________________
૨૫
ભાગ ૩ છે. એ ધર્મનું જ્ઞાન તમને હોવું જોઈએ. પહેલું પચ્ચકખાણ નવકારશી :
દરરોજ કેટલાય નાના-મોટા શ્રાવક-શ્રાવિકાઓ આ પચ્ચક્ખાણ લેવા અમારી પાસે આવે છે. આ પચ્ચકખાણનો સંબંધ બે બાબતો સાથે છે ઃ સૂર્યોદય પછી બે ઘડી - ૪૮ મિનિટ વ્યતીત થઈ હોવી જોઈએ. આ પ્રથમ વાત છે. બીજી વાત છે શ્રી નવકાર મંત્રના સ્મરણની! સૂર્યોદય પછી ૪૮ મિનિટ પસાર થઈ ગયા પછી શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરીને મોઢામાં પાણી નાખવું, ભોજન કરવું. આ નવકારશીનું પચ્ચકખાણ છે.
આ પચ્ચખાણનું ખાસ “સૂત્ર’ હોય છે. પચ્ચકખાણ દેનાર આ સૂત્ર બોલે છે. લેનારો નતમસ્તક હોય છે. બે હાથ જોડીને ઊભા ઊભા આ સૂત્ર સાંભળે છે. જ્યારે સૂત્રમાં પંખેરું બોલે ત્યારે લેનાર બૈરવામિં બોલે છે. સભામાંથી ? અમે તો નથી બોલતા ! મહારાજશ્રીઃ હવે બોલજો ! બોલવું જોઈએ અને ગુરુ જ્યારે વસિર્ફ બોલે ત્યારે તમારે વોસિરામિં બોલવું જોઈએ.
જ્યાં સુધી સૂર્યોદય પછી ૪૮ મિનિટ ન વીતે ત્યાં સુધી તમારે મુખમાં આહાર (અશન), પાણી, ખાદિમ અને સ્વાદિમ - આ વસ્તુઓ ન નાખવી જોઈએ. હા, પચ્ચકખાણની અત્યંત વિસ્મૃતિ થઈ જતાં અને અતિ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જતાં એકાએક મુખમાં કંઈ પણ નાખી દીધું, તો પચ્ચકખાણનો ભંગ નથી થતો.
સભામાંથી ? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - આ ચાર વાતો અમને સમજાવો.
મહારાજશ્રીઃ જરૂર સમજાવીશ. સમજવું જરૂરી પણ છે. પચ્ચખાણનું સ્વરૂપ સમજવા માટે ચાર શબ્દો સમજવા જ પડે છે! સાધુપુરુષોનાં પ્રવચનમાં આ ચાર શબ્દો સાંભળતા જ હશો. હવે સારી રીતે સમજી લો.
૧. અશનઃ ચોખા, ઘઉં-જુવાર, બાજરી વગેરે ધાન્ય “અશન' કહેવાય છે. સર્વ પકવાનો પણ અશન કહેવાય છે. સર્વ પ્રકારનાં દ્વિદળ” - મગ, ચણા વગેરે પણ. અશન કહેવાય છે.
૨. પાન પાન એટલે પીવાની વસ્તુ. કૂવાનું પાણી, સરોવરનું પાણી, સર્વ પ્રકારના ફળોનો રસ, ચોખા વગેરેનું ધોયેલું પાણી-ઓસામણ, કાકડીની અંદરનું પાણી, નદી-ઝરણાંનું પાણી - આ સર્વ પાન” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org