________________
ભાગ ૩
૨૫૭ જાય છે. ૨.મૃતવત્સા કોષ-નિવારણ યંગ |
જે સ્ત્રીને મરેલાં સંતાનો જ જન્મે છે, અથવા બાળકનો જન્મ થતાં જ મરી જાય છે, તેને મૃતવત્સા-દોષ કહેવાય છે. આ મંત્રના પ્રભાવથી અને તેના મંત્રના વિધિપૂર્વકના જાપથી મૃતવત્સા-દોષ દૂર થઈ જાય છે. 3. काकवंध्यादोष-निवारण यंत्र ।। જે સ્ત્રી એક વાર બાળકને ન્મ આપ્યા પછી ફરીથી સગભાં બનતી નથી તેને
કાકવંધ્યાકહે છે. આ દોષનું નિવારણ કરનારું આ યંત્ર છે. ૪. વિહિપીડા–નિવાર યંત્ર |
જે બાળકને વિવિધ ગ્રહપીડા કરતા હોય, એમના નિવારણ માટે આ યંત્ર છે.
આ યંત્રના મંત્રનું વિધિપૂર્વક આરાધન કરવામાં આવે છે. ૫. સૌમાર યંત્ર |
આ યંત્ર દુર્ભાગ્યનો નાશ કરે છે અને સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. અર્થ ન્યતામાં આ પાંચ યંત્રો બતાવ્યાં છે. શ્રી પૂર્ણચંદ્રાચાર્યની ટીકામાં પણ
આ પાંચ યંત્રો જ બતાવવામાં આવ્યાં છે. ચોથી ગાથાનું યંત્ર :
આ ગાથામાં લઘુદેવકુલ યંત્રનું વિધાન છે. આ સવથિસિદ્ધયંત્ર છે. એ યંત્રને સુગંધી દ્રવ્યોથી લખીને તેની ધૂપ-ઘી-પુષ્પ આદિથી પૂજા કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂજામંત્ર સદ્ગથી પ્રાપ્ત કરવો જોઈએ અને ગુરુચરણની દ્રવ્યભાવથી પૂજા કરવી જોઈએ. પાંચમી ગાથાનું યંત્રઃ
આ યંત્રનું ત્રણ દિવસ સુધી શ્વેત અને સુગંધી પુષ્પોથી પૂજન કરવાથી ભૂતપ્રેત-શાકિની તેમ જ વરાદિ ભય નષ્ટ થાય છે. શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ થાય છે. સાવધાની :
શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો અદ્દભુત પ્રભાવ બતાવવાની દ્રષ્ટિથી મંત્ર-યંત્રાદિનો નિર્દેશ કર્યો છે. જે સાધના કરવી હોય તો આ વિષયના વિશારદ સરનું માર્ગદર્શન લઈને જ સાધના કરવી જોઈએ. માત્ર પુસ્તક વાંચીને પ્રારંભ ન કરવો, નહીંતર વિપરીત પરિણામ આવી શકે છે.
શ્રદ્ધાથી, શુદ્ધિથી અને વિધિપૂર્વક આ સ્તોત્રની આરાધના કરવી જોઈએ. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org