SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાયો હતો. પરસ્પર સ્નેહ બંધાઈ ગયો હતો. પેલા પરિવારના મુખ્ય પુરુષને આપણે ‘સુબોધ’નાં નામે ઓળખીશું. આ પરિવારના મુખ્ય પુરુષને આપણે ‘રામેશ્વર’ નામે ઓળખીશું અને તેની પત્નીને સીતા કહીશું. આ સીતાનું આકર્ષણ સુબોધ તરફ વધતું ગયું. સુબોધનો ધંધો માત્ર ચાર જ કલાકનો રહેતો. તેની પાસે ઘણો સમય બચતો. તે સીતાના બ્લોકમાં આવતો-જતો. સીતાનાં બાળકોને પણ પોતાની ગાડીમાં ફેરવવા લઈ જતો. કોઈ કોઈ વાર બાળકોની પસંદગીની વસ્તુઓ પણ લાવી આપતો. સીતા પણ ‘સુબોધભાઈ, સુબોધભાઈ' કરતી તેના બ્લોકમાં જતી. સુબોધની પત્ની સરળ હતી અને એટલી રૂપવતી પણ ન હતી, જ્યારે સીતા તો સ્વરૂપવતી અને યુવાન પણ હતી. શ્રાવકજીવન સીતા રામેશ્વરને પણ કહેતી : ‘તમે તો ઘરનું કશું ય ધ્યાન નથી રાખતા. તમારા કરતાં તો પાસેના સુબોધભાઈ સારા. બિચારા મારાં બધાં કામ તે જ કરે છે.’ રામેશ્વર માત્ર હસી નાખતો હતો. તેના મનમાં ધંધા સિવાય બીજું કશું ન હતું. પરિણામની તમે કલ્પના કરી શકો છો. સુબોધની સાથે સીતાનો શારીરિક સંબંધ થઈ ગયો. ત્રણે બાળકો નિશાળે જતાં, રામેશ્વર ઓફિસે જતો રહેતો. ઘરમાં માત્ર સીતા રહેતી. ઘરનું કામ કરીને નોકરાણી પણ ચાલી જતી ત્યારે સુબોધ સીતાના બ્લોકમાં ચાલ્યો જતો. તેમની પાપલીલા શરૂ થઈ જતી. સુબોધ અતિ ચાલાક હતો. સીતાને ફોસલાવીને તેણે અંદાજે લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. કોઈ વા૨ ૫ હજાર, કોઈ વાર ૧૦ હજાર, એમ કરતાં કરતાં લાખ રૂપિયા લીધા. સીતા સુબોધને જ પોતાનો પતિ માનવા લાગી હતી. પરંતુ એક દિવસે સુબોધે ભૂલ કરી. સીતાની મોટી પુત્રીની છેડતી કરી. આમેય એ છોકરીને સુબોધ સારો લાગતો ન હતો. એની માનો સુબોધ સાથેનો વધુ પડતો વ્યવહાર પણ સારો લાગતો ન હતો. જ્યારે સુબોધે છોકરીને પોતાના બાહુપાશમાં લેવાનો પ્રયત્ન કર્યો તો છોકરીએ સુબોધના ગાલ ઉપર તમાચો મારી દીધો અને કહ્યું : “દુષ્ટ, આઘો રહે, મને અડીશ નહીં, નહીંતર....... છોકરીનું આટલું બોલવું અને રામેશ્વરનો ઘરમાં પ્રવેશ કરવો. છોકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુબોધ ઝડપથી પોતાના બ્લોકમાં ચાલ્યો ગયો. રામેશ્વરે પૂછ્યું : : ‘બેટી, તારી મા કક્યાં ગઈ છે ?’ ‘જહન્નમમાં,' કહેતી છોકરી પગ પછાડીને સોફા ઉપર ધબ્બ કરતી બેસી ગઈ. ‘શું થયું ?' ‘તમે જોયું નહીં તમારી આંખોથી ? કોણ હતું મારી સાથે ઘરમાં ?” ‘સુબોધભાઈ........’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy