________________
ભાગ ૩
એ દુષ્ટ આપણાં ઘરને ઉજાડી દીધું છે, મારી મા એને વશ થઈ ગઈ છે. તમે તો ઘરનો કદી વિચાર કરતા નથી. માની સાથે વાત પણ કરતા નથી. એ દુષ્ટ માની સાથે બબ્બે-ચાર ચાર કલાક વાતો કરતો બેસી રહે છે. બન્ને જણાં હસે છે અને બન્ને જણાં શું શું કરે છે?....'તમે તો પૈસાની પાછળ પાગલ બની ગયા છો, પપ્પા.... આજે એ દુષ્ટ મને એકલી જોઈને આવ્યો હતો. મને પકડવા આગળ વધ્યો ને મેં તેના ગાલ ઉપર તમાચો લગાવી દીધો... અને તમે આવી ગયા.'
રામેશ્વર ઊંડા વિચારમાં ડૂબી ગયો. છોકરી પાસે જઈને બોલ્યો: ‘મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે દીકરી....... હવે હું ભૂલ સુધારું છું. જે કંઈ બગડ્યું છે, તે માટે કારણે બગડ્યું છે, ન તારી માની ભૂલ છે, ન તો એ સુબોધનો દોષ છે. હવે હું બગડેલી વાતને સુધારીશ.”
- પહેલું કામ એણે ઘર બદલવાનું કર્યું. – બીજું કામ તેણે પોતાની પત્નીને સમજાવવાનું કર્યું. – ત્રીજું કામ તેણે સુબોધને ચેતવણી આપવાનું કર્યું. – ચોથું કામ પરિવાર સાથે બેસવાનું, ફરવાનું અને ઘરનાં કાર્યો કરવાનું કર્યું. - પાંચમું કામ ઘરના માણસો પર નજર રાખવાનું કર્યું.
- ઓફિસે જવાનો સમય નિશ્ચિત કરી દીધો. સાંજે ૬ વાગે ઘેર આવવા લાગ્યો. અર્થપુરુષાર્થને ઓછું મહત્ત્વ આપીને કામપુરુષાર્થને વધારે મહત્ત્વ આપ્યું. તે પછી પરિવારનું પતનમાંથી પુનરુત્થાન થયું. ધર્મપુરુષાર્થને જીવનમાં ઉચિત સ્થાન આપો :
હવે હું તમને એક બીજી સત્ય ઘટના કહું છું. હમણાંની જ આ ઘટના છે. ૪પવર્ષમાં જ બની છે. ગુજરાતના એક મોટાં શહેરમાં એ મહાનુભાવ રહે છે. આપણે એમને ‘ગૌરવ' નામથી ઓળખીશું. ગૌરવની પાસે બે કરોડ રૂપિયા હશે. સુંદર પત્ની છે અને સારાં બાળકો છે. તે પરિવાર સાથે સારો વ્યવહાર કરે છે. પત્ની અને બાળકો એનાથી સંતુષ્ટ છે. ગૌરવ પણ પરિવારથી અને પોતાના ધંધાથી સંતુષ્ટ છે, પરંતુ એક દિવસ એના મનમાં ઉદાસીનતા છવાઈ ગઈ. તે ઓફિસે ન ગયો અને ઘરે બેસી રહ્યો. તેણે પત્નીને કહ્યું: “આજે મને ઠીક નથી.' પત્ની એને ગાડીમાં બેસાડી ફરવા લઈ ગઈ. ફરવાના સમયે તેની ઉદાસીનતા ઓછી થઈ, પરંતુ ઘેર આવતાં ફરી વાર બેચેની વધી ગઈ.
બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસ. બેચેની વધતી જ ગઈ. ન કરવા જેવા વિચારો આવવા લાગ્યા. આત્મહત્યા કરીને મરી જવાના વિચારો આવવા લાગ્યા. ડૉફને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે "આ શારીરિક રોગ નથી, માનસિક રોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org