________________
૨૦
શ્રાવકજીવન ગુણદર્શન જ કરવાનું છે. દોષદર્શન કરવામાં બુદ્ધિમત્તા નથી. કારણ કે સંસાર દોષોથી જ ભરેલો છે. બુદ્ધિમત્તા ગુણદર્શનમાં જ રહેલી છે. હજારો વર્ષોથી ઋષિ-મુનિઓ કહી રહ્યા છે: – દોષ પોતાના જુઓ. - ગુણ બીજાંના જુઓ. -- પોતાનો નાનો દોષ પણ મોટો જુઓ.
જીવન જીવવાની આ કળા છે. જો તમે આ રીતે જીવતા હો તો તમે સાચા અર્થમાં કલાકાર છો ! સભામાંથી અમે લોકો તો આનાથી તદ્દન ઊલટું જ કરીએ છીએ. મહારાજશ્રી ઃ અનાદિકાળથી ઊંધા જ ચાલતા આવ્યા છો ને? - દોષ બીજાંના જુઓ છો. - ગુણ પોતાના જ ગાઓ છો. – બીજાના નાના દોષ પણ મોટા કરીને જુઓ છો. - પોતાનો નાનો ગુણ મોટો કરીને તેનું ગાન કરતા રહો છો. , હવે છોડી દો. આ બધી વાતો તમારા મનને અશુદ્ધ અને ચંચળ બનાવે છે. કોઈ કોઈ વાર ઉત્તમ જીવોની પણ નિંદા થાય છે. સાધુ-મુનિવરોમાં તેમજ શ્રાવકશ્રાવિકાઓમાં પણ કોણ જાણે કોણ તીર્થંકરનો આત્મા હશે ? કોણ ગણધરનો આત્મા હશે? કોણ સર્વજ્ઞનો આત્મા હશે? અરે! જે સાધુ નથી. જે શ્રાવક નથી, સમ્યગૃષ્ટિ નથી એવા લોકોમાં પણ ઉત્તમ આત્માઓ હોય છે. એટલા માટે જ્ઞાનીઓએ કોઈની પણ નિંદા ન કરવાની પ્રેરણા આપી છે.
જીવમાત્રમાં ગુણદર્શન કરવાનું છે અને તેમની પણ યોગ્ય સેવાભક્તિ કરવાની છે. સત્કાર્ય કરીને ભોજન કરવાનું છે. રોજ ભોજન કરો છો એટલા માટે ઉચિત સેવાભક્તિનું સત્કાર્ય પણ દરરોજ કરવાનું છે. કેટલીક વિશેષ વાતો:
ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રીએ આ વિષયની ચર્ચા કરતાં બીજી વાતો પણ કરી છે. એક શ્લોકનું ઉદ્ધરણ આપ્યું છેઃ
जिणपूओचियदाणं परियग-संभालणा उचियकिच्चं । ठाणुववेसो य तहा पच्चकरवाणस्स संभरणं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org