________________
ભાગ ૩
૧૩૩
(૩૦) ત્રીસમો યોગ છે સંગનો ત્યાગ ઃ બધાનો સંસર્ગ ત્યાગીને નિઃસંગ થવાનું
છે.
(૩૧) એકત્રીસમો યોગ છે પ્રાયશ્ચિત્ત ઃ થયેલા અને કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ.
(૩૨) બત્રીસમો યોગ છે મરણાંતિક આરાધના મૃત્યુસમયે જે તપ કરવામાં આવે છે એ તપ સાધકે કરવો જોઈએ.
આ બત્રીસ યોગસંગ્રહને યોગની આધારભૂમિ માનવામાં આવી છે. તીર્થંક૨ અને ગણધ૨ ભગવંતોએ આને સુદૃઢ અને ફળીભૂત બનાવવાનો ઉપદેશ આપેલો છે. આ ૩૨ યોગોના સમુચિત પાલનથી શ્રાવક પણ પૂર્ણયોગીની કક્ષાએ પહોંચી શકે છે.
યોગાભ્યાસમાં ગુરુની આવશ્યકતા ઃ
પણ, પૂર્ણ યોગની ભૂમિકા ઉપર પહોંચવા માટે સુયોગ્ય સદ્ગુરુનો સત્સંગ કરવો અનિવાર્ય હોય છે. કારણ કે ગુરુ વગર વિષય કષાયોની ચંચળતા વધતી રહે છે. શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ભાવોનો હ્રાસ થાય છે. ‘યોગસાર’ ગ્રંથમાં પ્રસ્તુત વાતનો સંકેત મળે છે :
“तावद् गुरुवचः शास्त्रं तावत् तावच्च कषाय-विषयैर्यावद् न मनस्तरली
સાધક ગુરુચરણોની ઉપાસના દ્વારા શાસ્ત્રવચનોના મર્મને જાણે છે. તત્ત્વજ્ઞાનના રહસ્યને મેળવે છે. એનાથી એના આધ્યાત્મિક જ્ઞાનમાં સતત વૃદ્ધિ થાય છે અને આત્મવિકાસ ગતિશીલ રહે છે. સંયમની વૃદ્ધિ અને તત્ત્વજ્ઞાન વગેરે માટે ગુરુજનોનું સાન્નિધ્ય જરૂરી છે. સદ્ગુરુના સાન્નિધ્યથી અને એમના કરુણાભીના ઉપદેશથી જ યોગસાધનામાં સફળતા મળે છે. ગુરુસેવા કરવાથી લોકોત્તર તત્ત્વની સંપ્રાપ્તિ થાય છે. ગુરુની ભક્તિ અને એમના સંનિધાનથી સાધકનું મન ધ્યાનમાં એકાગ્ર બને છે - એ અવસ્થામાં એને તીર્થંકર દર્શનનો સાક્ષાત્ લાભ સાંપડે છે અને સાધક પરંપરાએ મોક્ષદશાને પ્રાપ્ત કરે છે.
भावनाः 1 भवेत् ॥ "
એટલા માટે યોગાભ્યાસ સદ્ગુરુના માર્ગદર્શન તળે કરવો જોઈએ. પણ યોગસાધના માટે યોગ્યતા હોવી પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org