________________
શ્રાવકજીવન
૧૩૪ યોગસાધનાના અધિકારી જીવો ઃ
યોગબિંદુ ગ્રંથ મુજબ બધા જીવો યોગસાધના કરવા માટે યોગ્યતા નથી ધરાવતા. જે જીવો “ચરમાવર્ત કાળમાં આવી પહોંચ્યા છે, એ જીવો જ યોગ્યતા સંપાદન કરી શકે છે. અંતિમ પુદ્ગલપરાવતીને ચરમાવર્ત કાળ કહે છે. ચરમાવત કાળમાં જ જીવને ધાર્મિક, યૌગિક અને આધ્યાત્મિક જાગૃતિ પ્રાપ્ત થાય છે. યોગદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે.
ચરમાવર્તી જીવો સ્વભાવથી મૃદુ, શુદ્ધ અને નિર્મળ હોય છે. એ જીવો સંસારમાં પરિમિત કાળ માટે રહેલા હોય છે. સંસારનાં બંધનોને તોડી નાખવાની ક્ષમતા એમનામાં રહેલી હોય છે. ચરમાવર્તી જીવો જ શુક્લપાક્ષિક બને છે, ભિન્ન ગ્રંથિ બને છે અને દેશવિરતિ - સર્વવિરતિના વાહક બની શકે છે. એમના મન ઉપર મિથ્યાત્વમોહનું તીવ્ર દબાણ નથી હોતું. એમના મનમાં તીવ્ર કષાયજન્ય મલિનતા પણ નથી હોતી. એ જીવો ખરેખર મુક્તિની નિકટ હોય છે. મુત્યપ પ્રાધાન્ય - ત્રિશિકામાં કહેવામાં આવ્યું છે :
चरमावर्तिनो जन्तोः सिद्धरासन्नता ध्रुवम् ।
भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ । ચરમાવર્તી જીવ અવશ્ય મુક્તિના નિકટ હોય છે. એ જીવોએ ઘણા પુદ્ગલ પરાવત વટાવી લીધેલા હોય છે. એ જીવોનું બિન્દુ માત્ર એક આવર્ત જેટલું) શેષ હોય છે. જેમ કે સમુદ્રમાં એક બુંદ પાણી બચ્યું હોય એ રીતે ! આત્મવિકાસની ચાર અવસ્થાઓ :
આત્મવિકાસ તરફ અગ્રેસર થતો ચરમાવર્તી જીવ જે જે સ્થિતિમાંથી પસાર થાય છે એ સ્થિતિઓ ચાર પ્રકારની હોય છે? ૧. અપુનબંધક.
૨. સમ્યગૃષ્ટિ. ૩. દેશવિરતિ.
૪. સર્વવિરતિ, અપુનબંધક જીવ મિથ્યાત્વપરિણામી રહેવા છતાં પણ વિનય, દાક્ષિણ્ય, દયા, વૈરાગ્ય... વગેરે સદ્ગુણોથી સમૃદ્ધ હોય છે. યોગબિંદુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે :
'भवाभिनन्दिदोषाणां-प्रतिपक्षगुणैर्यतः । वर्धमान-गुणप्रायो ह्यपुनबंधको मतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org