________________
પ્રવચન ઃ ૫૦
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું વિશદ વર્ણન કર્યું છે. શ્રાવકની દિનચર્યા બતાવતાં તેમણે કહ્યું છે કે ઃ
तदन्वेव प्रत्याख्यानक्रिया ॥७६॥
ભોજન કર્યા પછી શ્રાવકે પ્રત્યાખ્યાન' કરવું જોઈએ. એટલે કે તેણે ચાર પ્રકારના આહારમાંથી કેટલાક આહારોનો ત્યાગ કરવો જોઈએ. (જો કે પ્રવચન : ૩૦માં 'સમ્યક્દ્ પ્રત્યાઘ્યાનક્રિયાઃ ।' સૂત્ર ઉ૫૨નાં વિવેચનમાં પચ્ચક્ખાણ અંગે વિસ્તૃત માહિતી આપેલી જ છે; છતાં આજે આ સૂત્રનાં વિવેચનમાં ફરીથી એ વાતો યાદ કરાવું છું.)
‘પ્રત્યાખ્યાન’ એટલે પચ્ચક્ખાણ. આપણા સમાજમાં ‘પચ્ચકખાણ’ શબ્દ વધુ પ્રચલિત છે. પ્રત્યાખ્યાન' શબ્દ એટલો પ્રચલિત નથી.
ભોજન પછી જે પચ્ચક્ખાણ ક૨વાનું કહેવામાં આવ્યું છે તે શ્રાવકે સ્વયં પચ્ચક્ખાણ કરવાનું છે. આમ તો સામાન્ય નિયમ એવો છે કે શ્રાવકે વિનયપૂર્વક ગુરુદેવની પાસે જઈને પચ્ચક્ખાણ કરવું. આ નિયમમાં ‘ચતુર્ભૂગી’ બને છે. પચ્ચક્ખાણ લેવાનું હોય છે, પચ્ચક્ખાણ આપવાનું હોય છે. લેનાર અને આપનાર બંને શાની હોવા જોઈએ. એટલે કે બંનેને પચ્ચક્ખાણનાં સ્વરૂપ અને પ્રકારોનું જ્ઞાન હોવું જોઈએ. આ શ્રેષ્ઠ માર્ગ છે.
—
પચ્ચક્ખાણ લેનારો અજ્ઞાની હોય, એટલે કે પચ્ચક્ખાણનું સ્વરૂપ ન જાણતો હોય, પ્રકાર અને ‘આગાર’નું પણ જ્ઞાન ન હોય; પરંતુ પચ્ચક્ખાણ દેનાર ગુરુ જ્ઞાની હોય તો આ મધ્યમ માર્ગ છે.
પચ્ચક્ખાણ લેનાર જ્ઞાની હોય, પરંતુ દેનાર અજ્ઞાની હોય તો આ નિકૃષ્ટ
--
માર્ગ છે.
પચ્ચક્ખાણ લેનાર અજ્ઞાની હોય અને દેનાર પણ અજ્ઞાની હોય, તો આ નિષિદ્ધ માર્ગ છે. સંપૂર્ણ અશુદ્ધ છે.
કેટલાંક પ્રચલિત પચ્ચક્ખાણ ઃ
આજે પ્રથમ તો હું તમને કેટલાંક પ્રચલિત પચ્ચક્ખાણો અંગે વાત કરીશ. જેથી તમે પણ પચ્ચક્ખાણ સંબંધમાં જ્ઞાની બની શકો. પચ્ચક્ખાણ એક વિશિષ્ટ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org