કરી છે. એમાં એક વાત છે ઃ યોગાભ્યાસની ! ગઈ કાલે મેં તમને યોગના અનન્ય અંગ ધ્યાનના વિષયમાં કેટલીક વાતો કરી હતી. આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન અંગે સમજાવ્યા પછી ‘શુક્લધ્યાન'ની વાત કરી હતી. શુક્લધ્યાનના પ્રકાર : શુક્લધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે ઃ ૧. પૃથકત્વ-વિતર્ક-અવિચાર, ૨. એકત્વ-વિતર્ક-અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી, ૪. બુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. પહેલા આ શબ્દોને સારી રીતે સમજી લઈએ. ‘ગુણસ્થાનક્રમારોહ’ નામના ગ્રંથમાં આ શબ્દોની પરિભાષા આ પ્રમાણે આપવામાં આવી છે : श्रुतचिंता वितर्कः स्यात् विचारः संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत् પૃથકત્વ = અનેકત્વ. ધ્યાનની વિવિધતા. વિતર્ક = શ્રુતચિંતા. ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનનું ચિંતન. વિચાર = સંક્રમ. પરમાણુ, આત્મા આદિ પદાર્થ અને એમના વાચક શબ્દ તથા કાયાદિક યોગ. આ ત્રણમાં વિચરણ, સંચરણ અને સંક્રમણ. આ પહેલું શુક્લધ્યાન છે. બીજો પ્રકાર છે - એકત્વ-વિતર્ક-અવિચાર ઃ આ ધ્યાનમાં એકત્વ, અવિચારિતા અને સવિતર્કતા હોય છે. અર્થાત્ આ બીજા પ્રકારમાં એક જ આત્મદ્રવ્યનું અથવા પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન થતું હોય છે. પ્રસ્તુત ધ્યાનમાં અર્થ, શબ્દ અને ત્રયાત્મમ્ ાદ્દશા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાવકજીવન યોગમાં વિચરણ રહેતું નથી. અહીં ભાવકૃતના આલંબનથી શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિંતન ચાલ્યા કરે છે. શુક્લધ્યાનના આ બંને પ્રકાર, આત્માને ઉપશમ શ્રેણિ અથવા ક્ષપણ શ્રેણિમાં આરૂઢ કરનાર હોય છે. અર્થાત્ આ બંને પ્રકાર, આ બે શ્રેણિઓમાં સર્જાય છે. બીજા પ્રકારના ધ્યાનનું પરિણામ વીતરાગતા હોય છે. ક્ષપક શ્રેણિવાળો ધ્યાની આત્મા, જ્ઞાનાવરણીયાદિ કર્મોને વિનષ્ટ કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બની જાય છે. ત્રીજો પ્રકાર છે - સૂકમક્રિયા-અપ્રતિપાતિ આ ધ્યાન ચિંતન સ્વરૂપમાં નથી. સર્વજ્ઞ વીતરાગ આત્માને બધું જ આત્મપ્રત્યક્ષ હોવાથી એમને ચિંતનાત્મક ધ્યાનની આવશ્યકતા રહેતી જ નથી ! આ ત્રીજા પ્રકારમાં મન, વાણી અને કાયાના બાદર યોગોનું અવરોધન થાય છે. સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગો રંધનાર એક જ સૂક્ષ્મ કાયયોગ અવશિષ્ટ રહે છે. આ ત્રીજા પ્રકારનું ધ્યાન એટલે આત્માની એવી અવસ્થા હોય છે કે જે અપ્રતિપાતી – અવિનાશી હોય છે. ચોથો પ્રકાર છે - બુચ્છિન્નક્રિયા-અનિવૃત્તિ આ ધ્યાનમાં બધા યોગો સમાપ્ત થઈ જાય છે. તમામ યોગો વિચ્છિન્ન થઈ જાય છે. આ અવસ્થાનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. આ અવસ્થા જ ધ્યાનરૂપ હોય છે. આવશ્યક સૂત્ર' માં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે: योगनिरोधो जिनानामेव ध्यानम् આ જ વાત આચાર્યશ્રી રત્નશેખરસૂરિજી ગુણસ્થાનક્રમારોહમાં બીજા શબ્દોમાં આ પ્રમાણે ગૂંથે છેઃ वपुषः स्थैर्य ध्यानं केवलिनो भवेत् ।' કાયાની સ્થિરતા એ જ કેવળજ્ઞાનીનું ધ્યાન હોય છે. ચાર પ્રકારના ધ્યાનના વિષયમાં આટલી વાતો જણાવીને હવે હું તમને યોગની આઠ પ્રકારની દ્રષ્ટિઓ અંગે થોડુંક સમજાવી દેવા માગું છું. આઠ યોગદ્ગષ્ટિઃ આત્માના ક્રમિક વિકાસને ધ્યાનમાં રાખીને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ યોગની આઠ દૃષ્ટિઓ વર્ણવી છે. દ્રષ્ટિ એટલે શું? એની પરિભાષા કરતા તેઓ લખે છે : सत् श्रद्धासंगतो बोधो द्रष्टिरित्यभिधीयते । Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧પ૭ જેનાથી સમ્યફ પ્રકારે શ્રદ્ધાની સાથે બોધ પ્રાપ્ત થાય, જ્ઞાન મળે એને દૃષ્ટિ કહેવામાં આવે છે. આનાથી અસત્ પ્રવૃત્તિઓ છૂટી જાય છે અને સમ્પ્રવૃત્તિઓની સહજ પ્રાપ્તિ થાય છે. આ આઠ દૃષ્ટિઓનાં નામ છે? (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા. યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં આ આઠે વૃષ્ટિઓની બાબતમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ખૂબ વિશદ રીતે વિવેચના કરી છે. આ આઠેય દૃષ્ટિઓમાં જીવાત્માને કઈ કક્ષાનું જ્ઞાન, વિશેષ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, એ વાતને આઠ પ્રતીકાત્મક રૂપકો દ્વારા સમજાવવામાં આવી છે. - આઠ પ્રકારના અગ્નિની ઉપમા દ્વારા જ્ઞાનની તરતમતા, સ્પષ્ટતા તથા વિશદતા બતાવવામાં આવી છે. અને સાથે સાથે એ દ્રષ્ટિઓના ઉઘાડની સાથે જે આઠ જાતના દોષો દૂર થઈ જાય છે, એ પણ બતાવવામાં આવ્યું છે. પ્રકાર (ઉપમા). દૂર થતો દોષ મિત્રા તણાગ્નિ ખેદ તારા ગોમયાગ્નિ ઉદ્વેગ બલા કાષ્ઠાગ્નિ ક્ષેપ દીપ્રા દીપકાગ્નિ ઉત્થાન સ્થિરા રત્નપ્રભા શ્રાંતિ. કાન્તા નક્ષત્રપ્રભા અન્યમુદ્દે પ્રભા સૂર્યપ્રભા સગુ. પરા ચંદ્રપ્રભા આસંગ આની સાથે સાથે આઠ જાતના યમ, નિયમ વગેરે યોગનાં અંગો પણ પ્રાપ્ત થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી હવે એક એક દ્રષ્ટિને સમજીએ. ૧. મિત્રા દૃષ્ટિ આ દ્રષ્ટિમાં દર્શનની મંદતા હોય છે. અહિંસા વગેરે યમનું પાલન કરવાની ઈચ્છા થાય છે અને દેવપૂજા વગેરે અનુષ્ઠાનોમાં ખેદ નથી થતો. અલબત્ત, આ દ્રષ્ટિમાં જીવને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાન, એ તત્ત્વબોધ સ્પષ્ટ રૂપે નથી થતો ! Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવકજીવન આ ભૂમિકા પર રહેલા જીવ ઉપર મિથ્યાત્વ એટલે કે અજ્ઞાન એટલું ગાઢ રીતે છવાયેલું હોય છે કે એ જ્ઞાનને આવરી લે છે. છતાંય સાધકમાં કેટલાક યોગબીજો (મૂળભૂત યોગ્યતાનાં લક્ષણો) જોવા મળે છે. (૧) સર્વજ્ઞ પરમાત્માને એ ભાવપૂર્વક નમે છે. (૨) આચાર્ય અને તપસ્વીની યથોચિત સેવા કરે છે. (૩) ઔષધદાન અને શાસ્ત્ર (પુસ્તક) દાન કરે છે. (૪) વૈરાગ્યભાવ એનો સહજ બનતો જાય છે. (પ) દેવપૂજા કરે છે. (૬) શાસ્ત્રોનું પઠન, પાઠન, શ્રવણ-સ્વાધ્યાય કરે છે. (૭) મૈત્ર્યાદિભાવનાઓનું ચિંતન-મનન કરે છે. (૮) મોક્ષ માટે સાધનરૂપ સામગ્રીને મેળવે છે. આ મિત્રા દૃષ્ટિનો બોધ તણખલાના અગ્નિ-પ્રકાશ જેવો હોય છે. ૨. તારા દૃષ્ટિ : તારા દૃષ્ટિમાં સાધક મનુષ્ય, યોગબીજોની પૂર્ણરૂપેણ તૈયારી કરીને વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીં મનુષ્ય શૌચ-સંતોષ વગેરે નિયમોનું સારી પેઠે પાલન કરે છે અને આત્મહિતની પ્રવૃત્તિમાં એને ઉદ્વેગ થતો નથી. એની તાત્ત્વિક જિજ્ઞાસા પણ પ્રગટ થાય છે. तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारंभे जिज्ञासा तत्त्वगोचराः આ શ્લોક ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથનો છે. બીજી દૃષ્ટિમાં સત્યનો અવબોધ ગોમય-અગ્નિ - છાણાના અગ્નિ જેવો ક્ષણિક હોય છે. જોકે ગુરુના સત્સંગના પ્રતાપે સાધકની અશુભ પ્રવૃત્તિઓ મંદ પડી જાય છે - બંધ થઈ જાય છે. એને સંસારસંબંધી કોઈ પણ જાતનો ભય સતાવતો નથી. માટે એ ઉચિત પ્રવૃત્તિ અવશ્યપણે કરી શકે છે. અજાણતા પણ અનુચિત વર્તન કરતો નથી. ૫૪૫ એ એટલો સાવધ રહે છે કે પોતાના દ્વારા કરાતા વ્રતપૂજન વગેરે અનુષ્ઠાનોથી-ક્રિયાકલાપોથી અન્યને જરાય તકલીફ ન થાય. સાધકમાં આ દૃષ્ટિનો ઉઘાડ થાય એટલે વૈરાગ્યની, સંસાર-અસારતાની યોગકથાઓ સાંભળવામાં રુચિ રાખે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ - મોટાઓ-વડીલો પ્રત્યે એ આદર રાખે. એમનું માન સાચવે. યોગી-સાધુ-સંન્યાસી વગેરેના પ્રત્યે પ્રેમપૂર્ણ અને સદ્ભાવ-સભર વ્યવહાર રાખે છે. ૧૫૯ આ દૃષ્ટિમાં સાધક, સંસાર અને મોક્ષના વિષયમાં જોકે ઊંડાણથી ચિંતનમનન કે મંથન કરવામાં સક્ષમ નથી હોતો, પણ સર્વજ્ઞભાષિત કથન ઉપર એને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે. આ સૃષ્ટિમાં જીવ યોગલાભ પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા - આકાંક્ષા ધરાવવા છતાંય સમ્યગ્દર્શનના અભાવમાં અમુક અકાર્યો પણ કરી બેસે છે. ૩. બલા દૃષ્ટિ : આ સૃષ્ટિનો ઉઘાડ થતા યોગનું ત્રીજું અંગ ‘આસન’ સિદ્ધ થાય છે. એ માટે કહ્યું છે કે 'સુહાસનસમાયુક્તમ્' અહીં સાધકનું જ્ઞાન, લાકડાના અગ્નિપ્રકાશ જેવું સ્પષ્ટ હોય છે. એનામાં તત્ત્વજ્ઞાનની અભિરુચિ કેળવાય છે. યોગસાધનામાં એને કોઈ પણ જાતનો ઉદ્વેગ થતો નથી. જેમ કોઈ રૂપાળો નવયુવાન રૂપરૂપના દરિયા જેવી યુવતી સાથે નાચ-ગાનમાં મસ્ત થઈને અત્યંત આનંદ અનુભવે છે. એવી જ રીતે શાંત, સ્થિર યોગી પણ શાસ્ત્ર શ્રવણ કરવામાં, તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉત્સાહિત અને આનંદિત થાય છે. આ સૃષ્ટિમાં સાધક વિવિધ આસનોના સહારે, ચારિત્રવિકાસની તમામ ક્રિયાઓને નિરાલસ, અપ્રમત્ત બનીને સંપન્ન કરે છે. એની બાહ્ય પદાર્થોમાં તૃષ્ણા-આસક્તિ ઓછી થઈ જાય છે અને એ ધર્મક્રિયાઓમાં નિરત બને છે. ઠીક છે, તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા મળે કે ના મળે, એની ભાવના એટલી નિર્મળ અને પવિત્ર થઈ જાય છે કે એનાં કર્મો ક્ષય પામવા લાગે છે. શુભ પરિણામના પ્રતાપે એનામાં સમતાભાવનો વિકાસ થાય છે. એ અનાગ્રહી થઈ જાય છે. જીવનનિર્વાહ માટે જે કંઈ સાધન મળે એનો એ સહજભાવે સ્વીકાર કરી લે છે. આ રીતે આ દૃષ્ટિમાં સાધકની વૃત્તિઓ શાંત થઈ જાય છે. સુખાસનોનાં માધ્યમથી મન સ્થિર થઈ જાય છે. સમતાભાવનો ઉદય થાય છે અને આત્મશુદ્ધિ વધતી ચાલે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રાવકજીવન ૪. દીપા દ્રષ્ટિ :દીપ્રા દૃષ્ટિમાં યોગાંગ તરીકે પ્રાણાયામનું સ્થાન છે. દીપકના પ્રકાશની જેમ આ વૃષ્ટિમાં દર્શન સ્પષ્ટ અને સ્થિર હોય છે. છતાંય જેમ હવાના ઝોંકાથી દીવો બુઝાઈ જાય છે, તેમ તીવ્ર મિથ્યાત્વના કારણે આ દર્શન - આ સમજણ પણ નષ્ટ થઈ શકે છે. પ્રાણાયામ'ની યૌગિક ક્રિયાથી આ દ્રષ્ટિમાં શારીરિક અને માનસિક સ્થિરતા સાંપડે છે. “ભાવ-પ્રાણાયામની શરૂઆત પણ થઈ જાય છે. रेचनाद् बाह्यभावनामन्तर्भावस्य पूरणात् । कुंभनान्निश्चितार्थस्य प्राणायामश्च भावतः ।। બાહ્ય ભાવોનું રેચન, આંતરભાવોનું પૂરણ અને નિશ્ચિત અર્થબોધનો કુંભક - આ છે ભાવ-પ્રાણાયામ. પ્રસ્તુત ભાવ-પ્રાણાયામ ઉપર જે સાધકનો અધિકાર હોય છે, એ સાધક નિઃશંકપણે પોતાના પ્રાણ કરતા પણ ધર્મ ઉપર વધારે પ્રીતિ અને શ્રદ્ધા રાખે છે. એ ધર્મ માટે પોતાના પ્રાણોની બાજી પણ લગાવી દે છે, પણ ક્યારેય પ્રાણોને બચાવવા માટે ધર્મનો ત્યાગ કરતો નથી ! આ દ્રષ્ટિમાં સાધક યમનિયમોનું ભલી પ્રકારે પાલન કરે છે. બાધા કે સંકટ આવતાં એ વ્રતપાલનથી પલાયન કરતો નથી કે મોઢું ફેરવી લેતો નથી ! આ દ્રષ્ટિમાં સાધક પોતાનાં ચારિત્રનો વિકાસ તો કરે છે, પણ પૂર્ણરૂપેણ આત્મજ્ઞાન પામી શકતો નથી! એ બાહ્ય પદાર્થોની ક્ષણિકતા અને સાંસારિક સુખોની અનિત્યતાના મર્મને જાણે છે, ઓળખે છે માટે એ જગત, આત્મા, પુણય-પાપ વગેરે તત્ત્વોના વિષયમાં વધુ જ્ઞાન મેળવવા જ્ઞાની ગુરુજનો, મુનિઓની પાસે જવા માટે ઉત્સુક રહે છે. છતાંય મિથ્યાત્વના કારણે એ વધારે કર્મક્ષય કરવા માટે સક્ષમ નથી નીવડતો. આ દ્રષ્ટિ પણ મિથ્યાત્વથી પ્રભાવિત હોય છે. આ દૃષ્ટિઓ - પ્રસ્તુત ચાર વૃષ્ટિઓ યોગદૃષ્ટિ હોવા છતાં પણ મિથ્યાત્વની અસરથી ગ્રસ્ત હોય છે. માટે ધાર્મિક વ્રતનિયમ અનુષ્ઠાનોનું યથાવિધિ પાલન કરવા છતાંય સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. તત્ત્વજ્ઞાનની જે કંઈ ઝાંખી થઈ હોય છે તે અસ્પષ્ટ હોય છે. ટૂંકમાં, આ ચારે દૃષ્ટિઓ મિથ્યાત્વ અવસ્થાની છે. આ અવસ્થાઓમાં જીવ યમ, નિયમ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોનું વિધિવત્ આચરણ કરે છે. એનાથી એ શાંત, ભદ્ર, વિનીત, મૃદુ અને ચારિત્રસંપન્ન અવશ્ય બને છે. ક્રમશઃ મિથ્યાત્વને ઓગાળતા ઓગાળતા અધ્યાત્મસાધનામાં અગ્રેસર બને છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૬૧ પ સ્થિર વૃષ્ટિ: જ્યારે સાધકમનુષ્ય આ દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રત્યાહાર' નામક યોગાંગ પ્રગટે છે. એનું દર્શન સમ્યફ બને છે. અભ્રાંત, નિર્દોષ અને સૂક્ષ્મ અવબોધવાળો બને છે. પ્રત્યાહારના કારણે આ વૃષ્ટિની સ્થિતિમાં સાધકની મનઃસ્થિતિ સંતુલિત અને સ્વસ્થ હોય છે. એ બાહરી ભોગસુખો અને વૈભવવિલાસથી, પોતાની ઈન્દ્રિયોના વિષયોથી નિર્લેપ થઈને, માત્ર ચારિત્રના વિકાસ માટે જ પોતાની જાતને કેન્દ્રિત કરે છે. એને શરીર-આત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ઇન્દ્રિયો સંયમિત. બને છે. આ દ્રષ્ટિને “રત્નપ્રભા'ની ઉપમા આપવામાં આવે છે. રત્નપ્રભા-રત્નની ચમક જેમ સ્થિર, સૌમ્ય, શાંત અને દીપ્ત હોય છે એવી જ રીતે તૃષ્ટિનું દર્શન પણ સ્થિર, સૌમ્ય, શાંત અને દીપ્ત હોય છે. . ૬. કાન્તા દ્રષ્ટિ આ દૃષ્ટિ તારાઓના આલોક સમાન શાંત અને ચિર પ્રકાશમાન થાય છે. આ દૃષ્ટિમાં ધારણા' નામક યોગાંગના સંયોગથી યોગીને સુસ્થિર અવસ્થા પ્રાપ્ત થાય છે. પરોપકાર અને સદ્વિચારોથી એનું હૃય આપ્લાવિત રહે છે. એનાચિત્તની વિકલતા દૂર થઈ જાય છે. આ દ્રષ્ટિમાં સાધક ચારિત્રવિકાસની અપૂર્વતા પ્રાપ્ત કરી લે છે. ચિત્તની તમામ મલીનતાઓ દૂર કરી દે છે અને એની પ્રત્યેક ક્રિયા અહિંસા-વૃત્તિની પરિચાયક બની જાય છે. ઈન્દ્રિયો શાંત થવાથી અને ધાર્મિક સદાચારોના સમ્યફ પાલનથી એનો સ્વભાવ ક્ષમાશીલ બની જાય છે. એ જ્યાં પણ જાય છે ત્યાં તમામ લોકોમાં પ્રિય બને છે. તમામ જીવાત્માઓને એ પ્રિય બને છે. प्रियो भवति भूतानां धर्मंकानमनास्तथा । આ પ્રમાણે પૂર્વવર્તી દ્રષ્ટિઓની અપેક્ષયા આ દ્રષ્ટિમાં સાધકને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના પ્રતાપે એને સ્વ-પર વસ્તુનો અવબોધ થાય છે. ઈષ્યમિત્સર, ક્રોધ વગેરે દોષોનો પરિહાર થાય છે. ૭. પ્રભા દ્રષ્ટિ આ દ્રષ્ટિનો ઉઘાડ થતાની સાથે જ યોગનાં અંગ ધ્યાનનો પ્રવેશ થાય છે. કહેવામાં આવ્યું છે ધ્યાન-fuથા માં પ્રભાષ્ટિને ધ્યાન પ્રિય હોય છે. ' આ દ્રષ્ટિમાં સૂર્યના પ્રકાશની જેમ અત્યંત સુસ્પષ્ટ દર્શનની પ્રાપ્તિ થાય છે. આ વૃષ્ટિવાળા સાધકને કોઈ પણ જાતનો રોગ થતો નથી અને તત્ત્વ-પ્રતિપત્તિ' નામક ગુણની સંપ્રાપ્તિ થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રાવકજીવન ધ્યાનના કારણે યોગીના માનસિક અદ્વંદ્વો ઓછા થતા જાય છે. એની સમત્વ બુદ્ધિનો વિકાસ થતો રહે છે. એ દૃઢતાપૂર્વક આત્મચિંતનનાં ઊંડાણમાં ઊતરી જાય છે. આ દૃષ્ટિમાં સાધક શાંત અને ક્ષમાશીલ બની જાય છે. શત્રુમિત્રને સમભાવે જુએ છે. એની ઇચ્છાઓનો નાશ થતો જાય છે. સદાચારોનું પાલન કરવાની સાથે એ મોક્ષમાર્ગ પર અગ્રસર થતો રહે છે. ‘અસંગ-અનુષ્ઠાન' અહીં આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. ચાર પ્રકારના અનુષ્ઠાનો અંગે ષોડશક પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે तत्प्रीति-भक्ति- वचनासंगोपददं चतुविधिं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेववैतत् 11 (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન. વચનાનુષ્ઠાનમાં સહજ-સ્વાભાવિક પ્રવૃત્તિ થવી એ જ અસંગાનુષ્ઠાન છે. આ પ્રભા દૃષ્ટિમાં સાધકની અવસ્થાને પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય, શિવવર્ત્ય, ધ્રુવાઘ્ના પણ કહેવામાં આવે છે. આ આત્માની ઉત્કૃષ્ટ દશા હોય છે. અહીં જીવાત્માને ૫૨માનંદની પ્રાપ્તિ થાય છે. ૮, પરા દૃષ્ટિ : આ સૃષ્ટિમાં તમામ ઇચ્છાઓ વિરામ પામે છે. મોક્ષની પણ ઇચ્છા રહેતી નથી ! અહીં યોગના આઠમા અંગ ‘સમાધિ’ નો પ્રાદુર્ભાવ થાય છે. સંગાદિ દોષોથી પ્રસ્તુત દૃષ્ટિ મુક્ત હોય છે. અહીં તમામ પ્રવૃત્તિઓ સાત્મીકૃત હોય છે. કોઈ પણ આશય, ઇચ્છા કે આશંસા અવશિષ્ટ રહેતી નથી ! આ દૃષ્ટિનું દર્શન ચંદ્રપ્રભાનાં કિરણોની જેમ શાંત અને સૌમ્ય હોય છે. આ દૃષ્ટિ સમાધિની દૃષ્ટિ હોય છે. અહીં મનના તમામ વિચારો નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે અતિચાર અને અનાચારથી વર્જિત હોવાના કારણે સાધક-યોગી ક્ષપક શ્રેણિ અથવા ઉપશમ શ્રેણિ દ્વારા આત્માની પૂર્ણતા મેળવી લે છે. આઠમા ગુણસ્થાનકના દ્વિતીય ચરણથી યોગી ક્ષપક શ્રેણિ વડે ચાર ઘાતી કર્મોનો નાશ કરીને પૂર્ણ કર્મ-સંન્યાસયોગ પ્રાપ્ત કરે છે, અને કોઈ જાતની બાધા વગર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આ ક્રમમાં યોગી નિર્વાણ પામવાની સ્થિતિમાં યોગસંન્યાસ' નામક યોગ પ્રાપ્ત કરે છે. એના અંતિમ-શેષ સમયમાં બાકી રહેલા ચાર અઘાતી કર્મોને નષ્ટ કરીને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ભાગ ૩ એ મુક્તિ મેળવી લે છે. મુક્ત થઈ ગયા પછી એ પુનઃ એ અવસ્થામાં પાછો આવતો નથી, ન સંસારમાં પાછો ફરે છે. મુક્ત આત્મા અનંત શક્તિ - અનંતવીર્ય ધારણ કરીને આત્મસુખમાં લીન બની જાય છે. મુક્તાવસ્થામાં કોઈ વિચારોનું રમખાણ નથી હોતું. કારણ ત્યાં મન હોતું જ નથી ! ન ઇચ્છાઓ હોય છે, ન વ્યાધિ હોય છે. ત્યાં આત્મા અરૂપી, અનામી અને અવ્યાબાધ સ્થિતિવાળો હોય છે. આ રીતે ટૂંકમાં આપણે આઠ દૃષ્ટિઓ અંગે થોડી વાતો કરી. મોક્ષ ઃ યોગની પરિભાષા બાંધતા કહેવામાં આવ્યું છે કે 'મોક્ષેળ યોનનાવ્ યોઃ ।' મોક્ષની સાથે જીવાત્માને જોડવો તેને યોગ કહેવાય છે. લક્ષ્ય, ધ્યેય, ઉદ્દેશ્યની દૃષ્ટિએ મોક્ષનું સ્થાન સહુથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આત્મવિકાસની પરમ સ્થિતિ એ જ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકરૂપ આરાધના અપેક્ષિત હોય છે. આ આરાધના યોગનું જ એક આનુષંગિક રૂપ છે. રાગ-દ્વેષ વગેરે ભાવોથી યુક્ત હોવાના કારણે જીવાત્મા ચાર ગતિઓમાં રઝળે છે. અને જ્યારે આ રાગ-દ્વેષાદિ ભાવો નષ્ટ થઈ જાય છે, ત્યારે આત્મા પોતાના મૂળભૂત રૂપમાં સ્થિર બની જાય છે. જ્યારે સંપૂર્ણતયા ‘યોગનિરોધ’ રૂપ ચારિત્ર પૂર્ણ થાય છે, ત્યારે જ મુક્તિ થાય છે. એટલે કે સંવર અને નિર્જરા દ્વારા કર્મોનો સંપૂર્ણતયા ઉચ્છેદ એ જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો નાશ થવાથી આત્મા સ્વયં જ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધાવસ્થામાં આત્મા અશરીરી બની જાય છે. મોક્ષમાં પ્રત્યેક જીવનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કાયમ રહે છે. આવો સિદ્ધાત્મા સંસારમાં પુનરાગમન કરતો નથી. સિદ્ધોમાં ‘અગુરુલઘુ’ નામનો ગુણ રહેલો હોય છે. જેના કારણે લોખંડની જેમ ગુરુતા હોવાના કારણે નીચે આવવા માટે આત્મા વિવશ બનતો નથી, જ્યારે રૂ જેવો હલકો પણ નથી, તેથી વાયુનું અનુસરણ કરવું પડતું નથી. ‘યોગબિન્દુ'માં કહેવાયું છે : एकान्त क्षीणः संक्लेशो निष्ठितार्थस्ततश्च सः I निराबाधः सदानन्दो मुक्तावात्माऽवतिष्ठते ॥ ५०४ ॥ આત્માની સિદ્ધાવસ્થા કર્મમુક્ત, નિરાબાધ, સંક્લેશરહિત, સર્વશુદ્ધ અને સદાનંદી હોય છે. જ્યાં નિદ્રા, તંદ્રા, ભય, ભ્રાંતિ, રાગ-દ્વેષ, પીડા, સંશય, શોક, મોહ, જન્મ-જરા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવકજીવન મ૨ણ, ક્ષુધા, ખેદ, મદ, મૂર્છા, મત્સર વગેરે દોષો રહેતા નથી. આત્મા ત્યાં સદૈવ એક જ અવસ્થામાં રહે છે. આત્મા એક અનિર્વચનીય સુખાનુભૂતિનો અનુભવ કરે છે. વૈદિક શાસ્ત્રોમાં મોક્ષ ઃ હવે આપણે ભારતીય અન્ય દર્શનોમાં - પરંપરાઓમાં મોક્ષ' અંગે જે વાતો કરવામાં આવી છે, એ થોડી જાણી લઈએ. ઉપનિષદ્, ગીતા, પુરાણ, યોગવાશિષ્ઠ વગેરે ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે યોગી ‘ચિત્’ને પૂર્ણતઃ વિશુદ્ધ બનાવી લે છે ત્યારે કૈવલ્ય’ અથવા ‘મોક્ષ’ની પ્રાપ્તિ થાય છે. ‘અમૃતબિંદુ ઉપનિષદ્'માં મનના અવરોધને મોક્ષનો ઉપાય બતાવવામાં આવતા યોગાભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો તથા મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ આવે છે. ધ્યાનબિંદુ ઉપનિષદ્’ અને ‘યોગચૂડામણિ ઉપનિષદ્' મુજબ કુંડલિની શક્તિના જાગ્રત થવાથી મોક્ષદ્વાર ઊઘડે છે. ‘યોગદર્શન' માં કહેવામાં આવ્યું છે ઃ જીવાત્માનો સૃષ્ટિ સાથે જે કર્તાપણાનો અને ભોક્તાપણાનો સંબંધ છે કે પછી પુરુષ તથા પ્રકૃતિનો સંયોગ એ જ દુઃખનું મૂળ કારણ છે. આ સંયોગનું કારણ ‘અવિદ્યા’ છે. અવિદ્યાનાં બંધનને તોડવા માટે ‘યોગ’ના અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. વાસના, ક્લેશ અને કર્મ એ જ સંસાર છે. અથવા તો આને જ સંસારનાં કારણરૂપ ગણી શકાય. એટલા માટે આ વાસનાઓને પૂર્ણરૂપેણ નષ્ટ-વિનષ્ટ કરીને સ્વ-રૂપમાં અવસ્થિત બની જવું એ જ મોક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસનાનો ક્ષય એ જ મોક્ષ અથવા જીવનમુક્તિ છે. તૈતરીય ઉપનિષદ્માં કહેવામાં આવ્યું છે કે મોક્ષ વાણી તથા મનથી પેલે પાર છે - અગોચર છે. ‘સાંખ્યદર્શનમાં કહેવાયું છે કે યોગી જ્યારે સંચિત તથા ક્રિયમાણ કર્મોને નષ્ટ કરી દે છે અને પ્રારબ્ધ કર્મોનું ભોગવવું સમાપ્ત થઈ જાય છે, અર્થાત્ સત્ત્વ-૨જ અને તમનાં કાર્યો બંધ થઈ જાય છે, ત્યારે એ યોગી વિદેહમુક્ત' કહેવાય છે. બૌદ્ધદર્શનમાં મોક્ષ : હવે જરા બૌદ્ધદર્શનની માન્યતાને પણ મમળાવી લઈએ. એ દર્શન પણ મોક્ષ અંગે, નિર્વાણ અંગે મહત્ત્વની વાતો કરે છે.મિલિન્દ પ્રશ્ન' નામક બૌદ્ધ ગ્રંથમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૬૫ કહેવામાં આવ્યું છે કે કર્મ એ જ સંસારનું મૂળ છે.” એ કર્મ ક્યારેય કેડો ન મૂકનાર માણસના પડછાયા જેવું છે. કર્મના કારણે જ પુનર્જન્મ અને સંસ્કારચક્ર ચાલ્યા કરે છે. એટલા માટે કર્મ અથવા સંસારથી વિમુક્ત થવા માટે બૌદ્ધ ધર્મમાં શીલ અને સમાધિના અભ્યાસનું સાતત્ય જાળવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેનાથી નિવણિની પ્રાપ્તિ થાય છે. 'વિશુદ્ધિમ" નામક ગ્રંથમાં કહ્યું છેઃ 'विसुद्धीति सव्वमलविरहितं अच्चंत परिशुद्ध निव्वाणं वेदितव्यं ।' નિવણિ એક આધ્યાત્મિક અનુભવ છે. એની પ્રાપ્તિ માટે ચિત્તની શુદ્ધિ અપેક્ષિત છે. કારણ કે ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિ એ જ તો નિવણિ છે. નિવણિની અવસ્થામાં કોઈ પણ જાતનો ચિત્તમલ રહેતો નથી. આ અવસ્થા સંપૂર્ણ કર્મક્ષય થવાની અંતિમ પ્રક્રિયા છે. ધ...દમાં કહેવામાં આવ્યું છે. નિબ્બા પર સુવમેં આ જ ગ્રંથમાં આગળ જઈને કહ્યું છે. છેલ્વા વષ તતો નિવ્વાળાદેસિ | તાત્પર્ય એ છે કે નિવણિ એ જ પરમ સુખ છે, રાગદ્વેષનો ઉચ્છેદ કરવાથી જ નિવણિ પ્રાપ્ત થાય છે. મિલિંદપ્રશ્નમાં કહેવામાં આવ્યું છે? તૃષ્ણાના નિરોધથી ઉપાદાનનું દુઃખ, ઉપાદાનના નિરોધથી ભવનું ભવના નિરોધથી જન્મનું અને પુનર્જન્મના નિરોધથી વૃદ્ધત્વ, શોક, દુઃખ, ચિંતા, બેચેની વગેરે તમામ પ્રકારનાં દુઃખો સમાપ્ત થઈ જાય છે. રાગ-દ્વેષ અને મોહનો ક્ષય કરી દેવો એ જ નિવણ છે. નિવણિની સ્થિતિમાં દુઃખનો લેશ પણ રહેતો નથી. આ સ્થિતિ આનંદની અત્યધિક પરાકાષ્ઠાએ પ્રાપ્ત થાય છે. વૈદિક પરંપરાની જેમ બૌદ્ધ પરંપરામાં પણ નિવણના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે સોપાદીશેષ, અનુપાદીશેષ. સોપાદીશેષનો અર્થ છે જીવનમુક્તિ અને અનુપાદીશેષનો અર્થ છે વિદેહ મુક્તિ આજે બસ, આટલું જ. Page #172 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૬૨) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનું સમુચિત પ્રતિપાદન કર્યું છે. સામાન્યતયા લોકો એવું સમજે છે કે યોગાભ્યાસ’ તો સાધુ-સંતોનો વિષય છે. યોગીપુરુષો જ યોગાભ્યાસ કરે છે. ગૃહસ્થ લોકો યોગાભ્યાસ કેવી રીતે કરશે? ગ્રંથકાર આચાર્યદવે ગૃહસ્થોને અલ્પકાળ માટે યોગી બનવાનો ઉપદેશ આપ્યો છે ! આમ તો અંતઃકરણથી તમે લોકો પણ યોગી જ છો ને? તમારી ઇચ્છા તો યોગી બનવાની જ છે ને? તો તમે અવશ્ય યોગાભ્યાસમાં પ્રવૃત્ત થશો. તમને યોગાભ્યાસ જરૂર ગમશે. ‘યોગાભ્યાસ પછી ગ્રંથકારે સૂત્ર આપ્યું છે ? __ तथा - नमस्कारादिचिन्तनम् ।।८६।। તમારે “શ્રી નમસ્કાર મહામંત્ર’ આદિના વિષયમાં ચિંતન-મનન કરવાનું છે. “આદિ પદથી લોગસ્સ સૂત્ર'ના વિષયમાં, “નમુત્થણે સૂત્ર'ના વિષયમાં, “ઉવસગ્ગહર સૂત્ર' વગેરે સૂત્રોના વિષયમાં પણ ચિંતન-મનન કરવું જોઈએ. અધ્યયન વગર ચિંતન નહીં? તમે અધ્યયન કર્યું હશે તો જ ચિંતન-મનન કરી શકશો. જ્ઞાની ગુરુદેવની પાસે વિનયથી બેસીને, તમે નમસ્કાર મહામંત્રના અર્થના રહસ્યનું વિસ્તૃત તેમજ ગહન અધ્યયન કર્યું હશે, તો તમે એ વિષયમાં ચિંતન-મનન કરી શકશો. અધ્યયન કરવું અતિ આવશ્યક છે. સભામાંથી સમય જ મળતો નથી ! મહારાજશ્રી ઃ બધો સમય અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં જ ચાલ્યો જાય છે. ધાર્મિક અધ્યયન માટે સમય જ બચતો નથી! સાચી વાત છે ને? જેટલી ઉપયોગિતા અર્થ અને કામની સમજે છો એટલી ઉપયોગિતા ધાર્મિક અધ્યયનની સમજો છો ? સમય મળી શકે, જો તમારી તમન્ના હોય તો. કેટલાય ગૃહસ્થો નિયમિત અધ્યયન-ચિંતન-મનન કરે છે. એવા કેટલાક મહાનુભાવોને હું જાણું છું. આજકાલ ૨૫-૩૦ વર્ષોથી તમારા લોકોનો લોભ વધતો જાય છે. ધન કમાવાનો લોભ વધતો જાય છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયસુખ ભોગવવાનો લોભ વધી ગયો છે. એવા ધનલોભી અને વિષયલોભી લોકો અધ્યયન નથી કરી શકતા. એમનું Page #173 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૬૭ મન પ્રાયઃ ધનસંપત્તિમાં અને વિષયોમાં જ ભટકતું રહે છે. એવા લોકો માટે સ્વર્ગનાં દ્વાર બંધ રહે છે. ધનલોભ સ્વર્ગમાં જવા દેતો નથી : ઇસુ ખ્રિસ્ત પાસે એક યુવક ગયો. યુવક ધનાઢ્ય હતો. તેણે કહ્યું : “જિસસ, મને એવો માર્ગ બતાવો કે જેથી હું પ્રભુપ્રાપ્તિ કરી શકું. આપ મને સ્વર્ગમાં જવાનો સાચો માર્ગ બતાવવાની કૃપા કરો.' જિસસે કહ્યું : “મારા ભાઈ, સ્વર્ગપ્રાપ્તિનો માર્ગ તો હું તને બતાવી શકું છું, પરંતુ એ માર્ગ ઉપર તું ચાલી શકીશ ?' એ યુવકે કહ્યું : ‘મને માર્ગ તો બતાવો.’ જિસસે કહ્યું : ‘ઈશ્વર સાથે પ્રેમ કરવો. વિનમ્ર અને પ્રામાણિક રહેવું. નિરભિમાન, અહિંસા, ત્યાગ વગેરે ગુણ હોવા જોઈએ.’ યુવકે કહ્યું : “ઓહ, આ બધી બાબતો મારાં જીવનમાં છે. હું બાળપણથી જ આ વાતોનું પાલન કરતો રહ્યો છું. હું નીતિથી ધન કમાઉં છું. અભિમાન મારામાં છે જ નહીં. પ્રામાણિક છું અને સૌની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખું છું.' જિસસે કહ્યું ઃ તો તારો માર્ગ સરળ બની જશે ! હવે એક કામ કરવાનું છે !' ‘એ કયું ?’ ઉત્સુકતાથી યુવકે પૂછ્યું. ‘તું તારી સમગ્ર સંપત્તિનો ત્યાગ કરીને તારું ધન દીન-ગરીબ લોકોને વહેંચી દે. એક પૈસો પણ તારી પાસે રાખવાનો નથી. આ રીતે જો તું સંપત્તિનો ત્યાગ કરે તો તારે માટે સ્વર્ગના દરવાજા ખુલી જશે. ત્યાં તને સુખ મળશે.’ યુવાન મૌન રહ્યો. જિસસે પૂછ્યું : ‘કેમ ભાઈ ! તું તારી તમામ સંપત્તિ છોડવા તૈયાર છે ?' ‘ના પ્રભુ, સંપત્તિનો ત્યાગ કરવાની મારી શક્તિ નથી.' એ યુવક ચાલ્યો ગયો. શિષ્યોએ જિસસને પૂછ્યું : “પ્રભુ ! એ યુવકને સ્વર્ગ નહીં મળે ?’ ‘ના, ધન-દોલતના પ્રલોભનમાં આકંઠ ડૂબેલા મનુષ્યો સ્વર્ગમાં કદી ન જઈ શકે.’ એ યુવાન તો સ્વર્ગમાં નહીં જઈ શકે, તમે લોકો તો મોક્ષમાં જશો ને ? સભામાંથી : પરિગ્રહી માટે નરક છે...... આપ કહો છો ને ? મહારાજશ્રી : તો પછી પરિગ્રહનો ત્યાગ કરો ને ? જો નરકનો ભય લાગતો હોય, નરકમાં ન જવું હોય, તો પરિગ્રહનો ત્યાગ કરવો જ રહ્યો. પરિગ્રહની ભયાનકતાનો ખ્યાલ મનમાં રહે, એટલા માટે ધાર્મિક અધ્યયન કરવું જરૂરી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાવકજીવન જ્યારે વિશિષ્ટ અધ્યયન કરાવનાર ગુરુ મળી જાય, ત્યારે તો હજાર કામ છોડીને અધ્યયન કરી લેવું જોઈએ. સૂત્રોનો સામાન્ય અર્થ, શબ્દાર્થ તો સામાન્ય શિક્ષક પણ સમજાવે છે. સૂત્રોનું રહસ્ય, તાત્પર્યાર્થ, ઐદંપર્યાયાર્થ, વિશિષ્ટ જ્ઞાની પુરુષ જ બતાવી શકે છે. તમન્ના જોઈએ, જિજ્ઞાસા જોઈએ - અધ્યયન કરવાની ! શ્રી પંચમંગલ - મહાશ્રુતસ્કંધ : આ ગ્રંથમાં કહ્યું છે કે નકારાવિવિ તન એટલા માટે આજે હું શ્રી નમસ્કાર મહામંત્રના અર્થના વિષયમાં જ વિવેચન કરીશ. આ વિવેચન “શ્રી મહાનિશીથસૂત્રના આધારે કરીશ. તમે લોકો એકાગ્ર મનથી અને અપ્રમત્ત ભાવથી સાંભળજો. યાદ રાખવાનો પ્રયાસ પણ કરજો. યાદ રહેશે તો જ ચિંતન કરી શકશો. તમે ચિંતન કરી શકો એટલા માટે તો આ બધી વાતો કહેવાની છે. માત્ર શ્રવણ કરીને કૃતાર્થ બનવાનું નથી ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રશ્ન ન કરે છે : से भयवं ! किमेयस्स अचिन्तचिन्तामणिकप्प-भूयस्स णं पंचमंगल-महासुयकखंधस्य णं सुत्तत्थं पन्नत्तं ? . હે ભગવન અચિંત્ય, ચિંતામણિરૂપ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રના અર્થ કેવી રીતે કહેવાયા છે? ભગવાને કહ્યું : 'હે ગૌતમ! જે પ્રકારે તલમાં તેલ હોય છે, કમળમાં મકરંદ હોય છે, લોકમાં પાંચ અસ્તિકાય હોય છે, એ રીતે સર્વ આગમગ્રંથોમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રહેલો છે. આ શ્રુતસ્કંધ યથાર્થ છે. સદ્ગણોના કીર્તનસ્વરૂપ છે અને યથેચ્છ ફળપ્રસાધક તેમજ સ્તુતિવાદરૂપ છે.’ * ગૌતમ સ્વામીએ પૂછ્યું : 'ભગવંત, પરમ સ્તુતિ કોની કરવી જોઈએ? ભગવાને કહ્યું: “સમગ્ર વિશ્વમાં જે સર્વોત્તમ હોય, તેની પરમ સ્તુતિ કરવી જોઈએ. સકળ વિશ્વમાં જે કોઈ સર્વોત્તમ થઈ ગયા હોય, અને જે કોઈ થશે, તે બધા અરિહંત, સિદ્ધ આદિ જ છે. એમના સિવાય બીજા કોઈ નથી. એ પાંચ આ. પ્રકારે છેઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.” આ પાંચેનો પરમ રહસ્યભૂત અર્થ હવે બતાવું છું. સર્વ પ્રથમ અરિહંત આદિ પાંચેનો સંક્ષિપ્ત અર્થ બતાવીશ, પછીથી વિસ્તારપૂર્વક બતાવીશ. ૧. અરિહંતનો અર્થ : સર્વ પ્રથમ અરિહંતનો અર્થ બતાવું છું. જે પ્રવર ઉત્તમતાઓ માટે યોગ્ય હોય Page #175 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૬૯ છે, તેઓ અરહંત' કહેવાય છે. તેઓમાં શ્રેષ્ઠ આઠ મહાપ્રાતિહાર્યની યોગ્યતા હોય છે. તેઓ મનુષ્ય, દેવ અને દાનવોથી પૂજિત હોવાની યોગ્યતા ધરાવે છે. એમનો મહિમા અચિંત્ય હોય છે. તેઓ કેવળજ્ઞાનથી અધિષ્ઠિત હોય છે. બીજું નામ છે ‘અરુહંત.' સર્વ કર્મોનો ક્ષય થવાથી, સંસારના સર્વ અંકુરો બળી જવાથી ફરીથી પેદા થતા નથી. તેઓ ફરીથી જન્મ લેતા નથી. ફરીથી જન્મ ન હોવાને કારણે તેઓ ‘અરુહંત’ કહેવાય છે. ત્રીજું નામ છે ‘અરિહંત ’ આ નામ આપણે ત્યાં પ્રચલિત છે. ‘અરિ’ એટલે શત્રુ અને ‘હંત’નો અર્થ છે હણનાર. જેમણે આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓનો નાશ કરી નાખ્યો છે, દૂર કર્યા છે, પરાજિત કર્યા છે, આ કર્મશત્રુઓને પાછા પાડી દીધા છે, તેઓ ‘અરિહંત’ કહેવાય છે. આ સંક્ષિપ્ત અર્થ છે અરિહંતનો. * ૨. સિદ્ધ'નો અર્થ : હવે સિદ્ધનો અર્થ સાંભળી લો. અચલ શુક્લધ્યાનની અચિંત્ય શક્તિથી તેમ જ અપૂર્વ પરાક્રમથી યોગનિરોધ કરીને જેમણે પરમાનંદસ્વરૂપ, મહોત્સવરૂપ અને મહાકલ્યાણરૂપ અનુપમ સુખ સિદ્ધ કર્યું છે, તેઓ સિદ્ધ' કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય કરવાથી જેઓ સિદ્ધ બને છે અને બનશે તેઓ સિદ્ધ કહેવાય છે. અથવા જેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થઈ ગયાં છે, એટલે કે સમાપ્ત થઈ ગયાં છે તે સિદ્ધ કહેવાય છે. - આ રીતે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, અન્ય લિંગ, ગૃહસ્થલિંગ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત.. યાવત્ કર્મક્ષયસિદ્ધ આદિ અનેક પ્રકારથી સિદ્ધ હોય છે. ૩. ‘આચાર્ય’નો અર્થ : * જેઓ ૧૮ ૬જાર શીલાંગોને ધારણ કરે છે, ૩૬ પ્રકારના આચારોનો યથાર્થરૂપે ગ્લાનિ વગર પ્રતિસમય પાલન કરે છે અને પ્રવર્તન કરે છે તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. * * બીજો અર્થ : બીજાંનું તેમજ પોતાનું આત્મહિત કરે છે એટલા માટે ‘આચાર્ય’ કહેવાય છે. હિતનું આચરણ કરવાથી આચાર્ય કહેવાય છે. * ત્રીજો અર્થ : પ્રાણ જતો હોય તો જાય, ભલે જાય, પરંતુ પૃથ્વીકાય વગેરે જીવોનો સમારંભ (હિંસા) કરતા નથી, કરાવતા નથી અને કરવાની આજ્ઞા આપતા નથી, એટલા માટે તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. * ચોથો અર્થ કોઈએ મોટો અપરાધ કર્યો હોય તો પણ તેનું મનથી ય અશુભ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રાવકજીવન નથી કરતા, એટલા માટે તેઓ “આચાર્ય કહેવાય છે. મનથી પણ પાપાચાર કરતા નથી તેથી તે “આચાર્ય' કહેવાય છે. આ રીતે “આચાર્યના ચાર અર્થ બતાવ્યા. હવે ઉપાધ્યાયનો અર્થ જણાવું છું. ઉપાધ્યાયનો અર્થ : જે મહાપુરુષ આશ્રવનાં દ્વાર બંધ કરીને, મન-વચન-કાયાના શુભ યોગોમાં લીન બનીને.. વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ પદ તથા અક્ષરોથી વિશુદ્ધ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનું સ્વયં અધ્યયન કરીને બીજાંને અધ્યાપન કરાવે છે. આ રીતે તેઓ સ્વ-પરના મોક્ષના ઉપાયોનું ધ્યાન કરે છે, એટલા માટે “ઉપાધ્યાય' કહેવાય બીજો અર્થ સાંભળી લો જે અનંત “ગમ તેમજ પર્યાય દ્વારા ૧૨ અંગરૂપ શ્રુતજ્ઞાનને સ્થિર-પરિચિત કરતાં ચિંતન કરે છે, અનુસ્મરણ કરે છે તેમજ એકાગ્ર મનથી ધ્યાન કરે છે, તે ઉપાધ્યાય કહેવાય છે. ' સાધુનો અર્થ * જે અત્યંત કઠોર, ઉગ્રતર તેમજ ઘોર તપશ્ચર્યા કરે છે. * અનેક પ્રકારનાં વ્રત, નિયમ, ઉપવાસ અને વિવિધ અભિગ્રહોથી જે સંયમનું પરિપાલન કરે છે. * જે પરિષહ અને ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે. * જે સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત એવા મોક્ષને સાધે છે, તે સાધુ કહેવાય છે. આ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી' કહેવાય છે. આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી કયાં ફળની પ્રાપ્તિ થાય છે તે બતાવું છું. ચૂલિકાનો અર્થ : एसो पंचनमुक्कारो सव्व पावय्यणासणो, मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ આને ચૂલિકા કહે છે, એનો અર્થ સાંભળી લો. આ પાંચ નમસ્કાર જ્ઞાનાવરણીયાદિ જે પાપકર્મો છે, એ પાપકમોના સમૂહનો નાશ કરે છે. એટલા માટે આ નમસ્કાર સર્વ પ્રકારનાં મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૭૧ અહીં સુધી મેં તમને નમસ્કાર મહામંત્ર'નો સંક્ષિપ્ત અર્થ બતાવ્યો. હવે વિસ્તારથી ભાવાર્થ તેમજ રહસ્યાર્થ બતાવવો છે. શાન્તિથી સાંભળજો. સમજવાનો પ્રયત્ન કરજો. કેટલાક શાસ્ત્રીય પરિભાષાના શબ્દો સાંભળો ! જે સમજાય નહીં તો પાછળથી મારી પાસેથી સમજી લેજો. નમસ્કાર મહામંત્રનો વિસ્તૃત અર્થ : મોજાનુરી નામના ગ્રંથમાં - જો કે શ્રી નાવશ્યક સૂત્ર ના અંતર્ગત છે, એમાં શ્રી નમસ્કાર મહામંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા અગિયાર દ્વાર બતાવ્યાં છે. એટલે કે અગિયાર પ્રકાર ચિંતનના બતાવ્યા છે. उप्पत्ति निक्खेवो पयं पयत्थो परुवणा वत्थु । अकरवेव पसिद्धि कमो पओयणं फलं नमुक्कारो ॥ ૧. ઉત્પત્તિ, ૨. નિક્ષેપ, ૩. પદ, ૪. પદાર્થ, પ. પ્રરૂપણા, ૬. વસ્તુ, ૭. આક્ષેપ, ૮. પ્રસિદ્ધિ, ૯. ક્રમ, ૧૦. પ્રયોજન અને ૧૧. ફળ. આ ૧૧ પ્રકારથી નમસ્કાર મહામંત્રનો વિચાર કરી શકાય છે. નમસ્કાર નિયુક્તિ નામના ગ્રંથમાં આ ૧૧ પ્રકારથી વર્ણન મળે છે. કોઈ વાર આ વિષયના જ્ઞાતા વિદ્વાનું મહાત્મા પાસે આ ગ્રંથ સાંભળવો જોઈએ. સભામોથી : આપ જ કૃપા કરો સંભળાવવાની. મહારાજશ્રી તો પછી “ધર્મબિંદુ ગ્રંથ કોણ સંભળાવશે ? અધૂરો રહી જશે આ ગ્રંથ ! એટલા માટે હું તો 'નમસ્કાર નિયુક્તિ'માંથી મને તમારા માટે જેટલો ઉપયોગી લાગે છે, તેટલો જ ભાગ સંભળાવીશ. સંક્ષેપમાં આ ૧૧ દ્વારોથી નમસ્કાર મહામંત્રનું વિવેચન કરું છું. ૧. ઉત્પત્તિ ઃ નમસ્કારની ઉત્પત્તિ ત્રણ પ્રકારે બતાવી છે : (૧) સમુત્થાન (૨) વાચના (૩) લબ્ધિ. . પહેલાં “સમુત્થાન’નો અર્થ સમજી લો. (૧) સમુત્થાન : પ્રણિપાત માટે શરીરના હાથ-પગ આદિ અંગોનું સમુચિત ઉત્થાન. એનાથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. નમસ્કાર માટે શરીર જ પ્રમુખ કારણ છે. નમસ્કારનો આધાર અને નમસ્કારનું સામીપ્ય શરીરનું જ હોય છે. (૨) વાચનાઃ નમસ્કારની ઉત્પત્તિનું બીજું કારણ છે વાચના. બીજાં પાસેથી અધ્યયન ગ્રહણ કરવું, શ્રવણ કરવું અથવા નમસ્કારના અર્થ-સહિત જ્ઞાન પ્રાપ્ત Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રાવકજીવન કરવું, એને વાચના કહે છે. વાચના નમસ્કારનું કારણ હોવાથી કહેવાય છે કે વાચનાથી નમસ્કાર ઉત્પન થાય છે. (૩) લબ્ધિ ઃ ત્રીજું કારણ છે લબ્ધિ. શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવો તે ‘લબ્ધિ’ કહેવાય છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. આ રીતે પહેલાં ‘ઉત્પત્તિ’ દ્વાર બતાવ્યું, હવે બીજું ‘નિક્ષેપ’ દ્વાર બતાવું છું. ૨. નિક્ષેપ : નિક્ષેપનો અર્થ છે ન્યાસ. પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ ચાર અર્થ શબ્દના ચાર વિભાગ કહેવાય છે. એ ચાર વિભાગ એટલે ચાર નિક્ષેપ ! ચાર પ્રકારના ન્યાસ : (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ. (૧) નામ નમસ્કાર ઃ કોઈ વસ્તુનું નામ ‘નમસ્કાર’ આપ્યું હોય. (૨) સ્થાપના નમસ્કાર ઃ કોઈ વસ્તુ ૫૨ ‘નમસ્કાર’ લખીને એની સ્થાપના કરવામાં આવે. (૩) દ્રવ્ય નમસ્કાર ઃ કોઈ ભાવરહિત નમસ્કાર કરતો હોય, અથવા ભાવ નમસ્કારની પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા દ્રવ્ય નમસ્કાર છે. (૪) ભાવ નમસ્કાર ઃ સમ્યક્ દૃષ્ટિ જીવ ઉપયોગ સાથે અરિહંત આદિ પરમેષ્ઠીઓને જે નમસ્કાર કરે છે તે ભાવ નમસ્કાર છે. ૩ ૫૪ઃ જેના દ્વારા અર્થબોધ થાય છે તેને ‘પદ’ કહે છે. પદના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે ઃ (૧) નામિક, (૨) નૈપાતિક, (૩) ઔપસર્ગિક, (૪) આખ્યાતિક અને (૫) મિશ્ર. (૧) નામિક પદ : સંજ્ઞાવાચક પ્રત્યયોથી સિદ્ધ થનારા શબ્દોને ‘નામિક' પદ કહે છે - જેમ કે અશ્વ, ઘટ વગેરે. (૨) નૈપાતિક પદ : અવ્યયવાચી શબ્દ - જેમ કે ‘ખલુ’, ‘નનુ’ વગેરે. (૩) ઔપર્ગિક પદ : ઉપસર્ગવાચી પદ - જેમ કે પિર,' પરા’ વગેરે. (૪) આખ્યાતિક પદ : ક્રિયાવાચક ધાતુઓથી નિષ્પન્ન શબ્દ - જેમ કે પચતિ’, ‘ધાવતિ’ વગેરે. (૫) મિશ્ર પદ - કૃદંત તથા તદ્ધિત પ્રત્યયોથી નિષ્પન્ન શબ્દ - જેમ કે સંયત’, ‘નાયક’, પાવક’ વગેરે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ભાગ ૩ તાત્પર્ય એ છે કે નમસ્કાર મંત્રના પદોની, પ્રકૃતિ તેમજ પ્રત્યયની દ્રષ્ટિથી વ્યાખ્યા કરવી એ પદ-દ્વાર છે. પ્રસ્તુતમાં નમનો નૈપાતિક પદમાં સમાવેશ થાય છે. ૪. પદાર્થ : ‘દ્રવ્ય તેમજ ભાવથી નમસ્કાર મંત્રના પદોની સંજ્ઞા કરવી એ પદાર્થ-દ્વાર છે. ઉદાહરણ દ્વારા એ સમજાવું છું. “નમો અરિહંતાણંમાં “નમો’ શબ્દ પૂજાર્થક છે. પૂજા બે પ્રકારથી સંપન્ન થાય છે : (૧) દ્રવ્યસંકોચથી તેમ જ (૨) ભાવસંકોચથી. (૧) હાથ, પગ, મસ્તક વગેરે નમ્ર બનાવવા, નમાવવા દ્રવ્યસંકોચ છે. (૨) અરિહંત વગેરેના ગુણોમાં વિશુદ્ધ મનને જોડવું ભાવસંકોચ છે. દ્રવ્યસંકોચ અને ભાવસંકોચથી ચાર ભંગ થાય છે? (૧) દ્રવ્યસંકોચ હોય, પરંતુ ભાવસંકોચ ન હોય, (૨) ભાવસંકોચ હોય, પરંતુ દ્રવ્યસંકોચ ન હોય, (૩) દ્રવ્યસંકોચ હોય અને ભાવસંકોચ પણ હોય, (૪) દ્રવ્યસંકોચ ન હોય, ભાવસંકોચ પણ ન હોય. ત્રીજો ભંગ સર્વથા શુદ્ધ છે. બીજો ભંગ પણ શુદ્ધ મનાય છે. કારણ કે ભાવસંકોચ સર્વથા શુદ્ધ તેમજ શ્રેષ્ઠ છે. આ વિષયમાં આ ગ્રંથમાં મહારાજા શ્રીકૃષ્ણના બે પુત્રો - પાલક અને શાંબકુમારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પાલકકુમાર અને શબકુમાર એ સમયની વાત છે કે જ્યારે કૃષ્ણ દ્વારિકામાં રાજ્ય કરતા હતા. ૨૪મા તીર્થંકર શ્રી નેમિનાથ દ્વારિકાના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા. મહારાજા શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ - સ્નેહભાવ રાખતા હતા. તેમણે તેમના બે રાજકુમારોને બોલાવ્યા. પાલકકુમાર અને શાંબકુમાર ઉપસ્થિત થયા. શ્રીકૃષ્ણ બંને પુત્રોને કહ્યું. “તમારા બેમાંથી કાલે સવારે જે સર્વ પ્રથમ ભગવાન નેમિનાથને વંદન કરશે, તેને ઉત્તમ અશ્વ ભેટ આપવામાં આવશે.” બંને રાજકુમારો પ્રસન્નચિત્ત થયા. પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પાલક વિચારે છે કાલે સવારે જલદી ઊઠીને ભગવાનની પાસે જઈશ. શાબની પહેલાં પહોંચી જઈશ. અશ્વ મને મળશે.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાવકજીવન શાંબ વિચારે છે : 'કાલે સવારે ભગવાન નેમિનાથનાં દર્શન થશે. હું ધન્ય બની જઈશ ! તીર્થંકરનાં દર્શન મહાન પુણ્યોદય થાય તો જ પ્રાપ્ત થાય છે.’ પાલક સવારે સૂર્યોદય થતાં જ અશ્વ ઉપર બેસીને જ્યાં ભગવાન નેમિનાથ બિરાજ્યા હતા ત્યાં પહોંચી ગયો. તેના હૃદયમાં ભગવાન નેમિનાથ માટે કોઈ ભક્તિભાવ ન હતો. તેના મનમાં અશ્વરત્નની લાલસા હતી. તેણે ભગવાનને વંદન કર્યાં, પરંતુ ભાવથી નહીં, માત્ર દ્રવ્યસંકોચરૂપ, દ્રવ્ય-વંદના કરી. શાંબકુમારે સવારે ઊઠતાં જ પથારીમાં બેસીને બે આંખો બંધ કરીને બે હાથની અંજલી મસ્તક ઉપર રચીને ભાવપૂર્ણ વંદન કર્યું. પછી સ્નાનાદિ ક્રિયા પતાવીને, ઉત્તમ વસ્ત્રો પહેરીને રથમાં બેસીને સમવસરણમાં ગયો. ભગવાનને જોઈને તે ભાવવિભોર થઈ ગયો. તેણે ભગવાનને વંદના કરી અને ઉચિત જગાએ બેસી ગયો. મહારાજા શ્રીકૃષ્ણ સપરિવાર સમવસરણમાં આવ્યા. ભગવાનને વંદના કરીને તેમણે ભગવાનને પૂછ્યું : ‘ભગવંત, આપને પ્રથમ વંદન પાલકે કર્યું કે શાંબે કર્યું ? ભગવાને કહ્યું : ‘રાજન્, પ્રથમ વંદન શાંબે કર્યું છે.’ શ્રીકૃષ્ણે શાંબને અશ્વની ભેટ આપી. પાલકનું વંદન માત્ર દ્રવ્ય-વંદન હતું. શાંબનું વંદન ભાવ-વંદન હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્યવિશુદ્ધિ તેમજ ભાવવિશુદ્ધિ દ્વારા નમસ્કાર મંત્રનું સ્મરણ, મનન તેમજ જાપ કરવા જોઈએ. શ્રદ્ધાથી પંચ પરમેષ્ઠીનું શરણ લેવું જોઈએ. શરણ ગ્રહણ કરવાની શારીરિક ક્રિયા પણ કરવી જોઈએ. એથી આત્મામાં શક્તિ જાગૃત થાય છે. કર્મબદ્ધ જીવ કર્મરહિત વિશુદ્ધ આત્માઓને દ્રવ્યશુદ્ધિ તેમજ ભાવશુદ્ધિથી નમસ્કાર કરે છે, તો તે જીવ વિશુદ્ધાત્મા બનવાના આદર્શને ફળીભૂત કરે છે. એટલે કે અશુદ્ધ આત્મા વિશુદ્ધ બની જાય છે. ‘પદાર્થ’ દ્વારનું આટલું વિવેચન કર્યા બાદ હવે ‘પ્રરૂપણા’ દ્વારનું વિવેચન કરું છું. ૫. પ્રરૂપણા : નમસ્કાર મહામંત્રની પ્રરૂપણા બે પ્રકારે કરવામાં આવી છે ઃ (૧) છ પ્રકા૨થી અને (૨) નવ પ્રકારથી. પ્રથમ હું તમને ૬ પ્રકારની પ્રરૂપણા બતાવું છુંઃ (૧) પ્િ - નમસ્કાર મંત્ર શું છે ? (૨) સ્વ નમસ્કાર કોને કરવામાં આવે છે ? Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાગ (૩) જેન - કોના દ્વારા નમસ્કાર કરવામાં આવે છે ? (૪) વવ નમસ્કાર ક્યાં રહે છે ? એનું અધિક૨ણ શું છે ? (૫) નિયત નાજું - નમસ્કાર કેટલો સમય રહે છે ? નમસ્કારના કેટલા પ્રકારો છે ? - (૬) હ્રતિવિધ? હવે સંક્ષેપમાં આ ૬ પ્રકારો સમજાવું છું : - પ્રથમ પ્રકાર છે 'મ્િ ?' એટલે કે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે નમસ્કાર મંત્ર શું છે ? તેનું સ્વરૂપ શું છે ? તે જીવ છે કે અજીવ ? ૧૭૫ તાત્પર્ય એ છે કે જીવ જ નમસ્કાર છે ! કારણ કે જીવ જ્ઞાનમય છે અને નમસ્કાર મંત્ર પણ શ્રુતજ્ઞાનમય છે. એટલા માટે કહી શકાય કે પંચ પરમેષ્ઠીવાચક નમસ્કાર મંત્ર જીવ જ છે. હા, નમસ્કાર મંત્રના જે આકૃતિસ્વરૂપ શબ્દો છે તેમને ‘અજીવ’ કહી શકીએ. પરંતુ ભાવ તો જ્ઞાનમય જ છે એટલા માટે જીવસ્વરૂપ છે. દ્રવ્ય અને ગુણમાં કચિત્ ભેદાભેદાત્મક સંબંધ છે. એટલા માટે નમસ્કાર મંત્ર કથંચિત્ દ્રવ્યાત્મક છે અને કથંચિત્ ગુણાત્મક છે. એ વિષય ઉપર ચિંતન કરશો તો જ સમજી શકશો. બીજો પ્રકાર છે ‘સ્ય ?' એટલે કે નમસ્કાર કોને ક૨વામાં આવે છે ? આ પ્રશ્ન છે. એ પ્રશ્નનો ઉત્તર સરળ છે ઃ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પૂજ્ય હોય છે. પૂજ્યને નમસ્કાર કરવામાં આવે છે. જે નમસ્કાર કરે છે તે પૂજ્યનો પૂજક દાસ હોય છે. જે પૂજ્ય હોય છે તે બે પ્રકારના હોય છે ઃ ૧. જીવ અને ૨. અજીવ. અરિહંત વગેરે જીવરૂપ હોય છે. જિનપ્રતિમા વગેરે અજીવરૂપ હોય છે. ત્રીજો પ્રકાર છે જેન ?' પ્રશ્ન છે : નમસ્કાર મંત્રની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે ? તેનો ઉત્તર એટલે કે પ્રરૂપણા આ રીતે બતાવવામાં આવી છે ઃ જ્યાં સુધી આત્મામાં કર્મોનો ક્ષયોપશમ (ક્ષયસહિત ઉપશમ થવો તે ‘ક્ષયોપશમ’ કહેવાય છે.) નથી થતો ત્યાં સુધી નમસ્કાર મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાવરણીય તેમજ દર્શનમોહનીય કર્મોના ક્ષયોપશમથી નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય છે કે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની સાથે જ મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં નમસ્કાર મંત્રની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મંત્ર શ્રુતજ્ઞાનરૂપ છે અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. એટલા માટે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની સાથે જ મોહનીય કર્મનો ક્ષયોપશમ થવો જરૂરી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રાવકજીવન મિથ્યાત્વ-મોહનીય કર્મના અભાવમાં જ આત્મસ્વરૂપની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની સાથે મિથ્યાત્વનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થવો એ નમસ્કાર મંત્રની ઉપલબ્ધિ માટે આવશ્યક છે. ચોથો પ્રકાર છે વવં ? પ્રશ્ન છેનમસ્કાર ક્યાં રહે છે ? એનો આધાર શું છે? નમસ્કાર મંત્રનો આધાર એક નથી, આઠ આધાર છે. એક સમયે એક જ આધાર બને છે, આઠ આધારોમાંથી! નમસ્કાર મંત્રના આઠ આધાર આ પ્રકારે ૧. જીવ, ૨. અજીવ, ૩. અનેક જીવ, ૪. અનેક અજીવ, ૫. જીવ-અજીવ, ૬. એક જીવ - અનેક અજીવે છે. અનેક જીવ એક અજીવ, ૮. અનેક જીવ - અનેક અજીવ. પાંચમો પ્રકાર છે વિયેત્ છમ્ ? પ્રશ્ન છે : નમસ્કાર મંત્રની કાર્યમર્યાદા કેટલી છે? ઉપયોગની દ્રષ્ટિથી નમસ્કારની સ્થિતિ અત્તમુહૂર્તની હોય છે. થોડો કે ઘણો અન્તમુહૂર્ત જ હોય છે. ક્ષયોપશમરૂપ લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઈક વધારે હોય છે. છઠ્ઠો પ્રકાર છે તિવિથમ્ ? પ્રશ્ન છે નમસ્કારના કેટલા પ્રકાર હોય છે? નમસ્કારના મુખ્યત્વે પાંચ પ્રકાર હોય છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચે પદોની પૂર્વે નમ:' પદ જોડાયેલું છે. એટલા માટે નમસ્કાર પાંચ પ્રકારના હોય છે એમ કહી શકાય. નવ પ્રકારે પ્રરૂપણાઃ છ પ્રકારની પ્રરૂપણા બતાવ્યા બાદ હવે નવ પ્રકારની પ્રરૂપણા બતાવું છું. શ્રી નમસ્કાર મહામંત્રનું ચિંતન કેટલું વ્યાપક થઈ શકે છે - તમે સમજો છો ને? આ બધી ચિંતનની સામગ્રી છે. નવ પ્રકાર આ રીતે છે : ૧. સપદ, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાલ, ૬. અંતર, ૭, ભાગ, ૮. ભાવ, ૯, અલ્પબહુત. પ્રથમ પ્રકાર છે સત્પદ એટલે કે સત્તાધાર. એમાં એ વિચાર કરવાનો છે કે - નમસ્કારની પ્રાપ્તિ કરેલ જીવો ચારે ગતિમાં અવશ્ય હોય છે. પરંતુ નમસ્કારને પ્રાપ્ત કરતા જીવ ઓછા હોય છે. કોઈ વાર નથી પણ હોતા. જો હોય તો ઓછામાં ઓછા બે યા ત્રણ હોય છે. ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ ક્ષેત્ર - પલ્યોપમના અસંખ્ય ભાગની પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. “ક્ષેત્રપલ્યોપમ' શબ્દ કદાચ તમે નહીં જાણતા હો. આ કાળનું એક માપ છે - અધ્યયનનો વિષય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૭૭ બીજો પ્રકાર છે દ્રવ્યપ્રમાણ નો. દ્રવ્યપ્રમાણ એટલે સંખ્યા. નમસ્કારને પૂર્વપ્રતિપન્ન જીવ જઘન્યથી સૂક્ષ્મ ક્ષેત્ર - પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી વધારે. - ત્રીજો પ્રકાર છે ક્ષેત્રનો. નમસ્કારપ્રાપ્ત જીવ ઊર્ધ્વલોકમાં અનુત્તર દેવલોકમાં જતી વખતે સાતભાગ પ્રમાણ લોકાકાશમાં હોય છે. અધોલોકમાં છઠ્ઠી નરકમાં જતી વખતે પાંચભાગ પ્રમાણ લોકાકાશમાં હોય છે. ચોથો પ્રકાર છે સ્પર્શના ક્ષેત્ર અને સ્પર્શનામાં થોડુંક અંતર છે. ક્ષેત્રના વિષયમાં માત્ર આધારભૂત આકાશ જ લેવામાં આવે છે અને સ્પર્શનામાં આધાર ક્ષેત્રની ચારે બાજનો આકાશપ્રદેશ લેવામાં આવે છે. જેને સ્પર્શીને આધેય રહેલું ટકેલું છે. નમસ્કાર પ્રાપ્ત જીવની સ્પર્શના ક્ષેત્રની માફક જ સમજવી. પાંચમો પ્રકાર છે કાળનો. નમસ્કારનો કાળ બે પ્રકારનો છે: ૧. ઉપયોગ કાળ ૨. લબ્ધિકાળ. ૧. ઉપયોગની અપેક્ષાથી નમસ્કારનો કાળ અંતમુહૂર્તનો છે. ૨. લબ્ધિની અપેક્ષાએ નમસ્કારની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કરતાં કંઈક વધારે છે. છઠ્ઠો પ્રકાર છે “અંતરનો. અંતર એટલે વિરહકાળ. એક જીવની અપેક્ષાથી વિરહકાળ હોય છે. વિવિધ - અનેક જીવોની અપેક્ષાથી અંતર નથી હોતું. એક જીવની અપેક્ષા નમસ્કારનું અંતર જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવતમાં કંઈક ન્યૂન જેવો અનંતકાળ હોય છે. પુદ્ગલપરાવર્તકાળ” અધ્યયનનો વિષય છે. અવશ્ય અધ્યયન કરવું જોઈએ. સાતમો પ્રકાર છે “ભાગનો. જે જીવ નમસ્કાર નથી પામ્યા. તે જીવો નમસ્કાર પ્રાપ્ત જીવોની તુલનામાં અનંત ઘણા વધારે છે. આઠમો પ્રકાર છે “ભાવ”નો. ભાવ ત્રણ પ્રકારના હોય છે : ઉપશમ, લયોપશમ અને ક્ષાયિક. નમસ્કારનો સમાવેશ ક્ષયોપશમ ભાવમાં થાય છે. આ સામાન્ય નિયમ છે. રાજા શ્રેણિક, શ્રીકૃષ્ણ વગેરેનો ક્ષાવિકભાવમાં હતો. નમસ્કાર અને જીવ, જ્યારે ઉપશમ શ્રેણીમાં હોય છે ત્યારે ઉપશમભાવમાં હોય છે નમસ્કાર, નવમો પ્રકાર છે “અલ્પબદુત્વનો. – નમસ્કારને પામી રહેલા જીવો સૌથી ઓછા હોય છે. – જે જીવ નમસ્કાર પામેલા છે તેઓ અસંખ્યાતગણા વધારે હોય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૩ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે ઃ સમાાતિ-ચિન્તનમ્ ॥૮॥ तथा -- નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન કરવું જોઈએ. આ મહત્ત્વપૂર્ણ વાત કરી છે ગ્રંથકારે. તમે ગૃહસ્થ છો છતાં પણ શ્રાવક છો, તો તમારે તત્ત્વચિંતન કરવું જ જોઈએ. તત્ત્વચિંતન તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે. જ્ઞાની પુરુષ-સદ્ગુરુ પાસેથી તમે તત્ત્વજ્ઞાન પામ્યા હશો તો જ તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે. તમે તત્ત્વજ્ઞાની બનો એ ભાવનાથી ‘શ્રી નમસ્કાર નિયુક્તિ' ગ્રંથનાં માધ્યમથી શ્રી નમસ્કાર મહામંત્રને વિસ્તારપૂર્વક સમજાવવા પ્રયત્ન કરું છું. તમે લોકો સમજવા પ્રયત્ન કરો. જે વાત તમે નથી સમજ્યા તે પ્રવચન પછી યોગ્ય સમયે આવીને સમજી શકશો. હવે આપણે કાલે જ્યાંથી વિષય અપૂર્ણ રાખ્યો હતો, ત્યાંથી આગળ વધીએ છીએ. કાલે પ્રરૂપણા' સુધીનાં પ દ્વારોનું વિવેચન કર્યું હતું; આજે ૬ થી ૧૧ દ્વારોનું વિવેચન કરવાની ભાવના છે. જો કદાચ કેટલાંક દ્વારો બાકી રહી જશે તો કાલે એમનું વિવેચન કરીશ. ૬. વસ્તુ ઃ વસ્તુદ્વારથી એ વિચારવાનું છે કે નમસ્કારને યોગ્ય પૂજ્ય કોણ છે ?' અનંત ગુણોના નિધાન-સ્વરૂપ અરિહંત આદિ પંચ પરમેષ્ઠી જ ‘વસ્તુ’ છે. એટલે કે નમસ્કરણીય, પૂજ્ય છે. નમસ્કરણીય વસ્તુ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તેઓ ગુણમય હોવાથી મૂર્તિમંત ગુણ જેવા જ છે. એટલા માટે જે ગુણાર્થી ભવ્ય જીવ છે એમને માટે પૂજ્ય છે. મોક્ષાર્થી ભવ્ય જીવો માટે આ પાંચ પરમેષ્ઠી મોક્ષનો હેતુ છે. એટલા માટે પૂજ્ય છે. અરિહંત આદિ પંચ પરમેષ્ઠી મોક્ષમાર્ગના હેતુ કઈ રીતે છે એ બતાવતાં ‘નમસ્કાર નિયુક્તિમાં કહેવાયું છે કે : मग्गो अविप्पणासो आयारो विजयया सहायत्तं । पंचविह नमुक्कारं करेमि एएहिं हेऊहिं ॥ १७ ॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ નમસ્કારના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે ૧. મોક્ષમાર્ગ, ૨, અવિનાશિતા, ૩. આચાર, ૪. વિનય અને ૫. સહાયતા. મોક્ષમાર્ગનો ઉપદેશ આપવાથી અરિહંત મોક્ષના હેતુ છે. કારણ કે મોક્ષમાર્ગ એમને આધીન છે. તેઓ જ મોક્ષમાર્ગના ઉપદેશકો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગ અરિહંત જ બતાવે છે. એટલા માટે તેઓ નમસ્કરણીય છે. પૂજ્ય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધનાનાં ફળસ્વરૂપ જે ‘સિદ્ધ’ બન્યા છે, મોક્ષ પામી ચૂક્યા છે, તેઓ કૃતાર્થ છે. એટલા માટે તેઓ પૂજ્ય છે. તેઓ ગુણમય છે માટે પૂજ્ય છે. જો સિદ્ધ ભગવંત ન હોત તો મોક્ષમાં આત્મા અવિનાશી હોય છે', એવું આપણે વિચારી ન શકત. “મોક્ષ અવિનાશી છે - મોક્ષમાં સર્વ સિદ્ધ ભગવંત અવિનાશી છે.’ એવું જે જ્ઞાન થાય છે, તે જ સિદ્ધોનો ઉપકાર છે. બીજી વાત એ છે કે ‘આપણને જે અભીષ્ટ છે તે મોક્ષનો જ્ઞાનાદિ સન્માર્ગ છે.’ એવો નિશ્ચય સિદ્ધોને કારણે જ થાય છે. મોક્ષ અવિનાશી છે’ - એ બોધને કારણે ‘સમ્યગ્દર્શન આદિ સન્માર્ગ છે,' એવો વિશ્વાસ મુમુક્ષુ જીવોને થાય છે. જો સિદ્ધ ન હોત તો આ વિશ્વાસ કેવી રીતે થાત ? ત્રીજી વાત એ છે કે સિદ્ધ અવિનાશી હોય છે અને એમનું સુખ અનંત - અનુપમ હોય છે,’ આ વાત જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રીતિ થાય છે. મોક્ષમાર્ગમાં પ્રીતિ થવી એ કોઈ નાની વાત નથી. આ સિદ્ધ ભગવંતોનો ઉપકાર છે. હવે નિશ્ચયનય અને વ્યવહારનયની અપેક્ષાએ આ વાત બતાવું છું. નિશ્ચયનયથી આત્મા જ મોક્ષમાર્ગ છે; અને મોક્ષમાર્ગની રુચિસ્વરૂપ સમકત્વ પણ આત્મા જ છે ! - ૧૭૯ - વ્યવહારનયથી જે પ્રકારે અરિહંત મોક્ષમાર્ગના ઉપદેશક હોવાથી ઉપકારી છે, એ રીતે ક્ષીણસંસારી સિદ્ધ ભગવંતો પણ અવિનાશીતાને કારણે ઉપકારી મનાયા છે. આચાર્ય ભગવંત આચારોનો ઉપદેશ આપે છે, એ કારણે તેઓ પ૨મોપકારી છે, માટે તેઓ પૂજ્ય છે. - ઉપાધ્યાય ભગવંત સૂત્રપાઠ આપે છે અને શિષ્યોને વિનીત બનાવે છે, એટલા માટે પૂજ્ય છે. સાધુ ભગવંત આચારવાન તેમજ વિનયવાન હોય છે. તેઓ મોક્ષમાર્ગની આરાધનામાં બીજાને મદદ કરે છે, એટલે તેઓ પૂજ્ય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રાવકજીવન અરિહંત આદિ પંચ પરમેષ્ઠી સ્વર્ગ-અપવર્ગ આદિ ફળના નિમિત્ત બને છે, એટલા માટે પૂજ્ય છે. અરિહંત : માતવાર નિયલ: મદારોઃ અરિહંત ભગવાનની વિશેષતાઓ બતાવતાં નમસ્કાર નિયુક્તિના રચયિતા જણાવે છે : अडवीइ देसिअत्तं तहेव निज्जामणा समुद्दम्मि । छक्कायरक्खणट्ठा महागोवा तेण वुच्चंति ॥ – સંસારરૂપ અટવીમાં અટવાઈ ગયેલા જીવોને અરિહંત સાચો માર્ગ બતાવે છે. એટલા માટે તેઓ ‘માર્ગદર્શક કહેવાય છે. – સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા જીવોને, સમુદ્રમાં ડૂબતી નૌકાને પાર ઉતારે છે, એટલા માટે તેઓ નિયમિક' કહેવાય છે. - પકાય (પૃથ્વી-જળ-તેજ-વાયુ વનસ્પતિ અને ત્રસ) જીવોની રક્ષા કરવાના પ્રયત્નથી તેઓ “મહાગોપ” કહેવાય છે. આ કારણે અરિહંત નમસ્કાર યોગ્ય-પૂજ્ય અરિહંતઃ ગુણોને કારણે પૂજનીયઃ અરિહંત પરમાત્માના કેટલાક વિશિષ્ટ ગુણો બતાવતાં કહ્યું છે કે : राग-दोस-कसाए इंदियाणि अ पंच वि परीसहे । उवस्सग्गे नामयंता नमोऽरिहा तेण वुच्चंति ॥३२॥ અરિહંત રાગ-દ્વેષ, કષાય, ઈન્દ્રિય-પરિષહ અને ઉપસર્ગોને નમાવે છે એટલા માટે તેઓ નમસ્કારને યોગ્ય છે. અરિહંતની પરિભાષાઓ : * “અરિહંતની પહેલી પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છેઃ "ઇન્દ્રિય, વિષય-કષાયપરીષદ, વેદના અને ઉપસર્ગ–આ શત્રુઓનો નાશ કરનાર “અરિહંત' કહેવાય છે.” * બીજી પરિભાષા આ પ્રકારની છેઃ સર્વ જીવોનાં આઠ પ્રકારનાં કર્મ હોય છે. તે કર્મો જ જીવના શત્રુ છે. કર્મરૂપ શત્રુઓનો નાશ કરનાર “અરિહંત' કહેવાય * ત્રીજી પરિભાષા આ પ્રકારની છે અજ્ઞાન...મોહ આદિ દુખોનો જે નાશ કરી Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ દે છે, તેઓ ‘અરિહંત' કહેવાય છે. * ચોથી પરિભાષા આ પ્રકારની છે : વંદન તેમજ નમસ્કારને જે યોગ્ય છે, પૂજા અને સત્કા૨ને જે યોગ્ય છે, અને જે મુક્તિ પામવા યોગ્ય છે તે ‘અરિહંત’ કહેવાય છે. ૧૮૧ * પાંચમી પરિભાષા આ પ્રકારની છે ઃ જેમાં જીવ સ્થિરભાવ પામે છે તે સિદ્ધિ કહેવાય છે. તે સિદ્ધિ લોકાગ્ર પર સ્થિત છે. ત્યાં જનારાઓ અરિહંત' કહેવાય છે. એટલે કે એવી યોગ્યતા ધારણ કરનારાઓને ‘અરિહંત’ કહે છે. * છઠ્ઠી પરિભાષા સાંભળી લો : જે દેવ, મનુષ્ય તેમજ અસુર દ્વારા પૂજાય છે, જેઓ રાગદ્વેષાદિ શત્રુઓને હણી નાખે છે, અને કર્મરૂપી મેલનો નાશ કરે છે, તેઓ ‘અરિહંત’ કહેવાય છે. નમસ્કારનો પ્રભાવ ઃ પરિભાષાઓ જણાવ્યા પછી અરિહંત નમસ્કારનો પ્રભાવ બતાવું છું : અરિહંતને ભાવપૂર્વક કરવામાં આવેલા નમસ્કાર જીવને હજારો ભવોના પરિભ્રમણથી મુક્ત કરે છે અને આત્મભૂમિમાં બોધિબીજ વાવી દે છે. ભવક્ષયની ઇચ્છાવાળો મનુષ્ય જો પોતાના હ્રદયમાં નમસ્કાર કરે છે, તેના દુર્ધ્યાનનું નિવારણ અવશ્ય થઈ જાય છે. તે ધર્મધ્યાનમાં લીન રહે છે. જે રીતે અગ્નિનો ભય ઉત્પન્ન થતાં બધું જ છોડીને મનુષ્ય મૂલ્યવાન રત્નો જ બચાવવા પ્રયત્ન કરે છે, એ રીતે મૃત્યુના સમયે બાર અંગોનું અધ્યયન છોડીને ‘અરિહંત’ને જ નમસ્કાર કરવામાં આવે છે. એટલા માટે આ નમસ્કારમાં બાર અંગોનો સમાવેશ થઈ જાય છે. નમસ્કાર બાર અંગોનો સાર છે. અરિહંતને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારો છે, અને સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પાંચ ‘વસ્તુ’માં પ્રથમ વસ્તુ ‘અરિહંત’નું વર્ણન પૂર્ણ કર્યું; હવે બીજી વસ્તુ ‘સિદ્ધ’નું વર્ણન કરું છું. સિદ્ધઃ સામાન્ય રીતે સિદ્ધ ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યાં છે ઃ ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ઘ, ૩. દ્રવ્યસિદ્ધ, ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્પસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મર્મસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯ આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. યાત્રાસિદ્ધ, ૧૨, અભિપ્રાયસિદ્ધ, ૧૩, તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવકજીવન પ્રસ્તુતમાં આપણે કર્મક્ષયસિદ્ધ'ની વાત કરવી છે. જેમણે કર્મના સર્વ અંશોનો નાશ કર્યો છે તે અકર્મક્ષયસિદ્ધ' કહેવાય છે. * ધ્યાનરૂપ અગ્નિથી આઠ પ્રકારના કર્મ ભસ્મીભૂત કરીને સિદ્ધને સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે. * સિદ્ધ ભગવંતોના આત્માઓ લોકાકાશના અગ્રભાગ પર પ્રતિષ્ઠિત છે. ત્યાં પ્રતિષ્ઠિત આત્માઓ સંસારમાં પાછા ફરતા નથી. * એ સિદ્ધભૂમિનું નામ “ઈષ પ્રાગુભારા છે. બીજો ભાગ “સીતા” છે. એનાથી એક યોજન દૂર લોકનો અંતભાગ છે. અનુત્તર દેવલોકના સવથિસિદ્ધ વિમાનથી “બાર યોજન દૂર તે સિદ્ધભૂમિ આવેલી છે. * તે સિદ્ધભૂમિ નિર્મળ જળબિંદુ સમાન છે. હિમ જેવા વર્ષની છે. અથવા ગાયના દૂધ જેવા રંગની છે. * એ સિદ્ધભૂમિના એક ક્ષેત્રમાં અનંત સિદ્ધ રહે છે. * સિદ્ધ અશરીરી હોય છે. આત્મપ્રદેશ ઘન થયેલા હોય છે, તેઓ જ્ઞાન અને દર્શનમાં ઉપયુક્ત બનેલા હોય છે. તેઓ સાકાર તેમજ નિરાકાર ઉપયોગવાળા હોય છે. સિદ્ધ ભગવંતોનું જે સુખ હોય છે તેવું સુખ ન તો મનુષ્યોનું હોય છે, ન તો સર્વ દેવોનું હોય છે ! એવું સુખ ચક્રવર્તી રાજાને પણ નથી હોતું. કોઈ દેવને પણ એવું સુખ હોતું નથી. સિદ્ધોને કોઈ પણ પ્રકારની પીડા પણ થતી નથી. * સિદ્ધોનું સુખવિશિષ્ટ આલાદરૂપ હોય છે. આ આહ્વાદ અત્યંત, ઉપમાતીત, એકાન્ત, ઉત્સુકતારહિત તેમજ સ્થિર હોય છે. * તે સિદ્ધ ભગવંતો દુઃખરહિત, જન્મ-જરા-મૃત્યુરહિત હોય છે. શાશ્વતું તેમજ અવ્યાબાધ સુખનો તેઓ અનુભવ કરે છે. * સિદ્ધોને કરેલો ભાવ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે અને બોધિ બીજને આત્મભૂમિમાં વાવી દે છે. * ભવક્ષય કરવાની ઈચ્છાવાળો મનુષ્ય પોતાના દ્ધયમાં સિદ્ધને નમસ્કાર કરતો રહે છે. દુધ્ધનથી મુક્ત થાય છે અને ધર્મધ્યાનમાં લીન બને છે. * મૃત્યુના સમયે નિરંતર...પુનઃ પુનઃ સિદ્ધોને નમસ્કાર કરવા જોઈએ. આ રીતે બીજી વસ્તુ સિદ્ધનું વર્ણન કર્યું. હવે ત્રીજી વસ્તુ “આચાર્ય નું વર્ણન કરું છું. તમે એકાગ્રચિત્તથી સાંભળજો. Page #189 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૮૩ આચાર્ય : * પાંચ પ્રકારના આચારોનું પાલન કરનારા, ઉપદેશ આપનારા અને આચારોને બતાવનારા હોવાથી આચાર્ય કહેવાય છે. પાંચ પ્રકારના આચારોનાં નામ છેઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તમાચાર અને વીચાર. * આચાયોને કરવામાં આવેલા ભાવ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે, સમ્યકત્વ પ્રાપ્ત કરાવે છે. દૂધ્યનિનો નાશ કરાવે છે. મૃત્યુ વખતે પુનઃપુનઃ આચાર્યને નમસ્કાર કરવામાં આવે છે. * આચાર્યને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર અને સર્વ મંગલોમાં આ ત્રીજું મંગલ છે. ઉપાધ્યાય : ચોથી વસ્તુ છે ઉપાધ્યાય. જેની પાસે આવીને સાધુગણ ધાર્મિક સૂત્રોનો અભ્યાસ કરે છે, તે ઉપાધ્યાય કહેવાય છે. * તીર્થંકર પરમાત્મા દ્વારા પ્રરૂપિત દ્વાદશાંગી (આચારાંગથી દૃષ્ટિવાદ પર્વત સૂત્રો)ને ગણધર આદિ મહાપુરુષો સ્વાધ્યાય કહે છે. ઉપાધ્યાય આવા સ્વાધ્યાયનો ઉપદેશ આપે છે. * ઉપાધ્યાયનો બીજો અર્થ પણ બતાવવામાં આવ્યો છે. “હ” એટલે ઉપયોગ કરવો અને “જઝા' એટલે ધ્યાન કરવું. ઉપયોગપૂર્વક જેઓ ધ્યાન કરે છે તેઓ ઉજઝા' કહેવાય છે. ઉજઝા એટલે ઉપાધ્યાય ! * આવા ઉપાધ્યાયોને ભાવપૂર્વક કરવામાં આવેલા નમસ્કાર જીવને હજારો ભવોમાંથી મુક્ત કરાવે છે, અને સમ્યકત્વ આપે છે. જે મુમુક્ષુ આત્મા પોતાના દયમાં ઉપાધ્યાયને નમસ્કાર કરે છે, તેનું દુબનિ દૂર થઈ જાય છે. મૃત્યુ સમયે વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. ઉપાધ્યાયને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. આ સર્વ મંગલોમાં ચોથું મંગલ છે. સાધુ: હવે પાંચમી વસ્તુ “સાધુનો ભાવાર્થ બતાવું છું. જેઓ ઇચ્છિત અર્થને સાધે છે તે સાધુ કહેવાય છે. સાધુ નિવણસાધક છે. સમ્યગદર્શનાદિ યોગોની સાધના કરે છે, અનુષ્ઠાનો કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવી હોય છે. પ્રશ્ન : સાધુઓમાં કયું તપ, નિયમ તેમજ સંયમનો ગુણ હોય છે કે જેને કારણે તેઓ વંદનીય બને છે? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાવકજીવન ઉત્તર ઃ સાધુ વિષમ સુખથી દૂર રહેનારા હોય છે. નિર્મળ ચારિત્ર એમનો નિયમ હોય છે અને ગુણપ્રાપ્તિ તેમજ આત્મકાર્યમાં સદૈવ ઉદ્યમશીલ હોય છે. એટલા માટે એમને વંદન કરવામાં આવે છે. * મોક્ષમાર્ગની આરાધનામાં જેઓ અસહાય હોય છે, તેને સાધુ સહાયક બને છે, એટલા માટે તેમને વંદન કરવામાં આવે છે. પારમાર્થિક સાધનાની પ્રવૃત્તિમાં જગત જ્યારે અસહાય હોય છે, ત્યારે અસહાય જીવને સંયમ-પાલનમાં સાધુ સહાય કરે છે. એટલા માટે તેઓ વંદનીય છે. * સાધુને કરેલા ભાવ નમસ્કાર જીવને સંસાર-ભ્રમણમાંથી મુક્ત કરાવે છે અને સમ્યકત્વ પ્રદાન કરે છે. * પોતાના હૃદયમાં સાધુને નમસ્કાર કરનારનું દુર્ધ્યાન દૂર થાય છે. વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. મૃત્યુ વખતે * સાધુને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે અને સર્વ મંગલોમાં આ પાંચમું મંગલ છે. આ રીતે ‘વસ્તુ’ નાં માધ્યમથી નમસ્કાર મહામંત્રના પંચ પરમેષ્ઠી ભગવંતોનો ભાવાર્થ બતાવ્યો. પુનઃપુનઃ ચિંતન કરવા જેવી બાબત છે. ૭. આક્ષેપ ઃ ૮. પ્રસિદ્ધિ ઃ : નમસ્કાર મહામંત્રને વિશેષ રૂપથી સમજવા માટે જે શંકાઓ કરવામાં આવે છે, તેને ‘આક્ષેપ’ કહે છે. આક્ષેપ એટલે શંકા. આ શંકાઓનું સમાધાન આઠમા ‘પ્રસિદ્ધિ’ દ્વારમાં કરવામાં આવ્યું છે શંકા : નમસ્કાર સંક્ષિપ્ત નથી તેમજ વિસ્તૃત નથી. જો સંક્ષિપ્ત હોત તો માત્ર સિદ્ધો અને સાધુઓને જ નમસ્કાર કરવામાં આવત. વિસ્તારથી નમસ્કાર હોત તો અનેક પ્રકારે હોત ! પંચવિધ નમસ્કાર યોગ્ય નથી લાગતો ! આ નમસ્કાર મંત્ર સામયિક સૂત્રની જેમ સંક્ષિપ્ત નથી. એ રીતે ૧૪ પૂર્વેની જેમ વિસ્તૃત નથી. આ બંને કરતાં નમસ્કાર મંત્રનું સૂત્ર ભિન્ન છે ! સમાધાન ઃ નમસ્કાર સૂત્ર સંક્ષિપ્ત જ છે, પરંતુ સંક્ષિપ્ત અર્થ તમે જે કર્યો તે નથી કે સિદ્ધોને અને સાધુઓને જ નમસ્કાર કરવા ! કારણ કે અરિહંત વગેરે અવશ્ય સાધુ છે, પરંતુ સર્વ સાધુ અરિહંત નથી ! અરિહંત વગેરે અવશ્ય સાધુ છે. કારણ કે તેમનામાં સાધુના ગુણોનો સદ્ભાવ છે, પરંતુ સર્વ સાધુ અરિહંત વગેરે નથી. કેટલાક સાધુઓ અરિહંત હોય છે, કેટલાક ઉપાધ્યાય.....અને કેટલાક સાધુઓ હોય છે. એ સર્વે અરિહંત નથી હોતા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૮૫ એટલા માટે માત્ર સાધુને નમસ્કાર કરવાથી, અરિહંત આદિને નમસ્કાર કરવાથી જે ફળ મળે છે, તે ફળ નથી મળતું. એટલા માટે નમસ્કારના પાંચ પ્રકારો માનવા જોઈએ. બે પ્રકારના નમસ્કાર ન માનવા જોઈએ. સિદ્ધાને નમસ્કાર કરવા માત્રથી ‘અરિહંતના સર્વ ગુણોનો બોધ નથી થતો. એમ તો “સાધુ' કહેવાથી આચાર્ય તેમજ ઉપાધ્યાયના ગુણોનો બોધ નથી થતો. ૯. ક્રમ : આક્ષેપ' (શંકા) અને પ્રસિદ્ધિ' (સમાધાન) દ્વારોનું વર્ણન કરીને હવે “ક્રમ દ્વારનાં માધ્યમથી નમસ્કાર મંત્રનો વિશેષ અર્થ બતાવું છું. પ્રશ્નઃ નમસ્કાર મંત્રમાં સર્વપ્રથમ અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા આચાર્ય, ચોથા ઉપાધ્યાય અને પાંચમા સાધુ - આ ક્રમ કેમ રાખવામાં આવ્યો છે? 'ઉત્તર ઃ ક્રમ બે પ્રકારનો હોય છે ઃ ૧. પૂવનુપૂર્વી અને ૨. પશ્ચાનુપૂર્વી. અનાનુપૂર્વી'. ક્રમ નથી. નમસ્કાર મહામંત્રમાં પરમેષ્ઠીનો ક્રમ પૂર્વનુપૂર્વીનો છે. અરિહંતના ઉપદેશથી સિદ્ધોનું જ્ઞાન થાય છે. એટલા માટે સૌથી પ્રથમ “અરિહંત'ને નમસ્કાર કરવામાં આવે છે. પછી ધ્યેયરૂપ સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. અરિહંત જ્યારે પૃથ્વી ઉપર નથી હોતા ત્યારે આચાર્ય તેમનું કાર્ય કરે છે, એટલા માટે ત્રીજો ક્રમ આચાર્યનો છે. મોક્ષનું જ્ઞાન ઉપાધ્યાય આપે છે, એટલે ચોથો ક્રમ એમનો છે. અને સાધુ સ્વયં મોક્ષમાર્ગની સાધના કરે છે તેમજ બીજાને સહાયતા કરે છે, એ દ્રષ્ટિએ એમનો ક્રમ પાંચમો છે. ૧૦. પ્રયોજન અને ૧૧. ફળઃ ક્રમ બતાવ્યા પછી પ્રયોજન અને ફળ બતાવવામાં આવે છે. – પ્રયોજન છે કર્મક્ષય તેમજ મોક્ષપ્રાપ્તિ. નમસ્કાર કરવાથી તરત જ કર્મક્ષય થાય છે. ભાવ નમસ્કાર કર્યા વગર અનંત કમપુદ્ગલોનો નાશ થતો નથી. – ફળ છે મંગલની પ્રાપ્તિ! ઈહલોકનાં સુખોની પ્રાપ્તિ તેમજ પરલોકનાં સુખોની પ્રાપ્તિ ! “નમસ્કાર નિયુક્તિમાં કહેવામાં આવ્યું છે : इहलोई अत्थकामा आरुग्गं अभिरई अ निष्कत्ति । सिद्धयो सग्ग सकुलप्पच्चयाई य परलोए ।।१३७॥ આ ગાથાનો અર્થ સાંભળી લો. * આ લોકમાં (આ વર્તમાન જીવનમાં) અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં સિદ્ધિ સ્વર્ગ અને ઉત્તમ કુલની પ્રાપ્તિ થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવકજીવન * અર્થ-કામની પ્રાપ્તિ થાય છે એટલે કે અર્થ અને કામ શુભ વિપાકવાળા બને છે. આ જીવનમાં અર્થ-કામ દ્વારા અનુકૂળ આનંદ પ્રાપ્ત થાય છે, એને અભિરતિ' કહે છે. * નમસ્કારનું મુખ્ય ફળ છે સિદ્ધિ. એટલા માટે પ્રથમ ફળ સિદ્ધિનું બતાવવામાં આવ્યું છે. પરંતુ વિરલ આત્માઓ જ સિદ્ધિ પામે છે. બીજા આરાધક જીવો બીજા જન્મમાં સુકુળમાં જન્મ પામે છે. અથવા સ્વર્ગમાં જાય છે. આ રીતે “નમસ્કાર નિયુક્તિ'માં નમસ્કાર મંત્રનો વિશિષ્ટ બોધ કરાવનાર ૧૧ દ્વારોથી વિવેચન કરવામાં આવ્યું છે. નમસ્કાર મહામંત્રના વિષયમાં ચિંતન કરવાની વાતો જણાવી છે. કરશો ને ચિંતન? સભામાંથી આ બધી વાતો યાદ નહીં રહે. મહારાજશ્રી યાદ રાખવા માટે અધ્યયન કરવું પડશે. સાંભળવા માત્રથી આ બધી વાતો યાદ ન રહી શકે ! અને આ બધી વાતો યાદ રહેશે તો જ ચિંતન કરી શકશો ! ફળ બે પ્રકારનાં બતાવ્યાં છેઃ ૧. ઈહલૌકિક અને ૨. પારલૌકિક. ઇહલૌકિક ફળમાં મુખ્ય ફળ બતાવ્યું છે ધનપ્રાપ્તિ ! નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક સ્મરણ કરવાથી એ મંત્ર ધન પણ આપે છે ! શાસ્ત્રમાં ઉદાહરણો મળે છે. એક ઉદાહરણ ‘ત્રિદંડી'નું બતાવું છું. ત્રિદંડીનું ઉદાહરણઃ એક ગામ હતું. એ ગામમાં શ્રેષ્ઠીપુત્ર શિવકુમાર રહેતો હતો. માતાપિતાના મૃત્યુ બાદ તે નિધન થઈ ગયો. તે ગામમાં ભટકતો રહેતો હતો. એક દિવસે એને ત્રિદંડી સંન્યાસી સાથે મૈત્રી થઈ ગઈ. સંન્યાસીએ શિવકુમારને પૂછ્યું : તારે ધનવાન બનવું છે?' જરૂર.” તો હું કહું તેવું કામ કરવું પડશે.' કરીશ.” જેનો કોઈ માલિક ન હોય એવો એક અખંડિત મૃતદેહ મનુષ્યનો લઈ આવ. તો હું તને ધનવાન બનાવીશ.” શિવકુમાર માનવનો મૃતદેહ લઈ આવ્યો. સંન્યાસીને બતાવ્યો. સંન્યાસીએ મૃતદેહ જોયો. જેવો જોઈતો હતો તેવો જ એ મૃતદેહ હતો. તેણે શિવકુમારને Page #193 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૮૭ કહ્યું : ‘હવે આ મૃતદેહને રાતના સમયે સ્મશાનમાં લઈ જવો પડશે. ત્યાં જ તમામ વિધિવિધાનો કરવામાં આવશે. કાલે જ તું ધનવાન બની જઈશ !' શિવકુમાર આ રીતે કદી સ્મશાનમાં ગયો ન હતો. તેને ભય લાગ્યો. પરંતુ એની પાસે નમસ્કાર મહામંત્ર હતો. તેના પિતાએ એને કહ્યું હતું ઃ “બેટા, જ્યારે તને ભય લાગે ત્યારે આ મંત્રનો જાપ કરજે, આ મંત્ર મહાન વિદ્યા છે.’ શિવકુમાર મૃતદેહ લઈને સંન્યાસીની સાથે સ્મશાનમાં ગયો. એક જગ્યા પસંદ કરીને ત્યાં મૃતદેહ રાખ્યો. મૃતદેહના હાથમાં તલવાર પકડાવી દીધી. શિવકુમારને મૃતદેહ પાસે બેસાડવામાં આવ્યો. સંન્યાસી ત્યાં બેસી ગયો અને મંત્રજાપ કરવા લાગ્યો. સંન્યાસીના મંત્રજાપથી મુડદામાં વેતાલનો પ્રવેશ થયો. મુડદું સૂતેલું હતું, તે ધીમેધીમે ઊભું થવા લાગ્યું. શિવકુમાર ભયનો માર્યો કાંપવા લાગ્યો. પરંતુ તે પોતાના મનમાં શ્રી નવકાર મહામંત્રનો જાપ-સ્મરણ કરવા લાગ્યો. મહામંત્રના પ્રભાવથી મુડદું ઊભું થઈ ગયું હતું તે જમીન ઉપર પડી ગયું. ફરી વાર સંન્યાસીના મંત્રજાપથી મુડદું ઊભું થયું. શિવકુમારના જાપના પ્રભાવથી મુડદું જમીન ઉપર પડી ગયું ! સંન્યાસીએ શિવકુમારને પૂછ્યું : ‘તું કોઈ મંત્ર જાણે છે ? મંત્રજાપ કરે છે ?' શિવકુમારે પોતાનું માથું હલાવીને ના પાડી દીધી. સંન્યાસીએ ત્રીજી વાર મંત્રજાપ શરૂ કર્યો. મુડદું ઊભું થઈ ગયું; પરંતુ શિવકુમારના મંત્રજાપના પ્રભાવથી જમીન ઉપર પડી ગયું. મુડદામાં પ્રવેશેલો વેતાલ ક્રોધાયમાન થયો. તેણે તલવારથી સંન્યાસીના બે ટુકડા કરી નાખ્યા. સંન્યાસીનું શરીર સોનું બની ગયું ! એ શિવકુમારે જોયું ! વેતાલ મુડદામાંથી નીકળી ચાલ્યો ગયો. શિવકુમાર સોનું કાપી કાપીને પોતાને ઘેર લઈ ગયો ! તે શ્રીમંત બની ગયો. નમસ્કાર મંત્રનું એને ફળ મળ્યું. આ દૃષ્ટાંત ઇહલૌકિક ફળની પ્રાપ્તિના વિષયમાં છે, હવે પારલૌકિક ફળના વિષયમાં એક દૃષ્ટાંત આપીને પ્રવચન પૂર્ણ કરીશ. મથુરા નગરીમાં જિનદત્ત નામનો એક શ્રાવક રહેતો હતો. જિનદત્ત શ્રાવક દયા, દાન, દક્ષતા આદિ ગુણોથી શોભાયમાન હતો. તેની પાસે ધનસંપત્તિ અને વૈભવ પણ પુષ્કળ હતાં. શ્રીનમસ્કાર મંત્રનો પ્રતિદિન જાપ કરતો હતો. પરમાત્મા જિનેશ્વરદેવનો પૂજક હતો. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન મથુરામાં ‘ડિક’ નામનો ચોર પણ રહેતો હતો. દ૨૨ોજ મથુરામાં ચોરી કરતો હતો. એક દિવસે નગરક્ષકોએ એને પકડી લીધો. તેને રાજાની પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ એને ફાંસીની સજા કરી. પરંતુ જ્યારે એને નગર બહાર ફાંસીએ લટકાવવા લઈ જતા હતા ત્યારે તેની પાછળ ગુપ્તચર મૂકવામાં આવ્યા હતા કે આ ચોરના કોણ-કોણ સાથીદારો છે ? ૧૮૮ ચો૨ને રસ્તામાં ખૂબ તરસ લાગી. તેણે આસપાસ જોયું, ત્યાં જિનદત્ત ઊભો હતો. ચોરે એને કહ્યું : “જિનદત્ત, તું દયાવાન છે, મને અતિશય તરસ લાગી છે; પાણી વગર હું મરી જઈશ.' જિનદત્તે કહ્યું : ‘હું તને પાણી લાવી આપું છું, પરંતુ જ્યાં સુધી હું પાણી લઈને ન આવું ત્યાં સુધી તું નમસ્કાર મહામંત્રનો જાપ કરજે. હું તને નમસ્કાર મહામંત્ર આપું છું. જો તેં જાપ નહીં કર્યો હોય તો તને હું પાણી નહીં આપું.’ ચોરને મંત્ર આપીને જિનદત્ત પાણી લેવા ગયો. આ બાજુ નગ૨૨ક્ષકો ચોરને લઈને ફાંસીની જગ્યાએ લઈ ગયા. આ બાજુ જેવો એને ફાંસીએ લટકાવ્યો, તેવો જ જિનદત્ત પાણી લઈને ત્યાં પહોંચ્યો. ‘હવે હું તને પાણી પાઉં છું.' બોલતો જિનદત્ત તેની પાસે પહોંચ્યો જ હતો કે પેલો ચોર ‘નમો અરિહંતાણં' બોલીને મરણ પામ્યો. મરીને તે ચોર વ્યંતરયોનિમાં યક્ષદેવ બન્યો. નગ૨૨ક્ષકોએ જિનદત્તને પકડી લીધો અને તેને રાજાની સમક્ષ લઈ ગયા. તેમણે રાજાને કહ્યું : “આ હૂંડિક ચોરનો સાથી છે. તે ચોરને પાણી પાવા આવ્યો હતો.’ રાજા જિનદત્ત ઉપર રોષે ભરાયો. તેણે આજ્ઞા કરી, આ શેઠને પણ ફાંસીએ લટકાવી દો.’ સૈનિકો જિનદત્તને ફાંસી આપવા ફાંસીની જગ્યાએ લઈ ગયા. એ સમયે હુંડિક યક્ષે ‘અવધિજ્ઞાન’ના પ્રકાશમાં જોયું કે તે દેવ કેવી રીતે બન્યો ?’ તેણે મથુરામાં જોયું. જિનદત્તને ફાંસી આપવાની તૈયારી કરતા રાજપુરુષોને જોયા. જિનદત્ત પ્રત્યે યક્ષને પૂર્ણ પ્રીતિ હતી. તેણે પર્વતની એક વિશાળ શિલા ઉપાડી અને મથુરાના બાહ્ય પ્રદેશમાં જઈ ચડ્યો. તેણે રાજસૈનિકોને કહ્યું : “હે દુષ્ટો, શું તમે આ મહાશ્રાવકને નથી ઓળખતા ? તેની ક્ષમા માગો, એને છોડી દો, નહીંતર આ શિલાથી તમને બધાને મારી નાખીશ !' રાજસૈનિકો ખૂબ ગભરાઈ ગયાં. જિનદત્તને છોડી દીધો. રાજાએ પૂર્વીદેશામાં હૂંડિક યક્ષનું મંદિર બનાવ્યું. આ નમસ્કાર મહામંત્રના પારલૌકિક ફળનું દૃષ્ટાંત છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ભાગ ૩ નમસ્કાર નિયુક્તિના રચયિતા : આ ગ્રંથના રચયિતા છે પ્રતિભાવંત તેમજ શ્રુતજ્ઞાનના રહસ્યવેત્તા શ્રી ભદ્રબાહુસ્વામી ! શ્રી ભદ્રબાહુસ્વામી નિયુક્તિ' ગ્રંથોના રચનાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે ૧૧ દ્વારોથી નમસ્કાર મહામંત્રની જે મહત્તા બતાવી છે, તે જ તેમની પ્રતિભાનો પરિચય કરાવે છે. મેં મારી અલ્પબુદ્ધિથી નિયુક્તિ ગ્રંથને સહારે શ્રી નવકાર મહામંત્રની મહત્તા બતાવવાનો સ્વલ્પ પ્રયત્ન કર્યો છે. એમાં મારી કોઈ ભૂલ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય, તો મિચ્છામિ દુકડે ! આજે બસ, આટલું જ. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬૪) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ઉધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહ્યું છેઃ नमस्कारादि-चिन्तनम् શ્રાવકે શ્રીનમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોના વિષયમાં ચિંતન કરવું જોઈએ. અધ્યયન વગર ચિંતન થઈ શકતું નથી. એટલા માટે નમસ્કાર મહામંત્રના વિષયમાં તમને વિશેષ વાતો બતાવી રહ્યો છું. આજે ત્રીજો દિવસ છે. આજે તો અતિ ગંભીર વાતો બતાવવી છે. કુંડલિની – ઉત્થાન વૈદિક પરંપરામાં કુંડલિનીના ઉત્થાન માટે પચ્ચક્રભેદનની પરંપરા પ્રચલિત છે, પરંતુ આપણી જૈન પરંપરામાં કદાચ કુંડલિની' શબ્દ સાંભળવામાં પણ આવ્યો નહીં હોય ! હું પણ પહેલાં તો એમ જ સમજતો હતો કે જૈન પરંપરામાં કુંડલિની - ઉત્થાન જેવી કોઈ વાત જ નથી ! પરંતુ જ્યારે પ્રાકૃત ભાષામાં રચેલા ૧૨ ગાથાઓનું એક સ્તોત્ર નમસ્કાર સ્વાધ્યાય' નામના સંગ્રહ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે ગહન વિચારમાં ડૂબી ગયો ! જૈન પરંપરામાં કુંડલિની - ઉત્થાન માટે ષચક્ર નથી, પરંતુ દશ ચક્ર છે. જ્યારે આ સ્તોત્ર વાંચ્યું ત્યારે ખબર પડી કે આ વિષયમાં બીજું પણ સાહિત્ય હોવું જોઈએ ! જો કે આજ સુધી મળ્યું નથી. જ્યારે મળશે ત્યારે અતિ આનંદ થશે. ધ્યાન સાધનામાં ઉપયોગી બનશે!આજે હું તમને દશ ચક્રોના સંબંધમાં જણાવીશ. ૧. મુલાધાર ચક્રઃ (ગુદા અને લિંગની મધ્યમાં) પ્રથમ છે મૂલાધાર ચક્ર. આ ચક્રને ચાર પત્ર છે. એ ચાર પત્ર પર ચાર અક્ષરોનો મંત્ર છે : નમ સિદ્ધમ્ | કર્ણિકામાં પંચ પરમેષ્ઠીના પાંચ અક્ષરોથી નિષ્પન્ન ‘ૐ’ની સ્થાપના કરીને ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાન સુખદાયી હોય છે. ૨. સ્વાધિષ્ઠાન ચક્રઃ (લિંગમૂળમાં) બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર. આ ચક્રમાં છ ખૂણાઓ છે. ૬ ખૂણાની આકૃતિવાળું છે. મધ્યભાગથી ‘નમો અરિહંતાણં'ના અક્ષરોનો પ્રારંભ કરીને ૬ ખૂણામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯૧ અક્ષરોની સ્થાપના કરીને ધ્યાન કરવામાં આવે તો ધ્યાતાનું દુઃખ દૂર થાય છે. ૩. મણિપુર ચક્ર : (નાભિમાં) ત્રીજું છે મણિપુર ચક્ર. આ ચક્ર આઠ પત્રોનું છે. મધ્યમાં 'શ્રી અર્જુભ્યો નમઃ' મંત્રની સ્થાપના કરવી. દિશાઓમાં ‘શ્રી સિદ્ધેભ્યો નમઃ', ‘શ્રી સૂરિભ્યઃ નમઃ’, ‘શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ’, ‘શ્રી સર્વસાધુભ્યો નમઃ’ - આ રીતે ચાર પત્રોમાં ચાર પરમેષ્ઠીના મંત્રોની સ્થાપના કરવી, વિદિશાઓમાં ક્રમશઃ શ્રી દર્શનાય નમઃ, શ્રી . જ્ઞાનાય નમઃ, શ્રી ચારિત્રાય નમઃ, શ્રી તપસે નમઃ - આ રીતે સ્થાપના કરીને ધ્યાન કરવું જોઈએ. ૪. અનાહત ચક્ર ઃ (હૃદયમાં) ચોથું છે અનાહત ચક્ર. ૧૬ પત્રો છે આ ચક્રના. ૧૬ ચક્રોમાં ષોડશાક્ષરી મહાવિદ્યા રહેલી છે : 'અરિહંત-સિદ્ધ-આયરિય-૩વÇાય-સાદું I' બીજા ૧૬ પત્રોમાં ૧૬ સ્વરોની સ્થાપના છે અને ત્રીજા પત્રમાં ૧૬ અક્ષરોનાં ચક્રમાં ૧૬ વિદ્યાદેવીઓની સ્થાપના છે. કેન્દ્રમાં શ્રી ગૌતમસ્વામિને નમ:' મંત્રની સ્થાપના છે. ૫. વિશુદ્ધ ચક્ર : (કંઠમાં) પાંચમું છે વિશુદ્ધ ચક્ર. તેના પ્રથમ ૨૪ ૫ત્ર છે. એ પત્રોમાં ૨૪ તીર્થંકરોની સ્થાપના છે. બીજા ૨૪ ૫ત્રોમાં ૨૪ તીર્થંકરોની ૨૪ માતાઓની સ્થાપના છે. ત્રીજા ૨૪ ૫ત્રોમાં ૨૪ યક્ષોની સ્થાપના છે. ચોથા ૨૪ પત્રોમાં ૨૪ યક્ષિણીઓની સ્થાપના છે અને કણિકામાં ‘અર્જુ નમઃ' રૂપ જિનશક્તિની સ્થાપના છે. આ રીતે વિશુદ્ધ ચક્રનું ધ્યાન કરવું જોઈએ. ૬. લલના ચક્ર : (ઘંટિકા - ગળામાં) છઠ્ઠું છે લલના ચક્ર. આ ચક્રમાં ૩૨ પત્રો છે. આ પત્રોમાં ‘ક’ થી ‘સ’ સુધીના ૩૨ અક્ષરોની સ્થાપના છે. બીજા પત્રમાં ૩૨ ઇન્દ્રોની સ્થાપના છે. કર્ણિકામાં 'સરસ્વત્યે નમઃ ।'એમંત્રની સ્થાપના છે. આ રીતે આ ચક્રનું ધ્યાન કરવું જોઈએ. ૭. આજ્ઞા ચક્ર : (ભ્રમરમાં) સાતમું છે આજ્ઞા ચક્ર. તેમાં ત્રણ પત્રો છે. એમાં હૈં, હ્ર, ક્ષ થી યુક્ત ૐ નમ ને તેમજ ધ્રુજારી ની સ્થાપના છે. આ મહાવિઘા સમગ્ર સિદ્ધિઓ આપે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૯૨ ૮. સોમ ચક્ર (મસ્તકમાં) આઠમું છે સોમ ચક્ર. એ અર્ધચંદ્રની આકૃતિ જેવું છે. તેમાં 1 લિ આ ૩ સ ર એ મંત્રની સ્થાપના છે. ચંદ્ર જેવા સફેદ વર્ણનું ધ્યાન કરવાથી મોક્ષનો હેતુ બને છે. ૯. બ્રહ્મબિંદુ ચક્ર (બ્રહ્મધારે) નવમું છે બ્રહ્મબિંદુ ચક્ર. આ ચક્ર બ્રહ્મનાડી એટલે કે સુષુણ્ણા નાડીની સાથે સંયુક્ત છે. તેમાં પ્રણવ (ૐ)ની સ્થાપના કરીને ધ્યાન કરવામાં આવે છે. ૧૦. હંસનાદ ચક્રઃ (બ્રહ્મધારની ઉપર) દશમું છે હંસનાદ ચક્ર. આ ચક્ર અત્યંત શુદ્ધ સ્ફટિક રત્ન જેવું હોય છે. હંસ એટલે જીવ. ક્ષીણ વૃત્તિ યોગીપુરુષ આત્માનું ધ્યાન કરે છે, તેને સર્વ સિદ્ધિઓ વશીભૂત થાય છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે __अर्हन्तं मूर्ध्नि ध्यायेत् शुद्धस्फटिकनिर्मलम् । એટલે કે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ અરિહંતનું મસ્તક ઉપર ધ્યાન કરવું જોઈએ. આ તમામ પ્રક્રિયા ધ્યાનની છે. પોતાના જ શરીરના ભિન્નભિન્ન ભાગોમાં મનને કેન્દ્રિત કરીને પરમ તત્ત્વોનું ધ્યાન કરવાનું છે. કેટલી સરસ પ્રક્રિયા છે! અને શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો પ્રભાવ ધ્યાનથી ફલિત થાય છે. મન ખૂબ ચંચળ છે. મનને પંચ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં જોડવા માટે પહેલાં પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવનામાં જોડવું જોઈએ. સભામાંથી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કેવી રીતે કરવી જોઈએ? મહારાજશ્રી આજે હું તમને કુવલયમાલા' ગ્રંથનાં માધ્યમથી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કરીને બતાવું છું. કુવલયમાલા” ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે મહારથ નામના મુનિ, જ્યારે તેમને ખબર પડી કે મારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે', ત્યારે તેમણે ગુરુદેવની પાસે પાપોની આલોચના કરી, સર્વ પાપસ્થાનકોનું પ્રતિક્રમણ કર્યું અને શરીર તેમજ કષાયોની સંલેખના કરી, પોતાનાં સર્વ કર્તવ્યોને પૂર્ણ કરીને સંસ્તારકમાં બેઠા અને સમાધિ મૃત્યુની પ્રતીક્ષા કરતાં શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કરવા લાગ્યાં. અરિહંત ભગવંતની સ્તવના : एस करेमि पणामं अरहताणं विसुद्धं कम्माणं । सव्वातिसय-समग्गा अरहंता मंगलं मज्झ ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯૩ ૧. વિશુદ્ધ અનુષ્ઠાનવાળા શ્રી અરિહંત ભગવંતોને હું પ્રણામ કરું છું. સર્વ અતિશયોથી પરિપૂર્ણ શ્રી અરિહંત મારા માટે મંગલરૂપ થાઓ. શ્રી ઋષભદેવ આદિ સર્વે ર૪ તીર્થંકર - જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. જેઓ વર્તમાન કાળમાં છે, તે વિહરમાન જિનેશ્વરોને પણ હું નમસ્કાર કરું જે « ટૅ ર પ. $ $ ભૂતકાળમાં સર્વ ઉત્સર્પિણીમાં ઉત્પન્ન તેમજ ભવિષ્યમાં થનારા સર્વ અરહંતોને હું વંદન કરું છું. ભરતક્ષેત્રમાં, પશ્ચિમ મહાવિદેહમાં, પૂર્વ મહાવિદેહમાં, ઐરાવતક્ષેત્રમાં, પુષ્કરાઈ દ્વીપમાં તેમજ ધાતકીખંડમાં રહેલા તીર્થકરોને હું વંદન કરું છું. જે આત્માઓ વર્તમાનમાં મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકગતિમાં રહેલા છે, એક યા અનેક ભવો પછી તીર્થકર થવાના છે, તેમને હું વંદન કરું છું. ૬. જેઓ તીર્થંકર નામ-ગોત્રનું બંધન કરે છે, બાંધે છે, બાંધી લીધું છે, અથવા બાંધશે, એ સર્વે જીવોને પણ હું આજે વંદન કરું છું. ભવિષ્યમાં થનાર તીર્થકરોના આત્માઓને - જે વર્તમાન કાળમાં મુનિરૂપ યા ગૃહસ્થરૂપમાં રહેલા છે, અથવા તેમને જ્ઞાનરત્નની પ્રાપ્તિ થઈ ગઈ છે, એ સર્વે આત્માઓને હું ત્રિવિધ વંદન કરું છું. જે તીર્થંકરો હજુ પર્ષદામાં છે અથવા સમવસરણના મધ્યભાગમાં છે, અથવા દેવછંદા’ માં છે, જેઓ પૃથ્વી ઉપર વિચરે છે, જેમણે મદ અને મોહનું છેદન કર્યું છે, જેઓ ધર્મોપદેશ આપે છે, અથવા જેઓ ધમપદેશ નથી આપતા, તે સર્વે તીર્થકરોને હું વંદન કરું છું. શ્યામ વર્ણના, કૃષ્ણ (નીલ) વર્ણના, ગૌર વર્ણની, મુક્તાફળ જેવા શ્વેત વર્ણની - ઉજ્વળ વર્ણની, પા જેવા રક્ત વર્ણની સર્વ તીર્થકરીઓ ને તેમજ તીર્થકરોને હું ત્રિવિધ વંદન કરું છું. ૧૦. જેમણે રાજ્યનો ત્યાગ કર્યો છે અથવા તો કુમાર અવસ્થામાં જ છે અથવા જેઓ સ્ત્રીયુક્ત છે, જેઓ સંતાનવાળા છે અથવા સંતાનરહિત છે, તે સર્વે તીર્થકરોને હું વંદન કરું છું. ભવસાગરમાં ડૂબેલા ભવ્ય જીવોને તારવા માટે જેમણે તીર્થપ્રવર્તન કર્યું એ તીર્થકરોને હું નમસ્કાર કરું છું. ૧૨. લોકગુર જેવા સર્વદર્શી તેમજ સર્વજ્ઞ તીર્થકરોને સમભાવથી પુનઃપુનઃ હું નમસ્કાર કરું છું. ૧૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવકજીવન ૧૩. ભાવપૂર્વક અરિહંતને કરેલા નમસ્કાર મોક્ષપ્રાપ્તિ કરાવે છે. પ્રત્યેક ભવમાં બોધિલાભ કરાવે છે. એટલા માટે સર્વ ભાવપૂર્વક હું અરિહંતને નમસ્કાર કરું છું. જેથી સર્વ દુઃખોથી મુક્ત એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવ-દાનવ, કિન્નર-ગન્ધર્વ તેમજ મુનિવરો જેમનાં ચરણયુગલમાં નમન કરે છે, એવા અરિહંત જયવંત હો ! સંપૂર્ણ, નિર્મળ કેવળજ્ઞાનવાળા જિનેશ્વર ભગવંતો ! આપનો જય થાઓ. આપને મારા નમસ્કાર ૧૫. હે દેવાધિદેવ, હું દેવ બનું યા નરકમાં જાઉં! મનુષ્યભવ પામ્ યા તિર્યંચ બનું, મને ‘સમ્યકત્વ આપજો! કે જે સમ્યકત્વ વિશ્વનાં સર્વ સુખોનું મૂળ ૧૪. જેમાં જ્ઞાન-દર્શન તેમજ ચારિત્રનો પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે, એવો મોક્ષમાર્ગ છે, અને જે શાશ્વત્ કલ્યાણ તેમજ શાશ્વત્ સુખનું મૂળ છે, એવો જિનમાર્ગ સાક્ષાત જયવંત થાઓ. ૧૭. જેવી રીતે રોગીને ચિકિત્સા-ક્રિયાથી વૈદ્ય દુઃખોથી મુક્ત કરે છે, એ જ રીતે જિનેશ્વર જીવોનાં દુઃખોને ધર્મક્રિયાથી દૂર કરે છે. ૧૮. જે રીતે રાજા ચોર, ડાકુ વગેરેથી પ્રજાની રક્ષા કરે છે, એ જ રીતે જિનેશ્વરદેવ સર્વ જીવોની કર્મચોરોથી રક્ષા કરે છે. ૧૯. જે રીતે માતા પોતાના દૂધથી બાળકને પુષ્ટ કરે છે, એ રીતે શ્રી જિનેશ્વર તેમનાં વચનરસાયણોથી સર્વ જીવોને પુષ્ટ કરે છે. ૨૦. જે રીતે ધાવમાતા બચ્ચાની આંખોમાં અંજન કરે છે, એ રીતે તીર્થંકર પણ ભવ્ય જીવોની આંતરીક્ષમાં અંજનશલાકાથી અંજન કરે છે. ૨૧. હે જિનેશ્વર દેવ ! હું આપને માતા-પિતા, ભ્રાતા, સ્વામી.... ગુરુ અને જીવન માનું છું. હું આપને મારા પ્રાણોથી પણ અધિક માનું છું. ૨૨. હે જિનેશ્વર દેવ ! ત્રણે લોકમાં આપ જ મારા દયવલ્લભ છો, અન્ય કોઈ નહીં, એવું મેં જાણી લીધું છે. ૨૩. હે જિનેશ્વરદેવ ! આપ જ સર્વ જીવોના બંધુ છો, સંસાર સમુદ્રમાં નૌકા સમાન છો, જન્મ-જરા-મૃત્યુથી વિમુક્ત છો.. આપનો જય થાઓ. ૨૪. હે પુરુષ સિંહ! આપ અદ્વિતીય પ્રતાપવાળા છો, મોહનો સર્વથા નાશ કરનારા છો, યુદ્ધમાં સર્વ કર્મ શત્રુઓને જીતનારા છો. ૨૫. હે સર્વજ્ઞ! સિદ્ધિપુરીમાં જનારા જગતના જીવોના આપ સાર્થવાહ છો. હે ભગવંત, આપનો જય થાઓ. હે સર્વદર્શી, આપ મારા સર્વત્ર શરણ્ય છો. Page #201 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯૫ ૨૬. હે સર્વજ્ઞ ! હે મહાયશ, હે અદ્વિતીય જ્ઞાનદિવાકર, જગન્નાથ ! આપનો જય થાઓ. આપ જ મોક્ષમાર્ગના નાયક છો. ભવસાગરમાંથી પાર ઉતા૨ના૨ નાયક છો. જે દુઃસહ મહાદરિદ્રતાથી ૨૭. જે પ્રિયતમાના વિરહાગ્નિના તાપથી સંતપ્ત છે, દુઃખી છે, જેના સર્વ ધન-વૈભવ નષ્ટ થઈ ગયા છે, તેમને હે જિનેશ્વર ! આપની આજ્ઞા સિવાય અન્ય કોણ શરણ હોઈ શકે ? ૨૮. દરિદ્રતારૂપ કાદવથી, શંકારૂપ કલંકથી તેમજ કર્મમલથી ઉત્પન્ન કાલિમાથી દુઃખી થતા જીવોની રક્ષા હે ભગવંત ! આપ જ કરી શકો છો. ૨૯. દુર્જાય, મોહરૂપ મહાગજેન્દ્રનું વિદારણ ક૨વામાં સિંહ સમાન, વિષમ કર્મવનને બાળવામાં પ્રચંડ અગ્નિ સમાન હૈ જિનેશ્વર ! આપનો જય થાઓ. ૩૦. હે જિનેશ્વર દેવ ! ક્રોધરૂપી અગ્નિને શાન્ત કરવા માટે આપ વિવેકજળથી પરિપૂર્ણ શ્રેષ્ઠ પુષ્કરાવર્ત મેઘ છો ! માનરૂપી ઊંચા પર્વતને તોડવા માટે આપ વજ છો. માયારૂપ રોષયુક્ત મહાનાગણીને વશ કરવા માટે નાગમણિ છો. લોભરૂપ મહારાક્ષસને હણવામાં આપ સિદ્ધમંત્ર છો ! ૩૧. હે ભગવંત ! આપ જ મારા નાથ છો, આપ જ શરણ્ય છો, આપ જ માતાપિતા તેમજ ભ્રાતા છો. જિનેશ્વર દેવ, આપે જ મને શાશ્વત સુખનો માર્ગ બતાવ્યો છે. આ રીતે અરિહંત પરમાત્માની સ્તવના કરવી જોઈએ. સમય કાઢીને પ્રતિદિન સ્તવન કરતા રહો ! ભાવવિભોર બનીને સ્તવન કરો. હવે સિદ્ધ પરમાત્માની સ્તવના કરીએ. સિદ્ધ ભગવંતની સ્તવના : ૨. ૩. सिद्धाण णमोक्कारो करेमु भावेण कम्म- सुद्धा । भव - सय सहस्स - बद्धं धंतं कम्मिंधणं जेहिं ॥ લાખો ભવોમાં બંધાયેલાં કર્મબંધોને જેમણે સળગાવી દીધાં છે અને જેઓ કર્મમલથી મુક્ત બન્યા છે, એ સિદ્ધોને અમે ભાવથી નમસ્કાર કરીએ છીએ. જેઓ કર્મક્ષય કરીને વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે, ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે, એ સર્વેને મન-વચન અને કાયાથી હું નમસ્કાર કરું છું. જેઓ તીર્થીસદ્ધ થયા છે, અતીર્થીસદ્ધ થયા છે, એક સિદ્ધ તેમજ અનેક સિદ્ધ થયા છે, સ્વલિંગથી તેમજ ગૃહસ્થ લિંગથી સિદ્ધ થયા છે, જેઓ અન્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રાવકજીવન લિંગથી સિદ્ધ થયા છે! જેઓ તીર્થંકર સિદ્ધ તેમજ સામાન્ય કેવલી સિદ્ધ થયા છે; સ્ત્રીલિંગથી, પુરૂષલિંગથી તેમજ નપુંસકલિંગથી સિદ્ધ થયા છે, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, બુદ્ધબોધિત સિદ્ધ તેમજ સ્વયંબુદ્ધ સિદ્ધ થયા છે, જેઓ બેઠા બેઠા સિદ્ધ થયા છે, અને ઊભા ઊભા કાઉસ્સગ્નમાં સિદ્ધ થયા છે, જેઓ સૂતા સૂતા સિદ્ધ થયા છે, અને જેઓ પડખે સૂતા સિદ્ધ થયા છે - એ સર્વેને હું ત્રિવિધ વંદન કરું છું. ૪. રાત્રિના સમયે, દિવસના સમયે, સંધ્યાના સમયે, મધ્યાહુનના સમયે અથવા સવારના સમયે જેઓ સિદ્ધ થયા છે, એ સર્વેને હું ભાવપૂર્વક વંદન કરું છું. ૫. જેઓ યૌવનમાં સિદ્ધ થયા છે, બાલ્યકાળમાં સિદ્ધ થયા છે, વૃદ્ધાવસ્થામાં સિદ્ધ થયા છે, જેઓ આધેડ વયમાં સિદ્ધ થયા છે, જેઓ દ્વીપ પર યા સમુદ્રમાં સિદ્ધ થયા છે - એ સર્વેને હું ત્રિકાળવંદન કરું છું. જેમનું દેવોએ અપહરણ કર્યું હોય અને સિદ્ધ થયા હોય, જેઓ સમુદ્રમાં સિદ્ધ થયા હોય, જેઓ પર્વત ઉપર સિદ્ધ થયા હોય અને જેઓ ભાવ સિદ્ધ થયો હોય એ સર્વેને હું ત્રિવિધ કરણથી વંદન કરું છું. કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જેઓ સિદ્ધ થયા છે, તે સર્વે સિદ્ધોને હું ત્રિવિધયોગથી વંદન કરું છું. મૃત્યુસમયે જો સિદ્ધોને નમન થઈ જાય તો સદ્ગતિ યા મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. નિસંગભાવથી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે, તો દુર્ગતિનો માર્ગ બંધ થઈ જાય છે અને સદ્ગતિનો માર્ગ ખૂલી જાય છે. હું સર્વ-આદરથી સિદ્ધોને નમસ્કાર કરું છું, જેથી મોહજાળ તોડીને હું મુક્તિ પામી શકું. જેમણે ધ્યાનાગ્નિ દ્વારા કર્મરૂપ બંધનને બાળીને ભવભ્રમણ મટાડી દીધું છે, અને જ્યાંથી પાછા સંસારમાં આવવાનું નથી થતું, એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સિદ્ધ ભગવંતોનો સદાકાળ જય થાઓ. આ રીતે સિદ્ધ ભગવંતોની સ્તવના કરીને હવે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવંતની સ્તવના કરું છું. આચાર્ય ભગવંતની સ્તવના : पणमामि गणहराणं जिण-वयणं जेहिं सुत्तं-बन्धेणं । बंधेऊण तह कयं पत्तं, अम्हारिसा जाव ।। જેમણે જિનેશ્વરનાં વચનોને સૂત્રબંધથી એવાં બાંધ્યાં કે જે વચનો આપણા જેવા જીવોની પાસે આવ્યાં; એ ગણધરોને (આચાર્ય ભગવંતોને) હું ૧૦. Page #203 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. નમસ્કાર - પ્રણામ કરું છું. ચૌદપૂર્વી, ન્યૂનપૂર્વી આચાર્યોને નમન કરું છું. વાચક વૃષભ આચાર્યોને તેમજ અગિયાર અંગના ધારક આચાર્યોને નમસ્કાર કરું છું. આચારધારક તેમજ સકલ પ્રવચનધારક તથા જ્ઞાનધા૨ક આચાર્યોને હું નમન કરું છું. જ્ઞાનાચા૨ના ધારક, દર્શન તેમજ ચારિત્રના વિશુદ્ધ ભાવવાળા તપ અને વીર્યના ધારક તથા મહાધીર આચાર્યોને નમન કરું છું. ૧૯૭ પોતાની શક્તિથી દેદીપ્યમાન જિનવચનોને જેઓ વારંવાર પ્રકાશિત કરે છે, એ વચનોને શોભાયમાન કરનારા આચાર્યોને હું નમન કરું છું. પ્રવચનનો સાર સમુદ્રસમાન અંગ-ઉપાંગમાં રહેલો છે, એ સારને આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા કેવી રીતે જાણી શકે ? આચાર્યોની પરંપરાએ તેને આપણા સુધી પહોંચાડ્યો. જો આચાર્ય ન હોત તો આ પ્રવચનસાર કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી સ્નેહ (તેલ)થી યુક્ત અને આગમરૂપી જ્યોતિવાળા આચાર્ય દીપક સમાન છે. દીપકના સહારે જ જગતના જીવો જોઈ શકે છે. ચારિત્ર્ય અને શીલ જેમનાં કિરણો છે, જેઓ અજ્ઞાન-અંધકારનો નાશ કરે છે, એવા ચંદ્રસમાન આચાર્યો છે. કુમુદ જેવા ભવ્ય જીવોને વિકસિત (પ્રબુદ્ધ) કરે છે. સૂર્ય સમાન ઉદ્યોતક, કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળના આપનારા અને ચિંતામણિની જેમ સુખ આપનારા જંગમ તીર્થસ્વરૂપ આચાર્યને હું નમન કરું છું. ૧૦. આચાર્યને કરેલા નમસ્કાર ત્રણ શલ્યોને મટાડે છે. માનવીય તેમજ દૈવી સુખ આપે છે અને અક્ષય ફળ પ્રદાન કરે છે. ૧૧. ભિન્નભિન્ન પ્રકારની લબ્ધિઓથી સમૃદ્ધ, શ્રુતજ્ઞાનરૂપ સાગરના પારગામી, મુક્તિગામી એવા સર્વ ગણધરોને હું નમન કરું છું. આ રીતે આચાર્ય ભગવંતની સ્તવના કરી. હવે ઉપાધ્યાય ભગવંતને વંદન કરીશું. ઉપાધ્યાય ભગવંતને વંદનાઃ उवज्झायाणं च णमो संगोवंगं सुयं धरेंताणं सिस्स - गण - हियट्ठाए झरमाणाणं तयं चेय ॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૧. ૨. શ્રાવકજીવન અંગ-ઉપાંગ-શાસ્ત્રોને ધારણ કરનારા અને શિષ્ય સમુદાયના હિત ખાતર સ્મરણ ક૨ના૨ા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. ૩. જેવી રીતે પર્વતમાંથી સતત ઝરણું વહેતું રહે છે, એ રીતે ઉપાધ્યાયમાંથી સતત સ્વાધ્યાયનું ઝરણું વહેતું રહે છે. શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા ઉપાધ્યાયોને ૫૨મભાવથી નમસ્કાર કરું છું. જેઓ શુદ્ધ લેશ્યાવાળા હોય છે, જેઓ કર્મક્ષય માટે સૂત્ર ભણાવે છે, અને ભણાવવામાં પોતાનાં કષ્ટની ચિંતા કરતા નથી; એ ઉપાધ્યાયોને હું નમન કરું છું. શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો, યાદ કરવું, ભણવું, ભણાવવું, એમાં જ તલ્લીન અને ઉપકાર કરવાના સ્વભાવવાળા ઉપાધ્યાય ભગવંતોને હું વંદન કરું છું. આ રીતે ઉપાધ્યાય ભગવંતની સ્તવના કરી, હવે પાંચમા પરમેષ્ઠી સાધુ ભગવંતની સ્તવના કરું છું. સાધુ ભગવંતની વંદના : જેમની પાસે જ્ઞાન અને દર્શનની સમૃદ્ધિ છે, જેઓ અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરાવનારાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન કરાવે છે, એ ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. ઉપાધ્યાયોને કરેલા નમસ્કાર બોધિલાભ કરાવે છે. એટલા માટે મુનિજનોને જ્ઞાન આપનારા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. ઉપાધ્યાયોને કરેલા નમસ્કાર સર્વ સુખોનું મૂળ છે, સર્વ દુઃખોનો નાશ કરનાર છે, અને જીવોને મોક્ષમાં લઈ જનાર છે. એટલા માટે હું ઉપાધ્યાયોને નમસ્કાર કરું છું. साहूण णमोक्कारं करेमि तिविहेण करण - जोएण जेण भव-लक्ख-बद्धं खणेण पावं विणासेसि || મન-વચન-કાયાથી હું સાધુઓને નમસ્કાર કરું છું. જેથી લાખો ભવોમાં બાંધેલું પાપકર્મ ક્ષણમાત્રમાં નષ્ટ કરી શકું. મિથ્યાત્વનો નાશ કરીને સમ્યકત્વને પામનારા ત્રણ ગુપ્તિથી રક્ષિત, કર્મરૂપ કાષ્ઠને કાપવામાં કરવત સમાન મુનિઓને હું પ્રણામ કરું છું. પાંચ સમિતિના પાલક, ત્રણ શલ્યોના દળનારા, વિકથાઓથી સર્વથા મુક્ત, મદ-મોહથી રહિત, શુદ્ધ લેશ્યાવાળા, કષાયરહિત, જીવહિતકારી, ધીર, ષર્જીનિકાયની રક્ષામાં તત્પર, એવા મુનિવરોને હું વંદન કરું છું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૯૯ ૪. ચાર સંજ્ઞાઓથી દૂર, વૃઢવ્રતી, ઉત્તમ સત્ત્વવાળા અને અપ્રમત્ત મુનિવરોને હું સદાકાળ પ્રણામ કરું છું. તપસ્વી, પરીષહ અને ઉપયગોને સહન કરનારા, વિકથાઓથી મુક્ત, શ્રુતજ્ઞાનના પક્ષપાતી, પ્રશસ્ત મનવાળા, ક્ષમાશ્રમણ, પાપોથી મુક્ત, સુખદાયી, શમસહિત, સત્યના પાલક એવા સાધુ ભગવંતોને હું વંદન કરું ૬. સાધુને કરેલા નમસ્કાર પાપોનો નાશ કરનાર છે. જેઓ પુયરહિત પાપી જીવ હોય છે, તેમના દયમાં સાધુ-નમસ્કાર નથી રહેતા. સાધુને ભાવપૂર્વક કરેલા નમસ્કાર સર્વ સુખનું મૂળ છે અને મોક્ષનું કારણ છે; એટલા માટે હું ભાવપૂર્વક ભાવ નમસ્કાર કરું છું. જેનાથી હું ભવસાગર તરીને મોક્ષદ્વીપ પર પહોંચી જાઉં. આ રીતે સાધુ-પરમેષ્ઠીની સ્તવના કરીને હવે પાંચે પરમેષ્ઠીને સામૂહિક વંદના * આ વિશ્વમાં પાંચ જ પુરષો ઉત્તમ છે, એટલા માટે તેમને નમસ્કાર કરું છું. નમસ્કારને યોગ્ય, આ પાંચ સિવાય બીજું કોણ હોઈ શકે ? * સર્વ શ્રેયોમાં આ પરમ શ્રેય છે, સર્વ મંગલોમાં આ પરમ મંગલ છે, સર્વ પુણ્યોમાં આ પરમ પુણ્ય છે. સર્વ ફળોમાં આ નમસ્કાર જ પરમ ફળ છે. * આ પંચ નમસ્કાર પવિત્ર છે. શ્રેષ્ઠતર છે, શાશ્વત છે, ૧૪ પૂનો સાર છે, - પરમ રહસ્ય છે. એટલા માટે પંચ નમસ્કારની આરાધનામાં તત્પર બનો. * પંચ નમસ્કારમાં જેનું મન લીન હોય છે તે અવશ્ય દેવત્વ પામે છે. જેનામાં અલા પણ ચારિત્ર હોતું નથી, અને અલ્પ જ્ઞાન પણ હોતું નથી, એ પણ જો પંચ નમસ્કાર સૂત્ર સાંભળે યા વાંચે તો તેના ફળસ્વરૂપ તે દેવત્વ પામે છે. * જે રીતે સમુદ્રમાં રત્નની પ્રાપ્તિ દુર્લભ છે, એ રીતે સંસારમાં નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ દુર્લભ છે. * પૂર્વજન્મમાં જો આ નમસ્કાર મંત્ર પ્રાપ્ત થયો હોત તો મારાં સર્વ કર્મોનો ક્ષય કેમ ન થયો હોત ? સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે જ્યાં સુધી નમસ્કાર મંત્ર પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી તેનાં જન્મ-મૃત્યુ થતાં રહેશે. * હું ઇચ્છું છું કે મારા જન્મ-મૃત્યુનો અંત આવે ! એટલા માટે મારે પ્રાપ્ત થયેલા નમસ્કાર મંત્રની આરાધના કરવી જોઈએ. આ રીતે કુવલયમાલા” ગ્રંથનાં માધ્યમથી પંચ પરમેષ્ઠીને વંદના કરી. હવે ચંદ્રકેવલી ચરિત્ર' જેની રચના સિદ્ધર્ષિ ગણીએ વિ. સં. ૯૭૪ માં કરી હતી, તેમાં પણ નમસ્કાર વિષયક જે સંદર્ભ છે, એના માધ્યમથી કેટલીક વાતો જણાવીને પ્રવચન પૂર્ણ કરીશ. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૦૦ સિદ્ધર્ષિ ગણિવિરચિત “ચંદ્રકેવલી ચરિત્રમાંથી ? રાજા ચંદ્રકુમાર જ્યારે મુનિવર પાસેથી સમ્યકત્વ પામે છે, એ સમયે મુનિરાજ રાજાને નમસ્કાર મંત્ર સંબંધમાં કહે છે? હે રાજ ! અરિહંત ચંદ્ર જેવા શ્વેત વર્ણના છે. સિદ્ધ શ્રેષ્ઠ પદ્મરાગ જેવા રક્તવર્ણના છે. આચાર્ય સુવર્ણ જેવા પીત વર્ણના છે. ઉપાધ્યાય પ્રિયંગુ જેવા નીલ વર્ણના છે અને સાધુ અંજનમણિ જેવા શ્યામ વર્ણના છે. આ પાંચે પરમેષ્ઠીનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ. * જન્મ સમયે જો આ નવકાર મંત્ર સાંભળવામાં આવે તો જીવને આ જન્મમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અને મૃત્યુ સમયે વાંચવામાં યા સાંભળવામાં આવે તો જીવ સદ્ગતિ પામે છે. * પ્રણવ, % ાર નો દી તથા અહબીજ – ગર્લ્ડ વગેરે જે પ્રભાવશાળી બીજમંત્રો છે એ સર્વેનું મૂળ શ્રેષ્ઠ નવકારમંત્ર છે. * જે ભાવિક જીવ આ નવકાર મંત્રનાં તીર્થસ્થાનમાં એક લાખ જાપ કરે છે, વિધિપૂર્વક પૂજન કરે છે, તે તીર્થંકર નામકર્મ બાંધે છે. * કરાવત (નંદ્યાવર્ત - શંખાવતીથી બારની સંખ્યાથી નવ વાર જે પંચમંગલ નમસ્કારનો જાપ કરે છે; તેને ભૂતપિશાચ વગેરે વિખ કરતાં નથી. * નવકારનો એક અક્ષર સાત સાગરોપમનાં પાપ દૂર કરે છે. એક પદથી ૫૦ સાગરોપમ પાપ અને સંપૂર્ણ નવકારમંત્રથી પ૦૦ સાગરોપમનાં પાપ નષ્ટ થાય * આ નવકાર મંત્રનું ચિંતન કરવા માત્રથી જળ તેમજ અગ્નિનો ભય દૂર થઈ જાય છે. શત્રુ, મહામારી, ચોર આદિના ઘોર ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. આ રીતે “શ્રી નમસ્કાર મહામંત્રીના વિષયમાં તમે લોકો ચિંતન-મનન કરી શકો એવી વાતો બતાવી છે. શ્રવણ કર્યા બાદ ચિંતન કરવું જ જોઈએ. એટલા માટે ગ્રંથકારે કહ્યું છે : नमस्कारादिचिन्तनम् । આદિ શબ્દથી “શ્રી લોગસ્સ સૂત્ર” તેમજ “ઉવસગ્ગહર સૂત્રનું પણ ચિંતન કરવાનો નિર્દેશ મળે છે. આ બે સૂત્રોના વિષયમાં બતાવવાનું છે, આગળ બતાવીશ. આજે બસ, આટલું જ. Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬૫ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં દૈનિક કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. એ નિર્દેશોમાં એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ છે 'નમસ્કારાવિચિન્તનમ્ ।' નમસ્કાર મહામંત્ર આદિનાં સૂત્રોનું ચિંતન કરવાનું સૂચન છે. જ્ઞાન વગર ચિંતન કરી શકાતું નથી. એટલા માટે મેં સંક્ષેપમાં નવકાર મંત્ર વિષયક કેટલુંક જ્ઞાન કરાવ્યું. હવે આજે ‘લોગસ્સ સૂત્ર’ના વિષયમાં કેટલોક બોધ કરાવવો છે. લોગસ્સ સૂત્રનાં અનેક નામ ઃ સર્વ પ્રથમ હું ‘લોગસ્સ સૂત્ર'નાં વિવિધ નામો અંગે જણાવીશ. * ‘શ્રી મહાનિશીથ સૂત્રમાં, ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’માં, ‘શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં, ‘ચૈત્યવંદન મહાભાષ્યમાં તેમજ “પાક્ષિક સૂત્ર-વૃત્તિમાં આ સૂત્રનું નામ 'ચર્ચાવીસસત્થય' બતાવવામાં આવ્યું છે. નંદીસૂત્રમાં એનું નામ ‘ચઉવીસસત્યવ’ બતાવ્યું છે. ‘આવશ્યક નિયુક્તિમાં આ સૂત્રને 'ચઉવીસઇય' કહેવામાં આવ્યું છે. * ચૈત્યવંદન મહાભાષ્યમાં એને ચઉવીજિણત્થય' કહ્યું છે. * યોગશાસ્ત્રમાં ઉજ્જૈઅ’ નામ બતાવ્યું છે. ‘ઉજ્જૈઅગર' નામ પણ છે. * પાક્ષિક સૂત્ર-વૃત્તિ'માં ‘ઉર્જાયગર' કહ્યું છે. ‘દેવવંદન-ભાષ્યમાં ‘નામથય’ કહ્યું છે. ‘ધર્મસંગ્રહમાં ‘નામજિણય’ કહ્યું છે. આ સૂત્રની આગમિકતા ઃ ‘લોગસ્સ સૂત્ર’નાં આ રીતે ભિન્નભિન્ન નામો શાસ્ત્રોમાં મળે છે. હવે આ સૂત્રનો કયા આગમમાં, કયા જ્ઞાનમાં સમાવેશ થાય છે, એ સમજાવું છું. * * * * * જ્ઞાનના પાંચ પ્રકારો તીર્થંકરોએ બતાવ્યા છે ઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. શ્રુતજ્ઞાનના બે પ્રકારો છે ઃ ૧. અંગપ્રવિષ્ટ, ૨. અંગબાહ્ય. અંગબાહ્ય શ્રુતજ્ઞાનના બે પ્રકારો છે ઃ ૧. આવશ્યક, ૨. આવશ્યક-વ્યતિરિક્ત. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ‘આવશ્યક’ના છ પ્રકારો બતાવવામાં આવ્યા છે ઃ ૧. સામયિક, ૨. ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્ર), ૩. વંદન, ૪, પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન, શ્રાવકજીવન આ રીતે ‘લોગસ્સ સૂત્ર'નો સમાવેશ ‘અંગબાહ્ય’ શ્રુતજ્ઞાનમાં થયો છે. ચાર મૂળ આગમોમાં આવશ્યક સૂત્ર : વર્તમાનમાં આપણે ૪૫ આગમોની માન્યતા ધરાવીએ છીએ. સ્થાનકવાસી પરંપરા ૩૨ આગમો માને છે, દિગંબરો એક પણ આગમને માનતા નથી ! ૪૫ આગમોનું જે વર્ગીકરણ થયું છે, તે આ પ્રકારનું છે ઃ ૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૬ છેદ + ૪ મૂળ + ૧૦ પ્રકીર્ણક + ૧ નંદી + ૧ અનુયોગદ્વા૨ = ૪૫ આગમસૂત્રો. ચાર મૂળ આગમોમાં આવશ્યક સૂત્રનો સમાવેશ છે. ૧. આવશ્યક, ૨. ઉત્તરાધ્યયન, ૩. દશવૈકાલિક, ૪. પિંડનિયુક્તિ ગણધરોએ સૌ પ્રથમ રચના ‘આવશ્યક’ સૂત્રની કરી હતી. “ઉત્તરાધ્યયન સૂત્ર'ની રચના પાછળથી થઈ છે. વીર સંવત ૭૨માં શ્રી શય્યભવસૂરિજીએ ‘દશવૈકાલિક સૂત્ર’ની રચના કરી છે, અને વીર સંવત ૧૭૦ માં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ ‘પિંડનિયુક્તિ'ની રચના કરી છે. આવશ્યકમાં લોગસ્સ સૂત્રનું સ્થાન ઃ ‘આવશ્યક’માં ‘ચઉવીસસન્થય’ નામથી લોગસ્સ સૂત્રનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો ‘નામસ્તવ’ નામે પણ ઉલ્લેખ મળે છે. શ્રી ‘ચૈત્યવંદન ભાષ્યમાં જે પાંચ દંડક બતાવવામાં આવ્યા છે, એમાં ‘નામ સ્તવ’નો ઉલ્લેખ છે. ૧. શક્રસ્તવ, ૨. ચૈત્યસ્તવ, ૩. નામસ્તવ, ૪. શ્રુતસ્તવ અને પ. સિદ્ધસ્તવ. નામસ્તવ એટલે લોગસ્સ સૂત્ર. તેમાં ૨૪ જિનનાં નામ છે. જિનના ચાર પ્રકાર ઃ નામનો પ્રભાવ ૧. નામ-જિન, ૨. સ્થાપના-જિન, ૩. દ્રવ્ય-જિન અને ૪. ભાવ-જિન - આ લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થંકર ભગવંતોનાં નામની સ્તવના છે. શ્રી તીર્થંકર ભગવંતોનાં નામ પરમ પવિત્ર અને મંગલમય છે. એ નામોનો યથાવિધિ જાપ ક૨વામાં આવે તો સર્વ દુઃખો, સર્વ પાપો, સર્વ પ્રકારની અશાંતિ અને સર્વ પ્રકારના Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ અંતરાય-વિઘ્ન દૂર થઈ જાય છે. ‘શ્રી ભક્તામર સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે त्वत् संस्तवेन भवसतिसन्निबद्धं । पाप क्षणात् क्षयमुपैति शरीरभाजाम् ॥ શરીરધારી જીવોની ભવપરંપરામાં બાંધેલાં પાપ તારી સ્તવનાથી ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં ‘શ્રી રાયપસેણઇય' સૂત્રમાં કહ્યું છે કે ઃ 'तं फलं खलु देवाणुप्पियाणं तहास्वाणं अरहंताणं नाम गोयस्य वि सवणयाए ।' ૨૦૩ અર્હત્ ભગવંતોનું નામશ્રવણ પણ મહાફળદાયી હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અરહંત ભગવંતોનાં નામના સ્મરણથી સર્વ દુઃખો દૂર થઈ જાય છે, અને સર્વ સુખ-સાધન સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે; એટલું જ નહીં, જો શ્રી તીર્થંકર ભગવંતનાં નામના એક જ પદને સંપૂર્ણ રૂપથી જાણી લેવામાં આવે તો આત્મા સ્વયં તીર્થંકર બની જાય છે. આ વાત જિનસહસ્રનામ' નામના ગ્રંથમાં કહેવામાં આવી છે. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारयन्नद्यैः । मुच्यते किं पुनः सर्वाप्यर्थज्ञस्तु जिनायते ॥ १४३॥ તીર્થંકર પરમાત્માનાં નામ-સ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થઈ જાય છે. કોઈ વાર તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી અસ્વસ્થતા દૂર ન પણ થાય, છતાં પણ દુઃખમાં ધૈર્ય રાખવાની વૃત્તિ પેદા થાય છે. પ્રજ્ઞા વિશેષ રૂપથી પ્રતિભાશાળી બને છે. નામસ્મરણ એટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે, એટલા માટે તેને ભક્તિનું એક પ્રધાન અંગ માનવામાં આવે છે. 'દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિષ્ઠા' માં કહેવામાં આવ્યું છે કે - ભક્તિમાવતી ટ્વીનું પરમાનન્દ્રસમ્પલમ્ । ભાગવતી ભક્તિ પરમાનંદ અને સંપદાઓનું બીજ છે. નામસ્મરણ સર્વ શ્રેણીના સાધકો માટે વિશેષ ઉપયોગી તેમજ આત્મદર્શન કરાવનારું છે. પરંતુ આરાધક-સાધકના હૃદયમાં અરિહંત પરમાત્માનાં ‘નામ‘પ્રત્યે અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. અંતરંગ પ્રીતિ-પ્રતીતિ જાગ્રત હોવી જોઈએ. ‘બોધિ’ની વિશુદ્ધિમાં નામ-સ્મરણ શ્રેષ્ઠ નિમિત્ત છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાવકજીવન નામ-સ્મરણનો આ પ્રભાવ માણસ ત્યારે જ જાણી શકે છે કે જ્યારે અર્થના ઉપયોગની સાથે તેમજ ગુણાનુરાગ સહિત નામ-સ્મરણ થતું હોય ! ઉપયોગ વગર અને ભાવ વગ૨નું નામ-સ્મરણ અભીષ્ટ ફળ નથી આપતું. સામાન્ય, સાધારણ જ ફળ મળે છે. ૨૪ જિનોની સ્તવના કેમ ? : હવે એક પ્રશ્નનું સમાધાન કરવાનું છે, પહેલા પ્રશ્ન સમજો. પ્રશ્ન ઃ એક તીર્થંકરમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય છે, તે ૨૪ તીર્થંકરોમાં હોય છે. તો પછી એક તીર્થંકરની પૂજા-સ્તવના ક૨વાથી સર્વ તીર્થંકરોની પૂજા-સ્તવના થઈ જાય છે ! તો પછી ૨૪ તીર્થંકરોનાં નામ દઈને સ્તવના શા માટે કરવી જોઈએ ? સમાધાન : પૃથક્ પૃથક્ ૨૪ તીર્થંકરો ગુણોમાં સમાન છે, સર્વ એક સમાન સ્તુતિને પાત્ર છે. તો પણ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે. એટલા માટે ભિન્નભિન્ન નામ લઈને સ્તવના કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થંકરનું નામ લઈને સ્તવન કરવાથી જે અનુપમ ઉલ્લાસ તેમજ ભવ્ય ભાવના પેદા થાય છે, તેનાથી પ્રગાઢ કર્મોની નિર્જરા થાય છે. આ વાત શાસ્ત્રસિદ્ધ તો છે જ, અનુભવસિદ્ધ પણ છે. ‘નામ-નિક્ષેપ’ની ધારણાથી જ આ પરિણામ સંભવિત છે. નામ અને રૂપનો વિશિષ્ટ સંબંધ : શ્રી તીર્થંકર ભગવંતોનાં નામ હૃદયમાં સ્થિર થઈ જવાં જોઈએ. નામ સ્થિર થતાં આરાધક આત્માને પરમાત્મા પોતાની આંખોની સામે દેખાય છે ! પરમાત્મા હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, અંગ-અંગમાં તેમની ઉપસ્થિતિનો અનુભવ થતો હોય, તન્મય થવાનો અનુભવ થાય છે. આ પ્રકારના અનુભવોથી સકળ કલ્યાણ સિદ્ધ થાય છે. પ્રતિમાશતક ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ 'हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति ॥ પરમાત્મા હૃદયમાં આવતાં - જાણે કે સામે જ ઊભા હોય, એવો ભાસ થાય છે. નામ અને રૂપનો એવો વિશિષ્ટ સંબંધ છે. નામના ઉચ્ચારણની સાથે જ નામની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. નામાભ્યાસની પ્રગતિનું મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. ‘અગ્નિ ઉષ્ણ હોય છે' એવો અગ્નિનો ગુણ જાણનારો ‘અગ્નિ' શબ્દના ઉચ્ચારણની સાથે જ જાણે ઉષ્ણતા ગુણનું સ્મરણ કરે છે અથવા અગ્નિના આકારને Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૦૫ યાદ કરે છે. એ રીતે તીર્થંકરની પ્રશમરસનિમગ્ન આકૃતિ જાણનારો આરાધક તીર્થંકરનાં નામના ઉચ્ચારણથી તેમની આકૃતિનું ચિંતન કરતો જ હોય છે. “નામ શબ્દ છે. “આકૃતિ એનો અર્થ છે. અર્થજ્ઞાન વગર માત્ર સૂત્રજ્ઞાન સુપ્ત હોય છે. અર્થજ્ઞાન વગર સૂત્રજ્ઞાન મંત્રાક્ષરોની જેમ ફળ તો આપે છે, પરંતુ વિશિષ્ટઅભીષ્ટ ફળ નથી આપતું. અર્થજ્ઞાનથી આત્માના અધ્યવસાયો શુભ થાય છે, તેથી કર્મનિર્જરા થાય છે. એટલા માટે સૂત્રની સાથે અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા અદ્ભુત ગુણોની પ્રશંસાનાં સૂત્રો : નામ અને સ્થાપનાની વાત કરીને હવે લોગસ્સ સૂત્ર'નું સ્વરૂપ બતાવું છું. ગુણાનુરાગ વગર ગુણપ્રાપ્તિ થઈ શકતી નથી. એથી ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ‘ગુણાનુરાગ’ છે, એ વાત નિશ્ચિત થાય છે. ગુણાનુરાગ આત્માની ઉન્નતિનું એક સાધારણ કારણ છે, અને જ્યાં ગુણાનુરાગ હોય છે ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ થઈ જાય છે. એવા અદ્ભુત ગુણોની પ્રશંસા કરનાર આ લોગસ્સ સૂત્ર છે. સર્વ ગુણોથી જે શ્રેષ્ઠ હોય તેમનું જ ગુણોત્કીર્તન થાય છે. વિશ્વમાં આવા આત્માઓ માત્ર શ્રી તીર્થકર ભગવંત જ હોય છે. જગતના સર્વ જીવોના કલ્યાણની કામના કરવી, તેમના હિતની ભાવના રાખવી તેમજ તેમના આત્મકલ્યાણનો સાચો માર્ગ બતાવવો, આ કાર્ય વિરલ વિભૂતિ જ . કરી શકે છે. આવા વિરલ મહાપુરુષ માત્ર તીર્થંકર પરમાત્મા જ હોય છે. આ લોગસ્સ સૂત્રમાં અરિહંત પરમાત્માઓનું ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. લોગસ્સ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય : આ ચતુર્વિશતિ-સ્તવ સાત ગાથાઓનું છે. પહેલી ગાથા સિલોગ છંદમાં છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથા ગાહા છંદમાં છે. પાંચ, છ અને સાત ગાથાઓ પણ ગાહા' છંદમાં છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવંતનાં ચાર વિશેષણો આપવામાં આવ્યાં છે. વિડ્રિન્ન પદથી નામ-સ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ મળે છે. બીજી-ત્રીજી-ચોથી ગાથાઓમાં વર્તમાન ચોવીશીના તીર્થંકરોનાં નામ આપવામાં આવ્યાં છે, અને તેમને ભાવવંદના કરવામાં આવી છે. ભાવવંદનાનાં લક્ષણો સમજવાં જોઈએ. મુખ્ય પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે ? ૧. નામ-સ્મરણની ક્રિયામાં સતત ઉપયોગ, લક્ષ્ય, સાવધાની જઈએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રાવકજીવન ૨. સૂત્રનો ઉચ્ચાર કરતી વખતે અર્થનું ચિંતન જોઈએ. ૩. આરાધ્ય અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન જોઈએ. ૪. સ્તવન-વંદન કરવાનો અવસર મળ્યો એટલા માટે આનંદ થવો જોઈએ. ૫. ભવ-ભ્રમણ પ્રત્યે નિર્વેદ જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે લોગસ્સ સૂત્રનું સ્મરણ કરતા હો તે સમયે બીજા વિચારો ન કરવા જોઈએ. મનને અરિહંત પરમાત્મા ઉપર જ સ્થિર કરવું જોઈએ. એ રીતે પરમાત્માને વંદના કરવી જોઈએ કે જેથી મોક્ષપ્રાપ્તિમાં અનન્ય કારણભૂત થાય. શુદ્ધ ભાવવંદનાથી જીવાત્મા અર્ધ પુદ્ગલપરાવર્ત કાળમાં મોક્ષપ્રાપ્તિ કરી લે છે. ૫-૬-૭ ગાથામાં પ્રણિધાન' બતાવવામાં આવ્યું છે. પ્રણિધાન કહો, અધ્યવસાય કહો યા મનની સ્થિરતા કહો, બધું સમાન જ છે. હૃદયગત, પ્રશસ્ત ભાવનાઓ આ ત્રણ ગાથાઓમાં ભક્તિપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે. આ ત્રણ ગાથાઓને ‘પ્રણિધાન ગાથાત્રિક' કહેવામાં આવી છે. - પાંચમી ગાથામાં પરમાત્મા મારી ઉપર પ્રસન્ન થાઓ' એવી સ્તુતિ છે. - છકી ગાથામાં આરોગ્ય અને બોધિલાભની યાચના કરવામાં આવી છે. - સાતમી ગાથામાં પરમાત્મા પાસે સિદ્ધિની યાચના કરવામાં આવી છે. આ રીતે તમને “લોગસ્સ સૂત્ર'નો સંક્ષિપ્ત પરિચય આપ્યો. વિશેષ પરિચય : લોગસ્સ સૂત્ર'ની પ્રથમ ગાથામાં તીર્થકરના - અરિહંતના ચાર અતિશય નિર્દિષ્ટ છે : જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમ અતિશય. આ ચાર અતિશયો છે. - ડબ્બોસા પદથી વચનાતિશય અને જ્ઞાનાતિશય ફલિત થાય છે. - 'ધર્માતિસ્થય પદથી પૂજાતિશય - વચનાતિશય ફલિત થાય છે. - 'નિ પદથી અપાયાપગમ અતિશય ફલિત થાય છે અને - 'મર પદથી પૂજાતિશય ફલિત થાય છે. – 'ત્તિકૃતં પદથી "કીર્તન કરીશ' એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓમાં ૨૪ તીર્થકરોનાં નામ લઈને વંદના કરવામાં આવી છે. દરેક ગાથામાં ૮-૮ તીર્થકરોને વંદના કરવામાં આવી છે. આ ગાથાઓ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ભાગ ૩ તંત્રશાસ્ત્રીની દ્રષ્ટિએ પણ અધિક મહત્ત્વ ધરાવે છે. બીજી ગાથામાં ૧૨ બિંદુ ત્રીજી ગાથામાં ૧૨ બિંદુ અને ચોથી ગાથામાં ૧૧ બિંદુઓ આવેલાં છે. બધાં મળીને ત્રણે ગાથાઓમાં ૩પ બિંદુઓ રહેલાં છે. ‘મંત્રશાસ્ત્રમાં બિંદુ મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ‘નાદ અને કલા બિંદુની સુક્ષ્મ અવસ્થાઓ છે. તંત્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પરમાત્માનાં નામનો ઉચ્ચાર બિંદુસહિત કરવામાં આવે છે, ત્યારે તે સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને મોક્ષ પણ આપે છે.” “લોગસ્સ સૂત્ર' શ્રુતકેવલી ગણધર ભગવંતોની રચના હોવાથી એમાં મંત્ર, તંત્ર, વિદ્યા અને સિદ્ધિઓ હોઈ શકે છે, એ વાત તમે સમજી શકો છો. 'થપ્પોમામુäિ ગાથાથી પ્રારંભ પામતું દશવૈકાલિક સૂત્રના પ્રારંભિક મંગલમાં પણ મંત્રમયતા રહેલી છે. એનું વિધિપૂર્વક ઉચ્ચારણાદિ કરવાથી રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ, વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ વાત મંત્રવિદ્ વિદ્વાનો જાણે છે. લોગસ્સ સૂત્ર'ની પ-૬-૭ ગાથાઓ પ્રણિધાન સ્વરૂપ છે. આ ત્રણ ગાથાઓ ‘લોગસ્સ સૂત્રની ચૂલિકા માનવામાં આવી છે. ચિત્ત-શુદ્ધિ માટે પ્રણિધાન મહત્ત્વપૂર્ણ છે. જે ક્રિયા પ્રણિધાનપૂર્વક થાય છે, તે તીવ્ર વિપાક એટલે કે ઉત્કૃષ્ટ ફળ આપનારી હોય છે. પ્રણિધાન ક્રિયાને, અનુષ્ઠાનને સાનુબંધ’ બનાવે છે. “શ્રી પંચસૂત્ર'ની ટીકામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું છે ? प्रणिधानकृतं कर्म मतं तीव्रविपाकवत् । सानुबन्धत्वनियमात् शुभांशाच्चैतदेव तत् ।। શુભ અનુષ્ઠાન ‘સાનુબંધ' બનવાથી નિવણિ સુધી તે અનુષ્ઠાન પોતાનું ફળ આપે છે. ૨૪ તીર્થકરોની સાથે સાથે સર્વ તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ “તીર્થકર મારી ઉપર પ્રસન્ન થાઓ ! મને આરોગ્ય તેમજ બોધિલાભ તથા ઉત્કૃષ્ટ સમાધિ આપનારા બનો. પરમ પદરૂપ મોક્ષ આપનારા બનો.' એ રીતે સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિમાં ગંભીર રહસ્ય છુપાયેલું છે. એ વિષયમાં આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરા ગ્રંથમાં ખૂબ જ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. કાર્યસિદ્ધ માટે પરમાત્માની પ્રાર્થનીયની પ્રસન્નતા, અપ્રસન્નતા ગૌણ બાબત છે, એનું સામર્થ્ય જ મુખ્ય વાત છે. જેમ અચેતન શબ્દાત્મક મંત્ર ફળ આપે છે, એકેન્દ્રિય જેવાં ચિન્તામણિ રત્ન આદિ પણ ઉપાસના દ્વારા ઈષ્ટ સિદ્ધિ આપે છે, એમાં એ વસ્તુઓનું સામર્થ્ય જ કારણ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવકજીવન તીર્થંકર વીતરાગ હોવાથી ન પ્રસન્ન થાય છે, ન તો નારાજ થાય છે. એમ માનીને તીર્થંકરમાં તેમની સ્તુતિ કરનારાઓની ઇષ્ટ સિદ્ધિ ક૨વાનું સામર્થ્ય નથી,’ એવો અર્થ કરવો ઉચિત નથી. વસ્તુનો પોતપોતાનો સ્વભાવ હોય છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર કાર્ય કરે છે, તો પછી તીર્થંકર પરમાત્મા કે જેઓ સર્વોત્તમ પરમ વસ્તુ સ્વરૂપ છે, તેઓ પોતાનું કાર્ય કેમ ન કરે? અવશ્ય કરે છે. તીર્થંકરોનું મુખ્ય કાર્ય ભવ્ય જીવોને રાગદ્વેષથી મુક્ત કરીને તેમને ભવસાગરથી પાર કરવાનું છે. એ કાર્ય તીર્થંકરોની સ્તુતિ-ભક્તિથી નથી ધતું, પરંતુ સ્તોતવ્યપરમાત્માના પ્રભાવથી જ થાય છે, એમ માનવું જોઈએ. જે રીતે મંત્ર વગેરેની ઉપાસનાથી જે ફળપ્રાપ્તિ થાય છે તેમાં ‘આ મંત્રના પ્રભાવથી મને ઇષ્ટ ફળ મળ્યું,’ એવું માનવામાં આવે છે. એ જ રીતે તીર્થંકર પરમાત્માનો સ્વયંનો એવો અચિંત્ય પ્રભાવ છે કે જેથી સ્તુતિ કરનારાઓને ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે. આરોગ્ય-બોધિલાભ-ઉત્કૃષ્ટ સમાધિ : ‘લોગસ્સ સૂત્ર’ની છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે ઃ “મેં નામ દ્વારા ભગવાનનું કીર્તન કર્યું; મન, વચન, કાયાથી વંદન કર્યું. એનાં ફળ સ્વરૂપે મને દ્રવ્ય આરોગ્ય અને ભાવ-આરોગ્ય, જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ અને ઉત્કૃષ્ટ ભાવસમાધિ આપનાર (અરિહંત) હજો.' આ પણ પ્રાર્થનારૂપ પ્રણિધાન જ છે. કોઈ પણ પ્રવૃત્તિની સફળતાનો આધાર સંકલ્પબળ છે. સંકલ્પરહિત ક્રિયા ફળ આપતી નથી. આ સૂત્રમાં ભગવાનની સ્તુતિ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. એ સંકલ્પની પૂર્તિ - ‘ભગવાનના સામર્થ્યથી મને પ્રાપ્ત થાઓ’ એવી ભાવના પ્રકટ કરવામાં આવી છે. મોક્ષમાર્ગની આરાધનામાં અતીવ ઉપયોગી એવી ત્રણ વાતો આ એક ગાથામાં સંગૃહીત કરવામાં આવી છે. સંપૂર્ણ ભાવ-આરોગ્ય મોક્ષમાં હોય છે. એનો હેતુ ભાવસમાધિ છે. ભાવસમાધિનો હેતુ બોધિલાભ છે ! આ ત્રણેની સિદ્ધિ તીર્થંકર પરમાત્માના અનુગ્રહથી જ થાય છે. જ્યાં સુધી સિદ્ધિ-ગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી પ્રત્યેક જન્મમાં સિદ્ધિમાં સાધનભૂત દ્રવ્ય આરોગ્ય, ભાવ-આરોગ્ય, બોધિલાભ તેમજ સમાધિ પ્રાપ્ત થતી રહે છે. ભગવાનની પ્રાર્થનાથી આ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલા માટે “ભગવાન જ એના દાતા છે,’ એવો વાણીપ્રયોગ થઈ શકે છે. ચંદ્ર-સૂર્ય અને સાગર : લોગસ્સ સૂત્રની સાતમી અને અંતિમ ગાથા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. તાંત્રિક દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્ત્વ છે. પ્રકાશક પદાર્થોમાં ચંદ્ર અને સૂર્યની વિશેષ Page #215 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૦૯ મહત્તા છે. એ રીતે ગંભીરતા, વિશાળતા અને ગહનતાની દૃષ્ટિએ સમુદ્રનું મહત્ત્વ છે. આ સૂત્રમાં તીર્થંકરોની જે નામ દઈને સ્તુતિ કરવામાં આવી છે, એ તીર્થંકરોનાં ચરિત્રો ચંદ્ર કરતાંય વધારે નિર્મળ છે. એમનું જ્ઞાન સૂર્યપ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશવાળું છે અને એમનાં નામનું ગાંભીર્ય સમુદ્ર ક૨તાંય વધારે છે. આ ઉપમાઓથી આગળ વધીને સાહિત્યમાં અન્ય ઉપમાઓ મળવી દુર્લભ છે. આવી ઉત્તમ ઉપમાઓથી શોભાયમાન સિદ્ધિપ્રાપ્ત અને અષ્ટકર્મોથી મુક્ત તીર્થંકરોની સ્તુતિ આ સાતમી ગાથામાં કરવામાં આવી છે. આ સ્તુતિ સિદ્ધિગતિની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છારૂપે ક૨વામાં આવી છે. ‘સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા તીર્થંકરોમાં તેમની સ્તુતિ કરનારાઓને સિદ્ધિ આપવાનું સામર્થ્ય છે જ.’ એ વાતનો, એ સત્યનો સ્વીકાર કરીને જ આ સ્તુતિ કરવામાં આવી છે. એનાથી એ ફલિત થાય છે કે સ્તુતિ કરનારાના હૃદયમાં મોક્ષપ્રાપ્તિની પ્રબળ ભાવના રહેલી છે. ‘જે વ્યક્તિમાં જે ગુણ સિદ્ધ થયેલો હોય છે એનામાં એ ગુણ બીજાંને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય હોય છે.' આ નિયમનું અહીં પ્રતિપાદન થયેલું છે. મોક્ષમાર્ગમાં તીર્થંકરોનું આલંબન - પ્રકૃષ્ટ આલંબન માનવામાં આવ્યું છે. જેને જે ગુણ સિદ્ધ થયો હોય, એ ગુણ પામવા માટે એને આલંબન બનાવવામાં આવે તો એ આલંબન ‘પુષ્ટાલંબન’ બની જાય છે. તીર્થંકર ભગવંતનો પ્રભાવ માનવો જ જોઈએ : ૫-૬-૭ ગાથાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. એમાં ચિત્તની શુદ્ધિ અને આશયની ઉદારતા માટે તીર્થંકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપ છે, તીર્થંકરોના ધ્યાનથી આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે જ છે, અને અન્ય પ્રકારથી પ્રાપ્ત થવી અસંભવ હોય તો પછી આ બાબતોની યાચના તીર્થંકર પાસે ન કરવી, એમાં આરાધના નથી પરંતુ વિરાધના છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ થવું એ વિરાધના છે. ‘જે વસ્તુ જેના ધ્યાનથી મળે છે, તે વસ્તુ તેઓ જ આપે છે' - એમ માનવું યુક્તિયુક્ત છે. એવું માનવાથી : ૧. જિન-પ્રવચનની આરાધના થાય છે. ૨. સન્માર્ગમાં દૃઢતા આવે છે. ૩. કર્તવ્યતાનો નિર્ણય થાય છે. Jain Eucation International Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવનું. ૨૧૦ ૪. શુભાશયની વૃદ્ધિ થાય છે અને ૫. સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ વાતો કેવી રીતે બને છે તે સાંભળી લો : * જિન પ્રવચનની આરાધના એટલે કે ઉપકારીના ઉપકારની અખંડ સ્મૃતિ રહે છે. * સન્માર્ગની વૃઢતા એટલે કે મોક્ષસાધક અનુષ્ઠાનોમાં ઉત્સાહ. * કર્તવ્યતાનો નિર્ણય એટલે કે “તીર્થકરોની ભક્તિ જમારું કર્તવ્ય છે એવો નિર્ણય. * શુભ આશયની વૃદ્ધિ એટલે કે અંતઃકરણની પ્રશસ્તતા. * સાનુબંધ શુભાનુષ્ઠાનની પ્રાપ્તિ એટલે કે જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં સદનુષ્ઠાનની પ્રાપ્તિ. આ પાંચ બાબતો ઉત્તરોત્તર અધિક-અધિકતર પ્રશસ્તભાવ પેદા કરે છે અને વિપુલ કમનિર્જરી કરાવે છે. મહત્ત્વની એક વાત સાંભળી લો. તીર્થકરોના પ્રભાવથી પ્રાપ્ત થનારી વસ્તુઓ માત્ર પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, એવું માની લેવાથી તીવ્ર પાપકર્મ બંધાય તીર્થકરની સ્તવનામાં જેવી રીતે સમ્યક્ત આદિની આરાધના છે, એવી રીતે તેમના વિસ્મરણથી મિથ્યાત્વ આદિ કર્મબંધના પાંચ હેતુઓનું વડું ઓછું સેવન થાય છે. એટલા માટે કર્મબંધના હેતુઓથી બચવું હોય અને કર્મક્ષયના હેતુઓનું સેવન કરવું હોય, તો તીર્થકરોની સ્તુતિ વારંવાર કર્યા કરવી. એનાથી મિથ્યાભિમાનનો નાશ થશે અને તીર્થકરોના લોકોત્તર વિનયગુણનું પાલન થશે. લોગસ્સ સૂત્રોનું ચિંતન-મનન કરવા માટે અન્ય અનેક વિષયો છે. એક-બે વાતો કહીને પ્રવચન સંપૂર્ણ કરીશ. પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્ર : દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં જે કાયોત્સર્ગ કરવામાં આવે છે, એ કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનો ઉપયોગ થાય છે. પાયસમા ઉસાસા'- એવું કહીને પૂર્વાચાર્યોએ લોગસ્સ સૂત્ર'ના એક એક પાદમાં શ્વાસોશ્વાસની ગતિને નિયમિત કરવાનું સામર્થ્ય રહેલું છે. એ વાતનો સ્વીકાર કર્યો છે. કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનો જાપ કરવાથી સ્ત્રના અક્ષરો પ્રાણની સાથે એકરૂપ થઈ જાય છે અને શ્વાસોચ્છુવાસની ગતિ નિયમબદ્ધ થવા માંડે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ભાગ ૩ મંત્રશાસ્ત્રમાં જેને લયયોગ કહે છે, એની સિદ્ધિ લોગસ્સ સૂત્રનો સહારો લેવાથી સહજ થઈ જાય છે. આપત્તિના સમયે કાયોત્સર્ગઃ સંઘ ઉપર યા તીર્થ ઉપર કોઈ ઉપદ્રવ હોય તો અથવા બીજું કોઈ વિશિષ્ટ પ્રયોજન ઉપસ્થિત થતાં સંઘે મળીને શાસનદેવતાની આરાધના કરવી જોઈએ. એ આરાધનામાં કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. કાયોત્સર્ગમાં મુખ્યતયા “લોગસ્સ સૂત્ર'નો જ ઉપયોગ કરવામાં આવે છે. કર્મક્ષય માટે લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગઃ * કર્મક્ષય માટે સાધુ-સાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન ૧૦ યા ર૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. * ઉપધાન તપમાં આરાધકે પ્રતિદિન ૧૦૦ લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવાનો હોય છે. * પંચમી, એકાદશી, નવપદ, ૨૦ સ્થાનક આદિની આરાધનામાં પણ લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ રીતે જિનશાસનની આરાધનાઓમાં શ્રી નવકાર મંત્રની જેમ લોગસ્સ સૂત્રની આરાધના પણ વ્યાપક છે. આજે બસ, આટલું જ. Page #218 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૬૬) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યામાં નાનાવિવિતન નો સમાવેશ કર્યો છે. આ નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન માનસિક ધર્મ-આરાધના છે. ચિત્તની શુદ્ધિ માનસિક ધર્મ-આરાધનાથી થાય છે. ચિત્તશુદ્ધિથી કર્મનિર્જરા થાય છે. કર્મનિર્જરાથી જ મુક્તિ થાય છે આત્માની. લોગસ્સ સૂત્ર'નું ચિંતન કરો: એટલા માટે ગ્રંથકારે નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોનું ચિંતન કરવાની પ્રેરણા આપી છે. “આદિ શબ્દથી લોગસ્સ સૂત્ર, ઉવસગ્ગહર સૂત્ર', “નમોત્થણે સૂત્ર આદિ સૂત્રો ઉપર ચિંતન કરવું જોઈએ. કાલે મેં તમને લોગસ્સ સૂત્રના વિષયમાં સંક્ષિપ્ત જાણકારી આપી હતી. આજે કંઈક વિસ્તારથી જાણકારી આપવા ઈચ્છું . તમે એક એક વાતને સમજવા પ્રયત્ન કરજો. વિષયને બને તેટલો સરળ રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. છતાં પણ શાસ્ત્રીય વિષય હોવાથી તમને લોકોને સમજવામાં કંઈક પરેશાની તો થશે જ. મેં તમને કહ્યું છે કે જે વાત તમે સમજી ન શકો તો અન્ય સમયે મારી પાસે આવીને પૂછી શકો છે. અમને તો કશું સમજાતું નથી એવું માનીને વિષયની ઉપેક્ષા કરવાની નથી. નિરાશ ન થવું. તમે લોકો બુદ્ધિશાળી છો; તમારાં બાળકો પણ બુદ્ધિશાળી છે ! પહેલી ગાથા : लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली ॥१॥ આ ગાથાના પ્રથમ પાદમાં પહેલું પદ છે “લોગસ્સ. એનો અર્થ છે લોકના લોક શબ્દ અહીં પારિભાષિક છે. એનો અર્થ 'પંતિયાત્મજ રોડ સમજવાનો છે. . આ લોકમાં પાંચ “અસ્તિકાય છે? Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧. ધર્માસ્તિકાય. ૨. અધર્માસ્તિકાય. ૩. આકાશાસ્તિકાય. . ૪. પુદ્ગલાસ્તિકાય. ૫. જીવાસ્તિકાય. પંચાસ્તિકાયનાં પાંચ નામ યાદ કરી લેવાનાં. હવે એક એક અસ્તિકાયનો સંક્ષિપ્ત પરિચય આપું છું. વાસ્તવમાં તો આ અધ્યયનનો વિષય છે. માત્ર સાંભળવાથી, અને તે પણ એક વાર ! બોધ સ્પષ્ટ નહીં થાય. આ વિષયોનું અધ્યયન કરવું જોઈએ. પહેલાં હું ધર્માસ્તિકાય સમજાવું છું. ધર્માસ્તિકાય : ૨૧૩ જીવ અને પુદ્ગલની ગતિમાં આ ‘ધર્મસ્તિકાય' નામનું અરૂપી દ્રવ્ય સહાયક બને છે, જે રીતે માછલીને ત૨વામાં પાણી સહાયક બને છે એ રીતે ! માછલીમાં તરવાની શક્તિ છે, પાણી માત્ર સહાય કરે છે. એ રીતે જીવ અને પુદ્ગલમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધસ્તિકાય' માત્ર સહાયક બને છે. અધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં આ ‘અધર્માસ્તિકાય' નામે અરૂપી દ્રવ્ય સહાયક બને છે. જે રીતે મનુષ્યને સ્થિર રહેવામાં શય્યા, આસન આદિ સહાયક બને છે, એ જ રીતે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક બને છે. આકાશાસ્તિકાય : આકાશાસ્તિકાય બાકીનાં ચાર દ્રવ્યોને પોતાનામાં સ્થાન આપે છે, અવકાશ આપે છે. આકાશાસ્તિકાય એક અને અખંડ છે, છતાં પણ વ્યવહારથી એના બે ભાગ કરવામાં આવ્યા છે ઃ ૧. લોકકાશ. ૨. અલોકાકાશ. જે આકાશમાં જીવ અને પુદ્ગલ ગતિ-સ્થિતિ કરી શકે છે, એ આકાશને ‘લોકાકાશ’ કહેવાય છે. અને જ્યાં આકાશ સિવાય કશું જ નથી, તેને ‘અલોકાકાશ’ કહે છે. પુદ્ગલાસ્તિકાય : વધવું અને ઘટવું - એ પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, શબ્દ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રાવકજીવન અને સ્પર્શ હોય છે. આ પુગલો એક સાથે એકત્ર પણ હોય છે અને વેરાયેલાં પણ હોય છે. પુદ્ગલો જડ હોય છે, તેમનામાં ચૈતન્ય નથી હોતું. જીવાસ્તિકાય : જીવ શરીરમાં રહેવા છતાં પણ શરીરથી ભિન્ન છે. એમાં ચૈતન્ય હોય છે, જીવનશક્તિ ધારણ કરે છે એટલા માટે ‘જીવ’ કહેવાયો છે. જે જીવતો હતો, જીવે છે, અને જીવશે તે જીવ છે ! જીવનાં કેટલાંક લક્ષણો જાણી લો : ઉપયોગ, અનાદિતા, શરીરથી ભિન્નતા, કર્મકર્તૃત્વ, કર્મભોકતૃત્વ, અરૂપિતા - આ સર્વે જીવનાં લક્ષણો છે. જીવયુક્ત શરીરને પણ વ્યવહારમાં જીવ કહેવામાં આવે છે. આ પાંચ અસ્તિકાય લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, એટલા માટે લોક પંચાસ્તિકાયાત્મક કહેવાય છે. ‘લોક’નો બીજો અર્થ ‘ચૌદ રાજલોક' થાય છે. ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ ભાગ પડે છે ઃ ઊર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક. ચૌદ રાજલોક : - — એની નીચે બાર દેવલોક છે. એની નીચે જ્યોતિષ-ચક્ર (સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા) છે. એની નીચે મનુષ્યલોક છે. આટલાં સ્થાન સાત રાજલોકમાં સમાવિષ્ટ છે. - - ચૌદ રાજલોકમાં સૌથી ઉપર 'સિદ્ધશિલા' છે. એની નીચે પાંચ અનુત્તર દેવલોક છે. એની નીચે નવ વેયક દેવ છે. - એની નીચે વ્યંતર, વાણવ્યંતર તેમજ ભવનપતિ દેવોનાં સ્થાન છે. એની નીચે ધર્મ, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી નામનાં પૃથ્વીનાં પડે છે; તેમાં અનુક્રમે સાત નરક આવેલી છે. આટલાં સ્થાન અન્ય સાત રાજલોકમાં સમાવિષ્ટ છે. આ રીતે ૧૪ રાજલોક છે. આ થઈ ‘લોક’ની વાત. ઉજ્જોઅગરે’ શબ્દનો અર્થ શબ્દાર્થ છે - પ્રકાશ કરનારાઓને.’ ઉદ્યોત એટલે પ્રકાશ. ઉદ્યોત શબ્દની Page #221 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૧૫ ત્પત્તિ આ રીતે છે: દ્યોતે પ્રયતૈનેન રતિ ૩દ્યતઃ || ઉદ્યોતના બે પ્રકારો બતાવવામાં આવ્યા છે દ્રવ્ય-ઉદ્યોત અને ભાવ-ઉદ્યોત. દ્રવ્યોદ્યોતઃ અગ્નિ, ચંદ્ર, સૂર્ય, રત્ન વગેરે દ્રવ્યોદ્યોત છે. ભાવોદ્યોત જ્ઞાન ભાવ-ઉદ્યાત છે. “આવશ્યક નિર્યુક્તિ' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે: ના બાપુષ્પોને.' - આવશ્યક સૂત્રની હારિભદ્રી ટીકામાં કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા યથાવસ્થિત રૂપથી વસ્તુનો બોધ થાય તે જ્ઞાન છે. અને જ્ઞાન જ ભાવ-ઉદ્યોત છે. ज्ञायतेऽनेन यथावस्थितं वस्तु इति ज्ञानम्, तज्ज्ञानं भावोद्योतः। - ચૈત્યવંદન મહાભાષ્યમાં ભાવ-ઉદ્યોત'ની પરિભાષા આ રીતે છે : વનાણુમલો માવો કેવળ જ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત ‘ભાવ-ઉદ્યોત - જેનો સ્વભાવ જ ઉદ્યોત કરવાનો છે, તે ઉદ્યોતકર' કહેવાય છે. જિનેશ્વર ભગવંતો દ્રવ્ય-ઉદ્યોતથી લોકને પ્રકાશિત નથી કરતા, પરંતુ “તીર્થકર નામકર્મ'ના ઉદયથી જીવો ઉપર ઉપકાર કરવા માટે ભાવ-ઉદ્યોત કરે છે. -- ઉદ્યોતકરના પણ બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : સ્વ-ઉદ્યોતકર અને પર-ઉદ્યોતકર, તીર્થકર ભગવંતો બે પ્રકારથી ઉદ્યોતકર છે. પોતાના આત્માને કેવળ શાનથી ઉદ્યોતિત કરે છે. તેથી તેઓ સ્વ-ઉદ્યોતકર છે અને પોતાના વચનરૂપ દીપકથી ભવ્ય જીવો માટે ઉદ્યોત કરનારા છે તેથી તેઓ પર-ઉદ્યોતકર પણ છે. યોગશાસ્ત્ર-સ્વોપજ્ઞવૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે કેવળજ્ઞાનનો પ્રકાશ દીપક છે, એ દીપકથી તીર્થકર સર્વલોકમાં પ્રકાશ કરે છે એટલા માટે તેઓ ઉદ્યોતકર છે. આચારદિનકર' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તીર્થંકર પરમજ્ઞાનનો ઉપદેશ આપે છે, સંશયોનો ઉચ્છેદ કરે છે અને સર્વ પદાથોને પ્રકટ કરે છે, એટલા માટે તેઓ “ઉદ્યોતકર છે. આ રીતે “લોગસ્સ ઉજ્જો અગર' એ પ્રથમ પાદનો અર્થ આ થયો ? પંચાસ્તિકાયરૂપ લોકને કેવળજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવ-ઉદ્યોતથી પ્રકાશિત કરવાના સ્વભાવવાળા.' ધમ્મતિવૈયરે જિણે ઃ બીજા પાદમાં ત્રણ શબ્દો છે ધર્મ, તીર્થ અને જિન. ત્રણે શબ્દોને સમજાવીને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પછી ત્રણેનો સમૂહ-અર્થ બતાવીશ. પહેલાં આપણે ધર્મ’ શબ્દ પર ચિંતન કરીએ. ‘લલિત વિસ્તરામાં ધર્મ'ની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી છે ઃ दुर्गति-प्रसूतान् जीवान् यस्माद्धारयते તતઃ I धत्ते चैतान् शुभे स्थाने तस्माद्धर्म इति स्मृतः ॥ દુર્ગંતમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે છે, તે ‘ધર્મ’ કહેવાય છે. શ્રાવકજીવન બીજો શબ્દ છે ‘તીર્થ' તીર્થ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે ઃ તીતેનેન કૃતિ તીર્થમ્। જેના દ્વારા તરી જવાય તે તીર્થ ! આમ તો તીર્થના અનેક પ્રકારો છે - નામતીર્થ સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, પ્રસ્તુતમાં ‘ધર્મતીર્થ’ શબ્દ હોવાથી ભાવતીર્થ જ અહીં સમજવાનું છે. ભાવતીર્થનો આશ્રય લેનાર ભવ્ય જીવ ભવસાગરને અવશ્ય તરી જાય છે. તેને ફરી તરવું પડતું નથી. તીર્થંકર પરમાત્મા ધર્મતીર્થ'ના સ્થાપનારા હોય છે. એમનો સ્વભાવ જ ધર્મતીર્થનું પ્રવર્તન કરવાનો હોય છે. એટલા માટે યોગશાસ્ત્રની સ્વોપશટીકામાં ધમ્મતિત્યયરે’નો અર્થ આ રીતે આપવામાં આવ્યો છે ઃ દેવ, મનુષ્ય અને અસુર-સહિત પર્ષદામાં સર્વ જીવ પોતપોતાની ભાષામાં સમજી શકે એવી ભાષામાં, એવી વાણીમાં ધર્મતીર્થ' પ્રવર્તન કરનારાઓને હવે આપણે ‘ધમ્મતિથ્થરે' પદનો અર્થ નિર્ણય કરીએ છીએ : L દુર્ગાતમાં પડતા જીવોને રોકીને તેમને સન્માર્ગે સ્થાપિત કરનારા અને સંસાર સાગરમાંથી પાર ઉતારનારા ધર્મના તીર્થના, સર્વ ભાષાઓમાં સમજી શકાય એવી અતિશય વાણીથી પ્રવર્તન ક૨વાના સ્વભાવવાળા.’ જિણે ઃ હવે રહ્યો ‘જિન' શબ્દ પહેલાં તેના ભિન્નભિન્ન અર્થ બતાવું છું : * જેમણે ક્રોધ, માન, માયા, લોભને જિત્યા છે, તેઓ ‘જિન’ છે. * જેમણે રાગદ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ અને આઠ પ્રકારનાં કર્મોને જિત્યા છે, તે ‘જિન' છે. * જેમણે રાગ-દ્વેષ અને મોહને જિત્યા છે, તે જિન’ છે. આ રીતે ‘જિજ્ઞે’નો અર્થ રાગ-દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરીષહ-ઉપસર્ગ અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા ‘જિન’ છે, તેમને..... Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ભાગ ૩ અરિહતે કિન્નઈટ્સઃ પહેલી ગાથાના ત્રીજા ચરણમાં બે શબ્દો છે : અરિહંત અને કિgઇટ્સ. અરિહંતની વ્યાખ્યા છે : * ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના અને ઉપસર્ગ - આ શત્રુ(અરિ)ઓનું હનન કરનારા હોવાથી અરિહંત' કહેવાય છે. * જેઓ વંદન અને નમસ્કારને યોગ્ય છે, પૂજા અને સત્કાર માટે યોગ્ય છે, તેમજ સિદ્ધિગમન માટે યોગ્ય હોય છે, તેઓ અરિહંત' - અહતુ કહેવાય છે. શાસ્ત્રોમાં બંને શબ્દો અરિહંત અને અરહંત જોવા મળે છે. અરિહંત'નો અર્થ આ પ્રકારે છે : ‘વંદન, નમસ્કાર, પૂજા-સત્કાર તેમજ સિદ્ધિગમન માટે જે યોગ્ય હોય છે તથા આઠ કર્મ, ઇન્દ્રિય વિષયકષાય આદિ અરિ-શત્રુઓનું હનન કરનારા છે, તે અરિહંતનો.’ ‘કિત્તઇસ્સ” એટલે કે કીર્તન કરીશ, “નામોચ્ચારણપૂર્વક કીર્તન ' કરીશ - એ અર્થ સમજવાનો છે. ચઉવીસ પિ કેવલી : “ચઉવીસ” શબ્દ ભરતક્ષેત્રમાં જે ઋષભદેવથી વર્ધમાન સ્વામી સુધીના જે તીર્થંકરો થઈ ગયા, તેમને માટે છે. પિ નો અર્થ થાય છે “અપિ. “અપિ” અવ્યય છે, તેના અનેક અથ થાય છે. “અપિ” નો એક અર્થ અને કરવામાં આવ્યો છે, પરંતુ વાક્ય અપૂર્ણ રહે છે. એટલા માટે આવશ્યક નિયુક્તિ' ગ્રંથમાં “પિનો અર્થ “ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં જે અરિહંત છે, તેમનું પણ કીર્તન કરીશ” એવો કરવામાં આવ્યો છે. કેવલી' નો અર્થ કેવળજ્ઞાનીઓને. કેવળી પદની વ્યાખ્યા શાસ્ત્રોમાં આ પ્રકારે કરવામાં આવી છે : “જેઓ સંપૂર્ણ પંચાસ્તિકાયાત્મક લોક અને અલોકને જાણે છે તેમજ જુએ છે, તેમજ કેવળચારિત્રી તથા કેવળજ્ઞાની છે, તેઓ કેવલી' કહેવાય છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છેઃ "જ્યારે આ પ્રથમ ગાથામાં ધર્મતીર્થકર, જિન' અને “અરિહંત' શબ્દો છે, તો પછી કેવલી' શબ્દનો પ્રયોગ કેમ કર્યો? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યક સૂત્ર'ની ટીકામાં તથા લલિત વિસ્તરામાં આ પ્રશ્નનું સમાધાન કર્યું છે. કેવલી' એ અરિહંત, જિન, ધર્મતીર્થંકરનું વિશેષણ છે. જેઓ કેવળજ્ઞાની હોય છે, તેઓ જ અરિહંત, જિન તેમજ ધર્મતીર્થકર હોય છે. આ નિયમનું પ્રતિપાદન Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રાવકજીવન કરવા માટે જ કેવલી' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેઓ છદ્મસ્થ અવસ્થામાં હોય છે તેવા જિનાનો અહીં આ લોગસ્સ સૂત્રમાં સમાવેશ નથી. એ વાત કેવળી' શબ્દથી ફલિત થાય છે. એવી રીતે નામ-જિન, સ્થાપના-જિન, દ્રવ્ય-જિન અને ભાવ-જિન હોય છે. આ સૂત્રમાં ભાવ-જિન જ પ્રસ્તુત છે, અન્ય ત્રણ જિન નહીં. આ સૂચિત કરવા માટે કેવલી' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સમાધાન “ચેત્યવંદન ભાષ્ય' નામના ગ્રંથમાં મળે છે. આ રીતે પ્રથમ ગાથાનું વિશેષ વિવેચન પૂર્ણ કરીને ર-૩-૪ ગાથાઓનો વિશેષ અર્થ કરું છું. उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमईं च । पउमप्यहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुप्फदंतं, सीअल-सिज्जंस वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संति च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं, पासं तह वद्धमाणं च ।। ત્રણ ગાથાઓમાં ૨૪ તીર્થકર ભગવંતોનાં નામ દેવામાં આવ્યાં છે. આ નામોનાં સામાન્ય તેમજ વિશેષ અર્થ બતાવતા પહેલાં કેટલીક વિશેષ વાતો પહેલાં બતાવી દઉં છું. પહેલી વાત છે ઋષભદેવ ભગવાનની. આમ તો દરેક તીર્થંકરની એક જ જાંઘ ઉપર લાંછન (એક વિશિષ્ટ ચિહ્ન) હોય છે. પરંતુ ઋષભદેવની બંને જાંઘ ઉપર ‘વૃષભ'નું લાંછન હતું. તપેલા સોના જેવું ઉજ્વળ એ લાંછન હતું. બીજી વાત પણ ભગવાન ઋષભદેવની જ છે. જેમ દરેક તીર્થંકરની માતા, તીર્થકર જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે ૧૪ મહાસ્વપ્ન જુએ છે, એમાં પ્રથમ સ્વપ્ન હાથીનું હોય છે. જ્યારે ઋષભદેવની માતા મરુદેવાએ પ્રથમ સ્વપ્ન વૃષભનું જોયું હતું. એટલા માટે ઇન્દ્ર તેમનું નામ ઋષભદેવ” રાખ્યું હતું. ત્રીજી વાત છે ચ”ની. આ ગાથાઓમાં “ચ” નો પ્રયોગ ૧૧ વાર કરવામાં આવ્યો છે. ૧૦“ચ” નો અર્થ “અને' તથા એક “ચ” નો પ્રયોગ ‘અથવાના અર્થમાં કરવામાં આવ્યો છે. “સુવિહિંચ પુખુદતમાં જે “ચ” આવ્યો છે, તેનો અર્થ છે અથવા. બાકીના ૧૦ “ચનો અર્થ છે “અને.” Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ નામોનો સામાન્ય તેમજ વિશેષ અર્થ : ૨૪ તીર્થંકરોનાં નામોનો સામાન્ય અને વિશેષ અર્થ સાંભળી લો, સમજી લો અને સ્મૃતિમાં સંઘરી રાખો ! ૧. ઋષભ : સામાન્ય અર્થ : જે પરમ પદ તરફ ગમન કરે છે તે ઋષભ' કહેવાય છે. આ નામનો બીજો વિકલ્પ છે ‘વૃષભ’. દુઃખથી બળેલી દુનિયા ઉપર જે દેશના-જળનું વર્ષણ કરે, સિંચન કરે તે ‘વૃષભ‘ કહેવાય છે. વિશેષ અર્થ : જેમની બંને સાથળ ઉપર ‘વૃષભ’નું ચિહ્ન હતું તે ‘વૃષભ.’ ૨. અજિત : સામાન્ય અર્થ : જે પરીષહ અને ઉપસર્ગોથી જીતાયા નથી તે ‘અજિત’ કહેવાય. વિશેષ અર્થઃ તીર્થંક૨ માતાના ગર્ભમાં આવ્યા પછી ધૂતક્રીડામાં માતાને પિતા જીતી ન શક્યા; એટલા માટે પુત્રનું નામ “અજિત’ રાખ્યું. ૩. સંભવ : ૨૧૯ સામાન્ય અર્થ જેમનામાં ૩૪ અતિશયો પ્રકટ થયા તે ‘સંભવ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવંત માતાના ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક ધાન્ય પેદા થયું; એટલા માટે ‘સંભવ’ નામ પડ્યું. ૪. અભિનંદન : સામાન્ય અર્થ : દેવેન્દ્ર વગેરે દ્વારા જેમનું અભિવાદન કરવામાં આવ્યું, તે ‘અભિનંદન’ કહેવાયા. વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ શક્રેન્કે વારંવાર આવીને માતાપુત્રને અભિનંદન આપ્યાં હતાં. ૫. સુમતિ : સામાન્ય અર્થ : જેમની મતિ સુંદર છે તે ‘સુમતિ' વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી બધા અનિર્ણય કરવામાં માતા મતિસંપન્ન બની હતી અને બે શોક્યોનું સમાધાન કર્યું હતું. ૬. પદ્મપ્રભ : સામાન્ય અર્થ : પદ્મ (કમળ) જેવી જેમની દેહપ્રભા હતી, તે ‘પદ્મપ્રભ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને કમળની શય્યામાં સૂવાની ઇચ્છા થઈ, દોહદ થયો અને દેવેન્દ્રે તેમની ઇચ્છા પૂર્ણ કરી હતી. એટલા માટે ભગવાનનું નામ પદ્મપ્રભ' પડ્યું. ભગવાનની દેહપ્રભા પણ પદ્મ જેવી હતી. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૨૦ ૭. સુપાર્શ્વ સામાન્ય અર્થ જેમની કરવટ (પાર્શ્વભાગ) સુંદર હતી, તે “સુપાર્શ્વ' કહેવાયા. વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાના પાર્શ્વભાગ સુંદર બન્યા હતા. ૮. ચંદ્રપ્રભ : સામાન્ય અર્થ : ચંદ્ર જેવી જેમની સૌમ્ય કાન્તિ છે, તે “ચંદ્રપ્રભ.’ વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને ચંદ્રપાનની ઈચ્છા થઈ હતી. ૯. સુવિધિ ઃ સામાન્ય અર્થ = સર્વ કાર્યોમાં જેમની વિધિ (કૌશલ્ય) હતી, તે “સુવિધિ કહેવાયા. વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા પછી ભગવાનની માતા સર્વ કાયોમાં કુશળ બની હતી. ૧૦. શીતલ : સામાન્ય અર્થ કોઈ પણ જીવને સંતાપ કરાવતા ન હતા અને સર્વને આલાદ કરાવતા તેથી શીતલ” કહેવાયા. વિશેષ અર્થ ભગવાનના પિતાને પિત્તદાહ ઉત્પન્ન થયો હતો, કોઈ પણ ઔષધથી મટતો ન હતો. ભગવાને પિતાને સ્પર્શ કર્યો અને પિતાનો પિત્તદાહ શાન્ત થઈ ગયો. પિતાને શીતળતા મળી હતી. ૧૧. શ્રેયાંસ : સામાન્ય અર્થ : સમસ્ત ભવનનું શ્રેય કરનારા “શ્રેયાંસ' કહેવાયા. વિશેષ અર્થ: ભગવાનના કુળમાં પરંપરાગત એક શય્યા હતી. એ દેવાધિષ્ઠિત હતી. તેની સદેવ પૂજા થતી હતી. જે વ્યક્તિ એ શયામાં બેસતો એને દેવ કષ્ટ આપતો. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને શય્યા પર સૂવાની ઈચ્છા થઈ. તેઓ શય્યા પર બેઠાં કે તરત જ દેવ બૂમ પાડીને ભાગી ગયો. ગર્ભના પ્રભાવથી માતાનું શ્રેય થયું એટલા માટે પુત્રનું નામ “શ્રેયાંસ' રાખવામાં આવ્યું. ૧૨. વાસુપૂજ્ય સામાન્ય અર્થ વસુ એટલે દેવ. જે દેવોને માટે પણ પૂજ્ય હોય તે વાસુપૂજ્ય.” વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે (ઈન્દ્ર) માતાની પૂજા કરી હતી, એટલા માટે પુત્રનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. બીજી વાતઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી વૈશ્રવણે (કુબેરે) વારંવાર રત્નો વડે રાજકુળની પૂજા કરી હતી. રાજકુળને ધનથી ભરપૂર કર્યું હતું, તેથી ભગવાનનું નામ વાસુપૂજ્ય રખાયું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૧૩ વિમલ : સામાન્ય અર્થ : જેમના મળ ચાલ્યા ગયા તે વિમલ’ કહેવાયા; અથવા જેમનાં જ્ઞાનાદિ નિર્મળ હોય, તે વિમળ કહેવાય છે. વિશેષ અર્થ : ભગવાનના માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાનું શરીર અને મન અતિનિર્મલ બન્યાં એટલા માટે તેઓ ‘વિમલ' કહેવાયા. ૧૪. અનંત : સામાન્ય અર્થ અનંત કર્મોને જેમણે જીત્યાં તે ‘અનંત’ કહેવાયા, અથવા જેમનાં અનંત જ્ઞાનાદિ ગુણ છે, તે ‘અનંત’ કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાનના માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ સ્વપ્નમાં અનંત રત્નમય માળાઓ જોઈ હતી, એટલા માટે પુત્રનું નામ ‘અનંત’ રાખવામાં આવ્યું. ૧૫. ધર્મ સામાન્ય અર્થ દુર્ગંતમાં પડતા જીવોને ધારણ કરે, પડવા ન દે, તે 'ધર્મ' કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતા વિશેષ પ્રકારે દાન, દયા, આદિ ધર્મનું પાલન કરનારી બની હતી, એટલા માટે પુત્રનું નામ ધર્મ' રાખ્યું હતું. ૧૬. શાન્તિઃ ૨૨૧ સામાન્ય અર્થ : શાન્તિ પ્રાપ્ત કરાવનારા, અથવા શાન્તિ સ્વરૂપ હોય તે શાન્તિ કહેવાય છે. વિશેષ અર્થ ઃ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં ફેલાયેલો મરકીનો ઉપદ્રવ શાન્ત થઈ ગયો હતો, એટલા માટે પુત્રનું નામ ‘શાન્તિ’ રાખ્યું હતું. ૧૭. કુંથુ સામાન્ય અર્થ ‘કુ’ એટલે પૃથ્વી, એમાં રહેનારા ‘કુંથુ’ કહેવાયા. વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં ઉચ્ચ મહાપ્રદેશમાં રહેલો રત્નમય સ્તૂપ જોયો હતો. એટલા માટે પુત્રનું નામ ‘કુંથુ’ રાખવામાં આવ્યું હતું. ૧૮. અર : સામાન્ય અર્થ : અરનો અર્થ થાય છે સર્વોત્તમ. મહાસત્ત્વશાળી કુળમાં પેદા થાય છે અને કુળની અભિવૃદ્ધિ કરવામાં જે નિમિત્ત બને છે તે. વિશેષ અર્થ : ભગવાનના માતાના ગર્ભમાં આગમન બાદ માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર મોટી આકૃતિનાં ચક્રના આરા જોયા હતા. એટલા માટે પુત્રનું નામ ‘અર’ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન, ૨૨૨ રાખવામાં આવ્યું. ૧૯ મલ્લિ : સામાન્ય અર્થ : પરીષહ - આદિ મલ્લોને જે જીતે છે તે મલ્લિ. વિશેષ અર્થ: ભગવાનના માતાના ગર્ભમાં આગમન પછી માતાને સર્વ ઋતુઓમાં શ્રેષ્ઠ સુગંધી પુષ્પોની માળાની શય્યામાં સૂવાની ઈચ્છા થઈ, તેથી મલ્લિ’ નામ રાખવામાં આવ્યું. ૨૦. મુનિસુવતઃ સામાન્ય અર્થ જગતની અવસ્થાઓનું જે મનન કરે છે તે મુનિ' કહેવાય છે, અને જે સુંદર વ્રતોને ધારણ કરે છે તે સુવ્રત કહેવાય છે. જે મુનિ હોવાની સાથે સુવતી હોય છે, તે મુનિસુવ્રત કહેવાયા. વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતા સુંદર વ્રતસંપન્ન બન્યાં હતાં. એટલા માટે પુત્રનું નામ મુનિસુવત' રાખવામાં આવ્યું હતું. ૨૧. નમિ : સામાન્ય અર્થ : પરીષહ - ઉપસર્ગોને નમાવનારા “નમિ' કહેવાય. વિશેષ અર્થ: સીમાવર્તી રાજાઓએ ભગવાનના પિતાના નગરને ઘેરો ઘાલ્યો હતો, ભગવાન માતાના ગર્ભમાં આવ્યા હતા. માતાને મહેલની અટ્ટાલિકા ઉપર ચડવાની ઇચ્છા થઈ. તેઓ ચડ્યાં. દુમન રાજાઓએ રાણીને જોઈ. ગર્ભના પ્રભાવથી શત્રુ રાજાઓએ ઘેરો ઉઠાવી લીધો અને ચાલ્યા ગયા. શત્રુ રાજાઓને નમાવ્યા એટલા માટે પુત્રનું નામ નિમિ' રાખવામાં આવ્યું. ૨૨. નેમિઃ સામાન્ય અર્થઃ ધર્મરૂપી ચક્રમાં નેમિ. - ચક્રમાં જે રીતે નેમિ (આરા) હોય છે એ રીતે વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ ‘રિષ્ટ' રત્નમય ચક્રની નેમિને ઊડતી સ્વપ્નમાં જોઈ હતી. એટલા માટે પુત્રનું નામ અરિષ્ટનેમિ' રાખવામાં આવ્યું હતું. (રિષ્ટ' શબ્દ અમંગલ છે તેથી રિષ્ટની પૂર્વે “અ” જોડી દેવામાં આવ્યો છે.) ૨૩. પાર્થ : સામાન્ય અર્થ સર્વ ભાવોને જે જુએ છે તે “પાર્થ” કહેવાય છે. વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાએ એક દિવસે અંધકારમાં પાસે જ સર્પ જોયો એટલા માટે પુત્રનું નામ “પાર્થ” રાખ્યું. Page #229 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૪. વર્ધમાન : સામાન્ય અર્થ : જન્મથી જ જે જ્ઞાનાદિથી વધતા રહે છે તે ‘વર્ધમાન.’ વિશેષ અર્થ : જ્યારથી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી જ્ઞાતકુલ ધનધાન્યથી વધવા લાગ્યું, એટલા માટે તે ‘વર્ધમાન’ કહેવાયા. આ રીતે ૨૪ તીર્થંકરોનાં નામના સામાન્ય તેમજ વિશેષ અર્થ બતાવ્યા. વંદે ૨-૩-૪ ગાથાઓમાં ત્રણ વાર ‘વંદે’ પદનો અને બે વાર ‘વંદામિ’ પદનો પ્રયોગ થયો છે. આ રીતે વારંવાર ‘વંદે' અને ‘વંદામિ’ પદોનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે, તેમાં શું ગુઢાર્થ રહેલો છે..... એનું વિશેષ સ્પષ્ટીકરણ કોઈ પ્રાચીન ગ્રંથમાં વાંચવામાં આવ્યું નથી. માત્ર ચૈત્યવંદન-મહાભાષ્યમાં સામાન્ય સ્પષ્ટીકરણ છે. जं पुण वंदइ किरया भणणं सुत्ते पुणो इत्थ । आयरपगासगत्ता पुणरुत्तं तं न दोसगरं શાખા “અહીં સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદ (વંદે-વંદામિ)નો પ્રયોગ થયો છે, તે આદર બતાવવા માટે છે; એટલા માટે તેમાં પુનરુક્તિ-દોષ નથી.' આ રીતે ૨-૩-૪ ગાથાઓનો અર્થ બતાવ્યો. બાકીની ૫-૬-૭ ગાથાઓના વિશેષ અર્થ બતાવીશ કાલે, ૨૨૩ આ બધી શાસ્ત્રીય તેમજ તાત્ત્વિક વાતો એટલા માટે બતાવું છું કે તમે ‘લોગસ્સ સૂત્ર’ના વિષયમાં ચિંતન-મનન કરી શકો. ખૂબ પ્રભાવશાળી છે આ સૂત્ર. તમે ‘લોગસ્સ સૂત્ર’નો જાપ કરો, ધ્યાન કરો અને ચિંતન-મનન કરો. એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #230 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૬૭) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચયનું પ્રતિપાદન કર્યું છે. દિનચયમાં તેમણે યોગાભ્યાસ અને ન હિવતનમ્ જેવી વાતો પણ કરી છે. ખૂબ મહત્ત્વપૂર્ણ છે એ વાતો. હું તો મહત્ત્વપૂર્ણ માનું છું. પરંતુ જ્યારે તમે માનશો ત્યારે કામ થશે! લોગસ્સ સૂત્રઃ લોગસ્સ સૂત્ર'ની ત્રણ શેષ ગાથાઓના વિષયમાં આજે વિવેચન કરવાનું છે. एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीणजरमरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं હિંતુ દા चंदेसु . निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा। सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु ॥७॥ एवं मए अभिथुआ : કહેલા પ્રકાર અનુસાર અભિમુખતાથી નામો દ્વારા કીર્તન કરાયેલા. विहयरयमला : જેમણે વિશિષ્ટ પ્રકારે સર્વ પ્રકારનાં કર્મોને દૂર કરી દીધાં છે. પીળગરા-મર જેમની વૃદ્ધાવસ્થા તેમજ મૃત્યુ પૂર્ણરૂપે નષ્ટ થઈ ગયાં છે. चउवीसं पि जिणवरा : ૨૪ અને બીજા કેવળજ્ઞાની જિનેશ્વરો. तित्थयरा मे पसीयन्तुः તીર્થકર મારી ઉપર પ્રસન્ન થાઓ ! પાંચમી ગાથાનું વિવેચન : પાંચમી ગાથામાં મહત્ત્વપૂર્ણ શબ્દ છે 'પશુમા ! એ શબ્દનો અર્થ ત્રણ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પ્રકારે કરવામાં આવ્યો છે ઃ ૧. પોતપોતાનાં નામનું કીર્તન કરાવાયેલા, ૨. અપ્રમત્ત બનીને સ્તવન કરાયેલા, ૩. આદરપૂર્વક સ્તવન કરાવાયેલા. ભિન્નભિન્ન પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલા આ અર્થો છે. આ ગાથાના બીજા ચરણમાં ‘રજ અને મલ બે શબ્દો આવ્યા છે. જે કર્મ જીવ બાંધી રહ્યો છે તે ‘રજ' શબ્દથી નિર્દિષ્ટ છે; અને જે કર્મ બાંધવામાં આવ્યું છે, નિકાચિત થઈ ગયું છે, તે મલ’ શબ્દથી નિર્દિષ્ટ છે. અથવા ઇયપિથિક કર્મરજ છે અને સામ્પરાયિક કર્મફળ છે ! ‘જિણવરા’ શબ્દનું વિવેચન કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી આવશ્યક સૂત્રની ટીકામાં કહે છે ઃ : इह प्रवचने सामान्यतो विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथाश्रुतजिना अवधिजिना, मनःपर्यायज्ञानंजिना: छद्मस्थ वीतरागाश्च ।' ' ૨૨૫ શ્રી જિનપ્રવચનમાં સામાન્યતયા વિશિષ્ટ શ્રુતધર આદિ પણ ‘જિન’ જ કહેવાય છે. - શ્રુતિજન, અધિજિન, મનઃપર્યાયજન તથા છદ્મસ્થવીતરાગ. પ્રસ્તુતમાં એ ‘જિન’ સમજવાના નથી, પરંતુ જે કેવળજ્ઞાની છે, તેને જિન સમજવાના છે. કેવળજ્ઞાની આમ તો ‘જિણવર’ અભિપ્રેત છે. પસીયંતુ : પાંચમી ગાથાના ચોથા ચરણમાં જે પીયંતુ’ શબ્દ આવેલો છે તે ગંભીર ચિંતન કરવા યોગ્ય શબ્દ છે. બહુશ્રુત આચાર્યોએ આ શબ્દ ઉપર પર્યાપ્ત ચિંતન કર્યું છે. મેં આ સૂત્ર ઉપર પહેલાં પ્રવચનમાં પસીયંતુ’ શબ્દ ઉપર જે ચિંતન કરવાનું હતું તે કર્યું હતું. મારું ચિંતન પણ બહુશ્રુત આચાર્યોના પુષ્ટ મંતવ્યો પર જ આધારિત છે. જિજ્ઞાસામાંથી ચિંતનનો ઉદ્ભવ થાય છે. અહીં મુખ્ય રૂપથી એક જિજ્ઞાસા જાગૃત થાય છે – ‘જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે ને વીતરાગ ભગવાન કૃપા-પ્રસાદ કેવી રીતે કરી શકે છે ? આ જિજ્ઞાસાનું સમાધાન આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજી આ રીતે કરે છે ઃ વીતરાગ ભગવંત કર્મક્લેશોનો નાશ થવાથી પૂજ્ય છે. જેઓ સ્તુતિ કરવાથીપ્રસન્ન થતા હશે તેઓ નિંદા થવાથી અવશ્ય રોષાયમાન થાય છે ! આ રીતે જેમનું ચિત્ત ૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રાવકજીવન સર્વત્ર સમાન ન હોય તે સર્વે જીવોનું હિત કેવી રીતે કરી શકે? શ્રી તીર્થંકર ભગવંત રાગ-દ્વેષનો ક્ષય થવાથી સ્વ-પરની ઉપર સમાન ચિત્તવાળા હોય છે. અજ્ઞાનનો ક્ષય થવાથી તેઓ સર્વજ્ઞ હોય છે, એટલા માટે તેઓ પૂજ્ય છે. સજ્જન લોકો સદૈવ એમની પૂજા કરે છે. જે રીતે શીતળ લહેરથી પીડિત જીવોની ઉપર અગ્નિ રાગદ્વેષ વગર કપા કરે છે, – જીવોને અગ્નિ બોલાવતો પણ નથી. પરંતુ જે જીવો અગ્નિનો સહારો લે છે, તેઓ ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. એ રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા તીર્થકર ભગવંતોની ભાવ-ભક્તિથી પૂજા કરે છે તેઓ ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. ભવ-શીતને દૂર કરીને તેઓ મુક્તિ પામે છે ! તાત્પર્ય એ છે કે “તીર્થકર અચિન્તચિંતામણિ સમાન છે. અંતઃકરણની શુદ્ધિથી. યા ભક્તિથી કરેલી તેમની સ્તુતિથી, સ્તુતિકારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય “ચેત્યવંદન મહાભાષ્યમાં આચાર્યશ્રી શાન્તિસૂરિજીએ કહ્યું છે જેઓ સ્તુતિ કિરવાથી તુષ્ટ - પ્રસન્ન થાય છે તે નિંદા કરવાથી અવશ્ય રુદ - રોષાયમાન બને છે. તેઓ વીતરાગ ન કહેવાય. અને તેમની સ્તુતિ પણ કેવી રીતે કરવી ?" જો વીતરાગ પ્રસન્ન જ ન થતા હોય તો પછી પસીયંતુ’ બોલવાનું પ્રયોજન શું? એ જિજ્ઞાસાનું સમાધાન આ રીતે કરવામાં આવ્યું છે : “ભક્તિપૂર્વક પસીયેતુ' બોલવાથી કમનો ક્ષયોપશમ થાય છે. એનાથી ભવ્ય આત્માઓનું કલ્યાણ થાય છે.” भत्तिभणिएण इमिणा कम्मक्खय-उवसमभावओ तह वि । भवियाण सुकल्लाणं कसायफलभूय मल्लि य इ ॥६२८॥ શ્રી યોગશાસ્ત્રીની સ્વોપજ્ઞ ટીકામાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી કહે છે “તીર્થકર વીતરાગ હોવાથી, તેમની સ્તુતિ કરવાથી તેઓ તોષ (સંતોષ) ધારણ કરતા નથી, અને તેમની નિંદા કરવાથી તેઓ દ્વેષી બનતા નથી. છતાં પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધકો ફલપ્રાપ્તિ કરે છે, એ રીતે વીતરાગની સ્તુતિ કરનારાઓ સ્તુતિનું ફળ અને નિંદા કરનાર નિંદાનું ફળ મેળવે છે.' મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ દ્વાત્રિશતુ દ્વાત્રિશિકાની સોળમી ઇશાનુગ્રહ-વિચાર-દ્વાર્નાિશિકા'માં કહ્યું છેઃ आर्थं व्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तत्रनीतितः ॥७॥ ભાવાર્થ એ છે કે “અથપત્તિ પણ એક પ્રબલ પ્રમાણ છે. સ્તુતિ-ક્રિયાનું જે ફળ Page #233 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૨૭ મળે છે, એમાં ફળદાતા સ્તોતવ્ય શ્રી જિનેશ્વર છે. એવું માનવું પ્રમાણસિદ્ધ છે. આ જ કાત્રિશિકાનો અંતિમ શ્લોક આ પ્રમાણે છે: अनुष्ठानं ततः स्वामि-गुणरागपुरस्सरं । परमानन्दतः कार्यं मन्यमानैरनुग्रहम् ॥३२॥ આનો અર્થ છે - “અનુગ્રહને માનનારા સાધકોએ શ્રી તીર્થંકરના ગુણો પ્રત્યે અનુરાગ રાખીને પરમાનંદથી અનુષ્ઠાન કરવું જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. છઠ્ઠી ગાથાનું વિવેચન : છઠ્ઠી ગાથામાં પ્રથમ ચરણ છે –વંતિ–મહિલા - વિત્તિય = પોતપોતાનાં નામથી સ્તવન કરાયેલા. – વંતિય = મન - વચન-કાયાથી નમસ્કાર કરાયેલા. - મહિયા = પુષ્પાદિથી પૂજિત. બીજું ચરણ છે ને ! સ્ત્રોનસ ૩ત્તમ સિદ્ધાં – ને જે = નિમ્ન વિશેષણોથી જે વિશિષ્ટ છે. - ઢોસ = જીવલોકના - ૩ત્તમ = શ્રેષ્ઠ, પ્રધાન (ઉત્તમ પ્રષ્ટાઃ ) - સિદ્ધા = સિદ્ધ બનેલા, કૃતકૃત્ય બનેલા, જેમણે શિવ પ્રાપ્ત કર્યું છે. જેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે તે. ત્રીજું ચરણ છે વોદિયું ! આ = આરોગ્ય. વોહિામં એટલે બોધિલાભ. આરોગ્ય માટે બોધિ : લાભ. બોધિલાભનો અર્થ કરવામાં આવ્યો છે - પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ. આરોગ્ય'નો અર્થ સિદ્ધાપના કરવામાં આવ્યો છે. પ્રસ્તુતમાં “આરોગ્ય’ શબ્દથી ભાવ-આરોગ્ય’ જ સમજવાનું છે. આ ચોથું ચરણ છે સમદિવસમુત્તમ લિંતુ | સમાથાનં સમાધિ = સમાધાન એટલે સ્વસ્થતા. સ્વસ્થતા (મનની) જ સમાધિ છે. પ્રસ્તુતમાં ભાવસમાધિ જ અભિપ્રેત છે. બોધિલાભ' માટે શ્રેષ્ઠ ભાવ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમાધિ માગવામાં આવી છે. પુનઃ ‘ઉત્તમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે કે ભાવ-સમાધિ પણ જઘન્ય-મધ્યમ-ઉત્તમ પ્રકારની હોય છે ! આપણને જઘન્ય અને મધ્યમ ભાવસમાધિની જરૂર નથી. ઉત્તમ સમાધિ જ જોઈએ. ‘હૈ સિદ્ધ ભગવંત ! અમને આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ-શ્રેષ્ઠ ભાવસમાધિ આપો !' એ આનો અર્થ છે. 'વિંતુ ક્રિયાપદ ઉપર ચિંતન શ્રાવકજીવન અનેક શાસ્ત્રકારોએ “દિન્તુ'ના વિષયમાં વિસ્તારથી ચર્ચા કરી છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ‘તીર્થંકર ભગવંતોમાં આરોગ્ય વગેરે આપવાની શક્તિ છે ખરી ?' આ પ્રશ્નનો ભિન્નભિન્ન ગ્રંથોમાં જે ઉત્તર મળે છે તે ઉત્તર અહીં બતાવું છું. ‘આવશ્યક સૂત્ર હરિભદ્રીય ટીકામાં કહેવાયું છે ‘તીર્થંકરમાં આરોગ્યાદિ વસ્તુ આપવાનું સામર્થ્ય નથી. જિંતુ' મને આપો - એ તો માત્ર ભક્તિથી જ કહેવાય છે. આ ભાષાપ્રયોગ ‘અસત્યામૃષા' નામનો છે. વાસ્તવમાં તીર્થંક૨ ભક્તિથી સ્વયમેવ આરોગ્યાદિની પ્રાપ્તિ થાય છે. એ દૃષ્ટિથી કહેવાયું છે કે “આપ આપો.’ ‘લલિત વિસ્તરામાં કહેવાયું છે ઃ શ્રી વીતરાગ ભગવંત રાગાદિ રહિત હોવાથી આરોગ્યાદિ નથી આપતા, છતાં પણ આ પ્રકારનાં વાક્યપ્રયોગથી પ્રવચન-આરાધના થાય છે. એનાથી સન્માર્ગીસ્થત મહાસત્ત્વશાલી આત્માને આરોગ્યાદિની પ્રાપ્તિ થાય છે.’ ચૈત્યાદિ મહાભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે ઃ આવો દિન...........હિંતુ । "આ ભક્તિની ભાષા છે. 'અસત્યામૃષા’ ભાષા છે. રાગ-દ્વેષરહિત જિનવરોની પરમ ભક્તિથી જીવ આરોગ્યાદિ પ્રાપ્ત કરે છે.” યોગશાસ્ત્રમાં કહ્યું છે : કિંતુ એવું ભક્તિથી કહેવામાં આવ્યું છે. માત્ર ભક્તિથી બોલવામાં આવેલી ‘અસત્યામૃષા’ ભાષા છે. ધર્મસંગ્રહણીમાં કહ્યું છે : Page #235 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૨૯ नैवेतदारोग्यादि-वाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् अवन्ध्यतथाविधविशुद्धा ध्यवसायहेतुत्वात् આનો અર્થ સાંભળી લો. 'માવોદિલ્હામં... કિંતુ ાં આ વાક્ય નિષ્ફળ નથી. ‘આરોગ્યાદિ વસ્તુ તાત્ત્વિક દ્રષ્ટિથી શ્રી તીર્થકર જ આપે છે! કારણ કે તેઓ જ તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે.”. બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે દિંતુ એટલે આરોગ્ય બોધિલાભ, ઉત્તમ આરોગ્ય મને આપો !” એવી યાચના નિદાન છે કે નહીં? જો નિદાન (નિયાણું) છે તો એ યાચનાની જરૂર જ નથી. કારણ કે નિદાન ન કરવાનું આગમમાં કહ્યું છે. અને જો કહીએ કે આ નિદાન નથી તો પછી રિંતુ પદ સાર્થક છે યા નિરર્થક? જો હિંદુ' પદને સાર્થક માનીશું તો તીર્થકરોને રાગદ્વેષયુક્ત માનવા પડશે! ‘' પદને નિરર્થક કહીશું તો શ્રી તીર્થંકર આરોગ્યાદિનું પ્રદાન નથી કરતા, એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે. આ પ્રશ્નનું સમાધાન લલિત વિસ્તરામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કર્યું છે, તે એકાગ્રતાથી સાંભળો. - દિંતુ કહેવામાં નિદાન (નિયાણું) નથી. કારણ કે નિદાનનાં જે લક્ષણો છે તે અહીં લાગુ પડતો નથીઅત્યંત રાગવશ, અત્યંત દ્વેષવશ, અત્યંત મોહવશ . અજ્ઞાનવશ નિયાણું હોય છે. પૌગલિક આશંસાત્મક નિદાન-નિયાણામાં તત્ત્વદર્શન નથી હોતું, એટલા માટે તે ખૂબ જ નુકસાનક હોય છે. નિયાણામાં સારાસારની અજ્ઞાનતા હોય છે, જે અજ્ઞાનતા વાસ્તવમાં નિંદનીય હોય છે. હવે દિંતુ' પદની સાર્થકતા-નિરર્થકતાનો વિચાર કરવામાં આવે છે. અસત્યામૃષા' નામની ચતુર્થ ભાષા સાર્થક હોય છે અને નિરર્થક પણ હોય છે. – “અસત્યામૃષા' ભાષામાં ન તો પ્રાપ્તિ કરાવવાની શક્તિ છે, ન નિષેધની શક્તિ છે, એટલા માટે નિરર્થક છે. – આ ભાષાથી પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયોનું ફળ પ્રાપ્ત થાય છે, એ દ્રષ્ટિથી સાર્થક પણ છે! - રિંતુ એ પ્રાર્થનાથી મૃષાવાદનો દોષ નથી લાગતો, પરંતુ તીર્થંકરનું પ્રણિધાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રાવકજીવન જે રીતે ચિંતામણિ રત્ન આદિથી જીવોને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે, એ રીતે જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં તેમના દ્વારા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. અપૂર્વ ચિંતામણિ સમાન શ્રી તીર્થંકરોની સ્તવનાથી ‘બોધિલાભ’ની પ્રાપ્તિ થાય છે. તીર્થંકરની ભક્તિ ક૨વાથી પૂર્વસંચિત કર્મો નષ્ટ થઈ જાય છે, ગુણ પ્રકર્ષનું બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ છે. ‘કિંતુ’ શબ્દ ઉપર આટલું ચિંતન કર્યા પછી હવે સાતમી ગાથાનું વિવેચન કરું છું. સાતમી ગાથાનું વિવેચન : સાતમી ગાથાનું પહેલું ચરણ છે : 'ચંદ્રેમુનિમ્મા ।' એનો અર્થ છે - ચંદ્રોથી વધારે નિર્મળ. આનું શાસ્ત્રમાં કારણ બતાવવામાં આવ્યું છે - ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિત ક્ષેત્રોને પ્રકાશિત કરે છે, જ્યારે કેવળજ્ઞાનીની પ્રભા લોક-અલોકને પ્રકાશિત કરે છે.’ અહીં ચંદ્રો કરતાં નિર્મળ વધુ કહ્યું છે. ચંદ્રનું બહુવચન છે. એનું કારણ એ છે કે આ વિશ્વમાં એક જ ચંદ્ર નથી, અસંખ્ય ચંદ્ર છે. અસંખ્ય સૂર્યો છે. * જંબુદ્વીપમાં ૨ સૂર્ય, ૨ ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ૪ સૂર્ય, ૪ ચંદ્ર છે. * ઘાતકી ખંડમાં ૮ સૂર્ય, ૮ ચંદ્ર છે. કાર્લોદધિમાં ૧૬ સૂર્ય, ૧૬ ચંદ્ર છે. * અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૧૬ સૂર્ય, ૧૬ ચંદ્ર છે. * * મ મનુષ્ય લોકની બહાર પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રમાં - બમણા-બમણા સૂર્યચંદ્ર હોય છે. બધા મળીને તો અસંખ્ય થઈ જાય છે. આ સર્વ ચંદ્રો કરતાં જિનેશ્વર વધારે નિર્મળ હોય છે. બીજું ચરણ છે : 'આવ્વસુ સક્રિય થયાસરા । તીર્થંકર પરમાત્મા સૂર્યો કરતાં અધિક પ્રકાશ કરનારા હોય છે. કેવળજ્ઞાનના ઉદ્યોત-પ્રકાશથી તીર્થંક૨ લોક તથા અલોકને પ્રકાશિત કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા તીર્થંકરો હોય છે. ત્રીજું ચરણ છે : 'સાવરગંભીરા । ‘સાગરવર'નો અર્થ છે સર્વ સાગરો કરતાં મોટો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તીર્થંકર પરીષહ તેમજ ઉપસર્ગ આદિથી Page #237 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૩૧ ક્ષોભાયમાન નથી થતા, એટલા માટે સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર કહેવાય ચોથું ચરણ છે: સિદ્ધ સિદ્ધિ મમ વિસંતુ ' ઉપર જે વિશેષણો બતાવ્યાં છે, એ વિશેષણોથી વિશિષ્ટ શ્રી તીર્થંકર ભગવંત જે કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિપદ આપો.” આ રીતે લોગસ્સ સૂત્રની સાત ગાથાઓનું વિવેચન પૂર્ણ થયું. સભામાંથી શ્રી તીર્થકર ભગવંત લોકના ભાવોદ્યોતથી ઉદ્યોતકર બતાવવામાં આવ્યા. શું દ્રવ્યોદ્યોતથી પણ લોકમાં ઉદ્યોત કરે છે ? મહારાજશ્રી : “હા, દ્રવ્યોદ્યોતથી પણ તેઓ ઉદ્યોત કરી શકે છે ! તીર્થંકરની આગળ “ધર્મચક્ર ચાલે છે. ધર્મચક્રનો ઉદ્યોત દ્રવ્યોદ્યોત હોય છે. આ ધર્મચક્ર દેવકૃત અતિશયથી થાય છે. તે આકાશ અને પૃથ્વીને પ્રકાશિત કરે છે. ધર્મચક્રનું વર્ણન અરિહાફિયુત્ત નામના સ્તવનમાં ખૂબ સરસ મળે છે. સૂર્યબિંબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળા તેજથી જાજ્વલ્યમાન એવું ધર્મચક્ર જિનેન્દ્રની આગળ-આગળ ચાલે છે. આકાશ, પાતાળ તથા સમગ્ર પૃથ્વીમંડળને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણે લોકના અંધકારને દૂર કરે છે. (મિથ્યાત્વરૂપી મોહાન્ધકારને) ‘વીતરાગ સ્તોત્ર' માં શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું છેઃ मिथ्यादृशां युगान्तार्कः सुद्रशाममृताग्चनम् । तिलकं तीर्थकृल्लक्ष्म्याः पुरश्चक्रं तवैद्यते ॥ (પ્રાણ : ૪, રોવર : ૨) ‘મિથ્યા વૃષ્ટિઓના માટે પ્રલયકાલીન સૂર્યસમાન, સમ્યફ વૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન સમાન અને તીર્થકરત્વલક્ષ્મીના ભાલ-કપાળમાં તિલક સમાન ધર્મચક્ર' હે નાથ ! આપની આગળ ચાલે છે !' સભામાંથીઃ સુવિદિં ર પુરંતમાં સુવિહં કહ્યા પછી પુcવંત કહેવાનું શું પ્રયોજન છે? મહારાજશ્રી પુષ્પવંત એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી વાઘા સૂત્ર માં બે તીર્થકરોને ચંદ્ર જેવા ગૌર વર્ણના બતાવતાં ચંદ્રપ્રભ અને પુષ્પદંત - એ બે નામ બતાવ્યાં છે. એટલે કે ત્યાં ‘સુવિધિ' નામ નથી જણાવ્યું. એ દૃષ્ટિએ “સુવિધિ વિશેષણ બની શકે ! “આવશ્યક નિયુક્તિમાં માત્ર “પુષ્પદંત એક જ નામ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આપવામાં આવ્યું છે. ચૈત્યવંદન મહાભાષ્યમાં બીજી વાત છે ! સુવિધિ નામ છે અને પુષ્પદંત’ વિશેષણ છે ! 'સુવિધિ નામં વિસેસળ નીયં આ રીતે બે નામમાંથી કોઈ એકને વિશેષણ બનાવીને બીજાને વિશેષ્ય બનાવી શકાય. 'શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ સુવિધિનાથ માટે બે નામનો એકસાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. સુવિદિસ પુતંતÆ અહો છસીફ નળા । (સૂત્ર ૮૬) સભામાંથી : ‘લોગસ્સ સૂત્ર'માં શ્રી તીર્થંકર ભગવંતોનું જ ગુણોત્કીર્તન કેમ ક૨વામાં આવ્યું છે ? મહારાજશ્રી : શ્રી તીર્થંકર ભગવંત મુખ્યરૂપે કર્મક્ષયનો હેતુ છે. પ્રાપ્તબોધિની વિશુદ્ધિમાં હેતુ છે. ભવાન્તરમાં બોધિલાભ કરાવનારા છે અને પાપયોગની વિરતિના ઉપદેશક હોવાથી ઉપકારી છે. લોગસ્સ સૂત્રમાં તીર્થંકરોની જ સ્તવના કરવામાં આવી છે. લોગસ્સ સૂત્ર’નાં ઉપધાન : સભામાંથી : જે રીતે શ્રી નવકાર મહામંત્રનાં ઉપધાન કરવામાં આવે છે, એ રીતે લોગસ્સ સૂત્રનાં પણ ઉપધાન કરવામાં આવે છે ખરાં ? મહારાજશ્રી : હા, કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતા પહેલાં એ સૂત્રનું અધ્યયન ક૨વાની ગુરુદેવ પાસેથી અનુજ્ઞા મેળવવી જોઈએ ! ગુરુ-આશા વગર સૂત્રનું અધ્યયન કરવાનો આર્હત દર્શનમાં નિષેધ છે. એ અનુજ્ઞા પ્રાપ્ત કરવા માટે કેટલાક દિવસોની વિશેષ તપશ્ચર્યા અને કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવામાં આવે છે, તેને ‘ઉપધાન’ કહેવામાં આવે છે. ‘લોગસ્સ સૂત્ર’ના ઉપધાનના વિષયમાં બતાવ્યું છે કેઃ - શ્રાવકજીવન જ્યારે સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, નક્ષત્ર, યોગ લગ્ન તેમજ ચંદ્રબળ હોય ત્યારે - જાતિ, કુલ આદિ આઠ મદોથી મુક્ત થઈને, - આશંકાઓથી મુક્ત બનીને, - ભક્તિ-બહુમાનની સાથે Page #239 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૩૩ જિનચૈત્યમાં, જન્તુરહિત પ્રદેશમાં, હ્દયમાં ભક્તિભાવ ભરીને નતમસ્તક હોય, રોમરાજિ વિકસ્વર હોય, વદનકમળ વિકસિત હોય, પ્રશાન્ત-સૌમ્ય, સ્થિર દૃષ્ટિ હોય, સંવેદનપૂર્ણ હૃદય હોય, અચિંત્ય શુભ પરિણામથી ઉલ્લસિત આત્મવીર્ય હોય, પ્રતિસમય વૃદ્ધિંગત પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ અને સ્થિર અંતઃકરણ હોય ત્યારે જમીન ઉપર બે ઘૂંટણ, બે હાથ અને મસ્તક સ્થાપિત કરીને વંદના કરવી જોઈએ. # * * * * ** પરમાત્મ-પ્રતિમા ઉ૫૨ દૃષ્ટિ અને મન સ્થિર કરવું જોઈએ. ગુરુદેવની કૃપાથી એમના મુખથી નીકળેલી લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથા - જો કે ચાર ચરણવાળી અને ૩૨ અક્ષરોવાળી છે - તેને ગ્રહણ કરવી જોઈએ. પ્રથમ ગાથાનું અધ્યયન કરવા માટે ત્રણ ઉપવાસનું તપ. બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું અધ્યયન કરવા માટે ૬ ઉપવાસનું તપ. પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથાનું અધ્યયન કરવા માટે ૬ ઉપવાસ, એક આયંબિલનું તપ કરવું જોઈએ. એક ઉપવાસના બે આયંબિલ પણ કરી શકાય છે. * ઉપધાનમાં સ્ત્રી-પુરુષોને પૌષધવ્રતમાં રહેવાનું હોય છે. * ઉપધાનમાં ‘લોગસ્સ સૂત્ર'નું પ્રતિદિન ૩૨૪ વાર સ્મરણ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રનાં ઉપધાન ૨૮ દિવસનાં હોય છે. ચતુર્વિશતિ-સ્તવથી બોધિલાભની પ્રાપ્તિ ઃ ‘લોગસ્સ સૂત્ર' એટલે ‘ચતુર્વિંશતિ-સ્તવ’ ભાવ-મંગળ છે. આ ભાવ-મંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે, એ વિષયમાં શ્રી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો : थयथुइमंगलेणं भतै ! जीवे किं जणेइ ? नाणदंसण - चरित बोहिलाभं संजणइ । नाणदंसण - चरित - बोहिलाभ - संपन्नेणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ । (ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૧) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રાવકજીવન આનો અર્થ આ પ્રકારે છેઃ હે ભગવનું, સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગળથી જીવ કયો લાભ પ્રાપ્ત કરે છે ?” ભગવાન કહે છે: “હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગળથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના બોધિલાભથી જીવ દેવવિમાનમાં જાય છે અને મોક્ષમાં જાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્રનું ધ્યાન કાયોત્સર્ગને લોકભાષામાં “કાઉસ્સગ્ન' કહે છે. કાઉસ્સગ્નમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ કરવાનું હોય છે. કાયોત્સર્ગ - કેવી રીતે ઊભા રહેવું જોઈએ અને કેવી રીતે લોગસ્સ સૂત્રનું સ્મરણ કરવું જોઈએ, એ બતાવતાં એક પ્રાચીન ગ્રંથમાં લખ્યું चउरंगुलंतरपादो पडिले हिय अंजलिकय पसत्थो । अव्वाखित्तो वुत्तो कुणदिय चउविसत्थयं भिक्खू ॥ બે પગોની વચમાં ચાર આંગળનું અંતર રાખીને ઊભા રહેવાનું છે (આગળ ચાર આંગળ, પાછળ બે આંગળ). શરીરનું હલનચલન બંધ કરવાનું. શરીર-ભૂમિ અને ચિત્તનું પ્રમાર્જન કરવાનું છે. અંજલિ રચીને (કાયોત્સર્ગ કરવાનો હોય તો બે હાથ નીચે લટકતા રાખવાના છે.) સૌમ્ય ભાવ કરવાનો છે. ચિત્તની વ્યગ્રતા દૂર કરવાની છે. સર્વ વ્યાપાર (પ્રવૃત્તિ)થી નિવૃત્ત થઈને ભિક્ષુ ચતુર્વિશતિ સ્તવનું સ્મરણ કરે. લોગસ્સ કલ્પઃ લોગસ્સ સૂત્રની દરેક ગાથા અને પ્રત્યેક પદ મંત્રાત્મક છે, એ ગાથાઓનો બીજમંત્રો સાથે વિધિપૂર્વક જાપ કરવામાં આવે તો ભિન્નભિન્ન કાર્યસિદ્ધિ થાય છે. “લોગસ્સ કલ્પ માં આ રીતે સાત મંત્રો આપવામાં આવ્યા છે. ઉદાહરણરૂપે તમને એક મંત્ર સંભળાવું છું: ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जीअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवि संऽपि केवली मम मनोऽभीष्टं कुरू कुरु स्वाहा । – ૧૪ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પૂર્વદિશા સામે ઊભા રહીને, ૧૦૮ વાર કાયોત્સર્ગમાં જાપ કરવાનો છે. આ મંત્રનો. એનાથી વિવિધ પ્રકારની ફળપ્રાપ્તિ થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૩૫ કોઈ પણ મંત્ર હોય, એના જાપમાં મંત્ર સાથે મનનો અખંડ સંબંધ હોવો અતિ આવશ્યક છે. મનનું શુદ્ધિકરણ અને સ્થિરીકરણ હોવું અનિવાર્ય છે. જે મનુષ્ય મનને શુદ્ધ અને સ્થિર નથી રાખી શકતો, તેને માટે મંત્રજાપ કોઈ વિશેષ મહત્ત્વ ધરાવતો નથી. ચતુર્વિંશતિ જિનસ્તોત્ર તેમજ પંચ પરમેષ્ઠી યંત્ર : લોગસ્સ સૂત્રમાં જે રીતે ૨૪ તીર્થંકરોની નામનિર્દેશ સાથે સ્તવના કરવામાં આવી છે, એ રીતે ૨૪ તીર્થંકર અને ૨૫ મા શ્રીસંઘને ગણીને તેમનાં સ્તોત્ર પ્રાચીન મહામુનિવરોએ રચ્યાં છે. અને સ્તોત્રોના આધાર પર યંત્રોની રચના પણ કરી છે. તેમનાં નામ છે - મહાસર્વતોભદ્ર યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, અતિભવ્ય યંત્ર..... વગેરે. જે યંત્રના અંકોના ભિન્નભિન્ન પ્રકારથી જોડાણ ક૨વાથી ૭૨ પ્રકારથી ૬૫ નું જોડાણ આવે છે, તેને મહાસર્વતોભદ્ર' યંત્ર કહે છે. પંચષ્ટિ યંત્ર'ના મહાસર્વતોભદ્ર આદિ પ્રકારોની રચના શ્રી જિનેશ્વર ભગવંતનાં નામરૂપ અંકોમાં ૨૫ મો અંક જોડવાથી થાય છે. આ પચીસમો અંક તીર્થસ્વરૂપ-સંઘસ્વરૂપ સમજવામાં આવે છે. આ વિષયમાં એક સાવધાની રાખવી જોઈએ. આ વિષયના જે સારા શાતા પુરુષ હોય, એમના સાન્નિધ્યમાં અને એમના માર્ગદર્શનમાં જ મંત્ર-તંત્રની સાધના કરવી જોઈએ. ઉપસંહાર : ‘શ્રી લોગસ્સ સૂત્ર' કઈ રીતે બોલવું જોઈએ, એ બતાવીને પ્રવચન પૂર્ણ કરું છું. ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં કહ્યું છે : ‘સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર થોડાક પણ ન્યૂન ન હોય એ રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ જ વિશુદ્ધ રીતે, ભૂલ કર્યા વગર, એકાગ્રતાથી બોલવું જોઈએ.’ ‘લોગસ્સ સૂત્ર’ના વિવેચનમાં મતિમંદતાને કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, તો ક્ષમાપ્રાર્થી છું. આજે બસ, આટલું જ. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૬૮ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છેઃ નમાાતિચિન્તનમ્ । - શ્રાવકે શ્રી નમસ્કાર મહામંત્રાદિ સૂત્રો પર ચિંતન કરવું જોઈએ. ‘આદિ’ શબ્દથી ‘લોગસ્સ સૂત્ર’ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’, ‘નમુન્થુણં સૂત્ર’ વગેરે સમજવાં જોઈએ. આ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રના વિષયમાં ત્રણ પ્રવચનો આપ્યાં. લોગસ્સ સૂત્રના વિષયમાં ત્રણ પ્રવચનો આપ્યાં; હવે ઉવસગ્ગહરં સ્તોત્રના વિષયમાં પ્રવચનનો પ્રારંભ કરીશ. ઉવસગ્ગહરં સ્તોત્ર : સૌ પ્રથમ તો આ સ્તોત્રની રચના કોણે કરી, કેમ કરી... વગેરે વાતો જણાવીશ. ઇતિહાસની આ વાત છે. પ્રતિષ્ઠાનપુર નામનું નગર હતું. ત્યાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. એ બન્ને ભાઈઓ ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, કાવ્ય...... ઇત્યાદિ શાસ્ત્રોમાં પારંગત હતા. એક દિવસે પ્રતિષ્ઠાનપુરમાં જૈનાચાર્ય યશોભદ્રસૂરિજી પધાર્યા. તેઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં પાંચમા આચાર્ય હતા. ભગવાન પછી તેમના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી ઉત્તરાધિકારી બન્યા. તેમના નિર્વાણ પછી, તેમના શિષ્ય જંબૂસ્વામી ઉત્તરાધિકારી બન્યા. જંબૂસ્વામીના નિર્વાણ બાદ શ્રી પ્રભવસ્વામી જિનશાસનના નાયક બન્યા હતા. તેમના ઉત્તરાધિકારી શય્યભવસૂરિજી બન્યા હતા. શય્યભવસૂરિના શિષ્ય હતા શ્રી યશોભદ્રસૂરિજી. જ્યારે શ્રી યશોભદ્રસૂરિજી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા ત્યારે ભદ્રબાહુ અને વરાહમિહિર તેમના પરિચયમાં આવ્યા. જૈનાચાર્યની અદ્ભુત ઉપદેશ શૈલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાન્ત મુદ્રાથી એ બ્રાહ્મણ બંધુઓ ખૂબ પ્રભાવિત થયા, તેમણે વિચાર કર્યો ઃ ‘આ મહાપુરુષની આગળ આપણું જ્ઞાન કશું જ નથી. આપણે તેમના શિષ્ય બની જઈએ અને તેમની પાસેથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. જેથી મનુષ્ય-જીવન સફળ થશે તેમજ આત્માનું કલ્યાણ થશે.’ ભદ્રબાહુ અને વરાહમિહિરે દીક્ષા ગ્રહણ કરી, ગુરુચરણે બેસીને તેઓ Page #243 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૩૭ આગમોનું અધ્યયન કરવા લાગ્યા. અગિયાર અંગ’ સૂત્રોનું અધ્યયન પૂર્ણ કર્યા પછી જ્યારે બારમું દૃષ્ટિવાદ' સૂત્ર ભણવાનો પ્રારંભ કર્યો તો વરાહમિહિરને એ ભણવું મુશ્કેલ લાગ્યું, એ ભણી ન શક્યા. ભદ્રબાહુ મુનિએ ભણી લીધું. દ્રષ્ટિવાદના અંતર્ગત ૧૪ પૂર્વોનું જ્ઞાન હોય છે. ભદ્રબાહુ સ્વામીએ અસાધારણ ધૈર્ય અને પરિશ્રમથી ૧૪ પૂર્વોનું અધ્યયન કરી લીધું. તેઓ શ્રુતકેવલી’ બની ગયા. ભદ્રબાહુ મુનિની સર્વતોમુખી પ્રતિભા જોઈને ગુરુદેવે એમને આચાર્યપદે સ્થાપિત કય િવરાહમિહિરને આચાર્યપદ આપ્યું નહીં. એ પદ પામવાની એમનામાં યોગ્યતા જ ન હતી. વરાહમિહિર નારાજ થઈ ગયા. આચાર્ય બનવાની તેમની આકાંક્ષા પૂર્ણ ન થતાં તેમણે જેનદીક્ષા ત્યજી દીધી અને ફરીથી બ્રાહ્મણ બની ગયા. જૈન ધર્મ અને જૈન સાધુઓના દ્વેષી પણ થઈ ગયા. વરાહમિહિરે સાધુજીવનમાં જ્યોતિષનું સારું અધ્યયન કર્યું હતું, આથી તેણે જ્યોતિષવિદ્યાને જ પોતાનો વ્યવસાય બનાવ્યો. રાજા અને પ્રજામાં તે પ્રિય બની ગયો. તેણે પ્રજાનાં મનમાં એક મન કલ્પિત વાત વહેતી કરી કે.... જ્યારે હું નાનો હતો ત્યારે મને જ્યોતિષવિદ્યાનો શોખ હતો. એક દિવસે હું ગાયો લઈને જંગલમાં ગયો હતો, રમતાં રમતાં મેં એક પથ્થરની શિલા ઉપર સિંહ લગ્નની કુંડળી બનાવી દીધી. સાંજે એ કુંડળીને નષ્ટ કર્યા વગર ઘેર પહોંચી ગયો. રાતમાં મને વિચાર આવ્યો : “મેં એ સિંહલગ્નની કુંડળી નષ્ટ કરી નથી. અત્યારે ત્યાં જઈને તેનો નાશ કરું.’ હું નિર્ભયતાથી રાતના સમયે જંગલમાં ગયો. ત્યાં જઈને શિલા ઉપર જોયું, તો સ્તબ્ધ થઈ ગયો. સિંહલગ્ન ઉપર સિંહ ઊભો હતો ! હું ભયભીત ન થયો. સિંહની નીચે હાથ નાખીને કુંડળી નષ્ટ કરી દીધી. મારું પરાક્રમ જોઈને એ સિંહ સૂર્યનાં રૂપમાં પ્રકટ થયો અને મને કહ્યું: “વત્સ, તારી આ લગ્નકુંડળી પ્રત્યે હું પ્રસન્ન થયો છું. અને તારા પરાક્રમથી પ્રભાવિત થયો છું. એટલે હું સૂર્યદવ તને કહું છું કે તારે જે જોઈએ તે માગી લે.” મેં કહ્યું, હે સૂર્યદિવજે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જ્યોતિષચક્રના સર્વ ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બતાવી દો. મારે સંપૂર્ણ જ્યોતિષમંડળ જોવું છે.” સૂર્યદિવ અને જ્યોતિષ-દેવલોકમાં લઈ ગયા, અને સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવી દીધું. મેં એ બધું યાદ રાખી લીધું.’ લોકોએ વરાહમિહિરની વાત માની લીધી. વરાહમિહિરે સવાલાખ શ્લોકોની રચના કરીને જ્યોતિષનો એક મોટો ગ્રંથ બનાવ્યો. બીજી પણ અનેક રચનાઓ કરી. તે મગધનરેશ નંદનો પ્રીતિપાત્ર બન્યો. રાજાને પોતાના જ્ઞાનથી પ્રભાવિત કરવા માટે તે એક દિવસે રાજસભામાં ગયો અને રાજાને કહ્યું : હે રાજેશ્વર, આ ચાતુર્માસમાં, વષકાળમાં એક દિવસે ખૂબ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાવકજીવન વર્ષા થશે, અને હું માર્ગમાં જે વર્તુળ બનાવું, તેની મધ્યમાં બાવન પલ વજનની મોટી માછલી પડશે.’ આ વાત આચાર્ય ભદ્રબાહુએ સાંભળી, તેમણે પોતાના જ્ઞાનપ્રકાશમાં જોયું. જોઈને શ્રાવકો દ્વારા નંદરાજાને કહેવડાવ્યું કે : “વૃષ્ટિની વાત સાચી છે, પરંતુ જે માછલી પડશે તે પર પલમાં અડધો પલ ઓછા વજનની હશે. અને વર્તુળની મધ્યમાં નહીં પડે, પરંતુ કિનારે પડશે.’ ભદ્રબાહુસ્વામીએ કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું. રાજાને ભદ્રબાહુસ્વામી પ્રત્યે શ્રદ્ધા જન્મી. આથી વરાહમિહિર જૈનસંઘ અને જૈનસાધુઓ પ્રત્યે વધારે દ્વેષી બન્યો. કેટલાક દિવસો પછી એક બીજી ઘટના બની. રાજાના મહેલમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે રાજકુમારની જન્મકુંડળી બનાવીને એનો ફળાદેશ કરતાં કહ્યું કે : “મહારાજા, રાજકુમારનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે.’ રાજાનું મન પ્રસન્ન થયું. પ્રજા પણ આનંદિત થઈ. લોકો પુત્રજન્મનો આનંદ મનાવવા લાગ્યાં. રાજા અને રાજકુમારને આશીવિંદ આપવા અનેક ધર્મગુરુઓ રાજાની પાસે આવ્યા. સૌએ આશીર્વાદ આપ્યા. પરંતુ ભદ્રબાહુસ્વામી ન ગયા. શ્રાવકો દ્વારાય આશીર્વાદ ન મોકલાવ્યા. વરાહમિહિર ધ્યાન રાખતો હતો કે “ભદ્રબાહુ આશીર્વાદ આપવા રાજસભામાં જાય છે કે નહીં !' જ્યારે ભદ્રબાહુ ન ગયા તો વરાહમિહિરે રાજાનાં કાનમાં વિષ રેડી દીધું ઃ મહારાજા, રાજકુમારને આશીર્વાદ આપવા સૌ આવ્યું, સર્વ ધર્મગુરુઓ પણ આવ્યા, પરંતુ જૈનાચાર્ય ભદ્રબાહુસ્વામી ન આવ્યા, કારણ હું જાણતો નથી. તમે જાણી શકો છો !' નંદરાજાએ મહામંત્રી શકડાલને પૂછ્યું : “મહામંત્રી, કુમારને આશીર્વાદ આપવા સર્વ ગુરુઓ આવી ગયા. તમારા ગુરુ કેમ ન આવ્યા ?’ શકડાલે કહ્યું : ‘આજે જ હું ગુરુદેવને પૂછીને કાલે આપને જણાવીશ.' મહામંત્રીએ ગુરુદેવની પાસે જઈને પૂછ્યું ઃ ગુરુદેવે કહ્યું : “મહામંત્રી, રાજાને કહેજો કે આજથી સાતમા દિવસે બિલાડી દ્વારા રાજકુમારનું મોત થશે. એ જાણીને અમારા આચાર્ય પુત્રજન્મ પ્રસંગ ઉપર આશીવિંદ આપવા નથી આવ્યા.’ મહામંત્રીએ જઈને રાજાને વાત જણાવી દીધી. આમેય રાજાને ભદ્રબાહુસ્વામી પર શ્રદ્ધા હતી, તેમની વાત માનતો હતો. તેણે સર્વ બિલાડીઓને નોકરો દ્વારા નગર બહાર કાઢી મુકાવી. રાજકુમારની આજુબાજુ સશસ્ત્ર સૈનિકો ઊભા કરી દીધા. રાજમહેલમાં એક પણ બિલાડીનો પ્રવેશ ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી. રાજા આથી આશ્વસ્ત થયો કે નગરમાં એક પણ બિલાડી રહી નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૩૯ કેવી રાજમહેલમાં બિલાડીનો પ્રવેશ શક્ય નથી; હવે બિલાડીથી રાજકુમારનું મૃત્યુ રીતે થશે ? નહીં થાય.’ છ દિવસ વીતી ગયા. સાતમો દિવસ હતો. ધાવમાતા રાજકુમારને લઈને ઓરડાની બહાર બેઠી હતી અને દૂધ પાતી હતી. ઓરડાનાં દ્વારની ઉપર લાકડાનો આગળો હતો, તે તૂટી પડ્યો..... સીધો જ કુમાર ઉપર પડ્યો અને તે જ ક્ષણે કુમારનું મૃત્યુ થયું. નગરમાં, રાજ્યમાં સર્વત્ર શોક છવાઈ ગયો. વરાહમિહિર નગર છોડીને ભાગી ગયો. ભદ્રબાહુસ્વામી રાજમહેલમાં ગયા અને શોકસંતપ્ત રાજાને ધર્મોપદેશ આપીને આશ્વાસન આપ્યું. રાજાએ આચાર્યદેવના જ્યોતિષજ્ઞાનની પ્રશંસા કરી. રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, આપે તો કહ્યું હતું કે બિલાડીથી મૃત્યુ થશે’, એ વાત સાચી ન પડી.’ આચાર્યદેવે કહ્યું : ‘વાત સાચી જ છે. જે લાકડાનો આગળો તૂટી પડ્યો હતો તે અહીં મંગાવો.’ રાજાએ આગળો મંગાવ્યો. એની ઉ૫૨ બિલાડીનું મુખ બનાવ્યું હતું. રાજાએ જોયું. રાજાને સંતોષ થયો અને તે આચાર્યદેવનો પરમ ભક્ત બની ગયો. વરાહમિહિર જંગલમાં ગયો. તાપસ બની ગયો. હૃદયમાં જૈનસંઘ અને ભદ્રબાહુ સ્વામી પ્રત્યે દ્વેષ ભરેલો જ હતો. તેણે તપશ્ચર્યા કરી. મરીને તપશ્ચર્યાના પ્રભાવથી વ્યંતર દેવલોકમાં વ્યંતરદેવ બન્યો. તેણે પોતાનાં જ્ઞાનથી પૂર્વ ભવ જોયો; દ્વેષભાવના ઉત્પન્ન થઈ ગઈ. જૈનસંઘને મારવા માટે તેણે નગરમાં મહામારી - મરકી ફેલાવી દીધી. કેટલાય લોકો મરવા લાગ્યા. સંઘના આગેવાન લોકો ભદ્રબાહુસ્વામી પાસે ગયા. બધી વાત જણાવી. “સંઘરક્ષા કરવી એ મારું કર્તવ્ય છે,’ એમ વિચારીને તેમણે જ્ઞાનથી રોગ-ઉપદ્રવનું કારણ જોયું. તેમણે એ સમયે ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના કરી. સ્તોત્ર સંઘને આપ્યું. ‘આ સ્તોત્રનો જે પાઠ ક૨શે, એને મહામારીનો રોગ નહીં થાય. જેને થયો હશે તેનો રોગ પણ શાન્ત થઈ જશે.' સંઘના અગ્રણીઓ પ્રસન્નચિત્ત થયા. ઉવસગ્ગહરં સ્તોત્રનો જૈનસંઘમાં ઘેરઘેર પાઠ થવા લાગ્યો. રોગ દૂર થઈ ગયો. ત્યારથી આ સ્તોત્ર આ લોકના અને પરલોકના કલ્યાણ માટે જૈનસંઘમાં પ્રચલિત બની ગયું. આ રીતે ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી છે. આ વાત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રાવકજીવન અનેક પ્રાચીન ગ્રંથોમાં લખેલી છે. उवसग्गहरं थोत्तं काऊण जेण संघकल्लाणं । करुणायरेण विहियं स भद्रबाहु गुरु जयउ ॥ કરુણાના ભંડાર સમા આચાર્યદિને ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું. તે શ્રી ભદ્રબાહુસ્વામી ગુરુ જયવંત થાઓ !' “ સ ત્વસપ્તતિ–વૃત્તિ માં કહેવામાં આવ્યું છે કે "ते हिं नाणबलेण वराहमिहिर वंतस्स दुच्चिट्ठियं नाऊण सिरि पास सामिणो 'उवसग्गहरं थवणं काऊण संघकए पेसियं ॥" શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનબળથી વરાહમિહિર વ્યંતરનું દુશેષ્ટિત - રોગ ફેલાવવાનું - જાણીને શ્રી પાર્શ્વનાથ સ્વામીનું ઉવસગ્ગહર સ્તોત્ર' નામે સ્તોત્ર - સ્તવન રચીને સંઘને મોકલ્યું." ગુવવિલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું કે अपश्चिमः पूर्वभृतां द्वितीयः श्री भद्रबाहुश्च गुरुःशिवाय । .. कृत्वोपसर्गादिहरस्तवं यो ररक्ष संघं धरणार्चितांहिः ॥ नियुढ सिद्धान्तपयोनिधिरावे स्वयंश्च वीरात् रवनगेन्दुवर्षे । આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીના બીજા પટ્ટધર, અંતિમ પૂર્વધર, ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરનારા ધરણેન્દ્રથી પૂજિત, સિદ્ધાન્તસાગરને વહન કરનારા અને વીર સંવત ૧૭૦માં સ્વર્ગવાસી થયેલા શ્રી ભદ્રબાહુ ગુરુ આપનું કલ્યાણ કરનારા થાઓ !' આ સ્તોત્રનો દિવ્ય પ્રભાવઃ વરાહમિહિર-વ્યંતરદેવ દ્વારા ફેલાવવામાં આવેલો રોગ-ઉપદ્રવ આ સ્તોત્રથી દૂર થઈ ગયો. એ વાત તમે જાણી લીધી. હવે એના બીજા પ્રભાવોનું વર્ણન પ્રિયંકર નૃપકથામાં જિનસૂર મુનિવરે કર્યું છે. उपसर्गहरस्तोत्रं कृतं श्री भद्रबाहुना ॥ ज्ञानादित्येन संघस्य शान्तये मंगलाय च ॥१॥ આ ઉવસગ્ગહર સ્તોત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રી ભદ્રબાહુએ સંઘની શાન્તિ અને કલ્યાણ માટે બનાવ્યું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ભાગ ૩ આ સ્તોત્રનો પ્રારંભ વદિ શબ્દથી થાય છે, એટલા માટે આ સ્તોત્ર ‘ઉવસગ્ગહર સ્તોત્રનાં નામથી ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં પસારસ્તોત્ર કહેવાય છે. બીજાં નામ ૩૫fહસ્તવ, ૩૫હત્તવન, ૩પસહર સ્તોત્ર... વગેરે પણ છે. આ સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથની સ્તવના હોવાથી એને પર્ધ્વનિન–પુતd – 'પાર્શ્વતવં પણ કહેવાય છે. एतत्स्तवप्रभावो हि वक्तुं केनापि शक्यते ? गुरुणा हरिणा वा वाक्-प्रह्वाप्येकजिह्वया ॥२॥ આ સ્તવનો પ્રભાવ કોણ કહી શકે? વાણીમાં વિનમ્ર એવી એક જીભથી બૃહસ્પતિ યા ઈન્દ્ર પણ કહેવામાં સમર્થ નથી. उपसर्गहरस्तोत्रे स्मृते स्युः शुभसंपदः । संयोगसन्ततिनित्यं स्युः समीहितसिद्धयः ।। ઉપસર્ગહર સ્તોત્રનું પ્રતિદિન સ્મરણ કરવાથી શુભ સંપત્તિ, સંતતિનો યોગ, તથા ઈચ્છિત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. શુભ સંપત્તિ એટલે કે વિદ્યાસંપત્તિ, કલાસંપત્તિ, ધનસંપત્તિ અને ધર્મસંપત્તિ સમજવી. સંતતિયોગ એટલે કે વિનયવાન આજ્ઞાંકિત પુત્ર-પુત્રી પરિવાર સમજવો. ઈચ્છિત સિદ્ધિઓ એટલે વેપારમાં લાભ, શત્રુપક્ષ પર વિજય થતા મંત્રાદિસિદ્ધિઓ સમજવી. उदयोच्चपदोपाया उत्तमत्वमुदारता । उकाराः पचं पुंसः स्युरुपसर्गहरस्मृतेः ॥४॥ ઉપસર્ગહરનું સ્મરણ કરવાથી પુરુષને પાંચ “ઉ'કારની પ્રાપ્તિ થાય છે? ૧. ઉદય, ર. ઉચ્ચપદ, ૩. ઉપાય, ૪. ઉત્તમતા અને ૫. ઉદારતા. ' પ્રથમ છે ઉદય. ઉદય એટલે કે પ્રતિદિન પ્રગતિ-ઉન્નતિ. બીજો ઉકાર છે ઉચ્ચપદ. કોઈ મોટા પદની પ્રાપ્તિ થાય છે. મોટો હોદો, અધિકાર મળે છે. રાજ્યાદિ તરફથી સન્માન પ્રાપ્ત થાય છે. ત્રીજો ઉકાર છે ઉપાય. ઉપાય એટલે ઇષ્ટ પ્રાપ્તિની સાધના. ચોથો ઉકાર છે ઉત્તમતા. ઉત્તમતા એટલે શ્રેષ્ઠતા. શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. પાંચમો ઉકાર છે ઉદારતા. પરોપકાર કરવાની વૃત્તિ જાગૃત થાય છે. पुण्यं पापक्षयः प्रीतिः पद्मा च प्रभुता तथा । पकाराः पंच पुंसां स्युः पार्श्वनाथस्य संस्मृतौ ॥५॥ Jain Equation International Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રાવકજીવન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરનારા પુરુષોને પાંચ પ’કારની પ્રાપ્તિ થાય છે ઃ ૧. પુણ્ય, ૨. પાપક્ષય, ૩. પ્રીતિ, ૪. પદ્મા અને ૫. પ્રભુતા. ૧. પુણ્ય એટલે કે પુણ્યની અભિવૃદ્ધિ થાય છે. ૨. પાપક્ષય એટલે કે કર્મક્ષય સમજવો. ૩. પ્રીતિ એટલે કે લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. ૪. પદ્મા એટલે કે લક્ષ્મી સમજવી. ૫. પ્રભુતા એટલે સર્વ કાર્યોમાં પ્રધાનતા પ્રાપ્ત થાય છે. उपसर्गहरस्तोत्रमष्टोत्तरशतं સવા। यो ध्यायति स्थिरस्वान्तो मौनवान् निश्चलासनः ||६|| तस्य मानवराज्यस्य कार्यसिद्धिः पदेपदे । भवेच्च सततं लक्ष्मीश्चंचला हि निश्चला ||७|| જે માણસ આસન સ્થિર કરીને, મૌન ધારણ કરીને, સ્થિર ચિત્તથી ઉપસર્ગહરં સ્તોત્રનું ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરે છે, એ શ્રેષ્ઠ મનુષ્યને ડગલે ડગલે કાર્યસદ્ધિ થાય છે. સ્વભાવે લક્ષ્મી ચંચળ હોવા છતાં પણ તેના ત્યાં સ્થિર રહે છે. એટલે કે લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરતી નથી. આ સ્તોત્રનું સ્મરણ કેવી રીતે કરવું - એ વિષયમાં અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૧. જે કોઈ આસન અનુકૂળ હોય, એ આસનમાં બેસવું, પદ્માસન, સિદ્ધાસન સુખાસન....... વગેરે આસનોમાંથી જે આસન સરળ લાગે તે આસનમાં બેસવું. શરીરને સ્થિર રાખવું. હાથ - પગ ઉપર - નીચે ન કરવા. માથું હલાવવું નહીં. આમ - તેમ જોવું નહીં, ઈશારા કરવા નહીં. ૨. બીજી વાત છે મૌન ધારણ કરવાની. કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવી નહીં. ૩. ત્રીજી વાત છે ચિત્તને સ્થિર કરવાની. સમગ્ર ચિત્તવૃત્તિઓને આ સ્તોત્રની સ્તવનામાં એકાગ્ર કરી દેવી જોઈએ. મંત્રવિશારદો કહે છે કે જ્યાં સુધી મંત્ર અને મન એક ન થઈ જાય, અભેદભાવથી ચિંતન ન થાય, ત્યાં સુધી મંત્રાર્થ અથવા મંત્ર-ચૈતન્ય પ્રકટતું નથી. એટલા માટે અહીં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરવું જોઈએ. शाकिन्यादिभयं नास्ति न च राजभयं जने । ध्यायमाने ऽस्मिन्नुपसर्गहरस्तवे षण्मासं 11611 Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૪૩ આ ઉપસર્ગ હરં સ્તોત્રનો ૬ માસ સુધી સ્મરણ કરનાર મનુષ્યને આ દુનિયામાં શાકિની-ડાકિની આદિનું તેમજ રાજાનો ભય પણ રહેતો નથી. प्रत्यक्षा यत्र नो देवा न मंत्रा न च सिद्धयः । उपसर्गहरस्यास्य प्रभावो दृश्यते હોદ્દા જેમાં દેવો પ્રત્યક્ષ થતા નથી, મંત્રસિદ્ધિઓ પણ પ્રત્યક્ષ થતી નથી; એવા આ કળિકાળમાં આ સ્તોત્રનો પ્રભાવ જોવામાં આવે છે. प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः, श्री दायते पत्तिरपीशतीह । दुःखी सुखी चाथ भवेन्न किं किं त्वद् स्पचिन्तामणि વિનનેના આ સ્તોત્રના સ્મરણથી જે પુત્રરહિત હોય છે, તેને પુત્રપ્રાપ્તિ થાય છે; જે માણસ નિર્ધન હોય છે, તે કુબેરસમાન બને છે. સામાન્ય સૈનિક રાજાની જેમ શાસન કરે છે અને દુઃખી મનુષ્ય સુખી થાય છે. હે સ્તોત્રરાજ ! તારા સમાન ચિંતામણિનું ચિંતન ક૨વાથી શું-શું નથી મળતું ? - બધું જ મળે છે. एकया गाथयाऽप्यस्य स्तवस्य स्मृतमात्रया शान्तिः स्यात् किं पुनः पंचगाथाप्रमाणकम् આ સ્તોત્રની માત્ર એક ગાથાનું સ્મરણ ક૨વાથી પણ શાન્તિ થાય છે, તો પછી પાંચ ગાથાના સંપૂર્ણ સ્તોત્રનું સ્મરણ કરવાથી શું ન થાય ? એથી અવશ્ય શાંતિ મળે છે. उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति ध्यातेऽस्मिन् स्तवपुंगवैः 11 આ સ્તોત્રરાજનું ધ્યાન-સ્મરણ કરવાથી ઉપસર્ગો નષ્ટ થાય છે, વિઘ્નવેલીઓ વિચ્છિન્ન થઈ જાય છે, અને મન પ્રસન્નતા પામે છે. સભામાંથી : ઉવસગ્ગહરં સ્તોત્ર અમને આવડે છે, બીજાં પણ સ્તોત્રો આવડે છે. મુખપાઠ છે. દરરોજ નવ સ્મરણ બોલીએ છીએ. છતાં પણ કોઈ વિશિષ્ટ પ્રાપ્તિ થતી નથી. મહારાજશ્રી ઃ મહાનુભાવ ! પ્રભાવશાળી મંત્ર હોય કે સ્તોત્ર હોય, જ્યાં સુધી મનમાં વિકારો હોય છે, ભાવનાઓ અશુદ્ધ હોય છે, અપવિત્રતા હોય છે, ત્યાં સુધી કોઈ વિશિષ્ટ પ્રાપ્તિ થતી નથી. સૌ પ્રથમ તો તન-મન શુદ્ધ બનાવો. શુદ્ધિ માટે Page #250 -------------------------------------------------------------------------- ________________ 9 ૨૪૪ શ્રાવકજીવન એક અક્રમ એટલે કે ત્રણ ઉપવાસ કરો અને નમસ્કાર મહામંત્રની વિધિપૂર્વક ' આરાધના કરો. આવા પ્રભાવશાળી સ્તોત્રપાઠ કરનારાઓ અને મંત્રસાધકોને પાલન કરવા યોગ્ય કેટલીક વાતો જણાવું છું. ૧. નિર્ભય અને વીર બનો. ૨. દુષ્ટ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. ૩. ગુણોની ગંભીરતા પ્રાપ્ત કરવી. ૪. જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું. ૫. આત્મવિશ્વાસ હોવો જોઈએ. ૬. ગુરુદેવની હિતકારી વાતો માનવી જોઈએ. ૭. નિદ્રા વધારે ન હોવી જોઈએ. પ્રમાણસર હોવી જોઈએ. ૮. આળસ - પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. ૯. ભોજન પરિમિત કરવું જોઈએ. વિષય-લાલસામાં ફસાવું નહીં. ૧૧. ક્રોધ-માન-માયા, લોભને ઓછા કરવાનો પુરુષાર્થ કરવો. ૧૨. ધમચરણમાં પ્રીતિ રાખવી. ૧૩. પરોપકાર-આદિ ગુણોને પ્રાપ્ત કરવા. ૧૪. બાહ્ય તેમજ આંતરિક પવિત્રતા ટકાવી રાખવી. ૧૫. સદૈવ પ્રસન્નચિત્ત રહેવું. ૧૬. ગુરુદેવની દરેક પ્રકારે સેવા કરવી. ૧૭. ઈષ્ટદેવની નિયમિત, નિત્ય ભક્તિ કરવી. ૧૮. ગ્રહણ કરેલાં વ્રતોમાં દૃઢતા રાખવી. અસત્યનો ત્યાગ કરવો. ૨૦. દયા-કરુણાથી દયને પ્લાવિત કરવું. ૨૧. દક્ષચતુર બનવું. ૨૨. પ્રતિભાસંપન્નતા ટકાવી રાખવી. ૨૩. નિરંતર પુરુષાર્થશીલ રહેવું. ૨૪. મંત્રવિદ્ ગુરુદેવથી મંત્ર યથાર્થ રૂપમાં ગ્રહણ કરવો. ૧૯. આ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૪૫ મંત્રવિદ્ ગુરુદેવ પાસેથી જ વિધિપૂર્વક મંત્ર ગ્રહણ કરવો જોઈએ. જો આ રીતે મંત્ર ગ્રહણ કરવામાં ન આવે, સદ્ગુરુના આશીર્વાદ પ્રાપ્ત ન થાય, તો મંત્રસિદ્ધિ કરવામાં સફળતા મળતી નથી. એટલા માટે સાધકે આવા મંત્રવિદ્ ગુરુદેવની શોધ કરવી. જો કે ગુરુની શોધ કરવી સરળ નથી, છતાં તીવ્ર જિજ્ઞાસા હશે અને દૃઢ સંકલ્પ હશે તો ગુરુ અવશ્ય મળી જશે. આ સ્તોત્રની ગાથાઓ કેટલી છે ? : સભામાંથી : આ સ્તોત્રની ગાથાઓ કેટલી છે ? મહારાજશ્રી : આ સ્તોત્ર ૫૨ ટીકા લખનારા સર્વે ટીકાકારોએ પાંચ જ ગાથાઓ પર ટીકા લખી છે. આચાર્યશ્રી રાજશેખરસૂરિજીએ ‘ચતુવિંશતિ પ્રબંધ' ગ્રંથમાં લખ્યું છેઃ 'તતઃ પૂર્વશ્ય ધૃત્ય વસાહä પાસ' ઇત્યાદિ સ્તવનગાથા पंचकमयं संदब्धं गुरुभिः । “પૂર્વોમાંથી ઉદ્ધૃત કરીને ‘ઉવસગ્ગહરં પાસં' શબ્દોથી જેનો પ્રારંભ થાય છે એવું પાંચ ગાથાવાળું સ્તવ” ગુરુદેવે રચ્યું. એનાથી એ સિદ્ધ થાય છે કે આ સ્તોત્રની પાંચ ગાથાઓ છે. વિક્રમની સોળમી શતાબ્દીમાં થઈ ગયેલા શ્રી જિનસૂર મુનિએ પ્રિયં રૃપથાના પ્રારંભમાં આ સ્તોત્રનો પ્રભાવ બતાવતાં લખ્યું છે કે : ‘પહેલાં આ સ્તોત્રની ૬ ગાથાઓ હતી. એની છઠ્ઠી ગાથાના સ્મરણથી ધરણેન્દ્રને પ્રત્યક્ષ થવું પડતું હતું અને તે કષ્ટનું નિવારણ પણ કરતા હતા. પાછળથી ધરણેન્દ્રે આ સ્તોત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામીને કહ્યું : “મારે વારંવાર અહીં આવવું પડે છે. હું મારાં સ્થાનમાં રહી શકતો નથી. એટલા માટે છઠ્ઠી ગાથાને ભંડારમાં રાખી મૂકો.' શ્રી ભદ્રબાહુ સ્વામીએ છઠ્ઠી ગાથાને ભંડારમાં રાખી મૂકી. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં શ્રી હર્ષકીર્તિસૂરિજીએ આ સ્તોત્રની ટીકામાં નીચેનો શ્લોક ઉષ્કૃત કર્યો છે : स्तोत्रस्यास्याष्टातिरिक्तं शतं यः कुयाज्जापं पंचचगाथात्मकस्य । तस्यावश्यं मंक्षु नश्यन्ति विघ्नास्तं निःशेषा वृण्वते सिद्धयश्च T આ પંચગાથાત્મક સ્તોત્રનો જે લોકો ૧૦૮ વાર જાપ કરે છે, તેમનાં વિઘ્નો Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રાવકજીવન તરત જ અવશ્ય નષ્ટ થાય છે. અને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરંતુ આ ટીકાગ્રંથમાં આગળ લખ્યું છેઃ पूर्व किल अस्य स्मरणस्य सप्तगाथा अनुभवन् । ततो गाथाद्वयं श्री भद्रबाहुस्वामिभिर्भाण्डागारे स्थापितम् ॥ પહેલાં આ સ્મરણની સાત ગાથાઓ હતી, પરંતુ પાછળથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ એની ૬-૭-આ બે ગાથાઓ ભંડારમાં સ્થાપિત કરી દીધી. એટલા માટે પાંચ જ ગાથાઓ છે.” આ રીતે આ સ્તોત્રની પાંચ ગાથાઓ જ માન્ય કરી છે. પરંતુ કાળક્રમે આ સ્તોત્રમાં નવી-નવી ગાથાઓ ઉમેરાવા લાગી, એટલા માટે વર્તમાનમાં આ સ્તોત્રની ૯ગાથાઓ, ૧૩ ગાથાઓ, ૧૭ ગાથાઓ, ૨૧ ગાથાઓ તેમજ ૨૭ ગાથાઓ મળે હું આ સ્તોત્રની પાંચ ગાથાઓ માનીને, એ પાંચ ગાથાઓનો ભાવાર્થ - રહસ્ય બતાવીશ. પ્રવચન પૂર્ણ કરતા પહેલાં હું એ બતાવી દેવું ઉચિત સમજું છું કે સ્તવન અને સ્તોત્ર ઓછામાં ઓછાં પાંચ શ્લોકનાં અથવા પાંચ ગાથાઓનાં હોય છે. આજે બસ, આટલું જ. Page #253 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૯) પરમ ઉપકારી, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે? 'नमस्कारादिचिन्तनम् । નમસ્વાદિમાં ‘આદિ પદ છે. આદિ પદથી “લોગસ્સ સૂત્ર'નું ચિંતન રજૂ કર્યું અને હવે 'કવસર સ્તોત્રમ્ નું ચિંતન બતાવું છું. વિસ્તારથી એટલા માટે જણાવું છું કે જેથી તમે લોકો સરળતાથી ચિંતન કરી શકો. ઉવસગ્ગહર સ્તોત્રનો અર્થ - ભાવાર્થ - રહસ્યાર્થ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર નિયમિત પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા યોગ્ય છે. વારંવાર આ સ્તોત્રનું ચિંતન કરવું જોઈએ. પરંતુ ચિંતન કરવા માટે અર્થજ્ઞાન હોવું આવશ્યક છે. અર્થજ્ઞાન વગર ચિંતન શક્ય નથી બનતું. અર્થ - ભાવાર્થ જ જ્ઞાનનો પ્રકાશ છે. ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગલ દ્વાર છે. સૂત્ર અને અર્થ જ્ઞાનાચારનાં વિશિષ્ટ અંગ માનવામાં આવ્યાં છે. કોઈ પણ મંત્રની સિદ્ધિ માટે એનો જાપ કરવામાં આવે છે. એ રીતે એની અર્થભાવના પણ કરવામાં આવે છે. એ જ પ્રકારે આ મંત્રમય સ્તોત્રનું અર્થજ્ઞાન પણ સંપાદન કરવું જોઈએ. એની ઉપર વારંવાર શાન્ત ચિત્તથી ચિંતન-મનન કરવું જોઈએ. સર્વ પ્રથમ પહેલી ગાથાનો અર્થ ભાવાર્થ બતાવું છું: उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं । विसहर-विसनिन्नासं मंगलकल्लाण-आवासं ॥१॥ જેની પાસે રહેલા દેવ - પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી વગેરે ભક્તજનોના સર્વ ઉપસર્ગો દૂર કરે છે. જે ઘાતકર્મોથી મુક્ત હોવાથી સર્વજ્ઞ તેમજ સર્વદર્શી છે, જેમનું નામ-સ્મરણ ભયંકર સપના ઝેરને નષ્ટ કરનારું છે, તથા જે મંગલ તેમજ કલ્યાણના પરમધામ હોવાથી સર્વ માટે પૂજ્ય છે; એવા પાર્શ્વનાથ ભગવાનને હું મન-વચનકાયાની શુદ્ધિથી વંદન કરું છું. उवसग्गहरं पासं : જે ઉપસર્ગને હરે તે ઉપસર્ગહર. એવા પાર્શ્વયક્ષ જેમના સેવક છે એવા. અહીં પાર્શ્વનો અર્થ “સમીપે' કરવાથી બીજો અર્થ મળે છે. ઉપસર્ગોને દૂર કરનાર દેવ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રાવકજીવન શ્રી પાર્શ્વય, શ્રી ધરણેન્દ્ર, શ્રી પદ્માવતી આદિ જેમની નજીક રહેલાં છે એવા. આ બંને અર્થ ટીકાકારોએ કર્યા છે અને આ બંને અર્થો યથાર્થ લાગે છે. - ૩વસાદ અને પક્ષ આ બે શબ્દોને એક જ શબ્દ માનવો જોઈએ. બે અલગ નહીં. ૩વદi vi i એ શબ્દમાં ની ઉપર જે અનુસ્વાર છે, તે પ્રાકૃત ભાષાને કારણે છે. પ્રતિદિનુસ્વાર એટલા માટે અર્થ કરતી વખતે અનુસ્વારને લક્ષમાં નથી લેવાનો. कम्मघणमुक्कं : આ “કમ્મઘણમુક વિશેષણ છે કર્મરૂપી વાદળોથી મુક્ત. જો ઘણ” ને “કમ્પનું વિશેષણ બનાવવામાં આવે તો ઘણ’ નો અર્થ “દીર્ઘકાલીન સ્થિતિવાળા” અથવા "નિબિડ’ અર્થ થાય છે. એટલે કે “નિબિડ કમાંથી મુક્ત” એવો અર્થ થાય છે. ઘાતી કર્મોથી મુક્ત અને આત્મા જ્યારે ઘાતકર્મથી મુક્ત થાય છે ત્યારે તે સર્વજ્ઞસર્વદર્શી બને છે. પ્રસ્તુતમાં આ વિશેષણથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વજ્ઞતા સૂચિત થાય છે. વિસર–વિસ–નિનાનં : 'વિષે થરાતિ વિષથ જે વિષને ધારણ કરે તે વિષધર કહેવાય છે. એટલે કે સર્પ - નાગ. સર્વ પ્રકારના સર્પોનું ઝેર નષ્ટ કરનારા - એવો અર્થ થાય અથવા વિષ’નો અર્થ મિથ્યાત્વ કષાય આદિ ભાવ-વિષ સમજવું. ભાવ-વિષને ધારણ કરનારા ભાવ-વિષધર કહેવાય છે. એમના વિષને પોતાના વચનામૃતથી નષ્ટ કરે છે તે વિષહર-વિષ-નિનસિન' કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્રવ્ય-વિષધર અને ભાવવિષધર એ બંને વિષધરોના વિષનો નાશ કરનારા છે. मंगल कल्लाण-आवासं : મંગળ એટલે કે વિબોની ઉપશાન્તિ તથા કલ્યાણ – સંપત્તિનો ઉત્કર્ષ * શ્રી સિદ્ધિચંદ્ર ગણીએ મંગલનો અર્થ “શ્રેય' અને કલ્યાણનો અર્થ “સંપત્તિ ઉત્કર્ષ કર્યો છે. * શ્રી હર્ષકાતિસૂરિએ મંગલનો અર્થ દુરિતનું ઉપશમન તથા કલ્યાણનો અર્થ નિરોગિતા કર્યો છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૪૯ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણની સાક્ષાત મૂર્તિ છે. પરમ મંગલમય તથા પરમ કલ્યાણમય છે. હવે બીજી ગાથાનો અર્થ - ભાવાર્થ બતાવું છું : विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ । તત્ત્વ હ-રોશ-મારી-તુટ્ઠ ના મંતિ વસામં પા ‘શ્રી પાર્શ્વનાથનાં નામથી યુક્ત વિષધર સ્ફુલિંગ' નામના મંત્રને જે માણસ પ્રતિદિન સ્મરણ કરે છે, તેને ગ્રહની કોઈ પીડા થતી નથી, એને વ્યાધિ સતાવતી નથી. તેની ઉપર કદાચ મારણ-પ્રયોગ થાય તો તે શાન્ત થઈ જાય છે અથવા મારીમરકી જેવો રોગ ફેલાયો હોય તો તેની રક્ષા થાય છે. જ્વર દૂર થઈ જાય છે.’ विसहरफुलिंगमंतं : આચાર્યશ્રી માનતુંગસૂરિવિરચિત 'નમિઊણ'ની અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે : एयस्स मज्झयारे अट्ठारस अक्खरेहिं जो मंतो । जो जाणइ सो झायइ परमपयत्थं फुडं પાäારશા ‘આ સ્તોત્રમાં ૧૮ અક્ષરોનો જે મંત્ર છે, એ મંત્રને જેઓ જાણે છે, તેઓ પરમપદ પર રહેલા પ્રકટ પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે.’ એ ૧૮ અક્ષરોના મંત્રને વિષધર સ્ફુલિંગ મંત્ર' કહે છે. એ મંત્ર આ પ્રકારનો છે ઃ ‘નમિઊણ પાસ વિસહર વસહ જિગ઼ફુલિંગ' આ મંત્ર નાગરાજ ધરણેન્દ્રે, શ્રી માનતુંગસૂરિજીને એમના માનસિક રોગના નિવારણ માટે આપ્યો હતો. એ વાત પ્રભાચક ચરિત્રમાં કહેવામાં આવી છે. શ્રી રત્નકીર્તિસૂરિજીએ પાર્શ્વનાથ જિનસ્તવનમાં વિષધર સ્ફુલિંગ મંત્ર ૧૮ અક્ષરોનો છે, એ વાતને સમર્થન આપ્યું છે. આ મંત્ર ૨૮ અક્ષરોનો પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રકારનો છે, - ૩ श्रीं अर्ह नमिऊण पास विसहर वसह जिणफुलिंग ॐ ह्रीं श्रीं अहं નમઃ । વિષધર સ્ફુલિંગ મંત્રની સાથે બીજાક્ષર તેમજ પલ્લવાદિ જોડીને ભિન્નભિન્ન મંત્રો બનાવવામાં આવ્યા છે. કેટલાક મંત્રો આ પ્રકારે છે : ૬. ચિન્તામણિ મંત્રઃ 'ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રાવકજીવન નમઃ | આ મંત્રનો આમ્નાય ચિંતામણિકલ્પમાં બતાવવામાં આવ્યો છે. २. कुक्कुटेश्वर पार्श्वनाथ मंत्र : .. ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग ૬ શ્રી નમઃ | ३. सर्वकामदाविद्या : ____ॐ ह्रीं श्रीं अहं नमिऊण पास विसहर वसह जिणफुलिंग ही श्रीं ह्रीं सर्वकामदाय नमः । –––૩ના ? જૈનશાસ્ત્રોમાં ૮૮ ગ્રહોની વાત આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ - આ નવ ગ્રહો બતાવ્યા છે. મનુષ્યના જન્મ સમયે આકાશમાં આ ગ્રહો જે સ્થાનમાં હોય છે, એ પ્રકારે ગ્રહ શત્રુ યા મિત્રનું કામ કરે છે. પ્રસ્તુતમાં ગહ' શબ્દથી દુષ્ટ ગ્રહો સમજવાના છે. શ્રી હર્ષકીર્તિસૂરિજીએ ગહનો અર્થ ભૂત-પ્રેત-પિશાચ આદિ પણ કર્યો છે. 'ग्रहाः सूर्योदयो गोचरे अशुभाः भूत प्रेत पिशाचादीनां आवेशा वा। રોગ' શબ્દથી અહીં પિત્તજન્ય, કફજન્ય, વાતજન્ય તેમજ સંનિપાતજન્ય રોગ સમજવાના છે. અથવા આગમપ્રસિદ્ધ ૧૬મહારોગ સમજવાના છે. જ્ઞાતાધર્મકથા નામે આગમના ૧૩માં અધ્યયનમાં આ ૧૬ મહારોગોનાં નામ જણાવ્યાં છે. - “મારી” એટલે મારણપ્રયોગથી ફેલાયેલો રોગ અથવા મરકી. “અર્થકલ્પલતા' ગ્રંથમાં કહ્યું છે: મારિક્વ સર્વ મૃત્યુ પામશવમ્ - સર્વવ્યાપક મૃત્યુરૂપ અશિવ ! જે રોગથી મોટા પ્રમાણમાં મનુષ્ય મરવા માંડે છે, તેને મરકી કહે છે. પ્લેગ, કિૉલેરા...વગેરે આવા પ્રકારના રોગો છે. આવા સમયે આ સ્તોત્રનો એકાગ્ર મનથી સ્મરણ તેમજ વિષથમિ મંત્રનો જાપ ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. દુકજરા’ એટલે દુષ્ટ જ્વર વિષમજવર. ટીકાકાર મહર્ષિઓએ દુષ્ટ જ્વરમાં અનેક પ્રકારના સ્વર બતાવ્યા છે? દાહજ્વર, વાતજ્વર, પિત્તજ્વર, વિષમજ્વર, નિત્યજ્વર, વેલા જ્વર, મુહૂર્તજ્વર વગેરે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૫૧ દુષ્ટ જ્વ૨નો બીજો પણ અર્થ થાય છે ઃ દુઃ એટલે ક્રોધી બનેલા રાજા અને જ્વર એટલે તાવ. વિષધર સ્ફુલિંગ મંત્રથી આ બધું ઉપશાન્ત થઈ જાય છે. હવે ત્રીજી ગાથાના અર્થ - ભાવાીિંદ સાંભળી લો : चिट्ठ उ दूरे मंतो तुज्झ पणामो बि बहुफलो होइ । नर- तिरिस्सु वि जीवा, पावंती न ટુવસ્તુ-યોગખ્ખું રૂશા “હે ભગવાન! વિષધર સ્ફુલિંગ' નામનો આપનો મંત્ર અતિ પ્રભાવશાળી છે. એ વાત તો દૂર રાખું છું, કારણ કે આપને વિશુદ્ધ ભાવથી કરેલા નમસ્કાર-પ્રણામ પણ સૌભાગ્ય, આરોગ્ય ધન-ધાન્ય, કલત્ર, રાજ્ય વગેરે તથા દેવલોકનાં સુખ આપનારા બને છે. કદાચ - કોઈક વાર આયુષ્યબંધને કારણે મનુષ્યગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ થઈ જાય તો પણ ત્યાં દુઃખ-દૌગત્ય પ્રાપ્ત થતાં નથી. ત્યાં પણ સુખ-સન્માન મળે છે. વિષધર સ્ફુલિંગ મંત્ર અતિ પ્રભાવશાળી છે, પરંતુ એ કષ્ટસાધ્ય છે. બધા માણસો એ મંત્રની યથાવિધિ સાધના-આરાધના ન કરી શકે, છતાં પણ નિરાશ થવાનું નથી. કારણ કે પાર્શ્વનાથ ભગવાનને વિશુદ્ધ ભાવથી કરેલ એક પણ પ્રણામ અતિશય ફળ આપનાર હોય છે. પ્રણામ કરવા માત્રથી સૌભાગ્ય, આરોગ્ય, ધનધાન્ય, પત્ની, દ્વિપદ-ચતુષ્પદ-રાજ, સ્વર્ગ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. જે જીવ વિશુદ્ધ ભાવથી ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરે છે, તે સમ્યગ્દષ્ટિ જીવ હોય છે. સમકિતવૃષ્ટિ જીવ મરીને દેવગતિ જ પ્રાપ્ત કરે છે. છતાં પણ મિથ્યાવૃષ્ટિ - અવસ્થામાં આયુષ્યકર્મ - મનુષ્યગતિનો યા તિર્યંચગતિનો બંધ પડી જાય, તો જીવને મનુષ્યગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લેવો પડે છે. પરંતુ ત્યાં પણ એને દુઃખ અને દુર્ભાગ્ય ભોગવવાં પડતાં નથી. મનુષ્યભવમાં શારીરિક યા માનસિક કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી. તિર્યંચ એટલે પશુ-પક્ષીની ઉત્તમ યોનિમાં જન્મ પામે છે. ત્યાં એને માન-સન્માન મળે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને શ્રદ્ધાથી પ્રણામ કરવા જોઈએ. આ સ્તોત્રની ચોથી ગાથા આ રીતે છે : तुह सम्मत्ते लद्धे चिन्तामणि- कप्पपायवब्भहिए । पावंति अविग्घेण जीवा अयरामरं ઢાળ તાજા) ‘હે ભગવન્ ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથીય અધિક ફળદાયી એવું આપનું સમ્યકત્વ પામવાથી જીવ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર મોક્ષ પામી જાય છે.' આ ગાથામાં ‘સમ્યકત્વ’ શબ્દ મહત્ત્વપૂર્ણ છે. આ શબ્દની પરિભાષા કરતાં Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨પર અવકજીવન કહેવાયું છે કે - સ ત્યરા મા સર્વમ્ | સમ્યફ શબ્દ પ્રશંસાના અર્થમાં છે. બીજો અર્થ છે - અવિરુદ્ધ ભાવ. પરંતુ પ્રસ્તુતમાં “સમ્યફ' શબ્દથી “જીવ’ અર્થ સમજવાનો છે. જીવનો ભાવ એટલે કે શુદ્ધ શ્રદ્ધરૂપ પરિણામ એ જ સમ્યક્ત સમ્યકત્વની વિભિન્ન વ્યાખ્યાઓ : * પંચાશક ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કેઃ તત્ત સમ્મત્ત તત્ત્વના અર્થની શ્રદ્ધા સમ્યકત્વ છે. * ‘તત્ત્વાર્થ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે : 'તત્વાર્થને સ ર્શનમ્ તત્ત્વના અર્થની શ્રદ્ધા સમ્યગુદર્શન છે. સમ્યગ્ગદર્શન અને સમ્યકત્વ એક જ છે. * નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ .सम्मत्तं । भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्ते ॥ જીવ-અજીવાદિ નવ તત્ત્વોને જે યથાર્થ રૂપે જાણે છે, એને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મતિમંદતાથી યા છદ્મસ્થતાને કારણે નવ તત્ત્વ નથી પણ સમજાતાં, છતાં પણ “જે જિનેશ્વરે કહ્યું છે એ સર્વ સત્ય જ છે' એવી શ્રદ્ધાથી માને, તો પણ તે સમ્યગુવૃષ્ટિ છે. * સમ્યકત્વ ગ્રહણ કરતી વખતે બોલાય છે: अरिहंतो मह देवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपण्णत्तं तत्तं इअ सम्मत्तं मए गहियं ॥ જ્યાં સુધી હું જીવંત રહું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનપ્રણીત તત્ત્વ મારો ધર્મ છે.” આવું સમ્યકત્વ મેં ધારણ કર્યું છે. चिंतामणि-कप्पपायवन्भहिए : ચિંતામણિ માટે કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાનિક વિનિતાઈવાથી રેવતષ્ઠિતો રત્નવિશેષ: ચિંતામણિ - ચિંતિત અર્થ આપનાર દેવાધિષ્ઠિત રત્ન, ત્વહિપ એટલે કલ્પવૃક્ષ. ઉત્કૃષ્ટ કાળમાં આ કલ્પવૃક્ષો હોય છે? અંતઃકરણમાં ચિંતવેલું આપનારાં આ વૃક્ષો હોય છે. જેનશાસ્ત્રોમાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ભાગ ૩ પરંતુ આ ચિંતામણિ અને કલ્પવૃક્ષ વર્તમાન જીવનની આવશ્યક વસ્તુઓ આપે છે. સ્વર્ગ અને મોક્ષનું સુખ નથી આપી શકતાં. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તો સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે, એટલા માટે સમ્યકત્વને ચિંતામણિ અને કલ્પવૃક્ષથીય અધિક ગયું છે. अयरामयं ठाणं : જ્યાં જરા-વૃદ્ધાવસ્થા નથી તે અજર અને જ્યાં મૃત્યુ નથી તે અમર ! અજર અને અમરને “અજરામર' કહે છે. આવું અજરામર સ્થાન ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર આવેલી સિદ્ધશિલા ઉપર આવેલું છે. ત્યાં સર્વ સિદ્ધ આત્માઓ વસે છે. આ સ્થાનને મોક્ષ અથવા મુક્તિપુરી પણ કહે છે. જીવને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી કાલક્રમથી સમ્યગૂજ્ઞાન અને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જીવ અજરામર સ્થાન પામે છે. “સમ્યકત્વ મોક્ષ પામવા માટેનું પ્રથમ સોપાન છે. એ દ્રષ્ટિએ અહીં કહેવામાં આવ્યું છે કે સમ્યકત્વ પામવાથી જીવ મુક્તિ પામે છે. આ સ્તોત્રની પાંચમી અને અંતિમ ગાથા આ પ્રકારની છેઃ इअ संथुओ महायस ! भत्तिब्भरनिब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास जिणचंद ! ॥ હે મહાયશવાળા, ગૈલોક્યવ્યાપી કીર્તિવાળા ! મેં આ રીતે ભક્તિથી ભરપૂર અંતઃકરણ દ્વારા આપની સ્તુતિ કરી છે. એટલા માટે હે દેવાધિદેવ ! હે જિનચંદ્ર ! મને દરેક જન્મમાં બોધિ (જિનધમ) આપજો. જેથી હું આપની નિરંતર ભક્તિ કરી શકું અને ભવસાગર તરી શકું.” સ્તોત્ર અને સ્તવનમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે. તેમના અદ્ભુત ગુણોનું કીર્તન કરવામાં આવે છે, અને અંતમાં પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક ક્ષેત્રમાં પ્રાર્થના ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિશેષ રૂપે જ્યારે આપણે ઈષ્ટદેવની સ્તુતિ કરતા હોઈએ ત્યારે ઈષ્ટદેવને સ્વામી સમજીને અને આપણે આપણી જાતને તેમના ચરણોનાદાસ સમજીને પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રાર્થનામાં આપણા આત્મકલ્યાણ માટે જે જોઈએ તે માગવું જોઈએ. માગવા માટે ર્દયમાં સ્વાર્થ નહીં પરંતુ ભક્તિ હોવી જોઈએ. भत्तिब्भरनिब्भरण : ભક્તિ એટલે આંતરિક પ્રીતિ, આદર અને બહુમાન. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રાવકજીવન ભક્તિ ભવસાગર પાર કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. એટલા માટે ભક્તિનો પ્રભાવ જ્ઞાની પુરુષોએ વિવિધ નામો દ્વારા, વિવિધ સ્વરૂપથી નિરૂપ્યો છે. અનન્ય શ્રદ્ધા એ ભક્તિ છે. વિનય અને વૈયાવૃત્ય પણ ભક્તિ જ છે. સેવા, સમર્પણ પણ ભક્તિનાં જ રૂપ છે. વંદન, પૂજન, સત્કાર અને સન્માન એ ભક્તિની જ ક્રિયાઓ છે. પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રમોદ અને પ્રણિધાન - એ પણ ભક્તિના પ્રકાર જ છે. સ્મરણ, કથા, ઉત્સવ અને ઉપાસના ભક્તિ જ છે. જપ, યાત્રા, પ્રેમ, પવિત્રતા, શરણાગતિ - ભક્તિના જ પર્યાયો છે. * ભક્તિનો હેતુ પવિત્ર જ હોવો જોઈએ. જો હેતુ દુશ્મનનું દમન કરવાનો હોય, શત્રુને સતાવવાનો હોય, બદલો લેવાનો હોય, તો તે ભક્તિ ‘તામસી' કહેવાય છે. * જે ભક્તિનો હેતુ કંચન-કામિની, પુત્રપ્રાપ્તિ, માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિનો હોય તો તે ભક્તિ રાજસી ભક્તિ કહેવાય છે. * જે ભક્તિનો હેતુ આત્મકલ્યાણ, સાત્ત્વિક સુખ અથવા પરમાનંદની પ્રાપ્તિ હોય તે ભક્તિ સાત્ત્વિક’ કહેવાય છે. આ સાત્ત્વિક ભક્તિ જ કરવી જોઈએ ભક્તિ કોની ક૨વી જોઈએ - એ વિષયમાં પણ સ્પષ્ટતા કરી દેવા માગું છું. ‘લોકતત્ત્તનિર્ણય' ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે : यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा हशे जिनो વા નમસ્તસ્મૈ ॥ ‘જેનામાં કોઈ દોષ રહ્યા નથી,અને જેમાં સર્વે ગુણો જ વિદ્યમાન છે, તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય કે જિન હોય, તેમને મારા નમસ્કાર છે.' કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ તેમની જ કરવી જોઈએ કે જેમાં રાગાદિ દોષ હોય નહિ અને જ્ઞાનાદિ સર્વે ગુણ વિદ્યમાન હોય ! શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ મન, વચન અને કાયાની શુદ્ધિથી કરવામાં આવે તો તે ભક્તિ મુકિત આપી શકે. ભક્તિથી અનંત કર્મોની નિર્જરા થાય છે. ‘આવશ્યક નિયુકિતમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ લખ્યું છે : 'भत्तीइ जिणवराणं खिज्जन्ति पुव्वसंचिया कम्मा । ‘શ્રી જિનેશ્વરોની ભક્તિથી અનેક જન્મોનાં સંચિત કર્મ નષ્ટ થઈ જાય છે.’ એટલા માટે જિનેશ્વરોની ભક્તિ ઉત્તમ દ્રવ્યો દ્વારા ક૨વી. તેમના ગુણોનું સ્મરણ, કીર્તન કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવું. મંત્રગર્ભિત સ્તોત્ર : આ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' મંત્રગર્ભિત છે. દરેક ગાથામાં મંત્ર રહેલા છે. કેવા Page #261 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૫૫ કેવા મંત્રો છે, એ બતાવવા માગું છું. એક વાત નિશ્ચિત છે કે મંત્રશક્તિ દ્વારા વિવિધ કાર્યોની સિદ્ધિ થાય છે. સામાન્યતયા એને ‘તાંત્રિક ષટ્કર્મ' કહે છે. એનાં નામ આ રીતે છે : ૧. શાન્તિકર્મ. ૨. વશ્યકર્મ. ૩. વિદ્વેષકર્મ. ૪. સ્તંભનકર્મ. ૫. ઉચ્ચાટનકર્મ, ૬. મારણકર્મ. અણુશક્તિ કરતાંય મંત્રશક્તિ મહાન છે. જે રીતે અણુશક્તિનો ઉપયોગ સંહારક શસ્ત્રો બનાવવામાં થાય છે - તેનો દુરુપયોગ થાય છે, તેનાથી સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત બન્યું છે. જો અણુશક્તિનો સદુપયોગ થાય તો પ્રજા માટે આશીર્વાદ રૂપ બની જાય છે. એ રીતે મંત્રશક્તિનો ઉપયોગ પણ સ્વ-પર કલ્યાણ માટે કરવો હિતકારી છે. તેનો ઉપયોગ બીજાંને કષ્ટ પહોંચાડવા કદીય કરવો ન જોઈએ. ન મંત્રશક્તિની બાબતમાં આટલું જણાવીને હવે વસળવું. સ્તોત્રની એક એક ગાથામાં રહેલા મંત્રોનો માત્ર નામનિર્દેશ જ કરુ છું. * આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીએ ‘અર્થકલ્પલતા' માં આ સ્તોત્રના યંત્ર અને મંત્રનો નિર્દેશ કર્યો છે. * શ્રી પાર્શ્વદેવગણિવિરચિત ‘લઘુવૃત્તિમાં અને * આચાર્યશ્રી પૂર્ણચંદ્રસૂરિજી - વિરચિત ‘લઘુવૃત્તિ' માં એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એને આધારે અહીં મંત્રવિષયક કેટલીક વાતો જણાવીશ - તમે એકાગ્ર મનથી સાંભળજો. પ્રથમ ગાથામાં આઠ યંત્ર : ૧. નાવમ{--યંત્ર । આ યંત્રના પ્રભાવથી જનપ્રિયત્ન પ્રાપ્ત થાય છે. ૨. સૌમાન્ય-યંત્ર । આ યંત્રના પ્રભાવથી સૌભાગ્ય-વૃદ્ધિ થાય છે. ૩. હક્ષ્મીવૃત્તિ-યંત્ર | આ યંત્રના પ્રભાવથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૫૬ ૪. મૂતવિનિ પ્રદર-યંત્ર ! જેનાથી ભૂત વગેરેનો નિગ્રહ થાય છે. ૫. Gવનદર–યંત્ર | આ યંત્રથી જ્વર - વિવિધ પ્રકારના તાવ ઉપર નિયંત્રણ આવે છે. ૬. શનિનાદ–વંગ | દુષ્ટ મંત્ર જાણનારી સ્ત્રીને શાકિની કહેવાય છે. આ યંત્રથી શાકિનીનો નિગ્રહ થઈ શકે છે. ૭. વિષમવિનિગ્રહયંત્ર | આ યંત્રના પ્રભાવથી તીવ્ર ઝેરની અસર દૂર થાય છે. ૮. દ્રોપદ્રવ-નિશ–વંત્ર | આ યંત્રના પ્રભાવથી ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ થાય છે. સર્વ પ્રકારની સિદ્ધિ, સંપત્તિ, વગેરેની પ્રાપ્તિ થાય છે. બીજી ગાથામાં બે ચક્રો : જે યંત્રમાં અનેક વલય હોય છે એને ચક્ર કહે છે. જેમકે સિદ્ધચક્ર, પરમેષ્ઠીચક્ર, વર્ધમાનચક્ર વગેરે. બીજી ગાથામાં બે ચક્રો આવેલાં છે ૧. બૃહચક્ર અને ૨. ચિંતામણિ ચક્ર. * બૃહચ્ચક : આ ચક્ર સર્વસંપન્કર ચક્ર છે. સર્વ સંપત્તિ અપનારું છે. * ચિંતામણિ ચક્ર : આ ચક્ર સર્વ પ્રકારની ચિંતિત વસ્તુઓનું સાધન છે તથા રાજા, અગ્નિ, ચોર, શાકિની આદિ ક્ષદ્ર ઉપદ્રવોનું નિવારક છે. ત્રીજી ગાથાનાં યંત્રોઃ ત્રીજી ગાથામાં જે યંત્ર અને મંત્રોનું વિધાન મળે છે તે બતાવું છું. વિશેષ કરીને આ મંત્ર અને યંત્ર સંતતિની પ્રાપ્તિ અને રક્ષા માટેનાં છે. ૧. વંધ્યાચ%ા દર યંત્ર : * આ યંત્રની તથા મંત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી સ્ત્રીનું વંધ્યત્વ નષ્ટ થઈ Anal Page #263 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૫૭ જાય છે. ૨.મૃતવત્સા કોષ-નિવારણ યંગ | જે સ્ત્રીને મરેલાં સંતાનો જ જન્મે છે, અથવા બાળકનો જન્મ થતાં જ મરી જાય છે, તેને મૃતવત્સા-દોષ કહેવાય છે. આ મંત્રના પ્રભાવથી અને તેના મંત્રના વિધિપૂર્વકના જાપથી મૃતવત્સા-દોષ દૂર થઈ જાય છે. 3. काकवंध्यादोष-निवारण यंत्र ।। જે સ્ત્રી એક વાર બાળકને ન્મ આપ્યા પછી ફરીથી સગભાં બનતી નથી તેને કાકવંધ્યાકહે છે. આ દોષનું નિવારણ કરનારું આ યંત્ર છે. ૪. વિહિપીડા–નિવાર યંત્ર | જે બાળકને વિવિધ ગ્રહપીડા કરતા હોય, એમના નિવારણ માટે આ યંત્ર છે. આ યંત્રના મંત્રનું વિધિપૂર્વક આરાધન કરવામાં આવે છે. ૫. સૌમાર યંત્ર | આ યંત્ર દુર્ભાગ્યનો નાશ કરે છે અને સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. અર્થ ન્યતામાં આ પાંચ યંત્રો બતાવ્યાં છે. શ્રી પૂર્ણચંદ્રાચાર્યની ટીકામાં પણ આ પાંચ યંત્રો જ બતાવવામાં આવ્યાં છે. ચોથી ગાથાનું યંત્ર : આ ગાથામાં લઘુદેવકુલ યંત્રનું વિધાન છે. આ સવથિસિદ્ધયંત્ર છે. એ યંત્રને સુગંધી દ્રવ્યોથી લખીને તેની ધૂપ-ઘી-પુષ્પ આદિથી પૂજા કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂજામંત્ર સદ્ગથી પ્રાપ્ત કરવો જોઈએ અને ગુરુચરણની દ્રવ્યભાવથી પૂજા કરવી જોઈએ. પાંચમી ગાથાનું યંત્રઃ આ યંત્રનું ત્રણ દિવસ સુધી શ્વેત અને સુગંધી પુષ્પોથી પૂજન કરવાથી ભૂતપ્રેત-શાકિની તેમ જ વરાદિ ભય નષ્ટ થાય છે. શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ થાય છે. સાવધાની : શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો અદ્દભુત પ્રભાવ બતાવવાની દ્રષ્ટિથી મંત્ર-યંત્રાદિનો નિર્દેશ કર્યો છે. જે સાધના કરવી હોય તો આ વિષયના વિશારદ સરનું માર્ગદર્શન લઈને જ સાધના કરવી જોઈએ. માત્ર પુસ્તક વાંચીને પ્રારંભ ન કરવો, નહીંતર વિપરીત પરિણામ આવી શકે છે. શ્રદ્ધાથી, શુદ્ધિથી અને વિધિપૂર્વક આ સ્તોત્રની આરાધના કરવી જોઈએ. આજે બસ, આટલું જ. Page #264 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : 90) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે કે - નારાવિરક્તનમ્ | નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન કરવું જોઈએ. આદિ પદથી લોગસ્સ સૂત્રનું તેમજ ઉવસગ્ગહરં સ્તોત્રનું ચિંતન સમજવું જોઈએ. અન્ય સૂત્રોનું પણ ચિંતન કરવું જોઈએ. પરંતુ ચિંતન તો ત્યારે જ થઈ શકે કે જ્યારે સૂત્રનો અર્થ જ્ઞાત હોય, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન હોય. આ વૃષ્ટિથી હું તમને કેટલાક વિસ્તાર સાથે ઉવસગ્ગહર સ્તોત્ર સમજાવું છું. ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ, ભાવાર્થ, રહસ્યાર્થ, આદિ સમજાવ્યા પછી આજે તમને આ સ્તોત્રનો પ્રભાવ બતાવનારી એક પ્રાચીન કથા સંભળાવીશ. હમણાં કેટલાક દિવસોથી તમને વાત સાંભળવા મળી નથી નેઆજે મન ભરીને વાત સાંભળી લેજે. ખૂબ રોમાંચક વાર્તા છે. રાજા અશોકચંદ્ર ઃ મગધ દેશની આ વાત છે. વર્તમાનમાં તેને બિહાર' કહે છે. અશોકપુર નામે નગર હતું. નગર ધન-ધાન્યથી સમૃદ્ધ હતું. ત્યાંનાં રાજાનું નામ અશોકચંદ્ર હતું. રાજા પ્રતાપી, પરાક્રમી અને ન્યાયી હતો. રાજાની રાણીનું નામ હતું અશોકમાલા. રાણી વિવેક, વિનય અને શીલ, ક્ષમા આદિ ગુણોથી અલંકૃત હતી. રાજાને ત્રણ પુત્રો હતા - અરિશૂર, રણશૂર અને દાનશૂર. અરિશ્રનો વિવાહ જ્યારે અરિશ્ર યૌવનમાં પ્રવેશ્યો તો રાજાએ તેનો વિવાહ-મહોત્સવ શરૂ કર્યો. મહેલ સજાવવામાં આવ્યો. સુંદર વસ્ત્રો તૈયાર થવા લાગ્યાં. મનોહર અલંકારો પણ બનવાં લાગ્યાં. એ સમયે પાટલીપુત્ર (વર્તમાન પટણા)ના કેટલાક સોની લોકો અશોકપુરમાં આવ્યા, રાજસભામાં જઈને સોની લોકોએ રાજા અશોકચંદ્રને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને નમ્રતાથી નિવેદન કર્યું? “હે નરશ્રેષ્ઠ, અમે પાટલીપુત્રથી આવ્યા છીએ. અમે મહારાજ-કુમારના વિવાહમહોત્સવનો વૃત્તાંત સાંભળ્યો. અમે હર્ષ પામ્યા. અમે સોની છીએ, આ શુભ પ્રસંગે અમે અમારી કલાનો કોઈક ચમત્કાર બતાવવા માગીએ છીએ. જો કે અશોકપુરમાં અનેક કલાકાર સોનીઓ છે, છતાં પણ હાથી-હાથીમાં અંતર હોય છે, અશ્વ-અશ્વ Page #265 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૫૯ વચ્ચે અંતર હોય છે. એ જ રીતે કલા-કલામાં પણ અંતર હોય છે. અમે લોકો એવાં દિવ્ય આભૂષણો બનાવી શકીએ છીએ કે જેને પહેરીને રંક મનુષ્ય પણ રાજા બની જાય છે; રાજા મહારાજા બની જાય છે. કારણ કે અમારી કલા દેવ-અધિષ્ઠિત છે ' પાટલીપુત્રના સોનીઓની વાત સાંભળીને રાજા હર્ષિત થયો. તેણે કહ્યું : “આ શુભ અવસર પર તમે આવ્યા છો, તેથી મને આનંદ થયો. હું તમને સોનું, મોતી, રત્ન વગેરે આપું છું. તમે લોકો સુંદર અલંકારો બનાવો. તમે લોકો રાજ્યના અતિથિગૃહમાં રહો.” રાજાએ એક વિચક્ષણ મંત્રીને આ કામ સોંપી દીધુંસોનીઓને સુવર્ણ વગેરે આપી દીધું તેમણે કાર્ય શરૂ કરી દીધું. છ માસ સુધી આ કલાકાર સોનીઓ હાર બનાવતા રહ્યા. જ્યારે હાર તૈયાર થઈ ગયો, ત્યારે તેમણે હાર રાજાને બતાવ્યો. રાજા, મંત્રી વગેરે હાર જોઈને અતિ પ્રસન્ન થયા. “આવો અનુપમ હાર અમે કદી જોયો નથી! આ હારનું નામ દેવવલ્લભ' રાખવામાં આવે છે. આ હાર શુભ મુહૂર્ત પહેરાવવામાં આવશે.” રાજાએ સોની લોકોને ઉત્તમ વસ્ત્રો આપ્યાં, સુવર્ણમહોરો આપી અને પ્રેમથી વિદાય કર્યો. હાર ખજાનચીને આપ્યો અને કહ્યું: “આ હાર ભંડારમાં મૂકો, એને હું જ્યારે માગું ત્યારે મને આપો.” ભંડારમાંથી હાર ગાયબ : રાજપુરોહિતે રાજાને કહ્યું: ‘મહારાજ! હાર પહેરવાનું આજે સારું મુહૂર્ત છે.” રાજાએ ખજાનચીને કહ્યું: ‘ખજાનચી, પેલો દેવવલ્લભ હાર મારે જોઈએ.” ખજાનચી હાર લેવા ભંડારમાં ગયો, જ્યાં હાર મૂક્યો હતો ત્યાં હાર હતો નહીં. આખો ભંડાર જોઈ લીધો. પરંતુ હાર ન મળ્યો. તે ચિંતાના સાગરમાં ડૂબી ગયો. “આ હાર ભંડારમાંથી ક્યાં ગયો? કોણે ચોય હશે?” તે તો ભયભીત થઈ ગયો. રાજા સમક્ષ જઈને તેણે સમગ્ર વૃત્તાંત કહ્યો. રાજાએ કહ્યું: ‘ભંડારમાં તો તું જ જાય છે. અન્ય કોઈ પણ માણસ ભંડારમાં પ્રવેશતો નથી. હારની ચોરી તેં જ કરી હશે. સાચું બોલી જા, નહીંતર તારું મોત નિશ્ચિત છે.' ખજાનચીએ કહ્યું “મહારાજ, હું નિર્દોષ છું. મેં ચોરી નથી કરી. જો આપ મારી વાત ઉપર વિશ્વાસ ન કરતા હો તો આપ મને જે સજા ફરમાવશો તે હું ભોગવવા તૈયાર છું.” Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬o શ્રાવકજીવન રાજાએ વિચાર કર્યો: “માત્ર અનુમાન ઉપરથી કોઈની ઉપર કલંક લગાડવું એ યોગ્ય નથી. આ ઘટનાનાં ઊંડાણમાં ઊતરવું પડશે.” રાજાએ મંત્રી દ્વારા નગરમાં ઘોષણા કરાવી : “જે માણસ દેવવલ્લભ” હારની ભાળ આપશે તેને રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.” સાત દિવસ સુધી ઘોષણા થતી રહી. પરંતુ કોઈ પણ માણસે હારનો પત્તો મેળવી આપ્યો નહીં. રાજા નિરાશ થઈ ગયો. મહામંત્રીએ અભિપ્રાય આપ્યો: “મહારાજ, નગરના મુખ્ય જ્યોતિષીગણને બોલાવીને એમને પૂછવામાં આવે, તેઓ જ્યોતિષના માધ્યમ દ્વારા આ વિષયમાં બતાવી શકે.” રાજાને મહામંત્રીની વાત યોગ્ય લાગી. જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા. રાજાએ તમામ જ્યોતિષીઓનું યોગ્ય સન્માન કર્યું. યોગ્ય આસનો ઉપર બેસાડ્યા અને રાજાએ પ્રશ્ન પૂછ્યો: “મને મારો દેવવલ્લભ હાર પાછો મળશે કે નહીં? તમામ જ્યોતિષીઓ પ્રશ્નકુંડળી બનાવીને તેનો ફળાદેશ વિચારવા લાગ્યા, પરંતુ સંતોષજનક ઉત્તર ન મળ્યો. થોડોક સમય ગયા પછી એક વયોવૃદ્ધ જ્યોતિષી બોલ્યા: “હે નરેન્દ્ર, એ હાર પાછો મળશે, પરંતુ દીર્ઘકાળ પછી મળશે. અને એ હાર જેને મળશે તે તમારા સિંહાસન ઉપર બેસશે.” રાજાએ પૂછ્યું : હે દૈવજ્ઞ, આપનું ભવિષ્યકથન સાચું છે કે નહીં એ હું કેવી રીતે માની શકું?” , “હે રાજનું, આજથી ત્રીજા દિવસે આપના હાથીનું મોત થાય તો વાત સાચી માનજો.” રાજાએ સર્વ જ્યોતિષીઓનું સન્માન કર્યુંબધા ચાલ્યા ગયા. હાથીના મોતની વાત સાંભળીને રાજા અત્યંત દુઃખી થયો. કારણ કે રાજાને હાર કરતાં ય હાથી વધારે પ્રિય હતો. પરંતુ આ સંસાર છે. સંસારમાં પ્રિયનો વિરહ અને અપ્રિયનો સંગમ થતો રહે છે. અજ્ઞાની જીવ આ સંસારની વાસ્તવિકતાથી અણજાણ હોય છે, એટલે પ્રિયના વિરહમાં રહે છે. વિલાપ કરે છે. . " ત્રીજે દિવસે હાથીનું મૃત્યુ થઈ ગયું. કેટલાક દિવસો સુધી રાજા વ્યથિત રહ્યો. પછી તેણે મોટા રાજકુમારનાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યાં. રાજાએ મંત્રીમંડળને કહ્યું: “જ્યોતિષીએ હારની ચોરી કરનારને રાજ્યપ્રાપ્તિ થવાની વાત કરી છે, પરંતુ એ અસંભવિત છે. હારના ચોરને તો શૂળીનું સિંહાસન મળશે.” મહામંત્રીએ કહ્યું “મહારાજા, જ્યોતિષી કોઈ સર્વજ્ઞ તો હોતા નથી. તેમનું કહેવું સત્ય જ હોય એવો નિયમ નથી. એટલા માટે આપ નિશ્ચિત રહો.” દુઃખનું ઓસડ દહાડા' - દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા, અને કેટલાંક વર્ષો પણ વીતી ગયાં. રાજા ધીમે ધીમે હારની વાત ભૂલી ગયો. Page #267 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી : આ અશોકપુરમાં પાર્શ્વદત્ત નામનો એક ધનાઢ્ય શ્રેષ્ઠિ રહેતો હતો. તેની પત્નીનું નામ પ્રિયશ્રી હતું. ભાગ્યચંદ્રનો અસ્ત થઈ ગયો. દુર્ભાગ્યની રાતનો પ્રારંભ થયો - તે નિર્ધન થઈ ગયો. તેણે નગરનો ત્યાગ કર્યો. નજીકમાં જ ‘શ્રીવાસ’ નામનું એક નાનું ગામ હતું. પાર્શ્વદત્ત ત્યાં પત્ની સાથે ચાલ્યો ગયો અને શાન્તિપૂર્વક પોતાનું જીવન ત્યાં પસાર કરવા લાગ્યો. ૨૬૧ કેટલાક સમય પછી પ્રિયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી આનંદિત થયાં. પુત્રપ્રાપ્તિથી કયા સંસારી જીવને આનંદ થતો નથી ? પ્રિયશ્રી પુત્રને પોતાના પ્રાણસમાન સંભાળવા લાગી. પુત્રને તે ખૂબ જ પ્યાર કરતી હતી, પરંતુ સંસ્થાઃ વિયોન્તાઃ સંયોગનો વિયોગ થાય જ છે. પુત્રનું નામ ‘પ્રિયંકર’ રાખવામાં આવ્યું. તે એક સાલનો જ થયો અને એકાએક ઊપડી ગયો...... એનું મૃત્યુ થઈ ગયું. પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી અત્યંત દુઃખી થયાં. નિર્ધનતાનું દુઃખ તો હતું જ, પુત્રના મોતથી દુઃખ એકદમ વધી ગયું. પ્રિયશ્રી અત્યંત વ્યથિત થઈ ગઈ. કાળક્રમે તે ફરીથી ગર્ભવતી બની. તેને સ્વપ્ન આવ્યું : ‘તે જમીન ખોદી રહી છે, જમીનમાંથી એક સુંદર મોતી મળ્યું......' તેણે પાર્શ્વદત્તને સ્વપ્ન કહી સંભળાવ્યું. પાર્શ્વદત્તે કહ્યું : ‘દેવી, તને રત્ન જેવા પુત્રની પ્રાપ્તિ થશે.’ પ્રિયશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પાર્શ્વદત્તે એક નાનકડો મહોત્સવ કર્યો. પાર્શ્વદત્ત ફરીથી અશોકપુર તરફ પ્રિયશ્રીની ઇચ્છા અશોકપુર જવાની થઈ. પુત્રને લઈને પતિપત્ની અશોકપુરના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યાં. ત્યાં તેમણે એક આંબાનાં વૃક્ષની નીચે દેવપૂજા કરી અને તેઓ વિશ્રામ કરવા લાગ્યાં. એ સમયે દેવવાણી સંભળાઈ : 'આ બાળક પોતાના પુણ્યબળથી ૧૫ વર્ષ પછી આ નગરનો રાજા બનશે.’ પાર્શ્વદત્તે કહ્યું : ‘હે દેવતા ! અમારો આ પુત્ર રાજા બને, એથી અમને કોઈ મતલબ નથી. અમે તો ઇચ્છીએ છીએ કે એ દીર્ઘકાળ સુધી જીવતો રહે. એક પુત્રનું મૃત્યુ થઈ ગયું છે, આ બીજો પુત્ર છે. એની પાસે અમારી ઘણી આશા છે.’ બીજી દેવવાણી થઈ : ‘તમારું આ સંતાન દીર્ઘકાળપર્યંત જીવંત રહેશે, અનેક રાજકુમારો તેની સેવા કરશે. પ્રિયશ્રી અને પાર્શ્વદત્ત ખૂબ આનંદિત થયાં. “આ કોણ બોલે છે ? તે જોવા માટે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવકજીવન તેમણે આકાશમાં જોયું. ચારે દિશાઓમાં જોયું. પરંતુ કોઈ મનુષ્ય યા દેવ તેમને નજરે ન પડ્યો. પાર્ષદને પૂછ્યું: “આ ભવિષ્યકથન કરનારા આપ કોણ છો? આપનું નામ શું છે? અમારી ઉપર આટલું વાત્સલ્ય બતાવવાનું પ્રયોજન શું છે ?' દેવ બોલ્યો “હું આપનો પુત્ર છું! મૃત્યુ સમયે આપે મને શ્રી નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો. એ મહામંત્રના પ્રભાવથી હું નાગરાજ ધરણેન્દ્રના પરિવારમાં દેવ બન્યો છું. અહીં રહું છું. માતા-પિતા અને ભાઈના સ્નેહને લીધે જ્યાં સુધી ભાઈને રાજ્ય નહીં મળે ત્યાં સુધી હું સાન્નિધ્યમાં રહીશ. મારો ભાઈ ભાગ્યશાળી છે, એટલા માટે તમારે કોઈ ચિંતા ન કરવી. એક કામ કરજો, એનું નામ પ્રિયંકર રાખજો.” પ્રિયશ્રીએ કહ્યું: “જરૂર, અમે પુત્રનું નામ પ્રિયંકર' રાખીશું.' દેવે કહ્યું: ‘આપને કોઈ સંકટ આવી પડે તો અહીં આવો અને મારા આ સ્થાને ભોગ ધરાવજો. હું તમારી ઇચ્છા પૂર્ણ કરીશ.” પાર્શ્વદત્ત અને પ્રિયશ્રીએ દેવની વાતનો સ્વીકાર કર્યો અને નગરમાં ચાલ્યાં ગયાં. ભાડે ઘર રાખીને રહેવા લાગ્યાં. કેટલાક દિવસો પછી પ્રિયશ્રીના ભાઈના લગ્નનો પ્રસંગ આવ્યો. ભાઈ તેડવા આવ્યો, પ્રિયશ્રી ભાઈની સાથે પોતાના પિયર ગઈ, પરંતુ એનાં વસ્ત્રો સામાન્ય હતાં; સોના-ચાંદીના ઘરેણાં ન હતાં. પિયરમાં તેનું અપમાન થયું, અનાદર થયો. તેનું મન અતિશય દુઃખી થઈ ગયું. રડતી રડતી તે પોતાને ઘેર આવી. પાર્શ્વદત્ત પ્રિયશ્રી પાસેથી આખોય વૃત્તાંત જાણી લીધો. તેણે પત્નીને કહ્યું “જે જીવ પૂર્વજન્મમાં પુણ્યકર્મ કરીને નથી આવ્યો, તેને આવાં દુઃખ ભોગવવા પડે છે. એટલા માટે આ જન્મમાં બની શકે તેટલું પુણ્ય કર્યા કરો.” પ્રિયશ્રી અને પાર્શ્વદત્તે ધર્મ-આરાધના શરૂ કરી દીધી. ધર્મના પ્રભાવથી પુણ્યકર્મનો ઉદય થયો. એક દિવસ પ્રિયશ્રી ઘરમાં લીંપવા માટેની માટી લેવા માટે નગરની બહાર ગઈ હતી. એક સ્થળે તેણે જમીન ખોદવાની શરૂઆત કરી. ખાડામાં તેણે ભંડાર જોયો. પ્રિયશ્રીએ એને માટીથી ઢાંકી દીધો. ઘેર આવીને તેણે આ વાત પાર્શ્વદત્તને કરી. તે પ્રિયશ્રીની સાથે ત્યાં ગયો, ભંડાર જોયો. કંઈક વિચાર કરીને તેણે પ્રિયશ્રીને કહ્યું : “આ જમીન રાજાની છે, એટલા માટે જમીનમાંથી નીકળેલો ખજાનો પણ રાજાનો છે. એટલે હું રાજા પાસે જઈને તેને જાણ કરું છું. તું ઘેર ચાલી જા.” પાર્શ્વદતે રાજાને ખજાનાની વાત બતાવી દીધી. રાજાએ પાર્શ્વદત્તની સાથે પોતાના મંત્રીઓને મોકલ્યા. મંત્રીઓએ ખાડામાંથી ખજાનો બહાર કાઢ્યો અને Page #269 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૬૩ રાજાની પાસે લઈ ગયા. આ ખજાનો જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ મંત્રી - પુરોહિત વગેરેને પૂછ્યું : ‘આ ભંડારનું શું કરવું જોઈએ ?' મહામંત્રીએ કહ્યું : ‘આ ભંડાર આપનો જ છે. કારણ કે આપની જમીનમાંથી મળ્યો છે. પાર્શ્વદત્તે એ ભંડાર બતાવ્યો માટે તેનો થોડોક ભાગ - નાનો અંશ તેને આપવામાં આવે. જેવો રાજા ધન લેવા પોતાનો હાથ એ ખજાનાને અડકાડે છે, તેવી જ અદૃશ્ય વ્યક્તિની વાણી સંભળાઈ : ‘જો આ ખજાનાને સ્પર્શ કરવામાં આવશે, તો રાજાને લોહીની ઊલટી થશે, રાજપુત્રને ખાઈ જઈશ, મંત્રીને પકડીને લઈ જઈશ, પુરોહિતને આકાશમાં લટકાવી દઈશ.' રાજા અને બાકીના બધા ભયભીત થઈ ગયા. રાજાએ વિચાર્યું : ‘આ ભંડાર કોઈ ભૂત-વ્યંતરથી અધિષ્ઠિત લાગે છે. આ ભંડાર પાર્શ્વદત્તને જ આપવો જોઈએ.’ ભંડાર પાર્શ્વદત્તને મળી ગયો. તે ભંડાર લઈને પોતાને ઘેર આવ્યો. પ્રિયશ્રીને કહ્યુ : “આ આપણી ધર્મ-આરાધનાનું ફળ છે.’ પ્રિયશ્રી ખુશ થઈ. પાર્શ્વદત્તે નવું ઘર બનાવ્યું. બજારમાં દુકાન લીધી. ધંધો શરૂ કર્યો. પુત્ર પ્રિયંકરને શાળામાં મોકલવાનો પ્રસંગ આવ્યો. પાર્શ્વદત્તે પ્રિયશ્રીને કહ્યું : પુત્રને શાળામાં પ્રવેશ કરાવવાનો છે. એ નિમિત્તે સ્વજનોને નિમંત્રણ આપીને ભોજન આપીએ.’ પ્રિયશ્રીએ આ વાત સ્વીકારી લીધી. ભોજન સમારંભનું નિમંત્રણ મોકલવામાં આવ્યું. પ્રિયશ્રીની અભિમાની બહેનોએ ઉપહાસ કર્યો, નિયંત્રણને નકાર્યું. પાર્શ્વદત્ત જાતે નિમંત્રણ આપવા ગયો. સુંદર વસ્ત્ર અને મૂલ્યવાન અલંકારોથી અલંકૃત પાર્શ્વદત્તને જોઈને પ્રિયશ્રીની બહેનો વગેરે આશ્ચર્યચકિત થઈ ગયાં. એમણે નિમંત્રણનો સ્વીકાર કર્યો. તમામ સ્નેહી-સ્વજનો અશોકપુરમાં આવ્યાં. પાર્શ્વદત્તની વિશાળ હવેલી જોઈ. પ્રિયશ્રીના શરીર ઉપર સોનાનાં-૨ત્નોનાં આભૂષણો જોયાં. હવેલીમાં અનેક નોકરચાકરો જોયા. પ્રિયશ્રીએ એ સર્વનું નમ્રતા અને પ્રેમથી સ્વાગત કર્યું. ભવ્ય ભોજન સમારંભ શરૂ થયો. સર્વ સ્વજનો પ્રશંસા કરવા લાગ્યાં. જેઓ તિરસ્કાર કરતાં હતાં તે માણસો જ પ્રશંસા કરવા લાગ્યાં - પ્રિયશ્રી અને પાર્શ્વદત્તે સર્વ સ્વજનોને શ્રેષ્ઠ અલંકાર અને વસ્ત્રો આપ્યાં. પુત્ર પ્રિયંકરને ઉત્સવ સાથે, શાળામાં ઉપાધ્યાય પાસે મોકલવામાં આવ્યો. શાળાનાં બધાં બાળકોને મીઠાઈ વહેંચી. ઉપાધ્યાયને ઉત્તમ વસ્ત્ર અને સ્વર્ણહાર ભેટ આપ્યાં. પ્રિયંકર અધ્યયન કરવા લાગ્યો. પ્રિયંકરના ગુણોથી પ્રસન્ન થઈને ઉપાધ્યાય તેને પ્રેમપૂર્વક વિદ્યાદાન આપવા લાગ્યા. અલ્પ સમયમાં જ પ્રિયંકર સર્વવિદ્યાઓમાં કુશળ બની ગયો. પછી તેને ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરાવવા માટે ગુરુદેવ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રાવકજીવન આચાર્યશ્રી કમલપ્રભસૂરિજી પાસે મોકલ્યો. ગુરુદેવે બાર વ્રત, સમ્ય દર્શન, જ્ઞાનચારિત્ર વગેરેનું જ્ઞાન આપ્યું. પ્રિયંકર મહાશાવક બની ગયો. આચાર્યશ્રીએ એને ઉપદેશ આપતાં કહ્યું “વત્સ, બાલ્યકાળથી જ ધર્મ કરવો જોઈએ. જે દિવસો જાય છે તે પાછા આવતા નથી.” પ્રિયંકરે કહ્યું: ‘ગુરુદેવ પ્રતિદિન કેવી ધર્મ-આરાધના કરવી જોઈએ, એ મને બતાવવાની કૃપા કરો.' આચાર્યદેવે કહ્યું: “વત્સ, પ્રતિદિન સામયિક, જિનપૂજા, પ્રત્યાખ્યાન, દાન, દયા આદિ ધર્મકાર્યો કરવા જોઈએ અને સ્નાનાદિથી શુદ્ધ થઈને એકાન્ત જગ્યાએ પૂર્વદિશા સન્મુખ બેસીને ઉવસગ્ગહર સ્તોત્ર’ નો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. મહાનુભાવ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ અનેક મહામંત્રો ગુપ્ત રૂપે આ સ્તોત્રમાં રાખ્યા છે. જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી આ સ્તોત્રનું વિધિપૂર્વક પ્રતિદિન સ્મરણ કરે છે તેનું નાગરાજ ધરણેન્દ્ર, પદ્માવતી દેવી યા વૈરોટયા દેવી સાન્નિધ્ય કરે છે. આ સ્તોત્રના અખંડ ૧૨૦૦૦ જાપ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આ સ્તોત્રના સ્મરણથી દુષ્ટ પ્રહ, ભૂત-પ્રેત, શાકિની-ડાકિની, રોગ ઇત્યાદિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. પાણી યા અગ્નિનો ભય, સાપના ઝેરનો, ચોર યા રાજાનો ભય..... વગેરે દૂર થઈ જાય છે. સુખ, સમૃદ્ધિ અને સુપરિવારની પ્રાપ્તિ થાય છે. એટલા માટે હે પ્રિયંકર, તારે દરરોજ ઉવસગ્ગહર સ્તોત્રનું પઠન-સ્મરણ કરવું જોઈએ. જ્યારે કોઈ પણ સંકટ આવે ત્યારે આ સ્તોત્રની પ્રથમ ગાથાનું પુનઃ પુનઃ સ્મરણ કરવું.' તેણે ગુરુદેવ પાસેથી ઉવસગ્ગહર સ્તોત્રને વિનયપૂર્વક ગ્રહણ કર્યું. પ્રતિદિન સ્તોત્ર પાઠ કરવા લાગ્યો. તેનાં સર્વ કાર્યો સફળ થવાં લાગ્યાં. શ્રેષ્ઠી પાર્શ્વદત્તે વેપારમાંથી નિવૃત્તિ લઈ લીધી. સર્વ જવાબદારી પ્રિયંકરે ઉપાડી લીધી. પાર્શ્વદત્ત વિશેષ રૂપે ધર્મ આચરવા લાગ્યો. પ્રિયંકર આપત્તિમાં : એક દિવસ પ્રિયંકર પાસેના ગામમાં ઉઘરાણી કરવા ગયો. પૈસા લઈને સાંજે પાછો ફરી રહ્યો હતો ત્યારે ભીલ લોકોએ એને પકડ્યો અને તેને પલ્લીપતિની પાસે લઈ ગયા. પલ્લીપતિએ એને કારાવાસમાં નાખી દીધો. સાંજ સુધી પ્રિયંકર પાછો ન ફર્યો તેથી તેનાં માતાપિતા ચિંતા કરવા લાગ્યાં. રડવા લાગ્યાં. એ સમયે કોઈક મુસાફરે આવીને કહ્યું: “પ્રિયંકરને બાંધીને ભીલ લોકો એને પલ્લીમાં લઈ ગયા છે.” આ સાંભળીને પાÖદત અને પ્રિયથી વધારે કલ્પાન્ત કરવા લાગ્યાં. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભાગ ૩ પાર્શ્વદત્તને દેવનાં વચન યાદ આવ્યાં - “સંકટમાં મારા આ સ્થાન પર આવજે.” પાર્શ્વદર, કપૂર, કસ્તુરી આદિ ભોગસામગ્રી લઈને નગરની બહાર પેલા આંબાનાં ઝાડ નીચે ગયો. વૃક્ષ નીચે ભોગસામગ્રી મૂકી અને દેવને પ્રાર્થના કરીઃ “હે દેવ. આપે મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થવાની વાત કરી હતી. એ મારો પુત્ર અત્યારે આપત્તિમાં ફસાઈ ગયો છે. અમારું શરણ આપ જ છો. કૃપા કરીને બતાવો કે પ્રિયંકરનું શું થયું? દેવે કહ્યું શ્રેષ્ઠી, ચિંતા ન કરવી. આજથી પાંચમા દિવસે પ્રિયંકર લગ્ન કરીને ઘેર પાછો ફરશે.” પાર્શ્વદત્ત નિશ્ચિત થયો. પ્રિયશ્રીને વાતની જાણ કરી. તે પણ પછી નિશ્ચિત થઈ ગઈ. આ બાજુ પલ્લીમાં પલ્લીપતિએ પ્રિયંકરને વાત કરી. પ્રિયંકરનું વૃત્તાંત સાંભળીને તેણે કહ્યુંઃ કુમાર, હું તને મુક્ત કરી શકું, પરંતુ મારી એક શરત માનવી પડશે.' પ્રિયંકરે કહ્યું: “કઈ શરત ?” પલ્લીપતિએ કહ્યું: “સાત દિવસ સુધી મારા સૈનિકો તારાં ઘરમાં ગુપ્તરૂપમાં રહેશે. તેઓ રાજકુમાર અને મંત્રીને બાંધીને અહીં લાવશે. હું તેમની સાથે મારા વેરનો બદલો લઈશ !' પ્રિયંકરે કહ્યું: ‘એવું કામ હું ન કરી શકું પ્રાણ જાય તો ભલે જાય. પરંતુ એવું દુષ્ટ કાર્ય હું નહીં કરી શકું.' પલ્લીપતિએ પ્રિયંકરને ફરીથી જેલમાં નાખી દીધો. પ્રિયંકરે એકાગ્રચિત્તે ઉવસગ્ગહર સ્તોત્રનું ૧૨,૦૦૦ વાર સ્મરણ કર્યું. એ સમયે પલ્લીમાં એક વિદ્યાસિદ્ધ જ્ઞાનીપુરુષ પધાય. પલ્લીપતિને આશીર્વાદ આપીને તેઓ ઉચિત આસન ઉપર બેઠા. પલ્લીપતિએ પૂછ્યું: “આપ શું-શું જાણો છો ?” વિદ્યાસિદ્ધ પુરુષે કહ્યું : “હું જીવન અને મૃત્યુના વિષયમાં જાણું છું. રોગના વિષયમાં, ધનસંપત્તિના વિષયમાં, શુભાશુભના વિષયમાં...જાણું છું. સુખદુઃખના વિષયમાં પણ જાણું છું.' આ વાત સાંભળીને પલ્લીપતિએ કહ્યું “જે રાજાએ આપણો દેશ છીનવી લીધો છે, એ આપણા શત્રુ અશોકચંદ્રનું મૃત્યુ કયારે થશે ?' વિદ્યાસિદ્ધ પલ્લીપતિના કાનમાં અશોકચંદ્રના મૃત્યુનો સમય કહ્યો. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬. શ્રાવકજીવન પલ્લીપતિએ ફરી પૂછ્યું : “રાજાના મૃત્યુ પછી તેનો ઉત્તરાધિકારી કોણ બનશે ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : ‘જે શ્રેષ્ઠીપુત્રને તેં જેલમાં નાખ્યો છે, તે શ્રેષ્ઠીપુત્ર રાજા બનશે ! એ પુણ્યશાળી છે. દેવ એને રાજ્ય અપાવશે.' પલ્લીપતિને આશ્ચર્ય થયું. તેણે કહ્યું : ‘કેવી અસંબદ્ઘ વાત આપ કરી રહ્યા છો ? આ નિર્ધન વણિકને રાજ્ય મળશે ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : 'હા, એ પુણ્યશાળી છે. મારી વાતમાં રજમાત્ર સંદેહ ન રાખવો.’ પલ્લીપતિએ કહ્યું : ‘તો આપ મને બતાવો કે મેં કાલે શું ખાધું હતું ?” વિઘાસિદ્ધે બતાવ્યું, પલ્લીપતિને વિશ્વાસ પડ્યો. તેણે ફરીથી પૂછ્યું : ‘આજે હું કયું ભોજન કરીશ ?’ વિદ્યાસિદ્ધે કહ્યું : “માત્ર મગનું પાણી ! અને એ પણ સાંજના. મારી આ વાત સિદ્ધ થાય તો માનજે કે પ્રિયંકર રાજા બનશે.’ પલ્લીપતિએ પૂછ્યું : ‘કયા દિવસે રાજા બનશે ?” વિદ્યાસિદ્ધે પ્રત્યુત્તર આપ્યો : ‘માઘ શુક્લા પંચમી, ગુરુવાર......... પુષ્ય નક્ષત્રમાં એ રાજા બનશે.’ પલ્લીપતિએ પ્રિયંકરને જેલમાંથી બહાર કાઢ્યો. પોતાને ઘેર લઈ ગયો, સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યાં. તેનો સત્કાર કર્યો અને પોતાની પાસે જ રાખ્યો. પલ્લીપતિએ સ્નાન કર્યું. દંતશુદ્ધિ-દાતણ કર્યું. અચાનક તેને શિરોવેદના શરૂ થઈ. તે સૂઈ ગયો. સાંજે ઊઠ્યો. મંત્રીના કહેવાથી તેણે સાંજે માત્ર મગનું પાણી જ લીધું. ઔષધ લીધું. પલ્લીપતિએ વિચાર્યું ઃ ‘સિદ્ધ પુરુષનું વચન સિદ્ધ થયું. હવે આ શ્રેષ્ઠીપુત્ર અચૂક રાજા બનશે. હું એની સાથે મારી પુત્રીનું લગ્ન કરાવું, તો પુત્રી મહારાણી બની જશે !' મંત્રીમંડળને પૂછીને પલ્લીપતિએ પ્રિયંકર સાથે પુત્રી વસુમતિનાં લગ્ન કરી દીધાં ! ધનધાન્ય આપ્યાં, વસ્ત્રઅલંકાર આપ્યા અને ઘોડો આપ્યો. પ્રિયંકરે વિચાર્યું : ‘આ પ્રભાવ ઉવસગ્ગહરં સ્તોત્રનો જ છે. મારી આપત્તિ દૂર થઈ ગઈ, સંપત્તિ પ્રાપ્ત થઈ; અપમાનના બદલામાં સન્માન મળ્યું, પત્ની મળી.. આ કૃપાશ્રી પાર્શ્વનાથ ભગવંતની છે, એમના અધિષ્ઠાયકોની છે.’ પલ્લીપતિએ પોતાના સેવકો સાથે પ્રિયંક૨ને પત્નીસહિત અશોકપુર પહોંચાડી Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૬૭ દીધો. ઘેર આવતાં જ પ્રિયંકરે માતાપિતાના ચરણોમાં પ્રણામ કર્યા. વસુમતિએ પણ પ્રણામ કર્યા. માતાપિતાને દેવના વચન ઉપર વિશ્વાસ બેસી ગયો. પાર્શ્વદત્ત અને પ્રિયશ્રી વિશેષ રૂપથી ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યાં. પ્રિયંકરને સ્વપ્ન આવ્યું? એક દિવસે રાત્રિના સમયે પ્રિયંકરને સ્વપ્ન આવ્યું. પોતાના શરીરમાંથી તેણે આંતરડાં બહાર કાઢ્યાં અને એ આંતરડાંને લાંબાં કરીને સમગ્ર અશોકપુરને લપેટી દીધું. પછી તેણે પોતાના શરીરને સળગતું જોયું....... તે પાણીથી આગ હોલવે છે. આ સ્વપ્ન જોઈને તે જાગી ગયો. સ્વપ્ન યાદ કરી લીધું અને શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન થઈ ગયો. સવાર પડતાં તેણે સ્વપ્નની વાત પાર્શ્વદત્તને કરી. પાર્ષદને કહ્યું: “આ વાત બીજા કોઈને કહેશો નહીં, તું ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જ, એમને આ સ્વપ્ન કહેજે અને ફળ પૂછજે.' પ્રિયંકર ઉપાધ્યાયને મળ્યો. સ્વપ્નની વાત કહી. ઉપાધ્યાય પણ વિસ્મિત થઈ ગયા. તેમણે વિચાર્યું: ‘આ સ્વપ્નનું ફળ રાજ્યપ્રાપ્તિ છે. હું અત્યારે જ મારી પુત્રીના લગ્ન એની સાથે કરી દઉં.” પ્રિયંકરને સાથે લઈને ઉપાધ્યાય એમના ઘર તરફ ચાલ્યા. રસ્તામાં ખૂબ જ સારા શુકન થયા. ઘેર જઈને ઉપાધ્યાયે કુમારનું સન્માન કર્યું, અને પોતાની પુત્રી સોમવતી - જે રૂપવતી-લાવણ્યમયી હતી તેની સાથે કુમારનો વિવાહ નકકી કર્યો. પ્રિયંકરે કહ્યું: “આ વિષયમાં હું કંઈ પણ જાણતો નથી. તમે મારા પિતા સાથે વાત કરજો. હું તો સ્વપ્નનું ફળ પૂછવા આવ્યો હતો. ત્યારે આપ મારી સાથે આપની પુત્રીના લગ્નની વાત કરી રહ્યા છો !” ઉપાધ્યાયે કહ્યું: “વત્સ, તું ઘેર જા, સ્વપ્નનાં ફળની વાત હું તારા પિતા સાથે કરીશ.” - પ્રિયંકરે ઘેર આવીને આખી વાત પિતાને કરી દીધી. પાર્શ્વદત્ત પુરોહિતને ઘેર ગયા. પુરોહિતે પાર્શ્વદત્તનું સ્વાગત કર્યું અને કહ્યું: “પ્રિયંકરનાં સ્વપ્નથી એ ફલિત થાય છે કે એ આ નગરનો રાજા થશે.' પાર્શ્વદત્તે કહ્યું: “હે પંડિતવર, આપનું કહેવું સત્ય છે.” પંડિતે કહ્યું: “એટલા માટે હું મારી પુત્રીનું લગ્ન પ્રિયંકર સાથે કરવા ઈચ્છું છું.' પાર્શ્વદત્ત પંડિતની વાત સ્વીકાર કરી લીધી. સોમવતીની સાથે પ્રિયંકરને બે પત્નીઓ થઈ - પહેલી વસુમતી અને બીજી સોમવતી. આજે આ વાત અહીં છોડી દઉં છું, કાલે એને પૂર્ણ કરવા ધારું છું. આજે બસ, આટલું જ Page #274 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન. : ૦૧ ) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે. તેમાં તેમણે કહ્યું છે કે શ્રાવકે પ્રતિદિન નમાવિન્તિન કરવું જોઈએ. એટલે કે નમસ્કાર મહામંત્ર, લોગસ્સ સૂત્ર આદિના વિષયમાં ચિંતન-મનન કરવું જોઈએ. ચિંતન-મનન ત્યારે જ શક્ય બને કે અધ્યયન હોય ! એટલા માટે તમને અધ્યયન કરાવી રહ્યો છું. “ઉવસગ્ગહર સ્તોત્ર'નો અર્થ-ભાવાર્થ–પ્રભાવ વગેરે બતાવીને આ સ્તોત્રનો અચિંત્ય મહિમા બતાવનારી પ્રાચીન કથા - પ્રિયંકર રાજાની વાત સંભળાવું છું. કાલે અર્ધી વાત સંભળાવી હતી. આજે પૂર્ણ કરીશ. ધનદત્ત શ્રેષ્ઠી સહાયતા : પ્રિયંકરની પાસે જ “ધનદત્ત' નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. ધનદત્તે નવું મકાન બનાવ્યું. નવા ઘરમાં દેવાલયની સ્થાપના કરી. દેવપૂજા કરી અને જૈનસંઘને ભોજન આપ્યું. ગરીબોને અનુકંપાદાન આપ્યું અને ધનદત્ત પોતાના પરિવાર સાથે નવા ઘરમાં રહેવા લાગ્યો. ત્રણ દિવસ બધું બરાબર ચાલ્યું. ચોથે દિવસે ધનદત્ત રાતના સમયે ઘરમાં સૂતો હતો. પણ સવારે જ્યારે ઊઠ્યો તો તે........ આંગણામાં હતો ! એનો પલંગ આંગણામાં હતો. એમાં એ સૂતો હતો ! ધનદત્તને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું : આ કેવી રીતે થયું?' બીજે દિવસે મકાનને અંદરથી બંધ કરીને સૂઈ ગયો, પણ સવારે તો તે આંગણામાં હતો! પલંગસહિત! ધનદત્તને ચિંતા થઈ, ત્રીજે દિવસેય આવું થયું. ઘરના તમામ માણસો માટે આવું થવા લાગ્યું ! સૌને ડર લાગ્યો. ઘરમાં કોઈ સૂતું નથી. ધનદતે વિચાર્યું: “આ ઘર દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત લાગે છે.” તેણે મંત્રવિદોને બોલાવ્યા અને મંત્રોપચાર કરાવ્યો. પણ પરિણામ સારું ન આવ્યું. પેલો વ્યંતરદેવ વધારે રોષાયમાન થયો. જે કોઈ મકાનમાં જતું એને વ્યંતર શારીરિક કષ્ટ પહોંચાડતો. પુરુષને સ્ત્રીનાં અને સ્ત્રીને પુરુષનાં વસ્ત્રો પહેરાવવા લાગ્યો. ધનદત્તની ચિંતા વધી ગઈ. પ્રિયંકરે ધનદત્તને પૂછ્યું: “કેમ આટલો ઉદાસ છે?” ધનદત્તે બધી વાત કરી અને કહ્યું - પ્રિયંકર, તું ધર્મશીલ છે અને પરોપકારી છે. જો તું કોઈ ઉપાય જાણતો હોય તો મારી ઉપર ઉપકાર કર.' પ્રિયંકરે કહ્યું: ‘ઉપાય જાણું છું. પરંતુ આઠ દિવસ પછી કરીશ.” ચૈત્રી ઓળીના Page #275 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૬૯ દિવસો આવ્યા. પ્રિયંકરે ધનદત્તના નવા મકાનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરી, એની પાસે દીવો કર્યો, ધૂપ કર્યો. નૈવેદ્ય ફળ વગેરે ધરાવ્યાં અને પદ્માસનમાં બેસીને પ00 વાર ‘ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ કર્યો. આઠમા દિવસે પેલો દુષ્ટ વ્યંતરદેવ બાળકનું રૂપ ધરીને પ્રિયંકરને ધ્યાનમાંથી વિચલિત કરવા આવ્યો. પ્રિયંકર અવિચલ રહ્યો. પછી વ્યંતરે યુવકનું રૂપ ધારણ કર્યું અને પ્રિયંકરને ડરાવવા લાગ્યો. છતાંય પ્રિયંકર નિશ્ચલ રહ્યો. છેવટે વ્યંતરે વૃદ્ધનું રૂપ ધર્યું પ્રિયંકરને લલચાવવા કહેવા લાગ્યો હું નંદીશ્વર દ્વીપે જઈ રહ્યો છું. યાત્રા કરવા તું મારી સાથે ચાલ. હું તને યાત્રા કરાવીશ.” પ્રિયંકર તો અડગ રહ્યો! તેણે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો જાપ અખંડ રાખ્યો. દુષ્ટ વ્યંતર એ ઘર છોડીને ચાલ્યો ગયો. ધનદત્ત સપરિવાર ઘરમાં રહેવા લાગ્યો. તે પછી કોઈ ઉપદ્રવ ન થયો. ધનદત્તે તેની પુત્રી શ્રીમતીનાં લગ્ન પ્રિયંકર સાથે કરાવ્યાં. પુષ્કળ ધન આપ્યું અશ્વ... હાથી વગેરે આપ્યા. મંત્રીશ્વર હિસંકર : ધનદત્તના ઘરમાંથી દેવનો ઉપદ્રવ દૂર થયાની વાત મંત્રીશ્વર હિતકરે સાંભળી. મંત્રીએ પ્રિયંકરને તેડું મોકલ્યું. પ્રિયંકર મંત્રી પાસે ગયો. મંત્રીએ પ્રિયંકરનો આદરસત્કાર કર્યો, અને કહ્યું : “કુમાર, તું પરોપકારી છે. નિષ્કારણ વત્સલ છે. તે ધનદત્તના ઘરમાંથી ઉપદ્રવ દૂર કર્યો છે. હું પણ તને મારું એક કાર્ય બતાવવા માગું પ્રિયંકરે કહ્યું: “મંત્રીવર, હું આપનો સેવક છું જે કોઈ કામ હોય તે મને કહી શકો છો.' મહામંત્રીએ કહ્યું “એક દિવસે મારી પુત્રી તેની સખીની સાથે વાડીએ ગઈ હતી. ત્યાં મારી પુત્રીમાં શાકિનીનો પ્રવેશ થયો છે કે ભૂત-પ્રેત યા વ્યંતરનો પ્રવેશ થયો છે - એ હું જાણતો નથી. પરંતુ આ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, ઘણાય ઉપચારો કય દેવ-દેવીઓની અનેક માન્યતાઓ કરી પરંતુ પુત્રીને સારું નથી થયું. અતિ વિકટ સંકટમાં ફસાઈ ગયો છું. દીકરીને આઠમ-ચૌદશે વધારે પરેશાની રહે છે. એ દિવસોમાં તે ભોજન નથી કરતી..... બોલતીય નથી. હે કુમાર, એ યૌવનમાં પ્રવેશી છે, આવી સ્થિતિમાં એની સાથે લગ્ન કોણ કરશે? મને ખૂબ ચિંતા થાય છે. કુમાર, હું તને વિનંતી કરું છું કે મારી પુત્રીને તું સારી કરી દે, તારે જે જોઈએ તે તને આપવા હું તૈયાર છું.' - પ્રિયંકરે કહ્યું: “મંત્રીશ્વર, અગર, ધૂપ, કપૂર, કસ્તુરી વગેરે ભોગ-સામગ્રી લાવો. જો પુત્રીનું પુણ્ય પ્રબળ હશે તો મારો પ્રયત્ન સફળ થશે. મંત્રીશ્વરે તમામ સામગ્રી મંગાવી દીધી. પ્રિયંકરે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સામે Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રાવકજીવન બેસીને પુષ્પપૂજા કરી, ભોગસામગ્રી અર્પણ કરી, પંચામૃતનો હોમ કર્યો અને ૫૦૦ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ કર્યો. મંત્રીની પુત્રીનું કષ્ટ કંઈક અંશોમાં દૂર થયું. પ્રિયંકરને ઘેર કોઈ અજાણ્યો નિર્ધન બ્રાહ્મણ આવ્યો; પ્રિયંકરને આશીર્વાદ આપીને તે બેઠો, પ્રિયંકરે આગમનનું કારણ પૂછ્યું; બ્રાહ્મણે કહ્યું : ‘મેં સાંભળ્યું છે કે આપ પરોપકારી છો. આપ મારું એક કામ કરશો - એ વિશ્વાસથી હું અહીં આવ્યો છું.' 'સિંહલદ્વીપના સિંહલેશ્વર રાજાએ યજ્ઞ કર્યો છે, એ બ્રાહ્મણોને મોટું દાન આપવાનો છે. એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું. પરંતુ મારી આ પત્નીને ક્યાં મૂકીને જાઉં ? મારી આ સ્વરૂપવાન-સુંદર પત્નીને આપની પાસે મૂકવા આવ્યો છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી એ અહીં રહેશે, તમે એની પાસે ઘરનાં કાર્યો અવશ્ય કરાવજો, તમે વિશ્વાસપાત્ર છો, એટલા માટે પત્નીને અહીં મૂકીને જાઉં છું.' પ્રિયંકરે કહ્યું : ‘હે બ્રાહ્મણ, તમારા ગોત્રના, જાતિના અનેક લોકો આ નગરમાં છે, એમની પાસે પત્નીને મૂકીને જાઓ.' બ્રાહ્મણે કહ્યું : ‘કોઈની પાસે મૂકીને જવામાં મારું મન માનતું નથી. ઉત્તમ સ્ત્રી, ઉત્તમને ત્યાં જ રાખવામાં આવે છે.’ પ્રિયંકરે કહ્યું : ‘આ વાતમાં મારું મન માનતું નથી; તમારો અતિ આગ્રહ છે એટલે રાખું છું. તમે તમારું કાર્ય પતાવીને જલદી પાછા ફરજો.’ બ્રાહ્મણે કહ્યું : ‘જે કાશી-નિવાસી હોય, કાશ્યપ ગોત્રનો હોય, જેના પિતાનું નામ કામદેવ હોય, માતાનું નામ કામલદેવી હોય, પુરુષનું નામ કેશવ હોય, હાથમાં ક૨વત હોય, અને કષાય રંગનાં વસ્ત્ર પહેર્યાં હોય એને સ્ત્રી આપી દેજો.' બ્રાહ્મણ ચાલ્યો ગયો. ત્રણ દિવસ પછી, એ બ્રાહ્મણ જેવાં જ રૂપવાળો, એટલી જ ઉંમરનો, એવા જ રંગવાળો, એ જ નામ અને એવું જ મુખ..... એક બ્રાહ્મણ આવ્યો. તેણે પત્ની માગી; પ્રિયંકરે આપી દીધી. થોડાક મહિના પછી મોટા હાથી પર બેસીને એ બ્રાહ્મણ આવ્યો અને પત્નીની માગણી કરવા લાગ્યો ! પ્રિયંકરે કહ્યું : ‘તું પહેલાં જ સાત નિશાનીઓ બતાવીને લઈ ગયો છે.... અને હવે કેમ આવ્યો છે પત્ની માગવા ?' બ્રાહ્મણે ઝઘડો કર્યો. પ્રિયંકરે કહ્યું : ‘તું બ્રાહ્મણ નથી, તું કોઈ દેવ યા દાનવ છે.’ બ્રાહ્મણ દેવનાં રૂપમાં પ્રકટ થયો. દેવે કહ્યું : ‘રાજવાટિકામાં મારું સ્થાન છે, હું ત્યાંનો યક્ષ છું.' પ્રિયંકરે પૂછ્યું : “આ મંત્રીપુત્રીએ તારું શું બગાડ્યું હતું ?” દેવે કહ્યું : "આ છોકરી ત્યાં આવી હતી. મારી મૂર્તિ જોઈને એ હસી હતી. હું સત્યવાદી Page #277 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૭૧ મનુષ્યોની ઇચ્છા પૂર્ણ કરવાવાળો યક્ષ છું; લોકો મારી પૂજા કરે છે, આ છોકરીએ મારી મશ્કરી કરી હતી - આ તો પથ્થર છે પથ્થર.... ' એવું બોલીને મુખ મચકોડીને ચાલી ગઈ હતી. એટલા માટે મેં એનો નિગ્રહ કર્યો છે." પ્રિયંકરે કહ્યું ઃ ‘જે રીતે હાથી ભસતા કૂતરા સાથે લડતો નથી. સિંહ શિયાળની સાથે લડતો નથી..... એ રીતે આપે આ અબુધ કન્યા પ્રત્યે રોષ ન કરવો જોઈએ.’ યક્ષ શાન્ત થયો. તેણે કહ્યું : ‘તારા ઉવસગ્ગહરં સ્તોત્ર'ના જાપથી હવે હું એ કન્યાના શરીરમાં રહી શકું નહીં. હું તારા ઉપર સંતુષ્ટ થયો છું. તું મારી પાસે કંઈ પણ માગી લે.’ ‘હે યક્ષરાજ, આપ આ મંત્રીપુત્રીને છોડી દો, એ પહેલાં જેવી હતી, તેવી કરી દો.’ યક્ષે મંત્રીપુત્રીને મુક્ત કરી દીધી; પરંતુ એટલો અભિશાપ આપ્યો : ‘આ છોકરીએ મારી નિંદા કરી છે, એટલા માટે આ છોકરીને અનેક પુત્ર-પુત્રીઓ થશે.’ યક્ષે પ્રિયંક૨ને સર્વ પક્ષીઓની ભાષા જાણવાની શક્તિ આપી, અને એ દેવ પોતાને સ્થાને ચાલ્યો ગયો. મંત્રીએ એ ‘યશોમતી' નામની દીકરીનાં લગ્ન પ્રિયંકર સાથે કરાવ્યાં અને પ્રિયંકરને ઘણું ધન આપ્યું. પ્રિયંકરને રાજ્યપ્રાપ્તિ ઃ એક દિવસની વાત છે. પ્રિયંકર પ્રતિદિન જિનાલયમાં પૂજન કરતો હતો. એક દિવસ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં એક લીમડાનાં ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો. કાગડાએ અવાજ કર્યો. પ્રિયંકર પક્ષીની ભાષા જાણતો હતો. કાગડો પ્રિયંકરને કહેતો હતો ઃ ‘આ લીમડાનાં વૃક્ષની ત્રણ હાથ નીચે એક લાખ રૂપિયા છે, એ ખોદીને લઈ લે અને મને ભોજન આપ’ પ્રિયંક૨ને એક લાખ રૂપિયા મળ્યા. એણે કાગડાને દહીં અને ભાત ખવડાવ્યા. રાજાએ પણ પ્રિયંકરના ગુણો સાંભળીને એને દરરોજ રાજસભામાં આવવા નિમંત્રણ આપ્યું; રાજા તરફથી એને સન્માન મળવા લાગ્યું. કેટલાક દિવસો પછી રાજાના બે પુત્રો અરિશૂર અને રણશૂરનું અચાનક અવસાન થઈ ગયું; રાજા શોક-સાગરમાં ડૂબી ગયો. મંત્રીના સમજાવવાથી શોક કંઈક ઓછો થયો. પરંતુ પુત્રમોહથી રાજાનું શરીર રોગગ્રસ્ત થઈ ગયું; અત્રચિ ચાલી ગઈ, નિદ્રા આવતી બંધ થઈ ગઈ તેમ જ મન વ્યાકુળ રહેવા લાગ્યું. રાજાને એક દિવસ ચોથા પ્રહરમાં સ્વપ્ન આવ્યું. ગધેડા જોડેલાં વાહનમાં બેસીને એ દક્ષિણ દિશામાં ગયો. પ્રભાતે રાજાએ મંત્રીને સ્વપ્નની વાત કરી. મંત્રીએ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાતાઓને સ્વપ્નનું ફળ પૂછ્યું. તેમણે કહ્યું કે ઃ ‘આ સ્વપ્નને Page #278 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૨ શ્રાવકજીવન જોનારનું અલ્પ સમયમાં મૃત્યુ થશે.” રાજા અને મંત્રી ચિન્તામગ્ન બની ગયા. રાજાએ પ્રભુપૂજા, અનાથોને દાન.... વગેરે પુણ્યકાય શરૂ કર્યા. એક દિવસ પ્રિયંકર રાજસભામાં જતો હતો. રસ્તામાં દુગ' નામે પક્ષીએ પ્રિયંકરને કહ્યું પ્રિયંકર, આજે તને રાજા તરફથી ભય છે!' પ્રિયંકરે પક્ષીની વાત સાંભળી, છતાંય આ વાત તરફ દુર્લક્ષ્ય કરીને રાજસભા તરફ આગળ વધ્યો. દુર્ગા ફરીથી બોલી : “પ્રિયંકર, આજે તારી ઉપર ચોરીનો આરોપ આવશે, અને તું બંધનગ્રસ્ત બનીશ.' પ્રિયંકર દુગની વાત સાંભળીને ક્ષણેક વાર ઊભો રહ્યો, કંઈક વિચાર્યું અને આગળ વધ્યો. ત્રીજી વાર ઉચ્ચ સ્થાને બેઠેલી દુર્ગા બોલી: ‘તને રાજ્ય મળશે. પ્રિયંકરને દુગરના પરસ્પર વિરોધી વચનો સાંભળીને આશ્ચર્ય થયું. તે રાજસભામાં પહોંચ્યો. રાજાને પ્રણામ કરતો હતો એવામાં ઓચિંતો તેના મસ્તક પર દેવવલ્લભ' નામનો હાર પડ્યો! રાજસભામાં બેઠેલા સર્વેએ એ જોયું. સૌને આશ્ચર્ય થયું. “આ હાર તો અતૃશ્ય થઈ ગયો હતો, કુમારની પાસે કેવી રીતે આવ્યો ?' પ્રિયંકર પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું: “આજ ચોરીનું કલંક મારી ઉપર આવ્યું ! આજ સુધી કમાયેલો યશ ચાલ્યો ગયો. દુર્ગાનું વચન સાચું પડ્યું. ગત જન્મમાં અવશ્ય કોઈની ઉપર કલંક લગાડ્યું હશે.' રાજા અશોકચંદ્ર કોટવાલને આજ્ઞા આપીઃ કુમારને બાંધી દો અને યોગ્ય સજા કરો.' મંત્રીએ કહ્યું: “મહારાજ, પ્રિયંકર પરોપકારી અને પુણ્યશાળી જીવ છે, એ ચોરી ન કરે.” રાજાએ પ્રિયંકરને પૂછ્યું: ‘તું સાચું બોલજે, તેં આ હાર ક્યાંથી લીધો? તને ક્યાંથી મળ્યો?” અથવા તને કોઈએ આપ્યો છે? કે પછી કોઈને ઘેર મૂક્યો હતો? સાચું કહેજે.' - પ્રિયંકરે કહ્યું : “મહારાજ, હું કશું જાણતો નથી. મેં આ હાર કદી જોયો પણ નથી. આપને જે ઉચિત લાગે તે કરી શકો છો.” મંત્રીએ પ્રિયંકરના પક્ષમાં ઘણું બધું કહ્યું, પરંતુ રાજાએ એક પણ વાત ન માની. પ્રિયંકરને સૈનિકોએ દોરડાથી બાંધ્યો. એ સમયે જ દિવ્ય આભૂષણોથી શોભતી ચાર સ્ત્રીઓ રાજસભામાં આવી. રાજાએ એ ચારેનું સ્વાગત કર્યું પછી પૂછ્યું: આપ ચારે જણાં ક્યાંથી આવો છો અને આપના આગમનનું પ્રયોજન શું છે? ચારેમાં મોટી સ્ત્રી હતી તેણે કહ્યું "અમે પાટલીપુત્રથી આવીએ છીએ. મારો પુત્ર પ્રિયંકર નારાજ થઈને ઘેરથી ચાલ્યો ગયો હતો. અમે એને ખૂબ જ શોધ્યો, Page #279 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ પરંતુ એ મળ્યો નહીં. પરંતુ અશોકપુરથી આવેલા એક સજ્જન પુરુષે કહ્યું કે તે અશોકપુરમાં છે. એટલા માટે અહીં આવ્યાં છીએ. દેવમંદિરમાંથી દર્શન કરીને અમે બહાર આવ્યાં ત્યારે એક ભાઈને પૂછ્યું કે ‘પ્રિયંકર ક્યાં રહે છે ?' તેણે કહ્યું કે ‘પ્રિયંકર આજે સંકટમાં છે.’ આ સાંભળીને અમે અહીં આવ્યાં છીએ.” રાજાએ પ્રિયંકર બતાવ્યો. એ સ્ત્રી બોલી : ‘આ જ મારો પુત્ર છે !' તેણે પુત્રને આલિંગન આપ્યું. ૨૭૩ બીજી સ્ત્રીએ કહ્યું : ‘આ મારો ભાઈ છે.’ ત્રીજીએ કહ્યું : ‘આ મારો દિયર છે.’ ચોથી સ્ત્રીએ કહ્યું : 'આ મારો પતિ છે.’ વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : 'મારા પુત્રને છોડી મૂકો.’ રાજાએ કહ્યું ઃ ‘તેણે મારો લાખ રૂપિયાનો હાર ચોર્યો છે.’ વૃદ્ધાએ કહ્યું : “જે કંઈ દંડ હશે તે હું ભરી દઈશ.’ રાજાએ કહ્યું : ‘એના પિતા ક્યાં છે ?' મારો પુત્ર છે.' પિતાને બોલાવવામાં આવ્યા, પિતાએ પણ કહ્યું : ‘આ કુમાર મંત્રીએ વિચાર્યુંઃ ‘પ્રિયંકરના પિતા પાર્શ્વદત્ત અને માતા પ્રિયશ્રી તો આ નગરમાં રહે છે ! આ બધા મનુષ્ય લાગતા નથી !' મંત્રીએ રાજપુરુષ મોકલીને પાર્શ્વદત્ત અને પ્રિયશ્રીને બોલાવી દીધાં. એ પુરુષ પાર્શ્વદત્ત જેવો જ હતો અને વૃદ્ધા પણ પ્રિયશ્રી જેવી જ હતી. રાજાએ કહ્યું : ‘તું પ્રિયંકરનો પિતા નથી પરંતુ દેવ-દાનવ યા વિદ્યાધર છે. આ મહિલાઓ માનવસ્ત્રીઓ નથી, પરંતુ દેવીઓ અથવા વિદ્યાધરીઓ છે.' આવેલા પિતા દેવરૂપ થઈ ગયા અને ચાર મહિલાઓ અદૃશ્ય થઈ ગઈ. દેવે કહ્યું : 'હું આ રાજ્યનો અધિષ્ઠાયક દેવ છું. રાજન્, તારા મોતનો સમય બતાવવા અને રાજસિંહાસને યોગ્ય વ્યક્તિને સ્થાપિત કરવા આવ્યો છું.’ રાજાએ પૂછ્યું : “મારું મૃત્યુ ક્યારે થશે ?” દેવે કહ્યું : ‘આજથી સાતમા દિવસે ?' રાજાએ કહ્યું : ‘રાજા બનવા યોગ્ય વ્યક્તિ બતાવો; હું એને રાજસિંહાસને સ્થાપિત કરીશ.’ દૈવે કહ્યું : “આ પ્રિયંકર જ રાજા બનવા યોગ્ય છે. એ નિરપરાધી છે. તેણે હાર નથી લીધો. મેં હાર લીધો હતો. મારી પાસે રાખ્યો હતો. આજે મેં જ એના માથા Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપર હાર નાખ્યો હતો.' રાજાએ કહ્યું : ‘મારા પુત્રને રાજા બનાવીએ તો ?’ દેવે કહ્યું : ‘એનું આયુષ્ય અલ્પ છે; અને તે પ્રજાપ્રિય નથી.’ રાજાએ જાતે જ પ્રિયંકરને તિલક કર્યું, આકાશમાંથી પ્રિયંકર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ; રાજપુરુષોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પ્રિયંકર રાજા બની ગયો. સાતમા દિવસે રાજાનું મૃત્યુ થઈ ગયું. – મંત્રી હિતંકરનું ય મોત થઈ ગયું. – રાજાએ મંત્રીપુત્રને મંત્રીપદે નિયુક્ત કર્યો. શ્રાવકજીવન ★ એ સમયે નગરમાં ‘ધર્મનિધિ’ નામે આચાર્ય પધાર્યા. રાજા પ્રિયંકર આચાર્યદેવને વંદન કરવા ગયો. ધર્મોપદેશ સાંભળ્યા પછી રાજાએ ‘ઉવસગ્ગહર સ્તોત્ર'નો પાઠ કરવાનો આમ્નાય પૂછ્યો. આચાર્યદેવે કહ્યું : ‘આ સ્તોત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ અનેક મંત્ર અને અનેક યંત્રો છુપાવીને રાખ્યાં છે. આ સ્તોત્રનાં સ્મરણથી આજે પણ પાણી, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ગ્રહ, રાજા, રોગ, યુદ્ધ, રાક્ષસ શત્રુ, ચોર અને અન્ય પશુ વગેરેના ભયથી રક્ષા થાય છે. હે રાજન્, તને તો સુખ-સંપત્તિ અને સામ્રાજ્યની પ્રાપ્તિ થઈ છે અને સર્વ આપત્તિઓ દૂર થઈ ગઈ છે એ સર્વ ઉવસગ્ગહરં સ્તોત્રનો જ પ્રભાવ છે.’ ‘આ સ્તોત્રની પહેલી ગાથાનાં સ્મરણ-જાપથી ઉપસર્ગ, ઉપદ્રવ દૂર થાય છે. વિષધરનું વિષ દૂર થાય છે. પહેલી અને બીજી ગાથાથી દુષ્ટ ગ્રહ, રોગ, વિષમજ્વર, દુર્જન અને વિવિધ વિષનો ઉપદ્રવ દૂર થાય છે. પહેલી, બીજી અને ત્રીજી ગાથાના જાપથી વિષમ રોગ, દુઃખ, દરિદ્રતા દૂર થાય છે. હીન કુળમાં જન્મ થતો નથી. સુખ, સદ્ગતિ, સૌભાગ્ય, લક્ષ્મી અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. એકથી ચાર ગાથાનો જાપ કરવાથી સર્વ વાંચ્છિતની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ પાંચ ગાથાનો જાપ કરવાથી ઇહલૌકિક અને પારલૌકિક કાર્ય-સિદ્ધિ થાય છે. આ સ્તોત્રમાં સ્તંભન, મોહન, વશીકરણ, વિદ્વેષ અને ઉચ્ચાટન વગેરે અનેક ગુપ્ત મંત્ર રહેલા છે. રાજા પ્રિયંકર ધરણેન્દ્રની સાથે પાતાળલોકમાં : આચાર્યદેવને વંદન કરીને રાજા પોતાને મહેલે ગયા. પાસે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. રાજા દરરોજ રાત્રિના પ્રથમ પ્રહર-પર્યંત મંદિરમાં જઈને ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ તેમજ ધ્યાન કરતા હતા. Page #281 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૭૫ એક દિવસે તે સંધ્યા સમયે મંદિરમાં ગયા. સૈનિકો મંદિરની બહાર ઊભા રહ્યા. એક પ્રહર (ત્રણ કલાક) વીતી ગયો, બે પ્રહર વીતી ગયા...... આખી રાત વીતી ગઈ, પ્રભાત થઈ ગયું, પરંતુ રાજા બહાર ન આવ્યા! મંત્રીમંડળને ચિંતા થઈ.... મંદિરનાં દ્વાર બંધ હતાં. બહાર ઊભા ઊભા મધુર વચનોથી રાજાને કહ્યું: “આપ સભામાં પધારો, સૂર્ય પણ આપનું મુખ જોવા આકાશમાં ચડી આવ્યો છે. તમામ સભાજનો આપને પ્રણામ કરવા ઊભા છે.' અંદરથી રાજાનો અવાજ આવ્યો નહીં. મંત્રીઓએ વિચાર્યું: ‘મહારાજ મંદિરમાં નથી. અવશ્ય કોઈ દેવે તેમનું અપહરણ કર્યું છે.' તેમણે મંદિરનાં દ્વાર તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્વાર તૂટ્યાં નહીં. પછી મંત્રીવર્ગે અધિષ્ઠાયક દેવને ભોગ-નૈવેદ્ય સામગ્રી અર્પણ કરી. અધિષ્ઠાયક દેવ બોલ્યો : “મંદિરનાં દ્વાર પૂણ્યશાળી રાજાની દ્રષ્ટિથી જ ખૂલશે; રાજા આનંદમાં છે; ચિંતા ન કર.' મહામંત્રીએ પૂછયું: “મહારાજ ક્યાં છે? શું કોઈએ તેમનું અપહરણ કર્યું છે ? તેઓ પાછા ક્યારે ફરશે?" અધિષ્ઠાયકે કહ્યું: ‘નાગરાજ ધરણેન્દ્ર રાજાને લઈ ગયા છે. તેઓ આજથી ૧૦મા દિવસે અહીં આવશે. તેઓ દેવના સાન્નિધ્યથી દરરોજ અહીં આવીને શ્રી પાર્શ્વનાથની પૂજા કરીને, દીવો કરીને પછી જ ભોજન કરશે.' સૌ આનંદિત થયાં અને પોતાને ઘેર ગયાં. દશમા દિવસે મંત્રીવર્ગ રાજપરિવાર સાથે રાજાનું સ્વાગત કરવા નગરના મુખ્ય દરવાજે પહોંચ્યો. દૈવી અશ્વ પર આરુઢ રાજા પ્રિયંકર ત્યાં આવી પહોંચ્યા. રાજપરિવારને જોઈને રાજાને આશ્ચર્ય થયુંઃ “મારા આગમનના સમાચાર તમને કેવી રીતે મળ્યા?” મહામંત્રીએ આખીય વાત કરી. રાજા મંદિરના દ્વારે પહોંચ્યા. દ્વાર પર દ્રષ્ટિ પડતાં જ દ્વાર ખૂલી ગયા; રાજાએ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી. પછી તે રાજસભામાં ગયા. મહામંત્રીએ વિનયથી પૂછયું : “મહારાજ, આપ પાતાળલોકમાં જઈ આવ્યા, નાગરાજ ધરણેન્દ્રની ઋદ્ધિ પણ જોઈ; એ અમને પણ બતાવવાની આપ કૃપા કરો.” રાજાએ કહ્યું હું પ્રાસાદમાં બેસીને શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ કરતો હતો. તે સમયે એક કાજળકાળો મહાકાય સાપ આવ્યો. મેં એને જોયો. પરંતુ જાપ ન છોડ્યા, સર્પ પાર્શ્વનાથના આસન ઉપર બેસી ગયો. “પરમાત્માની આશાતના થશે.' એ સમજીને મેં સાપનું પૂંછડું પકડીને એને ખેંચ્યો. તરત જ સાપનું સ્વરૂપ બદલાઈ ગયું. તે દેવરૂપમાં આવી ગયો. મેં એને પૂછ્યું: “આપ કોણ છો?” તેણે કહ્યું હું પાર્શ્વનાથનો સેવક ધરણેન્દ્ર છું. તારા ધ્યાનથી આકર્ષિત થઈને આવ્યો છું. તું સત્ત્વશીલ છે. મેં તારી પરીક્ષા કરી; તું વિચલિત ન થયો. રાજનું તું મારી સાથે ચાલ, હું તને પુણ્યનું ફળ બતાવું.” હું ધરણેન્દ્રની સાથે પાતાળલોકમાં Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રાવકજીવન ગયો. ત્યાં ભૂમિ રત્નમય, સ્વર્ણમય હતી. પછી તેનો મહેલ જોયો. રત્નમય કિલ્લો જોયો. એમાં સાત પોળો હતી. હું પ્રથમ પોળમાં ગયો. ત્યાં સામાન્ય દેવભવન હતાં. ચારે તરફ કલ્પવૃક્ષનાં વન હતાં. બીજી પોળમાં ગયો. ત્યાં પોપટો માટે સુવર્ણનાં પિંજરાં હતાં. એ પોપટો મને જોઈને બોલવા લાગ્યા : “હે પ્રિયંકર રાજા, પધારો પધારો! ઉત્કૃષ્ટ પુણ્યવાળા જીવોંજ અહીં આવે છે. આ સ્થાન જોઈ શકે ત્યાંથી હું ત્રીજી પોળમાં ગયો. ત્યાં મને જોઈને મયૂર નૃત્ય કરવા લાગ્યા અને મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યા: “રાજનું. તારાં દર્શનથી અમારાં જીવન ધન્ય બની ગયાં. એ નગર પણ ધન્ય છે કે જ્યાં પ્રિયંકર રાજા રાજ્ય કરે છે.” ત્યાંથી હું ચોથી પોળમાં ગયો. ત્યાં કસ્તુરી-મૃગો કૂદાકૂદ કરી રહ્યા હતા. તેમણે મને પ્રણામ કર્યા. ત્યાંથી પાંચમી પોળમાં ગયો. ત્યાં સ્ફટિક રત્નમય વાવડીઓ હતી. સ્નાનગૃહ હતાં, છઠ્ઠી પોળમાં ઈન્દ્રના સામાનિક દેવોના પ્રાસાદો હતા. સાતમી પોળમાં દેવાંગનાઓ હતી. ત્યાંથી આગળ વધ્યો તો નાગરાજ ધરણેન્દ્રની સુશોભિત સભા હતી. ત્યાં મેં દેવાંગનાઓનું મૃત્યુ જોયું. પુણ્યનું ફળ દેખાડવા ધરણેન્ટે મને ત્યાં પુત્રની જેમ નવ દિવસ રાખ્યો. ત્યાંનાં દેવ-દેવીઓ મારી સેવા કરતાં હતાં. તેમણે મને ત્યાં જે દેવી ભોજન કરાવ્યું તેનું વર્ણન હું કરી શકું તેમ નથી. પાતાળલોકમાં પુણ્યનું ફળ જોઈને મને પણ પૂણ્યમાં રૂચિ થઈ. મેં ધરણેન્દ્રને કહ્યું: ‘હવે મને મારા નગરમાં પહોંચાડી દો.' એ સમયે ધરણેન્દ્ર પોતાના હાથમાંથી કાઢીને એક રત્નમય મુદ્રિકા મારા હાથમાં આપી અને કહ્યું: “આ મુદ્રિકા આકાશમાં રહેનારી છે, અને અનેક લોકોને ભોજન કરાવનારી છે. જ્યારે વિશેષ પુણ્યકાર્ય કરવું હોય ત્યારે સવારે શ્રી નવકાર મંત્ર અને ઉવસગહરે સ્તોત્રની ૧થી ૩ ગાથાઓ ત્રણ વાર બોલીને, ઘરના આંગણામાં ઊભા રહીને આ મુદ્રિકાને આકાશમાં ઉછાળી દેવી. જ્યાં સુધી આ મુદ્રિકા આકાશમાં રહેશે ત્યાં સુધી પ00 મનુષ્યોનું ભોજન સમાપ્ત નહીં થાય.' મારું મન પ્રસન્ન થયું. મેં એ મુદ્રિકા ગ્રહણ કરી અને હું અહીં આવી ગયો. પ્રિયંકર રાજાનું આ વૃત્તાંત સાંભળીને સભાજનો સંતુષ્ટ થયા. પુણ્યકાર્યમાં સૌ લોકોની અભિરુચિ વધી ગઈ. – રાજાએ નવાં નવાં જિનમંદિર બનાવવાં શરૂ કર્યો. – લાખોની સંખ્યામાં જિનમૂર્તિઓ બનાવવા લાગ્યા. - અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરવા લાગ્યા. - સાધુપુરુષોની સેવા-ભક્તિ કરવા લાગ્યા. Page #283 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩ ૨૭૭ – શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિ કરવા લાગ્યા. પાક્ષિક-પર્વના પારણાના દિવસે સાધર્મિક-વાત્સલ્ય કરવાનું શરૂ કર્યું. પાÖદત્ત તેમજ પ્રિયશ્રીની ઈચ્છા શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાની થઈ. રાજા પ્રિયંકરે શત્રુંજય ગિરિરાજની સંઘયાત્રા કાઢી. સ્થળે સ્થળે સ્વામિવાત્સલ્ય કર્યો. અનુકંપાદાન આપતા ગયા. દાનશાળાઓ સ્થાપિત કરી. આ રીતે શત્રુંજય મહાતીર્થે પહોંચ્યા. ત્યાં શત્રુંજય તીર્થની તળેટીમાં જ પાર્શ્વદત્તનો સ્વર્ગવાસ થયો. રાજા પ્રિયંકરે પિતાનાં નામે શત્રુંજય પર્વત ઉપર એક દેવમંદિર બંધાવ્યું; મહોત્સવ કર્યો. રાજા પ્રિયંકર પાછા નગરમાં આવી ગયા. તેમણે સોનાનું ‘રાયણવૃક્ષ બનાવ્યું. તેની નીચે ભગવાન ઋષભદેવની પાદુકા સ્થાપિત કરી. દરરોજ રાજા એની પૂજા કરવા લાગ્યા. આ રીતે ધર્મ-અર્થ-કામ ત્રણે પુરુષાર્થની ઉચિત આરાધના કરતાં વૃદ્ધ બન્યા. તેમણે વિચાર કર્યો: ‘હવે મારે જયંકરનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ. અને મારે વિશેષ રૂપે ધર્મઆરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ.' જયંકરે રાજ્યનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે સમજાવ્યું. રાજનીતિ સમજાવી. રાજ્યાભિષેકનું શ્રેષ્ઠ મુહૂર્ત કઢાવ્યું અને મહોત્સવ સાથે તેનો રાજ્યાભિષેક કરાવ્યો. રાજા પ્રિયંકરે રાજકાજ છોડી દીધું. – તેઓ આઠમ-ચૌદશના દિવસે પૌષધદ્રત કરતા હતા. – તેઓ સુપાત્રને દાન આપતા હતા. - પ્રતિદિન ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતા હતા. – શ્રી નમસ્કાર મહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્રના જાપમાં ધ્યાનમાં લીન થતા હતા. જ્યારે લાગ્યું કે હવે મારું જીવન થોડું જ રહ્યું છે ત્યારે તેમણે અનશન વ્રત સ્વીકારી લીધું. તેમનું સમાધિ-મરણ થયું. મરીને તેઓ સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તે “મહાવિદેહ ક્ષેત્ર માં મનુષ્ય જન્મ પામશે. ત્યાંથી મોક્ષ પામશે. આ કથા, ઉવસગહર સ્તોત્રના એકાગ્ર ધ્યાન-જાપ તથા દ્રઢ શ્રદ્ધા દ્વારા જે ફળ મળે છે, તેનું દિગ્ગદર્શન કરાવે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રાવકજીવન પ્રશ્ન : ઉવસગહર સ્તોત્રનું માત્ર નામ-સ્મરણ કરવાથી ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે? યા તેની સાધના કરવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે? ઉત્તર : ઉવસગ્ગહર સ્તોત્રનો વિધિપૂર્વક અને તેના અર્થચિંતનમાં ઉપયુક્ત બનીને જાપ કરવામાં આવે તો તે ફળદાયી બને છે. કારણ કે શ્રી પાર્શ્વનાથનું નામ જ મંત્ર છે. નામમંત્રથી આ સ્તોત્ર અધિષ્ઠિત છે. ભગવંતનું નામ જ સિદ્ધ મંત્ર છે. એટલે તેનો જાપ પણ ઈષ્ટ ફળદાયક બને છે. પ્રશ્નઃ ઉવસગ્ગહર સ્તોત્રના જાપથી આ સ્તોત્રના અધિષ્ઠાયક દેવ સાધક પર પ્રસન્ન થાય છે અને તેનાં વિઘ્નો દૂર થાય છે - આ વાત સાચી છે ? ઉત્તર : હા, સત્ય છે. પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્ર સર્વજ્ઞભાષિત છે, એટલા માટે તે દેવાધિષ્ઠિત છે, આ વાત સત્ય છે ? ઉત્તરઃ હા, સત્ય છે. જે જે વસ્તુ લક્ષણોપેત હોય છે તે દેવાધિષ્ઠિત હોય છે. સૂત્ર લક્ષણોપેત હોય છે, કારણ કે તે સર્વજ્ઞભાષિત હોય છે. કહ્યું છે કે : सव्वं च लक्खणोवेयं समहिलैंति देवता । सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णु भासियं ।। પ્રશ્ન : ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગનિવારણ માટે ૨૪ તીર્થકરોમાંથી માત્ર શ્રી પાર્શ્વનાથનું જ સ્તોત્ર કેમ બનાવ્યું? ઉત્તરઃ સર્વ - ૨૪ તીર્થકરોનાં નામ, સ્મરણ થા ધ્યાન ઉપદ્રવોને દૂર કરનાર છે, પરંતુ ભગવાન પાર્શ્વનાથ વિશિષ્ટ ગુણપ્રકૃતિવાળા હતા, પુરુષાદાનીય હતા. તેમની પૂજા, ભક્તિ, નામ-સ્મરણ, ગુણગાન, આ અવસર્પિણીની પૂર્વ ઉત્સર્પિણીમાં પણ થતાં હતાં. એટલા માટે એમના નામ-સ્મરણનું...ધ્યાનનું બળ ઉત્કૃષ્ટ કોટિનું છે. પાર્શ્વનાથના સ્તોત્રની રચનાનો આ હેતુ છે. ઉપસંહાર : આ સ્તોત્રની વિધિપૂર્વક આરાધના કરીને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરો. આ સ્તોત્રના વિવેચનમાં જો પ્રમાદવશ, જિનાજ્ઞાવિરુદ્ધ બોલાઈ ગયું હોય, તો મિચ્છામિ આજે બસ, આટલું જ. Page #285 -------------------------------------------------------------------------- ________________ चंद महेता निर्मित काशन ट्रस्ट સર્જનનો ‘માઈલસ્ટોન [ઉપલબ્ધ સાહિત્ય] • ધુમ્મ મરણ પવન્સમિ | (ભાગ : ૧-૨-૩-૪) પ્રશમરતિ (સંપૂર્ણ) • જૈન રામાયણ | (ભાગ ૧-૨-૩) © પર્વ પ્રવચનમાળા છે મારગ સાચા કૌન બતાવે • પ્રીતિ કિયે દુ:ખ હોય પાંપણે બાંધ્યું પાણિયારું 0 નીલ ગગનનાં પંખેરું વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) © તારા દુ:ખને ખંખેરી નાંખ • સર્વજ્ઞ જેવા સૂરિદેવ © વિચારપંખી જૈનધર્મી © દોસ્તી શ્રદ્ધાની સરગમ વાતંદીપ અંજના • ન ખ્રિયતે • રીસાયેલો રાજકુમાર જિન દર્શન • લપાંદડી માંગલિક • સુવાસ સેટ (૩ પુસ્તકો) પ્રાર્થના ગુણવૈભવ © વ્રત ધરે ભવ તરે • શ્રાવક જીવન (૧-૨-૩-૪) જ્ઞાનસાર @ સમરાદિત્ય મહાકથા | (ભાગ ૧-૨-૩) © શોધ પ્રતિશોધ © શાંત સુધારસ • સંયમ સાધના • JAIN RAMAYAN 1-2-3 • THE WAY OF LIFE 1-2-3-4 • GUIDELINES OF JAINISM • A CODE OF CONDUCT TREASURE OF MIND SCIENCE SET (3 BOOKS) (ATMA-KARMA-DHARMA) BURY YOUR WORRY 13 MINI BOOKLETS • RISING SUN • STORY STORY 6 મરિહંત (હિન્દી માસિક પત્ર) : 0 આજા હિન્દી સાહિત્ય lain Education International - For Private Page #286 -------------------------------------------------------------------------- ________________ SPlay o 22 C20 Bay Hey.