________________
૨૮
શ્રાવકજીવન
અને પોરસીનો સમય આવ્યા પહેલાં મુખમાં અશનાદિ નાખી દે છે, તો તેનો પચ્ચક્ખાણ-ભંગ થતો નથી. કારણ કે એનો ભાવ પચ્ચક્ખાણનો ભંગ કરવાનો નથી.
એક વિશિષ્ટ અપવાદ બતાવું છું. કોઈ વૈદ્ય યા ડૉટર છે. એણે પોરસીનું પચ્ચક્ખાણ લીધું હોય, પરંતુ કોઈ વિશેષ દરદીની સમતા-સમાધિ માટે જવું આવશ્યક છે. વગર ભોજને તે જઈ શકે તેમ ન હોય, તો તે પોરસીના સમય પહેલાં જ ભોજન કરી લે, તો એના પચ્ચક્ખાણનો ભંગ માનવામાં આવતો નથી. બીજા જીવોને સમાધિ-સમતા આપવી એ મહાન ધર્મ છે. હેતુ-પ્રયોજન શુદ્ધ હોવાથી સમયની પહેલાં પચ્ચક્ખાણ પારવું દોષયુક્ત નથી. અહીં આશયશુદ્ધિનું પ્રાધાન્ય માનવામાં આવ્યું છે. પરંતુ એક વાત છે : એ વૈદ્ય યા ડૉક્ટર ભોજન કરતો હોય અને તેને ખબર પડે કે ‘એ દરદી મરી ગયો છે,’ તો એ સમયે જ એણે ભોજન છોડી દેવું જોઈએ. પરંતુ જો એ ભોજન ચાલુ રાખે તો પચ્ચક્ખાણનો ભંગ થઈ જાય. આખી વાત વ્યક્તિના વિવેક પર નિર્ભર છે.
ત્રીજું પચ્ચક્ખાણ સાર્ધપોરસી :
કેટલાંક સ્ત્રીપુરુષો ‘સાર્ધપોરસી’નું પચ્ચક્ખાણ કરે છે. ચાલુ ભાષામાં એને ‘સાઢપોરસી' પણ કહે છે. કેટલાક પ્રદેશોમાં 'દેઢપોરસી' પણ કહે છે. આ પચ્ચક્ખાણ સૂર્યોદય પછી દોઢ પ્રહર (૪-૩૦ કલાક) વીત્યા પછી આવે છે. જેમ કે સૂર્યોદય સાત વાગે થાય, તો સાઢપોરસીનું પચ્ચક્ખાણ ૧૧-૩૦ મિનિટ થયા પછી આવે છે. સૂર્યોદય ક્યારે થાય છે તે ખ્યાલ હોવો જોઈએ. ભિન્નભિન્ન પ્રદેશોમાં સૂર્યોદયનો સમય ભિન્નભિન્ન હોય છે. જો કે આજકાલ પ્રાદેશિક છાપાઓમાં સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય છપાય છે.
ચોથું પચ્ચક્ખાણ પુરિમાર્થ્ય' :
આ પચ્ચક્ખાણને ‘પુરિમટ્ટુ’ પણ કહે છે. દિવસના બે પ્રહર, એટલે કે દિવસનો પૂર્વાર્ધ પૂર્ણ થતાં આ પચ્ચક્ખાણ પારવાનું હોય છે. પરંતુ આ પચ્ચક્ખાણ ક૨ના૨ મહાનુભવને જો કોઈ મહત્ત્વપૂર્ણ કામ આવી જાય અને એ કામ બીજું કોઈ ન કરી શકે તેમ હોય તેમજ તે વ્યક્તિ ભોજન કર્યા વગર કાર્ય કરવામાં શક્તિમાન ન હોય, તો તે પચ્ચક્ખાણના સમય પહેલાં પણ ભોજન કરી શકે છે.
પચ્ચક્ખાણ કરવાથી જે કનિર્જરા થાય છે એનાથી વધારે કનિર્જરા કરાવનારું કાર્ય હોવું જોઈએ. જ્ઞાની પુરુષો જ આ નિર્ણય કરી શકે છે. શાસ્ત્રોમાં એવાં કેટલાંક મહત્ત્વનાં કાર્યોની સૂચિ મળે છે ઃ
રસ્તામાં અથવા કોઈ ગામમાં કોઈ સાધુ બીમાર પડી ગયા હોય, તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org