________________
૨૬
શ્રાવકજીવન
૩. ખાદિમ : ખાદિમ એટલે ખાવા યોગ્ય પદાર્થ. પરંતુ જે ખાવાથી પૂર્ણ તૃપ્તિ નથી થતી, કંઈક સંતોષ થાય છે, તેને ખાદિમ’ કહેવાય છે. જેમ કે ચણા(શેકેલા), શેકેલા ઘઉં, સાકર, બદામ, દ્રાક્ષ, કાકડી, કેરી, કેળાં વગેરે ફળો, નારિયેળ વગેરે ખાદિમ છે.
૪. સ્વાદિમ : જે પદાર્થો સ્વાદ માટે ખાવામાં આવે છે, કોઈ વાર ઔષધના રૂપમાં પણ ખાવામાં આવે છે. જેમ કે સર્વ પ્રકારના મુખવાસ, સોપારી, જીરુ, હરડે, પીપર, સૂંઠ, ગોળ, મરી-કાળાં મરી, અજમો, આમળાં વગેરેનો સમાવેશ સ્વાદિમમાં થાય છે.
અશનાદિનો વ્યુત્પત્તિ-અર્થ :
અશનાદિ ચારેનું વિભાગીકરણ તમને સંક્ષેપમાં બતાવ્યું છે. આ વિષયમાં કોઈ નવી જિજ્ઞાસા મનમાં પેદા થાય તો મારી પાસે આવીને પૂછવું. અથવા બીજા કોઈ જાણકા૨ને પૂછીને સમાધાન મેળવવું. આ ચારે વાતોનાં જે નામ છે, એ નામોના આધાર પર ‘શબ્દ’ ને તોડીને શાસ્ત્રોમાં જે અર્થ બતાવવામાં આવ્યા છે, એ અર્થ પણ સમજવા જેવા છે !
आशु क्षुधां शमयति इति अशनम् ।
જે તરત જ ક્ષુધાને શાન્ત કરે છે તે ‘અશન’ કહેવાય છે. प्राणानां उपकारे वर्तते इति पानम् ।
જે ઇન્દ્રિયાદિ પ્રાણો ઉપર ઉપકાર કરે છે તે પાન' કહેવાય છે.
खाद्यते इति खादिमम् ।
જે ખાઈ શકાય છે તે ‘ખાદિમ’ કહેવાય છે.
स्वादयति रसादि गुणान् (गुडादि द्रव्यम्) इति स्वादिमम् । જેમાં રસાદિનો સ્વાદ કરવામાં આવે છે એ ‘સ્વાદિમ’ કહેવાય છે. આની બીજી વ્યુત્પત્તિ પણ સારી છે.
सादयति- विनाशयति स्वकीय गुणान्
माधुर्यादीन् स्वाद्यमानयति स्वादिमम् ॥
માધુર્યાદિનો સ્વાદ કરવાથી જે આત્મગુણોનો નાશ કરે છે તે ‘સ્વાદિમ.’ કેટલી સુંદર વ્યુત્પત્તિ કરવામાં આવી છે ? સંસ્કૃત ભાષાની આ વિશેષતા છે ! જ્ઞાની પુરુષો શબ્દોમાંથી અર્થ કાઢે છે !
મારા ખ્યાલ મુજબ અશનાદિ ચારે આહાર અંગે તમને પૂરતું જ્ઞાન મળી ગયું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org