________________
(પ્રવચન : પ૪)
પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું વિશદ વર્ણન કર્યું છે. શ્રાવકજીવન જીવવા માટેનું સર્વતોમુખી માર્ગદર્શન આપ્યું છે. જેટલું મહત્ત્વ તેમણે ક્રિયાત્મક ધર્મનું બતાવ્યું છે, એથીય વિશેષ ભાવાત્મક ધર્મનું બતાવ્યું છે.
પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે શ્રાવક માટે વ્યવહારની ફરજો નભાવવાની વાત કરી, તેના પછી તરત જ તેઓ ભાવાત્મક ધર્મની વાત કરે છે ?
कुशलभावनायां प्रबन्धः ।।७९।। હદયમાં ભાવનાત્મક ધર્મ હશે, તો જ બાહ્ય વ્યવહારોમાં વિભિન્ન ફરજોને નભાવવામાં તમે મૂંઝાઈ નહીં જાઓ, દ્વન્દ્રોમાં ફસાઈ નહીં જાઓ. દ્રયમાં રાગષની આગ સળગશે નહીં. ટીકાકાર આચાર્યદેવે આ સૂત્રની ટીકામાં કુશળ ભાવનાનું પ્રારૂપ આ રીતે નિરૂપ્યું છેઃ
सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित्पापमाचरेत् ॥ આ શ્લોકનો પ્રથમ તો અર્થ સાંભળી લોઃ સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો નીરોગી રહો. સર્વ જીવો કલ્યાણ પામો અને કોઈ જીવ પાપ ન કરે.” હવે તમે જ વિચારો, જે શ્રાવકમાં આ ભાવના હશે તે શ્રાવક શું પોતાના સમગ્ર વ્યવહારમાં, કર્તવ્યપાલનમાં કોઈ પણ જીવને દુઃખી કરશે? સર્વ જીવો સુખી થાઓ :
શ્રાવકનો સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આ જ અભિગમ હોવો જોઈએ. – કોઈ જીવ દુઃખી ન રહો. - સર્વ જીવો સુખી થાઓ.
ભાવના આ જ રાખવાની છે. વ્યવહારમાં પણ આ જ વાત લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રથમ પ્રયત્ન ‘મારાથી, મારા નિમિત્તે કોઈ જીવ દુઃખી થવો ન જોઈએ.” દુનિયાની રીતિ-નીતિ અલગ છે. દુનિયા કહે છેઃ પોતાનું દુઃખ દૂર કરવાનું વિચારો, બીજાંનું જે થવાનું હોય તે થાઓ. બીજાંનાં દુઃખનો વિચાર કરવાની જરૂર નથી. આપણું જ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો.’ આવા વિચારો ધરાવનાર લોકો સાથે તમારે જીવવાનું છે અને એમના વિચારોને માન્ય કરવાના નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org