________________
૨૧૪
શ્રાવકજીવન
અને સ્પર્શ હોય છે. આ પુગલો એક સાથે એકત્ર પણ હોય છે અને વેરાયેલાં પણ હોય છે. પુદ્ગલો જડ હોય છે, તેમનામાં ચૈતન્ય નથી હોતું. જીવાસ્તિકાય :
જીવ શરીરમાં રહેવા છતાં પણ શરીરથી ભિન્ન છે. એમાં ચૈતન્ય હોય છે, જીવનશક્તિ ધારણ કરે છે એટલા માટે ‘જીવ’ કહેવાયો છે. જે જીવતો હતો, જીવે છે, અને જીવશે તે જીવ છે !
જીવનાં કેટલાંક લક્ષણો જાણી લો : ઉપયોગ, અનાદિતા, શરીરથી ભિન્નતા, કર્મકર્તૃત્વ, કર્મભોકતૃત્વ, અરૂપિતા - આ સર્વે જીવનાં લક્ષણો છે. જીવયુક્ત શરીરને પણ વ્યવહારમાં જીવ કહેવામાં આવે છે.
આ પાંચ અસ્તિકાય લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, એટલા માટે લોક પંચાસ્તિકાયાત્મક કહેવાય છે.
‘લોક’નો બીજો અર્થ ‘ચૌદ રાજલોક' થાય છે. ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ ભાગ પડે છે ઃ ઊર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક.
ચૌદ રાજલોક :
-
—
એની નીચે બાર દેવલોક છે.
એની નીચે જ્યોતિષ-ચક્ર (સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા) છે. એની નીચે મનુષ્યલોક છે.
આટલાં સ્થાન સાત રાજલોકમાં સમાવિષ્ટ છે.
-
-
ચૌદ રાજલોકમાં સૌથી ઉપર 'સિદ્ધશિલા' છે.
એની નીચે પાંચ અનુત્તર દેવલોક છે.
એની નીચે નવ વેયક દેવ છે.
-
એની નીચે વ્યંતર, વાણવ્યંતર તેમજ ભવનપતિ દેવોનાં સ્થાન છે.
એની નીચે ધર્મ, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી નામનાં
પૃથ્વીનાં પડે છે; તેમાં અનુક્રમે સાત નરક આવેલી છે.
આટલાં સ્થાન અન્ય સાત રાજલોકમાં સમાવિષ્ટ છે. આ રીતે ૧૪ રાજલોક છે. આ થઈ ‘લોક’ની વાત.
ઉજ્જોઅગરે’ શબ્દનો અર્થ
શબ્દાર્થ છે - પ્રકાશ કરનારાઓને.’ ઉદ્યોત એટલે પ્રકાશ. ઉદ્યોત શબ્દની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org