SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૭૩ વસ્તુનું નિર્માણ જીવહિંસાથી થતું હોય, તે વસ્તુઓનો ઉપયોગ ન કરો. એવી વસ્તુ ઘરમાં લાવો જ નહીં, માનશો આ વાત ? પછી હોઠો ઉપર લિપસ્ટિક' પણ નહીં લગાડી શકો. લિપસ્ટિક' જીવહિંસાજન્ય પદાર્થ છે. એવા બીજા પણ અનેક પદાર્થો બજારમાં વેચાય છે. ‘સર્વે સન્તુ નિરામયાઃ' આ સૂત્ર મહાપ્રભાવશાળી છે. જ્યારે પણ તમે કોઈ રોગીને જુઓ, તમારા મનમાં આ સૂત્ર શરૂ થઈ જવું જોઈએ. ‘સર્વ જીવો નીરોગી થાઓ.' હા, કોઈ દુશ્મનને પણ બાકાત રાખવાનો નથી. જે માણસ તમારી સાથે સારો વ્યવહાર ન કરતો હોય, તમારી સાથે વેરભાવના રાખતો હોય, એને માટે પણ આ ભાવના રાખવી જોઈએ. સર્વે સન્તુ નિરામયાઃ । એનાથી તમારું ચિત્ત, ભલેને શરીર રોગી હોય; તે શાન્ત, સ્વસ્થ રહેશે અને સમાધિયુક્ત રહેશે. દરેકનું કલ્યાણ થાઓ : સર્વે સન્તુ નિરામયાઃ ।'ની પછી 'સર્વે ભદ્રાળિ પશ્યન્તુની ભાવના બતાવવામાં આવી છે. સંસારના તમામ જીવોનું કલ્યાણ થાઓ, આ ભાવના ચિત્તમાં રાખવાની છે. એટલે કે કોઈ પણ જીવનું અશુભ, અમંગળ તો વિચારવાનું જ નથી. યાદ રાખો કે તમે શ્રાવક છો, સમ્યગ્દષ્ટિ જીવ છો. સમ્યગ્દષ્ટિ જીવની આ સહજ સ્થિતિ હોય છે. એનું ચિત્ત એટલું નિર્મળ હોય છે કે એ ચિત્તમાં બીજા જીવો માટે અશુભ વિચાર ઉત્પન્ન થઈ જ શકતા નથી. હા, પ્રારંભિક અવસ્થામાં અશુભ વિચારો સાથે સંઘર્ષ કરવો પડે છે. મનમાં પ્રવેશવા માટે અશુભ વિચારો, વેર-વિરોધ સાથે દ્વાર ખખડાવી શકે છે: પરંતુ આત્મા પોતાની શક્તિથી એ વિચારોને પ્રવેશવા દેતો નથી. કોઈ વાર અશુભ વિચારોનો વેગ તીવ્ર હોય છે, તેઓ અંદર પ્રવેશી ય જાય છે, પરંતુ જાગ્રત આત્મા એ વિચારોને ચિત્તમાં રહેવા દેતો નથી, બહાર ધકેલી દે છે. આ આંતરસંઘર્ષ ચાલતો રહે છે. ‘સર્વ જીવોનું કલ્યાણ થાઓ' આ ભાવના મનઃશુદ્ધિ માટે ઉપયોગી ભાવના છે. મોક્ષમાર્ગમાં મનઃશુદ્ધિ અતિ આવશ્યક મનઃશુદ્ધિ ટકાવી રાખવી અતિ આવશ્યક છે તમારે માટે ! કારણ કે તમે શ્રાવકો છો. મોક્ષમાર્ગના મુસાફરો છો. મોક્ષમાર્ગમાં મનઃશુદ્ધિનું મહત્ત્વ ઓછું નથી. ધર્મક્રયાઓ કરતાં પણ વધારે મહત્ત્વ છે. મનઃશુદ્ધિ ભાવનાઓથી પ્રાપ્ત થાય છે, ક્રિયાઓથી નહીં. ભાવનાઓની ઉપેક્ષા કરીને માત્ર ક્રિયા કરનારા, ધર્મની વિવિધ ક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy