________________
૪૨.
શ્રાવકજીવન ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ યા દબાણ ન પડવા દેવું. એને ત્યાં ઈન્સેન્ટિવ કેરમાં થોડાક દિવસો રોકાવાની સલાહ આપવામાં આવી, પરંતુ પિરેદાએ હોસ્પિટલ છોડવાનો નિર્ણય કર્યો. કેટલીક દવાઓ તેણે લઈ લીધી.
પિરેરાએ શેલનોવને જણાવ્યું કે હું જાણતો હતો કે મારા ચિંતિત પરિવાર અને સંવેદના પ્રકટ કરનારા મિત્રોની જમાવટ વચ્ચે વધારે સમય જીવતો નહીં રહી શકું. દબાણ અને તાણ વચ્ચે જીવવા માટે ડૉક્ટરે મને આદેશ આપ્યો હતો કે બની શકે તો મારે એકલા રહેવું.”
પિરેદાએ તેની પર્યટન-કાર્યાલયની નોકરીમાંથી છૂટા થયા પહેલાં કેટલાક માસ પૂર્વે ૧૯૭૩માં નૂઓરોના જંગલમાં જમીન ખરીદી હતી. આ જમીન નૂઓરોથી ૧૦માઈલ દૂર માઉન્ટ ઓટો બેનેના નજીક મોટ્રીકોસના જંગલમાં હતી. આ સંકટના સમયમાં એને આ જમીન યાદ આવી ગઈ.
પોતાની પત્ની અને સૌથી નાના બે પુત્રોને ત્યજીને અલગ રહેવું તથા ગુફાવિજ્ઞાનની પોતાની દુનિયા છોડી દેવી પિરોદા માટે ખૂબ દુઃખદાયક હતું.
તેણે શેલનોવને કહ્યું પરંતુ મારું જીવન દાવ ઉપર લાગેલું હતું. તેણે પરિવારને જણાવ્યું: “મારા પેન્શન ઉપર તમે લોકો આરામથી રહી શકશો.'
સ્વાચ્ય ખાતર પિરેદાએ પરિવારથી અલગ એ જંગલમાં પોતાની ભૂમિ ઉપર રહેવાની શરૂઆત કરી. તેની તબિયત ઠીકઠીક ખરાબ હતી. એ અતિશય કમજોર હતો અને દરરોજ દવાની નવ નવ ગોળીઓ ખાતો હતો. તે ઉદાસ રહેતો હતો. “સિગારેટ અને ટેલિફોન વગર મારું જીવન કેવી રીતે ચાલશે ?' આ વિચાર એને સતાવતો હતો. મોટા ભાગનો સમય તો તેના દિલની ધડકનો પર ધ્યાન રાખવામાં જ જતો હતો.
તેણે શેલનોવને કહ્યું: “એક અજબ સનસનાટી થતી હતી અને એવું લાગતું હતું કે મારા શરીરમાં એક કાંટો ઊંડો ઊતરતો જાય છે. કેટલીય રાતો મારા હૃદયની ગતિ એવી ધીમી અને અનિયમિત થઈ જતી હતી અને હું વિચારમાં પડી જતો કે સવાર સુધી જીવી શકીશ કે નહીં.' પિરેદા ઉદાસીનતા અને ગભરામણ અનુભવતો હતો. ઔષધોથી તેની પાચનક્રિયા બગડી ગઈ હતી. તેની બુદ્ધિ પણ મંદ પડી ગઈ હતી. મોટે ભાગે તે નિદ્રામાં રહેતો હતો.
પરંતુ આ અવસ્થામાં પિરેદાને શારીરિક કામ કરવામાં ખૂબ રાહત રહેતી હતી. તેણે ઊંચાં ઊંચાં વૃક્ષોમાં પોતાનું શરણ બનાવી લીધું હતું, રાતમાં આવનારાં વરુઓ, જંગલી સૂવરો, બિલાડીઓથી રહેઠાણ સુરક્ષિત બનાવી દીધું હતું. તેને એ સ્થાન ખૂબ પસંદ પડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org