SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રાવકજીવન જે રીતે ચિંતામણિ રત્ન આદિથી જીવોને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે, એ રીતે જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં તેમના દ્વારા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. અપૂર્વ ચિંતામણિ સમાન શ્રી તીર્થંકરોની સ્તવનાથી ‘બોધિલાભ’ની પ્રાપ્તિ થાય છે. તીર્થંકરની ભક્તિ ક૨વાથી પૂર્વસંચિત કર્મો નષ્ટ થઈ જાય છે, ગુણ પ્રકર્ષનું બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ છે. ‘કિંતુ’ શબ્દ ઉપર આટલું ચિંતન કર્યા પછી હવે સાતમી ગાથાનું વિવેચન કરું છું. સાતમી ગાથાનું વિવેચન : સાતમી ગાથાનું પહેલું ચરણ છે : 'ચંદ્રેમુનિમ્મા ।' એનો અર્થ છે - ચંદ્રોથી વધારે નિર્મળ. આનું શાસ્ત્રમાં કારણ બતાવવામાં આવ્યું છે - ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિત ક્ષેત્રોને પ્રકાશિત કરે છે, જ્યારે કેવળજ્ઞાનીની પ્રભા લોક-અલોકને પ્રકાશિત કરે છે.’ અહીં ચંદ્રો કરતાં નિર્મળ વધુ કહ્યું છે. ચંદ્રનું બહુવચન છે. એનું કારણ એ છે કે આ વિશ્વમાં એક જ ચંદ્ર નથી, અસંખ્ય ચંદ્ર છે. અસંખ્ય સૂર્યો છે. * જંબુદ્વીપમાં ૨ સૂર્ય, ૨ ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ૪ સૂર્ય, ૪ ચંદ્ર છે. * ઘાતકી ખંડમાં ૮ સૂર્ય, ૮ ચંદ્ર છે. કાર્લોદધિમાં ૧૬ સૂર્ય, ૧૬ ચંદ્ર છે. * અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૧૬ સૂર્ય, ૧૬ ચંદ્ર છે. * * મ મનુષ્ય લોકની બહાર પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રમાં - બમણા-બમણા સૂર્યચંદ્ર હોય છે. બધા મળીને તો અસંખ્ય થઈ જાય છે. આ સર્વ ચંદ્રો કરતાં જિનેશ્વર વધારે નિર્મળ હોય છે. બીજું ચરણ છે : 'આવ્વસુ સક્રિય થયાસરા । તીર્થંકર પરમાત્મા સૂર્યો કરતાં અધિક પ્રકાશ કરનારા હોય છે. કેવળજ્ઞાનના ઉદ્યોત-પ્રકાશથી તીર્થંક૨ લોક તથા અલોકને પ્રકાશિત કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા તીર્થંકરો હોય છે. ત્રીજું ચરણ છે : 'સાવરગંભીરા । ‘સાગરવર'નો અર્થ છે સર્વ સાગરો કરતાં મોટો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તીર્થંકર પરીષહ તેમજ ઉપસર્ગ આદિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy