________________
ભાગ ૩
૧૧૩ (યોગદર્શન ઉપરના મહર્ષિ વ્યાસના ભાષ્યમાં) પણ ચતુર્વ્યૂહ' નો ઉલ્લેખ સાંપડે
૧. સંસાર, ૨. સંસારનું કારણ, ૩. મોક્ષ, અને ૪. મોક્ષનું કારણ. ચિકિત્સાશાસ્ત્રની જેમ જ યોગ પણ આધ્યાત્મિક સાધના માટે ચાર વાતોનો સ્વીકાર કરે છે ? ૧. આધ્યાત્મિક દુઃખ ૨. એનું કારણ (અજ્ઞાન) ૩. અજ્ઞાનને દૂર કરવા માટે સમ્યકજ્ઞાન ૪. પૂર્ણતાની પ્રાપ્તિનમુક્તિ.
આ પ્રમાણે લગભગે તમામ આધ્યાત્મિક માન્યતાઓ પ્રસ્તુત ચાર સિદ્ધાંતોને માન્ય રાખે છે. ઠીક છે. પછી જુદી જુદી પરંપરા અને અલગ અલગ સંસ્કારોનાં કારણે નામોમાં ભિન્નતા જોવા મળે.
યોગસાધનાની અન્તર્ગત અનેક પ્રકારના આચાર, ધ્યાન અને તપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાનું મૂળભૂત લક્ષ્ય તો આત્માનો પૂર્ણ વિકાસ જ છે અને આત્મવિકાસની યાત્રામાં મનોવિકારોને મૂળ સાથે ઉખેડવા અનિવાર્ય મનાયા
યોગના અલગ અલગ આદશઃ
જ્યારે આપણે “યોગ'ના વિષયની છણાવટ કરી રહ્યા છીએ તો સાથે સાથે ભારતીય ધર્મદર્શનોમાં યોગનો સ્વીકાર કયા ધ્યેય સાથે કરવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ !
– ગીતામાં કર્મ કરવાની કુશળતાને જ યોગ કહેવામાં આવ્યો છે. - યોગદર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને યોગ માનવામાં આવે છે. - બૌદ્ધદર્શનમાં યોગને બોધિસત્ત્વની પ્રાપ્તિ માટે હેતુ તરીકે સ્વીકારવામાં
આવે છે. – જૈનદર્શન આત્માની શુદ્ધિ કરનારી ક્રિયાઓને યોગનાં રૂપે ઓળખે છે. આમ યોગને તમામ પરંપરાઓ કોઈને કોઈ રૂપમાં આત્માના ઉત્તરોત્તર ક્રમિક
Jain education International
For Private & Personal Use Only
www.jainelibrary.org