________________
ભાગ ૩
૧૮૫ એટલા માટે માત્ર સાધુને નમસ્કાર કરવાથી, અરિહંત આદિને નમસ્કાર કરવાથી જે ફળ મળે છે, તે ફળ નથી મળતું. એટલા માટે નમસ્કારના પાંચ પ્રકારો માનવા જોઈએ. બે પ્રકારના નમસ્કાર ન માનવા જોઈએ.
સિદ્ધાને નમસ્કાર કરવા માત્રથી ‘અરિહંતના સર્વ ગુણોનો બોધ નથી થતો. એમ તો “સાધુ' કહેવાથી આચાર્ય તેમજ ઉપાધ્યાયના ગુણોનો બોધ નથી થતો. ૯. ક્રમ :
આક્ષેપ' (શંકા) અને પ્રસિદ્ધિ' (સમાધાન) દ્વારોનું વર્ણન કરીને હવે “ક્રમ દ્વારનાં માધ્યમથી નમસ્કાર મંત્રનો વિશેષ અર્થ બતાવું છું.
પ્રશ્નઃ નમસ્કાર મંત્રમાં સર્વપ્રથમ અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા આચાર્ય, ચોથા ઉપાધ્યાય અને પાંચમા સાધુ - આ ક્રમ કેમ રાખવામાં આવ્યો છે? 'ઉત્તર ઃ ક્રમ બે પ્રકારનો હોય છે ઃ ૧. પૂવનુપૂર્વી અને ૨. પશ્ચાનુપૂર્વી. અનાનુપૂર્વી'. ક્રમ નથી. નમસ્કાર મહામંત્રમાં પરમેષ્ઠીનો ક્રમ પૂર્વનુપૂર્વીનો છે.
અરિહંતના ઉપદેશથી સિદ્ધોનું જ્ઞાન થાય છે. એટલા માટે સૌથી પ્રથમ “અરિહંત'ને નમસ્કાર કરવામાં આવે છે. પછી ધ્યેયરૂપ સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. અરિહંત જ્યારે પૃથ્વી ઉપર નથી હોતા ત્યારે આચાર્ય તેમનું કાર્ય કરે છે, એટલા માટે ત્રીજો ક્રમ આચાર્યનો છે. મોક્ષનું જ્ઞાન ઉપાધ્યાય આપે છે, એટલે ચોથો ક્રમ એમનો છે. અને સાધુ સ્વયં મોક્ષમાર્ગની સાધના કરે છે તેમજ બીજાને સહાયતા કરે છે, એ દ્રષ્ટિએ એમનો ક્રમ પાંચમો છે. ૧૦. પ્રયોજન અને ૧૧. ફળઃ
ક્રમ બતાવ્યા પછી પ્રયોજન અને ફળ બતાવવામાં આવે છે.
– પ્રયોજન છે કર્મક્ષય તેમજ મોક્ષપ્રાપ્તિ. નમસ્કાર કરવાથી તરત જ કર્મક્ષય થાય છે. ભાવ નમસ્કાર કર્યા વગર અનંત કમપુદ્ગલોનો નાશ થતો નથી.
– ફળ છે મંગલની પ્રાપ્તિ! ઈહલોકનાં સુખોની પ્રાપ્તિ તેમજ પરલોકનાં સુખોની પ્રાપ્તિ ! “નમસ્કાર નિયુક્તિમાં કહેવામાં આવ્યું છે :
इहलोई अत्थकामा आरुग्गं अभिरई अ निष्कत्ति ।
सिद्धयो सग्ग सकुलप्पच्चयाई य परलोए ।।१३७॥ આ ગાથાનો અર્થ સાંભળી લો. * આ લોકમાં (આ વર્તમાન જીવનમાં) અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની
પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં સિદ્ધિ સ્વર્ગ અને ઉત્તમ કુલની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org