________________
ભાગ ૩
૨૨૯ नैवेतदारोग्यादि-वाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् अवन्ध्यतथाविधविशुद्धा ध्यवसायहेतुत्वात्
આનો અર્થ સાંભળી લો. 'માવોદિલ્હામં... કિંતુ ાં આ વાક્ય નિષ્ફળ નથી. ‘આરોગ્યાદિ વસ્તુ તાત્ત્વિક દ્રષ્ટિથી શ્રી તીર્થકર જ આપે છે! કારણ કે તેઓ જ તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે.”.
બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે દિંતુ એટલે આરોગ્ય બોધિલાભ, ઉત્તમ આરોગ્ય મને આપો !” એવી યાચના નિદાન છે કે નહીં? જો નિદાન (નિયાણું) છે તો એ યાચનાની જરૂર જ નથી. કારણ કે નિદાન ન કરવાનું આગમમાં કહ્યું છે. અને જો કહીએ કે આ નિદાન નથી તો પછી રિંતુ પદ સાર્થક છે યા નિરર્થક?
જો હિંદુ' પદને સાર્થક માનીશું તો તીર્થકરોને રાગદ્વેષયુક્ત માનવા પડશે! ‘' પદને નિરર્થક કહીશું તો શ્રી તીર્થંકર આરોગ્યાદિનું પ્રદાન નથી કરતા, એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે.
આ પ્રશ્નનું સમાધાન લલિત વિસ્તરામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કર્યું છે, તે એકાગ્રતાથી સાંભળો.
- દિંતુ કહેવામાં નિદાન (નિયાણું) નથી. કારણ કે નિદાનનાં જે લક્ષણો છે તે અહીં લાગુ પડતો નથીઅત્યંત રાગવશ, અત્યંત દ્વેષવશ, અત્યંત મોહવશ . અજ્ઞાનવશ નિયાણું હોય છે.
પૌગલિક આશંસાત્મક નિદાન-નિયાણામાં તત્ત્વદર્શન નથી હોતું, એટલા માટે તે ખૂબ જ નુકસાનક હોય છે. નિયાણામાં સારાસારની અજ્ઞાનતા હોય છે, જે અજ્ઞાનતા વાસ્તવમાં નિંદનીય હોય છે.
હવે દિંતુ' પદની સાર્થકતા-નિરર્થકતાનો વિચાર કરવામાં આવે છે. અસત્યામૃષા' નામની ચતુર્થ ભાષા સાર્થક હોય છે અને નિરર્થક પણ હોય છે.
– “અસત્યામૃષા' ભાષામાં ન તો પ્રાપ્તિ કરાવવાની શક્તિ છે, ન નિષેધની શક્તિ છે, એટલા માટે નિરર્થક છે.
– આ ભાષાથી પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયોનું ફળ પ્રાપ્ત થાય છે, એ દ્રષ્ટિથી સાર્થક પણ છે!
- રિંતુ એ પ્રાર્થનાથી મૃષાવાદનો દોષ નથી લાગતો, પરંતુ તીર્થંકરનું પ્રણિધાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org