________________
૨૨૮
સમાધિ માગવામાં આવી છે.
પુનઃ ‘ઉત્તમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે કે ભાવ-સમાધિ પણ જઘન્ય-મધ્યમ-ઉત્તમ પ્રકારની હોય છે ! આપણને જઘન્ય અને મધ્યમ ભાવસમાધિની જરૂર નથી. ઉત્તમ સમાધિ જ જોઈએ.
‘હૈ સિદ્ધ ભગવંત ! અમને આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ-શ્રેષ્ઠ ભાવસમાધિ આપો !' એ આનો અર્થ છે.
'વિંતુ ક્રિયાપદ ઉપર ચિંતન
શ્રાવકજીવન
અનેક શાસ્ત્રકારોએ “દિન્તુ'ના વિષયમાં વિસ્તારથી ચર્ચા કરી છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે
‘તીર્થંકર ભગવંતોમાં આરોગ્ય વગેરે આપવાની શક્તિ છે ખરી ?' આ પ્રશ્નનો ભિન્નભિન્ન ગ્રંથોમાં જે ઉત્તર મળે છે તે ઉત્તર અહીં બતાવું છું. ‘આવશ્યક સૂત્ર હરિભદ્રીય ટીકામાં કહેવાયું છે
‘તીર્થંકરમાં આરોગ્યાદિ વસ્તુ આપવાનું સામર્થ્ય નથી. જિંતુ' મને આપો - એ તો માત્ર ભક્તિથી જ કહેવાય છે. આ ભાષાપ્રયોગ ‘અસત્યામૃષા' નામનો છે. વાસ્તવમાં તીર્થંક૨ ભક્તિથી સ્વયમેવ આરોગ્યાદિની પ્રાપ્તિ થાય છે. એ દૃષ્ટિથી કહેવાયું છે કે “આપ આપો.’
‘લલિત વિસ્તરામાં કહેવાયું છે ઃ
શ્રી વીતરાગ ભગવંત રાગાદિ રહિત હોવાથી આરોગ્યાદિ નથી આપતા, છતાં પણ આ પ્રકારનાં વાક્યપ્રયોગથી પ્રવચન-આરાધના થાય છે. એનાથી સન્માર્ગીસ્થત મહાસત્ત્વશાલી આત્માને આરોગ્યાદિની પ્રાપ્તિ થાય છે.’
ચૈત્યાદિ મહાભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે ઃ
આવો દિન...........હિંતુ । "આ ભક્તિની ભાષા છે. 'અસત્યામૃષા’ ભાષા છે. રાગ-દ્વેષરહિત જિનવરોની પરમ ભક્તિથી જીવ આરોગ્યાદિ પ્રાપ્ત કરે
છે.”
યોગશાસ્ત્રમાં કહ્યું છે :
કિંતુ એવું ભક્તિથી કહેવામાં આવ્યું છે. માત્ર ભક્તિથી બોલવામાં આવેલી ‘અસત્યામૃષા’ ભાષા છે.
ધર્મસંગ્રહણીમાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org