________________
ભાગ ૩ ચારિત્રવાન સાધુપુરુષોનો પરિચય હશે, તો તમારા મનની સમસ્યાઓનું, પ્રશ્નોનું સમાધાન મળતું રહેશે. ‘શ્રીપાળચરિત્ર'માં તમે મયણાસુંદરીનું તેમજ શ્રીપાલનું ચરિત્ર વાંચ્યું છે ને? સાંભળ્યું પણ હશે? એ ચરિત્રમાંથી તમે શું સાર ગ્રહણ કયો ?
– મયણાસુંદરીનું લગ્ન એના પિતાએ એક કુષ્ઠરોગી યુવક સાથે કરાવી દીધું હતું. રાજકુમારી મયણાસુંદરીએ વગર રીસ-રોષે, સમતાભાવથી કુષ્ઠરોગીનો પતિના રૂપમાં સ્વીકાર કરી લીધો. આ એક સમસ્યા હતી મયણાસુંદરીની. પરંતુ તેની પાસે :
- તત્ત્વજ્ઞાન હતું. – પરમાત્મશ્રદ્ધા હતી. – સદ્ગુરુનો પરિચય હતો. - તત્ત્વજ્ઞાનથી એણે મનનું સમાધાન કર્યું હતું. - પરમાત્મશ્રદ્ધાથી તેણે પોતાના પતિને આશ્વાસન આપ્યું હતું અને - સગુરુદેવ મુનિચંદ્રસૂરિજી પાસેથી સિદ્ધચક્ર મહામંત્રની આરાધના
ઉપાસનાનો માર્ગ મેળવીને પતિનો કુષ્ઠરોગ મટાડી દીધો હતો. પતિ
શ્રીપાલના દ્ધયમાં સિદ્ધચક્ર મહાયંત્રની પ્રતિષ્ઠા કરી દીધી હતી. પાછળથી વિદેશયાત્રા દરમિયાન શ્રીપાલના જીવનમાં અનેક વિકટ પ્રશ્નો ઊભા થયા હતા. પ્રાણાન્ત કષ્ટ પડ્યાં હતાં, પરંતુ શ્રીપાલ એમાં ફસાયા ન હતા, કારણ કે તેમની પાસે સિદ્ધચક્રની આરાધના હતી. દ્રઢ વિશ્વાસ હતો. એટલે કે સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી એ મહાયંત્રના અધિષ્ઠાયક દેવ વિમલેશ્વર' એની સામે પ્રકટ થતા હતા અને તેમનાં વિઘ્નો દૂર થઈ જતાં હતાં. તે જે ઈચ્છતા હતા તે થઈ જતું હતું. સિદ્ધચક્રની ઉપાસનાનો શ્રેષ્ઠ ધર્મ હતો. તેમની પાસે કરોડો રૂપિયા હતા. અનેક રાણીઓ હતી. પરંતુ તેમણે “ધર્મ” ત્યજી દીધો ન હતો. ધર્મને મૃત્યુપર્યત પોતાના દ્ભયમાં રાખ્યો હતો. અર્થપુરુષાર્થની ઉપેક્ષા ન કરો :
તમારે એક વાત ભૂલવાની નથી કે તમે એક ગૃહસ્થ છો. ગૃહસ્થજીવનમાં પૈસાનું એટલું જ મહત્ત્વ છે, જેટલું જીવનમાં હવા અને પાણીનું મહત્ત્વ છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ સમુચિત અર્થપુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો છે. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી અર્થોપાર્જન કરવું જોઈએ.
કેટલાંક વર્ષો પહેલાં મને એક મૂર્ખ મળ્યો હતો. એણે કોઈ મુનિરાજના પ્રવચનમાં સાંભળ્યું હતુંઃ “બધા અનર્થોનું મૂળ અર્થ છે. તે મૂર્ખ ધંધો છોડી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org