________________
૧૦૬
શ્રાવકજીવન બીજે દિવસે તાવ ઊતરી ગયો હતો. અશક્તિ વધારે હતી. અમે એ ગામમાં ત્રણ દિવસ રોકાઈ ગયા હતા. બીજે દિવસે મેં એ સાધુ સાથે વાત કરી. એમની ઉંમર ૬૦ વર્ષથી ઓછી નહીં હોય, મહાન આત્માર્થી હતા. પરંતુ કોઈ કોઈ વાર સંજોગો અને પરિસ્થિતિ માણસને વિવશ બનાવી દે છે. મેં એ ગામમાં શ્રાવકશ્રાવિકાઓને પ્રવચન દરમિયાન ઉચિત માર્ગદર્શન આપ્યું. સાધુ બીમાર પડી જતાં એક હોય કે અનેક હોય, એમની સેવા કરવાનું શાસ્ત્રોએ કહ્યું છે. વધારે અપવાદ બીમાર માટે :
આ પ્રસ્તુત વિષયમાં અમારા આગમગ્રંથોમાં શું કહ્યું છે ? શાસ્ત્રાર્થ શું છે? એ પણ બતાવી દઉં છું. કેટલાક આગમગ્રંથો છે ઉત્સર્ગ માર્ગના, તો કેટલાક છે અપવાદ માર્ગના. ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ' વગેરે આગમો ઉત્સર્ગ માર્ગનાં છે. નિશીથસૂત્ર', બૃહત્કલ્પસૂત્ર', “વ્યવહારસૂત્ર' વગેરે આગમો અપવાદ માર્ગનાં છે. મોક્ષમાર્ગમાં જેટલું મહત્ત્વ મૂળ નિયમોનું છે, એટલું જ મહત્ત્વ અપવાદના નિયમોનું
ઉત્સર્ગ માર્ગ પર ચાલનારો જે પ્રકારે આરાધક છે, એ જ રીતે અપવાદ માગી ઉપર ચાલનારો પણ આરાધક છે. અપવાદ માર્ગનું આલંબન ગુરુદેવની આજ્ઞાથી લેવાનું છે. જ્ઞાનીપુરુષ અપવાદ માર્ગનું આલંબન લેતી વખતે, શિષ્યોને અપવાદ બતાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખે છેઃ
– દેશઃ કયા દેશ-પ્રદેશમાં સાધુ-સાધ્વી રહેલાં છે, – કાલ ? કેવો સમય છે - ભયનો છે કે નિર્ભયતાનો? – વ્યક્તિ મોટી ઉંમરની છે, મધ્યમ ઉંમરની છે કે નાની ઉંમરની છે ? – અવસ્થા નીરોગી અવસ્થા છે કે રોગી અવસ્થા છે?
– ઉપયોગઃમનના ભાવ, શાસ્ત્રસાપેક્ષ છે કે નિરપેક્ષ છે? એટલે કે અપવાદ માર્ગ ગ્રહણ કરવા માટે પુષ્ટ આલંબન જોઈએ અને મનમાં વિચારશુદ્ધિ રહેવી જોઈએ. આ મહત્ત્વપૂર્ણ વાત છે. બીમાર પડેલા સાધુ-સાધ્વી માટે સાધુજીવનના નિયમોમાં ઘણા અપવાદો બતાવ્યા છે. એમાંથી એક અપવાદ બતાવું છું.
એક સાધુને આચાર્યશ્રીએ પોતાનાં વિશિષ્ટ કાર્ય માટે બહારગામ મોકલ્યો. સાધુ જાય છે. રસ્તામાં એક ગામ આવે છે. ગામની બહાર બે-ચાર પુરુષો માર્ગની પાસે જ ઊભા છે. તેમણે સાધુને જોયો. તેઓ સાધુની પાસે આવે છે અને કહે છે “મહારાજ, આ ગામમાં આપના જ ધર્મના એક સાધુ રોકાયેલા છે. તેઓ બીમાર પડી ગયા છે. એમની સેવા કરનાર બીજા કોઈ સાધુ છે નહીં. અમે લોકો જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org