________________
၄၄
શ્રાવકજીવન મહારાજશ્રી આવી અનિવાર્ય સ્થિતિમાં સારા, દયાળુ માણસ પાસેથી પૈસા લેવા; પરંતુ પાછળથી તેને તરત જ પરત આપવાની ચિંતા રાખવી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સેવાના ભાવથી મદદ કરે છે, તેમનો સંપર્ક કરો. તેમની પાસેથી તમે સહાય લઈ શકો છો.
આવક પ્રમાણે ખર્ચની વાત પરિવારના તમામ સભ્યોને સમજાવવાની છે. દરેકની જાગૃતિ રહેવી જોઈએ. ઇજ્જતની ચિંતા કરો :
સમાજમાં રહેવું હોય તો ઇજ્જત હોવી જ જોઈએ. તમે શ્રાવક છો. તમારી આબરૂ સામાજિક સ્તર ઉપર સુરક્ષિત હોવી જ જોઈએ, એટલા માટે આ ચિંતા જરૂરી છે. આબરૂ સદ્ગુણીની હોય છે. સગુણી બે પ્રભાવ બતાવે છે: સન્માન અપાવે છે અને ધનપ્રાપ્તિમાં સહાય કરે છે. સદ્ગણી માણસ પોતાનો તો અભ્યદય કરે જ છે, સાથે સાથે અનેકાનેક મનુષ્યોને પણ ઊંચા લાવે છે અને આગળ વધારવાની ફરજ પણ પૂર્ણ કરે છે. પરંતુ આ બધી વાતો કઠોર પરિશ્રમથી જ શક્ય બને છે. સગુણોના ફળ સ્વરૂપે જ સમૃદ્ધિ, સફળતાઓ અને વિભુતિઓ હસ્તગત થાય છે. આળસુ અને વિક્ષિપ્ત મનુષ્ય - મૂચ્છિત મનુષ્ય તો સુધબુધ ગુમાવીને બેસુધ પયા જ રહે છે. પોતાની ફરજો અદા કરી જ શકતા નથી. તેમને નથી હોતી પોતાની આબરૂની ચિંતા કે નથી હોતી ધન કમાવાની ચિંતા. ધન કમાયા સિવાય તેમનું પૂરું કેવી રીતે થશે? એ લોકો પરાવલંબી બની જાય છે. સ્વજનોસંબંધીઓ જે કોઈ સહાય કરે છે, એટલાથી જ એમનું કામ ચાલે છે. આવા લોકોની સમાજમાં આબરૂ હોતી નથી. ઘરના માણસો પણ એમની ઈજ્જત નથી કરતાં. ઇજ્જત ટકાવી રાખવા કેટલાક ઉપાયો બતાવું છું * ઇજ્જતવાળા લોકો સાથે સંબંધ બાંધવો. * મદ્યપાન, જુગાર, પરસ્ત્રીગમન જેવા વ્યસનોથી દૂર રહો. * સ્મગલિંગ-દાણચોરી જેવા ધંધા ન કરો. * બની શકે ત્યાં સુધી ગુસ્સો ન કરો. * બીજાને સારી સલાહ આપો. * બને ત્યાં સુધી વચન-પાલનમાં તત્પર રહો. * ભૂલ થતાં ક્ષમા માગી લો. * વૃષ્ટિદોષથી બચો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org