________________
૭૪
શ્રાવકજીવન
કરનારાઓને હું જાણું છું. તેમના વિચારો કેટલા અશુદ્ધ હોય છે, એ પણ હું જાણું છું. એનાથી તેઓ અશાંત અને સંતપ્ત રહે છે.
તીર્થંકર ભગવંતોએ ૧૬ ભાવનાઓનું ચિંતન કરવાનો ઉપદેશ કેમ આપ્યો ? આ જ કારણ છે. ભાવનાઓ વગર વિદ્વાનોને, શાસ્ત્રજ્ઞોને પણ શમરસની પ્રાપ્તિ થતી નથી, તો પછી ક્રિયાજડ લોકોને શાન્તિનો અનુભવ કેવી રીતે થાય ? શુભ ? ભાવનાઓ વગર મનની શાન્તિ શક્ય નથી. ઘણા મોટા વિદ્વાનો પણ અશાંત બની જાય છે. પ્રબળ વેરભાવના તેમના હૃદયમાં આગની જેમ ભભૂકી ઊઠે છે.
આ જ 'ધર્મબંદુ'ના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વયં એવી વેરભાવનામાં ગૂંચવાઈ ગયા હતા. બૌદ્ધધર્મના કટ્ટરપંથી આચાર્યે એમના ભક્ત રાજા દ્વારા હરિભદ્રસૂરિજીના એક શિષ્યને મારી નખાવ્યો હતો અને બીજા શિષ્યને ખૂબ પરેશાન કર્યો હતો. પાછળથી એનું પણ મૃત્યુ થઈ ગયું હતું. બૌદ્ધ સાધુઓને કડક શિક્ષા કરવાનો સંકલ્પ
પોતાના બે શિષ્યોના - જેઓ આચાર્યશ્રીના ભાણેજ પણ થતા હતા - મૃત્યુથી આચાર્યશ્રી અતિ વ્યાકુળ થઈ ગયા હતા. તેઓ જ્ઞાની હતા, જ્ઞાનના આલોકમાં તેઓ જાણતા હતા કે મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આયુષ્યકર્મ સમાપ્ત થતાં મૃત્યુ થાય જ છે. મૃત્યુ શરીરનું હોય છે, આત્માનું નહીં. આ બધું તત્ત્વજ્ઞાન એમની પાસે હતું; છતાં પણ તેઓ અશાંત થઈ ગયા. એ બૌદ્ધ વિદ્વાનોને ક્ષત્રિય રાજાની સાથે કહેવડાવ્યું કે ‘મારી સાથે વિવાદ કરો, જે હારે તેને ચૂલા ઉપર રાખેલા તેલના કડાયામાં પડવું પડશે અને મરવું પડશે.' ક્ષત્રિય રાજા હરિભદ્રસૂરિજીથી પ્રભાવિત હતો અને એ રાજાએ આચાર્યદેવના એક શિષ્યને - પરમહંસને આશ્રય આપ્યો હતો.
બૌદ્ધાચાર્ય સાથે વાદ-વિવાદ આયોજિત કર્યો હતો. રાજાએ પોતાની સામે બૌદ્ધાચાર્યને હારતા જોયા હતા. પરમહંસની અદ્ભુત વિદ્વત્તાથી રાજા પ્રભાવિત થયો હતો. પાછળથી ગુરુદેવ સાથેના મિલન પહેલાં રસ્તામાં જ પરમહંસનું મોત થયું હતું. આચાર્યદેવના હૃદયને કારમો ઘા લાગ્યો હતો. તેઓ બૌદ્ધ સાધુઓ પ્રત્યે અતિશય ઊકળી ઊઠ્યા હતા.
આ વાત તેમના ગુરુદેવના કાને પહોંચી. તેમણે હરિભદ્રસૂરિજીને બે શ્લોક મોકલાવ્યા. ક્રોધના, વેરના તીવ્ર વિપાક બતાવનારી ‘સમરાદિત્ય મહાકથા' તરફ તેમનું ધ્યાન દોર્યું. હરિભદ્રસૂરિજીએ બંને શ્લોકો વાંચ્યા. સમરાદિત્યની વાર્તા સ્મરણમાં આવી. તેઓ ઊંડાં ચિંતનમાં ડૂબી ગયા. વેરની ભાવના મનમાંથી નીકળી ગઈ. તેઓ સ્વસ્થ બન્યા, રાજાને બોલાવીને કહ્યું : “મારે કશું કરવું નથી, હું જાઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org