________________
ભાગ ૩
૧૨૩
રૂપસ્થ ધ્યાનમાં, સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરી શકાય છે, આઠ પ્રાતિહાર્યને ધ્યાનના આલોકમાં નિરખી શકો છો. તીર્થંકરના ચાર મૂળ અતિશયોનું ચિંતન પણ કરી શકો છો.
રૂપાતીત ધ્યાન
હવે તમને ચોથા રૂપાતીત ધ્યાન વિષે સમજાવું છું. આ ધ્યાનમાં આત્માથી આત્માનું ધ્યાન કરવાનું હોય છે. અરૂપી, નિરંજન-નિરાકાર, જ્ઞાનશરીરી, આનંદમય આત્માનું સ્મરણ-ધ્યાન કરવાનું છે. આ અવસ્થાને સમરસીભાવ' પણ કહેવાય છે. વાસ્તવમાં આ સિદ્ધ ભગવંતનું ધ્યાન છે.
આ રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનાં માધ્યમથી અનુક્રમે શરીર, અક્ષર, તીર્થંકર અને સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરવામાં આવે છે. યોગપ્રવૃત્તિ કરનારાનાં લક્ષણ :
જો તમે યોગાભ્યાસ કરો છો, તો તમારામાં અમુક વિશેષતાઓ દેખાવી જ જોઈએ. તમારું વ્યક્તિત્વ વિશિષ્ટ બનવું જોઈએ. આ સંદર્ભમાં ‘જ્ઞાનાર્ણવ' વગેરે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે :
अलौल्यमारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो
मूत्रपुरीषमल्पम्
कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम्
11
યોગપ્રવૃત્તિ કરનારા સાધકોના આ તો પ્રાથમિક લક્ષણો બતાવાયાં છે. આના ઉપરથી વિશિષ્ટ લક્ષણોની કલ્પના તમે જાતે જ કરી લેજો ! બહુ સંક્ષેપમાં તમને આ લક્ષણો કહું છું :
(૧) લોલુપતાનો ત્યાગ : ઐન્દ્રિક વિષયોમાં લોલુપતા-લુબ્ધતા નહીં રહેવી જોઈએ. તીવ્ર આસક્તિ પણ ન હોવી જોઈએ.
(૨) આરોગ્ય ઃ શરીર નિરોગી રહે છે. યોગપ્રભાવથી સામાન્ય રીતે રોગ પેદા થતા નથી. નિકાચિત કર્મોના ઉદયથી આવે તો યોગીકક્ષાનો માણસ ધીરતાપૂર્વક એ રોગોની પીડાને સહે છે. જરાય બેબાકળા કે આકળા થયા વગર !
(૩) અનિષ્ઠુરતા ઃ બીજા જીવો પ્રત્યે દયાહીન - નિષ્ઠુર વ્યવહાર નથી હોતો. એના હૈયામાં કરુણાનું ઝરણું વહ્યા જ કરે છે.
(૪) શુભ ગંધ ઃ એના શરીરમાંથી અદૃશ્ય ખુલ્લૂ - સુગંધ આવતી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org