________________
શ્રાવકજીવન એનું નામ છે ડિપ્રેશન.” આ રોગની આજ સુધી કોઈ દવા શોધાઈ નથી. છતાં પણ રોગ કાબૂમાં રહે એવી દવા આપી શકાય.” બીજા ડૉકટરે કહ્યું: "આ દવા આપવાથી સાઈડ ઈફેકટ’ ખરાબ પડશે.” ગૌરવે દવા ન લીધી.
તેની બેચેની ખૂબ વધી પડી. ભાઈબહેન, માતા, પિતા, પત્ની, ભાગીદાર - બધા લોકો ગભરાઈ ગયા. ચિંતાતુર થઈ ગયા. કોઈ ઉપાય સૂઝતો નથી.
ગૌરવ મારા એક પરિચિત ભાઈનો દોસ્ત હતો. તેણે ગૌરવને કહ્યું : “ચાલ, હું તને એક મહારાજ સાહેબ પાસે લઈ જાઉં છું. તને સારું થઈ જશે.” પહેલાં તો ગૌરવે ઇન્કાર કરી દીધો, પણ પાછળથી તે માની ગયો. મારી પાસે આવ્યો.
મેં એના મોઢેથી બધી વાતો સાંભળી - શાંતિથી બે કલાક સુધી સાંભળતો રહ્યો અને સંવેદના જગાડતો રહ્યો. પછી મેં કહ્યું તેને સારું થઈ જશે. તેના મુખ ઉપર આશાની રોશની ફેલાઈ ગઈ. નિરાશાનો અંધકાર દૂર થઈ ગયો. મેં પાછળથી તેને જીવનમાં ધર્મપુરુષાર્થનું મહત્ત્વ સમજાવ્યું. – પરમાત્માની પૂજા કેવી રીતે કરવી, એ સમયે કયા કયા વિચારો કરવા વગેરે
બતાવ્યું. ભાવપૂજા કરવાનું માર્ગદર્શન આપ્યું. – “સામાયિક' અને મંત્રજાપ બતાવ્યો. -- કઈ ચોપડીઓ વાંચવી, તેનું લિસ્ટ આપ્યું. – માતાપિતા અને પત્નીનું દિલ ન દુભવવાની હિતશિક્ષા આપી. - બાળકો સાથે હસી-મજાક કરતાં તેમની સાથે સારી વાતો કરવાનું કહ્યું. – કોઈ પણ વાતની ચિંતા ન કરતાં કર્મવાદ' પર વિશ્વાસ રાખવાનું કહ્યું. - દીન, અનાથ, અપંગ, અંધજનોને ભોજન આપવાનો ઉપદેશ આપ્યો.
તેણે બધી વાતો માની લીધી. તેની ઉદાસીનતા ત્રીજા જ દિવસે ચાલી ગઈ. તેનું ડિપ્રેશન’ દૂર થઈ ગયું. આજે એ ઉપર બતાવ્યા મુજબ જીવનમાં ધર્મપુરુષાર્થ કરતો પોતાનું ગૃહસ્થ જીવન આનંદથી જીવી રહ્યો છે.
ભલે ને તમારી પાસે લાખો-કરોડો રૂપિયા હોય, ભલે ને સારો પરિવાર હોય; પરંતુ જો જીવનમાં ધર્મને સ્થાન નહીં આપો તો મનનું સમાધાન નહીં થાય, અને મનનું સમાધાન અતિ આવશ્યક છે. સંસારમાં સમસ્યાઓનો તો અંત જ નથી. નવી નવી સમસ્યાઓ ઊભી થતી રહે છે. જો સમસ્યાઓ દૂર નથી થતી તો મનુષ્ય અશાન્ત, બેચેન અને વ્યગ્ર બની જાય છે. ન કરવા જેવાં કામ કરી બેસે છે. દુઃખી થઈ જાય છે. પરિવારને પણ દુઃખી કરી દે છે.
જો તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હશે, જ્ઞાની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org