________________
ભાગ ૩
બીજું પચ્ચક્ખાણ પોરસી
હવે બીજું પચ્ચક્ખાણ તમે લોકો સમજી લો. બીજું પચ્ચક્ખાણ છે પોરસી. વર્તમાન સમયમાં લોકો એને પોરસી' કે 'પોરિશી' કહે છે. સૂર્યોદય પછી એક પ્રહર ત્રણ કલાકનો સમય ગયા પછી મુખમાં અશન આદિ નાખવામાં આવે છે. પહેલાં જ્યારે ઘડિયાળ ન હતાં એ જમાનામાં જ્યારે પુરુષ પ્રમાણ છાયા (સૂર્યના પ્રકાશમાં) પૃથ્વી ઉપર પડતી હતી ત્યારે આ પચ્ચક્ખાણ પૂર્ણ થતું હતું.
-
૨૭
-
એ જમાનામાં જ્યારે ઘનઘોર વાદળોથી સૂર્ય ઢંકાઈ જતો હતો, આકાશ ધૂળથી છવાઈ જતું, મનુષ્ય અને સૂર્ય વચ્ચે પહાડ હોય, સૂર્ય દેખાતો ન હોય એવા સમયે કોઈ વાર પોરસીનો સમય પૂર્ણ ન થયો હોવા છતાં ‘સમય થઈ ગયો છે’ એવું સમજીને પચ્ચક્ખાણ પૂર્ણ કરી લેતા હતા. આવી સ્થિતિમાં પચ્ચક્ખાણનો ભંગ થતો ન હતો.
આજના યુગમાં તો લગભગ પ્રત્યેક સ્ત્રીપુરુષ પોતાના હાથ ઉપર ઘડિયાળ બાંધે છે ! દરેક ઘરમાં, ઉપાશ્રયમાં, મંદિરમાં સર્વ સ્થળે પ્રાયઃ ઘડિયાળ રાખવામાં આવે છે. ઘડિયાળને આધારે જ પચ્ચક્ખાણનો સમય જોવામાં આવે છે, સૂર્યને આધારે નહીં. જો કે ઘડિયાળ સૂર્ય પર આધારિત છે અને આજે દુનિયા ઘડિયાળ પર જ ચાલે છે !
જ્યારે લોકો પાસે ઘડિયાળ ન હતાં ત્યારે લોકો દિશાઓને આધારે પચ્ચક્ખાણને પૂર્ણ કરી લેતા હતા. જ્યારે પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માની લેતા હતા ત્યારે તેમની ભૂલ થઈ જતી હતી. પોરસીનો સમય પૂર્ણ ન થયો હોવા છતાં પણ તેઓ પૂર્ણ થયો સમજી લેતા હતા અને મુખમાં અશનાદિ નાખી દેતા હતા. આવી સ્થિતિમાં તેમનું પચ્ચક્ખાણ ભાંગતું ન હતું.
પોરસીનો સમય ન થયો હોય એ સમયે કોઈ શ્રદ્ધેય વ્યક્તિએ બોલી નાખ્યું કે પોરસીનો સમય થઈ ગયો છે' અને સાંભળનારો મુખમાં પાણી નાખી દે, તો એનો પચ્ચક્ખાણ-ભંગ થતો નથી. કારણ કે એનો ભાવ પચ્ચક્ખાણ-ભંગનો નથી હોતો.
એ રીતે કોઈ વ્યક્તિએ પોરસી-પચ્ચક્ખાણ કરી લીધું છે. પછી તેનાં શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થાય, એનાં મનમાં આર્તધ્યાન યા રૌદ્રધ્યાન પેદા થાય, તો એ ધ્યાનથી (દુર્ધ્યાનથી) બચવા જો એને ઔષધ-અનુપાનાદિ પોરસીનો સમય આવ્યા પહેલાં દઈ દેવામાં આવે - અથવા તે જાતે લઈ લે, તો પણ પચ્ચક્ખાણનો ભંગ નથી થતો.
આ પ્રકારે જો કદાચ પૂર્વ દિશાને પશ્ચિમ દિશા સમજી લે છે (ઘડિયાળ નથી)
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org