________________
ભાગ ૩
૧૯
મહારાજશ્રી ઃ એટલા માટે તો હું તમને લોકોને સમજાવી રહ્યો છું. અમારી સામે પણ નિંદા કરો છો ને ? ‘છોકરાને ખૂબ સમજાવ્યો, પરંતુ એ દુષ્ટ મિત્રોનો સંગ છોડતો નથી, નાઇટ ક્લબોમાં જવાનું બંધ નથી કરતો' વગેરે વાતો કરો છો ને? કોની નિંદા નથી કરતા ? માતાની ? પિતાની ? ભાઈની ? બહેનની ? મિત્રની ? સાધુઓની ? સૌની નિંદા કરો છો ને ? માત્ર પોતાની નિંદા નથી કરતા. કારણ કે તમે પોતે તો સર્વગુણસંપન્ન છો ! ધર્મસ્થાનોમાં જીવદ્વેષ-જીવનિંદા :
એટલા માટે ઘરમાં તો નિંદા કરો છો, પણ ધર્મસ્થાનોમાં ય નિંદા કરો છો. ધર્મસ્થાન કે જ્યાં પાપકર્મ તોડવાના હોય છે ત્યાં જઈને તમે પાપકર્મ બાંધો છો ને ? પછી પાપકર્મ તોડવા ક્યાં જશો ?
સભામાંથી : કેટલાક સાધુ-મુનિરાજ પણ....
મહારાજશ્રી : નિંદા કરે છે ને ? દોષાનુવાદ કરે છે ને ? ક૨વા દો. તમે એમની પાસે જઈને ન બેસો. ગૃહસ્થ હોય યા સાધુ હોય, જે કોઈ નિંદા કે દોષાનુવાદ કરે છે તેઓ મોટું પાપ કરે છે. સંઘમાં-સમાજમાં પણ આવા લોકો જ દોષોનો પ્રચારપ્રસાર કરે છે. પોતે પાપાચરણ કરે છે અને બીજાંને પાપ કરાવે છે. આ રીતે જ સમાજમાં ખરાબી ફેલાય છે.
ધર્મસ્થાનોમાં સાધુ-મુનિ જો નિંદા કરીને જીવદ્વેષ વધારે છે, તો તે અજ્ઞાની છે. ભલે તેમણે ધર્મશાસ્ત્ર વાંચ્યાં હોય, તેઓ આત્મજ્ઞાની નથી હોતા. આત્મજ્ઞાનની ચિંતા કરનારા નથી હોતા અને જેઓ આત્મહિત નથી જાણતા તેઓ જિનશાસનનું હિત શું કરવાના હતા ? તેઓ તો જિનશાસનનું અહિત જ કરે છે. તેઓને સુધારી ન શકાય, તેઓ પોતાની જાતને સુધરેલી માને છે. દોષિત માણસ કરતાં પણ વધારે પાપી તો દોષાનુવાદ કરનારો હોય છે. જે માણસ કોઈ પાપ કરે છે, દોષ સેવન કરે છે, તે પોતાની જાતનું જ અહિત કરે છે. પરંતુ જે માણસ દોષાનુવાદ કરે છે, પરનિંદા કરે છે, તે બીજાંનું પણ અહિત કરે છે. એટલા માટે કહું છું કે દોષાનુવાદ ન કરો, ગુણાનુવાદ કરતા રહો.
સંસાર જ દોષોથી ભરેલો છે ઃ
ભોજન પૂર્વે તમારે સુપાત્રે દાન આપવાનું હોય, સાધર્મિક ભક્તિ કરવી હોય, ત્યારે આ વાત વિચારવી અનિવાર્ય છે, જેને સુપાત્રદાન દેવું છે તેના તો ગુણ જ જોવાના છે. જેની ભક્તિ કરવાની છે તેના પણ ગુણ જ જોવાના છે. હા, એ લોકોમાં દોષ હશે, ખૂબ દોષ હશે તો પણ આપણે દોષદર્શન કરવાનું નથી. આપણે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org