________________
૧૦).
શ્રાવકજીવન તેણે કહ્યું : પ્રણામ કરવામાં સંકોચ થાય છે.' મેં કહ્યું? પૈસા માગવામાં સંકોચ નથી થતો?”
તે મૌન રહ્યો. જે માતાપિતા સારાં વસ્ત્રો આપે છે, ભણાવવામાં હજારો રૂપિયા ખર્ચે છે, બીમાર પડતાં સેવા કરે છે, સમયસર ભોજન કરાવે છે અને શક્ય તેટલી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે, એમને પ્રણામ કરવામાં એ છોકરાને સંકોચ થતો હતો ! ' કહ્યું : 'ઠીક છે, કામ કરવામાં, નમન કરવામાં, ચરણસ્પર્શ કરવામાં તને સંકોચ થાય છે, પરંતુ માતાપિતાની સાથે ઝઘડો તો નથી કરતો ને? તેમનું અપમાન તો નથી કરતો ને ? તેમનાં દિલને દુઃખ તો નથી પહોંચાડતો ને ?'
ઉત્તર ન આપ્યો. પરંતુ તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે મારા ખોળામાં માથું મૂકીને રોવા માંડ્યું. હું તેના મસ્તકે હાથ ફેરવતો રહ્યો. થોડા સમય પછી, તે સ્વસ્થ થયો અને બોલ્યોઃ “આજથી આપના કહેવા પ્રમાણે મારું જીવન બનાવીશ. મેં મારી બાને ખૂબ કષ્ટ આપ્યું છે. હવે એનાથી ય વધારે પ્રેમ કરીશ. આપને વચન આપું છું.” - કુતિરી જાતાપિતો માતાપિતાના ઉપકારનો બદલો ચૂકવી શકાતો નથી. એટલા માટે સવાર-બપોર અને સાંજે તેમને નમન કરવું જ જોઈએ. તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. તેમના દ્ભયને દુઃખ ન પહોંચાડવું જોઈએ.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org