________________
ભાગ ૩
૧૩પ હવે હું તમને ભવાભિનંદી જીવોના દોષ અને અપુનર્બન્ધક જીવોના ગુણ (દોષથી વિપરીત) બતાવું છું ઃ (૧) ભવાભિનંદી જીવ ક્ષુદ્ર હોય છે. શુદ્ર એટલે કૃપણ-કંજુસ હોય છે. જ્યારે
એનાથી વિપરીત અપુનબંધક જીવ ઉદાર હોય છે. ભવાભિનંદી જીવ લાભરતિવાળો એટલે માગવાના સ્વભાવવાળો પાચનશીલ હોય છે. જ્યારે અપુનબંધક જીવ યાચના કરતો નથી. ભવાભિનંદી જીવ દીન હોય છે. દીનતા કર્યા કરે, વિવશતા બતાવ્યા કરે. જ્યારે અપુનબંધક જીવ અદીન હોય, દીનતારહિત હોય. ભવાભિનંદી જીવ “મત્સરી' હોય છે. બીજાનાં સુખને જોઈને બળ્યા કરે છે. અપુનબંધક જીવ બીજાને સુખી જોઈને હર્ષિત બને છે, પ્રમુદિત થાય
ભવાભિનંદી જીવ ભયથી ફફડ્યા કરે છે. જ્યારે અપુનર્બન્ધક જીવા નિર્ભય હોય છે. ભવાભિનંદી જીવ માયાવી-કપટી હોય; જ્યારે અપુનબંધક આત્મા સરળ, માયારહિત અને નિખાલસ હોય છે. ભવાભિનંદી જીવ અજ્ઞ-મૂખ હોય છે, જ્યારે અપુનર્બન્ધક આત્મા જ્ઞાની-બુદ્ધિમાન હોય છે. ભવાભિનંદી જીવ સંસારપ્રિય હોવાથી દરેક વાતમાં અતત્ત્વનો આગ્રહી બની જાય છે. આના કારણે એનો પુરુષાર્થ નિષ્ફળ બને છે. અપુનર્બન્ધક આત્મા સંસાર પ્રત્યે ઉદાસીન હોવાથી સફળ પુરુષાર્થનો કરનારો થાય છે. અપુનર્બન્ધક આત્માની વિશેષતાઓ ખ્યાલમાં આવી ને? આગળ વધીને આ જીવાત્મા “ગ્રંથિભેદ કરે છે. મોહની અનાદિકાલીન ગ્રંથિઓને કાપે છે, ત્યારે એને સમ્યગ્દર્શન, ગુણની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગ્દર્શનની ભૂમિકા ઉપર રહેલો આત્મા ખરેખર તો યોગીદશાની પ્રારંભિક અવસ્થામાં રહેલો હોય છે. એ સંસારમાં રહેવા છતાં પણ આંતરિક ભાવનાઓ દ્વારા સતત મુક્તિના ઉપાયો માટે ચિંતવ્યા કરે છે. આ જ કારણે સમ્યગદ્ગષ્ટિ જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org