________________
ભાગ ૩
૭૧.
થાત ? તેના મનમાં શુભ ભાવના - શુદ્ધ ભાવના ભરવાનો અમે પ્રયત્ન કર્યો.
-
એક વિશેષ વાત કરું છું. આ શુભ ભાવના દિવસમાં અમુક સમય માટે જ રાખવાની નથી. રાતદિવસ - સતત આ ભાવના તમારા હૃદયમાં રાખવાની છે. કોઈ પણ કાર્ય કરતી વખતે, કોઈ પણ મનુષ્યના પરિચય સમયે, કોઈ પણ પશુપક્ષીના સંપર્ક સમયે આ ભાવના હૃદયમાં રહેવી જોઈએ.
તમે જાણો છો કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવત્વ છે. એટલા માટે તેનો ઉપયોગ કરતી વખતે હૃદયમાં આ ભાવના રહેવી જોઈએ. “મારે અનિવાર્ય રીતે પૃથ્વી, પાણી વગેરેનો ઉપયોગ કરવો પડે છે, શું કરું ? એ પૃથ્વીકાયાદિ જીવોની હત્યા થઈ જાય છે, તેમને કષ્ટ પડે છે માટે ઓછામાં ઓછો ઉપયોગ કરું.' પૃથ્વીકાયાદિ જીવો પ્રત્યે તમારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થશે. એ જીવોની સાથે તમે જે વ્યવહા૨ ક૨શો તેમાં કઠોરતા, ક્રૂરતા પ્રવેશશે નહીં. સર્વે જીવો નીરોગી રહો :
આ બીજી ભાવના છે. ખૂબ ચમત્કારિક છે આ ભાવના ! જો રોગી મનુષ્ય વારંવાર આ ભાવના ભાવે તો તે પોતે નીરોગી બની જાય છે. મનોવૈજ્ઞાનિકોનું આ સ્વયંસિદ્ધ મંતવ્ય છે, નિર્ણય છે. તમે સાચા હૃદયથી સર્વ જીવોની નીરોગિતાની ભાવના કર્યા કરો.
કોઈક વાર તમે હોસ્પિટલમાં જાઓ છો ને ? ત્યાં અનેક રોગોથી ગ્રસ્ત ઘણા માણસો જુઓ છો ને ? એ રોગગ્રસ્ત જીવોને જોઈને શું વિચારો છો ? વિચારો તો આવતા હશે ને ?
:
સભામાંથી કર્મોનો વિચાર આવે છે. આ જીવોએ પૂર્વજન્મમાં પાપકર્મો કર્યાં હશે. બિચારા એ પાપકર્મોનું ફળ ભોગવી રહ્યા છે:
મહારાજશ્રી : આ વિચાર તો રોગોના નિદાનનો આવ્યો. તમારે વિચારવાનું છે ઃ ‘આ જીવ શીઘ્ર નીરોગી - નિરામય થઈ જાઓ. પરમાત્માની દિવ્ય કૃપા એમના ઉપર ઊતરો. શીઘ્ર-જલદી રોગમુક્ત થઈ જાઓ. આ દુનિયામાં કોઈ પણ જીવ રોગી ન રહો.' શું આવી ભાવના ન કરી શકો ?
સભામાંથી : હવે એવી ભાવના ભાવીશું. ખૂબ સારી ભાવના છે.
મહારાજશ્રી : સાથેસાથે એ પણ વિચારવાનું કે ‘અશાતાવેદનીય કર્મનો આ કટુ વિપાક છે, પરંતુ અશાતાવેદનીય કર્મ બંધાય શું કરવાથી ? મારે મારા જીવનમાં સાવધાન રહેવાનું છે. એવી એક પણ દુષ્ટ પ્રવૃત્તિ કરવાની નથી કે જેથી અશાતાવેદનીય કર્મ બંધાઈ જાય. હવે સાવધાન રહેવાનું છે.' એવું વિચારવાથી જીવનનો રાહ બદલાઈ જશે. અનેક હિંસાજન્ય પ્રવૃત્તિઓ છૂટી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org