________________
૧૩૬
શ્રાવકજીવન ભાવયોગી પણ કહેવાય છે. એનું ચિત્ત તો મોક્ષમાં, મોક્ષ માટે, મોક્ષ પ્રત્યે જ રમમાણ હોય છે. ભલે દેહ સંસારના કારાગારમાં કેદ હોય. યોગબિન્દુ ગ્રંથમાં કહ્યું છે ?
भिन्नग्रंथेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।
तस्य तत्सर्वं एवेह योगो योगोहि भावतः ॥२०३।। ભિન્નગ્રંથિ (જેની અનાદિ મોહગ્રંથિ ભેદાઈ ગઈ છે) એવા સમ્યવ્રુષ્ટિ જીવના મન-વચન-કાયાના તમામ યોગો ભાવથી યોગરૂપ હોય છે. માટે એ ભાવયોગી કહેવાય છે.
ત્રીજી અવસ્થા છે દેશવિરતિ આત્માની. ભાવયોગી આત્મા ગૃહસ્થજીવનમાં રહેવા છતાં પણ લોભ-મમતા વગેરે બંધનોથી વિમુક્ત રહે છે અને આત્મધ્યાનમાં ડૂબેલો રહે છે.
આ રીતે એ આચાર-વિચારોમાં વિકસિત થઈને જાતજાતના કાયક્લેશો, શારીરિક કષ્ટોને સહન કરતો, માગનુસારીપણાના ગુણોનું સમ્યફ રૂપે પાલન કરતો શ્રદ્ધાળુ બને છે - લોકપ્રિય બને છે અને પુરુષાર્થી બનીને શુભ પરિણામોની વૃદ્ધિ કરતો કરતો સર્વત્યાગની - સર્વવિરતિની અંતિમ ભૂમિકા ઉપર પહોંચી જાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય'ના ૩ યોગ :
યોગની વાત આપણે કરી રહ્યા છીએ તો એના અનુસંધાનમાં બીજી કેટલીક માહિતી પણ હું તમને આપી દઉં. યોગદ્ગષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ યોગોનું પ્રતિપાદન કરેલું છે ૧. ઇચ્છાયોગ, ૨. શાસ્ત્રયોગ અને ૩. સામર્થ્યયોગ. - ઇચ્છાયોગનું વર્ણન કરતા ગ્રંથકાર લખે છેઃ
कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः ।
विकलो धर्मयोगो यः स इच्छायोगःउच्यते ॥ જ્ઞાની પુરુષો શાસ્ત્રાનુસાર અનુષ્ઠાન કરવાની ઇચ્છા ધરાવે છે, પણ પ્રમાદથી, અસાવધાનીથી એમના ધમનુષ્ઠાન વિકલ-દોષયુક્ત હોય છે. આ ઈચ્છાયોગ છે. ઇચ્છા-સદિચ્છાને પણ એમણે યોગમાં પ્રવેશ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org