________________
ભાગ ૩
૩૭ ઉંમરલાયક લોકોમાંથી ૭પ%ની ચરબી વ્યાયામથી ઘટે છે.
– ફરવું, દોડવું વગેરે વ્યાયામોથી હાડકાંનું કેલ્શિયમ વધે છે. એનાથી “ઓસ્ટિયો- પોરોસિસ' નામનો રોગ થતો નથી. એનાથી જીવનસંધ્યાએ પણ હાડકાંની દુર્બળતા યા તો તેમના તૂટવાનો ભય રહેતો નથી.
વિસ્કોસિન વિશ્વવિદ્યાલયની પ્રયોગશાળાની નિર્દેશિકા ઇવરેટ એલ સ્મિથે જોયું કે ૬૯ થી ૯૫ વર્ષની સ્ત્રીઓ ત્રણ વર્ષ સુધી સપ્તાહમાં ત્રણ દિવસ ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરે છે, તો તેમનાં હાડકાંમાં લવણની માત્રા ૨/૩ ટકા વધે છે, જ્યારે વ્યાયામ ન કરનાર સ્ત્રીઓમાં ૩|૩ ટકા ઘટી છે.
- વ્યાયામ કરનારી સ્ત્રીઓને સ્તન કેન્સર અને પ્રજનન અંગોનું કેન્સર થવાનો ભય ખૂબ અલ્પ હોય છે. આ તથ્ય કોલેજની ૫૦૦૦ ખેલાડી મહિલાઓની તપાસ કરવાથી ખબર પડી. આ અધ્યયનની નિર્દેશિકા બહાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ” પ્રજનન જીવવિજ્ઞાની “રોજ ફેશ' અને જૈવ સાંખ્યિકીવિદ્દ ગ્રેસ વાયશાકનો વિશ્વાસ છે કે ખેલાડી મહિલાઓમાં એસ્ટ્રીજનાની માત્રા ઓછી હોવાથી તેમને કેન્સર નથી
થતું.
- વ્યાયામથી ઉંમર સાથે સખત થતી જતી મુલાયમ માંસપેશીઓમાં ચરબીની વધેલી માત્રા ઘટે છે અને શારીરિક કામ કરવાની ક્ષમતા વધે છે.
- ટેક્સાસ વિશ્વવિદ્યાલયની એક શોધ-ટીમ અનુસાર ૬૦ વર્ષના વૃદ્ધો કે જેઓ જોગિંગ કરે છે યા ટેનિસ ૨૦ વર્ષ સુધી રમે છે, તેઓ ૨૦ વર્ષના નિષ્ક્રિય લોકોથી વધારે તંદુરસ્ત રહે છે.
- વજન-નિયંત્રણ વિશેષજ્ઞોનો ખ્યાલ છે કે વ્યાયામથી વધારાનું વજન જરૂર ઘટે છે. એનાથી શરીરની ચયાપચયક્રિયાનો દર વધે છે. શરીરના કમજોર અવયવો મજબૂત થાય છે.
- અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ યા ચાર વાર ૧૫ થી ૩૦ મિનિટ સુધી અટક્યા વગર વ્યાયામ કરો. હવે હું કેટલીક સાવચેતીઓ - વ્યાયામ સંબંધમાં જણાવું છું. વ્યાયામમાં કેટલીક સાવચેતીઓ :
– ૩પ વર્ષની ઉપરની ઉંમરના લોકો, જેને જૂની બીમારી હોય યા જેમના પરિવારમાં દયરોગ વારસાગત રોગ હોય તેઓ વ્યાયામ કરતા પહેલાં પોતાની શારીરિક તપાસ કરાવી લે અને ચિકિત્સકની સલાહ લીધા પછી જ વ્યાયામ કરે.
– લેલેન્ડ - ફૂલોરિડાના હૃદયરોગ નિષ્ણાત ડો. હેનરી ડી. મેકિંટોશ ચેતવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org