________________
ભાગ ૩
૧૧ છે, પરંતુ પુરુષાર્થ પણ ઓછા મહત્ત્વનું કારણ નથી. તે બુદ્ધિપૂર્વક એવો ઉપાય કરે છે કે પ્રયત્ન ઓછો કરવો પડે અને પ્રાપ્તિ વધારે થાય. હા, એ પ્રયત્નમાં અન્યાય, અનીતિ અને બેઈમાની ન હોવાં જોઈએ.
કયાં કાર્યમાં વધારે લાભ છે અને કયાં કાર્યમાં ઓછો લાભ છે - એ વિષયમાં પલિોચન કરવું જોઈએ. આમ તો લાભ અને નુકસાનના વિષયમાં પણ નિપુણ. બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. “આ સમયે હું ધર્મ, અર્થ અને કામ - આ ત્રણ પુરુષાર્થમાંથી કયો પુરુષાર્થ કરું, તો મને લાભ થાય અને કયો પુરુષાર્થ કરું તો મને નુકસાન થઈ શકે ?” એ વિચારવું પડે. જે સમયે, જે ક્ષેત્રમાં, જે પુરુષાર્થ કરવાથી વધારે લાભ થાય તે જ પુરુષાર્થ કરવો જોઈએ.
સભામાંથી ત્રણે પુરુષાર્થમાં ધર્મપુરુષાર્થ જ શ્રેષ્ઠ છે ને? મહારાજશ્રી શ્રેષ્ઠ છે, એમાં પણ સાધુધર્મનો પુરુષાર્થ સર્વશ્રેષ્ઠ છે, તે જ કરી લેવો જોઈએ. અને સાધુધર્મનો સ્વીકાર કરી લેશો તો અર્થપુરુષાર્થ આપોઆપ છૂટી જશે. કામપુરુષાર્થ મર્યાદિત થઈ જશે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના મર્યાદિત વિષયોનો ભોગપભોગ કરવાનો રહેશે.
પરંતુ ગૃહસ્થાવાસમાં રહેવું હોય તો ત્રણે પુરુષાર્થમાં સંતુલન ટકાવી રાખવું પડશે. ગૃહસ્થજીવનમાં અર્થ અને કામ વગર ચાલી શકવાનું છે? ગૃહસ્થ શ્રાવક અમારી - સાધુઓની જેમ ભિક્ષા માગીને ગુજારો ન કરી શકે. તેણે પોતાની આજીવિકાનો પુરુષાર્થ કરવો જ પડે છે, અને જો કામપુરુષાર્થની ઈચ્છા જ ન હોય, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં સુખોની ઇચ્છા જ ન હોય, તો પછી ગૃહસ્થાવાસમાં રહેવું જ શા માટે ? સાધુ બની જવું જોઈએ.
અહીં ગ્રંથકાર આચાર્યદિન વિવેક બતાવે છે. ત્રણ પુરુષાર્થોમાંથી કોઈ એક પણ પુરુષાર્થને ક્ષતિ ન થાય, સમતાભાવથી જીવનયાત્રા ચાલતી રહે, એ વિષયમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. તમારા અર્થ, કામના પુરુષાર્થની અનુમોદના નથી કરતા. ચિત્તની શાન્તિ, સમતા અને સમાધિ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે ત્રણેય પુરુષાર્થને સંતુલિત બનાવી દેશો. તે તે કાળમાં અને તે તે અવસ્થામાં જે પુરુષાર્થ વધારે લાભદાયી લાગતો હોય, તે પુરુષાર્થ કર્યા કરવો. અર્થપુરુષાર્થના સમયે બાકીના બે પુરુષાર્થ ન કરો અને કામપુરુષાર્થના સમયે બાકીના બે પુરુષાર્થ ન કરો.
તમે શ્રાવક-શ્રાવિકાઓ છો, તમારું ચિત્ત તો વિરક્ત-વિરાગી હોવું જોઈએ. વિરક્ત ચિત્તથી કરેલા અર્થ, કામના પુરુષાર્થ અલ્પ કર્મબંધ કરાવે છે. ચિત્તને વિરક્ત રાખવું.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org