SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રાવકજીવન આપે છે કે ‘થાક લાગે એવું કોઈ કામ ન કરો, જેથી દર્દ થાય યા પૂરો શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા કમજોરી અનુભવાતી હોય.’ વ્યાયામ કરવાની ક્ષમતાને ધીમે ધીમે કેટલાય મહિનાઓમાં વધારવી જોઈએ. વચમાં ૭-૮ દિવસ વ્યાયામ છોડી દેવાથી ગરબડ ઊભી થઈ જાય છે. વ્યાયામ કરતી વખતે શરીરની લચકની સુરક્ષા પર ધ્યાન આપવું જરૂરી છે. અચાનક લચક આવી જતાં સખત સ્નાયુઓના તૂટવાનો ભય રહે છે. એટલા માટે વ્યાયામ પછી પાંચ મિનિટ શિથિલતાપૂર્વક સૂઈ જવું. ‘શવાસન' કરવું. નિયમિત વ્યાયામ (યોગાસન પણ) કરનારા લોકોમાં આત્મવિશ્વાસ વધે છે અને સર્જનાત્મક શક્તિ પણ વધે છે. સ્વાસ્થ્ય માટે ભોજન-નિયંત્રણ : મુંબઈના એક પ્રસિદ્ધ વૈદ્ય કહે છે કે દવાઓથી શારીરિક લાભ - સ્વાસ્થ્યલાભ નથી થતો - સ્વાસ્થ્યલાભ માટે યોગ્ય ખોરાક ખાવું-પીવું જરૂરી છે. માણસને ખ્યાલ હોવો જોઈએ કે તેની શારીરિક પ્રકૃતિને કયો આહાર અનુકૂળ છે અને કયો આહાર પ્રતિકૂળ છે. જે આહાર પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો જોઈએ અને જે અનુકૂળ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.’ છે -- - આ વાતમાં એક સાવધાની જણાવું છું. અનુકૂળ આહાર હોય પરંતુ અભક્ષ્ય હોય, તો તેનો ત્યાગ કરવો જોઈએ. અભક્ષ્ય પદાર્થ સ્વાસ્થ્યની દૃષ્ટિએ અનુકૂળ હોય તો પણ ન ખાવા જોઈએ, ન પીવા જોઈએ. અભક્ષ્ય અને અપેય પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આજે જ દૃઢ સંકલ્પ સાથે ત્યાગ કરી દો. સ્વસ્થ અને સુખી બની જશો. આજકાલ અજ્ઞાની માણસ ન ખાવાની વસ્તુઓ ખાય છે, ન પીવાની પીએ છે. વગર ભૂખે ખાય છે. ભૂખથી વધારે ખાય છે. રાત્રિમાં પણ ખાય છે. અનુભવી દેશી-વિદેશી ડૉક્ટરોએ એક સર્વેક્ષણથી શોધી કાઢ્યું છે કે ‘આજે મનુષ્ય ખાવાપીવામાં ભયંકર ભૂલ કરી છે.’ જીભની લોલુપતાને કા૨ણે આજકાલ લોકો વાસી પાઉં, ઈંડાંના રસથી મિશ્રિત આમલેટ, કેક, ટીનપેક ફુડ, રાસાયણિક ફ્લેવરયુક્ત આઇસક્રીમ, કોડ્રિંક્સ વગેરે અખાદ્ય-અપેય પદાર્થો ખાઈ-પી રહ્યો છે. આરોગ્ય, તેજ, બળ, શક્તિ, ઓજસ અને આયુષ્યને શીઘ્ર ક્ષીણ કરતો જાય છે. તમે લોકો ખાતા-પીતા રહો છો અને પેટના ખરાબ હાલ કરતા જાઓ છો. સ્વાસ્થ્ય અને આરોગ્યને નષ્ટ કરીને પેટ બગાડતા જાઓ છો. યાદ રાખો, છેવટે જિંદગીથી હાથ ધોઈ બેસશો. એટલા માટે સાવધાન થઈ જાઓ. કોઈ પણ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy