________________
શ્રાવકજીવન તમારા વેપારની સીઝન ચાલતી હોય, દુકાન યા ઑફિસનું કાર્ય ખૂબ વધી ગયું હોય, બીજી બાજુ બાળકોની પરીક્ષાના દિવસો હોય, નજીકના સ્વજનને ત્યાં લગ્નપ્રસંગ હોય - આ સમયે તમારે પ્રાથમિકતા અર્થપુરુષાર્થને આપવી જોઈએ.
ભાઈને ત્યાં લગ્નપ્રસંગ છે, તમને નિમંત્રણ મળ્યું છે. ભાઈ-ભાભીની ઇચ્છા છે કે લગ્નપ્રસંગ તમે સંભાળો. એ સમયે વેપાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. તમને જમવાની ય નવરાશ નથી મળતી, બીજી બાજુ તમારા ગામમાં સાધુ-મુનિરાજ પધાર્યા છે. ખૂબ સારું પ્રવચન આપે છે. આ સમયે તમે કયાં કાર્યને પ્રાથમિકતા આપશો? ભાઈને ત્યાંના પ્રસંગને મહત્તા આપવી પડશે. એ પ્રસંગને સંભાળીને તમે ભલે મુનિરાજનાં પ્રવચનો સાંભળો અને દુકાન પણ સંભાળો.
પરંતુ તમારા ગામમાં કોઈ સાધુપુરુષ-મુનિરાજની તબિયત બગડી ગઈ અને તેમની સેવા કરનાર બીજું કોઈ નથી. એ સમયે તમારે બધાં કાર્યો છોડી દઈને સાધુસેવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
– તમારા ઘરમાં પુત્રજન્મના અવસરે ભોજન સમારંભ ચાલી રહ્યો છે. આનંદપ્રમોદનું વાતાવરણ છે. એ સમયે તમારો કોઈ પરિચિત સામાન્ય સ્થિતિનો સગૃહસ્થ તમારી પાસે આવીને કહે કે “શેઠજી, મારી પત્ની ગંભીર છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી છે. તમે અમને મદદ કરશો ? તમારા પરિચયથી હોસ્પિટલમાં જલદીથી જગા મળી જશે. કૃપા કરીને અમને સહાય કરો.” આ સમયે તમે શું કરશો? ભોજન સમારંભને મહત્ત્વ આપશો કે એ ગૃહસ્થની વાતને મહત્ત્વ આપશો?
સભામાંથી એ ગૃહસ્થને પહેલાં મદદ કરીશું અને પછી ભોજન સમારંભ.
મહારાજશ્રી સાચી વાત છે તમારી. ભોજન સમારંભમાં ઉપસ્થિત સજ્જનોને નમ્રતાથી નિવેદન કરીને તમે એ સગૃહસ્થની સાથે જશો અને હોસ્પિટલમાં પ્રવેશ વગેરેનું કાર્ય કરશો.
– નગરમાં કોઈ ઉત્સવ ચાલી રહ્યો છે. લોકો સુંદર વસ્ત્રો ધારણ કરીને બાગમાં ફરવા જઈ રહ્યાં છે. ત્યાં ગીત. નૃત્ય વગેરે કાર્યક્રમ ચાલે છે. ત્યાં લોકો ખાય-પીએ છે; આનંદ કરે છે. તમે સવારે ૧૦ વાગે ઓફિસમાં જવા તૈયાર થયા છો. બાળકો કહે છે: “પિતાજી, આપ સાંજના ૬ વાગે ઘરે આવી જજો. મોડું ન કરતા, આપણે ફરવા જઈશું. મમ્મી પણ સાથે આવશે - આપણે બધાં જઈશું. ઉત્સવ મનાવીશું, સાંજના ૬ વાગે આવી જજો.”
આ સમયે તમે બાળકોને શું અને કેવો ઉત્તર આપશો? ઓફિસમાં ગમે તેટલું કામ હોય, પણ એ સમયે બાળકોને પ્રેમથી કહેવું જોઈએ કે હું સાંજના ૬ વાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org