________________
૧૮૬
શ્રાવકજીવન * અર્થ-કામની પ્રાપ્તિ થાય છે એટલે કે અર્થ અને કામ શુભ વિપાકવાળા બને છે. આ જીવનમાં અર્થ-કામ દ્વારા અનુકૂળ આનંદ પ્રાપ્ત થાય છે, એને
અભિરતિ' કહે છે. * નમસ્કારનું મુખ્ય ફળ છે સિદ્ધિ. એટલા માટે પ્રથમ ફળ સિદ્ધિનું બતાવવામાં
આવ્યું છે. પરંતુ વિરલ આત્માઓ જ સિદ્ધિ પામે છે. બીજા આરાધક જીવો બીજા જન્મમાં સુકુળમાં જન્મ પામે છે. અથવા સ્વર્ગમાં જાય છે.
આ રીતે “નમસ્કાર નિયુક્તિ'માં નમસ્કાર મંત્રનો વિશિષ્ટ બોધ કરાવનાર ૧૧ દ્વારોથી વિવેચન કરવામાં આવ્યું છે. નમસ્કાર મહામંત્રના વિષયમાં ચિંતન કરવાની વાતો જણાવી છે. કરશો ને ચિંતન?
સભામાંથી આ બધી વાતો યાદ નહીં રહે. મહારાજશ્રી યાદ રાખવા માટે અધ્યયન કરવું પડશે. સાંભળવા માત્રથી આ બધી વાતો યાદ ન રહી શકે ! અને આ બધી વાતો યાદ રહેશે તો જ ચિંતન કરી શકશો !
ફળ બે પ્રકારનાં બતાવ્યાં છેઃ ૧. ઈહલૌકિક અને ૨. પારલૌકિક. ઇહલૌકિક ફળમાં મુખ્ય ફળ બતાવ્યું છે ધનપ્રાપ્તિ ! નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક સ્મરણ કરવાથી એ મંત્ર ધન પણ આપે છે ! શાસ્ત્રમાં ઉદાહરણો મળે છે. એક ઉદાહરણ ‘ત્રિદંડી'નું બતાવું છું. ત્રિદંડીનું ઉદાહરણઃ
એક ગામ હતું. એ ગામમાં શ્રેષ્ઠીપુત્ર શિવકુમાર રહેતો હતો. માતાપિતાના મૃત્યુ બાદ તે નિધન થઈ ગયો. તે ગામમાં ભટકતો રહેતો હતો.
એક દિવસે એને ત્રિદંડી સંન્યાસી સાથે મૈત્રી થઈ ગઈ. સંન્યાસીએ શિવકુમારને પૂછ્યું :
તારે ધનવાન બનવું છે?' જરૂર.” તો હું કહું તેવું કામ કરવું પડશે.' કરીશ.”
જેનો કોઈ માલિક ન હોય એવો એક અખંડિત મૃતદેહ મનુષ્યનો લઈ આવ. તો હું તને ધનવાન બનાવીશ.”
શિવકુમાર માનવનો મૃતદેહ લઈ આવ્યો. સંન્યાસીને બતાવ્યો. સંન્યાસીએ મૃતદેહ જોયો. જેવો જોઈતો હતો તેવો જ એ મૃતદેહ હતો. તેણે શિવકુમારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org