________________
૧૦૮
શ્રાવકજીવન રહે છે, તેમજ પ્રેમથી પેલા બીમાર સાધુને પણ કરાવતો રહે છે. જો બીમાર સાધુની ઈચ્છા ન હોય ક્રિયા કરવાની, તો તેને આગ્રહ નથી કરતો, આક્રોશ નથી કરતો. તે પોતે પોતાની ક્રિયા કરી લે છે.
જ્યારે પેલા બીમાર સાધુને સારું થઈ જાય છે ત્યારે તેમને કહે છેઃ હવે આપ સ્વસ્થ છો, આપનું કામ આપ કરી શકો છો. જો આજ્ઞા હોય તો હું અહીંથી જાઉં, મારે મારા ગુરુનાં કામે જવાનું છે. જો તે સાધુ કહે કે “આપે મારી ખૂબ સેવા કરી, હું આપનો ઉપકાર કદી ભૂલી નહીં શકું. આપે આપના ગુરુદેવનું કાર્ય છોડીને પણ મને સંભાળ્યો.' તો એ સમયે આ સાધું તેમને સંયમધર્મમાં સ્થિર કરનારો અલ્પ ઉપદેશ આપે છે. એ સાધુ ઉપદેશ ગ્રહણ પણ કરે છે અને કોઈ સાધુ સમુદાયમાં પ્રવેશ પણ કરી લે છે.
બીમારીમાં અકથ્ય વસ્તુ પણ કચ્ય બની જાય છે. સ્વસ્થ શરીર થતાં કથ્યનો પણ સાધુ ત્યાગ કરી દે છે. જોઈએ ઉત્સર્ગ અપવાદનું જ્ઞાન. શ્રાવકો પણ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા બને ?
તમે લોકો અમારો આધાર છો. ઢોવર વહુ માથRઃ સર્વેષાં બાવારિણમ્ | સર્વ સાધુઓનો આધાર તમે લોકો છો. અવસર આવતાં સાધુઓની વિશ્રામણા, સેવા વગેરે તમારે કરવાં પડે છે. જો તમને અમારા સાધુજીવનના નિયમોનું જ્ઞાન હશે તો તમે સારી સેવા કરી શકશો. એટલા માટે જ્ઞાની-સંયમી કોઈ મુનિરાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી. ઉત્સર્ગ અપવાદનું જ્ઞાન પ્રાપ્ત કરો.
– કચ્ય પદાર્થ સદેવ કથ્ય નથી બનતો. - અકથ્ય પદાર્થ સદૈવ અકથ્ય નથી બનતા.
મેં તમને પ્રથમ જ કહી દીધું હતું કે દેશ, કાળ, પુરુષ, અવસ્થા તથા ઉપયોગશુદ્ધિના આધાર પર કલમ-અકથ્યનો નિર્ણય કરવામાં આવે છે. જે શ્રાવકશ્રાવિકાઓ આ વાત નથી જાણતાં તેઓ કોઈ નિયમને જડતાથી પકડી લે છે. પરિણામ સ્વરૂપે સાધુ-સાધ્વીને પરેશાન થવું પડે છે. સાધુ-સાધ્વીઓએ પણ ગૃહસ્થ સ્ત્રીપુરુષોની સામે કલ્યાકયનું એકાન્તતઃ પ્રતિપાદન ન કરવું. આ વસ્તુ સાધુને કલ્પતી જ નથી. સાધુ-સાધ્વીએ એનો ઉપયોગ ન જ કરવો જોઈએ.' એવું ન બોલવું જોઈએ. પરંતુ કહેવું જોઈએ કે અમે લોકો આ વસ્તુનો ઉપયોગ નથી કરતા, અમારા આચાર્યની આ પરંપરા નથી.”
ગૃહસ્થ કહે કે “પેલો સાધુમહારાજ યા સાધ્વીજી તો આ વસ્તુને ગ્રહણ કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org