________________
૭૨
હિંસાથી વેદનીય કર્મ :
અશાતાવેદનીય કર્મનો મુખ્ય હેતુ છે જીવહિંસા. જીવહિંસા ન કરવી. જીવહિંસા ક૨વાની તીવ્ર ઇચ્છા પ્રકટ થવાથી પણ અશાતાવેદનીય કર્મ બંધાય છે.
જીવહિંસાના અનેક પ્રકારો છે ઃ – જીવોને મારી નાખવા,
જીવનાં અંગ-ઉપાંગ છેદી નાખવાં,
જીવોને સતાવવા,
જીવો ઉપર પ્રહાર કરવા,
જીવોની ઘૃણા કરવી, તિરસ્કાર કરવો.
એટલા માટે તીર્થંક૨ ૫રમાત્માઓએ જીવોની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનો ઉપદેશ આપ્યો છે. કોઈ પણ જીવને શત્રુ માનવો જ નહીં. જીવ નાનો હોય યા મોટો, એકેન્દ્રિય હોય યા પંચેન્દ્રિય ! સર્વ જીવોને મિત્ર માનીને એમની સાથે સઠ્યવહાર કરવાનો છે.
જીવને માનશો તો કોઈ ને કોઈ વા૨ દુર્વ્યવહાર થશે. - જીવને મિત્ર માનશો તો એમની સાથે સદ્વ્યવહાર થશે.
શત્રુ
—
-
તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કે સર્વે જીવોને મિત્ર માનો. મિત્ર માનીને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશો તો ‘શાતાવેદનીય કર્મ’ બંધાશે. જ્યારે શાતાવેદનીય કર્મ ઉદયમાં આવશે ત્યારે બે વાતો પ્રાપ્ત થશે :
સારું આરોગ્ય અને ઉત્તમ સૌભાગ્ય.
શ્રાવકજીવન
આરોગ્ય અને સૌભાગ્યની સાથે મધુર સ્વર અને લોકપ્રિયતા પણ પ્રાપ્ત થાય છે. આ બધું શુભ અને સારું પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય એક જ છે - જીવોની સાથે મૈત્રી ! કરુણાપૂર્ણ વ્યવહાર, મૈત્રીપૂર્ણ વ્યવહાર ! રોગ, દુર્ભાગ્ય, અપયશ, તિરસ્કાર વગેરે હિંસાથી, શત્રુતાથી, જીદ્વેષથી પ્રાપ્ત થાય છે. તમારે વિચારીને નિર્ણય કરવાનો છે કે તમારે શું મેળવવું છે ? અમારા કહેવાથી યા આગ્રહ કરવાથી તમે માનવાના છો ? જો તમે અમારું કહેવું માનતા હોત તો તમે કેટલી ઊંચાઈ ઉ૫૨ હોત ? તમારો ઉદ્ધાર થઈ જાત ! ઠીક છે, અહીં ધર્મોપદેશ સાંભળવા આવ્યા કરો છો ! મન લગાડીને સાંભળતા રહેશો તો એક દિવસે ઉદ્ધાર થવાની સંભાવના તો છે !
ગમે તે કરો, પરંતુ હિંસાનો ત્યાગ કરો. હિંસાજન્ય પદાર્થોનો ત્યાગ કરો. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org