________________
૧૭૦
શ્રાવકજીવન નથી કરતા, એટલા માટે તેઓ “આચાર્ય કહેવાય છે. મનથી પણ પાપાચાર કરતા નથી તેથી તે “આચાર્ય' કહેવાય છે.
આ રીતે “આચાર્યના ચાર અર્થ બતાવ્યા. હવે ઉપાધ્યાયનો અર્થ જણાવું છું. ઉપાધ્યાયનો અર્થ :
જે મહાપુરુષ આશ્રવનાં દ્વાર બંધ કરીને, મન-વચન-કાયાના શુભ યોગોમાં લીન બનીને.. વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ પદ તથા અક્ષરોથી વિશુદ્ધ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનું સ્વયં અધ્યયન કરીને બીજાંને અધ્યાપન કરાવે છે. આ રીતે તેઓ સ્વ-પરના મોક્ષના ઉપાયોનું ધ્યાન કરે છે, એટલા માટે “ઉપાધ્યાય' કહેવાય
બીજો અર્થ સાંભળી લો જે અનંત “ગમ તેમજ પર્યાય દ્વારા ૧૨ અંગરૂપ શ્રુતજ્ઞાનને સ્થિર-પરિચિત કરતાં ચિંતન કરે છે, અનુસ્મરણ કરે છે તેમજ એકાગ્ર મનથી ધ્યાન કરે છે, તે ઉપાધ્યાય કહેવાય છે. ' સાધુનો અર્થ * જે અત્યંત કઠોર, ઉગ્રતર તેમજ ઘોર તપશ્ચર્યા કરે છે. * અનેક પ્રકારનાં વ્રત, નિયમ, ઉપવાસ અને વિવિધ અભિગ્રહોથી જે સંયમનું
પરિપાલન કરે છે. * જે પરિષહ અને ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે. * જે સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત એવા મોક્ષને સાધે છે, તે સાધુ કહેવાય છે.
આ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી' કહેવાય છે. આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી કયાં ફળની પ્રાપ્તિ થાય છે તે બતાવું છું. ચૂલિકાનો અર્થ :
एसो पंचनमुक्कारो सव्व पावय्यणासणो, मंगलाणं च सव्वेसिं
पढमं हवइ मंगलं ॥ આને ચૂલિકા કહે છે, એનો અર્થ સાંભળી લો. આ પાંચ નમસ્કાર જ્ઞાનાવરણીયાદિ જે પાપકર્મો છે, એ પાપકમોના સમૂહનો નાશ કરે છે. એટલા માટે આ નમસ્કાર સર્વ પ્રકારનાં મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org