SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૩૯ પેટમાં નાખતા પહેલાં અભક્ષ્ય, અપેય, અશુદ્ધ, સ્વાસ્થ્યઘાતક પદાર્થોને દૂરથી સલામ કરી દો. આપણા જૈનધર્મમાં ખાવાપીવાની બાબતમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી છે. આ દૃષ્ટિથી તપશ્ચર્યાનું, બાહ્ય તપનું વિશેષ મહત્ત્વ છે. મહિનામાં ઓછામાં ઓછા એક યા બે ઉપવાસ કરતા રહો. ભૂખ કરતાં કંઈક ઓછું ખાતા રહો. • ઘી-દૂધ, દહી, તેલનો ઉપયોગ ખૂબ ઓછો કરો. તળેલા પદાર્થો અને મિષ્ટાન્ન ખૂબ ઓછા ખાઓ. બને તો સંપૂર્ણ ત્યાગ જ કરો. ખૂબ ઓછા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય માટે દવા પાસે ન જાઓ : જ્યારે સ્વાસ્થ્ય બગડે છે ત્યારે તમે ડૉક્ટર પાસે - ચિકિત્સક પાસે જાઓ છો. ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. ત્રણ-ચાર દવાઓનાં નામ...... પેટન્ટ, ઇન્જેક્શન, વિટામિનની ગોળીઓ વગેરે લખી નાખે છે. એક વિદુષી વિદેશી મહિલા ડૉક્ટરે ડૉક્ટરોની કોન્ફરન્સમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું : ‘આપણે પ્રિસ્ક્રિપ્શન લખવાની કળા ભૂલતા જઈએ છીએ. આપણે જાણ્યેઅજાણ્યે વિદેશી દવાઓની કંપનીઓના એજન્ટ બની ગયા છીએ.' કેટલી માર્મિક વાત ક૨ી છે એ મહિલા ડૉક્ટરે ? બીજા એક પ્રસિદ્ધ ડૉક્ટરે કહ્યું હતું ઃ ‘આજકાલની સર્વ પેટન્ટોને એકઠી કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે, તો માનવસૃષ્ટિ ઉપર મહાન ઉપકાર થશે.’ વર્તમાનકાળની તબીબી-ચિકિત્સા પદ્ધતિ વધુ ખર્ચાળ તો છે જ, સાથે સાથે ભયંકર પણ છે. એ દવાઓમાં વધારે પ્રમાણમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. એ દવાઓથી ફાયદો ઓછો પણ નુકસાન વધારે થાય છે. જે રીતે એલોપથી ભયજનક છે, નુકસાન કરનારી છે, એ રીતે આયુર્વેદિક દવાઓ પણ હવે એટલો ફાયદો નથી કરતી-જેટલો ક૨વો જોઈએ. પ્રાચીન કાળના જાણકાર વૈદ્ય હવે લુપ્ત થઈ ગયા છે. દેશી દવાઓની અનેક ફાર્મસીઓ વધી રહી છે, ઔષધાલયો વધતાં જાય છે, રસશાળાઓ વધતી જાય છે. મશીનો દ્વારા ઝડપથી દવાઓ બનાવવામાં આવે છે અને દવાઓમાં ભેળસેળ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy