________________
૨૧૭
ભાગ ૩ અરિહતે કિન્નઈટ્સઃ
પહેલી ગાથાના ત્રીજા ચરણમાં બે શબ્દો છે : અરિહંત અને કિgઇટ્સ. અરિહંતની વ્યાખ્યા છે : * ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના અને ઉપસર્ગ - આ શત્રુ(અરિ)ઓનું
હનન કરનારા હોવાથી અરિહંત' કહેવાય છે. * જેઓ વંદન અને નમસ્કારને યોગ્ય છે, પૂજા અને સત્કાર માટે યોગ્ય છે, તેમજ સિદ્ધિગમન માટે યોગ્ય હોય છે, તેઓ અરિહંત' - અહતુ કહેવાય છે. શાસ્ત્રોમાં બંને શબ્દો અરિહંત અને અરહંત જોવા મળે છે.
અરિહંત'નો અર્થ આ પ્રકારે છે : ‘વંદન, નમસ્કાર, પૂજા-સત્કાર તેમજ સિદ્ધિગમન માટે જે યોગ્ય હોય છે તથા આઠ કર્મ, ઇન્દ્રિય વિષયકષાય આદિ અરિ-શત્રુઓનું હનન કરનારા છે, તે અરિહંતનો.’ ‘કિત્તઇસ્સ” એટલે કે કીર્તન કરીશ, “નામોચ્ચારણપૂર્વક કીર્તન ' કરીશ - એ અર્થ સમજવાનો છે. ચઉવીસ પિ કેવલી :
“ચઉવીસ” શબ્દ ભરતક્ષેત્રમાં જે ઋષભદેવથી વર્ધમાન સ્વામી સુધીના જે તીર્થંકરો થઈ ગયા, તેમને માટે છે. પિ નો અર્થ થાય છે “અપિ. “અપિ” અવ્યય છે, તેના અનેક અથ થાય છે. “અપિ” નો એક અર્થ અને કરવામાં આવ્યો છે, પરંતુ વાક્ય અપૂર્ણ રહે છે. એટલા માટે આવશ્યક નિયુક્તિ' ગ્રંથમાં “પિનો અર્થ “ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં જે અરિહંત છે, તેમનું પણ કીર્તન કરીશ” એવો કરવામાં આવ્યો છે.
કેવલી' નો અર્થ કેવળજ્ઞાનીઓને. કેવળી પદની વ્યાખ્યા શાસ્ત્રોમાં આ પ્રકારે કરવામાં આવી છે : “જેઓ સંપૂર્ણ પંચાસ્તિકાયાત્મક લોક અને અલોકને જાણે છે તેમજ જુએ છે, તેમજ કેવળચારિત્રી તથા કેવળજ્ઞાની છે, તેઓ કેવલી' કહેવાય છે.
અહીં એક પ્રશ્ન ઊભો થાય છેઃ "જ્યારે આ પ્રથમ ગાથામાં ધર્મતીર્થકર, જિન' અને “અરિહંત' શબ્દો છે, તો પછી કેવલી' શબ્દનો પ્રયોગ કેમ કર્યો?
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યક સૂત્ર'ની ટીકામાં તથા લલિત વિસ્તરામાં આ પ્રશ્નનું સમાધાન કર્યું છે.
કેવલી' એ અરિહંત, જિન, ધર્મતીર્થંકરનું વિશેષણ છે. જેઓ કેવળજ્ઞાની હોય છે, તેઓ જ અરિહંત, જિન તેમજ ધર્મતીર્થકર હોય છે. આ નિયમનું પ્રતિપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org