________________
ભાગ ૩
૪૩ પોતાની શારીરિક કમજોરી હોવા છતાં પોતાના સ્થાનને સાફ કરવાનું શ્રમપૂર્ણ કાર્ય તેણે જાતે કર્યું હતું. તેણે શેલનોવને કહ્યું: “જમીનને સાફ કરવાની જરૂર હતી અને મારે હરવાફરવાની જરૂર હતી. મેં અનુભવ કર્યો કે જો મારે શરીરને સ્વસ્થ અને સુદ્રઢ કરવું હોય, તો મારે હલકો-સાધારણ વ્યાયામ કરવો પડશે. જો હું શાન્તિથી રહી શકે તો તેથી મારા હૃદયને અધિક મજબૂત બનાવવામાં સહાય મળશે.”
શારીરિક દૃષ્ટિથી સૌપ્રથમ તો પિરેદાએ આત્મવિશ્લેષણ કર્યું અને સ્વયં પોતાનો ચિકિત્સક બની બેઠો. તેણે જોયું કે લીલી શાકભાજી, હલકું પનીર, બોર અને બીજાં ફળોથી બનેલો હલકો ખોરાક લેવાથી તેનું હૃદય સારી રીતે કામ કરી શકતું હતું. તેણે અનુભવ કર્યો કે શરાબ છોડી દેવાથી તેનું દય સારી રીતે કામ કરી શકતું હતું. ચક્કર આવતાં તે સૂઈ જતો અને આરામ કરવાથી તે બેહોશ બનતાં અટકી જતો હતો.
પિરેદાએ શેલનોવને કહ્યું : “આ બધા પછી મેં એક મોટું રહસ્ય શોધી કહ્યુંઃ સારા થવા માટે રોગ વિશે વિચારવું નહીં, એ વધુ હિતકર છે.
ધીરેધીરે એ પણ શીખી લીધું કે હું કયારે અને શું કરવા ઇચ્છું છું. હું જે કંઈ કરી શકું છું યા તો નથી કરી શકતો એ અંગે પણ વિચારવાનું મેં શીખી લીધું. એક દિવસે મેં અનુભવ્યું કે મારા દયની ગતિ ફરીથી સામાન્ય બની ગઈ છે.'
પિરદા પોતાની જાતને એટલી સારી સ્વસ્થ અનુભવવા લાગ્યો કે તેણે તરત જ દવા લેવાનું બિલકુલ છોડી દીધું. એ પર્વતોની વચ્ચે પિરદા પોતાનાં મૂલ્યોમાં પોતાની આસ્થા ફરીથી સ્થાપિત કરવામાં સમર્થ બની ગયો. પોતાની ભૂમિને ફરીથી ખેતીયોગ્ય બનાવવી, ક્યારીઓ અને રસ્તા બનાવવા તથા છોડ ઉગાડવામાં કામ એને ખૂબ ઉત્સાહવર્ધક લાગતાં હતાં.
તે શરીર અને મગજના સ્વાચ્ય નિમણનો આને એક ઉપાય માનતો હતો. તેણે શેલનોવને કહ્યું: ‘મારા મિત્ર, એક છોડ વાવીને તેને ખીલવાની આશા અને પ્રતીક્ષા કરવી એ આપણા અસ્તિત્વને બચાવવાની આશા તથા બીમારને સારા થવાની લાલસા બરાબર છે.'
ત્યાં તે પહેલી ગ્રીષ્મ ઋતુ દરમિયાન રાતમાં બુલબુલનું ગીત સાંભળતો હતો અને પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં વૃક્ષોની વચ્ચે એક પ્રકારનું નૃત્ય કરતાં આકાશમાં ઊડતાં ઘુવડો જોયા કરતો હતો.
પિરેદાએ ૧૯૭૬માં પોતાના પરિવાર અને પ્રિયજનોને મળવાની સ્વીકૃતિ આપી દીધી. આ રીતે તેના શારીરિક અસ્વાથ્યનાં લક્ષણો દૂર થતાં ગયાં એ રીતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org