________________
ભાગ ૩
૨૧૫ ત્પત્તિ આ રીતે છે: દ્યોતે પ્રયતૈનેન રતિ ૩દ્યતઃ || ઉદ્યોતના બે પ્રકારો બતાવવામાં આવ્યા છે દ્રવ્ય-ઉદ્યોત અને ભાવ-ઉદ્યોત. દ્રવ્યોદ્યોતઃ અગ્નિ, ચંદ્ર, સૂર્ય, રત્ન વગેરે દ્રવ્યોદ્યોત છે.
ભાવોદ્યોત જ્ઞાન ભાવ-ઉદ્યાત છે. “આવશ્યક નિર્યુક્તિ' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે: ના બાપુષ્પોને.'
- આવશ્યક સૂત્રની હારિભદ્રી ટીકામાં કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા યથાવસ્થિત રૂપથી વસ્તુનો બોધ થાય તે જ્ઞાન છે. અને જ્ઞાન જ ભાવ-ઉદ્યોત છે.
ज्ञायतेऽनेन यथावस्थितं वस्तु इति ज्ञानम्, तज्ज्ञानं भावोद्योतः। - ચૈત્યવંદન મહાભાષ્યમાં ભાવ-ઉદ્યોત'ની પરિભાષા આ રીતે છે : વનાણુમલો માવો કેવળ જ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત ‘ભાવ-ઉદ્યોત
- જેનો સ્વભાવ જ ઉદ્યોત કરવાનો છે, તે ઉદ્યોતકર' કહેવાય છે. જિનેશ્વર ભગવંતો દ્રવ્ય-ઉદ્યોતથી લોકને પ્રકાશિત નથી કરતા, પરંતુ “તીર્થકર નામકર્મ'ના ઉદયથી જીવો ઉપર ઉપકાર કરવા માટે ભાવ-ઉદ્યોત કરે છે.
-- ઉદ્યોતકરના પણ બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : સ્વ-ઉદ્યોતકર અને પર-ઉદ્યોતકર, તીર્થકર ભગવંતો બે પ્રકારથી ઉદ્યોતકર છે. પોતાના આત્માને કેવળ શાનથી ઉદ્યોતિત કરે છે. તેથી તેઓ સ્વ-ઉદ્યોતકર છે અને પોતાના વચનરૂપ દીપકથી ભવ્ય જીવો માટે ઉદ્યોત કરનારા છે તેથી તેઓ પર-ઉદ્યોતકર પણ છે.
યોગશાસ્ત્ર-સ્વોપજ્ઞવૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે કેવળજ્ઞાનનો પ્રકાશ દીપક છે, એ દીપકથી તીર્થકર સર્વલોકમાં પ્રકાશ કરે છે એટલા માટે તેઓ ઉદ્યોતકર છે.
આચારદિનકર' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તીર્થંકર પરમજ્ઞાનનો ઉપદેશ આપે છે, સંશયોનો ઉચ્છેદ કરે છે અને સર્વ પદાથોને પ્રકટ કરે છે, એટલા માટે તેઓ “ઉદ્યોતકર છે.
આ રીતે “લોગસ્સ ઉજ્જો અગર' એ પ્રથમ પાદનો અર્થ આ થયો ? પંચાસ્તિકાયરૂપ લોકને કેવળજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવ-ઉદ્યોતથી પ્રકાશિત કરવાના સ્વભાવવાળા.' ધમ્મતિવૈયરે જિણે ઃ
બીજા પાદમાં ત્રણ શબ્દો છે ધર્મ, તીર્થ અને જિન. ત્રણે શબ્દોને સમજાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org