________________
૨૬૪
શ્રાવકજીવન આચાર્યશ્રી કમલપ્રભસૂરિજી પાસે મોકલ્યો. ગુરુદેવે બાર વ્રત, સમ્ય દર્શન, જ્ઞાનચારિત્ર વગેરેનું જ્ઞાન આપ્યું. પ્રિયંકર મહાશાવક બની ગયો. આચાર્યશ્રીએ એને ઉપદેશ આપતાં કહ્યું “વત્સ, બાલ્યકાળથી જ ધર્મ કરવો જોઈએ. જે દિવસો જાય છે તે પાછા આવતા નથી.”
પ્રિયંકરે કહ્યું: ‘ગુરુદેવ પ્રતિદિન કેવી ધર્મ-આરાધના કરવી જોઈએ, એ મને બતાવવાની કૃપા કરો.'
આચાર્યદેવે કહ્યું: “વત્સ, પ્રતિદિન સામયિક, જિનપૂજા, પ્રત્યાખ્યાન, દાન, દયા આદિ ધર્મકાર્યો કરવા જોઈએ અને સ્નાનાદિથી શુદ્ધ થઈને એકાન્ત જગ્યાએ પૂર્વદિશા સન્મુખ બેસીને ઉવસગ્ગહર સ્તોત્ર’ નો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. મહાનુભાવ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ અનેક મહામંત્રો ગુપ્ત રૂપે આ સ્તોત્રમાં રાખ્યા છે. જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી આ સ્તોત્રનું વિધિપૂર્વક પ્રતિદિન સ્મરણ કરે છે તેનું નાગરાજ ધરણેન્દ્ર, પદ્માવતી દેવી યા વૈરોટયા દેવી સાન્નિધ્ય કરે છે.
આ સ્તોત્રના અખંડ ૧૨૦૦૦ જાપ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આ સ્તોત્રના સ્મરણથી દુષ્ટ પ્રહ, ભૂત-પ્રેત, શાકિની-ડાકિની, રોગ ઇત્યાદિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. પાણી યા અગ્નિનો ભય, સાપના ઝેરનો, ચોર યા રાજાનો ભય..... વગેરે દૂર થઈ જાય છે. સુખ, સમૃદ્ધિ અને સુપરિવારની પ્રાપ્તિ થાય છે. એટલા માટે હે પ્રિયંકર, તારે દરરોજ ઉવસગ્ગહર સ્તોત્રનું પઠન-સ્મરણ કરવું જોઈએ. જ્યારે કોઈ પણ સંકટ આવે ત્યારે આ સ્તોત્રની પ્રથમ ગાથાનું પુનઃ પુનઃ સ્મરણ કરવું.'
તેણે ગુરુદેવ પાસેથી ઉવસગ્ગહર સ્તોત્રને વિનયપૂર્વક ગ્રહણ કર્યું. પ્રતિદિન સ્તોત્ર પાઠ કરવા લાગ્યો. તેનાં સર્વ કાર્યો સફળ થવાં લાગ્યાં. શ્રેષ્ઠી પાર્શ્વદત્તે વેપારમાંથી નિવૃત્તિ લઈ લીધી. સર્વ જવાબદારી પ્રિયંકરે ઉપાડી લીધી. પાર્શ્વદત્ત વિશેષ રૂપે ધર્મ આચરવા લાગ્યો. પ્રિયંકર આપત્તિમાં :
એક દિવસ પ્રિયંકર પાસેના ગામમાં ઉઘરાણી કરવા ગયો. પૈસા લઈને સાંજે પાછો ફરી રહ્યો હતો ત્યારે ભીલ લોકોએ એને પકડ્યો અને તેને પલ્લીપતિની પાસે લઈ ગયા. પલ્લીપતિએ એને કારાવાસમાં નાખી દીધો.
સાંજ સુધી પ્રિયંકર પાછો ન ફર્યો તેથી તેનાં માતાપિતા ચિંતા કરવા લાગ્યાં. રડવા લાગ્યાં. એ સમયે કોઈક મુસાફરે આવીને કહ્યું: “પ્રિયંકરને બાંધીને ભીલ લોકો એને પલ્લીમાં લઈ ગયા છે.” આ સાંભળીને પાÖદત અને પ્રિયથી વધારે કલ્પાન્ત કરવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org