________________
ભાગ ૩
૧. ધર્માસ્તિકાય.
૨. અધર્માસ્તિકાય.
૩. આકાશાસ્તિકાય. . ૪. પુદ્ગલાસ્તિકાય. ૫. જીવાસ્તિકાય.
પંચાસ્તિકાયનાં પાંચ નામ યાદ કરી લેવાનાં. હવે એક એક અસ્તિકાયનો સંક્ષિપ્ત પરિચય આપું છું. વાસ્તવમાં તો આ અધ્યયનનો વિષય છે. માત્ર સાંભળવાથી, અને તે પણ એક વાર ! બોધ સ્પષ્ટ નહીં થાય. આ વિષયોનું અધ્યયન કરવું જોઈએ. પહેલાં હું ધર્માસ્તિકાય સમજાવું છું.
ધર્માસ્તિકાય :
૨૧૩
જીવ અને પુદ્ગલની ગતિમાં આ ‘ધર્મસ્તિકાય' નામનું અરૂપી દ્રવ્ય સહાયક બને છે, જે રીતે માછલીને ત૨વામાં પાણી સહાયક બને છે એ રીતે ! માછલીમાં તરવાની શક્તિ છે, પાણી માત્ર સહાય કરે છે. એ રીતે જીવ અને પુદ્ગલમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધસ્તિકાય' માત્ર સહાયક બને છે. અધર્માસ્તિકાય :
જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં આ ‘અધર્માસ્તિકાય' નામે અરૂપી દ્રવ્ય સહાયક બને છે. જે રીતે મનુષ્યને સ્થિર રહેવામાં શય્યા, આસન આદિ સહાયક બને છે, એ જ રીતે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક બને છે.
આકાશાસ્તિકાય :
આકાશાસ્તિકાય બાકીનાં ચાર દ્રવ્યોને પોતાનામાં સ્થાન આપે છે, અવકાશ આપે છે. આકાશાસ્તિકાય એક અને અખંડ છે, છતાં પણ વ્યવહારથી એના બે ભાગ કરવામાં આવ્યા છે ઃ
૧. લોકકાશ.
૨. અલોકાકાશ.
જે આકાશમાં જીવ અને પુદ્ગલ ગતિ-સ્થિતિ કરી શકે છે, એ આકાશને ‘લોકાકાશ’ કહેવાય છે. અને જ્યાં આકાશ સિવાય કશું જ નથી, તેને ‘અલોકાકાશ’ કહે છે.
પુદ્ગલાસ્તિકાય :
વધવું અને ઘટવું - એ પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org