________________
૧૩૨
શ્રાવકજીવન જોઈએ. (૧૭) સત્તરમો યોગ છે સંવેગઃ સાધકના હૈયે મોક્ષનો દૃઢ અનુરાગ હોવો
જોઈએ. (૧૮) અઢારમો યોગ છે પ્રશિધિ સાધકનું હૈયું માયા-કપટથી મુક્ત હોવું
જોઈએ. (૧૯) ઓગણીસમો યોગ છે સુવિધિ : સાધક સદનુષ્ઠાન કરનારો હોવો
જોઈએ. (૨૦) વીસમો યોગ છે સંવરઃકર્મોના પ્રવાહને રોકવા માટે સાધક પ્રયત્નશીલ
હોવો જોઈએ. (૨૧) એકવીસમો યોગ છે આત્મદોષ સંહારઃ પોતાના દોષોનો નાશ કરવા
માટે સાધકે તત્પર રહેવાનું છે. (૨૨) બાવીસમો યોગ છે સર્વકામવિરતિ તમામ ઇચ્છાઓ, કામનાઓથી
વિરામ પામવાનું છે. ઈચ્છા, વાસના, અભિલાષા, એષણા - આ બધાથી
મન મુક્ત હોવું જોઈએ. (૨૩) તેવીસમો યોગ છે પ્રત્યાખ્યાન (૧) મૂળગુણોના પ્રત્યાખ્યાન હોવા
જોઈએ. સાધુએ મહાવ્રતો અને શ્રાવકે ૧૨ વ્રતોનો અંગીકાર કરેલો
હોવો જોઈએ. (૨) ચોવીસમો યોગ છે પ્રત્યાખ્યાન (૨) આ યોગમાં ઉત્તર ગુણોના
સંબંધમાં પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ કરવાના હોય છે. (૨૫) પચ્ચીસમો યોગ છે વ્યુત્સર્ગઃ વ્યુત્સર્ગ એટલે ત્યાગ. સાધકે પાપોનો
ત્યાગ કરવાનો હોય છે. (૨) છત્રીસમો યોગ છે અપ્રમાદ સાધુ અને શ્રાવકે પ્રમાદથી મુક્ત રહેવાનું
(૨૭) સત્યાવીસમો યોગ છે લવાલવ પ્રતિપળ સાધુએ સાધ્વાચારના પાલન
માટે જાગ્રત રહેવાનું છે. (૨૮) અઠ્યાવીસમો યોગ છે ધ્યાન ધર્મધ્યાન કરતા કરતા શુક્લધ્યાન તરફ
આગળ વધવાનું છે. (૨૯) ઓગણત્રીસમો યોગ છે મરણાંતિક ઉદય મૃત્યુવેળાએ ક્ષભિત થવાનું
નથી કે દુઃખી થવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org